________________
નિવેદન
ઈષ્ટ ઉપદેશઃ
ઇષ્ટ એટલે મોક્ષ (સુખ) અને ઉપદેશ એટલે તેના ઉપાયરૂપ આત્મધ્યાન - તેનું નિરૂપણ (પ્રતિપાદન). ઇષ્ટોપદેશ - એટલે સુખના ઉપાયરૂપ આત્મધ્યાનનું નિરૂપણ.
ગામ કે વનમાં વસતો થકો જે ભવ્ય જીવ, ઇષ્ટપદેશ વ્યવહાર-નિશ્ચય દ્વારા સમ્યક પ્રકારે અધ્યયન - ચિંતવન કરી હિતાહિત વિવેક કરે છે તથા બાહ્ય પદાર્થોમાં મમત્વનો ત્યાગ કરી માન-અપમાન પ્રસંગે સમભાવ રાખે છે, તે “ઇકોપદેશ'ના અધ્યયન-ચિંતવનથી પ્રાપ્ત કરેલા આત્મજ્ઞાન દ્વારા અનુપમ મોશ સુખને પ્રાપ્ત કરે છે.'
આત્મ સ્વરૂપના અભ્યાસ માટે આચાર્યો નીચેના મુખ્ય ત્રણ ઉપાયો સૂચવ્યા છે. ૧. ગુરુના ઉપદેશ દ્વારા હેય-ઉપાદેય તત્વોમાં અર્થાત્ સ્વ-પરના ભેદ
વિજ્ઞાનમાં બુદ્ધિને સ્થિર કરવી. ૨. ચિત્તને મોહ-ક્ષોભ રહિત કરવું અર્થાત્ રાગ-દ્વેષાદિ વિકલ્પોથી વિક્ષિપ્ત
ન કરવું. ૩. પ્રમાદનો ત્યાગ કરી એકાંતમાં આત્મસ્વરૂપના અનુભવનો અભ્યાસ કરવો
(ધ્યાન કરવું).કાયોત્સર્ગાદિદ્વારા વ્યવસ્થિત થઈ એકાંતમાં, શૂન્યગૃહમાં આળસ તથા નિદ્રાદિનો ત્યાગ કરી પોતાના આત્માના યથાર્થ સ્વરૂપનો અભ્યાસ કરવો. “આતમ ભાવના ભાવતા જીવ લહે કેવળજ્ઞાન રે ! નિરંતર
આત્મ ભાવના ભાવવી. ૧. ગુરુના ઉપદેશ દ્વારા
પાત્ર જીવો જ ગુરુના ઉપદેશને પ્રાપ્ત થાય છે. સૌથી પ્રથમ તો “આત્મ તત્વ' સમજવા સામાન્ય પાત્રતા આવશ્યક છે. ૧. કષાયની ઉપશાંતતા ૨. માત્ર મોક્ષ અભિલાષ. ૩. ભવે ખેદ ૪. પ્રાણી દયા. ૫. વિશાળ બુદ્ધિ. ૬. સરળતા. ૭. મધ્યસ્થતા ૮. જિતેન્દ્રયપણું ૯. દયા ૧૦. શાંતિ ૧૧. સમતા
૧૨. ક્ષમા ૧૩. સત્ય ૧૪. ત્યાગ
૧૫.વૈરાગ્ય