________________
પ્રસ્તાવના : ૧. સમ્યગ્દર્શન પામશે....પામશે...પામશે જ.
શાસ્ત્ર વાંચન...વિચાર...શ્રવણ-મનન કરીને સંસ્કાર દઢ કરતાં મુમુક્ષુ સમ્યગ્દર્શન પામશે જ. પુજ્ય ગુરુદેવશ્રીના મંગલ આશીર્વાદ.
મીઠાં, મધુરા આવા શાસ્ત્રો છે, એને વાંચવાનો વખત ઘે, એને વાંચે, વિચારે ને સંસ્કાર તો નાંખે !
ભલે આ ભવે સમ્યગ્દર્શન ન થાય, પણ એના સંસ્કારનાખીને પુણ્યબંધ કરે તો પણ સ્વર્ગમાં કે સારા મનુષ્યપણામાં જાય. બે-ચાર, પાંચ કલાક વાંચન, વિચાર, મંથન કરે કે રાગથી ભિન્ન આત્મ તત્ત્વ શું ચીજ છે? એમ રાગથી ભિન્ન પડવાના સમ્યક સંસ્કાર નાંખે અને ભિન્ન પડવાના ભાવમાં પુણ્ય પણ સાથે છે. તેથી તેજીવ ભલે ઝા ભવેતનપામે તો પણ સ્વમાં કેસરા મનુષ્ય ભવમાં જઈને ત્યાં સમ્યગ્દર્શન પામશે, પામશે જ. એમ વાત છે. ન પામે એ વાત છે જ નહિ. અહીંતો પામશે જ-એ એક જ વાત છે, અપ્રતિહતની વાત છે, કેમકે દરરોજ બે-ચાર ક્લાક આવી વાત સાંભળીને-વાંચીને-વિચારીને એણે અંદર એવા સંસ્કાર નાખ્યા છે.
જેમ માટીનું નવું માટલું હોંય તેમાં પાણીનું ટીપું પડે તો ચૂસાઈ જાય, પણ ચૂસાઈ જવા છતાં વધતા વધતા ઉપર આવે છે, તેમ ત્રણ કાળે અને ત્રણ લોકમાં રાગથી હું ચૈતન્ય ભગવાન આત્મા ભિન્ન છું, પુણ્યના પરિણામને ને મારે કાંઈ સંબંધ નથી, એવા જ્ઞાનના આત્મામાં સંસ્કાર પાડે તો પણ એ આગળ વધીને કાં તો સ્વર્ગમાં જઈને કાં તો મહાવિદેહમાં પરમાત્મા બીરાજે છે ત્યાં મનુષ્યપણે જન્મીને પોતાના આત્મ કલ્યાણને - સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરી લેશે
જ.
માટે શાસ્ત્ર વાંચન-વિચાર-શ્રવણ-મનન કરવું અને આ સંસ્કારનાંખવા. ૨. સર્વ જીવો પૂર્ણાનંદને પામો. ૧. સર્વ જીવો સાધમ છે, કોઈ વિરોધી નથી, સર્વ જીવો પૂર્ણાનંદને પ્રાપ્ત
થાવ! કોઈ જીવો અપૂર્ણ ન રહો, કોઈ જીવો અલ્પજ્ઞ ન રહો, કોઈ જીવો વિરોધી ન રહો, કોઈ જીવો વિપરીત દષ્ટિવંત ન રહો. બધા જીવો સત્યના