________________
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપે મોક્ષમાર્ગ
પહેલાં સમ્યફ પુરુષાર્થ વડે આત્મ સ્વરૂપને જાણો, તેની જ પ્રતીતિ-રુચિ-શ્રદ્ધા ને મહિમા કરો'. સૌથી પ્રથમ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન જરૂરી છે. પ્રથમ દર્શન મોહનીય હણાય - બોધથી, પછી ચારિત્ર મોહનીય હણાય - વીતરાગતાથી.
" સૌથી પ્રથમ મિથ્યાત્વ-મોટું પાપ-અપરિમિત જવું જોઈએ-પછી બીજા નાના મર્યાદીત પાપ જાય. સ્વરૂપનું અપમાન એ જ મોટું પાપ છે. આ મિથ્યાત્વજવા માટે સૌથી પ્રથમ - “તત્વનો યથાર્થ નિર્ણય થવો જોઈએ.” “વસ્તુનું સ્વરૂપ જેવું વીતરાગ-અરીહંત પ્રભુએ કહ્યું છે એવું જાણવું માનવું એ જ
સમ્યગ્દર્શન છે, એ જ સમશાન છે.” તત્ત્વનો નિર્ણય કરવા
૧. તત્ત્વની રુચિ થવી જોઈએ. ૨. તત્ત્વનો અભ્યાસ કરવો જોઈએ. (સત્સંગ અને સ્વાધ્યાય) ૩. તત્ત્વની સમજણ - યથાર્થ સમજણ. ૪. તત્ત્વનો યથાર્થ નિર્ણય. ૫. વસ્તુના દ્રવ્ય-ગુણ-પર્યાય જેમ છે તેમ યથાર્થ જાણવા.
આ જ વીતરાગ વિજ્ઞાન છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતાને મોક્ષમાર્ગ કહે છે. . , નિશ્ચય સમ્યગ્દર્શનઃ પર પદાર્થોથી ત્રિકાળ જુદા એવા નિજ આત્માનો અટલ વિશ્વાસ કરવો તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. નિશ્ચય સમજ્ઞાન આત્માને પર વસ્તુઓથી જુદો જાણવો (જ્ઞાન કરવું) તે નિશ્ચય સમ્યજ્ઞાન છે. નિશ્ચય સચ્ચારિત્ર પર દ્રવ્યોનું આલંબન છોડીને આત્મસ્વરૂપમાં એકાગ્રતાથી મગ્ન થવું તે નિશ્ચય સમ્યફચારિત્ર (યથાર્થ આચરણ) કહેવાય છે.
ભાઈ ! તારે સમ્યક દેખવું હોય તો ભગવાન સ્વરૂપ તું છો તેનો સ્વીકાર કર. ‘તત્ત્વનો યથાર્થ નિર્ણય કર.'