Book Title: Panchsutranu Parishilan
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust
Catalog link: https://jainqq.org/explore/005671/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - પૂ. આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ. For Personal & Private Use Only www.jainelibrary Page #2 -------------------------------------------------------------------------- ________________ જ પરિશીલતા (પૂર્વાચાર્યરચિત પંચસૂત્રના ૧લા “પાપપ્રતિઘાતગુણબીજાધાન” સૂગ પર ચૌદશો ગુમાલીશ ગ્રંથોના રચયિતા હરિભદ્રસૂરિ મહારાજાએ રચેલ વૃત્તિના આધારે અપાયેલ પ્રવચનોનો સાર) પ્રવચનકાર : શ્રી પ્રેમ-ભુવનભાનુ સૂરિ-પં. પદ્મવિજય વિનેચ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા. પ્રકાશક સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ (સ્થાપક - મૂળીબેન અંબાલાલ) માણેક ચોક clo, બી.એ.શાહ એન્ડ બ્રધર્સ ખંભાત ૦૬, ઝવેરી બજાર, મુંબઈ, ફોન નં. ૨૪૦૯૨૩૫, ૨૪૧૩૯૩૩ - વિક્રમ સંવત ૨૦પ૦ મૂલ્ય રૂ.૩૦/ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ સ્થાન (૧) પ્રકાશક (૨) પી. એ શાહ વેલર્સ, ૧૧૦, હીરાપન્ના, હાજી અલી | મુંબઈ -૨૬ ફોન : ૪૯૩૦૩૯૦ -૩૬૦૧૨૩૯ (૩) શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ C/o બી. સી. જરીવાલા શોપ નં. ૫ બદ્રિકેશ્વર સોસાયટી.મરીન ડ્રાઈવ ઈ રોડ, મુંબઈ - ૨ ફોન ૨૮૧૮૩૯૦ (૪) શ્રી જિનશાશન આરાધના ટ્રસ્ટ C/o ચંદ્રકાંતભાઈ સંઘવી કોબી, અશોકા કોપ્લેક્ષ, રેલ્વે ગરનાળા પાસે, પાટણ. ઉ.ગુ. ફોન ૩૧૬૦૩ (૫) રામજીભાઈ વેલજીભાઈ ગાલા ? ૪, પાર્કવ્યું, પી. કે. રોડ, મુલુંડ (વેસ્ટ) મુંબઈ - ૪૦૦૦૮૦ ફોન પ૬૮૧૦૧૪ ઉપકારી ઉપકાર તમારો કદિય ન વિસરે ભાવભરી વંદના (૧) સિદ્ધાંતમહોદધિ, સુવિશાળગચ્છનિમતા, સ્વ. આચાદવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા. (૨) પૂજ્યપાદ ન્યાયવિશારદ ગચ્છાધિપતિ સ્વ. આચાદિવ શ્રીમવિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા. (૩) સમતાનિધિરવ. પંન્યાસજી શ્રી પદ્મવિજ્યજી ગણિવર્યશ્રી (૪) સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ આચાર્યદિવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા. (૫) પૂ. પ્રવર્તિની શ્રી રંજનશ્રીજી મહારાજ (૬) પૂ. પ્રવર્તિની શ્રી ઈશ્વશ્રીજી મહારાજ () પૂ. સાધ્વીજી શ્રી વસંતપ્રભાશ્રીજી મહારાજ (૮) પૂ. સાધ્વીજી શ્રી સ્વયંપ્રભાશ્રીજી મહારાજ (૯) પૂ. સાધ્વીજી શ્રી દિવ્યયશાશ્રીજી મહારાજ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય વિક્રમ સંવત ૨૦૫૩માં પૂજ્યપાદ સિદ્ધાંત દિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞાથી વૈરાગ્યદેશનાદક્ષ પૂ. આચાર્યદિવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા આદિ ઠાણા ૧૪ તથા પૂ. સાધ્વીજી વસંતપ્રભાશ્રીજી મ. આદિ ઠાણા ૨૩ તથા પૂ. સાધ્વીજી સ્વયંપ્રભાશ્રીજી મ. આદિ ઠાણા ૨૩નું ચાતુર્માસ શત્રુંજ્યગિરિની પવિત્ર છાયામાં થયું. લગભગ ૩૦૦ યાત્રિકો પણ ચાતુર્માસમાં દાખલ થયા. ચાતુમાસનો સંપૂર્ણ લાભ સ્વ. માતુશ્રી મૂળીબેન અંબાલાલ હા. રમાબેન પુંડરીકભાઈ તથા રતનબેન વેલજી ગાલા હ. મુક્તાબેન રામજીભાઈ મંજુલાબેન ભગવાનજી ભાઈ જયાબેન કિશોર ભાઈએ લીધો. ચાતુર્માસ ખૂબ સુંદર થયું. સાધુ સાધ્વીઓમાં પણ યોગોહન વગેરે સુંદર આરાધનાઓ થઈ. પૂ. મુનિરાજશ્રી રત્નાબોધિવિજયજી, પૂ. સાધ્વીજી શ્રી સિદ્ધિકૃપાશ્રીજીએ માસક્ષમણની આરાધના કરી. ચાતુમસ કરાવનાર શ્રાદ્ધવર્ય રામજીભાઈએ પણ માસક્ષમણની આરાધના કરી. આસો સુદ-૧૦ થી ઉપધાનનો પ્રારંભ થયો. આમાં પણ અનેક ભાગ્યશાળીઓએ ભાગ લીધો. ચાતુમસ તથા ઉપધાનતપનો લાભ લેનાર શ્રી રામજીભાઈ તથા તેમના ધર્મપત્ની મુક્તાબેન તથા શ્રી રમાબેને પણ ઉપધાન તપ કર્યા. આમ ખૂબ જ સુંદર રીતે ચાતુર્માસ અને ઉપધાન વગેરેનો કાર્યક્રમ થઈ ગયો. - ચાતુર્માસ દરમ્યાન પૂ. આચાર્ય ભગવંતે “પંચસૂત્ર” ઉપર પ્રવચનો આપ્યા. પૂ. આચાર્ય ભગવંતની વૈરાગ્યસભર શૈલીથી શ્રોતાઓ વૈરાગ્યરસમાં તરબોળ બન્યા. આ વૈરાગ્યનો આસ્વાદ સહુ કોઈ આત્મા માણી શકે એવી જ એક માત્ર પૂ. ગાણિવર્ય શ્રી કલ્યાણબોધિ વિજયજી (એ સમયે મુનિશ્રી) ની હાર્દિક ભાવનાથી એ પ્રવચનોનું અવતરણ કાર્ય આરંભાયું.. અને એ જ અવતરણો પરથી વ્યવસ્થિત લખાણ તૈયાર થઈ “પંચસૂત્રનું પરિશીલન” ના નામે આપના કર કલમમાં ઉપસ્થિત છે. - આમાં પૂ. ગુરુદેવે પદાર્થોનું સુંદર સ્પષ્ટીકરણ કરેલું છે. ખૂબ રોચક For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ લખાણ તૈયાર થયું છે. વાંચનારના હૈયા હચમચાવી દે એવું આ લખાણ છે. સર્વ સાધર્મિક બંધુઓને આનું વાંચન પરિશીલન કરવા ભલામણ છે. જીવન જીવવાનો, પાપોથી બચવાનો અને પુણ્યને પુષ્ટ કરવાનો ઉત્તમ માર્ગ આમાંથી પ્રાપ્ત થશે. વિશેષ ભલામણ છે કે આપ વાંચીને અન્ય અનેકને વાંચવા પ્રેરણા કરશો. જેથી અનેક આત્માઓ આ વૈરાગ્યરસગંગામાં સ્નાન કરી પોતાના આત્માને નિર્મળ કરે. વિશેષ શ્રુતભક્તિના લાભો મળતા રહે એવી શ્રુતાધિષ્ઠાયિકા સરસ્વતી દેવીને પુનઃ પ્રાર્થના. લી. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ ટ્રસ્ટીઓ તારાચંદ અંબાલાલ પુંડરિક અંબાલાલ ઉપેન્દ્ર તારાચંદ દ્રવ્યનો સર્વ્યય કરી શ્રુતજ્ઞાનની સુવાસ પ્રસરાવનાર પુણ્યાત્માઓ સુશ્રાવક રામજીભાઈ તથા સુશ્રાવિકા મુક્તાબેનના ઉપધાન તપની આરાધના તથા સુશ્રાવક રામજીભાઈના માસક્ષમણની આરાધનાની અનુમોદનાર્થે રતબેન વેલજી ગાલા પરિવાર હા. મંજુલાબેન ભગવાનજીભાઈ તથા જયાબેન કિશોરભાઈ તથા સુશ્રાવિકા રમાબેન પુંડરિકભાઈના ઉપધાનતપની અનુમોદનાર્થે મૂળીબેન અંબાલાલ શાહ પરિવાર હા. શર્મેશ - ખ્યાતિ ધરણેન્દ્ર અંબાલાલ મુકેશ બંસીલાલ મલય પ્રેરણા - પ્રિતિ લી. સંધવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ - For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ કર્મ સાહિત્ય વિશારદ સિદ્ધાંત મહોદધિ ૫.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા Page #7 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ માર્ગના સાચા સારથી સૂરિપ્રેમના આજ્ઞાંકિત પટ્ટાલંકાર પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય 991@gશરીશ્વરજી મહારાજા Page #8 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ પરિચય અનંત ઉપકારી, ચરમ તીર્થપતિ ભગવાન મહાવીર પરમાત્માના શાસનને અલંકૃત કરનારા પૂજ્યપાદ ચાકિની મહત્તરાસુનુ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા થઈ ગયા, જેમણે પોતાના જીવનકાળ દરમિયાન ૧૪૪૪ ગ્રંથોની રચના કરી. પૂર્વાચાર્ય રચિત આ પંચસૂગ ઉપર પૂજ્યપાદ્ શ્રી હરિભદ્રસૂરિજીએ ટીકા રચી... આ પંચસૂત્રનું પહેલું સૂત્ર તે પાપપ્રતિઘાત અને ગુણબીજાધાન. આ સૂત્ર બહુ મહત્વનું છે, આ પાયો છે. આ પાપપ્રતિઘાત અને ગુણબીજાધાન વગરની શ્રદ્ધા એ તાત્વિક બનતી નથી. તાત્વિક શ્રદ્ધા એટલે કે ૪ થા ગુણઠાણાના પરિણામો, જે આ ૧ લા સૂત્રથી થાય છે. પંચસૂરામાં પાંચ સૂત્રોનો સમુદાય છે. પાંચમા સૂત્રમાં મોક્ષનું સ્વરૂપ બતાવ્યું છે. મોક્ષનું વર્ણન છે. મોક્ષમાં આત્માનું સ્થાન સ્થિર છે, અક્ષય છે, અચલ છે. ચોથા સૂત્રમાં એ મેળવવાનો ઉપાય કે જે ચારિત્ર છે, તે ચારિત્ર કેમ પાળવું તે બતાવાયું છે. ત્રીજા સૂત્રમાં તે ચારિત્ર ગ્રહણ કેમ કરવું તે બતાવાયું છે. બીજા સૂત્રમાં તે માટે તૈયાર કેમ થવું તે બતાવાયું છે અને ૧ લું એ સૌથી પાયાનું સૂત્ર છે, જે આત્મામાંથી પાપનો પ્રતિઘાત અને આત્મામાં ગુણબીજાધાન- ગુણના આરોપણ વિષે છે. દેરાસર નવું કરવું હોય તો જમીન ખોદીને હાડકાદિ કાંઈ હોય તો તે કાઢીને પહેલા શુદ્ધિ કરવી પડે. ખેડૂત પહેલા ખેતર Jain Education international For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ખેડીને જૂનાં બીજોને, ખરાબ બીજોને કાઢે ને પછી તેમાં નવા બીજો ઉગાવે તેમ આત્મામાંથી પાપના બીજ કાઢવાના, બીજ એટલે સંસ્કાર. હિંસા કરીએ તો પાપ બંધાય, સાથે સંસ્કાર ઉભા થાય. ઘણા ખરાબ સંસ્કાર અંદર આત્મામાં પડયા છે. દીક્ષા ગ્રહણ વિધિ : પાપપ્રતિઘાત અને ગુણબીજાધાન એ ૧ લા સૂગથી થાય પછી સાધુ ધર્મની પરિભાવના આવે. પરિભાવના એટલે અભ્યાસ, અનુભવ. સાધુ થતા પહેલા તેનો અભ્યાસ કરવો પડે, અનુભવ લેવો પડે. કોઈ પૂર્વનો આરાધિત જીવ હોય તો તેને એમનેમ પણ દીક્ષા અપાય. વજસ્વામીએ ૩ વર્ષની ઉંમરે દીક્ષા લીધી. કલિકાલસર્વજ્ઞ ૫ વર્ષની ઉંમરે દીક્ષા લીધી. જે એકદમ નવા હોય તેને પરિભાવના કરવાની. સાધુ થવું હોય, દીક્ષા લેવી હોય તો મા-બાપને ખુશ-પ્રસન્ન કરવા પડે. કોઈ અહીં પ્રશ્ન કરે કે મા-બાપ ના પાડે તો શું કરવું? લેવી કે ન લેવી ? શાસ્ત્રમાં બધા ઉપાય બતાવ્યા છે. મા-બાપને સમજાવવાના. કહેવાનું કે ચાલો આપણે સાથે દીક્ષા લઈને સાથે આરાધના કરીએ ને પછી ભવાંતરમાં પણ સાથે મોક્ષમાં જઈએ. સંસારમાં રહીએ તો ભવાંતરમાં પણ સાથે રહીએ એવું નહિ કારણોબધાના પાપ જુદા જુદા હોય. જ્યારે ધર્મ સાથે કરીએ તો ભવાંતરમાં સાથે રહેવાય. અષભદેવ ભગવાનનું આખુ કુટુંબ ગયા ભવમાં પણ સાથે ધર્મની આરાધના કરીને આવેલ હતું. આમ સમજાવવા છતાં પણ ન માને તો પછી પોતાના પૂરતી વાત કરવાની. તેમ છતાં ચ ન માને તો તેમને ખોટું કહેવાનું કે આજે રાત્રે મને (૨) For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્ન આવ્યું છે, મારૂ આયુષ્ય ઓછું છે, એટલે ધમરાધના કરવા મને રજા આપો. છતાં ન માને તો મિત્રને જોષી તરીકે બોલાવવાનો. તે મા-બાપને સમજાવે કે આનું આયુષ્ય અલ્પ છે એટલે એને હવે જે ધર્મ કરવો હોય તે કરી લેવા દો. દિક્ષા માટે મા-બાપ ન જ માને તો... પોતાના તરફથી બધા જ પ્રયત્નો કરી છૂટવાના. આખરે ... તેઓ નહિ જ માને એમ લાગે તો ભાવથી તેમના આશિર્વાદ લઈને ગુરૂ પાસે જઈને ચારિત્ર લે. આમાં મા-બાપનો ત્યાગ નથી કર્યો. શાસ્ત્રમાં દાખલો આપ્યો છે. મા-બાપ પોતાના દીકરા સાથે એક ગામથી બીજે ગામ જતા હતા. રસ્તામાં ઘોર જંગલ, પસાર કરતા હતા. એવામાં બધાને ભયંકર વ્યાધિ લાગુ પડયો. અસહ્યો હતો. આથી મા-બાપ ચાલી શકે તેમ ન હતા. નગર સહેજ દૂર હતું. એટલે દીકરાએ કહ્યું, “હું નગરમાં જાઉં. સાજો થઈને દવા લઈને અહીં આવીને મા-બાપને બચાવીશ.” પણ મા-બાપ દીકરાને પોતાનાથી દૂર મોકલવા માંગતા ન હતા. છતાં દીકરો માતા પિતાની ભોજન વગરેની વ્યવસ્થા કરીને નગરમાં ગયો અને સાજી થઈને દવા લઈને આવીને મા-બાપને વ્યાધિમાંથી છોડાવ્યા. જો દિકરો મા-બાપની આજ્ઞા માનીને તેમની પાસે રહ્યો હોત તો ત્રણેય એ વ્યાધિના ભોગ બન્યા રહેતા અને અકાલે મરણ વધાવવું પડત. તો આમાં મા-બાપની સાચી ભક્તિ કઈ? દીક્ષા લીધા પછી તો તેને જોઈને મા-બાપ પણ ધર્મ પામે, માટે મા-બાપને પહેલા મનાવવાના. આખી જીંદગી માને એવા નથી For Personal & Plate Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ એમ લાગે તો તેમના પર સહેજ પણ ભાવ બગાડયા વગર દીક્ષા લેવાની. આ છે દીક્ષા ગ્રહણવિધિ ! પછી એ વિધિપૂર્વક પ્રવજ્યા પાળવાની અને એના ફળ સ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરવાનો. આ બધાનો પાયો પાપપ્રતિઘાત અને ગુણબીજાધાન છે. આ સૂત્રપઠન શા માટે ? સૌ પ્રથમ અંદરના શલ્યોનો નિકાલ કરવો પડે સાથે સાથે ઉત્તમ ગુણોના બીજ વાવા પડે, એ બીજમાંથી જ પછી આગળના ગુણઠાણાઓ રૂપી ફળ મળે. અને વળી એ બીજ નાંખવાનુંવાવવાનું ઘણું કરીને આ મનુષ્યભવમાં જ શક્ય બને છે. સારા કે ખરાબ, જેવા બીજ અહીં વાવશું તેવા ફળ ભવાંતરમાં મળે. ગત જન્મોમાં જે દોષો અને પાપોના બીજ નાખીને આવ્યા છીએ તેને હવે દૂર કરવાના એટલે કે પાપનો પ્રતિઘાત કરવાનો અને હવે નવા ગુણોના બીજ વાવવાના એટલે કે ગુણબીજાધાન કરવાનું છે. માટે પહેલું સૂત્ર પાપપ્રતિઘાત અને ગુણબીજાધાન કહ્યું. રત્નકણિકા. આ મહાપુરુષોના પગલે જંગલમાં ય મંગલ અને રણમાંય ઝરણ સર્જાય છે. કપડાં ફાટે તો ચલાવી લેજે, પણ સંસ્કાર કે ચાસ્ત્રિ ન ફાટે તેની તકેદારી રાખજો. કેમ કે એને સાંધી આપનાર કોઈ દરજી નહિ મળે.... For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ અતિશયગર્ભિત વિશેષણ-સ્તુતિ ઃ સૂત્રની શરૂઆતમાં અહીં મંગલાચરણ કરે છે. વિધ્નનાશ માટે મંગલ પહેલા કરવું પડે. મોટામાં મોટું મંગળ છે અરિહંતને કરેલો નમસ્કાર. નમસ્કાર ૩ પ્રકારે થાય. (૧) ઈચ્છાયોગથી, (૨) શાસ્રયોગથી અને (૩) સામર્થ્યયોગથી. પહેલામાં અરિહંતને નમસ્કાર કરવાની ઈચ્છા થાય અને નમસ્કાર કરે પણ તેમાં વિધિ-અવિધિ સચવાય નહિ. શાસ્રયોગમાં શાસ્ત્રમાં બતાવેલ સંપૂર્ણ વિધિ સાચવીને નમસ્કાર કરે. સામર્થ્યયોગ એટલે અરિહંતની આજ્ઞાનું સંપૂર્ણ પાલન. સામર્થ્યયોગ એટલે કેવળજ્ઞાનની એકદમ નજીક. તે આવે એટલે કેવળજ્ઞાન આવીને જ રહે. હવે આ નમસ્કાર વિશેષણ વગર કરીએ અને વિશેષણયુક્ત કરીએ તો બેયમાં ભાવમાં ફેર પડે માટે વિશેષણો મૂક્યા છે. અહીં અરૂહંતાણં ભગવંતાણં વિશેષ્ય છે. અરિહંતના ૩ અર્થ છે. (૧) અરિ એટલે દુશ્મન. રાગ-દ્વેષ રૂપી દુશ્મનનો નાશ કરનાર, તેને હણનાર, (૨) અરૂહ-રૂહ ધાતુનો અર્થ ઉગવું. અરુહન એટલે કે જેને કર્મ હવે ઉગવાના જ નથી અને (૩) અર્હત્-આખા વિશ્વના બધા જીવોની પૂજાને યોગ્ય છે તે એવા અરિહંતના અહિં પાંચ વિશેષણ મૂક્યા છે. પાંચ વિશેષણો : (૧) વિતરાગ- રાગ-દ્વેષ નીકળી ગયા છે, તેવા. ચીત: અપેતો રાગ : । રાગથી દ્વેષ અને મોહ પણ લઈ લેવાના, રાગદ્વેષ અને મોહ જેના મૂળથી નાશ પામ્યા છે તે વીતરાગ. For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ આપણે સરાગી. રોજ વીતરાગતાનું ધ્યાન કરવાનું “મને કોઈના પર રાગ નથી. ગમે તેવી સારામાં સારી, ઊંચામાં ઊંચી પૌલિક વસ્તુની ઈચ્છા નહિ કરું. મને કોઈના પર દ્વેષ નથી, કોઈ મારું ગમે તેટલું ખરાબ કરશે તો પણ તેના પર દ્વેષ નહિ કરું. મારા ટુકડે ટુકડા કરીને કાપી નાખશે તોય તેને મિત્ર જ માશા વિગેરે. અને મોહ એટલે અજ્ઞાન. જેનાથી જીવ મુંઝાય તે મોહ. ખાવામાં, પીવામાં, મિત્રોમાં મૂંઝાઈએ એ મોહ છે. વૈરાગ્ય દ્વારા મોહની નાશ કરી જે વીતરાગ થાય તે અનુક્રમે તુરંત કેવળજ્ઞાના પમે. (૨) સર્વજ્ઞ- ત્રણે કાળનું, ત્રણે લોકનું જ્ઞાન. કોઈ પણ વસ્તુ અજાણ નહિ. અત્યારે આપણે અહીં બેઠા છીએ. તે પણ તેમાં દેખાશે. આવી તો અનંતા ભવોની સિચિલ દેખાય પણ એવું કેવળજ્ઞાન મેળવવા ઊંચી સાધના કરવી પડે. હિમાંશુસૂરિ મ. ૧૫ વર્ષથી સતત આયંબિલ કરે. દૂધ, દહીં, ખાંડ વિગઈઓ કાંઈ નહિ. પ્રમાદ બિલકુલ નહિ. દિવસે સુવાનું નહિ, આખો દિવસ સ્વાધ્યાયાદિ કરે. પ્રમાદ હોય ત્યાં સુધી કેવલજ્ઞાન ન આવે. (૩) દેવેન્દ્રોથી પૂજિતઃ સર્વજ્ઞ પણ બે પ્રકારના (૧) તિર્થંકર અને (૨) સામાન્ય કેવલી. તિર્થંકરો વિશિષ્ટ પુષ્યવાળા હોય. તેમના સમવસરણમાં અસ્પ્રાતિહાર્યો શોભે. પરમાત્માનું રત્નજડિત સિંહાસન હોય. પાછળ જબરદસ્ત તેજોમય ભામંડલ હોય, તેની પાછળ ભગવાનથી ૧૨ ગણુ ઊંચુ એવું અશોકવૃક્ષ હોય, ભગવાનની ઉપર ૩ છત્ર, હીરા-માણેક-મોતીની માળાઓથી For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ મઢેલા હોય, ઈન્દ્રો ચામર વીંઝતા હોય, દેવદુંદુભિ વાગતી હોય, દિવ્યધ્વનિ નીકળતો હોય. દેવતાઓ પુષ્પોની વૃષ્ટિ કરતા હોય. દેવ નહિ દેવોના પણ દેવ, દેવેન્દ્ર એનાથી પૂજિત. આપણે તો તેમની આગળ કંઈ વિસાતમાં નથી. આ પૃથ્વીને એક સેકન્ડમાં ઊંચકીને લવણસમુદ્રમાં નાખી શકે. આવા જબરજસ્ત શક્તિ અને સામર્થ્યવાળા ઈન્દ્રો પરમાત્માની પૂજા કરે, સમવસરણ રચે, ૩ ગઢ બનાવે ને ભગવાન એમાં ઉપદેશ આપે. | (૪) યથાવથિત વસ્તુ સ્વરૂપને કહેનારા ભગવાન સર્વજ્ઞ છે એટલે બધું જ જાણે છે અને વીતરાગ છે એટલે ક્યાંય કોઈના પર મોહ નથી, ભગવાનના વચનમાં ક્યાંય અસત્ય ન હોય. અને એવા ભગવાન (૫) ત્રિલોકગુરુ છે. સાચો રસ્તો બતાવે તે ગુરુ. સુખ, મોક્ષ, હિતનો માર્ગ બતાવે તે ગુરુ, શાસ્ત્રના અર્થો બતાવે તે ગુરુ. ભગવાન ત્રણે લોકને શાસ્ત્રના અર્થો કહે. ભગવાનની દેશનામાં અધોલોકમાંથી અસુર નિકાયના દેવતાઓ આવે. ઉર્વલોકમાંથી દેવેન્દ્રો આવે અને તિચ્છલોકમાંથી મનુષ્યો - તિર્થયો આવે. આવા પરમાત્મા ત્રણ લોકના ગુરૂ છે. આ ભગવાનની વિશેષતાઓ બતાવી તેમને ભાવપૂર્વક નમસ્કાર કર્યા. આ રીતે ભગવાનને પાંચ વિશેષણોથી નમસ્કાર કર્યા (૧) વિતરાગ (૨) સર્વજ્ઞ (૩) દેવેન્દ્રોથી પૂજિત (૪) યથાવસ્થિત વસ્તુના કહેનારા અને (૫) ત્રણ લોકના ગુરૂ. () For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પણ આ જ જમે ભગવાન બને. પહેલા મોહનો નાશ કરવા દ્વારા વિતરાગ બને. પછી જ્ઞાનાવરણાદિ ૩ ઘાતિકર્મનો નાશ કરીને સર્વજ્ઞ થાય. કેવળજ્ઞાન પામે એટલે તિર્થંકર નામકર્મનો વિપાકોદય શરૂ થાય. દેવતાઓ આવીને સેવા ભક્તિ કરે એટલે દેવેન્દ્રોથી પૂજાયેલા. દેવતાઓ સમવસરણની રચના કરે ને તેમાં બિરાજમાન પરમાત્મા દેશના આપે. તેમાં જે વસ્તુ જે પ્રમાણે છે તે પ્રમાણે જ કહે એટલે યથાવસ્થિત વસ્તુ વરૂપને કહેનારા અને તે ઉપદેશ ત્રણેય લોકના જીવોને આપવા દ્વારા ત્રણે લોકના ગુરૂ બને છે. અતિશયગર્ભિત વિશેષણો : વળી, પહેલા ચાર વિશેષણો પરમાત્માના ચાર અતિશયો સૂચવે છે. ભગવાન વીતરાગ છે. દુનિયામાં સૌથી મોટા અપાયરાગ-દ્વેષ અને મોહ જેના નાશ પામ્યા છે (અપગમ થયો છે) તેવા ભગવાન એટલે અપાયાપગમાતિશય. વળી, સર્વજ્ઞ છે. ૩ કાળના ૩ લોકના બધા પદાર્થો, ભાવોને જાણે છે તે જ્ઞાનાતિશય. દેવેન્દ્રોથી પૂજાયેલા છે એટલે પૂજાતિશય અને યથાવસ્થિત વસ્તરવરૂપને કહેનારા છે જે વચનાતિશય. 0 રત્નકણિકા તપનું અજીર્ણ - ક્રોધ જ્ઞાનનું અજીર્ણ - અભિમાન For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ અનાદિની સંસારયાત્રા ભગવાનને નમસ્કાર કર્યા એટલે એમના પર બહુમાન થયું. વળી વિશેષણોથી ભગવાનના ગુણોને જાણ્યા જેથી એમનું વચન હૈયામાં સરળતાથી ઉતરી જાય અને એવા ભગવાન આ પ્રમાણે કહે છે. "ईह खलु अणाईजीवे '' સંસારમાં ખરેખર અનાદિકાળથી જીવ છે. આ વાક્ય બહુ ચિંતનાત્મક છે. આ વિશ્વમાં ખરેખર આપણો જીવ અનાદિનો છે. તેની કોઈ આદિ-ઉત્પત્તિ નથી. એવો કોઈ કાળ નથી જ્યારે આપણે ન હતા. કોઈ એવો કાળ નહિ હોય જ્યારે આપણે નહિ હોઈએ. એની પર ખૂબ વિચાર કરવા જેવો છે infinite time. અનંતકાળથી આપણે અહીંયા છીએ ને અનંતકાળ રહેવાના છે તો ક્યાં હતા આજ સુધી ક્યાંકથી ને ક્યાંકથી મરીને અહીં આવ્યા. સ્થિર તો હતા જ નહિ હે ભવ્ય જીવો ! તમે વિચાર કરો. સંસારમાં અનાદિકાળથી જીવ છે તો ક્યાં હતો. શું કરી આવ્યો ? આપણો અનાદિનો ઈતિહાસ શું છે ? અનાદિકાળથી નિગોદમાં હતા. ત્યાં જ જન્મવાનું ને ત્યાં જ મરવાનું. એક આંગળીના અસંખ્યાતમાં ભાગ જેટલી કાચા ને એમાં અનંતા જીવોએ સાથે રહેવાનું. અસંખ્ય કાયાઓ ભેગી થાય ત્યારે એ દેખાય. જે દેખાય એ તો બાદર નિગોદ. સૂક્ષ્મ નિગોદ તો દેખાય જ નહિ. ચૌદ રાજલોકમાં સર્વત્ર સૂક્ષ્મનિગોદ છે. પ્રદેશે પ્રદેશે અનંતા જીવો અત્યારે જન્મ-મરણ કરે છે. આપણું તેમને ઘર્ષણ ન લાગે. અત્યંત સૂક્ષ્મ, છેદી ન શકાય, ભેદી ન શકાય C For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ તેવી. બાદર નિગોદ લીલ, ફુગ જોઈ શકાય. જે દેખાય એમાંય અનંતાનંત જીવો છે. એક નિગોદમાં અનંતા જીવો શી રીતે સમાયું? ઉદાહરણ આપ્યું કે એક માણસે લાખ ઔષધિઓ ભેગી કરી. દરેકને મહિનાઓ સુધી ઘુંટીને એકદમ સૂક્ષ્મ બનાવી. પછી તેને ભેગી કરી અને એમાંથી રાઈના દાણા જેવી એક ગોળી બનાવી. તો એક રાઈના દાણા જેવી ગોળીમાં કેટલી દવા છે? ૧ લાખ થાય ને? એમ નિગોદમાં અનંતા જીવો હોઈ શકે. ભગવાનના વચનમાં શંકા ન કરવી. અનાદિકાલિન સૂવમનિગોદ એ અવ્યવહાર રાશિ. બાદર નિગોદથી વ્યવહાર રાશિમાં આવ્યા કહેવાય. અનંતોકાળ અવ્યવહાર રાશિમાં ગયો. આયુષ્ય વધુમાં વધુ - અંતર્મુહુર્ત. એટલે ૪૮ મીનીટનું હોય એવું નહીં ૧ સેકન્ડનું હોય પાંચ સેકન્ડનું પણ હોય, ૧૦ મિનિટનું પણ હોય પણ બે ઘડીથી વધારે ન હોય. જઘન્ય આયુષ્ય લગભગ ૧ સેકન્ડનો ૨૨મો ભાગ જઘન્યથી ગણીએ તો ૧ સેકન્ડમાં ૨૨ વાર જન્મીને મરવાનું બધા વચ્ચે એક શરીર. શ્વાસ બધાનો ભેગો. ખોરાક ભેગો. ઈન્દ્રિય પણ એક જ સ્પશેન્દ્રિય. આંખ નહિ, કાન નહિ, નાક નહિ, જીભ નહિ માત્ર ચામડી. એકદમ અલ્પ ચેતના. એવી અવસ્થામાં આપણો અનંતકાળ ગયો. એક જીવ મોક્ષમાં જાય ત્યારે એક જીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહારરાશિમાં આવે. પણ એમાં કોનો નંબર લાગે? અનંતા જીવો છે. જેની નિયતિ, ભવિતવ્યતા જાગે તે નીકળે, તેમાં કોઈ કારણ નહિ. છ મહિનામાં એક જીવ ઓછામાં ઓછો ૧૦ For Personar: Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાં જાય એટલે છ મહિને ઓછામાં ઓછો ૧ જીવ બહાર આવે. પાંચ કરોડ સાથે મોક્ષે જાય તો પાંચ કરોડ જીવો બહાર આવે. વ્યવહારમાં આવે એટલે હવે તેની ટ્રાવેલીંગ શરૂ થઈ. પણ આ બાદર નિગોદમાં પણ અનંતો કાળ પસાર થાય પછી પૃથ્વીકાયમાં આવીએ. એમાંય સૂક્ષ્મ અને બાદર. પછી અપકાય અગ્નિકાયમાં બધે ફરે. ક્રમસર ઉપર ચઢે જ એવું નહિ, પાછો નિગોદમાં પણ જાય. દુઃખ સહન કરવું એ જ સાધના, નારકી, તિર્યંચ, વિકલેન્દ્રિયમાં બધે ફરી આવ્યા. અનંતોકાળ ગયો. ક્યારેક મનુષ્યભવ પણ મળે. મોક્ષે જવાના ૫ કારણ મોક્ષમાં જવાના પાંચ કારણ બતાવ્યા છે. (૧) સ્વભાવઃ બે પ્રકારના, ભવ્યત્વ અને અભવ્યત્વ. અભવીનો ક્યારેય મોક્ષ થવાનો જ નહિ. સમકિત પણ ન પામે. બહાર નીકળે ને પાપો કરીને પાછો નિગોદમાં જાય. અનંતોકાળ ત્યાં જ પસાર કરે (૨) નિયતિ : જે આપણને અવ્યવહાર રાશિમાંથી બહાર કાઢે. (૩) કાળ : નિયતિએ બહાર કાઢયા પછી પણ અનંતા પુદ્ગલ પરાવર્તકાળ સુધી ભટકવાનું. અનંતાભવોમાં બધે જઈ આવે. પુદ્ગલ પરાવર્ત બહુ જંગી કાળ છે. તે ક્યાં પસાર કર્યો? એક એક લોકાકાશના પ્રદેશ પર અનંતા જન્મ મરણ થયા છે. અભવ્યની કેવી દશા ? ક્યારેય મોક્ષ થવાનો જ નહિ. ભલે કદાચ સ્વર્ગમાં જઈ આવે પણ પછી તો ભટકવાનું જ. આપણે અભવ્ય હોત તો શું થાત ? નિયતિને સલામ ૧૧ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ કરો કે આપણને ભવ્ય બનાવ્યા. ચરમાવર્નમાં આવ્યા પહેલા આપણે અભવ્ય જેવા જ હતા. કંઈ સારું ન સૂઝે. પાપો કરીને દુર્ગતિમાં જવાનું. કો'ક વાર બીજાને જોઈને ધર્મ કરીએ ને સ્વર્ગમાં જઈ આવીએ તોય પાછા પટકાવાનું. તિર્થંકરના જીવોને પણ ચરમાવર્ત ન આવે ત્યાં સુધી ભટકવું જ પડે. ૩ જું કારણ કાળ પરિપક્વ થાય પછી જ ઠેકાણું પડે. તેની આગળ આપણું કાંઈ જ ન ચાલે. પછી જ ચરમાવર્તમાં આવીએ. હવે ચોથું કારણ છે (૪) કર્મ અહીં આવ્યા પછી પણ પુણ્ય જાગે તો અરિહંત મળે. બીજા ગમે તેવા દેવો મળે તો ધર્મના નામે અધર્મી કરીને પાપો કરવાના. પુણ્યથી દેવ-ગુરૂ-સંઘ-સાધર્મિક-સારા કુળમાં જન્મ મળે. ચરમાવર્તમાં થોડો મેલ ઓછો થયો ને સારી સામગ્રી તો મળી પણ હવે તેની આશાતના કરીએ તો પાછા પટકાઈએ, સ્થાનકવાસી મૂર્તિને ન માને, પૂજા કરે તે દુગતિમાં જાય એમ માને. ઉત્કૃષ્ટ પુણ્ય જાગે ત્યારે સાચી વસ્તુ હાથમાં આવે. (૫) પુરૂષાર્થ: સાચી વસ્તુ મળ્યા પછી પુરૂષાર્થ કરવો પડે. આપણું સ્થાન ક્યાં?... આપણે ૪ ચોકીમાંથી પાસ થયા. ભવ્યત્વનો રવભાવ હતો ને નિયતિ જાગી એટલે બહાર આવ્યા, અનંત પુદ્ગલ પરાવર્ત ભટકીને ૩ જી, કાળની ચોકી પાસ કરી. કર્મસંયોગે પુણ્યોદયથી સારી, ઉત્તમ અને સાચી સામગ્રી હાથમાં આવી. હવે પુરુષાર્થ કરવાનો છે. આગળની ૪ વસ્તુ આપણા હાથમાં ન હતી. પુરૂષાર્થ આપણા હાથની વાત છે. અને હવે તે નહિ (૧૨) ૧૨ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ કરીએ તો કુદરત સામગ્રી ઝૂંટવી લેશે. કુદરતે ઉચ્ચ દેવ-ગુરૂ આપ્યાને હવે એ સંસાર પાછળ, ખાવામાં-પીવામાં, મોજમજામાં જીવન વેડફી દઈએ તો ફરી નહિ મળે. જોરદાર પુરૂષાર્થ કરવાનો. ગુરૂ મ. પૂ. ભુવનભાનુસૂરિ મ. રોજ ૨૦ કલાક કામ કરે. રાત્રે ૯ થી ૧ માંડ સૂએ. ઉઠીને ચાંદનીમાં લખવા બેસી જાય. ચંદ્રશેખર મ. પ્રારંભિક જીવનમાં રોજ ૧૬ કલાક વાધ્યાય કલાક રોજ પાઠ લે. મનુષ્યભવ એ તો રોજના અજબોની ધીકતી કમાણી કરાવતી પેઢી છે. એ પેઢી પર બેઠા પછી ખાવામાં - સૂવામાં ટાઈમ બગાડીએ તો પેઢી હાથમાં રહે? દુઃખોનો વિચાર કરવાનો. એ યાદ કરવાનો ને પુરૂષાર્થ કરવાનો. ભગવાને કીધું એ બધું તપ, જપ, સ્વાધ્યાયાદિ કરવાનું રત્નકણિકા દૂ શરીર એ કંવર છે ને આત્મા,એ કાગળ છે... કિંમત કવરની નહિં પણ કાગળની હોય છે. * મારું મારું કરશો તો મરી જશો, ને તારું તારું કરશો તો તરી જશો. - a તર્ક ત્યાં તકરાર...ને શ્રદ્ધા ત્યાં એકરાર. જી લક્ષ્મીસંપન્ન નહિ હો તો ચાલશે પણ લક્ષણ સંપન નહિ હો તો નહિ ચાલે. For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ સારોથં સંસાર: ભગવાન એમની વાણીમાં બહુ માર્મિક વાત કરે છે. રૂંઢ રહેતુ માળીવે જગતમાં ખરેખર જીવ અનાદિથી છે. આદિ નથી અને અંત પણ નથી. માત્ર જીવ નહિ આખું વિશ્વ અનાદિ અનંત છે. માત્ર સંયોગો પલટાય છે. શરીરનાં પુગલો પર્યાયની અપેક્ષાએ નાશ પામે પણ એક પણ પરમાણુ વિશ્વમાં નાશ પામતો નથી કે નવો ઉત્પન્ન થતો નથી. અભવ્યનો જીવ સાધુઓને ધર્મ કરતાં જોઈને આનાથી રવર્ગના સુખો મળશે. એવા ભાવથી માખીની પાંખ જેવું શુદ્ધ ચારિત્ર પાળે પણ દ્રવ્યથી, અંદર ચારિત્ર સ્પર્શે નહિ. મોક્ષ ગમે નહિ. નવમા વેચક સુધી તે ચાસ્ત્રિના પ્રભાવે જાય. પ્રરૂપણા પણ મોક્ષની જ કરે. તિર્થંકર ભગવાન કરતાં અભવ્યના જીવથી પ્રતિબોધ પામતા જીવો અનંતા છે. તેમ છતાં પણ અંતે મોટો કાળ તે નિગોદમાં જ જાય છે. અચરમાવર્ત કાળમાં આપણે પણ અભવ્ય જેવા જ, માયાપ્રપંચો-કષાયો કરીને દુર્ગતિમાં જવાનું, દેવ-ગુરૂને માને પણ સુખા માટે, નિઃસ્વાર્થભાવે નહિ, મોક્ષ માટે નહિ. એટલો મોટો કાળા એટલે બધી નરકમાં અનંતીવાર. બધા નારકાવાસો (૮૪ લાખ)માં અનંતીવાર. એમાં કોઈ જ ઉપાય નહિ. કાળની જ રાહ જોવી પડે. અચરમાવત પણ પૂરો થઈ ગયો જે અઘરામાં અઘરૂ હતું તે પુરૂ થઈ ગયું. આ સંસારમાં એક પણ દુઃખ એવું નથી કે જે ૧૪ For Persorrar & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ આપણે ન ભોગવ્યું હોય. દુઃખ આવે છે પાપથી, એટલે આ સંસારનું એક પણ પાપ એવું નથી કે જે આપણે ન કર્યું હોય. એક એક આકાશપ્રદેશ પર અનંતા મરણ, થઈ ગયા. બધા જીવો સાથે બધા જ પ્રકારનાં સંબંધો થઈ ગયા. ઘણું રખડીને ચરમાવર્તમાં આવ્યા. પણ અહીં આવ્યા પછી પણ પુણ્ય કર્મ જોઈએ તો ઊંચી ધર્મની સામગ્રી મળે. ધર્મ મળવો સહેલો નથી. વર્તમાન દ્રશ્ય દુનિયામાં પાંચ અબજમાંથી સૌથી શ્રેષ્ઠ એવો જેન ધર્મ કેટલાને મળ્યો. આ તો કર્મએ લીલી ઝંડી આપી એટલે બધી ઊંચી સામગ્રી મળી. પણ હવે જે પુરૂષાર્થ નહિ કરીએ તો સામગ્રી કર્મસત્તા ઝૂંટવી લેશે. હવે બાજી આપણા હાથમાં છે. પુરૂષાર્થ કરીએ તો સંસારથી છૂટાચ. ૧૪ પૂર્વધર, સમકિત પામેલા પણ પ્રમાદને જોરે નિગોદમાં ગયા. હવે વિલંબ કરવો વ્યાજબી નથી. આજથી જ સાધના શરૂ કરી દેવી જોઈએ. શાસ્ત્ર બોલે છે: મહાનિશિથમાં લખ્યું કે, આપણે ઈચળના ભવ કેટલા કર્યા? તો કહ્યું કે જો આપણે કરેલ ઈયળના ભાવોમાં ઈયળનું જે કલેવર નાશ પામી જતું હોય તેને બદલે રાખી મુકવામાં આવે તો તે અનંતા લોકાકાશમાં પણ ન સમાય. આ તો ઔપચારિક વાત કરી. એવા તો તિર્યંચના, પૃથ્વી કાચના, વિકલેન્દ્રિયમાં અનંતા ભાવો કર્યા. એટલા બધા વિસ્તારવાળો, મહાભયંકર કાળ માંડ માંડ પૂરો કર્યા પછી ચરમાવતમાં આવ્યા. For Persone Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ કેટલાય માર ખાધા પછી દેવગુરૂ મળ્યા. હવે તો મોક્ષમાર્ગમાં મચી પડવાનું. ધીમા પડયા તો મોહ પાછળ પડયો જ છે. પુરૂષાર્થ નહિ કરીએ તો પસ્તાવું પડશે. આરાધના આવતીકાલ પર પણ નહિ રાખવાની. કોઈ દિ કાળનો વિશ્વાસ નહિ કરવાનો. પ્રબળ વૈરાગ્ય જોઈશે. સંસારમાં ભય લાગે. દાવાનલ કીધો. આખું લોક સળગી રહ્યું છે. ક્યારે છૂટીએ, ક્યારે છૂટીએ એમ થવું જોઈએ. આજે ઘરે જઈને ઉપડી જઈએ એમ પણ બને. ઉછળતો વૈરાગ્ય જોઈએ. આજ સુધી કોંએ મને રખડાવ્યો છે. હવે હું તેને તોડી નાખું. આ કર્મે તિર્યંચના ભાવોમાં હળ ખેંચાવ્યા, નરકમાં ભાલા ઘોંચાવ્યા, ભૂખ-તરસ-ઠંડી-ગરમી બધું સહન કરાવ્યું આવો જુલમ એણે આપણી પર ગુજાર્યો ને હવે તક મળી છે તેની સામે પડવાની તો બેસી રહેવાય? હવે તેની સામે ઝઝૂમવાનું. આ સંસાર કેવો ભયંકર ! અવ્યવહાર રાશિમાં નિગોદમાં અનંતો કાળ કાઢયો. અચરમાવર્તનો કાળ પણ ઘણો કર્યો. અનુત્તર દેવ કે ઈન્દ્ર વિ. સિવાયના એક પણ ભવ એવા નથી કે જે આ જીવે ન કર્યા હોય. બધા જ શરીર આ જીવે ધારણ કર્યા... ૮૪ લાખ યોનિમાં ભટક્યા. નિગોદ પૃથ્વી-પાણી-વાયુવનસ્પતિ, માટી, ધાતુ બધે જ ભટક્યા. સંસાર એટલે ભટકવાનું અહીં સારા ભાવ આવવા અત્યંત દુર્લભ. આ ભવ અટવીમાં રસ્તો જડે જ નહિ, બસ ભમ્યા જ કરો, ફર્યા કરો. અથડાવાનું ફૂટાવાનું.. અચરમાવતમાં આવ્યા પણ ભારે કર્મ એટલે દેવાધિદેવ ( ૧૬ ) For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ન મળે. ભોમિયો જ ન મળે. મળે તો ખોટા મળે, સાચા મળવા ચ મુશ્કેલ. અથડાતા કૂટાતા ઘણો માર ખાધો. કર્મ ઓછા થયા એટલે અપુનર્બલકમાં આવ્યા ને ભગવાન મળ્યા. તેમણે ગુરુના જેવા લક્ષણ બતાવ્યા તેવા ગુરુ મળ્યા. અષ્ટપ્રવચન માતાનું પાલન, બાહ્મચર્ય-અપરિગ્રહ વગેરેના નિયમોથી યુક્ત એવા ગુણયુક્ત ગુરુ મળ્યા. અને જ્યાં તીર્થકર, વિગેરે મહાન આત્માઓના જીવો છે