________________
૧૯૩
૭. ભેદજ્ઞાન ૮. મુક્તિનો નિઃસંદેહ પ્રતિધ્વનિ ૯. એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોકતૃત્વ અને શેયત્વ એ પાંચ બુદ્ધિઓ
એ જ મિથ્યાત્વ છે અને તેમનું નિવારણ. ૧૦. સ્વાનુભૂતિ - આત્માનુભૂતિ - સુખાનુભૂતિ ઉપસંહાર શુદ્ધાત્મા સ્વરૂપનું વેદન કહો, જ્ઞાન કહો, શ્રદ્ધા કહો, ચારિત્ર કહો, અનુભવ કહો કે સાક્ષાત્કાર કહો - જે કહો તે એક આત્મા જ છે. વધારે શું કહેવું? જે કાંઈ છે તે આ એક આત્મા જ છે. તેનો પ્રમોદ, પરિચય, પ્રીતિ, પ્રવૃત્તિ અને --પ્રાપ્તિ એ જ ધ્યેય છે. બધા જ ભવ્ય જીવો આ સત્ સ્વરૂપ સમજી પોતાની પર્યાયમાં સમ્યગ્દર્શન પ્રગટ કરી આ મનુષ્યભવને સફળ બનાવે એ જ ભાવના! સંદેશઃ અમારે સદાય અને સર્વને એક જ સંદેશ છે કે અનુકૂળ-પ્રતિકૂળ સમસ્ત જગત ઉપરથી દષ્ટિ ખસેડીને એક માત્ર જ્ઞાયક સ્વભાવી નિજ આત્મા પર દષ્ટિ લઈ જાવ, તેનો જ અનુભવ કરી, તેમાં જ જામી જાઓ, તેમાં જ લીન થાઓ-એ જ એક માત્ર સુખ-શાંતિ પ્રાપ્ત કરવાનો ઉપાય છે.
આ દુનિયા તો એમ જ ચાલ્યા કરવાની-કોઈવાર કાંઈ-કોઈવાર બીજું. એના તરફ જોતાં રહેશો તો અમુલ્ય મનુષ્ય ભવ એમ જ ચાલ્યો જશે અને પછી પત્તોય નહિ લાગે કે ચોર્યાસી લાખ યોનિઓમાં ક્યાં ગયો?
સારું-ખરાબ વાતાવરણ તે ક્ષણિક વસ્તુ છે. સમય જતાં બધું સ્વયં ઠીક થઈ જાય છે. એની અધિક ચિંતા કરવાની આવશ્યકતા નથી. બધાએ પોતાના સ્વાધ્યાય, અધ્યયન, મનન, ચિંતન શાંતિથી કરતાં રહેવું જોઈએ.
અમારી તો એ જ ભાવના છે કે બધા જ જીવ ભગવાન મહાવીર અને કુંદકુંદ આદિ આચાર્યોએ બતાવેલા સન્માર્ગ પર ચાલે અને પોતાની અનંત નિધિને પ્રાપ્ત કરીને અનંત સુખી થાય!