________________
૯૦
હોવા છતાં પણ આ અંદર જાણનાર તે હું છું અર્થાત્ આ જ્ઞાનની પર્યાયમાં જણાય છે તે હું છું એમ અંદરમાં ન જતા રાગને વશ પડ્યો થકો જે બહાર રાગમાં જણાય છે તે હું છું એમ માને છે.
જ્યારે આ આત્માને અનુભવમાં આવતા જે અનેક પર્યાયરૂપ ભેદભાવો તેમની સાથે મિશ્રિતપણું હોવા છતાં એટલે ભગવાન આત્માના જ્ઞાનમાં પુણ્યપાપ-દયા-દાન-વ્રત આદિ અનેક પર્યાયરૂપ ભેદભાવો તેની સાથે મિશ્રિત હોવા છતાં સર્વ પ્રકારે ભેદજ્ઞાનમાં પ્રવીણતાથી ‘આ અનુભૂતિ છે તે જ હું છું' અર્થાત્ જાણવાની દશા જે અનુભવમાં આવે છે તે જ હું છું અને જ્ઞાનમાં જણાય છે તે દયા-દાન-રાગાદિ વ્યવહાર તે હું નથી એમ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે.
રાગનો વિકલ્પ અને જ્ઞાનપર્યાય એ બે વચ્ચે સંધિ છે. તેમ જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા અને રાગ બે વચ્ચે સંધિ છે. પણ બંનેના એકપણાના નિશ્ચયથી મૂઢ અજ્ઞાની તેને પોતાના માને છે. પરંતુ રાગથી ભિન્ન અનુભવરૂપ પોતાની ચીજ જુદી છે, એનું ભાન નહિ હોવાથી આ જાણનાર જણાય છે તે હું છું એમ માનતો નથી.
અને જેવું ભેદ જ્ઞાનની પ્રજ્ઞા છીણી વડે એ બે ને છૂટા કરતાં જાણનારો જણાય છે. અનુભૂતિ થઈ જાય છે.
લોકો બહારમાં એકલા ક્રિયાકાંડ-આ કરવું અને તે કરવું-એમાં ખૂંચી ગયા છે. એટલે કાંઈ હાથ આવતું નથી. આત્મા કેવો છે તેને જાણ્યા વિના અજ્ઞાનથી મિથ્યાત્વનું મૂળ સાજું રાખ્યું, પણ એને ઉખેડીને સમ્યગ્દર્શનરૂપી ધર્મના મૂળને પકડ્યું નહિ.
પોતે પોતાને ભૂલીને રાગને પોતાનો માને એ તો મૂઢ ભાવ છે, મિથ્યાત્વ છે. તો પછી આ બાયડી, છોકરાં, કુટુંબ, મકાન, પૈસા, આબરૂ વગેરે ક્યાંય રહી ગયા. એને પોતાના માને એ તો મૂઢત્વ જ છે.
પહેલાં એ એની શ્રદ્ધામાં નક્કી કરે કે ભગવાન આનંદનો નાથ પ્રભુ જે અંદરમાં જણાયો અને શ્રદ્ધામાં આવ્યો એમાં ઠરવું એ ચારિત્ર છે. વ્રત, તપ, ઉપવાસ આદિકાંઈચારિત્રનથી. ઉપવાસ એટલે ઉપનામ સમીપમાં-ભગવાન આનંદના નાથની સમીપમાં વાસ એટલે વસવું- અનુભવ વડે વસવું. આત્મામાં અનુભવ વડે લીન થવું એ ચારિત્ર છે.
આવા અનુભવની છાપ વિશે આવે છે કે આત્માનો નિજ વૈભવ કેવો