એવો સંઘ મળ્યો. પુરુષાર્થ એજ કર્તવ્ય: આ દેવ ગુરુ ધર્મની સર્વશ્રેષ્ઠ સામગ્રી મળી. આ બધી સામગ્રી અવ્યવહારરાશિમાં ન હતી. પૃથ્વીકાય અપ/વૈઉમાં ભટક્તા હતા ત્યારે ન હતી. ચરમાવતમાં પણ મળે તો કેટલો પુણ્યોદય જોઈએ. આપણને જન્મથી આ મળ્યા. આપણો કેટલો પુણ્યોદય? આપણે કેટલા ટોચ ઉપર પહોંચી ગયા? પણ હવે શું કરવાનું ? બજાર, મૂડી, ધંધો બધુ અનુકૂળ હોય પછી બેસી રહે તો મૂરખ જ ને ? એક રૂા. ના હજાર, લાખ કરી આપે એવો ધંધો હોય પછી પ્રમાદ કરાય? હવે તો પુરુષાર્થ કરવાનો. મહેનત કરીને આ સંસારનો ઉચ્છેદ કરવાનો છે. ક્રોધ, માન વગેરે ડાકુઓ છે, મ્લેચ્છો છે, ગુંડાઓ છે. એમનો નાશ કરવાનો છે. ભગવાન દેશનામાં કહે છે કે આપણો જીવ અનાદિનો છે. કોઈ પણ ભૂતકાળ એવો નથી જ્યારે આપણે નહોતા અને એવો પણ કોઈ કાળ નહિ હોય જ્યારે આપણે નહિ હોઈએ. ( ૧૦ ) For Personel Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ તત્વજ્ઞા: વિરત્નાઃ આજનું સાયન્સ પણ કહે છે કે જગતના પુદ્ગલોના પર્યાયોની સ્થિતિ પરિવર્તન થાય પણ કોઈ પણ પદાર્થ-પરમાણુ જગતમાં નવો ન થાય કે જગતમાંથી કોઈ પણ પરમાણુનો નાશ પણ ન થાય. આ સાચી વાત છે પણ મહત્વની વાત એ છે કે સાયન્સ જડની આટલી ચિંતા/સંશોધન કરે છે તેમ આત્માની કેમ નથી કરતું ? હું ગયા ભવમાં ક્યાં હતો ! હું અહીં ક્યાંથી આવ્યો ? આચારાંગમાં લખ્યું કે મોટા ભાગના જીવો એ જાણતા જ નથી કે પોતે કોણ છે. એ સમજે છે કે હું ભારતીય છું, હિન્દુ છું, પણ હું આત્મા છું એમ બહુ ઓછા સમજે છે. તત્ત્વ સમજવાવાળા વિરલા હોય છે. જે આત્મા માને એને પછી વિચાર આવે કે ક્યાંકથી અહીં આવ્યો ને હવે અહીંથી મરીને બીજે જવાનું છે. આપણી સાથેના, આજુબાજુના આપણા જ એવા કેટલાય આપણી નજર સામે યમરાજાના ઘરમાં પહોંચી ગયા. પણ આ જીવ મૂરખ સમજતો નથી કે મારે પણ મરવાનું છે. અહીં રૂપક ઘટાવે છે. થાળીમાં એક રોટલી. તેનો એક ટુકડો મોંમા ચવાય છે એને જોઈને રોટલીનો બીજો ટુકડો હસે છે કે જો તું કેવો ચવાય છે પણ એ સમજતો નથી કે તારે પણ આજ રીતે હમણાજ ચવાવાનું છે. આવી જ સ્થિતિ આપણી પણ છે. રોજ છાપામાં એકસીડન્ટો વંચાય, રોગચાળાઓ વંચાય. જીવો બધા ટપોટપ મરે છે. આખી પરિસ્થિતિ બદલાઈ રહી છે. તમારી પાસે ભલે કરોડો રૂ।. હશે પણ તમને ચોખ્ખા, ઘી, દૂધ નહિ મળે. આપણી કહેવાતી પ્રગતિ, વિકાસ, ઉધોગો રોજેરોજનું ૧૮ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ મરણ નીકટ કરે છે. બહુ થોડા વરસ માટે આ જીવન મળ્યું છે. આ કાળમાં સાધના નહિ કરીએ તો ભવિષ્યના અનંતકાળનું શું? અહીંથી સંપત્તિ સાથે આવશે કે ધર્મને ગુણો? અનંતકાળથી જીવ સંસારમાં કેટલુંય ભટક્યો. એક ગતિ બાકી નથી રાખી. અચરમાવતમાંથી ચરમાવતમાં આવ્યા. કર્મ હેરાન કરતું હતું ને એ પછી પણ માર ખાતા ખાતા પુરુષાર્થ કાળમાં આવ્યા. આપણો અતીતનો ઈતિહાસ તો બની ગયો પણ હવેનો અનાગત ભવિષ્યકાળ આપણા હાથમાં છે. તમે કોઈનો પણ ઈતિહાસ સાંભળો, વાંચો તે હકીકતમાં આપણો જ છે. અચરમાવર્તમાં પણ દુઃખ એવું નથી કે જે આપણા જીવે ન ભોગવ્યું હોય અને કોઈ પણ પાપ એવું નથી કે આપણા જીવે ન કર્યું હોય. મોંઘેરો આ માનવભવ : અત્યારે આપણને જેન કુળમાં જન્મ લેવા માત્રથી દેવગુરુ સાહજિક મળી ગયા પણ હકીકતમાં એ એમનેમ નથી મળ્યા. અનંતાનંત મરણાંત કષ્ટો વેઠીને એના બદલામાં આ બધું મળ્યું છે. આ ભગવાન, ગુરુ અને ધર્મ એમનેમ નથી મળ્યા-અનંતીવાર પરમાધામીને આ કાચા સોપી. અનંતીવાર એકેક તિર્યંચના ભવ કર્યાઆ બધુ થતાં સ્વભાવ/નિયતિ/ કાળ/કર્મ એ બધાએ લીલી ઝંડી આપી અને હવે આપણે છેલ્લે અરિહંતના દરબારમાં આવ્યા. અનંતા ભવો પછી નિયતિએ રજા આપી. પછી કાળે અનંતીવાર ભટકાવ્યા. એક કેરોસીનની લાઈનમાં ઊભા રહેતા કંટાળો આવે પણ અહીં અનાદિથી તિર્યંચનિગોદની લાઈનમાં ઊભા હતા. અનંતા દુઃખો વેઠીને, અનંત (૧૯) For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ભવો કરીને હવે દેવ-ગુરુ મળ્યા છે. હવે પુરુષાર્થ આચરવાનો છે. હવે પાછો ભૂતકાળ રીપીટ ન થાય એનું ધ્યાન રાખવાનું જીવ અને કર્મનો અનાદિનો સંયોગ : અહીં અનાદિથી જીવ અને કર્મનો સંયોગ વળગેલો છે. અમુક કાળે બાંધેલુ કર્મ અમુક વખતે ખપી જશે પણ કર્મઆત્માનો સંયોગ અનાદિથી રહેલો છે. કર્મ બદલાયા કરે, એના બંધ ઉદયમાં ફેરફાર થયા કરે પણ એનો સંયોગ-પ્રવાહથી અનાદિનો છે. પૂર્વે બાંધેલા કર્મો હમણાં ભોગવાઈ રહ્યા છે. અને હવે બીજા જે બાંધ્યા છે, બાંધીશું તે ભવિષ્યમાં ભોગવવાના આવશે. આ કર્મના કારણે સંસાર ઊભો છે. સંસારની કોઈ પણ ક્રિયાના ફળરૂપે દુઃખ જ હોય, સંસાર દુઃખના ફળવાળો છે. વર્તમાનમાં દુઃખરૂપ છે. આખા જગતના જીવોનો વિચાર કરો. એક પણ ક્ષણ એવી નહિ હોય કે જ્યારે નારકીમાં અસંખ્ય જીવો નહિ હોય. એ સતત દુઃખો ભોગવે છે. ઘોરાતીઘોર પીડા ભોગવે છે. નિગોદમાં અનંતા જીવો એક જ કાયામાં રહેંસાય છે. આખા જગતના નિગોદ સિવાયના જીવો કરતા સોયના અગ્ર ભાગમાં રહેલા નિગોદના જીવો અનંતગણા છે. તેઓ સતત જન્મ-મરણ કર્યા કરે છે. માત્ર નરક-નિગોદ નહિ, ચારે ગતિમાં દુઃખ છે. અધ્યવસાયવશ આ જગતના જીવો પાપ બાંધે છે અને એના કારણે પાપના અનુબંધો કરે છે. અને આ પરંપરા અનાદિથી એમનેમ ચાલુ જ છે. પાપ કરવાના અને દુર્ગતિમાં For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ જવાનું-આ બે જ ધંધા આ જીવે કર્યા છે. અચરમાવતમાં રાગ-દ્વેષ કરીને પાપો બાંધવાના ને તેના ઉદયે રાગ-દ્વેષ કરવાના. આ પરંપરા ભવોભવ ચાલે. દરેક પાપ આપણે કર્યા અને દરેક દુઃખ આપણે ભોગવ્યા. આ દુનિયાનો ભયંકર ગુંડો, પાપી, એ જે પાપ કરે છે તેના કરતા અનંતગુણા પાપો આપણે કર્યા છે. આમ વિચારવાથી પાપી પર ખરાબ ભાવ નહિ આવે. કરૂણા આવશે, કદાચ તે નહિ આવે તો માધ્યસ્થ ભાવના જાગશે પણ દ્વેષ નહિ થાય. અથપત્તિથી સમજીએ : કેટલીક વાત અથપત્તિથી સમજવાની હોય છે. શાસ્ત્રકાર કહે છે કે એક પણ દુઃખ એવું નથી કે જે જીવે ન ભોગવ્યું હોય. આ દુખ આવે પાપથી. શાસ્ત્ર કહે છે કે એક પણ એવી યોનિ નથી, જીવનો ભેદ નથી કે જેમાં આપણે ઉત્પન્ન થયા ન હોઈએ. કુદરત એકદમ વ્યવસ્થિત ચાલે છે. તમારા અશુભ કર્મનો ઉદય ન હોય તો કંઈ ન થાય. એટલે આપણે એવા પાપો ભૂતકાળમાં કર્યા જ છે. એવા પાપો બાંધ્યા જ છે કે જેના આધારે નરકાદિના ઘોર દુઃખો આપણે ભોગવ્યા. આ કર્મની ગતિ અકળ છે. અને તેમાંથી છુટવા જ જિનેશ્વર દેવોએ જિનશાસનની સ્થાપના કરી છે. જેમ માંદા માણસની ચિકિત્સા માટે હોસ્પિટલ હોય, તેમાં નિદાન થાય... પછી ઔષધ અપાય. સારવાર થાય અને એ રીતે તે સાજો થાય. તેમ આ આત્મા માંદો છે, કર્મનો રોગી છે. ૨ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ એ રોગનું નિદાન ઔષધ સારવાર અને રોગના ઉપચાર કરવા આ જિનશાસન છે. આત્માને રોગીમાંથી નિરોગી બનાવનાર જિનશાસન છે. અનાદિકાળથી લાગેલા કર્મના ભયંકર રોગનું નિદાન કરાવનારા, ઓષધ કરાવનારા જીવોનો સમૂહ તે ચતુર્વિધ સંઘ. દુઃખોનું મૂળ અજ્ઞાન : અનાદિથી કર્મના કારણે જીવ જ્યાં રખડે છે એ સંસાર દુઃખરૂપ છે. દુઃખના ફળવાળો છે. દેવલોક પણ દુઃખરૂપ છે. ત્યાં પણ ઈર્ષ્યા વિગેરેના સંકલેશો છે. પરિંગ્રહની મૂછઓિ છે. આયુષ્ય પૂરૂ થયા બાદ ગર્ભવાસમાં જવાનું છે. દુનિયામાં અનેક પ્રકારના દુઃખો છે. કોઈને ખાવાનું. કોઈને પહેરવાનું કોઈને દીકરાનું... દરેકને કંઈક ને કંઈક દુઃખ હોય છે.. પણ એ બધા દુઃખો એક જ ઠેકાણેથી ઉત્પન્ન થાય છે. તેનું મૂળ પકડીએ એટલે તે નાશ પામે. આ મૂળ એટલે અજ્ઞાન. અજ્ઞાન દૂર થઈ જ્ઞાન આવે તો બધા દુખો નાશ પામે. જ્ઞાન સિવાયના બીજા બધા ઉપાયો એ લોહીનો વિકાર મટાડ્યા વગરના ગુમડા પરના બહારથી મરાતા મલમપટ્ટા જેવા છે. પણ એ કેટલા ચાલે? અજ્ઞાન એ લોહીનો વિકાર છે. દુનિયામાં જ્ઞાન ઘણું છે પણ એ આત્મ-અજ્ઞાન છે જે વર્તમાન અને ભવિષ્યમાં વધુ દુઃખનું કારણ છે. આત્મજ્ઞાન એ જ દુઃખને ટાળનારું બને. સંસારમાં રસપૂર્વકની પ્રવૃત્તિથી અનુબંધવાળા કર્મ બંધાય. For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ એ કર્મ ઉદયમાં આવતા દુઃખ આવે. એ દુઃખ દૂર કરવા જતાં જીવ બાંધે, ને એ નવા કર્મથી નવા દુઃખ... આમ આ નવા કર્મ સંસાર દુઃખની પરંપરાવાળો છે. ચાર નિક્ષેપે સંસાર દરેક વસ્તુના ૪ નિક્ષેપા થાય. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. સંસાર શબ્દના ૪ નિક્ષેપા જોઈએ. નામ સંસાર એટલે કાગળમાં સંસાર શબ્દ લખ્યો હોય તે. સંસારની વિવિધ ગતિઓના ચિત્રો તે સ્થાપના સંસાર. એક ગતિમાંથી બીજી ગતિમાં જીવ ભટકે, રખડયા કરે એ દ્રવ્ય સંસાર અને આત્માના વિષય અને કષાયના પરિણામ તે ભાવ સંસાર. દરેક જગ્યાએ દ્રવ્ય એ ભાવમાં કારણ હોય છે. પણ અહીં ઊંધું છે. ભાવ સંસાર એ દ્રવ્ય સંસારના કારણ છે. ચારે ગતિમાં જીવ રખડે છે વિષય કષાયના પરિણામને કારણે ! યોગશાસ્ત્રમાં કહ્યું કે કષાય અને વિષયને પરાધીન આત્મા એ જ સંસાર છે. રાગદ્વેષયુક્ત આત્મા તે જ઼ સંસાર. દ્રવ્ય સંસારનું મૂળ ભાવ સંસાર છે. જેટલા પરિણામ બગડે એટલો દ્રવ્ય સંસાર બગડે. વાસુપૂજ્યસ્વામીજીના સ્તવનમાં ઉપાધ્યાયજી મ. કહ્યું, ‘કલેશવાસિત મન તે સંસાર' આ એક જ પંક્તિમાં કેટલું તત્વ આપી દીધું. મનને સમજાવી દો. કલેશ, રતિ-અરતિ, નિંદાદ્વેષ આ બધામાં દોડતું મન તે જ સંસાર. એ જ રખડાવે છે. એનાથી બચવા જ ભક્તિ, સંયમ બધું છે. દ્રવ્ય - ચાર ગતિરૂપ સંસાર તો કડવો લાગે પણ ભાવ સસાર કડવો લાગે છે ખરો ? અહીં રાગ કરવો ગમે છે પણ તેના પરિણામે આવતું દુઃખ ૨૩ For Personal & Private se Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ભયંકર લાગે છે. પણ હવે સમજીને રાગ-દ્વેષ છોડવાના છે.કોઈ પણ હિસાબે આત્માના પરિણામ સાચવવાના છે. શુભ/શુદ્ધ પરિણામથી ચડિયાતુ આ જગતમાં કાંઈ નથી. નાના પણ દોષની ઉપેક્ષા ન કરવી. અજ્ઞાની જીવોની નજર દ્રવ્ય સંસાર પર છે પણ જેમ જ્ઞાન વધે તેમ ભાવ સંસાર નજરમાં આવે છે. દ્રવ્ય અને ભાવ બંને સંસાર દુઃખનું કારણ છે. દુઃખરૂપ છે, દુઃખને આપનારા છે,દુઃખની પરંપઝા છે અનિ) છે પણ કચ્છ ટ્રોલની ટાંકીમાં પડે તો મોટા ભડકાઓ કરે તેમ ક્રોધ-માન-માયાનો નાનો પણ ભાવ ભયંકર વિસ્ફોટ કરવા સમર્થ છે. ક્યું છે કે થોડું પણ દેવું હોય તો તેની ઉપેક્ષા ન કરવી, થોડો પણ ઘા હોય તો એની પણ ઉપેક્ષા ન કરાય એમ થોડો પણ અંતરમાં ઊભો થયેલો રાગદિપરિણામ જે છે એની ઉપેક્ષા ન કરવી. આજનો દેખાતો ન નાનો પણ દોષ કદાચ કાલે ભડકી ઉઠે. રત્નકણિકા આયો ગુરુવન્નુમાનો । પંચાશકજી ગુરુબહુમાન એ જ મોક્ષ છે. ગુરુબહુમાન એ મોક્ષનું અવંધ્ય કારણ છે. ૨૪ For Personal Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ દોહીલો માનવભવ લાધ્યો... આપણો અનાદિનો આખો ઈતિહાસ જેને ખ્યાલમાં આવી જાય તે સામાન્યથી જલદી આગળ વધે. ચરમાવર્તનો મનુષ્યભવ કેટલા કષ્ટો વેઠયા પછી મળ્યો. આપણા ભૂતકાળની આખી ફિલ્મ બનાવવી જોઈએ. પહેલા સૂક્ષ્મ નિગોદ, પછી બાદર નિગોદ, પછી પૃથ્વીકાયમાં પથ્થર, માટી, સોના, ચાંદીમાં પછી અપકાયમાં સરોવરમાં તળાવમાં, સમુદ્રમાં, અગ્નિકાયમાં, વાયુકાયમાં આવ્યા. વનસ્પતિકાયમાં ફળ તરીકે આવ્યા. લોકો કાપે, ભેદે, છેદે. વાયુકાયમાં પવન તરીકે હોઈએ ને કોઈ કુંક મારે તો અગ્નિમાં હોમાઈ જવાનું. કીડી તરીકે ચાલતા હોઈએ ને કોઈના પગ તળે કચડાઈ જવાનું. વાંદા-મંકોડા-માંકડ તરીકે હોઈએ ને કોઈ ઝેરી દવાઓ છાંટીને મારી નાંખે. કેટકેટલું વેઠયા પછી આ મનુષ્યભવ મળ્યો. તે પણ ઘણાયને મળ્યો છતાં સામગ્રી ન મળી. જૈનકુળમાં જન્મ ન મળે. મમ્મીની કોઈ જૈનેતર બહેનપણી હોય. બંને સાથે હર્યા-ફર્યા-ઉછર્યા હોય પણ જો જન્મમાં સહેજ ફેરફાર થઈ જાય તો ક્યાં શ્રાવિકાનું કુળ ને ક્યાં અન્ય. પુણ્યકર્મ કો'ક ઉદયમાં આવ્યું ને જૈન ધર્મ મળ્યો. દોષ સેવનમાં કૃપણ બનવાનું અત્યારે પુરૂષાર્થ પ્રધાન છે. અચરમાવર્ત કાળમાં આપણું કંઈ ન ચાલી શકે. જ્યારે હવે ધારીએ તો પુરૂષાર્થ કરીને કર્મોને નિષ્ફળ કરી શકીયે. ચરમાવર્તમાં આવ્યા પછી અને ૨૫ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ આવા દેવ-ગુરૂ મળ્યા પછી પ્રકૃષ્ટ પુરૂષાર્થ કરવાનો. ગુરૂ મ. (પૂ. ભુવનભાનુસૂરિ મ.)ને લક્ષમાં રાખવાના. એક સેકન્ડ પણ નકામી ન જવા દે. જ્યાં જ્યાં દોષ લાગતા હોય ત્યાં કૃપણ બનવાનું કારણ પુણ્ય વેચાઈ જાય છે, પાપ બંધાય છે. ગુણના અર્જનમાં ઉદાર બનવાનું હવે બાજી હાથમાં છે. ચુક્યા તો. રખડતા થઈ જવાના, મનુષ્ય જીવનનું ઉત્કૃષ્ટ આંતરૂ અસંખ્ય પુદ્ગલપરાવર્ત. સમક્તિ દ્રષ્ટિ આત્માને મોક્ષનું ઉત્કૃષ્ટ આંતરૂ અર્ધ પુદ્ગલ પરાવર્ત, એક પુદ્ગલ પરાવર્ત એટલે અનંતા કાળચક્ર. ચુકીશું તો શું થશે? માટે કર્મ ખપાવવાનો જબરદસ્ત પુરૂષાર્થ કરવાનો. યથાશક્તિ તપ-ત્યાગ-દેવ-ગુરૂની ભક્તિ કરવાની. ગુરુદેવ પૂજ્યપાદ ભુવનભાનુસૂરિ મ. નો એક સિદ્ધાંત હતો, “પરમાધામી મારી કાયાને શું પીલે, હું તપ અને સંચમથી મારી કાયાને પીલી નાખું.” ધન્ના અણગારે કેવો તપ કર્યો! ચાલતાં ખડખડે હાડ . ચાલે ને હાડકા અથડાય ને અવાજ આવે. નાળીયેરીના કોચલા જેવું મોટું કરી નાખ્યું. આંખો ઊંડી જતી રહી. આવા મહાપુરૂષોને લક્ષમાં રાખી આપણા બીજા યોગો સીદાય નહિ એ રીતે તપ કરવાનો. એવો જબરદસ્ત પુરૂષાર્થ કરવાનો. ક્ષણે ક્ષણનો ઉપયોગ કરવાનો નહિતર પુણ્ય તો ખચશે, સાથે વધુ ભયંકર એ છે કે પ્રમાદના સંસ્કાર આત્મામાં પડશે. ૨૬ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ अणाईजीवस्स भवे - જીવનો ભવ એટલે સંસાર અનાદિકાળનો છે. સંસાર. સમ + સૃ ધાતુ. સૃ એટલે સરકવું એક ઠેકાણેથી બીજે ઠેકાણે. એક ગતિમાંથી બીજી ગતિમાં, એક ભવમાંથી બીજા ભવમાં સરકવાનું તે સંસાર. એ સંસાર ચારથી ચાલે છે? અનાદિથી શેના કારણે ? તો મUામ્પતંગો નિવત્તા - કર્મ અને આત્માના સંયોગથી. એ સંયોગ પણ અનાદિકાળથી. એક વાર જો સિદ્ધ ભગવંતની જેમ આત્મા ચોકખો થઈ જાય તો ચિંતા નહિ. સિદ્ધ ભગવંતનું એક વિશેષણ મૂક્યું - કૃતકૃત્ય. જેમને સંસારમાં કશું બાકી રહ્યું નથી. બધી રીતે કૃત્યતા અનુભવે છે. સંસારનો ઉચ્છેદ શા માટે? સંસાર અનાદિકાળથી છે તો તેમાં વાંધો શો? સૂર્ય અને ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો, તારા, પૃથ્વી અનાદિકાળથી છે જ ને ! ભલે ને સંસાર પણ એમ રહ્યો. પણ ના, વાંધો એ જ છે કે સંસાર દુઃખરૂપ છે, દુઃખના ફળવાળો છે અને દુઃખની પરંપરાવાળો છે. વર્તમાનમાં દુઃખરૂપ છે. આધિ, વ્યાધિ, ઉપાધિ, રોગો, જન્મ, મરણ, જરાવસ્થા, દરિદ્રતા સંક્લેશ, પૈસા, કુટુંબ, અપયશની ચિંતાઓથી ભરેલો સંસાર છે. ક્યાંય શાંતિ નથી. ચેન પડે એમ નથી. શ્રીમંતો ઉંઘની ગોળીઓ લે. અબજો રૂપિયા છતાં મનની શાંતિ નથી. વળી, જે કરીએ તેનું ફળ પણ દુઃખ. રોજના સંસારમાં નવા નવા પાપો કરવાના ને દુઃખો ઊભા કરવાના. સંસારની બધી For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિ દુઃખને ઉત્પન્ન કરનારી છે. તીવ્ર રસપૂર્વક કર્મો બાંધ્યા હોય તો આ ભવમાં જ ફળ ભોગવવું પડે એમ પણ બને. અનીતિ કરીને, લોકોને લૂંટીને ધન ભેગું કર્યું હોય ને છેલ્લી અવસ્થામાં કેન્સર થઈ જાય, લકવો થઈ જાય. મોટા મોટા મહારથીઓ આપણને બહારથી સારા દેખાય પણ અંદરથી તો. ઊંઘ ચ ન આવે. સત્તર સો ચિંતા માથે હોય. કોઈ સુખી નથી. વર્તમાનમાં તો દુઃખ, પણ પરિણામે પણ દુઃખ અને દુઃખની પરંપરા પાછી ઊભી. આ દુઃખ એક-બે ભવોમાં છૂટી જતું નથી. જુઓ ગોશાળાને ગો-શાળાએ ભગવાન મહાવીર પર તેજલેશ્યા મૂકી, પાછળથી પશ્ચાતાપ થયો એટલે સ્વર્ગ મળ્યું. પછી રાજા થશે. ત્યાં પણ સાધુને હેરાન કરશે. એટલે સાધુ તેજલેશ્યાથી તેને બાળી નાખશે પછીના ભવોની પરંપરા જુઓ ! દરેક ભવોમાં ત્રાસ. વાયુકારમાં જાય ને અગ્નિમાં હોમાય, પાણીમાં જાય ને ઉકળવું પડે. ઝાડ પર પાંદડા તરીકે હોય ને સળગવું પડે. સાતે નરકમાં બે વાર જવું પડ્યું. આગળના ભાવોમાં પાપ કરીને આવ્યા હોય તેની પરંપરા ચાલે. એકાદવારમાં છૂટાય નહિ. ભગવાન ન મળ્યા ત્યાં સુધી બહુ દુઃખો ભોગવ્યા. એક એક નારકાવાસમાં જઈ આવ્યા. કતલખાનામાં એક ઢોરને કપાતો જોઈએ ને થથરી જઈએ. આવી તો અસંખ્ય વાર આપણે કપાયા. . ભગવાન અને ગુરૂનો કેટલો ઉપકાર કે આવા ભવોમાંથી બચાવ્યા. ઢોરના ભવની કલ્પના તો કરો જન્મવાનું, ઉછરવાનું શરીર બનાવવાનું, આખી જીંદગી ખેડૂતની મજૂરી કરવાની, For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ભર ઉનાળે હળ ખેંચવાના અને જ્યારે રસ-કસ નીકળી જાય ત્યારે અંતે કતલખાનામાં જઈને કપાવાનું વળી આ પીડામાં આત ધ્યાન હોય. રોદ્ર ધ્યાન આવી જાય તો નરકમાં જતા રહીએ. એક માત્ર ભગવાન આશરો છે, સહારો છે. ભગવાને એકદમ શરણાગત થઈ જવાનું. તમે કહેશો તેમ આરાધના કરીશ, સંયમ પાળીશ પણ મારે દુર્ગતિઓમાં નથી જવું. ત્રાસી ગયો છું. હવે એક દિવસ પણ મારે આ દુઃખા નથી ભોગવવા. ભગવાનને બાળક બનીને વળગી પડવાનું. કલિકાલસર્વજ્ઞ વીતરાગસ્તોત્રમાં ભગવાનને કહે છે કે, “જ્યાં સુધી તમે મને મોક્ષમાં નહિ પહોંચાડો ત્યાં સુધી તમારૂ શરણું છોડીશ નહિ અને તમે પણ મને છોડશો નહિ.” ईह खलु अणाईजीवे આ સંસારમાં જીવ ખરેખર અનાદિનો છે. અનાદિથી નિગોદમાં જન્મ-મરણ કર્યા. અનંતકાળ પછી એક જીવ મોક્ષમાં ગયો ને અનંતા જીવોમાંથી ભવિતવ્યતાના યોગે આપણો નંબર લાગ્યો અને પછી મહાભયંકર એવો અચરમાવર્તનો કાળ પ્રસાર કર્યો. એક નરક ધ્રુજારી છોડાવી દે તો અહીં તો અનંતીવાર નરકમાં. અચરમાવર્તનો કાળ ત્રાસ કરાવી દે, તેવો છે. ગમે તેટલા માર પડે તો પણ ધર્મ સૂઝે નહિ. પાપની જ વૃત્તિ. એટલા તીવ્ર રાગ-દ્વેષ કે પાપમાંથી છૂટે જ નહિ. ચરમાવતમાં પણ પુણ્ય ન જાગે ત્યાં સુધી સારૂ કુળ ન મળે. આફ્રિકામાં જન્મ્યા હોત તો રસ્તા વચ્ચે ગાયને કાપીને તેનું લોહી પીતા માણસો જોવા મળત. અનાર્ય દેશનો મનુષ્યભવ પણ ન ફળે, સારા (૨૯) For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ દેવગુરુ ન મળે ધર્મ પણ ઉંઘો મળે ધર્મના નામે જ પાપો કરીને દુર્ગતિમાં જવાનું. આજે પણ જીવતા માણસોને સળગાવે જ છે ને ? પેટ્રોલ છાંટીને અગ્નિ ચાંપી દે. આ અનાદિનો ભયંકર સંસાર ચાલ્યો આવે છે. લાલ બહાદુર શાસ્ત્રી - ભૂતપૂર્વ વડાપ્રધાન. બહુ સારા વ્યક્તિ, ખૂબ ઊંચું - પ્રામાણિક જીવન. એક વાર કોઈ પ્રસંગે સાડી ખરીદવા ગયા. દુકાનમાં પેઠા ને દુકાનદાર આભો બની ગયો. વડાપ્રધાન મારી દુકાને પધાર્યા! તેણે તો સાડીઓ ભારે કિંમત વાળી બતાવવા માંડી. ૧૦૦૦/-, ૧૫૦૦/-... વાળી બતાવી એટલે શાસ્ત્રીજીએ કહ્યું કે, મારે એ ન ચાલે. દુકાનદાર કહે તમારી પાસેથી ક્યાં પૈસા લેવાના છે. શાસ્ત્રીજી કહે એમને એમ ન લેવાય. ને પછી એમણે પોતાની જરૂરિયાત મુજબ સાદી સાડી ખરીદી. આવા પ્રમાણિક વ્યક્તિને પણ ઉચ્ચ દેવગુર તો કર્મે ન જ આપ્યા, જે તમને આપ્યા. કદાચ ભવાંતરમાં એ પામે પણ ખરા ! કહેવાનો મતલબ એ કે આ કર્મે સામે ચાલીને તમને બધું હાજર કરી આપ્યું. માએ શીરો બનાવીને કોળીયો મોઢામાં પણ મૂકી આપ્યો પણ નીચે તો આપણે જ ઉતારવો પડે. હવે પુરૂષાર્થનો વિષય છે. અચરમાવતમાં પુરૂષાર્થ કર્યો પણ ઊંધો એટલે વધુ દુઃખ ભોગવ્યા. હવે સામગ્રી મળ્યા પછી પુરૂષાર્થ નહિ કરીએ તો કર્મસત્તા સામગ્રી ઝૂંટવી લેશે. ચિત્ત-વિત્ત અને પાત્રા આ ૩ વસ્તુ ભેગી થાય એના આધાર પર ફળ મળે. - (૩૦) ૩૦ For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ચિત્ત એટલે મનના પરિણામ. મનના પરિણામ ખૂબ ઊંચા રાખવાના. સાથે વિત્ત એટલે આપવાની વસ્તુ એ પણ યથાશક્તિ ઊંચામાં ઊંચી જોઈએ. અને પાત્ર- શાલિભદ્ર સાધુને ખીર વહોરાવી એના બદલે કોઈ સંન્યાસીને વહોરાવત તો આ ફળ ન મળે. પાત્ર ઊંચામાં ઊંચુ દેવ-ગુરૂનું મળ્યું છે. એમાં ચિત્ત અને વિત્ત જેટલા જોડીએ એટલું ફળ મળે. બે પાડોશી હોય ને એક સામાન્ય દ્રવ્યોથી ભગવાનની અષ્ટપ્રકારી પૂજા કરે ને બીજો જૈનેતર ઊંચામાં ઊંચી સામગ્રીથી, ઊંચામાં ઊંચા ભાવોથી એના દેવની સેવા કરે તો કોને કેટલું ફળ? અરે! જેનેતરને જેન કરતા અનંતમા ભાગનું પણ ફળ ન મળે. કારણ અહીં પાત્ર ખૂબ ઊંચું છે. બે વ્યક્તિઓ પોતપોતાના શેઠની ખૂબ જબરજસ્ત સેવા કરે. એક શેઠ સાધારણ છે ને બીજા અબજોપતિ છે. હવે જો સાધારણ શેઠ રીઝે તો આપી આપીને શું આપી શકે? બહુ બહુ તો ૧૦૦૦/ - રૂા. ના પગારના રૂ. ૧૫૦૦/- કરે. જ્યારે અબજોપતિ શેઠ રીઝે તો દિવસના રૂ. ૧૫૦૦૦/- કરી નાંખે. એમ અન્ય દેવદેવી જે પોતે જ અપૂર્ણ છે, અસર્વજ્ઞ છે, સરાગી છે તેમની ગમે તેટલી પણ ઉંચી ભક્તિ શું આપી શકે? હા, થોડું ઘણું ફળ મળે પણ વીતરાગની થોડી પણ ભક્તિ અનંતગણુ ફળ આપનારી બને. પુરૂષાર્થ માટે વીઆંતરાય કર્મનો ક્ષયોપશમ જોઈએ. શક્તિથી ઓછું કરીએ તો વીર્યંતરાય બંધાય. પછી શક્તિ ન મળે. શક્તિ કરતાં થોડું અધિક કરવાનું જેટલું ૩૧ For Personal Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ અધિક કરીએ એટલે સ્વાભાવિક થતું જાય ને એમ કરતાં વધુ ને વધુ આગળ વધાય. વીર્ચાતરાયનો ક્ષયોપશમ થાય. કેટલા મહાન ગુરૂ મળ્યા ! જિનશાસનમાં ઘણા ગુરૂઓ છે. દરેકમાં તરતમતા હોય. એમાંય જ્ઞાની, તપસવી, સારા સ્વભાવના ગુરૂ મળ્યા. હવે પુરૂષાર્થ નહિ કરીએ તો કર્મ વાંકુ થઈ જશે. બિહામણો સંસાર : સંસાર, અનાદિથી કર્મના સંયોગથી ચાલે છે. પણ ભલે ને ચાલે, શું વાંધો છે? વાંધો એ કે આ સંસાર દુઃખરૂપ છે. દુઃખના ફળવાળો છે અને દુઃખની પરંપરાવાળો છે. વર્તમાનકાળે દુઃખરૂપ છે. કોઈને શરીરની તકલીફ હોય, કોઈને દુકાનની, કુટુંબના ટેન્શનો હોય. ગમે તેટલા મોટા માણસો હોય પણ અંદરથી દુખીના દુઃખી. વળી સંસારનું ફળ પણ દુખ. કડવી દવા પીધા પછી રાહત થતી હોય તો બરાબર, પણ સંસારની બધી પ્રવૃત્તિમાં વર્તમાનમાં દુઃખ અને ભવિષ્યમાં એના ફળરૂપ દુઃખ ભોગવવાનું. એની પરંપરાએ પણ વળી પાછું દુઃખ. છૂટકારો જ નહિ. અનુબંધવાળા કર્મો બંધાયા હોય તે ઉદય વખતે વધુ પાપ કરાવે ને વધુ દુઃખ ભોગવવાનું અનંતાનંત કાળ નિગોદમાં અને તેમાંથી નીકળ્યા પછી મહાભયંકર અચરમાવર્ત કાળ. સંસારમાં બધા ભવો અનંતવાર આ કાળમાં કર્યા. માત્ર અનુત્તરવાસીના ભવ, ઈન્દ્ર વિ. અને ૬૩ શલાકા પુરૂષના ભાવો ન મળે. બાકીના બધા ભવો અનંતીવાર કર્યા. પછી અથડાયા-કુટાયા પછી ચરમાવર્ત મળ્યો. તેમાં પુણ્ય જાગ્યું ને દેવ-ગુરૂ-સારૂ કુળ મળ્યું. નિયતિ, ભવ્યત્વ, ૩૨ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ કાળ અને કર્મ એ ચારે એ લીલી ઝંડી આપી. અત્યાર સુધી આપણે એમના હાથમાં રમવાનું હતું. પણ હવે બાજી આપણા હાથમાં છે. મહત્વનો જે પુરૂષાર્થ છે તે હવે આદરવાનો છે. મહાપુરૂષોની જેમ જોરદાર પરાક્રમ ફોરવવાના. સામ સામેના યુદ્ધમાં સેનિક સહેજ પણ આડા-અવળો જાય ખરો? આડોઅવળો તો ન જાય પણ જેટલી શક્તિ હોય તે બધી ફોરવીને પુરૂષાર્થ કરે. ક્રિકેટ મેચથી સંસાર લાભઃ આજે આ મેચો રમાય છે, જેવાય છે એનું ફળ શું? મેચ એ શું છે? એક પ્રકારનું કૌતુક જ ને? કોણ હારે? કોણ જીતે એ જોવાનું ગમે, ઈચ્છાઓ જાગે. એજ ઈચ્છાઓનું આગળ રૂપાંતર થાય. - બે કુકડા લડાવે. લોહીલુહાણ થાય ત્યાં સુધી લડે એ જોવાનું એ પણ કૌતુક. પછી મલ્લકુસ્તી જોવાનું કૌતુક જાગે. અરબસ્તાનમાં આબ ઊંટની પૂછડીએ બાળકને બાંધે ને ઊંટને દોડાવે. છોકરો ઘસડાય. ધૂળના ટેફા, પથરા વાગે ને જે ચીસો પાડે એ જોઈને આરબોને મજા આવે. એ પણ કૌતુકનું ફળ. એમ પરમાધામી, એ તો અસુર નિકાચના દેવતાઓ છે. તેમને નારકો જોડે કોઈ દુશ્મનાવટ નથી. પણ આ કૌતુકના સંસ્કારોથી નારકીમાં આવે ને જીવોને દુઃખો આપે. ઉકળતા પાણીમાં નાખે ને નારકો ચીસો પાડે એટલે મજા આવે. આજની રમાતી મેચોમાં આવા કૌતુક જોવાનું બીજ પડે છે. ૨૩ For Pelser Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ આખો સંસાર વર્તમાનમાં પણ ભયંકર દુઃખરૂપ છે. પરમાધામી નિયમા ભવ્ય હોય, આપણે પણ ભવ્ય જીવ એટલે આપણે પણ આવા પરમાધામીના અનંતા ભવો કર્યા. આપણે નારકોને દુઃખ આપ્યા ને પછી મરીને પરમાધામીઓને ૨-૩ જા ભવે નારકી જ મળે ને પોતે દુખ ભોગવે. આ સર્કલ ચાલ્યા કરે. એ વખતે કોણ બચાવે? પણ કાળ પરિપકવ થયો. કમી ઓછા થયા ને અહીં આવ્યા. હવે જો ભૂલા પડયા, જિનશાસનને છોડયું તો સર્કલ પાછું ચાલુ. પુરૂષાર્થ ન કરીએ તો ભટકવાનું. સારો અને સાચો પુરૂષાર્થ કરશું તો ઠેકાણું પડશે. ભૂંડો આ સંસાર! શાસ્ત્રમાં ઠેર ઠેર સંસારની અસારતા બતાવી, આજે વર્તમાનમાં પણ જીવોને કેવા દુખ ભોગવતા જોઈએ છીએ. ભંડોને ઊંધા લટકાવે. ગુદામાંથી સળીયો નાખીને જીભમાંથી બહાર કાઢે. પછી ગોળ-ગોળ ફેરવે. નીચે અગ્નિ પેટાવે એટલે ભૂંડ જીવતું ને જીવતું શેકાય. દેવનારમાં ઢોરને જીવતા ને જીવતા ચામડી ઉતારે. ઉકળતા પાણીમાં નાંખે. રોજના આજે આખી દુનિયામાં કરોડો-અબજોની સંખ્યામાં માછલાઓ કપાય છે. અનંત પુણ્યોદયે સારો મનુષ્યભવ મળ્યા પછી પણ એમાં કુટુંબ પરિવારની ચિંતાઓ, શારિરીક રોગાદિ દુઃખો, માનસીક પાર વગરના દુઃખો, વળી સમજણના અભાવે દુઃખોથી છૂટવા પાપ કરે ને વધુ દુઃખો ભોગવે. ભગવાન મહાવીરે શ્રેણિકને કીધું કે “અહીંથી તારે નરકમાં (૩૪) ૩૪ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ જવાનું છે” ને શ્રેણિક કહે, “મારે નરકમાં જવાનું ? મારા હૃદયમાં મહાવીર સિવાય કાંઈ નથી. રાજ્ય નથી, ભોગો નથી, અંતઃપુરની સ્ત્રીઓ નથી, મારા હૃદયમાં માત્ર આપ છો ને મારે નરકમાં જવાનું ?” મહાવીર ભ. કહે, “હમણાં તારા હૃદયમાં મહાવીર છે એ વાત બરાબર પણ હરણીને મારી હતી, તેના ગર્ભને હણ્યું તે પાપ તો ભોગવવું જ પડે.” તીર્થંકરના જીવ, આપણે એમની અત્યારે પૂજા કરીએ ને એ નીચે નરકમાં દુઃખો ભોગવે. અને જ્યારે વ્યવશે જ ક્ષણે ઈન્દ્રોના સિંહાસનો ડોલશે. ૧૪ રાજલોકના જીવો ક્ષણ માટે આનંદ પામશે, જન્મ સમયે ૫૬ દિકુમારીઓ આવશે. આ બધું ખરું પણ કરેલું કર્મ ભોગવવું તો પડે જ. રત્નકણિકા જેમ ગરમ દૂધ શરીરમાં ઠંડક કરે છે તેમ ગુરુના ગરમ વચન આત્મામાં ઠંડક કરે છે. જીવો પ્રત્યે પ્રેમભાવ, અને પુદ્ગલ પ્રત્યે ઉદાસીનભાવ, એ છે વૈરાગ્ય ભાવ ૩૫ For Personal & rivate Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ લાક્ષણિક શુદ્ધ - ધર્મ: આ માનવભવ પામ્યા પછી આ અસાર સંસારમાંથી બહાર નીકળવાનો પુરુષાર્થ એ જ કર્તવ્ય. આ સંસારનો ઉચ્છેદ શી રીતે? શુદ્ધ ધર્મની આરાધનાથી. ધર્મમાં જેટલી ગરબડો કરીએ. એટલું રીઝલ્ટ કપાય. દરેક વિષયમાં જેટલી શુદ્ધતામાં જઈએ. તેટલું રીઝલ્ટ ઊંચુ મળે. પરિપૂર્ણકક્ષાનો ધર્મ આરાધતાં છેલ્લું ફળ મોક્ષ મળે. શુદ્ધ ધર્મના ૩ લક્ષણો. ૧. આદરબુદ્ધિથી કરવો, આ ધર્મ એ જ કર્તવ્ય છે એવી બુદ્ધિપૂર્વક કરવાનો. એના પર પૂર્ણ, આદર બહુમાન જોઈએ. એનો જ પક્ષપાત જોઈએ. મનુષ્યજીવનમાં ધર્મ સિવાય કાંઈ જ કરવા જેવું નથી એવી દેટ માન્યતા જોઈએ. જે કરવું પડે એ લાચારી છે. સત્વહીનતા છે. કર્મની પ્રબળતા છે. અહીં એકમાત્ર ભગવાનની ભક્તિ અને ગુરુની વૈયાવચ્ચ તથા ધર્મનું આરાધન એ જ કર્તવ્ય છે. એવી સ્પષ્ટ બુદ્ધિ-માન્યતા જોઈએ. ૨. ચાર સંજ્ઞાના નિગ્રહપૂર્વક કરવો. એક બાજુ ધર્મ કરીએ ને બીજી તરફ સંજ્ઞાઓને છૂટી મૂકીએ એ ન ચાલે. ઈન્દ્રિયોનો નિગ્રહ કરનાર એ આરાધનાને પાત્ર છે. ઉપવાસ કરીને પારણામાં વૃદ્ધ બનીએ. તપશ્વર્યા કરીને ઉજમણામાં આસક્ત બનીએ તો ધર્મ જોઈએ તેવો શુદ્ધ ન બને. દરેક ક્રિયા કરતાં આહાર-ભય-મેથુન અને પરિગ્રહ (૩૬) For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ એ ચાર અને વળી ક્રોધ, લોભ, માન-માયા અને લોકસંજ્ઞા તથા ઓઘસંજ્ઞાને ઘટાડવાની છે. આ ૧૦ સંજ્ઞાના લશ્કર આપણી પર તૂટી પડે છે, તેની સામે લડત આપવાની છે. દરેક ધર્મ આચરતા સંજ્ઞા તૂટે છે કે નહિ? એને ઘસારો લાગે છે કે નહિ? એ લક્ષ જોઈએ બ્રહ્મચર્ય પાળતા મૈથુન સંજ્ઞા તૂટવી જોઈએ. દાન દેતા પરિગ્રહસંજ્ઞા, તપમાં આહાર સંજ્ઞા ઘસાવી જોઈએ. ઈન્દ્રિયોનું જોર ઘટવું જોઈએ. (૩) ધર્મ ફળની આશંસા (ઈચ્છા) રહિતનો જોઈએ. દાન આપું ને દેવલોક મળે. તપસ્યા કરું ને તેજસ્વીપણું મળે. બ્રહ્મચર્ય પાળું ને ભોગ સારી રીતે ભોગવી શકું. આવી બધી ફળની ઈચ્છા ન જોઈએ. ઈચ્છા કરવી હોય તો એક જ કે જલદીથી આત્માનો મોક્ષ થાય. હવે આ સંસારમાં ડૂબવું નથી. માંગવું જ હોય તો તારનારી સામગ્રી/સંયોગ માંગવાના, સમાધિમરણ, સુગુરૂનો યોગ, ગુરૂના વચનનું પાલન માંગવાનું, જે પરંપરાએ મોક્ષને આપે. અત્યારના ગરબડીયા ધર્મમાંથી શુદ્ધ તરફ જવાનું છે. ધર્મની શરૂઆત હોય ત્યારે શુદ્ધ ધર્મ તરત ન મળે પણ આપણું લક્ષ્ય શુદ્ધ ધર્મ તરફ જ જોઈએ. તેની અવગણના કરીએ તે ન ચાલે. છતાં કો'ક સંસારની ઈચ્છાથી ધર્મ કરે તો તેને તોડી ન પડાય. સંઘમાં ગીતાર્થ આચાર્યોની જવાબદારી ઘણી મોટી છે. અશુદ્ધ ધર્મમાંથી જીવને ધીરે ધીરે શુદ્ધ ધર્મ તરફ વાળવો પડે. (૩૦) 3છે. For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ એ સમજાવવાનું. અશુદ્ધ ધર્મ કરતો હોય તેને ઉતારી ન પડાય, તેને ધર્મ છોડાવી ન દેવાય. એને સમજાવવાનો કે લાખની કમાણી રાખમાં કેમ ગુમાવી દે છે? જે ધર્મથી દેવલોકના સુખો ચાવત્ મોક્ષના સુખ સહેજે મળવાના જ છે, તે ધર્મથી આવા તુચ્છ આ લોકનાં સુખોની અપેક્ષા કેમ? અને વળી ધર્મ દ્વારા જીવ અનુકુળપણે મોક્ષમાર્ગે આગળ વધે છે તો સંસારની અપેક્ષા કેમ ? ઈત્યાદિ વિવિધ રીતે એને સમજાવીને ધર્મમાં આગળ વધારવાનો. હવે નક્કી કરવાનું કે વિશુદ્ધ ધર્મ જ જોઈએ છે. શરૂઆતમાં બાળજીવની જેમ ચાલ્યા પણ હવે પ્રૌઢયુવાન બનવું છે. વિશુદ્ધ ધર્મ જ આરાધવો છે. કવિ ધનપાલ ભગવાનની ભક્તિ કરતા ભગવાનને કહે છે કે, તારી ભક્તિથી મળતી દેવલોકની ભોગ-બદ્ધિ કે સુખો નથી જોઈતા. તેમ તારી ભક્તિથી મારી નરક અટકી જાય એવી પણ કોઈ ઈચ્છા નથી. આપદ્ નિવારણ, રોગાદિ નિવારણ કે ચક્રવતીપણું તો નથી જોઈતું પણ જો મુક્તિ મળતી હોય તો તે પણ નથી જોઈતી, મને તો માત્ર તારી ભક્તિ જ જોઈએ છે ને એ મળી એટલે મને બધું મળી ગયું.” કવિઓ, ભક્તજનો પરમાત્માની ભક્તિમાં એવા એકાકાર થઈ જાય છે કે મુક્તિની પણ આશંસા-ઈચ્છા એમની છૂટી જાય છે. શુદ્ધ ધર્મ - સંસારમાંથી છૂટવાનો એક માર્ગ છે. અને તે શુદ્ધ ધર્મ. આ શુદ્ધ ધર્મ (૧) આદરબુદ્ધિથી કરવો (૨) સંજ્ઞાઓના (૩૮) ૩૮ For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ નિગ્રહપૂર્વક કરવો અને (૩) સંસારની ઈચ્છાઓ, ફળની આશંસા રહિત કરવો. - તિર્થંકર ભગવંતે ધર્મ આચરવા રાજ-પાટ, સુખ સમૃદ્ધિ, ભોગ-બદ્ધિ બધું છોડયું. અને આપણાથી ધર્મ કરીને સંસારના સુખની ઈચ્છા કેવી રીતે કરાય? કોઈ બાળ જીવો હોય ને સંસારની ઈચ્છાથી ધર્મ આચરતા હોય તો તેને પણ ધીરે ધીરે સમજાવીને માર્ગમાં લાવવાના. કોઈ પૂછે કે ધર્મ શેને માટે કરવાનો? તો જવાબ એજ કે ધર્મ મોક્ષ માટે જ કરવાનો પણ કોઈ સંસારના જીવો એના સંસારની તકલીફ ઉકેલવાનું પૂછે તો શું કહેવું? એવા કોઈ દુઃખી માણસ હોય તો એને એમ કહેવાય કે તારા રોગ, દુઃખા ધર્મથી દૂર થશે માટે ધર્મ કર. - સંજ્ઞાઓ તોડવી, ઈચ્છા વિરોધ કરવો એ બહુ અઘરી વાત છે. સંસારમાં રાચતા જીવ માટે એ ખૂબ કઠણ છે. એ તો ધીરે ધીરે સાંસારીક આશંસાથી ધર્મ કરતા કરતા આગળ જતા સમજણ વધતા શુદ્ધ ધર્મમાં આવે છે. " કર્મવશ આપણે પાપમાં બેઠા હોઈએ ત્યારે પણ તે હેરા લાગવું જોઈએ, બાકી કરવા જેવો તો ધર્મ જ છે. આ તો કમનસીબી છે કે પાપ આચરવું પડે છે. કૃષ્ણ મહારાજા બધી દીકરીને બોલાવીને પૂછે છે કે શું થવું છે, દાસી કે રાણી? બધા કહે રાણી થવું છે.