________________
23
માટે એ પ્રભુની પર્યાય છે. પણ તે રાગની પર્યાય નથી. અર્થાત્ આ જ્ઞાનમાં
જ્યાં જ્યાં સ્વ જણાયો અને જ્યાં તેને જાણ્યો તે વખતે આ પરને પણ જાણવું ત્યાં થાય છે ને? તો કહે છે કે એ પરનું જાણવું થયું તે પરને લઈને જાણવું થયું એમ નથી પરંતુ એ જાણવાનો પર્યાય જ પોતે પોતાની સ્વ-પર પ્રકાશકપણે પરિણમવાની તાકાતથી પરિણમ્યો છે. તેથી તે પર્યાય કર્મ છે અને તે પર્યાય કર્તા છે. અથવા ભલે દ્રવ્યને કર્તા કહેવામાં આવે. ખરેખર ષકારકનું પરિણમન પર્યાયમાં છે. જ્યારે દ્રવ્યની ષકારકની શક્તિ છે. પરંતુ પરિણમન નથી. તેથી જે જ્ઞાનની પયય પોતાને જાણ્યો તે જ પર્યાય રાગ સંબંધીના પોતાના જ્ઞાનની
પર્યાયને પણ જાણી છે, માટે, પર્યાય કર્યા છે અને પર્યાય કર્મ છે. “એયપૂર્વક શેય":
દષ્ટિના વિષયભૂત પરમ પરિણામિક ભાવે સ્થિત નિજ કારણ પરમાત્માનું સ્વરૂપ સ્પષ્ટ છે.
દષ્ટિના વિષયભૂત ભગવાન જ્ઞાયકદેવ, બંધ તેમજ મોક્ષના પરિણામો તેમજ તેમના કારણથી સર્વદા અને સર્વથા રહિત નિષ્ક્રિય શુદ્ધ પરમ પરિણામિક સ્વભાવી છે. શ્રદ્ધાનું શ્રદ્ધેય, ધ્યાનનું ધ્યેય, જ્ઞાનનું શેય ઉપાદેયભૂત કારણ સમયસાર સ્પષ્ટ છે.
જેને વિષય બનાવીને દષ્ટિ શુદ્ધતાને પ્રાપ્ત થઈ શકે તેનું યથાતથ્ય તેમજ કોઈ પડખે શંકા ન રહે તેવી નિ:શંક પ્રતીતિ થઈ શકે તેવું સ્વરૂપ ઉપાદેયપણે જ્ઞાનની જાણકારીમાં આવવા છતાં પ્રયોગ ચડેલા જીવોને અનુભવ કેમ થતો નથી? અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવીને સ્વ સંચેતનરૂપ પરિણમન શરૂ થવું જોઈએ તે કેમ થતું નથી.......? દષ્ટિના વિષય સંબંધીનું જાણપણું બધા પડખેથી યથાર્થ થવા છતાં ઉપાદેયભૂત ધ્યેયનું ધ્યાન કેમ પ્રગટ થતું નથી? આનો એક જવાબ એ છે કે :
યથાર્થ શેયની સ્વીકૃતિ વિના જ્ઞાનની પર્યાય ત્રિકાળીને અભેદરૂપે જ્યાં સુધી શેય બનાવીને પરિણમી ન જાય ત્યાં સુધી બેયનો યથાર્થ ખ્યાલ આવવા છતાં સાધ્યની સિદ્ધિ થઈ શકતી નથી.
જીવો અનાદિથી શેયમાં ભૂલ્યા છે તેથી દષ્ટિનો વિષય હાથમાં આવવા છતાં અતીન્દ્રિય આનંદનો રસ વેદનમાં નથી આવતો. સમ્યગ્દર્શન પ્રગટ થતું નથી. આત્માની અનુભૂતિ થતી નથી.