________________
૧૯૧
૧૦. સર્વ જિન આગમમાં કહેલા વચનો એક માત્ર અસંગપણામાં જ સમાય
છે, તે થવાને અર્થે જ સર્વ વચનો કહ્યા છે. વસ્તુ વિજ્ઞાન સારઃ ૧. વસ્તુનો સ્વભાવ ધર્મ છે. ૨. જૈન દર્શન વસ્તુના સ્વભાવનું યથાર્થ પ્રતિપાદન કરે છે. ૩. વસ્તુસ્થિતિ એવી છે કે જરાય પણ વિપસની વિદ્યમાનતામાં
સમ્યકત્વની પ્રાપ્તિ નિતાંત અસંભવ છે. ૪. વિપર્યાસને બે વિભાગમાં સમાહિત કરી શકાય છે.
(૧) સમજણ સંબંધીત (૨) અનુભવ સંબંધીત. ૫. પોતાની સર્વ શક્તિ બધા જ પ્રકારના વિપર્યાસોને ટાળવામાં લગાવવી
શ્રેયકર છે. ૬. સૌથી પહેલાં આત્માનો નિર્ણય કરીને અનુભવ કરવાનું કહ્યું છે. ૭. “હું જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું.” એવો
નિર્ણય શ્રુતજ્ઞાનના અવલંબનથી કરવાનો છે. ૮. પછી મતિ-શ્રુતજ્ઞાનને તે જ્ઞાન સ્વભાવ તરફ વાળવાનો પ્રયત્ન કરવો,
નિર્વિકલ્પ થવાનો પુરુષાર્થ કરવો. આ જ પ્રથમનો એટલે સમ્યકત્વનો
માર્ગ છે. . ૯. આમાં તો વારંવાર જ્ઞાનમાં એકાગ્રતાનો અભ્યાસ જ કરવાનો છે.
બહારમાં કાંઈ કરવાનું ન આવ્યું, પણ જ્ઞાનમાં જ સમજણ અને
એકાગ્રતાનો પ્રયાસ કરવાનું આવ્યું. ૧૦. જ્ઞાનમાં અભ્યાસ કરતાં કરતાં જ્યાં એકાગ્ર થયો ત્યાં જ તે વખતે
સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનરૂપે આ આત્મા પ્રગટ થાય છે. આત્મા તરફ
લક્ષ અને શ્રદ્ધા કર્યા વગર સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન થાય ક્યાંથી ? ૧૧. બહારના લક્ષે જે વેદના થાય તે બધું દુ:ખરૂપ છે, અંદરમાં શાંત રસની જ
મૂર્તિ આત્મા છે, તેના લક્ષે જે વેદના થાય તે જ સુખ છે. એક અખંડ
પ્રતિભાસમય આત્માનો અનુભવ થાય તે જ સમ્યગ્દર્શન છે. ૧૨. આ આત્મ કલ્યાણનો નાનામાં નાનો બધાથી થઈ શકે તેવો ઉપાય છે.
બીજ બધા ઉથ છોડીને આ જ કરવાનું છે. વાસ્તવિક તત્વની શ્રદ્ધા