તો કહે, રાણી થવું હોય તો શ્રી નેમનાથ ભગવાન પાસે જાઓ અને ચારિત્ર ૩૯ For Personal & Private Use Only (૩૯) Page #47 -------------------------------------------------------------------------- ________________ ગ્રહણ કરો. ને દાસી થવું હોય તો પરણાવી દે. પોતે અંદરથી પણ જીવ બાળે, મારો ભાઈ આખા વિશ્વને તારે છે ને હું આરંભ-સમારંભ કરીને ડૂબી રહ્યો છું. રાજપાટ કરતા કરતા પણ મન મોક્ષમાર્ગમાં છે, રત્નત્રયીમાં છે જ્ઞાન-દર્શન-ચાસ્ત્રિની પરિપૂર્ણતા એ મોક્ષ. આપણી પાસે, અંશતા છે. ઉપાદેય તો રત્નત્રયીની આરાધનાજ છે, સમકિતિને પાપ કરવા પડે તો પણ તેનું મન મોક્ષમાં જ હોય છે. ૦ રત્નકણિકા. જ ભેગાં મળીને જીવવું એ ગામડાંની સંસ્કૃતિ છે અને ભેગું કરીને જીવવું એ શહેરની સંસ્કૃતિ છે. જ્ઞાન એવી રીતે મેળવતાં રહો કે તમે અમર રહેવાનાં હો... અને જીવન એવી રીતે જીવતાં રહો કે તમે આજે જ મૃત્યુ પામવાના હો..... - સંત પ્રભાવ છુપાવીને સ્વભાવ પ્રગટ કરે છે, જ્યારે આપણે સ્વભાવ છુપાવીને પ્રભાવ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ૪૦. For perconal Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ વ્યવહારના પગથીએથી, નિશ્વયને શિખરે : ધર્મની પ્રારંભિક અવસ્થામાં Direct શુદ્ધ ધર્મની વાત ન કરાય. જીવોના જીવદળ, તથાભવ્યત્વને અનુરૂપ એની પર ચઢવા પગથિયા મૂકવા પડે. સંસારિક ફળની આશંસાથી ઘર્મ કરીએ તો ઘર્મ કોડીની કિંમતનો છે એ વિચ નયરી બરાબર છે. પણ સાથે વ્યવહારનયનો સમન્વય કરો પડે. અર્થાત નિશ્વય સુધી પહોંચવા વચ્ચે પગથિયા જોઈએ. બ્રહાદત્ત ચક્રવર્તી, પૂર્વભવે બે ભાઈઓ સાધુ હતા. ઘોર સાધના કરતાં છેલ્લે અણસણ કર્યું. આખું ગામ દર્શન કરવા આવ્યું, ચક્રવર્તી એની રાણી સાથે આવ્યો એ રાણીની વાળની લટ અડી ગઈ. સામાન્ય નિમિત્ત મળી ગયું. વિચારે મન ચડી ગયું. આવું સુખ! નિચાણું કર્યું કે તપના પ્રભાવથી મને આવુ ચક્રવર્તીપણું મળો. ભાઈને ખબર પડી, સમજાવે છે કે ચારિત્રને બદલે ચક્રવર્તીપણું માંગવું એ મૂર્ખતા છે. ઘણું ઘણું સમજાવ્યો પણ ન સમજ્યો. નિયાણુ ન છોડયું તે મરીને દેવ થયો ને પછી બ્રહ્મદત્ત ચક્રવર્તી થયો. છ ખંડનું સામ્રાજ્ય, ભરતક્ષેત્રનો માલિક, ૩૨,૦૦૦ મુકુટબદ્ધ રાજા, ૬૪,૦૦૦ રાણીનું અંતેપુર સુખના ભોગવટામાં મસ્ત છે... એકવાર જાતિસ્મરણ જ્ઞાન થાય છે. પૂર્વભવ જુએ છે. વિચારે, મોટો ભાઈ ક્યાં ગયો ? એને શોધવા એક ગાથા બનાવી. છેલ્લું પદ ખાલી રાખ્યું... આખા છ ખંડમાં ફરતા એ ૪૧ For personal Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્લોક મોટા ભાઈ ના (શ્રેષ્ઠીપુત્ર થઈને જેણે દીક્ષા લીધી છે, તેના) સાંભળવામાં આવ્યા તેણે પાદ પૂરો કર્યો. આખરે બંને ભાઈ મળ્યા આ સાધુ ચક્રવર્તીને સમજાવે છે. આ સંસારના બધા સુખો દુઃખમય છે. આ ચક્રવતીપણું નરકમાં લઈ જનારું છે. પણ અહીં બ્રહ્મદત્તને ચારિત્રની ઈચ્છા જ નથી થતી. નિચાણું કરીને ધર્મ વેચી નાખ્યો હવે ધર્મ નથી જોઈતો. હવે આ સાધુ એક પગથિયું નીચે ઉતરે છે. કહ્યું કે પ્રજામાં ન્યાય, શીલ, દાન, ધર્મનું પ્રવર્તન કર. આ પગથિયું મૂક્યું. મૂળ વાત એ જ કે ઉપર Directન જવાય, પગથિયું જોઈએ. ધીરે ધીરે એના દ્વારા ઉપર ચઢશે. 4 Steps : શુદ્ધ એવો ધર્મ પામવા ૪ પગથિયા બતાવ્યા છે (૧) અપુનર્બધક(૨) સમક્તિ (૩) દેશ વિરતિ અને (૪) સર્વવિરતિ. શુદ્ધ એવો શ્રાવકધર્મ પાળીયે તેમ તેમ ઉપર ઉપરનો ધર્મ જલદી મળે. શ્રાવક ધર્મથી સાધુધર્મ.... આગળ વધતા નિરતિચાર પાલન કરતા કેવળજ્ઞાન ને અંતે મોક્ષ પ્રાપ્ત થાય. એ માટે ૪ સ્ટેપ્સ છે. આપણે આ ૪માંથી જ ક્યાંક છીએ. સમક્તિમાં શુદ્ધ બનવા પ્રયત્ન કરવાનો. તેની શક્તિ ન હોય તો અપુનર્બલકમાં સ્થિર થવાનું. આ અપુનબંધક અવસ્થા એટલે (૧) પાપ જે તીવ્ર ભાવે નવિ કરે (૨) જેહને નવિ ભવ રાગ રે, (૩) ઉચિત (૪૨) ૪૦ For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિ જેહ સેવે સદા. આ ૩ લક્ષણો ઉપાધ્યાયજી મહારાજે બતાવ્યા. આનું પાલન કરતા કરતા સમક્તિમાં આવીએ એટલે દેવ-ગુરુ ધર્મ પર શ્રદ્ધા-આદર ભક્તિ-બહુમાન આવે. આગળ વધતાં સ્થૂળ પચ્ચક્ખાણ આવે. થોડી ક્રિયાઓ જીવનમાં આવે એ દેશવિરતિ. આ દેશવિરતિ એ સર્વવિરતિનું કારણ છે. પૂર્વાભ્યાસ છે. શ્રાવક ધર્મ સારામાં સારો પાળવાનો, હ્રદયથી પાળવાનો ૩ ટાઈમ દેવવંદન, ૨ ટાઈમ પ્રતિક્રમણ, એકાસણાદિ તપત્યાગ, પતિથિની આરાધના, સ્વાધ્યાય, વૈયાવચ્ચ કરવાના. અને એમ કરતા કરતા સાધુ ધર્મમાં આવવાનું, ભગવાનના વચનના નિરતિચાર પાલન અને ગુરુની વૈયાવચ્ચ પૂર્વક સંયમની આરાધના કરતા કરતા કેવળજ્ઞાન સુધી પહોંચવાનું છે. પૂર્વમુનિઓની કેવી સાધના ! શુદ્ધ ધર્મની પ્રાપ્તિ એ પાપ કર્મની મંદતાથી થાય છે અને પાપ કર્મની મંદતા માટે તથા ભવ્યત્વનો પરિપાક કરવો જરૂરી છે. આ બધા દુઃખનો ઉચ્છેદ કરવા શુદ્ધ ધર્મ જોઈએ. ધન્ના, શાલીભદ્ર, મેઘકુમાર જેવા મહાત્માઓની જેમ શુદ્ધ ધર્મ આરાધવો પડશે. ધન્ના કાદીએ કેવો આરાધ્યો? દીક્ષા વખતે અભિગ્રહછઠ્ઠના પારણે છઠ્ઠ. પારણે વળી આંબેલ. આંબેલમાં પણ કેવો ખોરાક? લોકોના ઘરે બધું જમવાનું પતી જાય પછી વહોરવા જાય. શું મળે ? તપેલીમાં ચોંટેલુ, વધેલુ ઘટેલું, બળેલું મળે. શાસ્ત્રમાં લખ્યું કે માખી પણ વંછે નહિ એવો ખોરાક આયંબિલમાં લેતા. આ શરીરને મેં સારૂં સારૂં ખાવાનું આપ્યું ને એણે મને બહુ રખડાવ્યો. હવે એને સૂકો, ઠંડો, માખી પણ ન બેસે એવો ૪૩ For Personal Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ખોરાક આપું. એવો તપ ક્યાં સુધી? ચાવજીવ. જ્યાં સુધી આ શરીરમાં જીવ છે ત્યાં સુધી. ભવ્યત્વના પરિપાક માટે (૧) ચાર શરણનો સ્વીકાર, (૨) દુષ્કતોની ગહ અને (૩) સુકૃતની અનુમોદના. આ ત્રણ ચીજ રોજ કરવી. ચાર શરણના સ્વીકારનું ફળ એ કે બાહ્ય અને આંતરિક અપાયોમાંથી આપણું રક્ષણ થાય. મોક્ષની ઈચ્છાવાળાએ આ ૩ ચીજ દરરોજ કરવી ઓછામાં ઓછી ૩ વાર. જ્યારે ચિત્તમાં સંકલેશ હોય ત્યારે વારંવાર કરવાનું. ચિત્તની સ્વસ્થતા હોય તોય ૩ વાર તો કરવાનું જ. પણ એક બહુ મહત્વની વાત એ કે ઓ કરવાનું પણ મુળા - પ્રણિધાન પૂર્વક, મન-વચન-કાયા તેમાં ઓતપ્રોત કરીને કરવાનું. શાલીભદ્રએ એક જ વાર અને એક જ સાધુને વહોરાવ્યું પણ પ્રણિધાન જબરજસ્ત હતું તો કેટલું ફળ મળ્યું? મનમાં એક જ ભાવ કે કેવા મહાત્મા ! કેવા મહાત્મા. વચનથી પણ સાધુને આદરપૂર્વક, ભક્તિભાવપૂર્વક ઘરે વહોરવા બોલાવ્યા. વહોરાવવામાં પણ ઊંચામાં ઊંચી ખીર વહોરાવી. તો બીજા ભવમાં ગુરૂને બદલે સાક્ષાત્ અરિહંત ભગવાન મળ્યા. આટલી રિદ્ધિ-સિદ્ધિ મળવા છતાં અનાસક્તભાવ ૪૪ For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ મળ્યો. ચારિત્ર પાળીને અનુત્તર દેવલોકે ગયા. ત્યાંથી રાજાના ઘરે જન્મ લેશે, ચારિત્ર લેશે ને મોક્ષમાં જશે. પ્રણિધાનપૂર્વકનું કાર્ય ઘણું ફળ આપે. અર્જુને રાધાવેધ સાધ્યો ત્યારે તેને શું દેખાતું હતું ? પુતળીની એક માત્ર ડાબી આંખ. એવી તન્મયતા આવી જાય કે એના સિવાયની બીજી વસ્તુની ખબર જ ન પડે. બાજુમાં મોટા અવાજો થાય તો ય ખબર ન પડે. પ્રણિધાનવાળા કર્મનું ફળ તીવ્ર વિપાકવાળું મળે. પેથડશાનું આંગી વખતે કેવું પ્રણિધાના રાજાને કામ હતું ને બોલાવવા મોકલ્યા તો પૂજામાં હતા એટલે આવવાની ના પાડી. રાજા ખુદ આવ્યો ને એમની તલ્લીનતા જોતો રહી ગયો. માળીને બદલે પોતે ફૂલ આપવા બેઠો ને ફૂલ સહેજ આડા અવળા આવવા લાગ્યા ત્યારે ખબર પડી કે રાજા આવ્યા છે. ભાવ ઔષધ : ચાર શરણનો સ્વીકાર,દુષ્કતની ગહ અને સુકૃતની અનુમોદના-આ ૩ કરવાથી આત્મા કર્મથી હળવો બને છે. મન પ્રફૂલ્લિત બને છે. આ ભાવ ઔષધ છે. મનમાં સંકલેશ હોય તો વારંવાર. માત્ર દ્વેષ, ક્રોધ-માન-માયાદિ હોય ત્યારે જ નહિ રાગનો સંકલેશ હોય ત્યારે પણ કરવાના. રાગ એ તો ઠેષ કરતા મોટો સંકલેશ છે. પ્રેમસૂરિ મ. વાપરતી વખતે પંચસૂત્ર સાંભળે. કારણ ૪૫ For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ખોરાકમાં મન ન જાય માટે. મન જાય તો રાગ-દ્વેષ થાય. એવા ખોરાકમાંથી લોહી બને એવું લોહી આખા શરીરમાં ફરે- એ લોહી મગજમાં જાય ને બધા સેલમાં ભળે એટલે આપણા વિચારો બધા રાગ-દ્વેષથી મલિન બને. કેવી ભવ્ય વિચારધારા! આત્માની કેવી કાળજી ! આત્માની કાળજીને ભૂલાવે તે સંકલેશ. એ સંકલેશમાં આ સૂત્રનો વારંવાર પાઠ કરવાનો. વળી, આ ધર્મક્રિયા પ્રણિધાન પૂર્વક કરવાની. જ એક કામ કરો. ધર્મક્રિયા એટલી જ રાખો- ક્વોન્ટીટી વધારવી નથી પણ હવે કવોલિટી સુધારી દો. સામાન્યથી ભગવાનની પૂજા કરો, ચૈત્યવંદન કરીને નીકળી ગયા તો પૂજા થઈ પણ અલ્પ ફળવાળી થઈ. અને એટલા જ સમયમાં સામગ્રીમાં પ્રણિધાનથી કરીએ તો કરોડો ગણું.મૂલ્ય થાય અનંતગણું પુણ્ય બંધાય. અનંતગણા અશુભકર્મોં ખપી જાય. એક કાચા હીરાના ૫૦૦૦/-છે. પણ તેની પાછળ ૫-૨૫ દિવસ મહેનત કરીને, ઘસીને, પહેલ પાડીને વીંટીમાં ડીએ તો ૫ કરોડ થઈ જાય.. એમ ગતાનુગતિક ધર્મક્રિયા કરવા કરતાં પ્રણિધાનપૂર્વક કરવાનો અભ્યાસ કરવો જોઈએ. પ્રણિધાનથી કરેલી કોઈ પણ ક્રિયા તીવ્ર વિપાકવાળા કર્મ બંધાવે અને વળી અનુબંધવાળા કર્મ બંધાવી આપે. પછી તે પુણ્યકર્મ હોય કે પાપકર્મ. શુભ પ્રણિધાનથી પુણ્યકર્મ બંધાય, અશુભ થી પાપકર્મ. ४७ For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ મેઘકુમારે સસલાની રક્ષા શુભ પ્રણિધાનપૂર્વક કરી તેથી તીવ્ર રસવાળુ કર્મ બંધાયુ જેનાથી શ્રેણિકરાજાના પુત્ર તરીકે જન્મ મળ્યો. પહેલા ભવે માત્ર સસલાની દયા પ્રણિધાનપૂર્વક પાળી તો આ ભવે છયે કાયના જીવોની દયાનો ધર્મ અનુબંધથી મળ્યો. રત્નકણિકા સૂર્યનાં કિરણો દોરી શકાય પણ તેમાંથી તેજ ન પ્રગટે, તેમ ત્યાગની નકલ કરી શકાય પણ તેમાંથી વૈરાગ્યનું માધુર્ય ન પ્રગટે. જગતમાં પદ મળે એટલે મદ આવે છે. . આધ્યાત્મિક ક્ષેત્રે આગળ વધવા જ્ઞાન કરતાં પણ સમર્પણનું મહત્વ વધુ છે. For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ લાક્ષણિક પ્રણિધાન. અહીં શુભ પ્રણિધાન એટલે શું? . પ્રણિધાનના ત્રણ લક્ષણ બતાવે છે. (૧) વિશુદ્ધ ભાવના સાથે કરવાનો. (૨) જે કરો તે એકાગ્ર થઈને કરવાનું. (૩) યથાશક્તિ ક્રિયાલિંગ (૧) વિશુદ્ધભાવનાથી કરવાનો. એમાં પાછી સ્વાર્થ ભાવના ન જોઈએ. દાન કરીને નામનાની ઈચ્છા હોય એ વિશુદ્ધ ભાવ નથી. વિશુદ્ધ ભાવમાં સંસારના સુખ, દેવલોકની ઈચ્છા ન હોય, સ્વાર્થી, કલંકિત ભાવનાઓ ન હોય. દુન્વયી ફળની ઈચ્છા ન હોય. ધર્મકૃત્યોને ઓછામાં વેચી નહિ નાખવાના કરોડોના મૂલ્યના ધમનુષ્ઠાનો થોડા દુન્વયી સાવ તુચ્છ સુખ ખાતર કોણ વેચે? ઘોડો વેચીને ગધેડો ન ખરીદાય. બાળજીવો સંસારની ઈચ્છાથી કરે તો એને પણ ધીરેથી સમજાવીને માર્ગમાં લાવવાના. ધર્મક્રિયાઓ પ્રણિધાનથી જ કરવાની શુદ્ધપ્રણિધાન એકમાત્ર મોક્ષનું જ હોય... પરંપરાએ મોક્ષ પ્રાપ્તિના સાધનોનું પણ પ્રણિધાન કરી શકાય. પ્રણિધાનવાળુ કાર્ય તીવ્ર રસવાળુ બંધાશે. જીરણ શેઠજી ભાવના ભાવે રે જીરણ શેઠ રોજ ભગવાનને વિનંતી કરે છે કહે છે, “પ્રભુ! મારા ઘરે વહોરવા પધારો પણ પરમાત્મા ચાર મહિનાના ४८ For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ઉપવાસ લગાવીને બેઠા છે. જીરણ શેઠ ચારે મહિના રોજને રોજ દર્શન કરવા જાય ને વિનંતી કરે... ભાવની કેવી વિશુદ્ધિ છે ! અહીં કોઈ સંસારી ભાવ નથી. ચાતુર્માસ પૂરા થયે પાછા સવારમાં જઈને ભાવપૂર્વક વિનંતી કરે છે. હવે તો મનમાં શ્રદ્ધા છે કે ભગવાન આવશે જ. શેરીના બહાર નાકે જઈને ઊભા રહે છે. આખી શેરી સજાવી છે... પારણાની પૂરી તૈયારી છે. ભગવાન હમણાં આવશે, હમણાં જ આવશે... આખું મન એમાં અર્પિત છે. સાડા બાર કરોડ સોનૈયાની ભાવના નથી. ભાવના વિશુદ્ધ છે. દેવાધિદેવને પારણું કરાવીએ ને મારી મુક્તિ નિકટ આવી જાય. દરેકમાં આ શુભ ભાવ લાવવો છે કે મારે સ્વાધ્યાય/ ભક્તિ એ નામના માટે નહિ મારા આત્માની મુક્તિ માટે કરવા છે. સંસારની ઈચ્છા અને આશયો ભાવનાને અશુદ્ધ બનાવે છે. (૨) એકાગ્રતા : વળી, જે ક્રિયા કરો તેમાં મન સોંપી દો. ભગવાનને વિનંતી કરે છે તે માત્ર વાણીથી નહિ હૃદયના ભાવથી. મન ક્રિયામાં સોંપી દેવાનું. એક ક્રિયા કરતા બીજી ક્રિયાના ભાવ ન આવવા જોઈએ. જીરણ શેઠમાં આ બેય લક્ષણો ઘટે છે અને વળી, (૩) યથાશક્તિ-ક્રિયાલિંગ : પ્રતિક્રમણાદિમાં જેમ વિધિપૂર્વક થતું હોય તેમજ કરવું. મનમાં થતા ધર્મને અનુરૂપ યથાશક્તિ ક્રિયાઓ પણ જોઈએ. શાસ્રકારે કહ્યું અનંતા ઓઘા લીધા. એ વાતને પકડીને ઘણાએ કહ્યું કે ક્રિયા કરવાની જરૂર ૪૯ For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ નથી. બેઠા બેઠા આત્માનું ધ્યાન ધરો. પણ એ ભૂલા પડયા છે. ક્રિયા પૂરેપૂરી કરવાની. તેનો અપલાપ ન કરાય. જેટલી શક્તિ હોય તેટલી ક્રિયા આચરવી જોઈએ. જીરણ શેઠે ઘેર બેઠા બેઠા માત્ર ભાવના જ નથી કરી કે ભગવાન પારણું કરે. એ તો રોજ જવાનું. વિનંતી કરવાની, ભગવાન ન સાંભળે તોય બીજે દિવસે જવાનું. ભાવ વિશુદ્ધ છે અને મન પણ અર્પિત છે. એક જ વિચાર કે ભગવાન ક્યારે ઘેર આંગણે આવે એમ કરતા કારતક વદ-૧ આવી. મધ્યાહને અચાનક દેવદુંદુભિ વાગી. અભિનવ શ્રેષ્ઠીને ત્યાં પારણું થયું. અહીં વિચાર નથી આવતો કે આટલી વિનંતિ છતાં મારા ઘરે નથી આવતા? વિચારે છે કે મારા કર્મ હજી એટલા ઓછા નથી થયા એટલે ભગવાનનું પારણું મારે ત્યાં ન થયું. જ્ઞાની ભગવંત કહે છે કે અભિનવ શ્રેષ્ઠી કરતાં અનંત ગણું પુણ્ય બાંધી દીધું. ૧૨મા દેવલોકનું આયુષ્ય બાંધ્યું. અહીં તીવ્ર પ્રણિ ધાનવાળુ કર્મ ઉચ્ચ ફળને આપે છે કારણ ત્રણે લક્ષણયુક્ત છે જ્ઞાની કહે છે. કે હજી જે ૫ મિનીટ દેવદુંદુભિ મોડી વાગી હોત તો ભાવની ધારા એવી હતી કે ત્યાંજ કેવળજ્ઞાન થઈ જાત. હવે નક્કી કરવું છે કે કોઈપણ ધર્મક્રિયામાં સાંસારિક ભાવ લાવવા નથી. ભગવાનના દર્શન/પૂજા નિઃસ્વાર્થ રીતે કરવાની. આપણને નિગોદમાંથી માણસ, બનાવી દીધા. દુનિયામાં સૌથી મહાન આ જિનશાસન છે. એની તુલનામાં કોઈ ના (૫૦) For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ આવી શકે. ક્ષપકશ્રેણી અને તિર્થંકર નામકર્મ એ પ્રણિધાનના અંતિમ ફળ છે. નાગકેતુ પરમાત્માની પૂજા કરતા કરતા મન પૂજામાં એકતાન થઈ ગયું. યથાશક્તિ ક્રિયા કરતા કરતા પ્રણિધાન મજબૂત હોવાથી ક્ષપકશ્રેણિ પર ચઢી ગયા. પેલી ડોશી, કૂલ લઈને ભગવાનની પૂજા કરવા નીકળી 'તી...... પ્રણિધાન જોરદાર હતું તો શ્રેણીકની ગીરદીમાં કચડાઈ ગઈ... ને મરીને વૈમાનિકમાં ગઈ. તીર્થકરના જીવો તીર્થકર નામકર્મ બાંધે, તે “સવિ જીવા કરું શાસન રસી' ની ભાવનામાં. અહીં મજબૂત પ્રણિધાન થયું ? માત્ર મનથી ભાવના નથી કરી, અનુરૂપ ક્રિયા પણ છે. પ્રણિધાન એટલે મન-વચન-કાયા તેમાં ઓતપ્રોત કરવાની. પ્રણિધાનનો બીજો અર્થ છે સંકલ્પ. કોઈ પણ કાર્યના ૪ સ્ટેપ બતાવ્યા. આનાથી કાર્યસિદ્ધ થાય. (૧) પ્રણિધાન કરો - સંકલ્પ કરો संकल्पात् सिद्धिः जायते । સંકલ્પથી સિદ્ધિ થાય છે. જોરદાર સંકલ્પ કર્યો હોય એટલે અડધું કાર્ચ પતી ગયું. આ કાર્ય કરવું જ છે એવો પાકો નિર્ણય કરવો પડે. આ તો પ્રણિધાન . પાંચ પાંડવોની પત્ની દ્રૌપદી. એક વાર નારદ ઘરે આવે છે ને દ્રોપદીએ તેમનો વિનય ન કર્યો. નારદને લાગ્યું ખોટું. ૫૧ For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ આકાશગામિનિ વિધાથી ધાતકીખંડમાં પહોંચ્યા. ત્યાં પ્રશ્નોત્તર રાજા આગળ દ્રોપદીના રૂપના ખૂબ વખાણ કર્યા એટલે પશ્નોત્તર રાજા લલચાયો. કોઈ પણ હિસાબે મેળવવી છે. એણે દેવમિત્રની સહાય લીધી. પેલા દેવે દ્રૌપદીને તેના પલંગ સાથે જંબુદ્વિપમાંથી ધાતકી ખંડમાં લાવીને મૂકી દીધી. સવાર પડતાં પાંડવોને દ્રૌપદી દેખાતી નથી. આજુ-બાજુ શોધે છે પણ પત્તો મળતો નથી. કૃષ્ણની સહાય લે છે. આ બાજુ નારદ અહીં આવ્યા. કૃષ્ણ પૂછયું, “દ્રોપદી જોઈ?” નારદ કહે, “ધાતકીખંડમાં દ્રોપદી જેવી જ કોઈ સ્ત્રી હતી ખરી !” કૃષ્ણ સમજી ગયા કે આ નારદજીનું જ કામ છે. પાંડવોને કહ્યું, “ચાલો આપણે ધાતકીખંડમાં જવું પડશે.” કૃષ્ણ દેવની આરાધના કરીને ૨ લાખ યોજનાનો પુલ બનાવી ઘાતકીખંડમાં પહોંચ્યાં. અહીં આવીને બધા પશ્નોત્તર રાજાના રાજ્ય બહાર રોકાયા. પાંડવો કૃષ્ણને કહે, “હવે તમે આરામ ફરમાવો. પોત્તર રાજાને જીતીને અમે દ્રોપદીને લઈ આવીએ છીએ.” કૃષ્ણ કહે પણ પેલો બળવાન છે. પાંડવો કહે “કંઈ વાંધો નહિ.” કરેંગે યા મરેંગે. દ્રોપદીને પાછા લઈને જ ફરીશું. સંકલ્પ સાથે નીકળે તો છે પણ આ પાંચ સામે પડ્યોત્તર રાજાનું ખૂબ મોટુ સૈન્ય છે. આ પાંચ ઘણી મહેનત કરે છે પણ રાજાને જીતી શક્તા નથી. વીલા મોઢે પાછા ફર્યા. કૃષ્ણ કહે “મને ખબર જ હતી કે તમે વીલા મોઢે પાછા (પ) For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ફરશો.” પાંડવો પૂછે “કેમ ?” કહે, “તમે ગયા ત્યારે સંકલ્પ જ અધૂરો કર્યો. કરેગે યા મરેંગે એ અધૂરો સંકલ્પ છે. “કરકે હી રહેંગે” એવો સંકલ્પ જોઈએ. સંકલ્પ જેટલો પ્રબળ તેટલી સિદ્ધિ નીકટ (૨) પ્રવૃત્તિ : જોરદાર પ્રણિધાન-સંકલ્પ કર્યા પછી પ્રવૃત્તિ જોઈએ. માત્ર સંકલ્પ કરીને બેસી રહીએ એ સંકલ્પ જ સાચો ન કહેવાય. જેટલી હોય તેટલી બધી શક્તિ ફોરવીને કાર્ય કરે. (૩) વિઘ્નજય : હવે કાર્ય કરે એમાં વિઘ્ન આવે. કાર્યમાં આવતા વિઘ્નોને ધીરજથી, બહાદુરીથી દૂર કરવા પડે. એની સામે ઝઝૂમવું પડે. (૪) સિદ્ધિ : એમ વિઘ્નોને દૂર કરીએ એટલે. સિદ્ધિ મળે. કાર્ય સિદ્ધ થઈ જાય પણ આ સિદ્ધિ મળ્યા પછી શું? તો ૫ મું Step છે, ✓ (૫) વિનિયોગ : આપણને જે મળ્યું છે. તે બીજા યોગ્ય જીવોને આપવાનું. બીજામાં એનું આરોપણ કરવાનું. પ્રણિધાનપૂર્વક (૧) ચાર શરણનો સ્વીકાર કરવાનો, જેથી તેના ફળરૂપે અપાયોનો નાશ થાય, આપત્તિઓ દૂર થઈ જાય. (૨) દુષ્કૃતોની ગાં કરવાથી અશુભ કર્મના અનુબંધો તૂટી જાય. પરંપરા જે પાપોની અને દુઃખોની ચાલે તેનો નાશ થાય અને (૩) સુકૃતોની અનુમોદના કરવાથી પુણ્યનો અનુબંધ ૫૩ For Personer Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ થાય. એ અનુબંધવાળા કર્મો ઉદયમાં આવે એટલે વધુ શુભ ભાવો જાગે ને એ રીતે ધીરે ધીરે મોક્ષમાર્ગમાં આગળ વધાય. મધુરી શરણાઈ, શરણની.... શુદ્ધ ધર્મની પ્રાપ્તિ માટે પાપકર્મોનો નાશ કરવો પડે. તે માટે તથાભવ્યત્ત્વનો પરિપાક કરવો પડે. એ તથાભવ્યત્વને પરિપકવ કરવા અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મનું શરણ લેવાનું છે. જ્યારે બધે લૂંટફાટ ચાલતી હોય. તોફાન જોરમાં હોય. કોમી રમખાણ જેવું ભયંકર વાતાવરણ સર્જાયું હોય ! એ કરતા પણ અહીં રાગ-દ્વેષ અને વિષય-કષાયોથી આત્મામાં કર્મનું ભયંકર વાતાવરણ સર્જાયું છે. અહીં ક્ષણે ક્ષણે જીવ કષાયમાં કપાય છે, વિષયમાં બળે છે... પણ મહત્વનું એ છે કે આ રમખાણમાં પણ જો મીલીટ્રી સાથે હોય તો નિર્ભય બની જોઈએ. આ ભયંકર સંસારમાં બેઠા છીએ. દુર્ગતિનો ભય છે. કર્મના બહુ તોફાન ચાલે છે, મનના પરિણામોના ઠેકાણા નથી, કાયાની પણ પવિત્રતા રહેતી નથી. આવા ભયાનક સંસારમાં ચાર શરણ એમીલીટ્રી છે. તેના વિના ચારે બાજુ ભય છે. હૃદયમાં આ ૪ ને રાખીએ એટલે નિર્ભય બની જઈએ. આ ૪ જ આપણા રક્ષક છે. દ્રવ્ય સંસાર તો ખરાબ છે પણ ભાવ સંસાર તો એથીયે વધુ ખરાબ છે. સહેજ નિમિત્ત મળે ને અંદર કષાયો ઉથલા મારે. ખરાબ વિચારો એ આત્માની કતલ છે. પર For Person Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ અશાતા વેદનીય માત્ર શરીરને પીડે છે. જ્યારે મોહનીય કર્મ મનને પીડે છે, ન કરવાના પાપો કરાવે છે? છતાં આપણને શેની હાય-વોચ વધુ લાગે ? રોગ આવે એની કે રાગ થાય એની ? આપણી દષ્ટિ રોગ તરફ છે પણ રાગ તરફ જોઈએ. આ મોહનીય કર્મના ઉદયનો સંસાર બહુ ભયંકર છે. આ ચાર શરણ જ રક્ષક છે. કેન્સરના રોગમાં શીતલતા અપાવે. આત્માની પરિપૂર્ણ રક્ષા કરે. જ્યાં જઈએ ત્યાં આ ચાર શરણને હૃદયમાં રાખીને જવાનું.. કો નવિ શરણં કો નવિ શરણં.... અશરણ છે બે ને એ હરણ અરિહંત, સિદ્ધ-સાધુ અને ધર્મ એ ચાર જજીવને શરણરૂપ છે એના વગર જીવ આ ઘોર સંસારમાં અશરણ છે, નિરાધાર છે, સિંહ જંગલમાં ફરવા નીકળે ને હરણોના ટોળા પર તરાપ મારીને મોંમાં લઈ લે અને સામે હજાર હરણ હોય તો પણ જોયા કરે, આ હરણને બચાવી ન શકે. મૃત્યુરાજારૂપી સિંહ જ્યારે ત્રાટકશે ત્યારે આજુબાજુના બધા સગાઓ, માતા-પિતા-ભાઈ-બહેન-બનેવી-કાકા-બાંધવો બધા ભેગા થઈને પણ તમને મૃત્યુથી બચાવી શકશે નહિ. મૃત્યુ આગળ કાંઈ ચાલવાનું નથી. આયુષ્ય કર્મ પૂરું થયા પછી તમે ૧ સેકન્ડ પણ જીવવાના નથી. કુદરતનો આ કાયદો તીર્થકરોને પણ લાગુ પડે. તિર્થકરમાં તો અચિંત્ય સામર્થ્ય, જબરજસ્ત પુચ્ચાઈ, છતાં એવા પણ ભગવાન પોતાનું ૧ સમયનું આયુષ્ય ન વધારી શકે, ગઈકાલે (૫૫) ૫૫ For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ મળ્યા ને આજે મળ્યા એમાં એક દા'ડો ઓછો થઈ ગયો. આયુષ્ય એટલું ઘટ્યું તમે એક ક્ષણ પણ આયુષ્યની વધારી શકવાના નથી. પછી કાળરૂપી સિંહ છલાંગ મારીને આવી જશે ત્યારે શોક ન કરશો. પછી ન કહેતા કે મારે તો દેરાસર બંધાવવાની ભાવના છે. સાધર્મિક ભક્તિ કરવાની ઘણી ભાવના છે. પ્રાયશ્ચિત લેવાના રહી ગયા છે. અહીં તો કર્મસત્તા આગળ કંઈ ન ચાલે.. આયુષ્ય પૂરું થાય એટલે ચાલ્યું જ જવું પડે. જીવ અશરણ છે. એનું કાંઈ ધાર્યું થતું નથી. પછી શા માટે છાતી ફૂલાવીને ચાલો છો ? પુણ્ય ન હોય તો દાટેલી સોનામહોરોના પણ કોલસા થઈ જાશે અહીં શેનું અભિમાન કરવાનું શેના પર મુસ્તાક બનવાનું સદ્ગતિ દુર્લભ છે. જીવ નિરાધાર છે, અશરણ છે. સગરના ૬૦,૦૦૦ દીકરા, સારા પરિણામથી તીર્થરક્ષા માટે ખાડો ખોધો, ગંગાનું પાણી લાવ્યા ને દેવતા ગુસ્સે થતા બધાને સળગાવી નાખ્યા. આ ૮૦,૦૦૦ માંથી એકેય ન બચ્યા, ભસ્મીભૂત થઈ ગયા. આ તો સારું છે કે તીર્થરક્ષાને માટે ગયા હતા અન્ય કામ માટે ગયા હોત તો શી ગતિ થાય? વળી, કોણિક-ચેડા યુદ્ધમાં ૧ કરોડ, ૬૦ લાખ માણસ યુદ્ધની ભૂમિમાં મર્યા. એક જ દેવલોકમાં ગયો કારણ કે ખૂણામાં બેસીને શરણ, દુષ્કૃતગહ કરી, એનો એક નોકર, તેણે તેના જેવી જ પ્રતિપત્તિ ક્રિયા માત્ર દ્રવ્યથી કરી ને મનુષ્ય થયો. બાકીના બધા તિર્યંચ નરકમાં ગયા. સદ્ગતિ બહુ દુર્લભ છે. આ ચાર ને પકડી લો. ગમે તે સ્થિતિમાં ૫૬. For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ આ ૪ ને છોડવાના નહિ, તો સદ્ગતિ મળે. અરે ! મરૂભૂતિ, પાર્શ્વનાથ ભગવાનનો જીવ ભૂલો પડયો ને સમાધિ ગઈ. વેદના, આર્તધ્યાનમાં મન ગયું. કોઈ પુણ્યશાળી આખી જીંદગી તંદુરસ્ત રહે પણ છેલ્લે મૃત્યુ વખતની પીડા સહેવાની આવશે, ત્યારે શું? ત્યારે શું આ ચાર શરણ યાદ આવવાના ખરા! વૈયાવચ્ચ કરનારા કમાઈ ગયા કારણ બીજા માટે કષ્ટ સહન કર્યા છે પણ જેની પાસે આવાં યોગો નથી તેની સદ્ગતિનું શું? બદામ ખાતા વિચારો કે આમાંથી દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના થવાની છે? જો ના તો તે તમારી બદામ નિષ્ફળ. આ મિષ્ટાનનો ટુકડો આરાધના કરવા મોંમા નાંખીએ કે મમતા રાગ પોષવા? ઉપદેશમાળામાં કીધું કે જેમાંથી રાત્રીની વૃદ્ધિ ના હોય એવી બધી દુન્વયી વસ્તુમાં હે સાધુ તારો અધિકાર નથી. દુનિયામાં નોકર માણસનો કશ કાઢતા આવડે, પણ આ શરીરને કેમ મફતીયા માલ ખવડાવીયે? આખરે એ શરીર જ આપણને પાડશે. દુકાનમાં શેઠે નોકરના માથે બધો ભાર નાખ્યો ને નોકર એવા પાકા નીકળ્યા કે છેલ્લે શેઠને દુકાનમાંથી કાયા, કબજો લઈ લીધો.. સાધુને દર્શન-૩ સિવાય બીજો અધિકાર નથી, એના સિવાયનું જેટલું કરો તેટલા ગુનેગાર છો. પણ જેમ સાધુને અધિકાર નથી તેમ શ્રાવકને પણ દર્શન - ૩ અને સાથે (૫૦) પછ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ આજીવિકાની માત્ર છૂટ, બાકી નહિ. મેચ, સીનેમા જોવાનો અધિકાર ખરો? વધારાનો પરિગ્રહ રાખવાનો અધિકાર ખરો? કાંઈ જ નહિ, રત્નત્રયીની આરાધના સુખેથી થાય છે. પૂરતી આજીવિકાની છૂટ, બાકી નથી..... આ ચાર શરણ બધી આપત્તિમાંથી ઉગારશે. આપત્તિ બે પ્રકારની (૧) બાહ્ય આપત્તિ એટલે શરીર, ઘર, ચોરી, અપહરણ એમાંથી યોગ-ક્ષેમ, રક્ષા કરે ને (૨) અત્યંતર આપત્તિ, વિષયકષાયના ઉથલાઓ, સંકલેશ, ઉદ્વેગમાંથી પણ બચાવે. મરતી વખતે જ નહિ, પણ જીવતાય આ ચાર જ રક્ષણ કરશે. સ્મરણ ટુ શરણ, શરણ ટુ સમર્પણ આ ચારને બરાબર હૃદયમાં સ્થાપિત કરવાના. એ ત્રણ રીતે મરણ, શરણ અને સમર્પણ. ક્યારેક જ ભગવાનને યાદ કરીએ તે સ્મરણ. શરણમાં ગૌણ-મુખ્યભાવ આવે. અમારા જીવનમાં અરિહંતાદિ-૪ એ પ્રધાન વસ્તુ છે. નીકટના સગા છે. જ્યારે સંસાર એ દૂરનો સગો છે. જેનું શરણ હોય તે મુખ્ય તરીકે હૃદયમાં સ્થાપિત હોય. ઘરની તિજોરીમાં રત્નો હોય, સોના-ચાંદીના ઘરેણા હોય, કપડાઓ હોય, ખાવા-પીવાની ચીજો પણ હોય છતાં દરેક પરનો ભાવ સરખો કે જુદો જુદો ? તો જુદો જુદો જ હોય... રત્નો પરનો ભાવ વધારે જ હોય... રત્નોને સ્થાને અરિહંત છે... બીજું બધુ હોવા છતાં નીકટના સગા અરિહંતાદિ-૪, આનું નામ શરણ. For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ આવું શરણ સ્વીકારીએ તેનું ફળ શું ? બધી આપત્તિઓમાંથી રક્ષણ થાય. જ્યારે સમર્પણ એટલે હૃદયમાં માત્ર એક જ અરિહંતાદિ-૪, બાકી બધાને વોસીરાવી દીધા. મારે માત્ર આ ૪ સાથે જ સંબંધ આ છે સમર્પણ...... એ હજી દૂરની વાત છે પહેલા શરણમાં તો વ્યવસ્થિત સેટ થાઓ. જેણે અરિહંતાદિ ૪ નું શરણ સ્વીકાર્યું તે જગતમાં નિર્ભય બની ગયા. જેણે આ ચારને હૃદયમાં રાખ્યા તેને બધા ગ્રહો ને શુકનો બધા અનુકૂળ થઈ ગયા. આ ગ્રહો બધા અરિહંતના દાસ છે. એમની સેવા કરનારા છે. આ ચારને અસ્થિમજ્જા કરવાના છે. મારા જીવનમાં આ ચાર જ પ્રધાન છે. આપત્તિ કે કષ્ટ તો આવે કે ન પણ આવે પણ આપણી શ્રદ્ધા મજબૂત જોઈએ. આ તે શ્રદ્ધા : એકવાર ફોરેનમાં વરસાદની તકલીફ હતી... વરસાદ આવતો ન હતો.. બધા પ્રાર્થના કરવા ચર્ચમાં ગયા. એક નાની છોકરી છત્રી લઈને ગઈ. લોકો પૂછે કેમ ? કહે- પ્રાર્થના કરશું ને વરસાદ આવશે જ માટે છત્રી જોઈએ ને ? કેવી શ્રદ્ધા ! આવી શ્રદ્ધા જોઈએ. કદાચ ક્યારેક સારુ ન થાય તો પણ તેના ગર્ભમાં સારું જ સમાયેલું હોય છે. ભગવાનનું શરણ લીધા પછી પણ ક્યારેક નુકશાની દેખાય ત્યારે તે પણ કંઈક સારું થવા માટે જ હોય છે એ સમજી રાખજો. આગળ વાત કરી, તેમાં સગરના ૬૦,૦૦૦ એકી સાથે ૫૯ For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ બળીને ભસ્મીભૂત થઈ ગયા ત્યારે તેમની સાથેના નોકરચાકરો ભયંકર કકળાટ કરે છે. એ લોકો પણ સાથે બળી મરવા તૈયાર થાય છે ને એમને બચાવવા ઈન્દ્ર આવે છે.. પેલા ૬૦,૦૦૦ બળતા હતા ત્યારે ઈન્દ્ર ન આવ્યા પણ આ નોકર ચાકરોને બચાવવા આવ્યા. કેવી કર્મસત્તા ! બધું પુણ્યના આધારે છે. દેવતાઓ પણ પુણ્ય હોય તો આવે. પુણ્યના પુંજ ઉભા કરી દો. એવું એક પણ પુણ્ય નથી કે જે અરિહંતની ભક્તિથી ન જ મળે. બસ! એમની કૃપા મેળવો. જે રીતે મળતી હોય તે રીતે મેળવો. પૂછો ગુરુ મ. ને કેમ મળે? આવા દેવ-ગુરુ મળ્યા પછી શું કામ જગતમાં ભીખ માંગવી પડે? પુણ્ય ઉભું કરો. એ માટે સમર્પણભક્તિ કરો. પૂજા આરતિ વગેરે ભક્તિ ખરી પણ અરિહંતનું શાસન હૃદયમાં ઉતારી દો એ જ અરિહંતની ખરી ભક્તિ છે. એ પ્રતિપત્તિ પૂજા છે. વેપારમાં અનીતિ નથી કરવી એવો વિચાર આવ્યો એ પણ પ્રતિપત્તિ પૂજા છે. આજ્ઞાપાલનરૂપ પૂજા છે. વિનશ્વર જગતઃ ઈન્દ્ર આવીને નોકરોને બચાવ્યા. કહે, હવે તમે ન મરશો. જાવ ચકી પાસે, હું એનો જવાબ આપીશ. બધા પહોંચ્યા તે પહેલાં ઈન્દ્ર બ્રાહ્મણનું રૂપ લઈને નાટક રચ્યું. ખભા પર મડદું લીધું છે. એક કરૂણ દેશ્ય ઉભું કર્યું છે, જોરથી બોલ્યા કરે છે, મને