________________
૩૪
સ્વ-પર પ્રકાશક પર્યાયમાં જાણવામાં આવે છે. પણ અજ્ઞાનીની ત્યાં દષ્ટિ નથી, તેને અનાદિથી રાગનું જ, શુભાશુભ ભાવનું પરિગ્રહણ છે. ભાઈ ! રાગનું ગ્રહણ તો અનંત વાર કર્યું, પણ એ તો અભૂતાઈ ચીજ છે. ભગવાન આત્મા જ એક ભૂતાર્થ છે. એ ભૂતાર્થના પરિગ્રહથી-આશ્રયથી સમ્યગ્દર્શન થાય છે. - રાગની કથા-બંધનની કથા તો અનંત વાર સાંભળી છે; એનો પરિચય અને એનો અનુભવ પણ અનાદિ સંસારથી ચાલ્યો આવે છે. અહીં કહે છે કે ભગવાન ! એક વાર ગુંલાટ ખા. પ્રભુ! એકવાર પલટો ખા. ભૂતાઈને પકડી ભૂતાઈનો અનુભવ કર. જ્ઞાનની પર્યાયમાં ભૂતાર્થનો અનુભવ કરવો તે સમ્યગ્દર્શન છે.
અરે ભાઈ! આ મનુષ્યપણું મળ્યું અને ભગવાન આત્માનો પાકો નિર્ણય અને અનુભવન કર્યો તો જિંદગી એમને એમ વ્યર્થ ચાલી જશે. જેવી પોતાની ચીજ છે તેને અનુસરીને તેનો અનુભવ કરવો એ જ કરવા યોગ્ય છે. - શ્રુતજ્ઞાનના અવલંબનથી હું જ્ઞાનસ્વભાવી ભગવાન આત્મા છું એ તત્ત્વનો યથાર્થ નિર્ણય કરવા તું સંપૂર્ણ સમર્પત થઈ જા. શુદ્ધ ચૈતન્ય એકરૂપ વસ્તુનું એકવાર ગ્રહણ કર. ભાઈ!ત્રિકાળી શુદ્ધધુવવસ્તુના અનુભવ વિના સમ્યગ્દર્શન નહિ થાય. તેના વિના ધર્મની શરૂઆત નહિ થાય.
કોઈ કહે છે કે “દિગંબર છે તેને સમકિત તો છે, ભેદજ્ઞાન તો છે. હવે વ્રત ધારણ કરે તો ચારિત્ર થઈ જાય.'
એમ ન હોય પ્રભુ! લોકોને નિશ્ચય સમકિતની ખબર નથી. અને બહારની તત્વાર્થ-શ્રદ્ધા, વ્યવહાર શ્રદ્ધાના રાગને ધર્મ માને છે. પણ માર્ગ એમ નથી, ભાઈ! ઊંધું માનવામાં તો આત્માની છેતરપિંડી છે. પૂર્ણાનંદનાનાથ ભગવાન આત્માનો જ્યાં અનુભવ નથી ત્યાં જે ક્રિયાકાંડ છે તે બધો અજ્ઞાન ભાવ છે, સંસાર ભાવ છે. બહારથી ઉપવાસાદિ કરે પણ એ બધા બાળતપ છે. આવી કિયા તો અનંત કાળમાં જીવે અનંત વાર કરી, પણ મિથ્યાત્વ ટળ્યું નહિ તો શું કર્યું? આવી વાત આકરી લાગે. પણ શું થાય? આચાર્યદવ કહે છે કે એકવાર ભૂતાર્થ પદાર્થ તારી પરમાર્થ ત્રિકાળી ધ્રુવ વસ્તુનો અનુભવ કર.
પઠન-પાઠન, પંચ પરમેષ્ઠીનું સ્મરણ, ચિંતન, સ્તુતિ ઈત્યાદિ બધું તો જીવે અનંત વાર કર્યું છે. લોકોને બિચારાઓને અભ્યાસ નહિ; ઉપરથી થોડું સાંભળી લે, નિર્ણય કરે નહિ અને અહોનિશ વેપાર ધંધા ઈત્યાદિ અશુભમાં