________________
૧૭૫
સાચું કારણ નથી-અહેસુવતુ-અકારાગવત્ છે કારણ કે તે ઉપચાર માત્ર અથવા વ્યવહાર માત્ર છે.). સિદ્ધાંતઃ જ્યાં નિજ શક્તિરૂપ ઉપાદાન તૈયાર હોય ત્યાં નિમિત્ત હોય જ છે. એવી ભેદજ્ઞાન પ્રમાણની વિધિ (વ્યવસ્થા) છે. જ્યાં ઉપાદાનની યોગ્યતા હોય ત્યાં નિયમથી નિમિત્ત હોય છે, નિમિત્તની રાહ જોવી પડે એમ નથી, અને નિમિત્ત કોઈ મેળવી શકે એમ પણ નથી. નિમિત્તની રાહ જોવી પડે છે અથવા હું તેને લાવી શકું છું એવી માન્યતા પર પદાર્થમાં અભેદબુદ્ધિ અર્થાત્ અજ્ઞાન સૂચક છે. નિમિત્ત અને ઉપાદાન બંને અસહાયરૂપ છે એ તો મર્યાદા છે.
ઉપાદાનરૂપ નિશ્ચય કારણ જ્યાં હોય ત્યાં નિમિત્તરૂપ વ્યવહાર કારણ હોય જ છે.
સમ્યગ્દર્શન-જ્ઞાનરૂપ નેત્ર અને જ્ઞાનમાં ચરણ અર્થાત્ લીનતારૂપ કિયા બંને મળીને મોક્ષમાર્ગ જાણો. તેમાં શરીરાશ્રિત ઉપદેશ, ઉપવાસાદિક ક્રિયા અને શુભ રાગરૂપ વ્યવહારને મોક્ષમાર્ગ ન જાણો એ વાત આવી જાય છે.
જ્યાં જુઓ ત્યાં સદા ઉપાદાનનું જ બળ છે. નિમિત્ત હોય છે પરંતુ નિમિત્તનો કાંઈ પણ દાવ (બળી નથી. પ્રત્યેક કાર્ય ઉપાદાનની યોગ્યતા (સામર્થ)થી જ થાય છે.
કોઈ એમ માને કે નિમિત્ત (સંયોગરૂપ પર વસ્તુ) ઉપાદાન (નિજ શક્તિ) ઉપર ખરેખર અસર કરે છે, પ્રભાવ પાડે છે, સહાય-મદદ કરે છે, આધાર દે છે તો એ અભિપ્રાય મિથ્યા છે. પોતાના હિતનો ઉપાય સમજવા માટે આ વાત મહાન પ્રયોજનભૂત છે.
શાસ્ત્રમાં જ્યાં પર દ્રવ્યને (પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળાદિને) સહાયક, સાધન, કારણ-કારક આદિ કહ્યા હોય તો તે વ્યવહારની મુખ્યતાથી કથન છે. તેને એમ નથી, પણ કાર્ય થાય તો તે કાળે નિમિત્તાદિની અપેક્ષાએ (નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે બતાવવા માટે) ઉપચાર કર્યો છે એમ જાણવું. - પ્રત્યેક વસ્તુ સ્વતંત્રતાથી પોતાની અવસ્થાને(કાર્યને) પ્રાપ્ત કરે છે, ત્યાં નિમિત્ત કોણ? જીવ અને પુદ્ગલ દ્રવ્ય શુદ્ધ કે અશુદ્ધ અવસ્થામાં સ્વતંત્રપણે જ પોતાના પરિણામ કરે છે.
અજ્ઞાની જીવ પણ સ્વતંત્રપણે નિમિત્તાધીન પરિણમન કરે છે. પોતે નિમિત્તને આધીન-વશ થાય છે. કોઈ નિમિત્ત તેને આધીન બનાવી શકતું નથી.