મંગળ અગ્નિ આપો. સગર સાંભળે છે, કહે, “કોણ બોલે છે તેને બોલાવો. For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ તેના દુઃખ દૂર કરો. આ કરૂણ આક્રંદ સંભળાતું નથી.” સૈનિકો બ્રાહ્મણને લઈને આવ્યા. બ્રાહ્મણ રાજાને કહે, “મારો દીકરો મરી ગયો છે. ગઈકાલે સાંજે સાપ કરડયો... શરીર લીલુછમ બની ગયું છે. સજ્જન માણસના હૃદય માખણ જેવા હોય છે જે બીજાના દુખને જોઈને દ્રવી જાય છે. જગતના જીવોના દુઃખ રૂપી અગ્નિથી એનું હૃદયરૂપી માખણ પીગળી ઉઠે છે. બ્રાહ્મણ મંગળ અગ્નિ માંગે છે. સાગર દ્રવી ઉઠયો કહે, ગાંડા, મરેલા કાંઈ જીવતા થયા છે ખરા? બ્રાહ્મણ કહે, ગઈ રાત્રે મેં કુળદેવીને પ્રસન્ન કરી. તેણે કહ્યું હું બચાવું પણ મંગળઅગ્નિ લઈ આવ. હું આખા ગામમાં ફર્યો પણ ન મળ્યો. આ મંગળ અગ્નિ એટલે જેના ઘરમાં એક પણ મરણ ન થયું હોય એના ઘરનો અગ્નિ. સગર કહે, “બ્રાહ્મણ, તમે શું વિચાર કરો છો અમારા કુટુંબમાં ય ઘણા મરણ થયા છે. અરે! તમે સમજો. કુળદેવીએ તમને પ્રતિબોધ કરવા જ આ કહ્યું.... આખું વિશ્વ પ્રતિક્ષણ બદલાય છે, જન્મો ને મરો. ભૂદેવ! મરણ તો બધાને આવવાનું જ” અને આ જ સમયે બધા નોકર-ચાકરો રોતારોતા આવે છે. ' સગર પૂછે છે રડો છો કેમ? શું થયું? વાત કરી ૬૦,૦૦૦ ને દેવતાએ અગ્નિથી બાળી નાખ્યા છે. આટલી બધી શિખામણ પેલા બ્રાહ્મણઈન્દ્રને આપવા છતાં આ વાત સાંભળતા જ સગર For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ મૂર્છિત થઈ ગયો. આ સગરના ૬૦,૦૦૦ પુત્રૌને હવે કોણ પાછા લાવી શકે તેમ છે ? આ અશરણ સ્થિતિ તો વિચારો, કોણ બચાવી શેકે? સમર્પણનું જીવનું સત્વ ન પણ હોય. સંસાર છૂટતો ન હોય તો વચલું Step શરણનું પકડવાનું. સગરના ૬૦,૦૦૦માંથી એકેય ન બચ્યા... સમ ખાવા પૂરતો ૧ પણ નહિ. સુલસાના ૩૨ પુત્રો એક જ બાણે વિંધાઈ મર્યા. આ સંસાર અસાર છે. અહીં લાખ પણ એક દિ' રાખ થઈ જશે. આ સંસારમાં કોનો આશરો ? વિચાર તો કરો ! કરોડોની સંપત્તિ હોય તો પણ આયુષ્ય પૂરૂ થતા એકેન્દ્રિય ને બેઈન્દ્રિયમાં જતા રહેવાનું, આ સંસારમાં રક્ષક આના સિવાય કોઈ છે જ નહિ. ઉઠતા, બેસતા, ચાલતા, જમતાં એક જ વિચારો કે આ ૪ સિવાય હું અશરણ છું. આ ચાર સિવાય બીજા સાથે કોઈ લેવા દેવા નથી. ભગવાનનું વચન એ જ મારું સર્વસ્વ. આ ચારનું શરણ વારંવાર કરો આપત્તિ દૂરથી ભાગી જશે. ગ્રહો પણ હેરાન કરતા અટકી જાય. અપશુકન બધા શુકન થઈ જાય. બીજા ભવમાં દુર્ગતિથી આ ચાર જ અટકાવશે. આ ભવમાં પણ ભાવ સંસારથી પણ આ જ આપણું રક્ષણ કરશે. હરિભદ્રસૂરિ મ. કેવા કષાયમાં ફસાયા હતા. પોતાના બે શિષ્યોને બૌદ્ધોએ ખલાશ કરી નાખ્યા. આ બે જ શિષ્યો હતા. બૌદ્ધોનો આ જુલમ એ સહન ન કરી શક્યા... અહીં, ૬૨ For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ બીજાના વાંકે આપણે કષાય કરશું તો આપણે જ દંડાશું. ગચ્છાધિપતિશ્રીએ એક વાત લખી કે ન્યાય કોને કહેવાય? કોઈએ લાખ રૂપિયા દબાવી દીધા હોય તો તે પાછા મેળવવા લડવાનું કેસ કરવાનો તે લૌકિક ન્યાય... પણ લોકોત્તર શાસનમાં જ્યાં કષાય હોય ત્યાં ન્યાય ન હોય... સ્વ પરનું અહિત તે અન્યાય, હિત તે ન્યાય. કષાયનો હાસ, આત્માનો શુભ પરિણામ તે જ જાય. હરિભદ્રસૂરિ જેવા પણ આ કષાયમાં ચડી ગયા બાંયો ચડાવી દીધી. આટલા મહાન પુરુષ પણ આવેશમાં ચડી ગયા. બોદ્ધોના ગુના પર એમણે કષાય કર્યો. અગ્નિશમ તાપસ ૩-૩ માસક્ષમણના પારણા ચૂકાઈ જાય..... અહીં બન્ને પારણા સુધી પરિણામ સારા રાખ્યા પણ ત્રીજા પારણે Down. ગુસ્સે થઈ ગયા. આ વૈરી જ છે. હવે એને બતાવી દઉં. વાંક રાજકુમારનો છે અને કષાય પોતે કર્યો. આ મનને બહુ પકડવું પડશે, નિયંત્રણ, સમતુલામાં રાખવું પડશે. આપણી તો ડાગળી ઘડીકમાં ખસકી જાય છે ને ! ક્ષપકશ્રેણી એમનેમ નથી આવતી. ચામડી ઉતારનાર પર ભાઈ કરતા ભલેરાનો ભાવ આવવો જોઈએ. ગુરુશરણે કર્યું રક્ષણ. હરિભદ્રસૂરિ મ. ચૂક્યા. અંબિકાદેવીને સાધી રાજમહેલમાં બૌદ્ધોને જીત્યા. શરત કરી હતી કે હારે એણે માથુ આપી દેવાનું. આખી યોજના હતી, મંત્ર-તંત્ર જાણતા હતા. ૧૪૦૦ ૬૩. For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ સાધુને કાગડા બનાવીને તેલની કડાઈમાં જીવતે જીવતા તળવાના હતા. એના જ વિચારો ચાલતા હતા, બધી તૈયારી પણ થઈ ગઈ હતી. પણ અરિહંત-ગુરુનું શરણ હૃદયમાં હતું તે બચાવવા આવ્યું. ગુરુએ એક ચબરખી મોકલી. બે શ્લોક લખ્યા હતા. જેણે કષાય કર્યો તેનો આત્મા અનંત સંસારમાં રખડી ગયો, જેણે ક્ષમા રાખી તેનો મોક્ષ થઈ ગયો. ગુણસેનરાજા/સિંહરાજાનો જીવ ક્ષમા રાખે છે ને અગ્નિશમ/આનંદનો જીવ ક્રોધ કરે છે. અહીં જુઓ કે આ ગુરુનું શરણ ન હોત તો શું થાત? ભલે કષાયોમાં ચડયા પણ હૃદયમાં ગુરુ બેઠા હતા તેને કારણે એ કાગળ ખેંચાઈને આવ્યો. એકનો મોક્ષ ને બીજાનો અનંત સંસાર ! મારી શી દશા? હું મરીને ક્યાં જઈશ? મેં કેટલો આવેશ, કષાય કર્યો? આ ચિઠ્ઠી ન મળી હોત - બે ત્રણ દિવસ મોડી મળી હોત તો કેટલો પાપ બંધ થયો હોત? આ ગુરુના શરણે હરિભદ્રસૂરિ મ.ના પરિણામની રક્ષા કરી. રત્નકણિકા સૂર્યનાં કિરણો દોરી શકાય પણ તેમાંથી તેજ ન પ્રગટે, તેમ ત્યાગની નકલ કરી શકાય પણ તેમાંથી વૈરાગ્યનું માધુર્ય ન પ્રગટે. @ જગતમાં પદ મળે એટલે મદ આવે છે. For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ શરણે જાય તે, તરી જાય. અરિહંતનું શરણ સ્વીકારવાનું. આ “અરિહંત” એ ૪ અક્ષરમાં અજબગજબની તાકાત છે. એટમબોંબમાં અમુક અમુક પ્રકારના અણુઓ ભેગા થઈને પ્રચંડ શક્તિ ભેગી થાય તેમ અમુક પ્રકારના અક્ષરનો સંયોગ થાય તો તેની પણ જબરજસ્ત તાકાત થાય. સંયોગમાં તાકાત વધે. વિઘટિત હોય તો તાકાત ઘટે. સંયોગમાં શક્તિ ઉત્પન્ન થાય છે. કહેવાય પણ છે કે સંઘે શક્તિ કભિયુગે કળીયુગમાં સંઘમાં શક્તિ છે. એકને બદલે બે ભાગીદાર થઈને ધંધો કરે તો મોટો થાય એમ અક્ષરમાં પણ. પરંતુ જેમ બધા મૂર્ખાઓ ભેગા થઈને લીમીટેડ કંપની ન ચાલે એને ચલાવવા એક એંજિનિયર, એક ઉધોગપતિ એમ બધાનો સમ્યક્ સમન્વય જોઈએ. તેમ ગમે તેમ અક્ષરો ભેગા થાય ત્યારે શક્તિ પેદા ન થાય એ તો અમુક પ્રકારે અમુક અક્ષરો ભેગા થાય તો આ શક્તિ ઉત્પન્ન થાય. માટે જ જ્ઞાની ભગવંતોએ ૬૮ અક્ષરનો સંયોગ કર્યો. નમસ્કાર મહામંત્ર..... જેમ જેમ સૂક્ષ્મમાં જઈએ એમ તાકાત વધે. હવામાં સૂક્ષ્મ મોજાઓથી જ ટી.વી. ચેનલો ચાલે છે ને. મૂળ વાત, કે અરિહંતાદિના શરણમાં એને હૃદયમાં મુખ્ય સ્થાન આપવાનું. એ જ પ્રધાન. બાકી બધુ ગૌણ. આપણે એનું શરણ સ્વીકારીએ એટલે આપણી બધી ચિંતા એના માથે આવી જાય. આપણી રક્ષા કરવાની જ્વાબદારી અરિહંતની થઈ જાય. પણ શરણ કોનું હોય ? તો કે જે સક્ષમ હોય. ૫ For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ જેનામાં તાકાત હોય તેનું. આ અરિહંતમાં બધી જ તાકાત છે. ગમે એવા પણ કર્મો દૂર થઈ જ જાય. બધુ ખૂટતું પુણ્ય પૂરી આપે... અરિહંતથી દુનિયાના બધા સુખો મળી આવે. સિદ્ધના શરણથી નડતા કર્મો દૂર થઈ જાય. સાધુના શરણથી જીવનની જે કાંઈ નબળાઈ, આશ્રવો હોય તે અટકવા માંડે સાધુ સંપૂર્ણ સંવરમાં છે માટે તેમના શરણથી પ્રવૃત્તિના પાપો જાય. ધર્મના શરણથી બધા કર્મની નિર્જરા થવા માંડે. શ્રેણિક મહારાજા મહાવીર ભગવાનના શરણે ગયાને સુખી થઈ ગયા. ભગવાનના સમાન બની જવાના! જેનું શરણું સમર્પણ થાય એના જેવા આપણે બની જઈએ. મોહરાજા બહુ બળવાન છે. આપણે જેમ જેમ ઊંચે ચડીએ એમ એમ એની છાવણીમાં ફડફડાટ વધે, સામે વળતા મોહના હુમલા આવે પણ આપણે શરણ લઈને જઈએ તો કાંઈ ભય નથી. શરણને છોડવાનું નહિ. દરિયામાં પાટીયું હાથમાં આવી ગયું છે.હવે એ છૂટવું ન જોઈએ, આપણને એ જ તારશે. દ્રવ્ય અને ભાવ, બેય અપાયથી રક્ષા થાય મુંબઈ જવા બસમાં બેઠા પછી રસ્તાની, ખાડા-ટેકરાની કોણ ચિંતા કરે ! ૨૦૦-૫૦૦ ટીકિટના આપીને એના વિશ્વાસે જેમ બેસી જઈએ છીએ તેમ અહીં પણ ટીકીટ કઢાવી લ્યો ! શાસનની નાવમાં બેસી જાવ. આ ચાર શરણા શાસનની નાવ છે. તેમાં એટલી બધી તાકાત છે કે દ્રવ્ય અને ભાવ બેય ૬૬ For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ અપાયથી રક્ષા કરે. અપાય એટલે દુખો, પ્રતિકૂળતા, રોગ, પેઢીની ચિંતા એ દ્રવ્ય અપાય. મોહ, રાગ, રતિ, વેદના, એ બધા ભાવ અપાયો છે. મનની અંદર ઉઠતા અધ્યવસાયની રક્ષા આ કરશે. મોહના સુભટો દૂરથી જ ભાગી જશે. શરણને બરાબર સ્વીકારી લેવાનું. મુનિસુવ્રત સ્વામી ઘોડા માટે રાત્રે ૬૦ માઈલ ચાલીને ગયા કારણ ઘોડાએ અરિહંતનું શરણ સ્વીકાર્યું હતું. ઘોડો તો અશ્વમેઘ યજ્ઞમાં ખતમ થઈ જવાનો હતો. પણ શરણ એવું પકડયું હતું કે ભગવાનને સામે ચાલીને આવવું પડયું. જેમ જેમ અરિહંતાદિના શરણ સ્વીકારીએ તેમ તેમ ઉત્કૃષ્ટ કોટિના સંયોગો સામે ચાલીને મળે, સારા ચારિત્રમાર્ગની આરાધના મળે. શરણે જાય તે તરી જાય ? વળી, ભવ્યત્વનો પરિપાક કરવા વિચારવાનું કે આ ચાર જ શરણરૂપ છે, બીજું કાંઈ નહિ. ભયંકર માંદગીમાં ભાઈ, બેન, માતા કોઈ રક્ષા ન કરી શકે. આપણી રક્ષાની તાકાત આ ચારમાં જ છે. મોટા મોટા ગ્રેડની સીક્યુરીટીવાળા ઉપડી ગયા પણ નમસ્કારમંત્ર જેના હૃદયમાં હતા તે તરી ગયા. આવનારી આપત્તિ સંપત્તિમાં મનમાં દેટ ધારી રાખો કે આના સિવાય કોઈ રક્ષણ કરનારું નથી. આપણા જીવનની લડતમાં આ ૪ સિવાય છૂટકો જ નથી... બીજે ક્યાંય ઠેકાણું પડવાનું નથી. મનમાં આવતા ભયંકર વિચારોથી આ જ બચાવશે. મન આત્માને આધિન નથી. મન આત્માને હિત કરનારું હોય તો કોઈ વાંધો નથી છે. For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ પણ એવું નથી. એક ભૂંડ ખાઈ-પીને ઉકરડામાં પડ્યું હોય તો તેનું મન ક્યાં દોડે? શું વિચારો આવે ? ઉકરડાના કે બીજા...કારણ, તેણે ઉકરડા સિવાય કાંઈ જોયું જ નથી. આપણા જીવે પણ અનાદિકાળથી વિષયોરૂપી ઉકરડા સિવાય કાંઈ જોયું નથી. આહારસંજ્ઞાઓમાં જ રખડયા છીએ. આ એક નહિ અનાદિભવોથી આપણે પાંચ ઈન્દ્રિયોમાંજ ભટક્યા એટલે હવે તેના જ વિચાર આવે.. બગીચા તો જોયા જ નથી. ' ધર્મવૈયાવચ્ચ/આરાધના/સ્વાધ્યાયી પરમાત્મભક્તિ, ક્ષપકશ્રેણીના ઉધાન તો જોયા જ નથી. હવે આ લાવવું હોય તો બગીચામાં ફરવું પડે. ભમરાને હંમેશા ફૂલોનો જ વિચાર આવે... હવે રખડવાનું બદલો. ધર્મના બગીચામાં ફરો... તમારા પરિણામ સુધરી જશે. નહિતર મન બહુ ભયંકર છે. વાંકુ ચાલ્યું ને નરકના કર્મ બાંધી દેશે. આત્મા એ શેઠ છે, મન એ મેનેજર છે. મન માલિકને નીચે ધકેલી દે એવું છે એને કોણ વશ રાખે ? શરીરથી સમાજની મર્યાદા નડે પણ મનથી તો બધા ભચંકર પાપો થઈ શકે. એમાંથી કોણ રક્ષા કરશે ? મિથ્યાત્વ અને કષાય મોહનીચના કર્મો અંદર પડયા છે. આજે જે થોડા શાંત થયા છે તે દેવ-ગુરુનો પ્રભાવ છે. પરમાત્મા જ રક્ષણહાર છે. આત્મામાં ઘણા કર્મચોટ્ટાઓ પડયા છે. એ ક્યા ટાઈમે ક્યું ખરાબ કામ ન કરાવે એ કંઈ કહેવાય નહિ ને પાછા ઉદયમાં આવે ત્યારે નવા કર્મોનો બંધ તો ખરો જ. હવે અરિહંત () ૬૮ For Personal & Private Use Only • Page #76 -------------------------------------------------------------------------- ________________ એ જ શરણ. કહી દેવાનું હે દેવાધિદેવ ! મિથ્યાત્વનું તોફાન આવે તો તું બચાવજે તું જ માતા છે. હું ખરાબ રસ્તે રખડી જાઉં તો પાછો બોલાવજે. ભગવાન તું જ રક્ષણહાર છે. આજે આટલી વિકટ પરિસ્થિતિમાં દુનિયા જીવે છે તો આવતી કાલનું શું? એમાં જિનશાસનનું શું થશે ? સંઘો તીર્થો, દેરાસરોનું શું ? ધર્મ, સંસ્કૃતિ ઉપર મોટી આફતો આવી છે. આ બધા ઉપસર્ગોમાંથી હે ભગવાન ! હવે તું જ બચાવજે. હે પરમાત્મા ! આ દુનિયામાં મને મારા પાપોથી, મારા દુઃખોથી છોડાવનાર કોઈ જ નથી. અમરકુમારને માતાએ છોડી દીધો. અહીં સવારે કિલ્લો ચણે ને રાત્રે પડે. આપણું પણ એવું જ છે. કરોડો અસંખ્ય ભવોમાં કિલ્લા રચ્યા ને મૃત્યુ આવે એટલે બધું ઘ્વસ્ત એક મરણનો સપાટો બધુ સાફ કરી જાય.. પણ હવે જિનશાસન મળ્યા પછી એવું કરવાનું કે મૃત્યુ કાંઈ કરી ન જાય. અલમસ્ત શરીર પણ મૃત્યુ આવતા બળી જવાનું પણ એ શરીરથી કરેલી આરાધના સાથે આવશે. ભેગા કરેલા કરોડો રૂ।. એકસાથે મૂકીને જતા રહેવાનું પણ સુકૃતની કમાણી સાથે આવશે. એવું કરો કે આપણા કરેલા પ્રયત્નોને મૃત્યુ ફેલ ન કરી શકે. અહીં કિલ્લો રાતે તૂટી જાય છે. સલાહ મળી કે ૩૨ લક્ષણા પુરુષનો વધ આપો. રાજાએ જાહેરાત કરાવી પણ દીકરો કોણ આપે ? પણ એકને ૫-૭ હતા ને કીધું આ એકને લઈ જાવ.... પેલો બધા પાસે ગયો. બાપા કાકા બધાની આગળ ૬૯ For Personer & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ન કરગર્યો પણ બધાએ કહી દીધું અમારું કાંઈ ન ચાલી શકે અમે શું કરી શકીએ ? આ દુનિયામાં અરિહંત સિવાય કોઈની શરણ આપવાની તાકાત નથી. આ ચાર એ હૃદયમાં મુખ્ય તરીકે જોઈએ. વસ્તુપાળે મંત્રી પદ લેતાં શરત કરી કે મારા દેવ-ગુરુ ધર્મ પહેલાં પછી તમારું રાજ. એમ ન કીધું કે મારો પરિવાર પહેલો. કહી દીધું દેવ-ગુરુ ધર્મને બાજુ પર મૂકી તમને નહિ સાચવું. આવું મંજૂર કરીએ એટલે અરિહંતનું શરણું રાખ્યું કહેવાશે. રત્નકણિકા ગુણ માત્ર ગાવાના જ નથી હોતા, કિન્તુ ગ્રહણ પણ કરવાના હોય છે. કેરી માત્ર સૂંઘવાની જ નથી હોતી, કિન્તુ ખાવાની પણ હોય છે. તે આત્મા ધન્ય છે. જેના હૃદયમાં ગુરુ વસે છે પણ તે આત્મા ધન્યાતિધન્ય છે, જે ગુરુના હૃદયમાં વસે છે. ७० For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ અરિહંતે શરણં પવજ્જામિ : ૪ શરણમાં ૧ લુ શરણ અરિહંતનું સ્વીકારવાનું. શરણ ક્યાં સુધી ? જાવજજીવ, યાવત્ જીવ, જ્યાં સુધી આ શરીરમાં જીવ છે ત્યાં સુધી. ભવોભવ કેમ નહિ ? ભવોભવ શરણ લઈએ ને બીજા ભવમાં અરિહંતને બદલે સામાન્ય દેવ મળે તો લીધેલું શરણ તૂટી જાય માટે ભવોભવ નહિ. આ શરણ ભાવપૂર્વક લેવા અરિહંતોને વિશેષણ પૂર્વક યાદ કરવાનાં. (૧) પરમતિલોનાદા નાથ એટલે રક્ષક. અથવા તો યોગ અને ક્ષેમ કરે તે નાથ. પરમાત્માની કૃપાથી જ મોક્ષમાર્ગમાં નવા નવા યોગની પ્રાપ્તિ થાય. પ્રાપ્ત થયેલા યોગોની રક્ષા પણ પરમાત્માનો કૃપાથી જ થાય. અરિહંત એ દુર્ગતિમાં પડતા જીવોની રક્ષા કરે. બાહ્ય અને આત્યંતર દુશ્મનો સામે જીવની રક્ષા કરે. વળી, ત્રણે લોકના બધા જીવોની રક્ષા કરનાર અરિહંત છે. (૨) અણુત્તરવુĪસંમારા અનુત્તર પુણ્યના સ્વામી છે. દુનિયામાં કોઈનું ન હોય એવા પુણ્યને ધારણ કરનારા છે. ઈન્દ્રોને બોલાવવા ન પડે, દોડી દોડીને આવે. અરે ! હું પહેલો, હું પહેલો એમ કરતા આવે. ભગવાનનો જન્મ થાય ને ૧૪ રાજલોકમાં અજવાળા થઈ જાય, આખું આકાશ દેવતાઓથી ભરાઈ જાય. અસંખ્ય દેવતાઓ મેરૂ પર્વત પર આવી જાય. ઈન્દ્ર મહારાજા ભગવાનના ઘરે આવે. પ્રભુને તો વંદન ૧ For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ કરે પણ એમની માતાને પણ વંદન કરે. કહે, “હે જગત દીપીકા ! જગતમાં પ્રકાશ કરનાર પુત્રને જન્મ આપનાર રત્નકુક્ષી માતા, આપને વંદન હો.” માતા પાસે પ્રભુનું બીજુ રૂપ મૂકે. માતાને અવસ્વાપિનિ વિધા આપે અને ભગવાનને અભિષેક માટે લઈ જવા પાંચ-પાંચ રૂપો ધારણ કરે. ૧ રૂપથી ભગવાનને પોતાના હાથમાં લે. બીજા રૂપથી ભગવાનને માથે છત્ર ધરે. ૧ રૂપથી હાથમાં વજ્ર ઘરે. અને બાકીના ૨ રૂપથી ચામર લઈને પરમાત્માને વીંઝે. જન્મતાની સાથે જ કેવું પુણ્ય ? ૧ કરોડ અને ૬૦ લાખ કળશોથી દેવતાઓ અભિષેક કરે. કળશના નાળચા ૧ યોજનના હોય. દેવતાઓ સેવામાં હાજર હોય એવા ઉત્કૃષ્ટ પુણ્યના સ્વામી તિર્થંકર દેવો હોય. તિર્થંકર ભગવાન માતાના ગર્ભમાં આવે ત્યારથી તેનો પ્રભાવ શરૂ થઈ જાય. ઘણીવાર ભગવાનનું નામ પણ એ રીતે પડે. અજીતનાથ ભગવાનના માતા-પિતા સોગટાબાજી રમે. માતા દરેક વખતે હારે પણ અજિતનાથ ભગવાન ગર્ભમાં આવ્યા એટલે માતા જીત્યા. અજિતનાથ નામ પડયું. સુમતિનાથ નામ કેમ ? એ કાળમાં રાજયમાં એક જટિલ પ્રશ્ન આવ્યો. પતિ મરી ગયો. બે પત્નીને એક પુત્ર. જેનો પુત્ર હોય તેને સંપત્તિ મળે. બંને કહે પુત્ર મારો જ છે. હવે પુત્ર કોનો છે એ કેમ ખબર પડે ? મહારાણી કહે, “હું ન્યાય કરૂં. પુત્રનાં બે ટુકડા કરો અને બંનેને એક એક ટુકડા અને અડધી મિલ્કત આપી દો. ૦૨ For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ આ સાંભળીને સાચી મા રોઈ પડી. તે કહે “મારા પુત્રને મારશો નહિ. મરે એના કરતા બહેતર છે કે તેની પાસે રહે.” બીજી પત્ની કાંઈ બોલી નહિ. તેને શું ? પુત્ર મરે તોય અડધી મિલ્કત મળે ને ! અહીં ન્યાય થઈ ગયો. રાણી કહે “પુત્ર અને મિલ્કત બંને પહેલી પત્નીને આપી દો આ બીજી પત્નીનો દાવો ખોટો છે.” એમ સુમતિનાથ, ભગવાન ગર્ભમાં હતા ને તેથી મહારાણીશ્રીને આવી બુદ્ધિ સૂઝી માટે સુમતિનાથ નામ પાડયું. (3) खीणरागदोषमोहा જેના રાગ દ્વેષ અને મોહ એ ત્રણ મહાદુશ્મનો ક્ષીણ થઈ ગયા છે તે. (૪) અચિંતવિતામળી ભગવાન અચિંત્વચિંતામણી છે. ચિંતામણી એ રત્ન છે. તેની અઠ્ઠમથી સાધના કરવી પડે. તે સિદ્ધ થઈ જાય પછી આંખો મીંચીને એની પાસે જે માંગીએ તે ક્ષણમાં હાજર થઈ જાય. સાત માળનો મહેલ માંગીએ તો એ હાજર થઈ જાય. કરોડો સોનામહોરો માંગીએ તો તે હાજર થઈ જાય પણ, આ ભગવાન તો આપણે જેટલું ચિંતવી પણ ન શકીએ એટલું ફળ આપે. ન માંગીએ તો ય આપે. હેમચંદ્રસૂરિ મ. લખ્યું કે તમારામાં બુદ્ધિ, સમજણ હોય તો એકમાત્ર આ અરિહંતને ભજો. બાકી બધું છોડી દો. તમારે 63 For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ માંગવું ય ન પડે સામે ચાલીને મળશે. તમારી કલ્પનાથીયે. વધારે મળશે. ભગવાનના ચરણમાં માથું મૂકી દેવાનું. મારે ભવોભવ તમારા શાસનની સેવા સિવાય કશું જ કરવું નથી. મારે આપના સિવાય કાંઈ જોઈતું નથી. (૫) મવનનહીોદ્દા આ ભીષણ ભવસમુદ્રમાં ભગવાન વહાણ જેવા છે. એમાં બેસીએ અર્થાત્ એમને ભજીએ એટલે આપણને સંસારની પાર ઉતારી દે. (૬) વંતશરળા : મારા માટે એકાંતે શરણ કરવા યોગ્ય છે. અષ્ટપ્રાતિહાર્ય યુક્ત, સમવસરણયુક્ત એવા દેવાધિદેવનું હું શરણું સ્વીકારું છું. ભવ્યત્વના પરિપાક માટે રોજ ૩ વસ્તુ કરવાની. ચાર શરણ. દુષ્કૃતની ગીં અને સુકતોની અનુમોદના. આ ૩ વસ્તુ કરવાની પણ સૌથી મહત્વની વાત એ છે કે તેમાં પ્રણિધાન જોઈએ. પ્રણિધાન વગર હજાર વાર ક્રિયા કરો તો ય જોઈએ તેવું ફળ ન મળે અને પ્રણિધાનપૂર્વકની ૧ વારની કરેલી ક્રિયા ઘણું ફળ આપી દે. કોઈ પણ કાર્યની સિદ્ધિમાં પ્રણિધાન એ મુખ્ય કારણ છે. આધ્યાત્મિક જગતમાં તમે જેની ઈચ્છા કરો, પ્રણિધાન કરો તેનું ફળ મળ્યા વગર રહે નહિ. પ્રણિધાનથી ! તીવ્ર રસવાળા કર્મો બંધાય. જે લક્ષ છે તે સિવાયની વસ્તુઓમાંથી ૪ For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ મનને પાછું ખેંચી એકમાત્ર લક્ષમાં મન પરોવવું તે પ્રણિધાન. પરમાત્માની પૂજા વિધિમાં દશત્રિકમાં ત્રિદિશાત્યાગ ત્રિક બતાવી. ત્રણે દિશાનો ત્યાગ કરીને માત્ર ભગવાન તરફ જ નજર. કોણ આવ્યું, ગયું, કોણ શું કરે છે કાંઈ જ ખબર ન પડે. પ્રતિક્રમણ કેવું હોય ?... પૂ. ભુવનભાનુસૂરિ મ. હંમેશા ઊભા ને ઊભા જ પ્રતિક્રમણ કરવાનું. એક એક શબ્દ પર ઉપયોગ હોય, તેના ભાવાર્થોથી ભાવિત થઈ જાય, એમના સંસારી પિતાશ્રી પણ એવા ! કાળુશીની પોળમાં રહે. આજુબાજુવાળા કહે, પ્રતિક્રમણમાં વંદિત્તાનો આદેશ આપ્યો હોય ને આખું વંદિત્તુ રડતા રડતા જ બોલે. વંદિત્તામાં આખા દિવસના પાપોની આલોચના આવે. માત્ર એકાગ્રતાપૂર્વક નહિ, અર્થોથી ભાવિત થઈને ક્રિયા કરવાની. એક એક સૂત્રો-અર્થોમાં કેટલા રહસ્યો ! એક અરિહંત ચેઈઆણંનું ફળ કેટલું? આખી દુનિયાએ પરમાત્માને જે વંદનાદિ કર્યા, પૂજા કરી, ભગવાનની સ્તોત્ર દ્વારા સ્તવનાદિ કરી, ભગવાનને વસ્ત્ર, ફૂલ જે ચઢાવવાદિ દ્વારા સન્માનાદિ કર્યા હોય, તે બધાનું ફળ આપણે મેળવવું છે. કેવી રીતે ? અનુમોદનાથી. તે બધાની અનુમોદના માટે ૧ નવકારનો કાઉસગ્ગ કરીને તે ફળ મેળવવાનું. કાઉસગ્ગ કેવા ભાવથી ? સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે, મોક્ષની પ્રાપ્તિ માટે કાર્યોત્સર્ગ ૫ For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ કરવાનો. પણ કેવી રીતે ? શ્રદ્ધાથી.માત્ર કોરી શ્રદ્ધા નહિ, બુદ્ધિપૂર્વકની શ્રદ્ધા. વળી, ઉતાવળથી નહિ ધીરજથી, ધૃતિપૂર્વક જે શબ્દો છે એમાં અર્થની ધારણાથી અને અનુપ્રેક્ષાથી અર્થોના ચિંતવનપૂર્વક કાઉસગ્ગ કરવાનો. વળી, આ બધું કેવી રીતે ? ‘વડુમાણીએ' વધતી જતી શ્રદ્ધાથી, વધતી જતી બુદ્ધિથી, ધારણાથી, વૃતિથી, અનુપ્રેક્ષાથી કાઉસગ્ગ કરવાનો, આ રીતે ભાવપૂર્વક કરેલા એક અરિહંત ચેઈઆણંનું કેટલું જબરજસ્ત ફળ મળે ! આ બધો લાભ ૧ નવકારના કાઉસગ્ગમાં મળી જાય. સૂત્રના શબ્દો એ મંત્રાક્ષરો છે. પાંચ દંડક સૂત્રો છે. નમ્રુત્યુર્ણ, અરિહંત ચેઈઆણં, લોગસ્સ, પુખ્ખરવરદીવટ્ટે અને સિદ્ધાણં-બુદ્ધાણં. આમાં તો ભારોભાર માલ પડયો છે. એક સૂત્ર ૫૦ વાર બોલીએ તોયે આગળ વધવાનું મન ન થાય. ૫ કલાક નમુત્યુર્ણમાં જાય. “અરિહંતાણં, ભગવતાણં” બોલ્યા જ કરીએ આગળ વધાય જ નહિ. ‘અરિહંત' શબ્દ આવે ને રૂંવાડા ઉભા થઈ જાય. એના શબ્દો એ મંત્રાક્ષરો છે. એક પદ પણ પ્રણિધાન પૂર્વક બોલીએ તો હમણાં મોક્ષ થઈ જાય. ઓછું કરો. પણ એકતાન થઈને કરો. એક નવકાર ગણો પણ એવા ભાવપૂર્વક ગણો કે મન એમાં ઠરી જાય. કેટલા મંત્રાક્ષરો ! નવકારના ‘નમો અરિહંતાણં' પદના માત્ર ૧લા અક્ષર ‘ન’ માં ૧૦૦૮ વિધાઓ છે. આ બધા સૂત્રોમાં ભીંજાતા આવડી જાય તો કામ થઈ જાય. ७५ For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ શરણ બીજું ભજે સિદ્ધનુંઃ બીજું શરણ કોનું? સિદ્ધ ભગવંતનું! તેમનું પણ અહીં વિશેષણોથી ભાવપૂર્વક શરણ સ્વીકારવાનું. (१) पहिणजरमरणा જેમના જન્મ, જરા અને મરણ નાશ પામી ગયા છે તે. જે પૃથ્વી પર હવે ફરી જન્મવાના જ નથી. આ ૩ મહારોગથી જે હંમેશ માટે છૂટી ગયા છે. (२) अवेअकम्मकलंका કર્મ એ આત્મા પર લાગેલું કલંક છે. આપણે કર્મોથી કલંકિત છીએ. સિદ્ધ ભગવંતોને કર્મ નથી. આથી તેઓ કર્મથી અકલંકિત છે. અરિહંતોને ઘાતી કર્મ ગયા. અઘાતી રહ્યા પણ એય હવે જવાના. એટલે અરિહંતો અને સિદ્ધો અકલંકિત. આપણે જન્મ લીધો એટલે જ સિદ્ધ થઈ ગયું કે કર્મ છે. કર્મ હોય તો જ જન્મ હોય. વળી પાછા દુઃખો ભોગવીએ છીએ રોગના, ઘડપણના. કુટુંબ પરિવારની માનસિક ચિંતાઓ આખી દુનિયા ભોગવે છે, આખુ જગત કર્મને આધિન છે. કોઈનું ધાર્યું અહીં થતું નથી. મનુષ્યજન્મ પામીને એક જ કામ કરવાનું અને તે આ કર્મનો નાશ કરવાનું. આરાધના સાધના દ્વારા અશુભ કર્મ દૂર થાય અને નવુ નવુ શુભ કર્મ બંધાય ને ઉત્તરોત્તર મોક્ષ સુધી પહોંચાય. છે. For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ (૩) પાવાવાઈ: બધી પીડાઓ જેની નાશ પામી ગઈ છે એવા. કર્મ નથી માટે પીડા નથી. કર્મ નથી તો પછી એમનું સ્વરૂપ કેવું? () વનના સUIT: . કેવળજ્ઞાન અને કેવળદર્શન યુક્ત છે. આત્માના સ્વાભાવિક ગુણોને ભોગવે છે. દુઃખ ગયું અને સંપૂર્ણ સુખા પ્રગટ થઈ ગયું. કેવલ એટલે સંપૂર્ણ સપૂર્ણજ્ઞાન થયું, સર્વજ્ઞ બની ગયા. ત્રણે કાળની, સમયે સમયની એવી કોઈ વસ્તુ, ઘટના, પદાર્થ વિધમાં નથી જે તેઓ ન જાણી શકે. જ્ઞાનનો વિષય જે હોય તેને શેર કહે. ત્રણે કાળના બધા શેયને જાણે તે સર્વજ્ઞ. એવું સર્વજ્ઞપણું કેવી રીતે મળે? કિંમતી વસ્તુ મેળવવા વધારે પુરુષાર્થ કરવો પડે. પેલો વેપારી ચિંતામણી રત્ન શોધવા નીકળ્યો છે. સવારથી સાંજ સુધી એક જ ધૂનમાં ગામ-પરગામ ફરે છે. દિવસો ને, મહિનાઓ ને વર્ષો વીત્યા પછી રન્નાદ્વીપમાં મળ્યું. કેવળજ્ઞાન ઘર બેઠા મળે? (૫) સિદ્ધપુરનવારી: સિદ્ધિપુર એટલે મોક્ષ. ૪૫ લાખ યોજનાની સિદ્ધશિલા. ૧૪ રાજલોકમાં સૌથી ઉપર છે. તેની આગળ અલોક છે. કર્મથી આત્મા સંપૂર્ણ મુક્ત બને એની બીજી ક્ષણે આત્મા ત્યાં જતો રહે. એની આગળ આલોકમાં ન જઈ શકે. ૮ For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ (૬) નિરુવમસુસંચયા : જેને કોઈની ઉપમા ન આપી શકાય, કોઈની સાથે સરખાવી ન શકાય એવા સુખથી યુક્ત છે. સિદ્ધ ભગવંતનું સુખ કેટલું? આખા જગતના બધા જીવોના, ઈન્દ્રોના, દેવતાઓના, ચક્રવર્તીઓના, રાજાઓના-બધા જીવોના સુખ ભેગા કરીએ, એક કાળના નહિ-ત્રણે કાળના સુખ ભેગા કરીએ એના કરતાં અનંતગણુ સુખ એક સિદ્ધના જીવનું છે. તેને કોઈની સાથે ન સરખાવી શકાય. () બ્રહી વિડ્યિા : સર્વથા કૃતકૃત્ય. જેના બધા પ્રયોજન પૂરા થઈ ગયા છે, જેને હવે કશું જ કરવાનું બાકી નથી. સંસારનું ભવોભવનું ભ્રમણ અંત પામી ગયું છે એવા સિદ્ધ ભગવંતોનું મને શરણે હો, મને આશરો હો. તે મુનિ વંદો, તે મુનિ વંદો: ત્રીજું - સાધુનું શરણ, વિશેષણોપૂર્વક સાધુ ભગવંતોને યાદ કરીને તેમનું શરણ સ્વીકારવાનું આજના કાળે સાચું ગુરુ તત્વ મળવું ચ મુશ્કેલ. જ્ઞાની ગુરુ મળવા દુર્લભ છતાં એના માટે કાંઈ બધા સાધુની પરીક્ષા કરવા ન બેસાય. એના માટે તો ભગવાનને જ પ્રાર્થના કરવાની કે “હોઉ મમ તુહ પભાવઓ, સુહગુરુજોગો,” મને તમારા પ્રભાવથી સદ્ગુરુનો યોગ પ્રાપ્ત થાઓ. મારી બુદ્ધિથી શોધવા જઈશ તો ઊંધુ જ પકડાશે. મારી બુદ્ધિ અહંત્વથી ખરડાયેલી છે. For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ભવિચણ ! માણીએ ગુરુ સંયોગ: સદ્ગુરુનો ચોગ એમનેમ ન મળે, મળે તો ન ફળે. એ જયવિસરાયની ૧૩ માંગણીમાં ૯મી માંગણી મૂકી. એ પહેલા જ ની પૂર્વભૂમિકા જોઈએ. એનાથી મળે, કુળે. - ભવનિર્વેદ ૧ લો મૂક્યો. સંસાર હેય છે. તેના પરથી મન ઉઠી જવું જોઈએ. સંસારમાં અનુકુળતા જોઈને ફફડાટ થાય. એ પછી માગનુસારી. પણું એના પણ ૩૫ ગુણ બતાયા. પછી ઈષ્ટફલાસિદ્ધિ જ્યાં સુધી સંસારમાં રહું ત્યાં સુધી ભગવાનની પૂજ, ભક્તિ, આજ્ઞાપાલન કરી શકું એવી સાંસારિક અનુકુળતા અને પછી આલોક-પરલોક વિરુદ્ધનો ત્યાગ. ગુરુજણપૂઆ એટલે માતા-પિતાની પૂજા, પૂજાનો અર્થ એમની સેવા-ભક્તિ. મા-બાપ પ્રત્યે અવગણના હોય એને ગુરુ સારા ન મળે. દીક્ષા લીધા પછી મા-બાપને પણ આ માર્ગે વાળવાના છે. જેના હૈયામાં મા-બાપ નથી એને ઉત્તમગુરુનો યોગ ન મળે. માતા-પિતાની જે સારી ભક્તિ કરે તેને ચારિત્ર મળે જ. કદાચ માતા-પિતાની સંમતિ ન મળે તેમ હોય તો પણ એમને ભાવપૂર્વક હૃદયમાં રાખીને દીક્ષા લેવાની છે. અને પરાર્થકરણ'- બીજાના માટે કરી છૂટો, સ્વાર્થને ગૌણ કરી નાખો. જેટલી શક્તિ હોય તે બધી પરોપકારમાં વાપરો. પરોપકાર એ જ મોટામાં મોટો ધર્મ છે આ બધી લકિક વસ્તુ છે. એ પૂર્વભૂમિકા છે. એનાથી જ લોકોત્તર એવી ઉત્તમ વસ્તુ સુગુરુનો યોગ અને ભવોભવ એમની સેવા મળે. (૦) For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ આ મળેલ ધર્મને સ્થિર અને દેટ કરવા વારંવાર એનું શરણ સ્વીકારવાનું અને સાથે જયવિયરાયની ૭ અને ૮મી પ્રાર્થના મજબૂત કરવાની. સુહગુરુજનો, તબ્બયણ સેવણા આભવમખેડા.” આ ભવમાં ઊંચી કોટિના સુગુરુનો યોગ મળે જે પરમાત્માની પરંપરામાં આવ્યા હોય ને તેમના વચનને માન્ય કરતા હોય. ક્યારેક એવા ગુરુ દ્રવ્ય ક્ષેત્રકાળ-ભાવને પામીને રહસ્યથી તિર્થંકર ભગવાનના વચનને સ્થળ દૃષ્ટિવાળા જીવો કહે ત્યારે કદાચ સહેજ ફરતુ પણ લાગે તો પણ ગુરુનું જ વચન મનાય. માટે ગુરુના વચનનું પાલન કહ્યું, સીધું તિર્થંકર ભગવાનના વચનનું પાલન એમ નહિ. હકીકતમાં ગીતાર્થ એવા ગુનું વચન એ ભગવાનનું જ વચન છે. आज्ञा गुरुणां अविचारणीया : ગુરુના વચનો પર તર્ક ન કરાય. એ જ સાચું છે. એવી શ્રદ્ધાથી માનવાનું ને અખંડ રીતે પાળવાનું. આ શ્રદ્ધા કેવળજ્ઞાન અપાવી દે. આ શ્રદ્ધા વિનાનું જ્ઞાન શુષ્ક છે. જ્ઞાન કરતાં શ્રદ્ધા બળવાન છે. કારણ આપણા અંદરના ભાવો રાગ-દ્વેષથી ખરડાયેલા છે. અને ગુરુ પરની શ્રદ્ધાથી જ એ વિશુદ્ધિ આવે. ગતાનુગતિક્તા ટાળો: વળી, આ પ્રાર્થના ભગવાન સમક્ષ કરવાની છે. ભગવાન સુવિશુદ્ધ છે એમની આગળ કરેલી સુવિશુદ્ધ ભાવના ફળ્યા વગર ન રહે પણ આપણને સાચી પ્રાર્થના કરતા પણ નથી આવડતું. માત્ર ગતાનુગતિક રૂટિન મુજબ બોલી જઈએ છીએ. For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ કારણ સમજણ નથી. આ એક એક યોગ કેવળજ્ઞાન આપનારો. છે. એક એક શબ્દ મંત્રાક્ષર સ્વરૂપ છે, કેટલાય છૂપા ભાવો એમાં પડયા છે. આપણે વિચારી ન શકીએ એવા અગણિત લાભો ભર્યા છે. આ માંગણી અવિરત કરવાની- ભગવાન તમારા પ્રભાવથી જ સુગુરુનો યોગ અને એમના વચનનું પાલન મળે. એ પણ આ ભવ માટે નહિ ભવોભવ માંગવાનું આ ૫ મા આરામાં મહાગીતાર્થ ગુરુ મળ્યા એટલે કેવળજ્ઞાની મળ્યા, લોકપ્રકાશના રચયિતા લખે છે કે કિતવિજય' (એમના ગુરુનું નામ) એ મહાન મંત્ર મને મળ્યો છે. એનાથી બધુ સિદ્ધ થાય છે. ગુરુનું પ્રત્યેક વચન તીર્થ લાગે. પ્રત્યેક વચનમાં દ્વાદશાંગી દેખાય. ગુરુનું વચન એ જ શાસ્ત્ર. આ મન ગુરુને વશ થવું જરૂરી છે. (૧) પયંત મીરાયા : પ્રશાંત અને ગંભીર આશચવાળા. આશય એટલે ચિત્તના પરિણામ. પ્રશાંત એટલે ઉકળાટ, ઉદ્વેગ વગરના. ગમે તેવા પ્રસંગોમાં, નિમિત્તોમાં ચિત્તની સ્વસ્થતા, સમાધિ જાળવી રાખે તેવા અને ગંભીર એટલે હર્ષ-શોક વગરના. | ગમે તેવા સુખના પ્રસંગમાં કે દુઃખના પ્રસંગમાં મોઢા ઉપરની એક રેખામાં પણ ફેરફાર ન થાય એવા. પદવી આદિ મળી જાય તો હર્ષ ન આવે કદાચ અપયશ વિ. થઈ જાય તો ખેદ ન થાય. ૮૨ For Persona Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ (૨) સાવનો વિર: સાવધ યોગથી વિરામ પામેલા. સાવધ એટલે જેનાથી પાપ લાગે એવા. હિંસા-જૂઠ-ચોરી-મેથુન-પરિગ્રહના પાપોથી, ૧૮ પાપસ્થાનકોથી અટકી ગયા છે. કેટલું પવિત્ર જીવન જીવનારા કેવા ઊંચા પરિણામવાળા. સુદત્ત મુનિવર જંગલમાં કાઉસગ્નમાં ઉભા હતા. ગુણધર રાજાએ તેમને ઉપસર્ગ માટે શિકારી કૂતરા છોડયા. પણ કૂતરા તેમની નજીક