________________
૧૯૪
હું જ પરમાત્મા છું' એમ નક્કી કર, ‘હું જ પરમાત્મા છું' એવો નિર્ણય કર,
હું જ પરમાત્મા છું' એવો અનુભવ કર. વીતરાગ સર્વશદેવ ત્રિલોકનાથ પરમાત્મા સો ઈન્દ્રોની ઉપસ્થિતિમાં સમવસરણમાં લાખો-કરોડો દેવોની હાજરીમાં એમ ફરમાવતા હતા કે ‘હું જ પરમાત્મા છું' એમ નક્કી કર. “ભગવાન! ‘તમે પરમાત્મા છો એટલું તો અમને નકકી કરવા દો?” એ નક્કી ક્યારે થશે? કે જ્યારે હું જ પરમાત્મા છું એવો અનુભવ થશે, ત્યારે “અમે પરમાત્મા છીએ” એવો વ્યવહાર નક્કી થશે.
નિશ્ચય નક્કી થયા વિના વ્યવહાર નક્કી થશે નહિ.
ભગવાન આત્મા
આત્મા.....આત્મા.....આત્મા.....ભગવાન આત્મા સદાય અતિ નિર્મળ છે, પરથી અત્યંત ભિન્ન પરમ પાવન છે. આ ત્રિકાળી ધ્રુવતત્ત્વ આનંદનો કંદ અને જ્ઞાનનો ઘનપિંડ છે. રંગ, રાગ અને ભેદથી પણ ભિન્ન અતીન્દ્રિય પરમ પદાર્થ નિજાત્મા જ એકમાત્ર આશ્રય કરવા યોગ્ય છે. તેનો જ આશ્રય કરો, તેમાં જ જામી જાવ, તેમાં જ લીન થાવ.”
આ જ વીતરાગ પ્રભુનો સંદેશ છે!