________________
.
૧૦૬
પરમાત્મરૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યક્ષણે દેખાય છે (અર્થાત્ શ્રદ્ધાય છે) અને જણાય છે, તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે.
સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કાંઈ અનુભવથી જુદાં નથી. ૨. સ્વાનુભૂતિની વિધિનો કમઃ
સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે, આત્માનો અનુભવ કરવા માટે પ્રથમ શું કરવું? ૧. પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી, જ્ઞાન સ્વભાવ નિજ આત્માનો નિર્ણય
કરવો.
૨. દરેક જીવ સુખને ઈચ્છે છે, તો પૂર્ણ સુખ કોણે પ્રગટ કર્યું છે તેવા પુરુષ
કોણ છે, તેની ઓળખાણ કરવી. ૩. તે પૂર્ણ પુરુષે સુખનું સ્વરૂપ શું કહ્યું છે તે જાણવું. તે સર્વજ્ઞ પુરુષે કહેલી
વાણી તે આગમ છે, માટે પ્રથમ આગમમાં આત્માના સુખનું સ્વરૂપ શું
કહ્યું છે તે ગુરુગમે બરાબર જાણવું. ૪. જ્ઞાનસ્વરૂપ આત્માનો યથાર્થ નિર્ણય કરવામાં સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનો
નિર્ણય કરવાનું બધું આવી જાય છે. ૫. આગમનું અવલંબન કરી જ્ઞાનસ્વભાવી ભગવાન આત્માનો યથાર્થ નિર્ણય
કરવો. ૬. નિર્ણય તે પાત્રતા છે. આ છે સ્વરૂપની સમજણ. આ છે જ્ઞાન દશાનું
પ્રથમ પગથિયું. ૭. આવો નિર્ણય કરવાની જ્યાં રુચિ થઈ ત્યાં અંતરમાં કષાયનો રસ મંદ પડી
જાય -મોહમંદ પડે - આ છે ઉપશમ દશા. હવે આત્મ અનુભવ માટે રુચિનો પુરુષાર્થ ઉપડવો જોઈએ. એકાગ્રતાનો પ્રથમ અભ્યાસ કરવો પડે. ઉપયોગને પ્રથમ સીમિત કરવાનો મહાવરો
કરવો જોઈએ. ૯. હવે શરીરાદિ અને રાગાદિથી અલગ આત્માનો અનુભવ કરવા ભેદજ્ઞાનનો
અભ્યાસ કરવો. ૧૦. (૧) પહેલાં શુદષ્ટિ વડે પર પદાર્થોને આત્માથી જુદા કરવા.
(૨) પછી સમજણ વડે શરીરને આત્માથી જુદું કરવું.