ગયા ને શાંત પડી ગયા. ગુણધર રાજા શરમાઈ ગયો. જે કામ કૂતરા પણ ન કરી શકે એવા કામ હું કરું? હું કુતરા કરતાં પણ ગયો? શરમાઈ ગયો છે. એટલામાં શ્રાવક પસાર થયો. ગણધર રાજાએ આ વાત કરી, શ્રાવક સાંત્વના આપે છે કહે છે આ સુદત્ત મુનિવર છે. સંસારીપણે રાજકુમાર હતા. એક ચોર ચોરીના ગુનામાં પકડાયો, સાથે હિંસા પણ કરી હતી. આ બે ગુનાની સજારૂપે એને ફાંસીની સજા રાજ્ય તરફથી ફટકારાઈ. આ જોઈને સુદત્ત કુમાર વિચારે છે કે મારે પણ આવા પાપો કરવાના? પાપથી ડરીને દીક્ષા લીધી ને હવે ઉગ્ર સાધના કરે છે. એક સાધુ મહારાજ. દીક્ષામાં મન ઢીલું પડ્યું ને કપડા બદલી દીધા. મુંબઈ માં હતા મુતરડીમાં ગયા ને જીવડાઓ જોઈ ગભરાઈ ગયા. મારે આટલા બધા જીવોની હિંસા કરવાની. પહેલા જીવદયા બહુ પાળી છે. જીવદયાના પરિણામ જાગૃત છે. વળતા ગુરુ મ. પાસે આવ્યા, પ્રાયશ્ચિત લઈને શુદ્ધ થયા. ફરી નવી દીક્ષા લીધી. (૮૩) ૮૩ For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ (૩) પંવિદાયના સાધુ મ. પાંચ મહાવ્રતોમાં આવી ગયા. બધા પાપોથી વિરત થયા. એક દિવસના પાપનું પ્રાયશ્ચિત કેટલું ? દુનિયાના બધાં પર્વતો સોનાના થઈ જાય ને બધું દાનમાં આપી દઈએ તોય ન છૂટે. એકવાર ભોજન કરીએ ને કેટલા પૃથ્વી, અપકાય, અગ્નિકાયના જીવો મરે. અત્યારે ચારિત્ર લઈને થોડું કષ્ટ નહિ ભોગવીએ તો કર્મસત્તા છોડશે નહિ, અનેકગણું ભવોભવ ભોગવવું પડશે. મહાવીર ભગવાને ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં સીસું રેડડ્યું. ૨૫માં ભવમાં આટલા બધા માસક્ષમણ કર્યા તોય પેલું બાંધેલું નિકાચિતા કર્મ ઉદયમાં આવ્યું ને ભોગવવું પડયું. એકમાત્ર જિનશાસના સાચો માર્ગ બતાવે છે. સાધુ ભગવંત પાંચ પ્રકારના આચારને જાણે અને પાળે. જ્ઞાનાચારઃ ભણે, ભણાવે જ્ઞાન-જ્ઞાનીની આરાધના કરે દર્શનાચારઃ સાધુનો વિનય, ભક્તિ, વૈયાવચ્ચ કરે ચારિત્રાચાર ઃ ચારિત્રના આચાર, ક્રિયાઓ પાળે. તપાચાર: છ બાહ્ય અને છ અત્યંતર તપનું પાલન કરે વીચાર : શક્તિ મુજબ આરાધનાઓમાં વીર્ય ફોરવે, સત્વ ફોરવે. (૪) પરવથાનિય પરોપકારમાં રત. સહાય કરે તે સાધુ, સાધુ શેમાં સહાય કરે? સંસારમાં, પૈસા મેળવવામાં? ના, દુકાનના કે ફેક્ટરીઓના મુહૂર્ત જોઈ આપવામાં? ના, સાધુ તો મોક્ષમાર્ગમાં સહાય કરે. ૮૪ For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ કોઈ ને ઝેર ખાવું હોય તો તેમાં સહાય ન કરાય. પૈસામાં તો પાપ બાંધવાનું. સાધુ ધર્મમાં સહાય કરે. (५) पउमाइनिर्दसणा કમળના દૃષ્ટાંતવાળા. કમળ ઉગે કાદવમાં પણ કાદવથી અલિપ્ત રહે. સંસારમાં રહે ખરા પણ રમે નહિ. ભોગસુખોની ઈચ્છાઓ વગરના. (૬) જ્ઞાણયસંયા: જ્ઞાન અને અધ્યયનમાં ઓતપ્રોત, એકાગ્ર ચિત્તવાળા જ્ઞાન અને અધ્યયનમાં યુક્ત એટલે પછી એ કેવા બને? (6) વિલુક્સમાળખાવા: વિશુદ્ધ મનના ભાવોવાળા, ભાવો આગળને આગળ ઉચા પરિણામવાળા થાય. વૈયાવચ્ચ, ભક્તિ, સહાયના ભાવો વધતા જ રહે. એવા સાધુ ભગવંતનું મને શરણ હો. શાસ્ત્રકારોનો કેટલો ઉપકાર ! ૪ શરણ સ્વીકારવાના એટલું કહીને અટકી ન ગયા. સાથે એ શરણ કેવી રીતે લેવાનું, એ પણ બતાવ્યું. વિશેષણોપૂર્વક તેમની વિશેષતાઓ બતાવી જેથી ભાવવૃદ્ધિ થાય. શરણ માટેના પાઠ પણ આપી દીધા જે માત્ર આપણે બોલી જવાના, કંઈ મહેનત નહિ કરવાની. માત્ર આપણે એક જ કામ કરવાનું, તેમાં ભાવ મેળવવાનું સુપ્રણિધાન કરવાનું. . ૮૫ For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ મુનિશું મન માન્યો : સાધુના ગુણો બતાવ્યા. ‘પસંતગંભીરાસયા' પ્રશાંત અને ગંભીર આશયવાળા. ઉછાંછળાપણું ન હોય. જેટલું જાણીએ સાંભળીએ તે બધાને કહેવાય નહિ. પેટમાં રાખતાં આવડવું જોઈએ. બધી વાત બીજાને કરી દેવી એ અગંભીરતા છે. સાધુ ગંભીર હોય. વળી સાવપ્નનોવિયા સ-અવધ અવધ એટલે પાપ કરાવે એવા યોગોથી વિરામ પામેલા છે. એવા યોગો કરવાના નહિ, કરાવવાના પણ નહિ. સાવધ બોલવાનું પણ નહિ. દીક્ષા લીધા પછી ઘરવાળા કરોડ કમાય તો અનુમોદના નહિ કરવાની, ૧ કરોડ જાય તો ખેદ પણ નહિ કરવાનો. વિચારવાનું કે આ બધા પૈસા પાછળ જીવન વેડફી રહ્યા છે, ધર્મ ગુમાવી રહ્યા છે. ક્યારે છૂટશે ? મનથી, વચનથી ને કાયાથી પાપ કરવું નહિ, કરાવવું નહિ અને અનુ એટલે પાછળ, મોદ એટલે આનંદ, પાપની અનુમોદના પણ કરવી નહિ. સાધુને સર્વ સાવધનો ત્યાગ, શ્રાવકને સામાયિકમાં નિયમથી ત્યાગ, સાધુને યાવજ્જીવ. સાધુને તિવિહં તિવિહેણં, શ્રાવકને વિહં તિવિહેણં, કારણ શ્રાવક્ષણામાં અનુમોદનાના પાપથી છૂટી શકાતું નથી. સામાયિક છે છતાં ઘર પર પોતાની માલિકી છે એની અનુમોદના છે. બેંકમાં રૂા. નું વ્યાજ આવે છે તેની માલિકી છે માટે અનુમોદનાનું પાપ લાગી જ જાય. સર્વવિરતિ એ મહાન સાધના છે. પવન આવતો હોય તો પણ હાશ! નહિ કરવાનું, અનુમોદનાથી વાઉકાયની વિરાધનાનું પાપ લાગે. ૮૬ For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ સર્વજ્ઞ ભગવાન સિવાય કોણ આવું બતાવી શકે ? જિનશાસન સિવાય ક્યાં આવું મળે ? સંઘની આબાદી કેમ થાય ? પ્રેમસૂરિ મ. ને કોઈ સાધુએ પૂછયું. “સાહેબ ! આખા સંઘની આબાદી કેમ વધે?” પ્રેમસૂરિ મ. કોઈ મોટી મોટી યોજનાઓ ન બતાવી માત્ર સાત જ અક્ષરમાં જવાબ આપ્યો ‘પંચાચાર-પાલન.' એ જેટલું વધે તેટલી આબાદી વધે. આચાર્યોની બે જવાબદારી-પંચાચાર પાળવું અને પળાવવું. સાધુને એક જ જવાબદારી, પંચાચાર પાળવાની. સાધુ પરોપકારમાં રત હોય, કંજૂસ નહિ બનવાનું. તિર્થંકર બનવાનો પાયો પરોપકાર છે. ભગવાનનું વિશેષણ મૂક્યું, પરાર્થવ્યસની. જેના વગર ચાલે નહિ, ચેન ના પડે તે વ્યસન, બીજાને સહાય કર્યા વગર, કંઈ ને કંઈ કરી છૂટયા વગર પરમાત્માને ચેન ન પડે, નિગોદમાં પણ અવ્યક્ત પણે બીજાના સુખની ભાવના હોય, સ્વાર્થ હંમેશા ગૌણ હોય. પોતાના સુખની ઈચ્છા નહિ કરવાની. બદલાની અપેક્ષા વગર સહાય, સેવા, ભક્તિ કરવાની. કોઈ બદલો વાળવા આવે તો ના પાડવાની. બદલો લઈએ તો આપણું સુકૃત ક્યાં ઉભુ રહે ? બદલાની અપેક્ષા ન હોય. ઘણા એવા ભાગ્યશાળીઓ હોય, ઉપધાન હોય કે વર્ષીતપના પારણા સૌથી પહેલા રસોડામાં પહોંચી જાય, પહેલેથી છેલ્લે સુધીનું ८७ For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ બધું સંભાળે, બધા તપસ્વીઓની એકદમ જોરદાર ભક્તિ કરે અને છેલ્લે જ્યારે પોતાના જમવાનો વખત આવે ત્યારે ઘરે જતા રહે. કહે, “જમીએ તો સુકૃતનો બદલો વળી જાય” આપણે અહીં પ્રભાવના આપતા પહેલા દૂધ-પાણીથી પગ ધૂએ, લૂછે, માથે તિલક કરે, ચોખા ચોડે ને બહુમાનપૂર્વક પ્રભાવના આપીને ભક્તિ કરે. આને ભક્તિ કહેવાય ? કોઈ ફાઈવસ્ટાર હોટલમાં જઈએ તો પણ બહુમાનપૂર્વક બોલાવે, બેસાડે, જમાડે પણ પાછા ઘરે વળીએ ત્યારે મોટું બીલ બતાડે. એ ભક્તિ કહેવાય ? પંકજ પરે રે ન્યારા સાધુજી : પાણી અને કાદવમાં કમળ ઉગે છતાં બેયથી અલિપ્ત, સાધુ સંસારમાં જ હોય છતાં નિર્લેપ, આસક્તિ વગરના, બધી ખાવાની, પહેરવાની, ભોગવવાની ઈચ્છા નીકળી જાય. આરાધના સાધના ઉપાસના - ધ્યાન - અધ્યયન, જ્ઞાન - દર્શન - ચારિત્રના ભાવો ઉછળે એવા સાધુનું શરણ સ્વીકાર્યા પછી ધર્મનું શરણ સ્વીકારવાનું. - B રત્નકણિકા * સફલતાના બંદરે પહોંચવા માટે પ્રામાણિક્તાનો ટેક્સ ચુકવવો પડતો હોય છે. ૮૮ For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ શરણ ચોથું ઘરે ધર્મનું અનાદિ સંસારમાંથી તારનાર આ ધર્મ છે. છતાં આજે ધર્મની બાબતમાં પણ ઘણી ગૂંચવણ ઊભી થાય છે. કેટલાય ધર્મો છે. આજે કોઈ જિનેશ્વર કે કેવળજ્ઞાની છે નહિ. સાચો અને મધ્યસ્થ માણસ ગૂંચવાઈ જાય આપણને તો નાનપણથી જ “કેવલિ પન્નરો ધમ્મો' કેવળજ્ઞાની ભગવંતે કહેલો શુદ્ધ અને સાત્વિક ધર્મ મળ્યો પણ જેને એ નથી મળ્યો એ તો બધા ધર્મની પરીક્ષા કરીને જ સમજે કે આ જ ધર્મ શ્રેષ્ઠ છે. | મારગની છે મૂંઝવણ : આપણને જિનશાસન મળ્યું છતાં એમાંય શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી ને તેરાપંથી ને કેટલાય ગચ્છ. એમાં પાછો કાનજીસવામીનો નિશ્ચયનયનો ધર્મ નીકળ્યો. હાલમાંય દાદા ભગવાન ને રજનીશ ને કેટલાય પંથો પડેલા છે. જ્યાં વાતો ઊંચી હોય ને આચરણમાં મીંડુ હોય ત્યાંય સાવધાની રાખવી પડે. કલિકાળમાં નવા નવા ધર્મો નીકળ્યા જ કરે. આ ઝેરી સાપ જેવો પાંચમો આરો છે, ડંખ માર્યા જ કરે. આ પંચમ આરો ભયંકર છે. માટે જ ઉપાધ્યાયજી મહારાજે કીધું, “કલિકાલે જિનબિંબ જિનાગમ, ભવિયણકું આધારા” આ પરમાત્માની પ્રતિમા અને શાસ્ત્ર એ જ એકમાત્ર આધારભૂત છે, તરવાના સાધન છે. આત્મારામજી મહારાજ પંજાબી, ક્ષત્રિયકુળમાં જન્મ્યા. For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ સ્થાનકવાસી ને ત્યાં રહ્યા હતા. દીક્ષા લીધી. એમણે મૂર્તિપૂજાના વિરોધમાં બુટેરાયજીને હરાવી દીધા હતા. મૂર્તિપૂજા સત્ય નથી એ મત સ્થાપિત કર્યો. બાદમાં સત્ય જ જીતે એમ નહિ, હોંશિયાર હોચ એ જીતે. સત્ય તો બહુ દૂરની વાત છે. છતાં આગમો વાંચતા વાંચતા પછીથી આત્મારામજીને સત્ય સમજાયું. મૂર્તિનો વિરોધ તો વ્યવહારમાં ચ નથી. જીવને આલંબન તો જોઈએ જ. ને આંખ ઉધડી ગઈ. પણ સ્વાગ્રહ ન હતો. ઉપદેશપદમાં કહ્યું કે, “મોહના અતિરેક વિના સ્વાગ્રહ થતો નથી.” મન મધ્યસ્થ છે. જે સાચુ હોય એ જ ગ્રહણ કરવું એ નિર્ણય છે ને સાચું સમજાતાં દેરાવાસી થઈ ગયા. ધર્મની વિશેષતાઓ, મહાનતા સ્મરણ કરવા દ્વારા પૂજ્યભાવે ધર્મનું શરણ ગ્રહણ કરવાનું. (૧) સુરાસુરમપુમપૂઃ ' સુર - અસુર અને મનુષ્યોથી પૂજિતઃ આ ધર્મનું શરણ સમજવા જેવું છે. કેવળજ્ઞાનીઓએ પ્રરૂપેલા ધર્મ સિવાય ક્યાંય દોડવાનું નથી. ચાવજજીવ આ જ ધર્મ મારે છે એમ દેટ રહેવાનું. તિર્થંકર ભગવંતે જગતના હિત માટે જે ધર્મ બતાવ્યો તેનું જ મારે શરણ. આ શરણ સ્વીકારતા ઉલ્લાસ વધે તે માટે વિશેષણ બતાવે છે. આ ધર્મ સામાન્ય કોટિનો નથી. સુર-અસુર અને દેવેન્દ્રોથી પૂજાયેલો છે. બધા સમ્યગ્ર દૃષ્ટિ દેવતાઓએ પૂજ્યો છે. CO For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ધર્મને પૂજવા ધર્મીને પૂજવા પડે. ધર્મ એ તો ગુણ છે તે ધર્મી આત્મામાં રહે. ધર્મ આપણામાં આવે ને દેવતાઓથી પૂજિત બનીએ. જેનામાં ધર્મ પરિણમ્યો હોય તેની ઈન્દ્ર પ્રશંસા કરે. ઈન્દ્ર સભામાં બેસતા પહેલા વિરતીધરને નમસ્કાર કરે. ભગવાને વિરતિરૂપ ધર્મ ભાખ્યો છે. સમ્યગ્દષ્ટિ દેવતાઓ પણ દેવલોકમાં સંકલ્પ કરે છે કે અહીંથી મનુષ્યમાં ગયા પછી ૮ વર્ષની ઉંમરમાં ચારિત્ર લઈ લઈશું... આ વિરતિધર્મ અમારે જોઈએ છે. જે મળ્યા વગર મોક્ષ નથી. “ચારિત્ર વિણ નહિ મુક્તિ રે.” સંસારનો અંત વિરતિધર્મથી જ આવે. ચક્રવર્તી ૬૪,૦૦૦ સ્ત્રીનો ત્યાગ કરી ચારિત્રધર્મ લેવા નીકળે છે. હરિનો મારગ છે શૂરાનો : - આ મહાપુરુષોએ ખેડેલો માર્ગ છે. તિર્થંકર ભગવંતો ચારિત્ર લે પછી જ કેવળજ્ઞાન થાય. ગણધરો, રાજાઓ, બળદેવો બધા ચારિત્ર લે. કષભદેવ ભગવાનના શાસનમાં અસંખ્ય રાજાઓ થયા. એ બધાએ રાજ્ય છોડીને દીક્ષા લીધી ને મોક્ષમાં ટુ અનુત્તરવાસી વિમાનમાં ગયા. સમ્રાટોએ સેવેલા ધર્મનું શરણા રવીકારવાનું છે. દેવલોકના દેવતાઓ આ ધર્મને પૂજે, બહુમાન કરે. અસુરો પૃથ્વીની નીચેના દેવતાઓ અને ચક્રવર્તીઓ, રાજા-મહારાજાઓ આ ધર્મને માને, પાળે. આ કોઈ સામાન્ય ધર્મ નથી. ચક્રવર્તીઓ છ ખંડના સામ્રાજ્યો છડીને એને ગ્રહણ કરે. આજે પણ અબજોપતિઓ, શ્રેષ્ઠીઓ સંપત્તિ છોડીને સંચમ ગ્રહણ કરે છે. ૯૧ For Persea Private Use Only (૧) Page #99 -------------------------------------------------------------------------- ________________ એ ધર્મનું ફળ શું ? (૨) મોિિમાંશુમાલી : અંશુમાળી એટલે સૂર્ય. એ આપણામાં આવે એટલે મોહનું અંધારુ જાય. મોહ એટલે અજ્ઞાન દૂર થાય. મોહરૂપી અંધારાને દૂર કરવામાં સૂર્ય સમાન ધર્મ છે. અંદર મોહનીયનું ગાઢ અંધારું છે. મિથ્યાત્વ મોહનીય સાચું સમજવા દેતું નથી. ચાસ્ત્રિ મોહનીય જીવનમાં સારો આચાર આવવા દેતા નથી. દર્શન મોહનીય શ્રદ્ધા થવા દેતા નથી. ભગવાનને જોતા આંખમાં આંસુ આવતા નથી. સમકિત બહુ નબળુ છે. કોઈ ભગવાનનું નામ બોલે ને હૈયામાં ઉલ્લાસ જાગતો નથી, આ સમકિતની ખામી છે. આ સમેતશિખર, જેના પર ૨૦-૨૦ તિર્થંકરો મોક્ષે સિધાવ્યા એ આજે સંકટમાં છતાં સુભૂમની પાલખી. તમારા ઘરે રેડ પડયાના સમાચાર આવે તો ઊંઘ આવે ખરી ? આ પરમાત્મા પોતાના લાગ્યા નથી. આ બધી મોહની માયાજાળ છે, ને જીવ એમાં અટવાય છે. મોહના પડલોને ભેદનારો છે આ ધર્મ : પણ આ ધર્મ હૃદયમાં આવે એટલે મોહના અંધારા બધા ઉલેચાઈ જાય. ઈલાચીપુત્રનું બધું અંધારુ એક સાથે ગયું.નગરશેઠનો દીકરો નડી પાછળ પાગલ બન્યો ને ઘરકુટુંબ-પૈસા ને બધું છોડયું પણ એકવાર દોરડા પર નાચ નાચતા સામે મહેલ પર નજર પડી. રૂપવાન, દેવાંગના જેવી શ્રાવિકા મહાત્માને વહોરાવે છે ને મહાત્મા આંખ ઊંચી કરીને જોતા પણ નથી. કેવા ઉચ્ચ મહાત્મા ને હું કેવો પાપી ને આ વિચારે પશ્ચાતાપ થયો. ૯૨ For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ધર્મનો સૂરજ ઉગ્યો ને વિચારે “ભલે આજ સુધી ભૂલ કરી પણ હવે સુધારી લેવી છે.” નાટક દોરડા પર ચાલુ છે ને મન આરાધનામાં. ક્ષપકશ્રેણી પર ચઢી ગયા ને કેવળજ્ઞાન ત્યાં લઈ લીધું. આ બધા મોહના અંધકારને ધર્મ જ દૂર કરે. (૩) શોષવષરિમમંતો : રાગ અને દ્વેષ જ સંસારમાં ભટકાવે છે. તેનાથી થતી બધી પ્રવૃત્તિ એ ગાંડપણ છે. રાગહેપ જેનાથી છૂટે તે જ ડહાપણનો માર્ગ છે. આ ધર્મ જ જ્ઞાનદર્શન-ચારિત્રની આરાધનાથી રાગ-દ્વેષને તોડે છે. નાનકડો પણ ધર્મ તારનાર છે. એ આર્ત-રૌદ્ર ધ્યાનથી બચાવે. રાગ દ્વેષ રૂપી ઝેર માટે પરમ મંત્ર સમાન છે. રાગ-દ્વેષને ઝેરની ઉપમા આપી. લૌકિક ઝેર તો એક વાર મારે, રાગ-દ્વેષ ભવોભવ મારે, એકવાર નિગોદમાં મોકલી દે એટલે જન્મમરણ કર્યા જ કરવાના. ઝેર ચઢયું હોય ને ગાડિક મંત્રથી ઝેર ઉતારે તેમ રાગ-દ્વેષ અને મોહના ઝેરને ઉતારનાર આ ધર્મ . (૪) દેવાયત્નરશ્નના : કલ્યાણ એટલે સુખ, પુણ્ય. બધા સુખનું કારણ ધર્મ છે. આ જન્મમાં તો પ-૨૫-૫૦ વર્ષનો ધર્મ પાળવાનો. પાંચમા આરામાં આયુષ્ય થોડું ને ૪ થા આરામાં તો કોડ પૂર્વના આયુષ્ય હોય. અષભદેવ ભગવાને ૮૪ લાખ પૂર્વ ચારિત્ર પાળ્યું. ૧ પૂર્વ એટલે ૦૦, પ૬૦ અબજ વર્ષ. આજે આયુષ્ય.૧૦૦ વર્ષનું ગણાય બાકી ૦,૦૦,૮૦ વર્ષમાં તો down થઈ જઈએ, એટલો નાનો કાળ ચારિત્ર્ય પાળવાનું ને અસંખ્ય (૩) For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ કાળના, પલ્યોપમના દેવલોકના સુખ આ ધર્મથી મળે. આરોગ્ય, ચશ, સંપત્તિ, સૌભાગ્ય, આ દુનિયામાં જેટલા સુખો છે તે બધા ધર્મથી જ મળે. (૫) મૂવવિવિપુ: કર્મરૂપી વનને બાળવા અગ્નિ સમાન ધર્મ છે. સરકાર જંગલોનો કેવી રીતે નાશ કરે? આગ લગાડી દે. આ ધર્મ કર્મરૂપી જંગલોને બાળી નાખનાર છે. (૬) સાદો સિદ્ધાવસ્મ: સિદ્ધપણાને સાધી આપનાર છે. ધર્મથી જ મોક્ષ મળે. ધર્મ કદાપિ સંસારમાં રખડાવે નહિ સંસારથી અટકાવી મોક્ષમાં લઈ જનાર કેવલી ભગવંતે બતાવેલા ધર્મનું મને શરણ હો. મોક્ષમાં ન જઈએ ત્યાં સુધી બધા સુખના ભવો આ ધર્મ આપે પણ એની વફાદારી જોઈએ. ધર્મ આધ્યાત્મિક અને ભૌતિક બેય રીતે આગળ વધારે. આ ધર્મ આચરવાનો સાથે આપણા કુટુંબીઓને પણ આ માર્ગે વાળવાના. એમના આત્માની પણ ચિંતા કરવાની. કુટુંબી સાથે સંસારના સંબંધથી નહિ પણ ધર્મના સંબંધથી, સાધર્મિક્તાથી જોડાઓ તો પછી એનું ભરણ પોષણ પણ સાધમિકની ભક્તિ તરીકે થાય. આ ધર્મનું સાચું શરણ સ્વીકારવા એમાં દટ શ્રદ્ધાવાળા થવું પડે. ભગવાને કીધું તે અક્ષરે અક્ષર સાચું છે. એમાં લેશ પણ શંકા ન જોઈએ. ભગવાને કીધું કે ૬૦,૦૦૦ વર્ષ ઉત્કૃષ્ટ For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાન તપ કરનારા કરતાં સમકિતિની નવકારશી ચડે. આ સંસાર સાગરમાં તરણતારણ જહાજ ધર્મ મળ્યો. એ હવે કેમ છોડાય? શરણ એટલે આશ્રય. સંસારના ભયથી મારા આત્માની રક્ષા કરવા માટે આશ્રયરૂપ આ ધર્મ જ છે. તોફાનમાં ગુંડાથી બચવા પોલીસનો આશ્રય તેમ રાગ-દ્વેષ અને મોહના તોફાનોથી પાર ઉતરવા આ ચારનું શરણ ભાવપૂર્વક સ્વીકારવાનું. આત્મામાં ભવ્યત્વનો પરિપાક કરવા જૂના શલ્યોને કાઢવા પડે, ગુણબીઓનું આરોપણ કરવું પડે. ભૂમિકા પહેલાં ચોખી કરવી પડે. એ માટે પ્રથમ ચાર શરણનો સ્વીકાર બતાવ્યો. ચાર શરણ તો લીધા પણ ભગવાને જેનો નિષેધ કર્યો તે આચર્યું. તેની આત્માની સાક્ષીએ, ભગવાનની સાક્ષીએ નિંદા કરવાની. દુનિયાને પારકી નિંદામાં રસ છે. એના દ્વારા ચીકણા કર્મો બાંધે. જ્યારે આપણે ત્યાં આત્માની નિંદા કરવાની. આત્મ નિંદા કરતા કરતા તો કેવળજ્ઞાન સુધી પહોંચી ગયા. ખંધકમુનિની હત્યા કરનાર રાજા. સાધુની ચામડી ઉતરાવી છે પણ જ્યારે સત્ય હકીકતની જાણ થઈ ત્યારે સાધુના કલેવર આગળ જઈ જબરજસ્ત આત્માની નિંદા કરી. ઘોર પશ્ચાતાપ કર્યો. આત્મનિંદાથી કર્મ ધોવાય. બધા કર્મોનો મેલ નાશ પામે. મારા જેવો પાપી જગતમાં કોઈ નથી. એમ ઘોરાતિઘોર પશ્ચાતાપ કરતા કરતા કર્મથી હળવા થઈ ગયા. ૫ For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ દુષ્કૃતગહ, why? જીવ ઘણું રખડયો કારણ એની પાસે અધ્યાત્મ ન હતું. આ અધ્યાત્મ ચરમાવતમાં જ આવે. અચરમાવતમાં એ ના હોય. અધ્યાત્મ એટલે આત્માની પ્રીતિ, શુદ્ધ સ્વરૂપનું ભાન, તત્વની શ્રદ્ધા. અચરમાવતમાં આ ન હોય. તેના ૩ કારણ બતાવે છે (૧) કે જીવને હજુ ઘણા ભવો ભટકવાનું બાકી છે એટલે (૨) આત્માની અતિશય મલિનતા છે, ભવ્યત્વની અપરિપકવ અવસ્થા છે અને (૩) અતત્વ અભિનિવેશ. અતત્વનો આગ્રહ, કદાગ્રહ. પ્રજ્ઞાપનીયતા જોઈશે. અતત્વની જબરજસ્ત પક્ક તે પણ પ્રગતિમાં અવરોધક છે. ખોટી વસ્તુ પકડીને ન છોડવી તે કદાગ્રહ. તે માટે જ શાસ્ત્રકારે મોટામાં મોટો ગુણ બતાવ્યો પ્રજ્ઞાપનીયતા. આરાધક આત્મામાં આ પહેલી યોગ્યતા જોઈએ. પ્રજ્ઞાપનીય હોય તો ગુરુની વાત હૃદયમાં ઉતરી જાય.. તે ન હોય તો સંચમ -તપ ચારિત્ર બધુ નકામું થઈ જાય. હરિભદ્રસૂરિ મહારાજ કેટલા આવેશમાં ચઢી ગયા ? ૧૪૦૦ બૌદ્ધોને કાગડા બનાવીને ઉકળતા તેલમાં તળવાનું કાંઈ સામાન્ય કોટિનું પાપ નથી પણ પ્રજ્ઞાપનીયતા હતી. ગુરુના માત્ર ૩ શ્લોક આવ્યા એમાં છેલ્લે લખ્યું , તો મોવડ્યો, વિયર્સ મત સંસારો, કષાયના ઉપશમના કારણે એકનો મોક્ષ ને કષાયની આધિનતાથી બીજાનો અનંત સંસાર. (૬) ક For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાપનીયતા હતી, હૈયામાં વાત ઉતરી ગઈ.... શાસનના પ્રત્યનિક પ્રત્યે પણ દ્વેષ, અરૂચિ, અસદ્ભાવ ન જોઈએ. તમારા હૃદયમાં ખરાબ ભાવ હોય તો તમે શાસનને બચાવશો પણ તમારો આત્મા મલિન બની જશે. આ તે તત્વદ્રષ્ટિ અહીં જુઓ કે રાવણ પ્રતિવાસુદેવ છે. હજારો વિધા સાધી છે.ત્રણ ખંડ જીતવા નીકળ્યો છે. અંતે વાલીને જીતવાનો છે. રાવણ કહે, મારી આજ્ઞા સ્વીકારી લ્યો. વાલી કહે, મેં તો અરિહંતની આજ્ઞા માથે રાખી છે, હવે બીજાની આજ્ઞા ન જોઈએ. રાવણ કહે - તો પછી યુદ્ધ કરવા તૈયાર થાવ- બેય યુદ્ધના મેદાનમાં લડે છે. આ વખતે ક્યારેય પણ પરાભવ નહિ પામેલો રાવણ પહેલી વાર પરાભવ પામે છે. એનું મોં શરમથી નીચું ઢળી જાય છે... પણ આ વખતે વાલી વિચારે છે કે આટલા મોટા માનવીની પણ આજે આ દશા ! આ રીતે એને પણ અપમાનિત થવું પડયું. વાસ્તવમાં આ સંસાર જ દુઃખરૂપ છે. એમ વિચારી વાલીએ યુદ્ધભૂમિ પર જ ચારિત્ર લીધું. તત્વજ્ઞ અને વિવેકીની દૃષ્ટિ સાવ જુદી જ હોય છે. તેનો દિકરો રાવણને તાબે થઈ ગયો ને રાવણ ત્રણ ખંડનો રાજા થઈ ગયો. રાવણ મુનિ પર ઉપદ્રવ કરે છે. હવે વિચરતા વિચરતા વાલી મુનિ એક વાર અષ્ટાપદ પર્વત પર ધ્યાનમાં ઉભા છે. રાવણ આકાશમાર્ગે જતો હતો. પણ વાલીમુનિના તપના પ્રભાવે તેનું વિમાન રખલના પામે છે. ૯૦ For Personal Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ નીચે વાલીમુનિને જોઈને ક્રોધાંધ બને છે. હજુ મને હેરાન કરે છે... રાવણ નીચે ઉતર્યો, અષ્ટાપદની તળેટીમાં આવ્યો. નીચે ગુફામાં પેઠો, વિચારે છે કે આખા અષ્ટાપદને ઉપાડી વાલી સાથે લવણસમુદ્રમાં ફેંકી દઉં. ૧૦૦૮ વિધાઓની સહાય લીધી. સહેજ પર્વત ઉંચકવા પ્રયત્ન કરે છે ને એટલામાં ચારેબાજુ પથ્થરો પડવા લાગ્યા. વાલીમુનિ તીર્થ રક્ષા કરે છે. વાલીમુનિનું ધ્યાન ગયું. આ પ્રાંસાદ પર આટલો મોટો ઉપદ્રવ ! ઉપયોગ મૂક્તાં જુએ છે કે રાવણ અષ્ટાપદને લવણ સમુદ્રમાં ફેંકવા તૈયાર થયો છે છતાં વાલીને રાવણ પ્રત્યે ખરાબ ભાવ નથી જાગતો. શાસનના પ્રત્યનિક દુશ્મનોને અવસરે ભયંકર શિક્ષા કરવી પડે તો પણ હૃદયમાં દ્વેષ-અરૂચિ ના જોઈએ. વાલીમુનિ વિચારે છે આ રાવણ શું કરી રહ્યો છે. અષ્ટાપદ સહિત મને લવણ સમુદ્રમાં ફેંકવા તૈયાર થયો છે. મને એના પર દ્વેષ નથી છતાં તીર્થરક્ષાની મારી ફરજ છે. એટલે પગના અંગુઠાથી પર્વતને દબાવે છે. એટલે બખોલમાં પેસે રાવણ એક મોટી બૂમ મારીને બહાર નીકળે છે ને મોંમાથી લોહીની ઉલટી થાય છે. મૂળ વાત એજ કે તીર્થરક્ષા વખતે પણ દ્વેષ, અરૂચિ - તિરસ્કાર ન જોઈએ. એની ઉપેક્ષા પણ ન કરાય. તીર્થરક્ષા ૯૮ For Personalvate Use Only ૮) Page #106 -------------------------------------------------------------------------- ________________ માટે જે કરવું પડે તે કરવું જ પડે. યોગ્ય પગલા લેવા જ પડે. પણ પ્રત્યનિકો પ્રત્યે દ્વેષ રાખીએ તો આપણે ડૂબી જઈએ. પ્રેમસૂરિ મહારાજે ચંદ્રશેખર મ. ને અમદાવાદ ચાતુમાંસ મોકલ્યા. એ વખતે આચાર્ય તુલસી અમદાવાદમાં ચાતુર્માસ માટે આવ્યા હતા. તેઓ અનુકંપામાં માને નહિ... આપણો સંઘ મહાન છે. છતાં બધા વિવિધ પ્રકારના ગચ્છ, મતમાં વહેંચાયેલો છે. એક થવું, સંગઠિત થવું જરૂરી છે છતાં સિદ્ધાંતો ન છોડાય. ગીતાર્થોને માથે બહુવિકટ સમસ્યાઓ છે પણ એ ગીતાર્થો ગુરુકૃપાના બળે બધુ વ્યવસ્થિત સાચવે છે. - આચાર્ય તુલસી અમદાવાદ આવ્યા. હવે જો એ રીતે પ્રચાર થાય ને સંઘમાં ૧૦-૧૫ જણા પણ દેટ રીતે એમના મતે બંધાય તો પછી વાતે વાતે સંઘમાં ખલેલ પડે અને એના ભાવિ નુકશાન ભયંકર આવે. માટે ચંદ્રશેખર મ. પર વિશ્વાસ કે તે આપણા શ્વેતાંબરો સાચવશે એટલે એમને ચાતુમસ મોકલ્યા છતાં પણ જ્યારે જ્યારે ચોમાસામાં પત્ર લખે તો ખાસ લખે કે શાસનને જરૂરી બધા કામ કરજે પણ એ સાવધાની રાખજે કે આ. તુલસી પ્રત્યે વ્યક્તિગત અરૂચિ ન થાય.... | મુસલમાનો કહે અમારા સિવાયના બધા કાફર... બધા, ધર્મોએ બીજા ધર્મની ખાંડી છે પણ જેન ધર્મ કહે કે અન્યધર્મમાં પણ ગુણીયલ આત્માની અનુમોદના કરવી. આપણા આત્મામાં સંકલેશ થાય એમ ન કરવું. કોઈનાય પ્રત્યે અસદ્ભાવ ન થાય તે ખાસ જોવાનું.. અહીં બહુ સંભાળવાનું છે તોફાની દરિયામાં નાવ ચલાવવાની છે. ૯ For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ શા કારણે દુષ્કૃતગહીં ? અનાદિકાળથી જીવે બીજા જીવોનું અહિત જ કર્યું છે. એને જ સારુ માન્યું છે. આ દુષ્કૃત છે આ દુષ્કૃતની ગાં કરવાની છે. આ દુષ્કૃતની ગીં પણ પ્રણીધાનપૂર્વક કરવાની. કેમ ? તો ભૂતકાળમાં દુષ્કૃતો પ્રણિધાનપૂર્વક કર્યા છે. ૨ મીનીટ પહેલાં બોલેલી ગાથા ભૂલી જવાય, નવકારવાળીમાં ચિત્ત ન ચોટે પણ નિંદા મજેથી થાય. દરેક પાપ અત્યંત પ્રણિધાનપૂર્વક કર્યા છે અને બીજી બાજુ ધર્મક્રિયામાં, પ્રતિક્રમણ, પૂજામાં રગશિયા ગાડાની જેમ ચલાવ્યું છે. સંસારની આ બધી પાપવૃત્તિ એવા પ્રણિધાનપૂર્વક કરી છે કે જેના આત્મામાં તીવ્ર રસવાળા અને પરંપરા ચાલે એવા પાપો પડયા છે. આ સંસાર બંધથી નહિ, અનુબંધથી ચાલે છે. પ્રણિધાન એ અનુબંધ કરાવે છે. પ્રણિધાનપૂર્વકના પાપ ઉદય વખતે નવા પાપ બંધાવી પરંપરા ચલાવે છે. પાપનો રસ તોડો : આત્મામાં અશુભ રસવાળા કર્મોરૂપી ટાઈમ-બોંબ પડયા છે. ગમે ત્યારે ઉદયમાં આવીને ક્યાંય ફેંકી દે કહી શકાય નહીં, પ્રણિધાનપૂર્વક રસપૂર્વક જૂઠ બોલ્યા, ચોરી કરી, અનીતિઅન્યાય ને ભોગ વિલાસમાં તીવ્ર અનુબંધ કર્યા, અનાદિકાળના અભ્યાસથી આ જીવને પાપકર્મમાં જ રસ પડે છે. તેમાં જ ધગશ અને ઉલ્લાસ આવે છે. હવે આ તીવ્ર ૧૦૦ For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ અનુબંધવાળા કર્મો બાંધ્યા એનાથી વિપરીત જવું પડે ને એ માટે દુષ્કૃતગાં પણ પ્રણિધાનપૂર્વક કરો. જીવ સત્વહીન છે. વર્તમાનમાં સર્વત્ર રાગના જ નિમિત્તો મળે ને જીવન એમાં લેવાઈ જાય છે. પૂર્વકાળની જેમ અલ્પ રાગ-દ્વેષવાળું જીવન જીવતા હોઈએ તો વાંધો નહિ પણ અહીં તો કર્મના ઘોર લેપડા થાય છે. બાંધવા સહેલા છે, ભોગવવા અઘરા છે. ક્ષણમાં બંધાઈ જાય પણ ભોગવતા પલ્યોપમ ને સાગરોપમ જાય. નાની ભૂલની સજા મોટી શ્રેણિક મહારાજાને હિંસાના અનુબંધમાં બંધાયેલું નરકાયુષ્ય તો ૨-૫ મિનીટમાં બંધાઈ ગયું, પણ એ પાપ ભોગવવનો કાળ કેટલો ? ૮૪,૦૦૦ વર્ષ સુધી નરકનું દુઃખ ભોગવવાનું આવ્યું. ૧ લી નારકીનું જઘન્ય આયુષ્ય ૧૦,૦૦૦ વર્ષ. બાંધવાનો કાળ અંતર્મુહુર્ત હતો. પણ ભોગવતા અસંખ્યકાળે પણ ન છૂટે. માટે સાવધાન થવાનું છે. ૫ મીનીટની નાની ભૂલ પણ ભારી પડશે. મહાવીર ભગવાને કહ્યું, સમરું ગોચર્મ મા પમાયએ. એક ક્ષણ પણ પ્રમાદ ન કરીશ.... પ્રમાદ એટલે રાગ-દ્વેષ. એક નાનકડું શલ્ય : રૂકમી સાધ્વી-લગ્નના દિવસે પતિ મૃત્યુ પામે છે. શીલરક્ષા માટે વિચારે કે ભાવિમાં કાંઈ ભૂલ ન થાય માટે અગ્નિમાં બળી મરૂં. કેટલી પવિત્ર રહેવાની ટેક ! એ તો મા-બાપે ધર્મમાં જોડી. ૧૦૧ For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ બાપના મર્યા પછી એ રાજ પર આવે છે. માત્ર એક જ જીવનમાં ભૂલ કરી અને તે પણ સામંત મંત્રી પર એક જ વાર રાગપૂર્વક દષ્ટિ નાંખી. આ કામને જીતવો બહુ મુશ્કેલ છે. જેને અતિશય કામ હોય એ જ આ કામ (દેવ) ને જીતી શકે. કુમારપાળ વી. શાહ, ૧૬ વર્ષની ઉંમરે જીવનભરનું બ્રહ્મચર્ય લઈ લીધું. ગુરૂ મહારાજે કીધું હવે આ પાળવું હોય તો જબરજસ્ત કામનો બોજો માથે જોઈશે. જેટલો સમય છે તેના કરતાં અધિક કામ જોઈશે. કામનો ઉપાય કામ. નવરા માણસો તો ક્યાંયના ક્યાંય ફસાઈ જાય. સારા ખાનદાન કુળના હોય તો કદાચ કાયા,. વચનથી ન ખરડાય પણ મનથી તો ન જ બચાય... મોટી પોસ્ટના માણસની નાની પણ ભૂલ એ ભયંકર સાબિત થાય. આ આત્મા અનંત શક્તિશાળી છે. એની પ્રચંડ તાકાત છે. જેનું વર્ણન ન થઈ શકે. ક્ષણવારમાં કમી નરક તો બીજી ક્ષણે કેવળજ્ઞાન, બે ય તાકાત આપણી પાસે છે હવે શું કરવું તેનો આધાર આપણી પર છે. તેની ઉપેક્ષા ન થાય. એક નાનકડી ભૂલ ભવોભવ રખડાવી દે. આ કરીયાણાની નહિ, ઝવેરીની દુકાન છે. નાના શુભાશુભ કર્મના વિપાક પણ અત્યંત મોટા આવે. સંચમીની સેવામાં શાસન દેવ રૂક્નીએ એક જ વાર માત્ર રાગપૂર્વક જોયું, પેલો સમજી ગયોએ રાજ્ય છોડીને જતો રહ્યો, પોતાની પાસે મંત્રી પદનો ૧૦ર. For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ સિક્કો છે, બીજા રાજ્યમાં જાય છે. રાજા પાસે જાય છે. સિક્કો બતાવે છે. પૂછે છે આ કોનો સિક્કો છે કહે, “અરે ! આનું નામ ન લેશો, નહિ તો ખાવા નહિ મળે.” રાજા પરીક્ષા કરે છે ત્યાં જ ભાણું મંગાવે છે. કહે-હવે નામ બોલો, “પેલાએ રૂકમી એવું નામ લીધું ને એટલામાં જ નીચેથી મોટો અવાજ સંભળાયો. દુશ્મન રાજા ચડી આવે છે.... આ બધુ શાસનદેવીએ ગોઠવ્યું હતું. જેની પાસે ઉત્તમ કોટિનું ચારિત્ર હોય તેની સેવામાં શાસનદેવો આવે. આપણી પાસે ન આવે... કેમ કે નથી ચારિત્રના ઠેકાણા, નથી શુદ્ધિના ઠેકાણા. અહીં સામંત મંત્રી શાસનદેવને પ્રાર્થના કરીને દુશ્મન રાજાને થંભાવી દે છે, પછી રાજા અને મંત્રીપદ આપવા તૈયાર થાય છે. પણ કહે હવે એ ન જોઈએ. હવે તો વાળનો લોચ. સંયમ લે છે. કાળે કરીને અવધિજ્ઞાન થાય છે. સર્વત્ર વિચારે છે... ભૂલનો અસ્વીકાર : આ બાજુ રૂક્ની પણ પછી એમની પાસે ચારિત્ર લે છે. હવે અંતે અણસણ કરવા સમેતશિખર જાય છે. અંતે સંલેખના કરે છે. પણ એ પહેલા શુદ્ધિ કરવી પડે. બધા દોષો ગુરુ આગળ પ્રકાશિત કરવા પડે, પ્રાયશ્ચિત લઈને શુદ્ધિ કરવી પડે, પહેલાં શુદ્ધિ પછી અણસણ. રૂમીએ બધા અતિચાર આલોવ્યા પણ પેલા પ્રસંગની આલોચના ન કરી.. પોતે અવધીજ્ઞાની છે અને એ રાગદ્રષ્ટિની વાત પોતાની સાથે જ બની છે... આચાર્ય (૧૦૩) ૧૦૩ For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ મહારાજ સામે ચાલીને એ ભૂલ યાદ કરાવે છે પણ રૂક્મી છુપાવે છે. કહે - મેં તો માત્ર પરીક્ષા કરી હતી. આચાર્યે બધું પ્રગટ કર્યું અંતે રૂક્મી કહે આપને દોષ લાગતો હોય તો પ્રાયશ્ચિત આપી દો, મને નથી લાગતો. બસ આ એક જ ભૂલ પણ એ ભૂલ ક્યાં લઈ ગઈ. ? ૧ લાખ ભવ સુધી એ ભૂલના કારણે ભટકવાનું. જો એ પાપ સ્વીકારી લીધું હોત તો એ જ ભવે કદાચ મોક્ષમાં જાત.. પણ શુદ્ધિ ન કરી તો અનંતકાળ સંસાર વધ્યો. પ્રાયશ્ચિત શુદ્ધિ : : હવે કરેલા પાપોની શુદ્ધિ કરી લેવાની છે. હૃદયના શલ્યોનું નિરાકરણ કરી લેવાનું છે. એ કરશું તો ગમે તેવા તોફાની દરિયામાં પણ જિનશાસનનું નાવડું ચોક્કસ પાર ઉતારી દેશે. ૫ મો આરો એ તોફાની દરિયો છે. તેમાં આ જિનશાસનનું જહાજ છે હવે અત્યંત વિશ્વાસ ઊભો કરી દેવાનો છે. માત્ર આ ભગવાન જ બચાવશે. આ જિનશાસન સિવાય કોઈ બચાવનાર નથી. અત્યંત રાગ ઉભો કરી દેવાનો. મળેલા તન મન ને ધન એને સમર્પિત કરી દેવાના, હવે પ્રમાદ નથી કરવો. આ જીવનની ગાડી અરિહંતની આજ્ઞાના પાટે ચલાવવાની છે. અંદરના શલ્યોનું નિરાકરણ કરીને આગળ વધવાનું છે. આ ભવ અને પરભવના દુષ્કૃતોની ગાં કરવાની છે. આજ સુધી શું કર્યું, માત્ર પાપ કર્યા ને દુઃખ ભોગવ્યા ? પાપ કર્યે જ ગયા. અર્થ અને કામ પાછળ દોડયે ગયા, ૧૦૪ For Personar & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ... રાજ્ય નહોતુ મળ્યું ત્યારે જંગલમાં રખડતા એક ઝાડ નીચે બેઠા હતા ત્યારે બાજુના દરમાંથી એક ઉંદર નીકળીને સોનામહોરની ઢગલી કરીને નાચે છે. આ અનાદિના સંસ્કાર જ છે. જીવ અર્થ અને કામની પાછળ સદા અતૃમ છે. ક્યારેય તૃપ્ત થવાનો નથી. - તૃષ્ણાનો અંત નથી... રાજકારણીઓ પાસે અબજો રૂપિયા છે છતાં તૃપ્તિ નથી. હજી વધુ રાજ્ય જોઈએ. પછી P.M. થયું છે. કદાચ એ મળી જાય તો શાંતિ થાય? ના ચકવર્તીનું છ ખંડનું સામ્રાજ્ય મળી જાય પછી શાંતિ ખરી? ના પછી દેવલોક જોઈએ. દેવોને ઈન્દ્ર થવું છે. ઈન્દ્ર થયા પછી શાંતિ ખરી? ના આયુષ્ય પૂરૂ થઈ જવાનો ભય ! આ અર્થ ને કામ, એ બે મોહરાજાના સવાર આપણને રખડાવે છે. જે જીવનમાં સુંદર ચાત્રિ પાળી શકાય છે, ભવ્ય આરાધના કરી શકાય છે, આત્માની ઉન્નતિ કરી શકાય છે. તેવા સંયોગ છતાં માણસ અર્થ ને કામ પાછળ દોડે છે. સવારે બાંધેલો કિલ્લાનો પ્રવેશદ્વાર રાતે પડી જતો હતો એમ આખી જીંદગીનું ભેગુ કરેલું મૂકીને ચાલ્યા જવાનું અને પાછા આવતા ભવમાં દરિદ્રપણે જન્મો તો બધુ ફરીથી એકડે એકથી ઘૂંટવાનું. આયુષ્યનો ભરોસો નથી. બાપ રહે ને દીકરો ઉપડી જાય એવા ઘણા દાખલાઓ છે. જગતના બધા જીવો બીજાને “રામ-રામ' કરવા જાય છતાં પોતાને માટે એમ જ અભિમાન છે કે મને ૧૦૫ For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ કાંઈ થવાનું નથી. હવે, નક્કી કરો, જે પરલોકમાં આવશે તે જ ભેગું કરવું છે. અરે ! અહીં જેટલુ વોસિરાવ્યા વગર જશો તેના બધા પાપના પાર્સલ ભવાંતરમાં સાથે ને સાથે આવશે. ઝાડના જીવે પોતાનું શરીર ઊભું કર્યું. હવે મુખ્ય ઝાડનો જીવ ત્યાંથી ચ્યવીને બીજા ભવમાં જાય ને પછી કોઈ ઝાડને કાપીને કુહાડો બાણ બનાવે ને તેનાથી શિકાર કરે તો એ શિકારનું પાપ કોને ? શિકારીને + ઝાડના જીવને પણ પહોંચે. આ અધિકરણાદિના પાપો બહુ ખતરનાક છે. અર્થ ને કામમાં ગુમાવ્યું... શ્રાવકનું જીવન આખું સાદાઈમાં જાય. પણ આ મૂર્ખા જીવે બાળપણ રમવામાં ને યુવાની મોજ-શોખમાં ઉડાવી . અહીં તો ચારિત્રની શક્ય એટલી સાધના કરી લેવાની હતી. પણ આ જીવ હંમેશ અર્થ અને કામ પાછળ અતૃપ્ત બનીને ફર્યા કર્યો. આખું જીવન તેની પાછળ ખલાશ કરી નાખે છે ને છેલ્લે રડતો રડતો પરલોક જાય છે. ૧ કરોડ રૂા. નહિ પણ ગણેલો ૧ નવકાર સાથે આવશે. સાધુની ભક્તિ, વૈયાવચ્ચ કરી હશે તો ભવાંતરમાં સાધુ મળશે. દુષ્કૃતની ગર્હા કરવી છે. દુષ્કૃત એટલે અર્થ ને કામ. આ અર્થ ને કામ પાછળ જે જીવન વેડફીએ છીએ, જે ઉચ્ચ ભાવોને વેડફીએ એ જ દુષ્કૃત, અર્થ અને કામમાં આસક્ત મન ક્યા પાપ ન કરે ? એને જિનવચનથી કંટ્રોલમાં રાખવાનું છે. ૧૦૬ For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનની સેવા : અનંત ઉપકારી પરમાત્માએ ભયંકર આરંભ સમારંભવાળા જીવોનો પણ ઉદ્ધાર થાય એના માટે જિનશાસનની સ્થાપના કરી. સાત ક્ષેત્ર બતાવ્યા. દ્વારિકા નગરીમાં બે વેધ. બંનેના ખૂબ આરંભ સમારંભ, છતાં એમાં એકનો સ્વભાવ સારો ને બીજાનો વાંકો. એક સાધુ મ.