________________
૮૯
અજ્ઞાનીને પણ સમયે સમયે જ્ઞાનની પર્યાયમાં પોતાના જ્ઞાનમય આત્મા જ મુખ્યપણે જણાઈ રહ્યો છે. જાણપણું નિજ આત્માનું છે છતાં “એ છે તે હું છું” એમ અજ્ઞાનીને થતું નથી. તે એ પ્રમાણે યથાર્થ જાણતો નથી, માનતો નથી. અજ્ઞાની પરની રુચિની આડે જ્ઞાનમાં પોતાનો જ્ઞાયકભાવ જણાતો હોવા છતાં એનો તિરોભાવ કરે છે, અને જ્ઞાનમાં જે જણાતાં નથી એવા પર શેયોને આર્વિભાવ કરે છે.
આમ સદાકાળ સૌને પોતે જ એટલે કે આત્મા જ જાણવામાં આવે છે. અજ્ઞાનીઓ કહે છે કે આત્મા ક્યાં જાય છે? અને જ્ઞાનીઓ એમ કહે છે કે દરેક આત્માઓને પોતાનો આત્મા જ જણાય છે. પણ અજ્ઞાની એનો સ્વીકાર કરતો નથી. પુણ્ય-પાપ આદિ જે વિકલ્પ છે તે અચેતન છે અને પર છે. તેથી મુખ્યપણે જ્ઞાનની પર્યાયમાં તે જણાતા નથી પરંતુ જાણનાર જ જણાય છે. - સ્વ સંવેદન જ્ઞાનથી પ્રથમ આત્માને જાણવો પછી તેનું જ શ્રદ્ધાન કરવું. એની શ્રદ્ધામાં એમ આવ્યું કે આ અંદર જે પ્રત્યક્ષ જણાયો એ જ આત્મા છે.
આમ સૌને પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં અનાદિ બંધના વશે-એટલે અનાદિબંધને પોતે વશ થાય છે, તેથી આ જાણનાર.. જાણનાર... જાણનાર તે હું છું એમ ન માનતા રાગ હું છું એમ માને છે.
આત્માને અનાદિ બંધ છે, એને વશ થાય છે માટે વિકાર થાય છે. એટલે કે સૌને જાણન જાણન....જાણન ભાવ જ જાણવામાં આવે છે. શરીરને, રાગને જાણતાં પણ જાણનાર જ જણાય છે. પણ અનુભૂતિ સ્વરૂપ આત્મા હું છું. આ જાણનાર તે હું છું, આ જાણનાર તે હું છું એમ અજ્ઞાનીને ન થતાં બંધને વશ પડ્યો છે. આત્માને વશ થવું જોઈએ એને બદલે કર્મને વશ થાય છે.
પ્રભુ! તું તો જાણનાર સ્વરૂપ સદાય રહ્યો છે ને? જાણનાર જ જણાય છેને? જાણનાર જ્ઞાયક છે તે જણાય છે એમ માનતા બંધને વશે જે જ્ઞાનમાં પર રાગાદિ જણાય તેના એકપણાનો નિર્ણય કરતો મૂઢ જે અજ્ઞાની તેને “આ અનુભૂતિ છે તે હું જ છું એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી.
ભગવાન આત્મા જ્ઞાયક જ્યોતિ ધ્રુવ વસ્તુ છે. એ તો જાણન સ્વભાવે, પરમ પરિણામિકભાવે, સ્વભાવભાવે જ ત્રિકાળ છે. રાગ સાથે દ્રવ્ય એકપણે થયું નથી. પણ જાણનાર જેમાં જણાય છે તે જ્ઞાન પર્યાય લંબાઈને અંદર જતી નથી. જાણનાર સદાય પોતે જણાઈ રહ્યો છે એવી જ્ઞાનની પર્યાય થઈ રહી