________________
૧૪૨
૧૦. વસ્તુ તો ચૈતન્ય સ્વભાવી છે. જીવમાં એક વૈભાવિક શક્તિ છે. પણ
તેનાથી વિભાવ થાય છે એમ નથી. પોતે નિમિત્તાધીન થાય તો વિભાવ થાય છે. આ વિભાવ પુદ્ગલનું કાર્ય છે, પુગલ સ્વતંત્ર વ્યાપક થઈને
વિભાવને કરે છે. ૧૧. જ્ઞાનાવરણીય કર્મથી જ્ઞાન રોકાય છે એમ જે કર્મ ગ્રંથ ગોમ્મસારમાં
આવે છે એ તો નિમિત્તનું જ્ઞાન કરાવનારું કથન છે. બાકી જ્ઞાનમાં જે ઓછા-વત્તાપણું થાય છે તે પોતાથી થાય છે, કર્મથી નહિ. આમ દરેક
દ્રવ્યની પર્યાય સ્વતંત્ર છે. ૧૨. અહીં ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક સ્વભાવની દષ્ટિમાં જે નિર્મળ જ્ઞાન પરિણમન
થાય તે જ્ઞાતાનું કાર્ય છે, પણ જે રાગાદિ ભાવ થાય તે જ્ઞાતાનું કાર્ય નથી. તેથી તે રાગનો કર્તા પુદ્ગલ છે અને રાગ તે પુગલનું કર્મ છે એમ અહીં
સિદ્ધ કર્યું છે. ૧૩. અહીં તો ભેદજ્ઞાનની વાત છે. શરીરાદિથી, પુણ્ય-પાપના ભાવથી કે
વ્યવહાર રત્નત્રયના પરિણામથી ભગવાને આત્મા ભિન્ન છે. તેથી આત્માને ભિન્ન એવા રાગાદિ સાથે અભિન્નપણું નથી. રાગાદિ છે તેને પુદ્ગલ સાથે અભિન્નપણું છે. પુદ્ગલ તેમાં પ્રસરીને-વ્યાપીને રહેલું છે
તેથી રાગાદિ સર્વ પુદ્ગલના પરિણામ છે. ૧૪. નિશ્ચયથી ભગવાન આત્મા રાગથી ભિન્ન છે. રાગના પરિણામ તે જીવના
કર્તવ્યપણે નથી. રાગના પરિણામ થાય તે વખતે રાગને જાણનારું જે જ્ઞાનતે જ્ઞાનમાં રાગના પરિણામ નિમિત્ત છે. આવા જે જ્ઞાનના પરિણામ તેનો કર્તા જીવ અને રાગને જાણનારું (કરનારું નહિ) જે જ્ઞાન પ્રગટ્યું તે
જીવનું કર્મ છે. ૧૫. રાગથી, વ્યવહારના વિકલ્પથી ભિન્ન પડીને અંતર્મુખ થતાં ભગવાન
આત્માનું જ્ઞાન થયું, સ્વાનુભવ થયો ત્યાં જે રાગાદિ ભાવ થાય તે જીવનું કર્તવ્ય નથી. તે રાગના પરિણામ પુદ્ગલનું કાર્ય છે. પુદ્ગલસ્વતંત્ર વ્યાપક
થઈને મલિન પરિણામને ઉત્પન્ન કરે છે. ૧૬. આત્મા એકલો ચિદાનંદઘન પ્રભુ છે. એ રાગના આકુળતા સ્વરૂપદુઃખના
પરિણામથી ભિન્ન છે. ધર્મીને સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન સિવાય બીજે ક્યાંય સુખબુદ્ધિ નથી, કેમ કે નિર્મળાનંદ સ્વરૂપ ભગવાન આત્માના અનુભવથી સુખનું નિધાન પોતે જ છે, એમ એણે જાણ્યું છે.