ની તબિયત નરમ પડી. વૈધ પાસે ગયા. પહેલા વાંકા સ્વભાવવાળા વૈધ પાસે ગયા. એણે કહ્યું આ દવા મધ સાથે લેજો... સાધુ કહે મધ અમને ન ખપે, બીજો ઉપાય બતાવો. તો કહે- બીજો કોઈ ઉપાય નથી. આ દવા છે, લેવી હોય તો લો. નહીતર રવાના થઈ જાવ. સાધુનું અપમાન અવગણના કરી. આ ક્ષેત્રો પૂજ્ય છે. તેની માનસિક પણ અવગણના થાય તો વિપાક ભયંકર ભોગવવો પડે. સાધર્મિક પણ મહાન છે. તેની પણ ઉપેક્ષા ન કરાય... એમાં જ કો'ક તિર્થકર, ગણધરનો પણ જીવ હોય. શાસન એટલે રત્નોની ખાણ : પ્રસંગ આવે છે-બે સાધર્મિક યાત્રા માટે નીકળ્યા. સવારે એક ગામમાં વ્યાસણુ કરીને સાંજે બીજે ગામ પહોંચ્યા. આ ગામમાં એક વ્યક્તિ સાધર્મિકની જબરજસ્ત ભક્તિ કરે. પણ આજે રસોડુ સહેજ વહેલુ બંધ થઈ ગયું. ને એમની ઉપેક્ષા કરી, જવા દીધા. એ લોકો વ્યાસણ ન કરી શક્યા. સવારે બીજા સ્થાને પહોંચ્યા... પછી આ ગામમાં કો'ક જ્ઞાની ગુરુભગવંત પધારે છે. (૧૦૦) ૧૦. For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ આ પૂછે છે. મારી કોઈ ભૂલચૂક હોય તો બતાવો. ગુરુ મ. કહે છે પેલા બે તારા રસોડેથી એમનેમ ગયા તેમાં એક તીર્થકરનો જીવ હતો ને એક ગણધરનો જીવ હતો. પાત્ર જેટલું ઊંચુ તેટલું ભક્તિનું ફળ વધારે. એમને જમાડયા હોત તો ૧ લાખ શ્રાવકનો લાભ મળત. ચતુર્વિધ સંઘ એ મોટામાં મોટું પાત્ર છે. સંઘ એટલે રત્નોની ખાણ... એમાંથી જ એકેક એવા રત્નો પેદા થાય જેનાથી સેંકડો જિનમંદિરોની રક્ષા થાય. ભામાશા આ સંઘમાં જ હતા. જેણે પ્રતાપ સામે તિજોરી ખુલ્લી મૂકી દીધી. આખા મેવાડના ૩૦૦ જિનમંદિરોની રક્ષા કરી. આજના કાળે કુમારપાળ વી. શાહ કેટલાય જિનમંદિરોના જિર્ણોદ્ધારના કાર્યો કરે છે. આ સંઘમાં એવી ચ શ્રાવિકાઓ છે જે પોતાના દિકરાને જિનશાસનના ચરણે ધરી દે છે. એક ગર્ભવતી શ્રાવિકા પાલિતાણામાં દાદાને કહે છે આ દિકરો જે જન્મશે એને તારા ચરણે ધરી દઈશ (મહાબોધિ મ.) સંઘ પર વાત્સલ્યભાવ જોઈએ ? આ સંઘ તો રત્નોની ખાણ છે. આ પાંચમાં આરામાં, કલિકાળે જુદા જુદા ગચ્છો, સમુદાયો છતાં પણ સંઘ મહાન છે. આજે સંઘના શત્રુંજય, ગિરનાર, રાણકપુર-આ બધી જેન સંઘની કુલ સંપત્તિ કેટલી થાય? એના રક્ષણની જવાબદારી ખરી ને ? સાધુ સાધ્વીના આહાર ઔષધની પણ ચિંતા આપણે કરવી પડે. આ મહાન સંઘ છે. તેના પ્રત્યે પ્રેમભાવ, વાત્સલ્યભાવ ઊભો કરવાનો. આ રત્નોની ખાણ છે, જેમાં આપણને ઉત્પન્ન ૧૦૮ For Personare Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ થવા મળ્યું. મહાપુણ્યોદયે આ યોગ મળે, એની ઉપેક્ષા ન કરાય. મહાપુરુષોની સેવા એજ જીવનની કમાઈ ૧ લા વૈધે ઉપેક્ષા કરી, બીજા વૈધનો સ્વભાવ સારો હતો. એણે મહાત્માને પહેલા તપાસ્યા. ઔષધ વિગેરેની અનુકૂળતા કરી આપી... પ્રેમથી ભક્તિ કરી. આ ઘોર સંસારમાં પણ સાધુ-સાધ્વીની ભક્તિ એ આશાનું એક કિરણ છે. બંને વૈધને ઘોર-હિંસા, આરંભ સમારંભ હતા. ૧ લો મરીને ૭મી નરકમાં ગયો, બીજો વૈધ મરીને વાંદરો થયો કારણ ઘોર સમારંભ છતાં એની નિંદા હતી ને સાધુની ભક્તિ આદરપૂર્વક કરી પણ સાથે અર્થનું ધ્યાન હતું. સમયે સમયે કોણ જાણે કેટલાય કર્મો જીવ બાંધે છે ! પ્રતિ સમયના અધ્યવસાયની આત્માના કોમ્પ્યુટરમાં નોંધ થયા વગર રહેતી નથી. આ કર્મ કોઈને ન છોડે. કાળ પરિપક્વ થયે ક્યાંય ને ક્યાંય ફેંકી દેશે. જેટલા જીવોની હિંસા કરી તેના કરતાં હજારોગણીવાર મરવું પડશે. હવે આ જિનશાસન પામીને લાઈનમાં આવી જાવ. અર્થ અને કામ પાછળની દોટ મૂકી દો. જિનશાસનને સમર્પિત થઈ જાઓ. જુઓ જગડુશાહે અનાજ સંગ્રહ કર્યો પણ પૈસા માટે નહિ. બોર્ડ લગાવી દીધું ગરીબોનું અનાજ તમે પણ તિજોરીમાં બોર્ડ લગાવી દો જિનશાસનની મૂડી પહેલા તો સંપત્તિ ભેગી કરી એ જ પાપ હવે એ ગુનામાંથી બચવા નક્કી કરો આ બધુ ભગવાનનું છે. ૧૦૯ For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ મારૂ કાંઈ નથી. હું માત્ર મેનેજીંગ ટ્રસ્ટી. પગાર પૂરતું ખાવા પીવાનું એમાંથી કરવાનું બાકી બધુ ભગવાનનું. અહીં જિનશાસન સાથે લેણાદેણી ઊભી કરી હશે તો ભવાંતરમાં એ સુલભ થશે. નાની પણ સેવાનું ગજબનું ફળ ઃ બીજો વૈધ જંગલમાં વાંદરો થયો એમાં પણ ૭૦૦ વાંદરીઓનો માલિક થયો. ત્યાં જંગલમાં એક સાર્થ સાથે સાધુ મહાત્મા જતા હતા. એક મહાત્માને એકદમ મોટો કાંટો વાગ્યો. ચાલવા અસમર્થ બન્યા બીજા સાધુને કહ્યું-આપ પધારો, હું અહીં અણસણ કરીને મારી આરાધના કરી લઈશ, સંયોગોવશાત બીજા સાધુઓને જવુ પડયું. હવે જંગલમાં આ મુનિ એકલા છે. એમને જોઈને પેલી ૦૦૦ વાંદરીઓએ ચીચીયારી પાડી. આ વાંદરો ત્યાં આવે છે. સાધુને જોતાં જાતિસ્મરણ જ્ઞાન થાય છે. પૂર્વભવમાં વૈધ હતો, બધી દવા જાણે છે. ઔષધિઓ લાવીને સાધુને સાજા કરે છે. સાધુ પણ વાંદરાને ઉપદેશ આપે છે, અણસણ કરાવે છે. વાંદરો મરીને દેવ થયો. પછી મનુષ્ય થઈ મોક્ષે જશે.. આપણે અહીં દુષ્કૃતગાઁ જોઈએ છીએ. આ પણ એક યોગ છે. આત્માને મોક્ષ સાથે જોડી આપે તે યોગ. તેના મુખ્ય બે ફળ બતાયા. (૧) વર્તમાનમાં દુ:ખ, સંકલેશમાં સહન કરવાની શક્તિ આપે ને (૨) એનાથી અનિકાચિત કર્મો નાશ પામી જાય. ૧૧૦ For Persons Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ચોગનું આ મોટું ફળ છે. ધર્મી આત્માને એ સહિષ્ણુતા આપે. ભલે ને ગમે તેટલી મોટી આપત્તિ આવે તેમાં પણ એને સહન કરવાની શક્તિ મળે. એ સમજે કે સુખ એ જેમ ભ્રમણા છે તેમ દુઃખ એ પણ ભ્રમણા છે. પણ અનાદિના અભ્યાસને કારણે આપણે એમાં રાગ-દ્વેષ કરીએ છીએ. રાગ-દ્વેષ એ આત્માના સીધા રોગ છે. કેન્સર એ તો બાહ્ય રોગ છે. શરીર અને આત્માનો સંયોગ એ દુઃખી કરે છે. હકીકતમાં શરીર એ પણ પાડોશી છે. ધર્મ જેમ પરિણમે તેમ દુઃખની સહિષ્ણુતા આવે. ધર્મના બે મોટામાં મોટા ફળ કે અનિકાચિત કર્મો તો નાશ પામી જાય અને નિકાચિત કર્મના ઉદયે સહિષ્ણુતા આવે. દુષ્કતગહનું ફળ શું? અનાદિના પ્રણિધાનપૂર્વક પાપ કર્યાને આજે પણ ચાલુ જ છે. એનાથી અનુબંધવાળા પાપકર્મો બાંધ્યા છે. પ્રણિધાનથી કર્મો અનુબંધવાળા બંધાય. તે પરંપરા ચલાવે ને તીવ્ર રસવાળા કર્મો વધુ તીવ્રતાથી ભોગવવા પડે. હવે જેટલા પ્રણિધાનપૂર્વક કર્મ કર્યા એટલા જ કે એનાથી વધુપ્રણિધાન પૂર્વક દુષ્કતગહ કરવાની છે. તેનાથી અનાદિના અશુભ બંધો તૂટશે એનાથી કર્મોનો રસ મોળો પડશે. અશુભ કર્મ ભોગવવું નહિ પડે. દુષ્કતગહ વિના કોઈ દિ સંસારની પરંપરા ન તૂટે. અનુબંધ તોડતા તોડતા ક્યારેક તીવ્ર કોટિનો ભાવ આવી જાય તો અનુબંધ તૂટે, કર્મો તૂટે. વળી ક્યારેક તો બીજા પણ દુષ્કૃતના ફળો ધોવાઈ જાય. (૧૧૧) ૧૧૧ For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ આમ દુષ્કતગહના બે ફળ (૧) તીવ્ર રસવાળુ કર્મ અલ્પ રસવાળુ બને અને (૨) જુના પાપકર્મોના અનુબંધો તૂટી જાય. આજ સુધી બધા પાપ પ્રણિધાન, એકાગ્રતા અને દુનિયાના સ્વાર્થના ભાવપૂર્વક કર્યા. આવા પાપના તીવ્ર રસ અને અનુબંધવાળા કર્મ પડયા છે. એ બંનેને તોડવાની તાકાત આમાં છે. હિંસા બહુ કરી છે. ચૂલો સળગાવતા કોઈ વાર આંખમાં આંસુ આવી ગયા હોય એમ બન્યું છે ખરું? પાપ કરતા ક્યારેય રડયા છો ? સંસારના દુઃખમાં રડયા છીએ. શેરબજારમાં રૂા. કાગળીયા થઈ ગયા ત્યારે રાતોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. દીકરો માંદો પડયો ને એને જોઈને આંસુ આવ્યા પણ પાપકર્મ કરતા રડ્યા ખરા ? પાપ તો હસતા હસતા ને મજેથી જ કર્યા છે. ને પાછા પ્રણિધાનપૂર્વક કર્યા છે. હવે આ કેમ ભોગવાશે એ પ્રશ્ન છે. રત્નકણિકા જ પોતાનું જ કામ કરવું તે આસક્તિ, અન્યનું પણ કામ કરવું તે સંસ્કૃતિ, અને કર્મ કરીને પણ અલિપ્ત રહેવું તેનું નામ વિરકિતા ૧૧૨ For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ દુષ્કૃત-ગહ How? (૧) આ પાપ કરવા જેવું નથી છતાં મેં કર્યું. પાપમાં અકર્તવ્યપણાની બુદ્ધિ જોઈએ. અરે ! આટલી હિંસા કરી, પરિગ્રહ કર્યા, ન કરવા જેવું કેટલુંય કર્યું. આઠ વર્ષની ઉંમરે દીક્ષા લેવાની હતી. એ ન લીધી. એ પણ ભગવાનનો ગુનો ખરો ને? આ મનુષ્યજીવન શેના માટે? પૈસા કમાવવા, સ્ટંબ ચલાવવા, ના? માત્ર આત્માની આરાધનાસાધના કરવા. ચારિત્ર લેવા. આપણે સંસારમાં રહ્યા. પાપો કર્યા, છતાં બચાવ કરીયે કે સંસારમાં રહ્યા એટલે પાપો તો કરવા જ પડે ને ! આવો બચાવ ન જોઈએ. અકર્તવ્યપણાની બુદ્ધિની પ્રધાનતા જોઈએ. હું કુદરત/કર્મસત્તાનો ગુનેગાર છું. એથી આગળ વધીને દેવગુરુના વચનાથી વિપરીત કેટલુંય કર્યું એ પણ દુષ્કૃત જ છે ને! આ પાપોની ગદ્ગદ્ કંઠે નંદા કરો. દુકૃતોને યાદ કરતા આંખમાં આંસુ જોઈએ. સમાધિ દુર્લભ છે. લબ્ધિસૂરિ મ. સ્તવનની પંક્તિમાં લખ્યું “હું પાપી છું. નીચ ગતિ ગામી” દિવસમાં કેટલીવાર આવું યાદ કરો છો? આપણે થોડી આરાધના કરીને એમ માની બેઠા છીએ કે મોક્ષ બે-ચાર ભવમાં થઈ જવાનો છે. પણ સારા કાળમાં જ્યાં સમાધિ (૧૧૩) ( ૧૧૩ For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ દુર્લભ છે તો મરણ વખતે શું? અને સમાધિમરણ જ ક્યાં છેટું છે ત્યાં મોક્ષની વાત તો દૂર જ રહી. આ સમાધિ કાચના ટુકડા કરતાં વધારે કોમળ છે. જરાક કોઈ બે શબ્દ કહી જાય ને મના ખંડિત થઈ જાય છે. મનથી જરાય આડુ ચિંતવીએ તે અસમાધિ. ચિત્તની સ્વસ્થતા તે સમાધિ. કોઈ સહેજ મનથી વિપરીત થાય ને મન અવળું થઈ જાય છે તો છેલ્લે મરતી વખતે બધા કુટુંબીઓ, . સ્નેહીઓ બધાને છોડવાના આવશે ત્યારે સમાધિ કેમ ટકશે? કોઈ નવકાર સંભળાવે ત્યારે નવકારમાં મન ક્યાં જવાનું છે? એ તો વેદનામાં જ જાય. લાખો પ્રકારનાં અધ્યવસાયો ક્ષણવારમાં સમાધિ તોડે. સગતિ દુર્લભ છે કારણ સમાધિ દુર્લભ છે. શાસ્ત્રમાં ત્રણ પ્રકારના મરણ બતાવ્યા. એમાં પહેલુ બતાવ્યું બાલમરણ-કોઈપણ જાતના પચ્ચખાણ વગરનું મરણ. આવું મરણ થાય તો આખી જીંદગીના ઊંધા અભ્યાસથી મરણ વખતનું દુધ્ધન અનંત મરણ વધારી દે. અને એના માટે જ ચાર-શરણ, દુષ્કૃત ગહ, સુકૃત અનુમોદના આ-૩ વારંવાર ઘૂંટવાના છે. આનાથી અંતિમ કાળે કદાચ સારો ભાવ આવી જાય ને સમાધિ મળે. આપણા અંદગીભરના કાળા કામો ને પાપો જોતાં એમ લાગે કે સમાધિ દુર્લભ જ છે. કદાચ કોઈ દેવ-ગુરુની દૃષ્ટિ પડી જાય ને અધ્યવસાય સારા આવે તે વાત જુદી ! કોઈ ભગવાનની પ્રતિષ્ઠા કરી હોય ને છેલ્લે એ યાદ આવે ને સમાધિ આવી જાય. For (૧૧) For Personalrivate Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ પણ એ પણ દુર્લભ છે. આત્મનિંદા તોડે ભવદુઃખફંદા : દિવસમાં વારંવાર યાદ કરો, “હું પાપી છું નીચ ગતિ ગામી” મારી પ્રકૃતિ કેટલી ખરાબ, કષાયોની કેવી ઉત્કટતા આપણા અરૂચી, કષાય રૂપી અધ્યવસાયની તલવાર ક્યારેક ગુરુ મ. પર પણ ચાલી જાય. મનથી વધીને ક્યારેક વચન પણ નીકળી જાય. હું એટલે કોણ ? આ જગતના અનંતા પાપોથી ભરેલો. અચરમાવર્તમાં એકપણ પાપ એવું નથી કે જે જીવે ન કર્યું હોય ભૂતકાળના લાખો-કરોડો ગુના કરીને આવ્યા છીએ ને નવા ગુના કર્યે જ જઈએ છીએ. કોણ સદ્ગતિ આપશે ? એમ મફતીયા મોક્ષ થઈ જવાનો છે? અનંતકાળ હજી રખડવું પડે એવા દેદાર છે. દાળમાં સહેજ વધારે મીઠું પડી જાય એ સહન કરવાની તાકાત નથી. પત્ની પર તૂટી પડો છો. એણે તો એક દાળ બગાડી પણ તેં અનંતા પાપો કરીને અનંત ભવો બગાડયા તેનું શું? ' ભૂતકાળના બધા પાપો કર્મના માધ્યમથી કોમ્યુટરમાં ફીટ થઈ ગયા. સંસ્કારથી વાસિત થઈ ગયા. આ ભવે જીવે લાખો કરોડો ભવના કર્મના થોકડા ઓછા કરવાને બદલે વધાર્યા. નવા પાપ કર્યા. હિંસા, ચોરી, જૂઠમાં મચી પડયો. સ્વાર્થી બની ગયો. પરાર્થની તો વાત જ નહિ ! જયવીસરાયમાં એક માંગણી મૂકી-મા-બાપની ભક્તિ ૧૧૫ For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ દેજો. કેમ માંગ્યું? મા બાપની કેટલી સેવા કરી ? આ તો પ્રાથમિક કર્તવ્ય છે. ભૂમિકા છે. કૃતજ્ઞતા ખાતર પણ ભક્તિ કરવાની છે. કૃતઘ્ન બન્યા. મા-બાપને ધર્મ પમાડયો ખરો ? માંદગીમાં સેવા કરી ? આપણે ક્યા સુકૃત ઉપર સદ્ગતિની અપેક્ષા રાખી શકીએ ? દેવલોક રસ્તામાં પડયો છે ? સુકૃત કર્યા તો કેટલા ? બે પૈસા જેટલા. ને સાથે પાપ કેટલા કર્યા ? પરલોકનો વિચાર કરો-મેં આ લોકમાં એવું શું કર્યું જે પરલોકમાં મને સાથે આવે. ઢંઢણૠષિ સાધુપણામાં ગોચરી જાય ને ગોચરી ન મળે. છ મહિના ફર્યા. ગયા ભવમાં ઢોરને નહોતું આપ્યું. માટે જ ! જીવનનું સરવૈયું કાઢો. જમા અને ઉધાર બનાવો. ભોગવ્યું તે ઉધાર ખાતે. ખાવુ-પીવું-ભોગવવું મોજ-મજા કરવી એ બધું debit. એની સામે જમાખાતું, કેટલી સાધર્મિકની ભક્તિ કરી, કેટલી તપશ્ચર્યા કરી ? એ કરી તો પણ ભાવપૂર્વકની કેટલી ? કંઈક વિચાર કરો, કે પછી પરલોકમાં જવાનું જ નથી? જવું જ પડશે. આ આયુષ્યકર્મ પૂરૂ થયું એટલી વાર. એક અંગૂઠાથી મેરૂને હલાવે એવી અચિંત્યશક્તિવાળા તિર્થંકરે પણ ઈન્દ્રને જવાબમાં કહી દીધું. એક ક્ષણ પણ આયુષ્ય હું વધારી ન શકું. જે સેકન્ડ ગઈ હશે તે બદલી શકાશે નહિ. આજના ભોગવવા પડતા દુઃખ એ ભૂતકાળના દુષ્કૃત્યનું પરિણામ છે. હવે એનાથી છૂટવા વારંવાર દુષ્કૃતગાં કરો, હું પાપી, દુરાચારી. હું ક્રોધ અભિમાન, લોભ, માયા, રતિ-અરતિ ૧૧૬ For Personal Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ કરનારો છું. હિંસા અને પાપ કરનારો છું. માયા-મૃષાવાદી છું. મારા જેવો પાપી-અધમ આત્મા બીજો કોઈ નથી... દુનિયામાં બીજા પાપી, જેને દેવ-ગુરુ જ નથી મળ્યા તે કદાચ ક્ષમ્ય છે પણ મને તો ઉત્તમોત્તમ વસ્તુ મળી છતાં મેં પાપો ન છોડયા. હું તો જિનશાસનનો મેમ્બર! માથે દેવ-ગુરુ છે. સંસ્કારી કુટુંબ મળ્યું છે. એનાથી જવાબદારી વધી જાય છતાં બધું ભૂલી ને પાપમાં રાચ્યો. રોજ પ્રભુને પ્રાર્થના કરો કે, પરમાત્માને હવે પ્રાર્થના કરવાની, પ્રભુ મારી લાયકાત, યોગ્યતા નથી, ‘કેવા સુંદર પ્રભુ તમે ને કેવો પાપી હું.' તમે શિખર પર ને હું ખીણમાં! તમારી કૃપા ન થાય તો હું નિગોદમાં જ જવાનો છું. ‘પણ' આશાનું એક કિરણ તમારી કૃપાદૃષ્ટિ છે. તમારી કરૂણા-અમી વરસાવો ને મારું કલ્યાણ થાય આ જીવ બહુ પાપી છે. એવા સંસ્કાર પાડયા છે કે હવે એને તમારા વિના કોણ બચાવી શકશે ? ૭ મી નારકીમાં જઈએ એવા કર્મ પડયા છે. ૮૪ લાખ યોનીમાં રખડાવે એવા કર્મ પડયા છે. તેમાંથી છોડાવનાર આ ૩ જ છે. પણ આ મૂર્ખ શરણે જવા તૈયાર નથી. પાપની નિંદા કરતાં એમાં અકર્તવ્યભાવ આવવો જોઈએ. મેં ન કરવા જેવું કર્યું ને એ લાવવા આ ચઉભંગી સ્વીકારી લો કે. આપણું નાનું પાપ મોટું લાગવું જોઈએ. ૧૧૭ For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ બીજાનું મોટું પાપ નાનું લાગવું જોઈએ. આપણો મોટો ગુણ નાનો લાગવો જોઈએ. બીજાનો નાનો ગુણ મોટો લાગવો જોઈએ. આ કરવાથી જ ધીરે ધીરે આત્મા ઘડાય છે. ભવ્યત્વનો વધુ પરિપાક થાય છે. વધુ ને વધુ દુષ્કતની ગહ કરવાની છે. ભગવાનને કહેવાનું-હું અર્થ અને કામ પાછળ લંપટ છું. રાત-દિવસ એની પાછળ દોડયે જાઉં છું. જેનો આપે તો સંપૂર્ણ ત્યાગ કર્યો. આપે તો વરસીદાન દીધું. વરસ પહેલા બધુ દેવાનું શરૂ કરી દીધું અંતે તો વસ્ત્ર, મુગટ, વીંટી, અછોડો બધું ઉતાર્યું કે જેની પાછળ હું પાગલ છું. આપણો મેળ ક્યાં પડે ? તમે કુટુંબ છોડયું ભાઈ, પત્ની, દીકરી, જમાઈ બધાને છોડી દીધા. ૧૨ાા વર્ષમાં કોઈને યાદ પણ નથી કર્યા. આવા મહાવીર ભગવાનની રોજ પૂજા કરનારા, સ્તવન કરનારા અમે, તમે જે છોડયું એની પાછળ ગાંડા છીએ. ભગવાને છોડયું આનંદપૂર્વક. સંપત્તિને દુશ્મન માની. એ પાપ કરાવનારી છે. આ જીવનો ઉદ્ધાર ક્યારે થશે? પગની રજ જેમ છોડીએ એમ ભગવાને સંસાર છોડી દીધો જ્યારે આપણે એવું બન્યું ખરું કે ૨૫ લાખ કમાયા ને એકાંતમાં જઈને એ પાપને કારણે રડયા? આ ખોખા પેટી એ સાપના ભારા છે. એમ લાગ્યું ખરું? પણ મૂછ mational ૧૧૮ For Persdal & For Pe (1925) ate Use oni vate Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ છે, અજ્ઞાન છે. જેટલો પરિગ્રહ જોરદાર એટલા પાપના થોકે થોક આત્મા પર ચોટે છે. દુનિયાના બધા અર્થો અનર્થન કરનારા છે. અને કામને કાતિલ ઝેર કીધું છે. તરત જ આત્માની કતલા કરે. આ બધા પાપો હરખીને કર્યા છે. હવે નિંદા કરો. અર્થ અને કામનો પ્રતિપક્ષી જ ધર્મ કરી શકે. જે ધર્મ કરીએ છીએ એ પણ ગતાનુગતિક. ધર્મી કુળમાં જન્મ્યા એટલે થોડો ધમી કરીએ પણ અર્થ અને કામની મૂછ ઉતારવાનો પ્રયત્ન કેટલો ? ધર્મ કરતા પણ એ આશય બેઠો હોય કે ધર્મના પ્રભાવે વધુ સારા અર્થ અને કામ મળે આ બધા અશુભ અધ્યવસાયના ઘણા ગોટાળા છે. વિશુદ્ધ ભાવના નથી. બહુ મૂછ છે. આ જીવનો ઉદ્ધાર ક્યારે થશે ? . મૂળ વાત એ જ છે કે હજી આપણને દુકૃતો દુષ્કૃત રૂપે લાગ્યા જ નથી. હિંસાનું પાપ એ કદાચ પાપ લાગે પણ પરિગ્રહનું શું? પગ નીચે દેડકો આવી જાય તો પ્રાયશ્ચિત લેવા દોડીએ પણ પૈસા પર બહુ રાગ થાય છે, સાહેબા પ્રાયશ્ચિત આપો એમ બન્યું છે ખરું ? ગયા વર્ષે બહુ કમાયા, સાહેબ પ્રાયશ્ચિત આપો એવું બને ખરું? અર્થ અને કામથી ખૂબ છેટા રહેવાનું છે અમારા પ્રેમસૂરિ મ. અમને બે વાત શિખવાડી છે. (૧) સ્ત્રી અને (૨) પૈસા ની પંચાતમાં ન પડતા. ધર્મ માટે પણ પૈસા મેળવવા શ્રાવકને વાત નહિ કરવાની. આ બે પાપથી બચે તો જ સાધુતા મજબૂત ટકે. (૧૯) ૧૧૯ For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહનો ભાર લાગે ખરો ? સામાન્ય રીતે વ્યાખ્યાનમાં જોવાય કે પૈસાદાર આગળ આવીને બેસે ને સામાન્ય માણસ પછી બેસે પણ એ વખતે પૈસાદારને એમ લાગે કે મારી પાસે કરોડ છે હું પરિગ્રહના પાપથી ભારે છું. મારે પાછળ બેસવું જોઈએ. સાચો શ્રાવક સંપત્તિ વધુ જોઈને આત્માને ધિક્કારે. આટલા દાગીના, રૂપિયાને શું કરવાનાં છે ? કોના માટે છે ? આની મૂછ ઉતારું તો કેટલાય સાધર્મિકની ભક્તિ થાય. હું જ પાપી છું, લોભીયો છું. આ રૂપીયા દ્વારા સાત ક્ષેત્રની ભક્તિ કરીને પુણ્યાનુબંધી પુણ્ય મળતું હોય તો કેમ નહિ કરવાનું? પણ જીવ મૂર્શિત છે. દુષ્કૃત-ગહથી સમકિત. દુષ્કતને દુષ્કૃત તરીકે સ્વીકારવાના ને એની સમ્યગ ગહ કરવાની. એ મોટામાં મોટી આરાધના છે. નરકના જીવો સમકિત કેમ પામે? નારકીમાં પણ અસંખ્ય જીવો આજે પ્રથમ સમકિત પામે છે. આપણને અરિહંત, જિનપ્રતિમા, સાધુના દર્શન, ભક્તિ, સિદ્ધગિરિ મળ્યું ને આપણે પામીએ પણ નારકીને તો કાંઈ જ નથી મળ્યું છતાં તે દુષ્કતગહની આરાધનાથી સમકિત પામે. જાતિસ્મરણથી આગલા ભવ યાદ આવે. હું પપી હતો. નીચ હતો. ભયંકર પાપો કર્યા છે એ વિચારતા, ગહ કરતા કરતા મોહનીચના પડલ ખસી જાય ને સમકિત પામી જાય. ક્યારે થશે મારા ભવનો રે અંત ઃ આપણામાં પાપમાં અકર્તવ્યપણાની બુદ્ધિ નથી આવતી For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ એ જ મોટો દોષ છે. એના વગર સાક્ષાત્ કેવળજ્ઞાની સમજાવે તો પણ ઉદ્ધાર ન થાય. અનાદિના આ સંસ્કારો જામ છે. એટલે કેવળજ્ઞાની સમજાવે કદાચ એકવાર માની લઈએ પણ હૃદયમાં ન ઉતરે જેના પર તીવ્ર રાગ હોય એ પાપ, પાપ રૂપે લાગતું નથી પાપને પાપરૂપે સ્વીકારવું તે સમક્તિ અને પાપરૂપે ન સ્વીકારવું તે મિથ્યાત્વ. આપણે પાપ પાપરૂપે સ્વીકાર્યા નહિ. સાક્ષાત્ ભગવાન ઉપકાર કરવા આવ્યા, આપણો હાથ પકડયો તો આપણે સામેથી હાથ છોડી દીધો, હડસેલી દીધો. ભગવાનની વાણી ન સમજ્યા ને સંસારમાં જ અટવાયા રહ્યા પણ હવે તિર્યંચ, નારકીમાં જવું પડશે, જન્મ મરણ કરવા પડશે. પહેલા આપણે જ ઉપેક્ષા કરી હવે ભગવાન પાસે પાછા જવું કેવી રીતે ? પગ ઉપડે ખરા. અગણિત પાપો કર્યાં આંખે અંધારા લાવી દે એવા આ બધા દુષ્કૃત ગર્હણીય છે. કર્મ ભોગવ્યા વિણ છૂટકો નથી : આ જીવ અનંતા કર્મ કરીને આવ્યો છે. એવા પાપ કર્યા છે કે આજે આપણા જ પાપ આપણે મોઢેથી બોલી પણ ન શકીએ. તીવ્ર આર્ત-રૌદ્રધ્યાન કર્યા છે. અહીં આવીને બધા પાપનો નિકાલ કરવાનો હતો એને બદલે દિશા બદલાઈ જ ગઈ. અહીં આવીને પાપ વધારવાનું જ કર્યું. જ્યાં અરિહંત મળે ત્યાં તો દેવું સરળતાથી ચૂકવાઈ જાય. નહિ તો હૂસ નીકળી જાય. તિર્યંચનો ભવ હોય તો ક્તલખાનામાં પહોંચીએ ને માથુ ને ધડ અલગ થઈ જાય. નરકમાં જઈએ ને પરમાધામી શેકી ૧૨૧ For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ નાખે, બાફી નાખે. ભાલા ભોંકે. પરમાત્મા કહે, એક નવકારશી કર તો ૧૦૦ વર્ષના નારકીના દુખ અહીં જ કપાઈ જશે. અહીં તો સાધુના દર્શન માત્રથી પુણ્ય મળે. પશુ-પક્ષી પણ સાધુનાં દર્શન કરતા એ વખતે આયુષ્યનો બંધ પડે તો મનુષ્યભવ ફીક્સ થઈ જાય. આ ધર્મજન્મ, દેવ ગુરુ મળ્યા પછી હવે છૂટી જશે તો ભવાંતરમાં શું? મોટા ભાગના મનુષ્યો મરીને તિર્યંચ થાય છે. મનુષ્યને આર્તધ્યાનની બહુલતા છે. ૨૪ કલાક મનવચન-કાયા ક્યાં દોડે છે એ ચેક કરવાનું કાયા કરતાં વાણી વધારે ચપળ ને મન તો સૌથી વધુ. વાણીને હજુ કંટ્રોલમાં રાખી શકાય. પણ મનનું શું? મોટેથી નમસ્કુર્ણ બોલતા હોઈએ ને મન તો ક્યાંય રખડતું હોય. આપણે કઈ મૂડી પર સદ્ગતિની અપેક્ષા રાખી શકીએ? આંખમાંથી આંસુ પાડીને ભગવાનને કહેવાનું “મુજ સમ ખલ કો નહિ સ્વામી મુજ સમ ખલ કો. નહિ દિવસમાં દેવ-ગુરુ કેટલી વાર યાદ આવે? પરમાત્મા-તમારો ઉપદેશ તો ક્યાંય મૂકી દીધો ને હું અર્થ ને કામની પાછળ દોડયો. ભગવાને નિગોદમાંથી બહાર કાઢી અહીં લાવ્યા. ભગવાનની ઈચ્છા હતી કે આ હવે સંયમ પાળે, આરાધના કરે કે અહીંથી ૨-૪ ભાવમાં નિસ્તાર થઈ જાય. પણ આપણે ભગવાન સાથે કેટલો સંબંધ રાખ્યો? માત્ર સવારનો અડધો કલાક ! ૧૨ For Personal Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ આ મળેલી સંપત્તિ એ આપણી બુદ્ધિથી કે ભગવાનના પ્રભાવથી ?કોઈ કહે ભાગ્યથી, પણ એ ભાગ્ય ક્યાંથી આવ્યું? કોઈ દેરાસરમાં રૂપિયો નાખ્યો તેના આજે લાખ મળ્યા છે. આ સ્વાસ્થ્ય મળ્યું કારણ કોઈ પશુને કતલખાનામાંથી છોડાવ્યા હતા. પણ એ બતાવનાર કોણ હતા ? અંધકારમય દુનિયાને રાહ દેખાડનાર પહેલા ભગવાન હતા. આ ભગવાન આગળ હવે ખુલ્લા દિલે એકરાર કરીને પાપનિંદા કરવાની કે પરમાત્મા ! મેં ન કરવા જેવું કર્યું, મને ક્ષમા કરો. (૨) પાપનિંદા બીજાની સાક્ષીએ કરવાની. કોઈ મોટા જાહેર પાપો હોય તો તેની નિંદા જાહેરમાં કરવી પડે, જાહેરમાં ક્ષમા માંગવી પડે, પણ અંગત પાપો હોય તેની એક ગીતાર્થગુરુ પાસે આલોચના કરવાની. બધા પાપો પ્રગટ કરવાના અને ગુરુ મહારાજ જે પ્રાયશ્ચિત આપે તે વહન કરવાનું. જે આ રીતે કરે એ મહાન આદરને પાત્ર છે. કારણ બીજા ધર્મ કરવા સહેલા છે પણ પોતાના પાપ પ્રગટ કરવા એ અઘરા છે. ચક્રવર્તીને કદાચ કહેવામાં આવે કે તારા પાપ ગુરુ આગળ પ્રગટ કર અથવા તો છ ખંડનું રાજ છોડી દે તો એ રાજ છોડી દે પણ ગર્ભ ન કરે. હા, પણ જો જ્ઞાનીના વચન અપનાવતા જઈએ તો કાંઈ અઘરું નથી. વળી, પ્રાયશ્ચિત માટે કહ્યું કે પ્રાયશ્ચિત યોગ્ય ગુરુ ન મળે તો ૭૦૦ યોજન સુધી એની શોધ કરે, અને ન મળે તો ૧૨ વરસ સુધી એને શોધે. આ બહુ ૧૨૩ For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ મહત્વનો ધર્મ છે. બધા ધર્મનો પાયો છે. ઉંચામાં ઉંચા દાન, શીલ વખતે પણ અંદર શલ્ય પડયા હોય તો જોઈએ તેવું ફલ ન આપે. જેમ જેમ શલ્ય નીકળે તેમ આત્માની તાકાત વધતી જાય પાપના શલ્યોની ગર્ભ કરીએ તો હંમેશ માટે છૂટી જાય જેને અંદર શલ્યો પડયા છે તેની આરાધનામાં પ્રગતિ થતી નથી. વિના શલ્યોહાર નહિ આત્મોદ્ધાર : નાનું પણ શલ્ય કેવી રીતે પ્રગતિ અટકાવે ? દૃષ્ટાંત આવે છે. રાજા પાસે એક લક્ષણવંતો ઘોડો છે. જેના પ્રભાવે આજુબાજુના રાજાઓ માથું પણ ઊંચુ કરી શક્તા નથી. આ ઘોડો તો અશ્વશાળામાં છે, લડવા પણ જતો નથી છતાં એટલો પ્રભાવ ! તો અહીં જુઓ કે તિર્થંકરનો પ્રભાવ કેવો હોય ? એમના પ્રભાવથી શું ન થાય. આવા દેવાધિદેવ મળ્યા પછી શા માટે ઉપાસના ન કરીએ. તેમના પ્રભાવે એક પણ પ્રતિકૂળતા ન રહે ને એકપણ અનુકુળતા આવ્યા વગર ન રહે. આ વિશ્વની એક પણ સંપત્તિ એવી નથી કે જે પરમેષ્ઠીના આરાધકને ન મળે અને એક પણ આપત્તિ એવી નથી કે જે ન ટળે. દુનિયાના સત્કાર સન્માન, ખાન-પાન, પૈસા, કુટુંબ બધુ અનુકૂળ થઈ જાય. રોગ-દરિદ્રતાની બધી આપત્તિ જાય. મોટા ઈન્દ્રને પૂછો તમે ઈન્દ્ર કેમ થયા ? કહે - ભગવાનની આજ્ઞાના પાલનથી, ભક્તિથી. ૧૨૪ For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ આ બાજુ, બીજા રાજાઓ રાજ્યમાં જાહેર કરે છે કે આ ઘોડાને કોઈ મારી નાખે તો માંગે તેટલું ઈનામ. એક જણે બીડુ ઝડપ્યું. નગરમાં આવ્યો અશ્વશાળામાં ઘોડો જોવા આવે છે ને સહેજ નાના તીરથી કાંટો શરીરમાં પેસાડી દે છે. આ કાંટો વાગ્યો છે સાધારણ, દેખાતા ખબર ન પડે. પણ ઘોડો દિવસે દિવસે સૂકાવા લાગ્યો... મહારાજા ચિંતામાં આવ્યા. વૈદોને બોલાવ્યા પણ કંઈ ખબર ન પડી. પણ એક અનુભવી હતો. આખા શરીરે ભીની માટી લગાડી. એક જગ્યાએ વહેલુ સૂકાયું અને ખબર પડી કે અહીં કાંટો છે. તરત કાઢી નાખ્યો. ઘોડો ફરી હષ્ટપુષ્ટ થઈ ગયો. શલ્ય નીકળે તો કામ થાય. શલ્ય, નાનું છતાં ભયંકર ઃ રૂકમીને આચાર્ય આ જ સમજાવે છે આ શલ્યને હૃદયમાં રાખ નહિ. ઘણાને શલ્ય ખૂંચે છે, યાદ આવ્યા કરે છે પણ શલ્ય કાઢવાની કે કઢાવવા જવાની તાકાત નથી. દુષ્કૃતગર્હામાં આ કરવાનું છે. ગીતાર્થ પાસે જઈને પ્રગટ કરી દેવાના. ગુરુને પણ કીધું છે કે કોઈના પાપ બીજા આગળ કહેશો તો નરકમાં જશો. શાસ્ત્રે કોઈ તમારા આશરે આવે, વિશ્વાસથી તમને કહે, પોતાના આત્માની શુદ્ધિ કરે ને તમે જો ગંભીર ન બનો, તમારા મનમાંથી લીકેજ થાય તો આચાર્યનો પણ અનંત સંસાર વધી જાય. ૪ કાન સિવાય કોઈ ન જાણે. બે તમારા ને બે આચાર્યના. ૧૨૫ For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ પેલી રૂક્ની કેટલી પવિત્ર સાધ્વી માત્ર એક દષ્ટિરાગનું શલ્ય પડયું હતું તો ૧ લાખ ભવ ભટકી. એક દોષ બીજા ભવમાં ગુણાકાર થતા જાવ. પુણ્ય પરવારે ને ઘોરાતિઘોર દુર્ગતિઓ ઉભી થઈ જાય. દુકૃત ગહ-ગોશાળાનું દષ્ટાંત ભગવાન પર તેજલેશ્યા મૂકનારો, બે સાધુને બાળી નાખનારો ગોશાળો દુકૃતનિંદાથી સમકિત પામી ગયો. ગોશાળો આગલા ભવમાં ગુરુની સામે થવાનું શલ્ય લઈને આવ્યો છે. ઘણા આચાર્યોની અવગણના, હેપ કર્યા છે. જે આચાર્ય કે સાધુઓ સામે બેફામ બોલે, નિંદા કરે તે બધા ગોશાળા જેવા થવાના. મહાત્મા સાથે કલેશમાં પડવું નહિ. સાધુ પ્રત્યે સહેજ પણ દુભવ ન થાચ તેમ વર્તવાનું આગલા ભવમાં સાધુની સામે તો બીજા ભવમાં ભગવાનની સામે પડયો. સંસ્કાર એવા પાડયા હતા કે ભગવાન પર તેજલેશ્યા મૂકનારો થયો. ભગવાનને છ મહિના લોહીના ઝાડા થઈ ગયા. ભગવાને જ એને તેજલેશ્યા શીખવી ને તેમના પર મૂકી. આજે કદાચ તિર્થંકર પ્રત્યે રાગ હોય છતાં ગુરુ પ્રત્યે જ તિરસ્કાર, દ્વેષ, અવગણના હોય તો તેના વિપાક અતિશય ભયંકર કોટિના આવશે. જે સાવ ચારિત્રથી ભ્રષ્ટ હોય તેમની પાસે ન જઈએ પણ જે થોડા શિથિલ હોય તેમની પણ નિંદા ના કરવી. ૧૨૬ For Persona a private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ગોશાળો ભગવાન સામે પડ્યો : ગોશાળો ભગવાનને કહે છે, “હે વર્ધમાન ! મારી તેજલેશ્યાથી તું બળ્યો નથી પણ છ માસમાં મરી જશે.' આ ઉપસર્ગ તીર્થકરપણામાં આવ્યો એ પણ એક અચ્છેરું. ભગવાન કહે મારે તો ઘણા વર્ષ જીવવાનું છે પણ તારે તો ૭ મા દિવસે જ મરવાનું છે. તેજલેશ્યા ગોશાળાના શરીરમાં પેઠી છે, એ અંદરથી બળે છે. ૭ દિવસ સુધી હેરાન પરેશાન થાય છે. પણ છેલ્લા દા'ડે એમ થયું કે આ તો મારા ગુરુ હતા. મારા જેવો પાપી કોણ ? બે સાધુને બાળી નાખ્યા. અહીંથી મરીને ક્યાં જઈશ? આગલી રાતે ઘોર પશ્ચાતાપ થાય છે. અચરમાવતમાં આપણે પણ ગોશાળા જેવો જ અચરમાવતમાં આપણે આ ગોશાળા જેવા જ પાપો કર્યા છે. રોજ ભગવાનને કહો - મુજ સમ ખલ કો નહિ સ્વામી ! ખલ એટલે શઠ, લુચ્ચો. કારણ બીજા બધા જગતને છેતરે છે. હું ભગવાનને, સાધુને, સાધર્મિકને છેતરું છું. ભગવાન! તે નિગોદમાંથી કાઢીને અહીં મૂક્યો ને મેં તારું જ કહ્યું ન માન્યું. તેં આવ્યવો બધા છોડવાના કીધા ને મેં વધાર્યા. આ સામે જ પડયા ને? ભગવાન કહે આ હિંસા, ચોરી, જૂઠ, મૈથુન કરવા જેવા નથી. આનાથી તું નરકમાં જઈશ ને આપણે કાંઈ ના માન્યું. ભગવાને બ્રહ્મચર્યનું પાલન કરવા કહ્યું ને આપણા મન - વચન - કાયાના કાંઈ ઠેકાણા નહિ, વાસનાના ભડકા બળ્યા જ કરે. ૧૨. For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ દુનિયાના ઠગારા ઉભા કરીએ તો પહેલો નંબર આપણો લાગે. ન ચિંતવવા જેવું ન બોલવા જેવું ને ન કરવા જેવું ઘણું કર્યું. કેઈકના વિશ્વાસઘાત કર્યા છે. એક નાનકડું પણ પાપ ભોગવવું પડે છે. તો લાખો પાપોથી ભરેલા આપણું શું થશે ? માછલા બનીને લાખો જીવોને ખાધા- મી નરકમાં ભયંકર ભૂખ, તરસ, ઠંડી, ગરમી ૩૩ સાગરોપમ ભોગવ્યા ને થોડો હલકો થઈને બહાર નીકળ્યા.