________________
૬૧
ગુણસ્થાન પ્રગટ કરવાની તાકાત નથી તે જીવમાં વ્રતાદિ કે જે પાંચમા
ગુણસ્થાને હોય છે તે પ્રગટ કરવાની તાકાત ક્યાંથી આવશે? ૭. આપણાથી વ્રત-તપ થાય પણ સાચી સમજણ ન થઈ શકે એમ જે માને
છે તેને આત્મસ્વભાવની અરુચિ છે અને શુભ રાગની રુચિ છે, તે મિથ્યાદષ્ટિ છે. આત્મજ્ઞાન વિના શુભ ભાવ કરે તો પણ ધર્મ નથી, કેમ કે
શુભ રાગ કરવો તે ધર્મનો ઉપાય નથી. ૮. માટે જ્યાં સુધી વિકાર રહિત સ્વભાવનું ભાન ન થાય ત્યાં સુધી
સમજણનો જ પ્રયત્ન કર્યા કરવો, પરંતુ શુભ રાગ ધર્મનો ઉપાય છે એમ ન માનવું. શુભ રાગ કરતાં કરતાં ધર્મ પ્રગટે - શુદ્ધ ભાવ થાય એમ ન
માનવું. છે. અધ્યાત્મ ઉપદેશ: ૧. અધ્યાત્મ ઉપદેશમાં આત્માનું સ્વરૂપ સમજવાની જ વાત મુખ્ય છે. જે
સ્વરૂપ સમજ્યા વિના, પામો દુ:ખ અનંત...સ્વરૂપની સમજણ એટલે સમ્યગ્દર્શન કરવાની વાત જ છે.
અને ૨. જેઓ આત્માનું સ્વરૂપ સમજવા રોકાણા છે તેમને કષાયની મંદતા,
સાચા દેવ-શાસ્ત્ર-ગુરુનું બહુમાન, કુવાદિને ન માનવા, બ્રહ્મચર્યનો રંગ
અને સ્વાધ્યાય વગેરેનો શુભ ભાવ આવે જ છે. ૩. જગતની પંચાતનું પાપ છોડીને આ એકલા આત્માની વાત સાંભળે છે,
તે સમજવા રોકાય છે તેમાં જિજ્ઞાસા કેટલી છે? કષાયની મંદતા કેટલી
છે? આ બધો શુભ રાગરૂપ વ્યવહાર જ છે. ૪. આત્માનું સ્વરૂપ સમજવાની રુચિ થઈ અને તેમાં રોકાયો તેટલે અંશે શું
સંસાર પ્રત્યેનો વૈરાગ્ય ન આવ્યો? ૫. સત્ સમજવા ઇચ્છતા જિજ્ઞાસુને સતનું બહુમાન અને સતના નિમિત્ત
તરીકે દેવ-ગુરુ-શાસ્ત્રનું અપાર બહુમાન હોય છે. આ રીતે શુભ રાગ
ભકિત, કષાયની મંદતા, વૈરાગ્ય ઇત્યાદિ વ્યવહાર હોય છે. ૬. પરંતુ આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજવાની મુખ્યતામાં તે વ્યવહારને ગૌણ
કરવામાં આવે છે. જો જિજ્ઞાસાથી આ માર્ગને બરાબર સમજે તો સત્યનો માર્ગ સીધો સટ સમ્યગ્દર્શનપૂર્વક કેવળજ્ઞાન ને મોક્ષ જ છે.