________________
૧૩૩
૩. તેને અનુસરીને થતો-વર્તતો પરિણામ તે ઉપયોગ છે. તે ઉપયોગના
બાર પ્રકાર છે ૪. આ ઉપયોગના પહેલાં બે સાધારણ ભેદ કહ્યા. (૧) જ્ઞાન (૨) દર્શન. ૫. પછી જ્ઞાનોપયોગના બે ભેદકહ્યા. (૧)સ્વભાવજ્ઞાન (૨) વિભાવજ્ઞાન. ૬. હવે પછી સ્વભાવજ્ઞાનના બે ભેદે કીધા.
૧. કાર્ય સ્વભાવજ્ઞાન ૨. કારણ સ્વભાવજ્ઞાન. ૭. કાર્ય તો સકળ વિમળ (સર્વથા નિર્મળ) કેવળજ્ઞાન છે.
આ જે કેવળજ્ઞાનરૂપી પરિણામ છે તે અંતરંગ ગુણને અનુસરીને થતાં પરિણામ છે. અને તેને કાર્ય સ્વભાવજ્ઞાન કહેવાય છે. ૮. આત્માની સીમા શું છે?
(૧) દ્રવ્યરૂપે ત્રિકાળી છે. અનંત ગુણનો પિંડદ્રવ્યરૂપ ત્રિકાળી છે. (૨) તેના ગુણરૂપે ત્રિકાળી છે. (૩) તેના કાર્યરૂપે વર્તતા વર્તમાન-વર્તમાન પરિણામ તરીકે તેને
વર્તનારી પર્યાય છે. . કેવળજ્ઞાન પર્યાય છે અને તે આત્માના ચૈતન્યને અનુસરીને થતાં પરિણામ છે. તે ગુણનું-જ્ઞાનનું વર્તમાન કાર્ય હોઈ તેને અહીં કાર્ય સ્વભાવજ્ઞાન કહેવામાં આવે છે અને તેનું કારણ પરમ પરિણામિક ભાવે
રહેલું ત્રિકાળ નિરુપાધિક સહજ જ્ઞાન છે. વિભાવ શાન ઉપયોગ તે બે પ્રકારનો છે. (૧) સમ્યફ વિભાવજ્ઞાનોપયોગ. (૨) મિથ્યા વિભાવજ્ઞાનોપયોગ. (અર્થાત્ કેવળ વિભાવજ્ઞાનોપયોગ)
આ વિભાવ જ્ઞાન તે અપૂર્ણ-અધુરાં જ્ઞાન છે, ને તેમાં કર્મની નિમિત્તની અપેક્ષા આવે છે. ૮. મિથ્યાજ્ઞાનઃ
કેવળ વિભાવરૂપ જ્ઞાનો' એટલે શું? કેવળ” એટલે એકલા વિભાવરૂપ (વિપરીત) જ્ઞાનો. આ ત્રણ પ્રકારના છે. (૧) કુમતિ (૨) કુશ્રુત અને (૩) વિભંગ (કુઅવધિ).