તિર્યંચમાં આવ્યા. બંધ તૂટ્યા પણ અનુબંધ ન તૂટ્યા ને પાછા એ જ હિંસા - જૂઠ ચોરીના પાપો ચાલુ છે. હવે આ અનુબંધ તોડવા દુષ્કતગહીં સ્વીકારી લ્યો. અહીં એમ ના કીધું કે અનુબંધ તોડવા માસક્ષમણ ને પારણે માસક્ષમણ કરો, માત્ર સરળ ઉપાય બતાવ્યો. દુકૃતગહ કરો. ગુરૂમહારાજ પાસે પાપ પ્રગટ કરીને શુદ્ધિ કરી લ્યો. શલ્યોની શુદ્ધિ થતા આત્માનું ઓજસ વધે. શુદ્ધિ વધે ને આરાધનાના નવા નવા શિખરો સર થશે. બંધક મુનિની ચામડી ઉતારનાર રાજા દુષ્કૃતગહથી ત્યાંજ કેવળજ્ઞાન પામી ગયો. ગોશાળાને સદ્ગદ્ધિ જાગી ? અહીં મા દિવસે ગોશાળાની ભવિતવ્યતા જાગી. ગોશાળો એટલે જિનશાસનનો પ્રત્યેનીક છતાં કોક ક્ષણે સારો ભાવ આવી ગયો. મેં આ શું કર્યું મહાવીર ભગવાન તો ધર્મ ગુરુ કહેવાય. દીક્ષા લીધા બાદ કેટલીયવાર મરણમાંથી બચાવ્યો. હું જાણું છું કે આજ સર્વજ્ઞ છે. તેમણે શીખવેલી તેજલેશ્યા મેં તેમના પર છોડી છે. મારા જેવો અનાડી આ દુનિયામાં બીજો For Personal a Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ કોણ ? આ ગોશાળાથી અધિક ગહ આપણે કરવી છે. ગોશાળા કરતાં વધુ ખરાબ કર્મો આપણે કર્યા છે. આપણે કેટલા ઉંચા સ્થાને? આપણો ગુનો પણ મોટો બને. ઊંચા સ્થાન પર તો મર્યાદામાં રહેવું પડે. આપણને દેવ-ગુરુ, ધર્મ મળ્યો. ચતુર્વિધ સંઘ મળ્યો. ઊંચા સ્થાને બેઠેલા જીવો એ ચતુર્વિધસંઘ છે. સંઘ મહાન છે. મેં ઉંચા સ્થાને રહીને અધમ કાર્યો કર્યા. સૌથી અગ્રેસર એવો મનુષ્યભવ મળ્યો ને મેં વેડફી નાખ્યો. જીવનમાં ૧% ધર્મ કર્યો ને ૯૯% વિષય કષાયમાં વેડફયા. આપણે મહાગુનેગાર છીએ. પહેલાં નિદા કરવાની ને એમાં જે ભાવ પરિણતી થાય તેનાથી ગુરુ પાસે પાપોની ગહ કરવાની ને જે પ્રાયશ્ચિત આપે એ વહન કરવાનું. નિંદા પછી ગહમાં જવાનું. આત્મસાક્ષિક નિંદા, ગુરુસાક્ષિક ગહ. આત્મનિંદા કરતો ગોશાળો બારમાં દેવલોકે ગોશાળાએ જબરજસ્ત નિંદા કરી. છેલ્લે આખા પરિવારને ભેગો કરે છે. કહે - “ગઈકાલ સુધી મેં જે કહ્યું તે બધું ખોટું. હું સર્વજ્ઞ નથી, હું ગોશાળો છું. હું તો એમનો શિષ્ય છું. નિમિત્તશાસ્ત્ર શીખીને જગતના ચોગાનમાં મેં મારી જાતને સર્વજ્ઞ તરીકે જાહેર કરી. હું ગુનેગાર છું. મહાવીર જ સાચા છે એમ જગતને જાણ થવી જોઈએ. મારા મૃત્યુ પછી મને દોરડે બાંધજી ને રસ્તે (૧૨૯) For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ઢસડતા ઢસડતા મારા મડદાને લઈ જજો. આખા નગરમાં ઉદ્ઘોષણા કરાવજો કે આ ગોશાળો સર્વજ્ઞ નથી. પણ સર્વજ્ઞ તો ભગવાન મહાવીર જ છે. જગતને કહેજો કે આણે આખા જગતને છેતર્યું છે. ભગવાન પર તેજોલેશ્યા મૂકીને ઘોર પાપ કર્યા છે. અને પછી અગ્નિસંસ્કાર કરજો.’ શાસ્ત્રકાર લખે છે કે આ આત્મનિંદા કરતા કરતા ગોશાળો સમ્યક્ દર્શન પામી ગયો. અંતિમકાળે આયુષ્યનો બંધ પડયો ને ૧૨મા દેવલોકમાં ગયો. આ દુષ્કૃતગાંનું કેટલું સુંદર અનુષ્ઠાને. આ દુષ્કૃતગાં કર્મોના બધા કચરા સાફ કરી નાખે. ગોશાળો સમ્યગ્ દર્શન પામ્યો, ૧૨ મો દેવલોક પામ્યો. ભવ્ય જીવ હતો છતાં હજી ભટકશે છતાં એનો મોક્ષ થયા વગર રહેશે નહિ. ગોશાળો શિષ્યોને કહી ગયો છે છતાં શિષ્યોથી એમ કેમ કરાય? ગુરુની આજ્ઞા ખાતર એમણે હોલમાં શ્રાવસ્તી નગરી ચીતરી ને એમાં ફેરવીને ઉદ્ઘોષણા કરી ને પછી બીજે દિવસે ઠાઠમાઠથી પાલખી કાઢી. માત્ર નિંદાથી ન ચાલે, ગહીં પણ જોઈશે. અહીં વાત એ છે કે ગોશાળા પાસે આત્મનિંદા હતી પણ ગર્ભા ન હતી. એ વખતે યાદ આવ્યું હોત કે ભગવાન મહાવીર અહીં બેઠા છે ને તેમની પાસે દોડીને ગીં કરી હોત તો એ પાપના મૂળીયા ઉખડી જાત. દેવ-ગુરુની આશાતનાના મૂળીયા બહુ ઊંડા જાય છે પણ ગુરુની પાસે ગીં કરીએ તો ઉખડી ૧૩૦ For Personal Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ જાય. નિંદાથી ઘાસ ઉખડયું પણ ગહ ન કરી તો બીજ રહ્યા. નિંદાથી બંધ તૂટે પણ અનુબંધ ન તૂટે. માટે જ ગહ જોઈએ. બંધ ને અનુબંધ સમજી લેજો. એક સારા ભાવથી બંધવાળા કર્મો ઊખડી જાય પણ અનુબંધ ઉખેડવા ગુરુ પાસે જવું પડે. પ્રગટ કરવા પડે. એનાથી શલ્યો નીકળી જાય- જુઓ અહીં કે ગોશાળો ૧૨મા દેવલોક પછી ઍવીને રાજા થશે. અહીં સાધુની નિંદા-દ્વેષના મૂળીયા ઊભા છે એટલે સાધુને જોઈને દ્વેષ થશે. ઉપસર્ગ કરશે. અનુબંધવાળા પાપ ક્યાં લઈ જાય ?.. એકવાર જંગલમાં જાય છે. ધ્યાનમગ્ન સાધુને જોઈને દ્વેષને કારણે રથથી પાડી નાખે છે. ૨-૩ વાર પાડે છે. આ સાધુ જ્ઞાનનો ઉપયોગ મૂકે છે ને જુએ કે આ ગોશાળો છે. આજે મને તો કાલે બીજા સાધુને હેરાન કરશે- એટલે તેજલેશ્યા મૂકીને બાળી નાખે છે. આ ગોશાળો સીધી કમી નરકમાં. હવે પછીનો એનો અનંત સંસાર એવો જ થવાનો કે જેની કલ્પના ન થઈ શકે. અરિહંતની આશાતનાં અનંતકાળ રખડાવે. સાતે નરકોમાં બે વાર જશે સ્થાવર ને નિગોદમાં જશે. ને અંતે છેલ્લે ૭-૮ ભવ ચારિત્ર ગ્રહણ કરીને મહાવિદેહમાં દટપ્રતિજ્ઞા નામે કેવળજ્ઞાની થશે ને દેશનામાં સૌથી પહેલી વાત એ જ કરશે કે “તમે મારી સામે જુઓ ! મેં દેવ-ગુરુની ઘોર આશાતના કરી તો કેટલાય દુઃખ સહ્યા. મારા દષ્ટાંતથી કહું છું કે કદી પણ દેવ-ગુરુની આશાતનામાં પડશો નહિ.' ૧૩૧) For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ગોશાળાના દષ્ટાંતમાં જોવાનું એ હતું કે આવા ભગવાનને ઉપસર્ગ કેમ કર્યા, એવા ભાવ કેમ થયા? એનું શલ્ય ગયા ભવમાં પડયું હતું. ગયા ભવમાં પણ સાધુની ખૂબ નિંદા કરે. ખોટા. ખોટા તર્ક-વિતર્ક કર્યા કરે. મહાત્મા સાથે રોજ લડે, તકરાર કરે. આ બીજ પડયા તેના વડલા થયા ને ભગવાન પર ઉપસર્ગ કર્યા. - સાધુ પ્રત્યેના દુભવના બીજ તમારા આત્મામાં પડી જાય તો ભવિષ્યના ગોશાળા થવું પડશે. ' મહાત્મા પ્રત્યે તો ઉચ્ચ કોટિના આદર-સન્માનનો ભાવ ટકાવી રાખવાનો, ઉચ્ચ ભક્તિ ભાવ જાળવી રાખવાનો, મધ્યસ્થભાવ રાખો એ પણ દોષ છે. મહાત્મા છદ્મસ્થ છે, તેમની પણ ભૂલ થાય. તેઓ ૪ થા આરાના નહિ પમા આરાના છે. ગુરુ કદાચ પાંચ મહાવ્રતથી ભ્રષ્ટ થયા હોય તોય તેમને સમજાવીને માર્ગે લાવવાના છે. એમના સેવા-બહુમાન કરવાના પછી ન જ સ્થિતિ સુધરે એમ હોય તો છોડે. પણ તે વખતે પણ અરૂચિભાવ ન જોઈએ. આ મનુષ્યભવમાં જેવા ભાવ ભાવશો તે જ ભવાંતરમાં અનંતગુણા થઈને આવશે. આ અસદ્ભાવ કાલે અનંતગુણો થઈને ઉદયમાં આવશે માટે અહીંજ ચેતવાનું છે. અહીં દુષ્કતગહમાં દુષ્કતની નિંદા એ આત્મસાક્ષિક ને ૧૩૨ For Personar & Private Use Only ૧૩૨) Page #140 -------------------------------------------------------------------------- ________________ ગર્હા એ ગુરુસાક્ષિક છે. આખા ગામ આગળ દુષ્કૃતો જાહેરમાં ન બોલાય. તેમ છતાં પણ જે પાપ જાહેરમાં થયા હોય, લોકોને પણ ઉન્માર્ગમાં જોડયા હોય દુનિયામાં ફેલાવ્યા હોય તેનું મિથ્યા દુષ્કૃત તો જાહેરમાં જ દેવું પડે. વ્યક્તિગત જે પાપ, દોષ હોય તેની ગાં ગુરુસાક્ષિક છે. ગર્હા વગર અનુબંધ ન તૂટે કદાચ લજ્જા હોય, ગુરુતા હોય, હું કેવો દેખાઈશ ? એવો ભાવ આવે ને ગર્ભ ન કરીએ પણ પાપ અંદર ખટક્યા કરે એટલે ભગવાન પાસે કે એકાંતમાં જોરદાર નિંદા કરીએ તો પાપના કર્મ છૂટી જાય, રસ ઓછો થાય પણ પાપના અનુબંધના મૂળીયા ન ઉખડે અને એ પાછો વરસાદ આવે, નિમિત્ત મળે એટલે ઊગી નીકળે માટે ગુરુ સાક્ષિક ગીં જોઈએ. અને પાપનિંદા માટે જરૂરી ત્રીજી વાત (૩) જે પાપ જે ભાવથી કર્યા, તે કે તેનાથી વધુ ભાવપૂર્વક એની નિંદા-ગર્લ કરવાની. : બાંધેલું પાપ જે ભાવથી કર્યું એટલા જ ભાવપૂર્વક નિંદા કરીએ તો એ કર્મ નાશ પામે. ઓછા ભાવ હોય તો ઓછું ફળ મળે માટે આ પણ મહત્વનું છે એ ધ્યાનમાં રાખવું. ૧૩૩ For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ + શ્રદ્ધા + ભક્તિ = મુક્તિ + અહીં દુષ્કૃતગર્ભા દ્વારા જીવનને ઉન્નત બનાવવા ૩ વાત કરવાની ખૂબ જરૂર છે. આ ૩ વસ્તુ જેના જીવનમાં આવે તેની ભવ્યતા પરિપાક થયા વિના ન રહે. (૧) ગુરુ સાક્ષિક આત્મશુદ્ધિ : : અસંખ્ય ભવોના દુષ્કૃતોના ભાર લઈને ભટકીએ છીએ. આ ગાં કરીએ એટલે હળુહળુ થઈ જઈએ. જે આ ગુરુ સમક્ષ પાપ પ્રગટ કરે છે તેમનું ચિત્ત પ્રસન્ન થઈ જાય છે, આત્મા નિર્મળ બને છે. આજનો કાળ ભયંકર છે. છાપાના પહેલા પાને હોલસેલ મરણો નોંધાય છે. વચ્ચેના પાનામાં રીટેઈલ મરણ આવે. મૃત્યુ ખૂબ સસ્તુ છે. આયુષ્યમર્યાદા ઘટી ગઈ. તમે વ્યવસ્થિત ગાડી ચલાવતા હોય પણ સામેવાળો બેદરકારીથી અથડાવે તો શું કરશો ? માટે જ આયુષ્યનો ભરોસો નથી. સૌથી પહેલા આ કરી લ્યો. આત્માની શુદ્ધિ જરાય સંકોચ વગર કરી લેવાની. કોઈની આગળ ન કહેવાય એવા પાપ ગુરુ આગળ કહેવાના. ગુરુ પણ ગંભીર હોય. આપણા ગમે તેવા પણ ઘોર પાપ સાંભળે છતાં એમના મોઢાની રેખા પણ ન ફરે. આ જિનશાસનની અત્યંત સુંદર વ્યવસ્થા છે. અનેક ભવમાં જે કામ ન થયું હોય તે થઈ જાય. ગયા ભવના પાપ આપણે જાણતા નથી એટલે ૧૩૪ For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ઓઘથી નિંદા કરીએ. પ્રાયશ્ચિત લઈએ. વર્તમાનના પાપની નિંદા કરતા કરતા ભૂતકાળના પાપોનું પ્રાયઃ પ્રાયશ્ચિત ભેગુ થઈ જાય. આ વ્યવસ્થા જિનશાસનમાં જ છે. ઈતરમાં આવી વ્યવસ્થા નથી. ત્યાં તો આપઘાતની વાત કરે, બળી મરવાની વાત આવે . પણ એનાથી કર્મ ન બળે. ઉલટા આપઘાતનો સંસ્કાર પડી જાય. અહીં તો દુઃખપૂર્વક કરવાનું ને બીજા ભવમાં પણ જ્યારે દુઃખ આવે ત્યારે મરવાનો વિચાર આવે. આમ કેટલાય ભવ આપઘાત કરે. જેમ પંચેન્દ્રિયની હત્યા નરકમાં લઈ જાય તેમ આત્મઘાત પણ નરકમાં લઈ જાય. આપઘાત એ તો કાયરતા છે. સાચો પરાક્રમી માણસ તો સમતાથી દુઃખ ભોગવી જાણે ને કર્મ ખપાવે. શૂળીની સજા સોંગથી: આપણું જિનશાસન એ અધ્યવસાય, ભાવ પર આધારિત છે. કેવા ભાવથી પાપ કર્યા તે જાણી હવે તેના પ્રતિપક્ષી પરિણામ લાવવાના. અસંચમના ભાવ કર્યો તો હવે સંયમમાં આવવાનું. પૈસા ખાતર પાપ કર્યા તો દાન ધર્મમાં આવવાનું. મરવાથી પાપ ' ન મરે પણ પાપને મારવાથી મરે. ઘોરાતિઘોર પાપ કરનાર એ જ ભવમાં નહિ, અંતમૂહૂતમાં કેવળજ્ઞાન પામી ગયા. મહાનિશિથમાં બતાવ્યું કેટલાય સાધુ સાધ્વી બેઠા બેઠા મનમાં દુષ્કૃતગહ કરે છે. મેં આવું કેવું પાપ કરી નાખ્યું ? વિચારમાં ચઢે છે. જલદીથી ગુરુ મહારાજ પાસે જાઉં આલોચના ૧૩૫ For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ કરીને શુદ્ધ થઈ જાઉં ને આ વિચારમાં કેવળજ્ઞાન. કેટલાક ગુરુ પાસે પ્રાયશ્ચિત લેવા જાય છે ને રસ્તામાં કેવળજ્ઞાન પામે છે. કેટલાક પ્રાયશ્ચિતને ગ્રહણ કરતા, કેટલાક વહન કરતા કરતા કેવળજ્ઞાન પામી જાય છે. નાનું પણ શલ્ય જો રાખી મૂક્યું તો.... જ્યારે બીજી બાજુ, લક્ષ્મણા સાધ્વી, ઉગ્ર તપ તપે છતાં એક નાનું શલ્ય હૃદયમાં રાખ્યું. ને અસંખ્ય કાળ આ સંસારમાં રખડી. અનેક પ્રકારના કુવિકલ્પોના તરંગો ચાલ્યા કરે એ ઉંચે આવવા દેતા નથી ને પટકી પાડે છે. નાનકડું શલ્ય હોય ને રખડપટ્ટી ચાલુ. મોટામાં મોટું પાપ પણ જો શલ્ય વગર પ્રાયશ્ચિતથી શુદ્ધિ કરાય તો એ જ ભવે નિસ્તાર થઈ જાય. માયાપૂર્વક પ્રાયશ્ચિત લેનારા રખડી પડે છે. અહીં સમાધિમરણ ને પરલોકમાં સદ્ગતિ જોઈતી હોય તો શુદ્ધિ કરી લ્યો, મોટા તપસ્વીઓ, સંયમી આત્માઓ પણ નાનું શલ્ય હૃદયમાં હતું ને અંતે સમાધિ ગુમાવી જ્યારે બીજી બાજુ સરળભાવે શુદ્ધિ કરનારા સમાધિ પામ્યા. આ છે શુદ્ધિની તાકાત! (૨) શ્રદ્ધા : અહીં મળેલ દેવ-ગુરુ પર અત્યંત શ્રદ્ધા ઉભી કરી દેવાની. હું જે કાંઈ પણ છું તે મારા દેવ-ગુરુની કૃપાને કારણે. મારા અરિહંતની તુલનામાં કોઈ ન આવે. મારા ભગવાનનું વચન જ પ્રમાણ. તેની ખાતર માથુ આપી દઈશ. ૧૩૬ For Personer & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પર શ્રદ્ધા કરીએ પણ ગુરુ પર ન કરીએ તો ન ચાલે. પંચ મહાવ્રતધારી ગુરુ દુનિયાની સૌથી મોટી મૂડી છે. એમના પર દૃઢ શ્રદ્ધા કરવાની. એમના છિદ્રો ન જોવાય. એમની સેવા, ભક્તિ બહુમાન કરવાનું એમને સહાયક થવાનું. એમ કરતાં ભવાંતરમાં ચારિત્ર સુલભ બને. (૩) ભક્તિ : તો ન જોઈએ પણ તારક તત્ત્વો પર અરૂચિ, અસદ્ભાવ સામાન્ય માધ્યસ્થ ભાવ પણ ન જોઈએ. ? કલિકાલ સર્વજ્ઞે કહ્યું માધ્યર્થ અપિ ોષાય માધ્યસ્થપણું એ પણ દોષ માટે છે. ભગવાનને જોઈને આનંદ આનંદ થઈ જાય. કવિ ધનપાલે તો ત્યાં સુધી લખ્યું કે જેને ભગવાનને જોઈને આનંદ ન થાય તે કાં તો કેવળજ્ઞાની છે અથવા તો અસંજ્ઞી છે. અસંજ્ઞી અટલે મન વગરના. જેમ તેમ જડની માફક ગયા ને પાછા નીકળી ગયા. નથી પ્રેમ કે નથી ભાવ ઉછળતા એ કેવી ધિટઠાઈ ! પ્રતિમાને સાક્ષાત્ ભગવાન માનવાના. આજે મારો બેડો પાર થઈ ગયો. ત્રિભુવનપતિના દર્શન થયા. દર્શન કરતા ગાંડા ગાંડા બની જઈએ. દુનિયા ગાંડા કહે તેમાં આપણે ડાહ્યા. દુનિયા ડાહ્યા કહે તો ગાંડા. છદ્મસ્થ જીવોને ભગવાનને જોઈને મધ્યસ્થભાવ રહે, આનંદની છોળો ન ઉછળે તો સમજી રાખો કે જડતા છે. અસંજ્ઞીપણું છે. આ અનંત ઉપકારી છે. અનંત કરૂણાનો પ્રવાહ સતત વહેવડાવે છે. એમને જોઈને અંદરથી ભાવો ઉછળે. એમ ૧૩ For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ થાય કે મારા શબ્દોથી ભગવાનની ભક્તિ કરું કદાચ કવિતા બનાવતા ન આવડે પણ મારી ભાષામાં ગાંડીઘેલી ભાષામાં પ્રાર્થના-સ્તુતિ કરું. કુમારપાળ ૭૦ વર્ષ પછી જૈન ધર્મ પામ્યા. પછી મોટી ઉંમરે સંસ્કૃત શીખ્યા પછી પરમાત્માની ભક્તિ માટે જાતે સ્તુતિની રચના કરી, કહે અત્યંત નિર્ગુણ છું. દુષ્ટ છું. ત્રીજા ભવમાં ગણધર થવાના તે ગહ કરે છે. કોમળ માટીમાંથી વાસણો બને. પીગળેલા સોનામાંથી ઘાટ ઘડાય. હૃદય એકદમ કૂણું જોઈએ. આવા આત્મા ભગવાન પાસે બે જ વાત કરે (૧) પોતાની નિંદા ને (૨) પરમાત્માના ગુણોની સ્તવના. કહે હિંસક અને પાપે ભરેલો, સર્વ વાતે પૂર્ણ છું. જો તમારું આલંબન ના મળે તો આ ભીમ ભવસાગમાં ક્યાંય ફેંકાઈ જાઉ. અનંતા ભેગો નિગોદમાં જતો રહું તો કોણ બચાવે? શ્રદ્ધા અને ભક્તિ મજબૂત કરો. કુમારપાળના આખા શરીરમાં દેવીએ કોટ રોગ કર્યો છતાં પીડાનો ભય નથી. દેવીને કહે તને જોઈએ તે બધુ આપુ પણ અરિહંતને ન છોડુ, એમની આજ્ઞા ન છોડું સાત્વિક હતા. કહે સળગી મરું જેથી લોકમાં જૈન ધર્મની નિંદા ન થાય. ઉદયનમંત્રીને વાત કરે છે. મંત્રી ગુરુ મ. ને પૂછાવે છે. અહીં એ જોવાનું કે દુનિયાનું કોઈ પણ કામ ગુરુને પૂછવા વગર ન થાય. જિનશાસન પામ્યા પછી ગુરુ માથે ન હોય એવું ન બને. માથે એક કુલગુરુ હોય. ધર્મમાં તો પૂછે પણ (૧૩) ૧૩૮ For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ સંસારમાં ય પૂછે. ગુરુ એવી સલાહ આપે કે જેથી ઓછામાં ઓછા પાપે કામ થાય. આટલો મોટો સંસાર તરવો છે તો માથે ગુરુ જોઈએ. કલિકાલસર્વજ્ઞ મંત્રિત પાણી આપ્યું. રાજાનો કોટ દૂર કર્યો ને દેવીને મંત્રથી પકડીને એની પાસે ક્ષમા મંગાવી. सर्वं सत्वे प्रतिष्ठितं । અહીં, કુમારપાળનું સત્વ જોવા જેવું છે. સત્વ બહુ મહત્વની વસ્તુ છે. યશોદેવ સૂરિ મ. ૩૬-૩૦ વર્ષની ઉંમરે દીક્ષા લીધી. શ્રીમંત કુટુંબમાંથી આવ્યા હતા. દીક્ષા પહેલા સાહેબ પાસે આવે. સાહેબ કહે. ક્યાં સુધી સંસારના કાદવમાં પડયા રહેવું છે? મુદત પાડયા કરે પણ અહીં સત્વ જુઓ એકવાર બાધા લીધી, ચોમાસા પહેલા દીક્ષા ન થાય તો ઉપવાસ કરવા ને દીક્ષા થઈ ગઈ. ઉપમિતિમાં સૌથી વધુ વખાણ સત્વગુણના કર્યા. સત્વશાળીને બધા ગ્રહો અનુકુળ થઈ જાય. સત્વ બહુ ઉંચો ગુણ છે. કુમારપાળ સત્વશાળી છે. સંકલ્પ કરે છે-છએ વાતુના ફૂલથી ભગવાનની આંગી ન કરું ત્યાં સુધી આહાર-પાણી ત્યાગ. સત્વશીલને દેવતાય સહાય કરે. બીજે દિવસે ઉધાનમાં છ એ ઋતુના ફૂલ એકસાથે ઉગ્યા છે. સત્વ વગર કામ ન થાય. દરેક કાર્યમાં સત્વ ફોરવવાનું - હવે અહીં દુષ્કૃત ગહનો આલાવો બતાવતા કહે છે, . (૧૩) For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ મિચ્છામિ દુકકડમઃ અરિહંતના શરણને પામેલો હું મારા આત્માની નિંદા ગઈ કરું છું. નિંદા પોતાના આત્માની સાપેક્ષ હોય. નહીં એટલે ગુરુની સાપેક્ષ. સંસારમાં સૌથી મોટામાં મોટું પાપ કયું? પાપ બે પ્રકારના. (૧) સંસારના સુખના રાગના પાપ અને (૨) મહાપુરુષોની આશાતનાના પાપ. એ બેમાં પણ આશાતનાનું પાપ ચઢે. તેમાં પણ સૌથી મોટું પાપ અરિહંત ભગવંતની આશાતનાનું! એ આશાતના ૪ નિક્ષેપાથી- દ્રવ્ય, ભાવ, સ્થાપના અને નામ અરિહંતની આશાતનાનું પાપ. ભગવાન સામે ગોશાળાએ તેજલેશ્યા મૂકી, સંગમદેવે ઉપસર્ગ કર્યા, ગોવાળાએ ખીર રાંધી આ બધી ભાવા તીર્થકરની આશાતના. મુસલમાનના ભવોમાં મૂર્તિઓ તોડી હોય, મંદિરો ખંડિત કર્યા હોય એ સ્થાપના તિર્થંકરની આશાતના. મુસલમાનો આજે મહાવીરને ગાળો દે છે, એ નામ તિર્થંકરની આશાતના અને તીર્થકરના જીવો જ્યારે અન્ય ભવોમાં હોય ત્યારે તેમની કરેલી આશાતના એ દ્રવ્ય તીર્થકરની આશાતના. એ જ રીતે સિદ્ધ ભગવંતોની આશાતના કરી હોય. ઘણા પંડિતો આજે બોલે છે કે તમારા સિદ્ધો બધા આકાશમાં ૧૪૦. For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ લટકે છે. એમનો માપદંડ એટલો જ કે બુદ્ધિમાં બેસે એટલું જ માનવાનું બીજું નહિ માનવાનું એનો અર્થ એ કે આપણી બુદ્ધિ જાણે ચરમ કક્ષાની છે. એ મોટામાં મોટું અભિમાન છે. એક આચાર્ય ભગવંતને પૂછયું, “આ ૩૪ અતિશયો ને ભગવાનના કલ્યાણકોની વાતો, જન્માભિષેકની વાતો બધી કેવી રીતે માની લેવાય?” આચાર્ય ભગવંતે એક જ જવાબા આપ્યો કે, “અમારા પૂર્વાચાર્યો જે અમારા કરતાં ઘણા વિદ્વાન અને બુદ્ધિશાળી હતા તેમણે આ સ્વીકારીને પરમાત્માના અહોભાવથી ગુણ ગાયા છે એટલે અમારા માટે એ વિચારવાનો પ્રશ્ન જ રહેતો નથી. હિતવત્સલ અને સૂક્ષ્મબુદ્ધિના ધારક એવા પૂર્વાચાર્યો જેને સર્વ સંમતિથી સ્વીકારે તેના પર આપણે શંકા કેમ કરાય?” | મારું દુષ્કૃત મિથ્યા થાઓ. વળી, આચાર્ય ભગવંતોની, ઉપાધ્યાય ભગવંતોની, સાધુ અને સાધ્વી ભગવંતોની, બીજા પણ ધર્મસ્થાનકો, મંદિરો, ઉપાશ્રયોની, દુનિયામાં માનનીય, પૂજનીય હોય તેમને વિષે, માતાઓને વિષે, પિતાઓને વિશે (માતા-પિતા તો એક હોય, પરંતુ માત્ર આ ભવના નહિ, ભવોભવના જે માતા-પિતા હોય તેમને વિષે) એ જ પ્રમાણે બંધુ (ભાઈ)ઓને વિષે, મિત્રોને વિષે, ઉપકારીઓને વિષે, સામાન્યથી બધા જીવોને વિષે, મોક્ષમાર્ગમાં રહેલા જીવોને વિષે તથા મોક્ષમાર્ગમાં નહિ રહેલા જીવોને વિષે, મોક્ષ માર્ગના સાધનો (જિનમૂર્તિ, જિનમંદિર, પુસ્તકો, ચારિત્રના ઉપકરણો) ને વિષે અને મોક્ષમાર્ગના સાધન For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ન હોય તેવી વસ્તુ વિશે કોઈ પણ વિપરીત આચરણ કર્યું હોય, ન આચરવા જેવું આચર્યું પાપ સ્વરૂપ તે (એકવાર આચરી લઈએ પણ તીવ્ર રસ ન હોય તો પાપ) પાપાનુબંધી (બૂબા રસથી આચરીયે તો પાપના અનુબંધ થાય, પરંપરા ચાલે) સુક્ષ્મ કે સ્કૂલ, મનથી, વચનથી કે કાયાથી, કર્યું કરાવ્યું કે અનુમોઘું હોય, રાગથી, દ્વેષથી કે મોહથી (રાગ-દ્વેષમાં જ્ઞાન હોય છતાં કરે, અથવા મોહ એટલે અજ્ઞાનથી કર્યું આ ભવમાં કર્યું કે ભૂતકાળના ભાવોમાં કર્યું તે ગહ કરવા જેવું છે. દુષ્કૃત છે, છોડવા જેવું છે. આ બધું કલ્યાણમિત્ર ગુરૂભગવંતના વચનથી જામ્યું છે. (ગુરુ એ કલ્યાણમિત્ર છે, જે સંસારથી પાર ઉતારે છે.) એ શ્રદ્ધાપૂર્વક મને રૂચ્યું છે. (જાણવું જુદુ અને રૂચવું જુદુ, મનમાં ગમે, વર્તનમાં ઉતરે એ રૂછ્યું કહેવાય) અરિહંત, સિદ્ધ સમક્ષ હું એની ગહ કરું છું એ દુષ્કત છે, એ છોડવા યોગ્ય છે. આ જે દુષ્કત મે કર્યું તે બદલ મિચ્છામિ દુકકડમ્, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ્. મારૂ તે દુષ્કૃત મિથ્યા થાઓ. આધ્યાત્મિક ક્ષેત્રનો નિયમ છે કે તમને જેના મનોરથ થાય તે મળ્યા વગર ન રહે. અહીં નિંદા, ગહ કરી પણ તેમાં મનોરથો પણ કરે છે. મારી આ ગહ સમ્યફ થાઓ. સમ્યક્ એટલે શુદ્ધ આશરવાળી અને ઉપયોગપૂર્વકની થાઓ. વળી આ દુષ્કૃતના અકરણનો નિયમ થાઓ, આ દુષ્કત બીજીવાર ન થાઓ. આ દુષ્કત નહીં અને અકરણ નિયમ મને બહુમત છે. સંમત છે. હું અરિહંત ભગવંતોની અને કલ્યાણમિત્ર એવા ગુરૂ ભગવંતોની હિતશિક્ષાને ૧૪૨ For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ઈચ્છું છું. તેઓનો મને સંયોગ પ્રાપ્ત થાય. મારી આ પ્રાર્થના ભાવ પ્રાર્થના થાઓ. મને આ પ્રાર્થના પર બહુમાન થાઓ ને એનાથી મારા આત્મામાં મોક્ષનું બીજ પડો. અહીં ૪ ઈચ્છા પ્રગટ કરે છે. અરિહંત ભગવંતો અને ગુરૂભગવંતોનો સંયોગ થાય. સંયોગ થતા એમની સેવા કરવાની યોગ્યતા-પાત્રતા મળે. વગર યોગ્યતાએ સેવા ન મળે. ભગવાન મને આજ્ઞા કરે એવી પાત્રતા, તેમની આજ્ઞા સ્વીકારનારો બનું અને પછી અતિચાર-દોષ લગાડયા વગર આજ્ઞાની પાર ઉતરું - આ રીતે દુકૃત ગહથિી હળવો બનેલો જીવ સુકૃત અનુમોદના દ્વારા આત્માને સુકૃતો ને ગુણોથી ભાવિત કરે છે. ૦ રત્નકણિકા C સમર્પણ: આપણા મન - વચન - કાચા પરથી આપણું આધિપત્ય ઉઠાવી ગુરુનું આધિપત્ય સ્થાપવું એ જ સમર્પણ છે. એજ સાચી દીક્ષા છે. ૧૪૩ For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ સુકૃત અનુમોદના: સુકૃત-અનુમોદનામાં કોના સુકૃતની અનુમોદના કરવાની? તો આપણા અને બીજાના. સુકૃતની અનુમોદનાથી એના ગુણાકાર થાય. શાલીભદ્ર, સંગમના ભવમાં ભાવપૂર્વક જે ખીર વહોરાવી અને તેના ફળ રૂપે અઢળક ઢદ્ધિના સ્વામી થયા. શાલીભદ્ર એક જ વાર ખીર વહોરાવી છે. આપણે એના કરતા અનેકગણુ વહોરાવ્યું છે છતાં એવું રીઝલ્ટ કેમ ન આવ્યું? એની પાછળ બે કારણ છે. (૧) ધર્મક્રિયા કરીએ છીએ પણ અત્યંત એકાગ્રતાપૂર્વક રૂચિપૂર્વક, આદર અને બાહુમાનપૂર્વક કરવી જરૂરી છે એ રીતે આપણે કરતા નથી. પાપની ક્રિયા રસપૂર્વક થાય છે. તેમાં આગળ અને પાછળના પ્લાનીંગ હોય છે. જ્યારે ધર્મ પ્લાનીંગ વિનાનો છે. માટે એમાં મન ચોટતું નથી, ધર્મક્રિયા કરતા પહેલા પ્લાનીંગ જોઈએ ને કર્યા પછી અનુમોદના જોઈએ એનાથી ધર્મ નક્કર અને મજબૂત થાય. સંગમના જીવે ખીર તો એક જ વાર વહોરાવી છે. પણ જુઓ, એ જ્યારે નાનપણમાં શેરીમાં રમતો હોય એ વખતે નાના છોકરાઓ મહાત્માને તેડી લાવે, પોતાના ઘરે વહોરવા લઈ જાય, આ પણ સાથે જાય. પોતાની શક્તિ નથી. છતાં (૧૪૪) ૧૪૪ For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ મનોરથ કર્યા કરે, ક્યારે હું પણ મારા ઘરે તેડી જઈશ, વહોરાવીશ? (૨) ધર્મક્રિયા કરતાં પહેલા એની વારંવાર ઈચ્છા ભાવના કરવાની. અને કર્યા પછી એ સુકૃતની અત્યંત અનુમોદના કરવાની આ આપણે કરતા નથી. આધ્યાત્મિક જગતનો કાયદો છે તમે સાચા ભાવથી જે ઈચ્છા કરો તે મળ્યા વગર ન રહે. પણ સાચા મનોરથ જોઈએ સાથે વીલ પાવર પણ જોઈએ. ભૌતિક જગતમાં ઊંધું છે. તમે જેની ઈચ્છા કરો તે તમારાથી દૂર જાય. પૈસાની સુખની ઈચ્છા કરો તો તે તમારાથી દૂર જાય. કદાચ પ્રબળ પ્રયત્ને મળી જાય તો પણ ભવાંતરમાં વધુ દુર્લભ બને. જ્યારે ઈચ્છા - અપેક્ષા વગર કરેલી ધર્મક્રિયા ઢગલાબંધ સુખો આપે છે. આ પુદ્ગલો જ રખડાવે છે, દોડાવે છે. હવે જિનશાસન પામ્યા પછી એમ થઈ જાય, મારે કાંઈ નથી જોઈતું. બસ એક મોક્ષ જ જોઈએ છે. આધ્યાત્મિક વસ્તુ મેળવવા ઈચ્છા કરવાની સાથે તાલાવેલી પણ જોઈએ ને સાથે પુરુષાર્થ પણ કરવાનો. એનાથી કર્મોના આવરણ દૂર થયે આ ભવે નહિ તો ભવાંતરમાં એ મળ્યા વગર ન રહે. જંબુસ્વામી શિવકુમાર રાજકુમારના ભવે પિતા ચારિત્રની ના પાડે છે. તીવ્ર તાલાવેલી છે છતાં અંતરાય કર્મનો ઉદય. અભિગ્રહ ૧૪૫ For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ લે છે. દીક્ષા ન મળે ત્યાં સુધી છઠ્ઠને પારણે છઠ્ઠ કરીશ. ૧૨ વરસ આ તપ કર્યો પણ ચારિત્ર ન મળ્યું. આ ભવમાં ન મળ્યું પણ તીવ્ર ઈચ્છા હતી તો પછીના ભવમાં બધા અંતરાયો તૂટી ગયા ને પર૦ સાથે વગર મહેનતે ૧૬ વર્ષે દીક્ષા મળી ગઈ. જેની ઈચ્છા કરો તે મળે જ. આ ભવે ભાવના રહી ગઈ હોય તો પછીના ભવે મળે પણ તેની એક શરત, એમાં ભૌતિક સ્વાર્થ ના ભળવો જોઈએ. સંગમ રોજ મનોરથ કરે છે, ક્યારે સાધુ મહાત્મા પધારે ને હું વહોરાવું. અહીં જુઓ કે એને બે ટાઈમ પોતાને વાપરવાના ફાંફા છે. ભયંકર દરિદ્રતા છે. આખો દિવસ મા મહેનત કરીને રોટલો કમાય છતાં પેટ ભરાતું નથી એવા અંતરાય ઉદયમાં છે. પણ આવી સ્થિતિમાં કેવા ઉત્તમ મનોરથ છે? સુકૃત અનુમોદન ચિત્તના પરિણામ નિર્મળ, પ્રકુલ્લિત કરે છે. સુકૃત આચરતા પહેલા એના મનોરથ જોઈએ. ધર્મક્રિયા પ્રણિધાનથી કરવાની બીજું બધુ ભૂલી જવાનું. પૂર્વે મનોરથ કર્યા હોય તો એકાગ્રતા આવે. તેમ ધર્મ કર્યા બાદ પણ તેને વારંવાર યાદ કરીને અનુમોદના કરવાની. જેમ જેમ અનુમોદના કરીએ તેમ તેમ પુણ્યના ગુણાકાર થાય. આપણા સુકૃતની અનુમોદના મનમાં કરવાની. દુનિયામાં કરીએ તો સુકૃતના ભાગાકાર થાય. કાં તો કામ કાં તો નામ. બેમાંથી એક જ થાય. જેને કામ કરવું હોય તેણે નામનો મોહ છોડવો પડશે. એમ થાય કે આપણે એવું તો શું કર્યું? કોઈ આપણા વખાણ કરે ત્યારે મન દુખી થાય ખરું? મારા શું - (૧૪) (૧૪ For Personal Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ વખાણ કરવાના? મહાપુરુષો કેવા કાર્યો કરી ગયા? આપણા સુકૃત આપણાથી ન બોલાય. ખાનદાન અને ઉત્તમપુરુષો પોતાનું સારું ચારિત્ર પોતાના મુખે ક્યારેય ન બોલે. સ્વપ્રશંસા એ પરનિંદા જેટલો જ મોટો દોષ છે. માનના બે સ્વરૂપ-પરનિંદા અને સ્વપ્રશંસા., સ્વોત્કર્ષ અને પરઅપકર્ષ. બીજાનું નીચું બોલવું તેય અભિમાન છે. તેમ કોઈ પ્રશંસા કરે ને ગલગલીયા થાય એ ય અભિમાન જ છે. હવે ગાડી રીવર્સમાં જવા દેવાની છે. આપણી નિંદા અને બીજાના ગુણ ગાવાના છે. આપણા સુકૃતની અનમોદના મનમાં કરવાની. જ્યારે બીજાના સુકૃતની અનુમોદના ભરપેટ બધાની સમક્ષ કરવાની. ચિત્ત, વિત્ત ને પાત્ર વડાઈઃ શાલિભદ્રની ખીર એ બધાના ઘરેથી લાવેલી વસ્તુઓમાંથી બની હતી.. જીંદગીમાં પ્રથમવાર ખાવા મળી છે. છતાં મનોરથ છે કે કો'ક સાધુ મહાત્મા પધારે તો વહોરાવું. ને આજે જ મહાત્મા પધારે છે. માસક્ષમણના તપસ્વી છે. આજે સામગ્રી પણ ઉત્તમ અને મહાત્માનું પાત્ર પણ ઉત્તમ પોતાના ભાવ તો 'ઊંચા છે જ. ચિત્ત, વિત્ત ને પાત્રનો સંયોગ થયો આ ત્રણેની ઉત્તમતા મળવી દુર્લભ છે. છતાં દિવસોથી જે મનોરથ કર્યા તેનું પુણ્ય ઉદયમાં આવ્યું. ' મનોરથપૂર્વકનો ધર્મ ઉલ્લાસથી થાય. મનોરથ કરવાના. એક દા'ડો તો ભગવાનની ઊંચામાં ઊંચી વસ્તુથી પૂજા કરું, ૧૪૦ For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ નાચી ઉઠું.... અને આવા બધા ભાવો હશે, દિવસોના મનોરથ હશે તો ધર્મક્રિયા-પૂજા ભાવવાળી બનશે. ઉલ્લાસપૂર્વકની આરાધનાથી કેવા પુન્યના ગુણાકારા સાધુ મહાત્મા વહોરવા પધાર્યા છે. આ ખીર એણે રડીને, ક્કળાટ કરીને મેળવી છે. જે કદી પહેલા ચાખી પણ નથી એવી પણ ખીર પોતાના માટે રાખ્યા વગર બધી વહોરાવી દીધી. મહાત્મા ગયા પછી એમ થયું કે આજે બેડો પાર થઈ ગયો. આનંદ આનંદ થઈ ગયો. પછી તો મા એને બીજી વધેલી ખીર આપે છે. પણ એનાથી અજીર્ણ થાય છે. પણ આનું મન એક જ કે આજનો દિવસ રૂડો છે. કેવા સુંદર મહાત્મા ને કેવો સુંદર લાભ મળ્યો સતત આ જ ભાવમાં છે ને એવી અનુમોદના કરી કે પુણ્યના ગુણાકાર થયા ને તે એવા કે તે રાત્રે જ મરીને ભદ્રામાતાની કુક્ષિમાં આવ્યા. મનુષ્યજન્મ ને એમાં પણ જન્મતા જ શ્રીમંતાઈ. જન્મતા જ પાર વગરની અદ્ધિ ને થોડા મોટા થયા ને દેવતાઈ ત્રાદ્ધિ, વળી, સાધુના દાનથી મળ્યું એટલે ભોગવવાની મૂછ ન જાગી પણ છોડવાની બુદ્ધિ જાગી, સત્વ મળ્યું. પૂર્વ ભવમાં સાધુ ભગવંત મળ્યા. તો આ ભવે મહાવીર ભગવાન મળ્યા. બધી રીતે પુણ્યના ગુણાકાર થયા. હવે શાલિન્દ્રના ભવથી અનુત્તર વિમાનમાં ને ત્યાંથી મહાવિદેહમાં મનુષ્ય થઈ મોક્ષે જશે. સુકૃતની અનુમોદનાથી સુકૃતના ગુણાકાર આ શાશ્વત નિયમ જ છે કે, - ૧૪૮ For Personalrivate Use Only ૧૪૮) Page #156 -------------------------------------------------------------------------- ________________ અનુમોદનાથી ગુણાકાર ને નિંદા-ગર્દાથી ભાગાકાર. સુકૃતની નિંદાથી સુકૃતના ભાગાકાર, દુષ્કૃતની અનુમોદનાથી દુષ્કૃતના ગુણાકાર. શ્રેણિક મહારાજાએ ગર્ભિણી હરિણિને હણી ને પાછળ અનુમોદના કરી- હું કેવો બાણાવલી. તો ઘોરાતિઘોર નરકનું આયુષ્ય બાંધી દીધું. મમ્મણના જીવે લાડવો ખૂબ ભાવથી વહોરાવ્યો પણ પાછળ થઈ ગયું. મેં ક્યાં આ સિંહકેશરીયો લાડુ વહોરાવ્યો? ને આ નિંદાથી એવી પરિગ્રહની મૂર્છા મળી કે ૭મી નરકમાં લઈ ગઈ. રત્નકણિકા મત્સર - ઈર્ષ્યા એ એવી ઊધઈ છે કે - જે બધા ગુણોને કોરી ખાય છે. ૧૪૯ For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ મનોરથની હેલીએ, પૃથ્વીચંદ્ર ગુણસાગર ( પૂર્વના ૨૧ ભવોથી ચારિત્ર પાળતા આવે છે. એટલે આ છેલ્લા ભવમાં પણ ગુણસાગર સાધુને જુએ છે ને રાગ થાય છે. આનંદ થયો ને થાય છે કે આવા સાધુને મેં જોયા છે ઉહાપોહ કે થયો આવા સાધુ- સાધુવેશ મેં ક્યાંક જોયો છે. ને ઉહાપોહ વધતાં જાતિસ્મરણ જ્ઞાન થયું.) ગયા ભવમાં જેનો બહુ અભ્યાસ હોય તેનું આ ભવમાં સહેજ નિમિત્ત મળતા એ જ્ઞાન થઈ શકે. ચાણસ્મામાં નરેશભાઈ છે. એમને નાની ઉંમરમાં જાતિસ્મરણ થયું. અહીં મા-બાપ એને નાના કટોરામાં દૂધ આપતા એ જોઈને કહે અમે તો મોટા મોટા કટોરાઓ ભરીને દૂધ પીતા, ઘરમાં કેટલીય તો ગાયો હતી. ધી-દૂધની નદીઓ વહેતી હતી. ઘરવાળા આશ્ચર્ય પામ્યા, પૂછે ક્યું ઘર? કહે વીરમગામ. ત્યાં ગયા. ત્યાં જઈને બધી સાક્ષી બતાવી વચ્ચે એક બીજો ભવ ૨૫ વર્ષનો કર્યો. સંસાર એટલે સંસરણ કેવો આ સંસાર છે! અહીંથી તહીં સંસરણ ચાલુ જ છે. આ જોઈને વૈરાગ્ય થવો જોઈએ. અરે રે ! વિષયો પાછળ, ભૂંડની જેમ પાગલ બનીને નરકમાં જઈ આવ્યો. આ વિષયોએ જ રખડાવ્યો. હવે તેના પર રાગ કરાય ? જરાક તો વિવેક રાખો. સોનું એ શું છે? એકેન્દ્રિયના કલેવર. ઉપલકી રીતે નહિ વાસ્તવિક સ્વરૂપ જોતા શીખો. જરા ઊંડા ઊતરો. હીરામાણેક ને મોતી પણ એકેન્દ્રિયના કલેવરો જ છે. ઘેબર શેમાંથી (૧૫) For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ બને, ચણાના લોટમાંથી, પણ એ ચણાની દાળ એ શું ? વનસ્પતિકાયનું કલેવર. વસ્તુના સ્વરૂપ સુધી જઈએ ને રાગ કપાઈ જાય. ગુણ સાગરનો વિરાગ ભાવ: ગુણસાગરને થઈ ગયું. હમણા ને હમણાં ચારિત્ર લેવું છે. પ્રતિક્ષણ કાળા કાળા કર્મો ચોંટે છે. માણસ એક દિવસમાં જેટલું પાપ કરે છે તે જો આ દુનિયાના બધા પર્વતો સોનાના થઈ જાય ને તે દાન આપીએ તો ય ન છૂટે. વળી, રોગ, શોક ને અનિષ્ટ સંયોગોથી ભરપૂર આ સંસાર. ગુણસાગરને સંસાર પરથી વિરાગ થઈ ગયો. મારે આ સંસાર ન જોઈએ. મા-બાપ પાસે આવે છે. પગે પડીને કહે - મને સુખી કરો. ઘરે કરોડો અબજો સોનૈયા પડયા છે. પૈસાની કોઈ ગણત્રી નથી. બીજી કાંઈ લેશમાત્ર પ્રતિકુળતા નથી. માબાપ પૂછે - શું દુઃખ છે. કહે - સામે જરા-મરણ દેખાય છે. માબાપ કહે - આ સોનામહોરના ઢગલાને શું કરવાના? આ મહેલાતોનું શું? કહે - આ મહેલાતો નથી પણ ડાકણો છે. એ પુણ્યનું લોહી ચૂસી નાખે છે. સંપત્તિ જેટલી વધે તેટલું પુણ્ય ભોગવાઈ જાય. બેંકમાથી જેટલા રૂા. ઉપાડો તેટલા ઓછા થાય. તમે તપ, સંયમ કરીને નવા નવા જમા કરો તો વધે. માબાપઃ આ ૮-૮ કન્યા જોડે તારા સગપણ નક્કી કર્યા તેનું શું? * એક વાર લગ્ન કરી લે પછી જે કરવું હોય તે કરજે. ગુણસાગર સાત્વિક છે. એ સ્વીકારે છે. પણ તે દરેકના માતા (૧૫૧) ૧૫૧ For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ પિતાને કહેવડાવી દો કે બીજે દિવસે ચારિત્ર લઈશું. પેલા ગભરાઈ ગયા. આવા વૈરાગીને કોણ દીકરી આપે ? કન્યાને વાત કરે છે. કન્યાઓ કહે અમે એકને પરણ્યા તે પરણ્યા હવે એક ભવમાં બીજો ભવ ન કરીએ. આ બધાની ૨૧ ભવથી સાથે સાધના ચાલે છે. લગ્ન નક્કી થયા. વરઘોડો નીકળ્યો છે પણ ગુણસાગરને એમાં રસ નથી. એને તો એક જ તાલાવેલી છે કે ક્યારે આવતીકાલનો સૂરજ ઉગે ને ચારિત્ર લઉં. માબાપની ઈચ્છાથી આજે લગ્ન કરવા પડયા છે છતાં આવતીકાલે જેલમાંથી છૂટી જઈશું. ગુણસાગરને સંસાર જેલ લાગે છે. જે સમક્તિ દૃષ્ટિ છે એ સંસારને જેલ જ માને છે. ચાર ગતિની કેદમાં પૂરાઈ રહેવાનું. કેટલાક જીવ તો રીઢા ગુનેગાર છે. એને ત્યાં જ ફાવે પણ એ મોહથી વાસિત છે. આ જિનશાસન મળ્યું છે. આવું જિનશાસન પામ્યા પછી દરિદ્રી રહીશું, તો હવે બીજી કોઈ દવા નથી. જિનશાસન સિવાયની બીજી કોઈ સંસ્થા આપણું સારું કરવા સમર્થ નથી. એવો તે દિવસ ક્યારે આવશે ? ધર્મક્રિયા પહેલા મનોરથ કરવાના છે. આપણે પણ મનોરો કરવા જોઈએ. મનોરથની સજ્ઝાયમાં આવે છે... હું આવી આવી આરાધના સાધના કરીશ... ક્યારે એવો દિવસ આવે કે ચારિત્ર લઈશ, ૧૨ વ્રત લઈશ, બ્રહ્મચર્ય પાળીશ, શ્રાવક રાત્રે ઉઠે તો ઉઠીને મનોરથ કરે ક્યારે ચારિત્ર લઈશ, કાઉસગ્ગ ૧૫૨ For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ કરીશ, સ્મશાનભૂમિમાં એવો સ્થિરધ્યાને ઉભો રહીશ કે બળદો આવીને મને થાંભલો સમજીને મારા શરીરને ઘસશે... હું સમતાપૂર્વક સહન કરીશ, ક્ષપકશ્રેણિ માંડીશ વિગેરે આ મનોરથો કરવામાં ક્યા રૂપિયા ખરચવાના છે? સંસારમાં પૈસા કમાવવામાં મનોરથો કરો જ છો ને ! પૈસા કમાઈશું-નવું ઘર રાચરચીલું - સગવડો કરશું. સંસારના પાપકાર્યમાં કરીએ તો આ તારનાર એવા ધર્મમાં નહિ? ગુણસાગર, મનોરથોની હેલીએ: (ગુણસાગર મનોરથે ચડે છે. સાથે એની આઠ પત્નીઓ હજી તો લગ્નના વરઘોડામાં છે છતાં વિચારે છે. આપણે પણ આવતીકાલે પતિ સાથે ચારિત્ર લઈશું... આ બાજુ લગ્નની ચોરીમાં ફેરા ફરે છે, હાથ પર હાથ છે. છતાં મનમાં મનોરથ કે આવતી કાલે છૂટયા. ચારિત્ર લઈને એવા ગુરુના પગ પકડીશું કે એક ક્ષણ માટે પણ હૃદયમાં એમનો વિયોગ ન રહે. ગુરુની ઈચ્છા મુજબ જીવન જીવીશું. આપણી જાત સમર્પણ કરી દઈશું. એમનો ઉત્તમ વિનય કરશું એમની કૃપા મળશે સાથે સ્વાધ્યાયનો ઘોષ ચાલશે જ્ઞાન મેળવવા મહેનત કરશું વૃદ્ધ સાધુઓની સેવા કરશું. મહાત્માઓની તન તોડીને વૈયાવચ્ચ કરશું. બધાના નોકર-ચાકર બનીને ભક્તિ કરશું. રાત પડે એટલે કાઉસગ્ગ લગાવીયે બેસી જશું. .... અને અહીં મનોરથોની ધારા ચાલુ બીજી બાજુ કેટલાય વાજિંત્રોના નાદ ચાલે છે. ધવલ મંગલના સૂર સંભળાય છે. શ્રેષ્ઠિપુત્ર છે. મોટો એવો લગ્નપ્રસંગ (૧૫૩) For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ મંડાયો છે. આખું લોક ગાંડુ બન્યું છે. ગુણસાગર ક્ષપકશ્રેણીએ: ચારિત્ર તો આવતીકાલે લેવાનું છે. પણ અહીં ભાવથી ચારિત્રમાં ચઢી ગયા છે. અને વિશુદ્ધિ અને અપ્રમત્તતાના ભાવમાં આગળ વધતા ૮, ૯ ને ૧૦ મા ગુણઠાણે, ત્યાંથી સીધો ૧૨મા ગુણઠાણે. ક્ષપકશ્રેણી માંડી દીધી. કર્મના ભૂક્કેભૂક્કા બોલાવી દીધા. ઘાતકર્મોનો નાશ કર્યો ને કેવળજ્ઞાન લઈ લીધું. કોઈ સિદ્ધાચલ, સમેતશિખરમાં નહિ પણ લગ્નની ચોરીમાં કેવળજ્ઞાન કેવું અદ્ભુત છે આ જિનશાસન ! વળી જુઓ કે, આઠે કન્યા પણ આની જેમ ધ્યાનમાં ચઢે છે.... એ પણ ચારિત્રની ભાવના કરે છે, ભાવનામાં આગળ વધતા મોહનીય કર્મનો સંપૂર્ણ નાશ કરી ક્ષાયિક સમક્તિ પ્રાપ્ત કરે છે ને ક્ષપકશ્રેણી માંડી ત્યાં જ કેવળજ્ઞાન પામે છે. ભોગના સ્થાને યોગ: દેવતાઓ આવે છે અને ચોરીની જગ્યાએ સુવર્ણનું સિંહાસન બનાવે છે. કેવળજ્ઞાની એવા ગુણસાગર ત્યાં દેશના આપે છે. આખું લગ્નનું વાતાવરણ દેશનામાં ફેરવાઈ ગયું છે. લોકો પણ વિચારે કે ભોગને ચોગમાં ફેરવી દીધો. કેવી સાધના કરી! આ બધાના માતા-પિતા એમને આ પ્રમાણે જોઈને વિચારેઆપણા ધોળામાં ધૂળ પડી. ધિક્કાર છે આપણી જાતને ! મોટી ઉંમર આવી, માથું ધોળું થયું પણ હૃદય ધોળુ ન થયું. અંતર તો કાળુ ને કાળુ જ રહ્યું. અને એ પણ દુષ્કતગહ કરતા કરતા For (૫૪) ૧૫૪ For Personal Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાન પામ્યા. ગુણસાગર કેવળીની દેશના બાદ સુધન શ્રેષ્ઠી જે વેપારાર્થે આવ્યો છે તે કહે ભગવાન્ ! આવું કૌતુંક સગી આંખે પહેલી જ વાર જોયું. આંખ આગળથી ખસતું નથી. કેવું જિનશાસન ! લગ્નને કેવળજ્ઞાનમાં ફેરવી નાખે. આ શાસન પામ્યા પછી માયકાંગલા કેમ રહેવાય ? મોહને ચેલેન્જ મારીને કહી દોતારું નિયંત્રણ દુનિયા પર ભલે ચાલે પણ જે શાસન પામ્યા છે તેના પર નહિ. અહીં કેવળી એને કહે : આના કારતાં મોટુ કૌતુક તને તારા નગરમાં જોવા મળશે. વિરાગના ઉપવનમાં, પૃથ્વીચંદ્રજી સુધન શ્રેષ્ઠિ નગરમાં આવે છે. અહીં પૃથ્વીચંદ્ર રાજા છે. તે પણ મહાવૈરાગી છે. માતા-પિતાએ પરાણે પરણાવીને રાજગાદીએ બેસાડી દીધો છે. પણ એણે એની પત્નીઓને પ્રતિબોધ કરી સમજાવી દીધું છે કે આપણે સાથે ચારિત્ર લઈશું. એનું મન રાજકાજમાં નથી. સિંહાસન પર બેઠો બેઠો પણ મોહરાજાની પકડ વિચારે છે. દાઉદ દુબઈ પર બેઠો બેઠો મુંબઈ પર કંટ્રોલ કરે પણ આ મોહરાજાએ તો આખી દુનિયાને કંટ્રોલ કરી છે. એ જેમ કહે એમ કર્યે જવાનું. એ જગતના જીવ પર જેવો ઓર્ડર કરે એમ કરવું જ પડે. આ પૃથ્વીચંદ્ર રાજા સિંહાસને બેઠો બેઠો પણ “ચિંતવે મોહના ઘાટ રે” મોહરાજાની કદર્થના વિચારે છે. સુધન શ્રેષ્ઠી રાજદરબારે આવે છે. પૃથ્વીચંદ્ર : ક્યાં ગયા ૧૫૫ For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ હતા ? સુધન : વેપારાર્થે, પૃથ્વીચંદ્ર કાંઈ વિશેષતા ? સુધના હા, એમ કરીને ગુણસાગર શ્રેષ્ઠીનું આખું વૃત્તાંત સંભળાવે છે. કહે - અહીં તેનાથી અધિક કૌતુક જોવાનું છે. " રાજગાદીએ કેવળજ્ઞાન : ગુણસાગર શ્રેષ્ઠીની વાત સાંભળી પૃથ્વીચંદ્ર રાજા રાજગાદીએ બેઠો બેઠો વિચારે-ધન ધન એ ગુણસાગર શ્રેષ્ઠીને! ધન્ય એની પત્નીને અને એમના માતા પિતાને કેવો વૈરાગ્ય ! લગ્નની ચોરીમાં વિરાગ ભાવના ભાવતા ભાવતા કેવળજ્ઞાન લઈ લીધું. હવે આ રાજા મનોરથે ચડે છે. અમારો વારો ક્યારે લાગશે? ક્યારે પિતાજી રજા આપશે? એ મંગળ દિવસ, એ શુભ ઘડી, એ મીઠી ક્ષણ ક્યારે આવશે ને ગુરુમહારાજ પાસે ચારિત્ર લઈને આ જીવન સમર્પિત કરી દઈશ.. એ ગુણસાગરે સાધી લીધુ ને ભાવના દ્વારા હું રહી ગયો. હવે ક્ષણે ક્ષણે એ ભાવનામાં આગળ વધે ને કેવળજ્ઞાન સિંહાસન પર બેઠો બેઠા જ મેળવે છે. જાણ થતા પત્નીઓ દોડી આવે છે. કહેઃ આપણે સાથે લેવાનું હતું ને તમે કેમ એકલા કેવળજ્ઞાન લઈ લીધું? તમે પામી ગયા ને અમે રહી ગયા. એ નિંદા કરતા કરતા એમને પણ કેવળજ્ઞાન ! અહીં એમના મા-બાપ પણ નિંદા કરતા કરતા કેવળજ્ઞાન પામે છે. આ છે મનોરથની તાકાત ! આ અદ્ભૂત જિનશાસન છે. નાગકેતુને પૂજા કરતા કરતાં કેવળજ્ઞાન! હવે આ હૃદયમાંથી દુનિયાને કાઢો ને ૧૫ For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ જિનશાસનને સ્થાપી દો. કહી દો- હે મોહરાજા, રાગગજેન્દ્ર ને દ્વેષકેશરી ! આ હૃદયનું સિંહાસન તારા માટે નથી. મારા દેવાધિદેવ અને ગુરુ માટે છે. ઓ મોહના ચોટ્ટાઓ ! તમે નીકલી જાવ. મારું હૃદય સિંહાસન દેવ-ગુરુ માટે રીઝવર્ડ છે. હવે એમાં તમને સ્થાન નથી. સીધી રીતે નીકળી જાવ નહિ તો મારે આકરા થવું પડશે. અને એકવાર નીકળીને પાછા ડહાપણ કરીને પ્રવેશતા નહિ... ક્રોધ-માન બધા ચોટ્ટાઓ છે. સુકૃત અનુમોદનામાં એ જ કહ્યું કે આપણા સુકૃતની અનુમોદના-પ્રશંસા જાહેરમાં કરીએ, વારંવાર કરીએ તો અંદર સૂતેલો માનકષાય જાગી જાય. અને આ કષાય સુકૃતના ફળને તોડી નાખે. સુકૃત કર્યા પછી માનથી બચવાનું છે. ગુણાધિક પર પ્રમોદભાવઃ બીજા મહાપુરુષોના સુકૃતની અનુમોદના વારંવાર કરવાની, જાહેરમાં કરવાની, બહુમાનભાવપૂર્વક કરવાની. વિનયવિજયજી મહારાજે શાંતસુધારસમાં પ્રમોદ ભાવના બતાવી. મહાપુરુષોના ગુણો જોઈને આનંદ પામવાનો. જુઓ-પુંડરિકરવાની શત્રુ પ કરોડ સાથે મોક્ષે ગયા. એકલા નહિ, પાંચ કરોડ સાથે. કારતક સુદ પુનમે દ્રાવિડ વારિખિલ્લ ૧૦ કરોડ સાથે મોક્ષે ગયા. આ બધુ યાદ કરીએ ને મનમાં આનંદ ભરાઈ જાય. પરિણામ નિર્મળ બને. પરમાત્માના ચૈત્યવંદન, સ્તવન ગુણાનુવાદ એ પણ સુકૃત અનુમોદના જ છે. દુનિયાના વ્યવહારોમાં પણ અનુમોદના જોવા મળે છે. (૧૫૦ For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ છાપામાં ફોટા આવે. વેપારી મંડળના પ્રમુખ બન્યા, ધન્યવાદ! આ સિદ્ધિ હાંસલ કરી, ધન્યવાદ ! આ બધી અનુમોદના જ છે. એ સંસારના પ્રસંગો છે, સ્વાર્થ માટેના છે. જ્યારે ધર્મમાં સુકૃત અનુમોદના એ ધર્મ ભાવના છે. અને એનો મોટામાં મોટો ફાયદો એ છે કે તમે જેની અનુમોદના કરો તે ગુણ તમારામાં આવ્યા વગર ન રહે. આધ્યાત્મિક નિયમ છે. તમે જેની ઈચ્છા કરો તે મળ્યા વગર ન રહે પણ શરત એ કે એમાં ભૌતિક સ્વાર્થ ભળેલો ન જોઈએ. તમને જે ગુણ જોઈતો હોય તેની મુક્ત કંઠે પ્રશંસા કરો. એની સેવા ભક્તિ કરો એટલે એ સરળતાથી તમારામાં આવે. સુકૃત ઈચ્છા અને એ ડોશીમાં મારવાડમાં આજે પણ એક ભવ્ય જિનમંદિર ઊભું છે. તેનો ઈતિહાસ જુઓ. એક ગામમાં એક ડોશીમા હતા. બાલપણમાં પતિ મૃત્યુ પામ્યા. વિધવા છે. નિર્વાહ માટે લોકોના કામ કરે. જે કાંઈ થોડુ મળે એનાથી ગુજરાન ચલાવે. પાછળ પેઢીમાં કોઈ છે નહિ. રોજ એ માજી ગામ બહાર જાય ને ત્યાં એક સુંદર રમણીય જગ્યા જુએ. માજી બહુ ભણેલા નહિ પણ પારસનાથ ભગવાન પર શ્રદ્ધા બહુ એટલે રોજ અહીં આવે ને યાદ કરે કે અહીં પારસનાથનું મંદિર હોય તો કેવું સારું! માજીના સાડલે ૧૦ થીંગડા માર્યા છે. ખાવા-પીવાના ફાંફા છે. ઝૂંપડી તૂટલી - ફૂટલી છે. બુદ્ધિશાળી એમ જ વિચારે કે Forp (24C For Personel Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ આ શેના આધારે ભાવના ભાવે છે ? પણ શ્રદ્ધા એ મહાન વસ્તુ છે. કુંઠિત બુદ્ધિશાળીને શ્રદ્ધાના બળની ખબર ન પડે. પણ બધી વસ્તુ બુદ્ધિની ફૂટપટ્ટીથી ન મપાય. આધ્યાત્મિક જગતમાં બધુ શક્ય છે. માજી સમેતશીખરજીની જાત્રાએ... હવે એકવાર ગામમાં એક માણસે સંઘ કાઢ્યો, સમેતશીખરનો! માજીને સાધર્મિક તરીકે પાસ મળ્યો ને માજી સમેતશિખર પહોંચ્યા. બીજે દિવસે ઉપર ચઢવાનું છે ને માજી મનોરથ કરે છે- આ વખતે તો દાદાને એવી રીતે ભેટવા છે કે કાયમનો વિયોગ તોડી નાંખે.તમે પણ મનોરથ કરો- આ ગિરિરાજની જાત્રા એવી રીતે કરું કે ડગલે ને પગલે અનંતા કર્મો ખપાવું. કલિકાલસર્વજ્ઞ ભગવંત, હીરસૂરિ મ. વગેરે બધા અહીં આવ્યા છે. અનંતા અહીં સિદ્ધ થયા છે. આવો પરમપવિત્ર ગિરિરાજ મને મળ્યો હવે જનમ સફળ કરી નાંખું. માજી વિચારે-સવારે વહેલા નીકળી પૂજા, ભક્તિ દર્શન કરશું. અને રાત્રે એ જ ભાવનામાં સૂઈ જાય છે. સવારે વહેલા ચડી ગયા. મંદિરમાં પહોંચીને દાદાની ભક્તિ કરી ને ૩-૪ વાગે નીચે ઉતર્યા. ઉતરીને સંઘના રસોડે જમીને રૂમના ઓટલા પર બેઠા છે. ધર્મશાળામાં કોલાહલ સંભળાયો.... અને એટલામાં ધર્મશાળાની સામેની બાજુના ખૂણાના ૧૫૯ For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ભાગ પરથી કરૂણ રૂદન સંભળાયું. માજીને થયું, આ તો પારસનાથનું ધામ- અહીં કોણ રૂવે છે? માજી ત્યાં દોડી ગયા. ત્યાં એક ૩૦-૩૫ વર્ષની શ્રીમંત ઘરની વહુને પેટમાં ખૂબ દુખવા આવ્યું બધા ડોક્ટરોએ તપાસીને હાથ ધોઈ નાખ્યા છે. કોઈ રીતે સારુ થતું નથી, કોઈ બીજો ઉપાય દેખાતો નથી. બધા વિહવળ છે. ચીસો પાડે છે. બધા અત્યંત શોકમગ્ન છે. માજી સીધા રૂમમાં ગયા. માજી પૂછે શું થયું? કહે બચાવો મને પેટમાં ખૂબ દુઃખે છે. આંતરડા તૂટી જાય છે. માજી કહે-પારસનાથ દાદાને યાદ કર મને ખૂબ શ્રદ્ધા છે. એમના પ્રભાવથી કોઈનું દુઃખ ન રહે. એક ગ્લાસમાં પાણી મંગાવ્યું. એમાં અંગૂઠો નાખી “પારસનાથ પારસનાથ'ની રટણા કરી અને પ્રાર્થના કરી કે એના દુઃખ દૂર થાઓ અને પછી એ પાણી બાઈને પીવડાવ્યું. કીધું - પારસનાથની રટણા ચાલુ રાખો. આપણો એક જ દાદો છે. બાઈએ રટણા કરી, ને અડધો કલાક થયો ને ચીસો બંધ થઈ. થોડી વારમાં તો વેદના શાંત થઈ ગઈ. બધાએ પૂછયું કેવી રીતે થયું? કહે માજીએ પાણી આપ્યું એનાથી. પણ માજી ક્યાં છે? માજી તો સીધા રૂમમાં પહોંચી ગયા. કોઈને ખબર નથી ક્યા માજી. અહીં બધુ ધીરે ધીરે થાળે પડી ગયું. સગાવહાલા બધા વિખરાઈ ગયા. માજીની નિઃસ્પૃહતાઃ અહીં સાંજે પેલી બાઈના ધણીને વિચાર આવ્યો. આ તો ૧૦ For Personel Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ઉપકારી કહેવાય. એના ઉપકારને ભૂલીએ એ મોટામાં મોટું પાપ ! મુનીમજીને માજીની તપાસ કરવા મોકલે છે. તપાસ કરી લાવે છે. આ શેઠ હવે સોનારૂપાનો ભરેલો થાળ લઈને માજી પાસે આવે છે. પગે લાગે છે. વાળ મૂકે છે. ને વિનંતી કરે છે તમે માત્ર એનો નહિ મારા આખા કુટુંબનો ઉદ્ધાર કર્યો છે હવે આ સ્વીકારો માજીઃ મેં કાંઈ નથી કર્યું આ તો બધુ પારસનાથ દાદાની કૃપાથી થયું છે. તમે એની ભક્તિ કરો. શેઠઃ છતાં અમારે તમારા ઉપકારનો બદલો તો વાળવો જ પડે ને? માજીઃ ના, મેં કાંઈ ઉપકાર કર્યો નથી. ૧૦ થીંગડાવાળા લૂગડા પહેરનાર માજી સામે ચડીને આવેલી લાખોની સોનામહોરોને છોડે છે, લઈ લે તો આખી જંદગી સુધરી જાય. પણ નિસ્પૃહતા છે એ પણ દાદાના પ્રભાવેજ માજી મક્કમ છે મારે કાંઈ નથી લેવું. માજીની ઉદાત્ત ભાવના : પણ શેઠને વિચાર આવે છે માજીને કહે- તમારે તમારા માટે કાંઈ નથી તેવું પણ તમારી કોઈ ધર્મની ભાવના હોય તો કહો તો એ પૂરી કરી દઉં. માજી: મારે તો પારસનાથનું નામ રટણ મળ્યું એટલે બસ પણ અમારા ગામ બહાર એક સુંદર જગ્યા છે. ને મારી (૧ળ) For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ભાવના છે કે ત્યાં પારસનાથનું સુંદર મંદિર થાય. આ શેઠે એનું સરનામુ ને બધુ લઈ લીધું. અંતરની ભાવના ફળી..... માજી યાત્રા પૂરી થઈ ને ગામમાં આવ્યા. થોડા દિવસો પછી એક માણસ માજીનું ઘર શોધતો શોધતો આવ્યો. માજીએ પાણી પાયું. પછી કહે : શેઠે મોકલ્યો છે. અને પેલી જગ્યા ખરીદીને ત્યાં મંદિર બાંધવાનું છે. શેઠે કીધું હતું પૈસા સામે જોવાનું નથી. સારામાં સારું મંદિર ઉભું કરવાનું છે. અને પછી તો કાર્યવાહી ચાલી. ખેતરની જગ્યા લેવાઈ ગઈ ને થોડા ટાઈમમાં તો એ પાર્શ્વનાથનું ભવ્ય મંદિર ઉભું થઈ ગયું... મૂળ સાર એ જ કે જેની પાસે એક રૂા. ની મૂડી નથી એની પણ આવી મોટી ભાવના પૂરી થઈ કારણ આધ્યાત્મિક જગતની ભાવના છે. ધર્મની ભાવના છે. નિઃસ્વાર્થ છે. અને એવી ભાવના જ્યાં હોય ત્યાં ફળ મળ્યા વગર ન રહે. સુકૃત-અનુમોદનાનાં બે ફળ (૧) જે સુકૃતની અનુમોદના કરીએ તે સુકૃત આપણામાં આવે અને (૨) સુકૃત કરનારે જે પુણ્ય ઉપાર્જન કર્યું તે પુણ્ય આપણને પણ મળે. તે શાસ્ત્રમાં દૃષ્ટાંત આવે છે. બળભદ્રમુનિ જંગલમાં સાધનાઓ કરે છે. તપ તપે છે. માસક્ષમણ કરે છે. જંગલમાં એક હરણ. હરણ મહાત્માની ભક્તિ કરે. જંગલમાંથી કોઈ સાર્થવાહ જતો હોય તો ત્યાં મુનિને ગોચરી પાણી વહોરવા હરણ લઈ જાય. ૧૬૨ For Personel Private Use Only - Page #170 -------------------------------------------------------------------------- ________________ એકવાર કો'ક ઉત્તમ સાર્થવાહ જંગલમાંથી પસાર થતો હતો. હરણ મુનિને સાર્થવાહ પાસે લઈ ગયું. સાર્થવાહ મુનિને ખૂબ ભાવથી વહોરાવે છે. હરણ આ જોઈને ખૂબ આનંદમાં આવે છે. ખૂબ અનુમોદના કરે છે. આ વખતે અચાનક ઝાડનું થડ પડયું ને ત્રણે મરી ગયા. ત્રણે જણા મરીને એકસાથે ૮૫મા દેવલોકમાં ગયા. સાધુએ સાધના કરીને જે પુણ્ય એકત્રિત કર્યું તેટલું જ પુણ્ય સાર્થવાહે ખૂબ ભક્તિભાવથી વહોરાવતા બાંધ્યું અને હરણે તેટલું જ પુણ્ય માત્ર અનુમોદનાથી બાંધ્યું. પણ આ અનુમોદના હૈયાની જોઈએ. “કરણ, કરાવણ ને અનુમોદન, સરિખા ફલ નિપજાવત” ૦ રન કણિકા ૦ | મહાપુરુષોના પગલે જંગલમાં ય મંગલ અને રણમાંય ઝરણ સર્જાય છે. કપડાં ફાટે તો ચલાવી લેજ, પણ સંસ્કાર કે ચારિત્ર ન ફાટે તેની તકેદારી રાખજો. કેમ કે એને સાંધી આપનાર કોઈ દરજી નહિ મળે.... - સંસારના સાધનોનો રાગ કાઢવો ને શાસનના પ્રત્યેક અંગ પર બહુમાન ભાવ ઉભો કરવો એ જ સાધના છે. (૧૬૩ For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ અનુમોદના કરું છું. સંવેગને (મોક્ષની અભિલાષાને) પામેલો હું શક્તિ મુજબ સુકૃતને એવું છું અનુમોદના કરું છું. તો આ જગતમાં સુકૃતો કોના કોના છે? સૌથી શ્રેષ્ઠ અરિહંત ભગવંતોના. - ત્રણે કાળના બધા અરિહંતોના સુકૃતો ક્યા ક્યા છે? આખા વિશ્વના ઉદ્ધારની ભાવના, ઉત્કૃષ્ટ સંયમ શાસનની સ્થાપના, ધર્મદેશના વળી, શાસનસ્થાપના દ્વારા અનેક જીવોને માર્ગમાં જોડે, આવા એક નહિ અનંતા ભૂત, ભવિષ્યના તીર્થકરોની અનુમોદના કરું છું. ' વળી, સકળ કર્મથી રહિત, શુદ્ધ આત્મા, કેવલજ્ઞાન દર્શનને પ્રાપ્ત કરનાર સિદ્ધ ભગવંતોની અનુમોદના કરું છું. એમને યાદ કરીએ એટલે આપણી જીત યાદ આવે, આપણી અંદર અનંત સુખ પડયું છે છતાં બહારમાં રખડીએ છીએ. આપણી સાથે રહેનારા, ખાનારા, પીનારા મોલમાં ગયા ને આપણે અહીં જ રહી ગયા. એમના બધાના સિદ્ધપણાની અનુમોદના કરવાની. એ સુખ મેળવવામાં વિલંબ, પ્રમાદ કરાય? આચાર્ય ભગવંત પંચાચાર પાળે અને પળાવે. બધા ભૂતભવિષ્ય-વર્તમાનના આચાર્યોની અનુમોદના કરું છું. આચાર્ય અર્થ ભણાવે. ઉપાધ્યાય બધા સાધુ-સાધ્વી ભગવંતને સૂત્ર ભણાવે. જ્ઞાનદાન દ્વારા જબરજસ્ત પુણ્યનું ઉપાર્જન કરે. ૧૬૪ For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ સાધુ-સાધ્વી ભગવંતો મોક્ષમાર્ગની સાધના કરે, ચારિત્ર પાળે, એ બધાની અનુમોદના કરું છું. વળી, બધા શ્રાવકોના મોક્ષસાધક યોગોની અનુમોદના કરું છું. સાધુ પણ શ્રાવકના તપશ્ચર્યા, આંગી, પ્રભુભક્તિ, વૈયાવચ્ચ આદિ યોગોની અનુમોદના કરે, અરિહંત ચેઈઆણંમાં શ્રાવકોના મોક્ષસાધક યોગોની અનુમોદના જ આવી ને ? શ્રાવકો દેશવિરતિમાં છે પણ દેવતાનું સુકૃત ક્યું ? દેવતામાં સમ્યક્દર્શન વિ. હોય. ભગવાનની ભક્તિ, અભિષેક કરે, દેશના સાંભળે, કલ્યાણક ઉજ્યું. એની અનુમોદના કરું છું. વળી, મોક્ષાભિલાષી અને શુભ આશયવાળા બધા જીવોના મોક્ષસાધક યોગોની અનુમોદના કરું છું. જૈનેતરોની પણ એવી ક્રિયા જે ભવાંતરમાં તેમને જિનશાસનમાં લાવે તો તેવી ક્રિયાની પણ અનુમોદના કરું છું. પ્રાર્થનાઃ આ અનુમોદના વિધિપૂર્વક થાઓ. વળી શુદ્ધ આશયવાળી થાઓ. સ્વીકારપૂર્વકની થાઓ અને સમ્યગ્ નિરતિચાર (અતિચાર વિનાની) થાઓ. પણ આ બધું કેમ થશે ? કેવળજ્ઞાન અને કેવળદર્શન યુક્ત અરિહંત અને બીજા સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતની કૃપાથી થાઓ. આધ્યાત્મિક જગતમાં જે કાંઈ કમાણી થાય તે બધી દેવ-ગુરૂની કૃપાથી જ થાય. આપણી ઈચ્છાથી કરીએ તો ગાડી આગળ ન વધે. આપણામાં સેકેલો પાપડ તોડવાની પણ શક્તિ ૧૬૫ For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ નથી. જેનામાં ગુરૂભક્તિ નથી તે ઊંચુ ચારિત્ર ન પાળી શકે. આ બધું પરમાત્માના પ્રભાવથી થાઓ. કેમ? ભગવાન અચિંત્ય શક્તિશાળી છે. આપણે વિચારી પણ ન શકીએ એટલું ભગવાનનું સામર્થ્ય છે. ગુરૂકૃપાનું જવલંત દષ્ટાંત : સ્વ. ગુરુદેવ પં. પદ્મવિજયજી મ. ઉદાહરણ છે. ગુરૂ મહારાજ સાક્ષાત્ ઉદાહરણ સ્વરૂપ છે. તેમની બુકની પ્રસ્તાવના લખતાં લખતાં એક વિચાર આવ્યો કે, વર્તમાનકાળમાં કોઈ સાધુ વધુમાં વધુ કેટલી સાધના કરી શકે? તમે જેટલી કલ્પના કરી શકો તેને ખોટી પાડે એવી સાધના ગુરુદેવ પૂ. પં. પદ્મવિજયજી મહારાજાએ કરી. મોટું બંધ થઈ ગયું હોય, એક કોળીયો કે પાણીનું એક ટીપું પણ ગળે ન ઉતરતું હોય, કેન્સરની ભયંકર વેદના, શરીરમાં ગરમી ખૂબ થાય ને એવામાં કેવી તપ સાધના! આવી સ્થિતિમાં માસક્ષમણ કર્યું. એ પણ અપ્રમત્તપણે. દિવસે આગમસૂત્રો-શાસ્ત્રો વાંચે, રાત્રે ભયંકર માથું દુખે. પછાડવાનું મન થાય છતાં જાપ, સમવસરણનું ધ્યાન કરે. સ્વરપેટી ખલાસ થઈ ગઈ તો બીજા મહાત્માઓને લખી લખીને પ્રેરણા આપે. શિવગંજના ચાતુર્માસમાં માસક્ષમણ કર્યું સંવત્સરીને દિવસે બીજા એક મહાત્માને ઉપવાસ ભારે પડયો. પોતાને ૮ મો ઉપવાસ, કેન્સરની ભયંકર વેદના, શરીરમાં ટોટીઓ નાંખેલી છે ને એવા વખતે પણ પેલા સાધુની સેવા કરવા ગયા. જઈને (૧૬) ૧૬૬ For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ માથુ દબાવવા લાગ્યા. આ બળ ક્યાંથી આવ્યું? ગુરૂકૃપાથી. પ્રેમસૂરિ મ.ના હૃદયમાં વસી ગયા હતા. ભાવ સાન્નિધ્ય કેળવો. દેવ-ગુરુની અચિંત્ય શક્તિ છે. વળી “પરમકલ્લાણા.” કલ્યાણ એટલે સુખ. એમના દર્શનમાત્રથી પણ આત્માનું હિત થાય. પ્રાણીઓના સર્વશ્રેષ્ઠ કલ્યાણમાં કારણભૂત છે ભગવાનનું સાનિધ્ય! ભાવનિકટતા મળે તો આપણું કલ્યાણ ઓટોમેટીક થઈ જાય, લોખંડ મેગ્નેટીક ક્ષેત્ર સુધી પહોંચે પછી તેને મહેનત કરવી ન પડે. મેગ્નેટ જ તેને પોતાની તરફ આપોઆપ ખેંચી લે. . આપણે ભગવાનના, ગુરૂદેવોના સાનિધ્ય સુધી પહોંચવાનું. મહાપુરુષોના સાન્નિધ્યમાત્રથી કમોં ઉપશમ થઈ જાય. દેવગુરુના સાન્નિધ્યમાં અઢળક પુણ્ય મળે અને પાપ ખપે પણ આપણે સાનિધ્યમાં આવ્યા નથી એટલે બહાર ગોથા ખાધા કરીએ છીએ. અરિહંત અચિંત્ય શક્તિવાળા છે પણ એમાં શ્રદ્ધા જોઈએ. કોમ્યુટરમાં કેવી શક્તિા કલાકોની ગણતરીઓ સેકંડમાં થાય. સામાન્ય માણસને કંઈ ખબર જ ન પડે ને જાણકાર હોય તે કેટલાય કામો ફટાફટ કરે. શ્રદ્ધા જોઈએ અરિહંતમાં ! જેટલી શ્રદ્ધા હોય તેટલું ફળ મળે. જીવોનું કલ્યાણ પંચ પરમેષ્ઠિથી જ થાય. એમની શક્તિથીકૃપાથી જ બધું ચાલે. શેકેલો પાપડ તોડવાની પણ આપણી ૧૬૦, For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ તાકાત નથી પણ દેવ-ગુરૂના પ્રભાવથી અશક્ય કાર્યો થાય આ ભગવાનથી તો કેવળજ્ઞાન મળે. રાવણ જેવા મંદોદરી સાથે અષ્ટાપદ પર જિનપ્રતિમા આગળ નાચ કરતાં કરતાં તિર્થંકર નામકર્મ બાંધી દીધું. જિનપ્રતિમામાં કેટલી તાકાત ! એકમેક થઈને ભક્તિ કરી ને લોટરી લાગી ગઈ. અરિહંત એ અચિંત્ય ચિંતામણી છે. પ્રભુ કેવા ? ભગવાનનું વિશેષણ બતાવે છે, વિંતશત્તિનુત્તા ગુત્તા: અચિંત્ય શક્તિથી યુક્ત. અચિંત્ય એટલે આપણે કલ્પના ન કરી શકીએ એટલું. આપણે વધુમાં વધુ કેટલા સુખની કલ્પના કરી શકીએ? કરોડપતિના, અબજોપતિના, ઈન્દ્રોના, અનુત્તરોના ! અરે ! ભગવાન તો કહે આવ, તને કેવળજ્ઞાન આપું. કોઈ નાનો છોકરો વધુમાં વધુ માંગીને શું માંગે? ચોકલેટો માંગે, ખાવાની વસ્તુઓ માંગે, મનગમતી બે-ચાર ચીજો માંગે પણ એને ખબર જ ન હોય કે દુનિયામાં કેટલુંય પડયું છે એમ આ અરિહંત આપણી કલ્પનામાં ન આવે એવા સમતારસના સુખો આપવા સમર્થ છે. માત્ર અરિહંત જ નહિ પાંચે પરમેષ્ઠી અચિંત્ય શક્તિના સ્વામી છે, અચિંત્ય સુખ આપવા સમર્થ છે. ઈચ્છિત કરતાં વધુ આપનાર છે. વળી, પરમ વનાળા : કલ્યાણ એટલે મંગળ-સુખ પોતે સ્વયં મંગળસ્વરૂપ છે. કેટલીક વ્યક્તિ પોતે સુખી હોય પણ તેનાથી બીજાને શું લાભ ? પણ આ અરિહંત બીજા જીવોના સુખોમાં કારણભૂત છે, નિમિત્તભૂત છે. કારણ કે આખું વિશ્વ ભાવ પર આધારિત છે. જગતમાં શ્રેષ્ઠ ભાવો અરિહંતની કૃપા ૧૬૮ For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ વગર પ્રાપ્ત ન થાય. શુભ ભાવો જ પુણ્યબંધ દ્વારા સુખ આપે. ભગવાન જ્યાં વિચારે ત્યાં સુખ. ભગવાન બધા જીવોના કલ્યાણમાં, સુખમાં, શાંતિમાં, વિપ્નના નાશમાં કારણભૂત છે. ભગવાન સાક્ષાત્ વિચરતા હોય તેનો તો પ્રભાવ હોય જ પણ ભગવાનના નામમાં પણ કેટલી તાકાત ! એક “અહ” શબ્દમાં કેટલી જબરજસ્ત શક્તિ ! અહ સિદ્ધચક્રનું આદિ બીજ છે. સકલ આગમોનું રહસ્ય છે. દુનિયાના સર્વ વિઘ્નોના નાશ કરવાની શક્તિવાળું છે. વિપ્નનો અર્થ કર્યો છે સલ્કિયાને અટકાવનાર. એ વિદ્ગોનો સમૂલ નાશ કરી નાખે. ફરી વિના આવે જ નહિ. પૂ. કલાપૂર્ણસૂરિ મ. વાચનામાં કહ્યું કે આપણી બધી કમી અરિહંત પૂરી કરી આપે. પણ આવા ભગવાન મળે કેમ? આ ભવમાં જે ગુરુ મળ્યા તેની ખૂબ સેવા કરે, સમર્પિત ભાવે રહે તેને ભવાંતરે તીર્થકર મળે. જેનો દુરુપયોગ કરો તે ફરીથી ભવાંતરમાં ન મળે અને જેનો સદુપયોગ કરો તે વધુને વધુ સારુ મળે. રનકણિકા આપણે એવું તો ક્યું પુણ્ય કરીને આવ્યા છીએ કે અહીં આપણી ઈચ્છા મુજબ જ બધું બળ્યા કરે? (૧૬૯ For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ યાત્રા: સંસારથી મોક્ષ, વાયા ગુરુ ગુરુની સમર્પિતભાવે સેવા કરવાની. આપણી બધી ઈચ્છા છોડી દેવાની. આ સાચી દીક્ષા છે. ગુરુની ઈચ્છામાં ભળી જવાનું. આપણી દીક્ષા લેવાની ઈચ્છા ન હોય પણ ગુરૂ મહારાજની ઈચ્છા દીક્ષા આપવાની હોય તો શું કરવાનું? દીક્ષાની ભાવના થઈ ને દીક્ષા લીધી એ વાત જુદી પણ આપણી ઈચ્છા ન હોય ને ગુરુની ઈચ્છા હોય ત્યારે ગુરુની ઈચ્છા પ્રધાન કરવાની. આ જ ખરો ધર્મ છે, કઠિન ધર્મ છે. ઘણા દીકરાના રાગથી દીક્ષા લે છે. ગુરુના રાગથી, પ્રેમથી દીક્ષા લેવાય? હા. જો યોગ્ય એવા ગુરુને આપણામાં યોગ્યતા દેખાતી હોય તો આપણી ઈચ્છા ન હોવા છતાં ગુરુના રાગથી પણ લેવાય. ગૌતમસ્વામીનું નામ કેમ લોકો લે છે ? ગૌતમ નામ માત્રમાં એટલો પ્રભાવ છે. અંગુઠે અમૃત વસે' કેમ? કોઈ વિચાર જ નહિ કરવાનો. ભગવાન કહે, “ગૌતમ ! પેલા દેવશમનેિ પ્રતિબોધ કરવા જવાનું છે.” બસ ભગવાને કહ્યું એમાં વિચાર સુદ્ધાં નહિ કરવાનો. ભગવાન કહે એમ કરવાનું. આગ્રહને છોડી દેવાનો. ઈચ્છાનિરોધ એ જ તપ છે. ગુસમર્પણ એ જ સાધનાનો પાયો છે. ગુરુને સમર્પિત રહે એને દીક્ષા મળે, કેવલજ્ઞાન મળે, ભગવાન મળે. પૂ. કલાપૂર્ણસૂરિ મ. કહે પણ તરસ આજે લાગી છે ને પાણી કાલે મળે. કેમ ચાલે ? અમને તો ભગવાનને મેળવવાની આજે જ, અત્યારે જ તરસ લાગી છે ને આવતા (૧૦૦) For Persons frivate Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ભવમાં મળે તે કેમ ચાલે?” તે બેઠા હોય ત્યારે જ ભગવાનનું ધ્યાન ચાલુ હોય. સ્વાધ્યાય કરતાં એક જ વિચાર કે મારા ભગવાનનું વચન છે. શાસ્ત્રના પ્રત્યેક વચનમાં ભગવાનનું દર્શન કરવાનું. ગુરુની જે ભક્તિ કરે, સમર્પિત રહે તેને આ બધું મળે. ભગવાન પાસે direct નહિ જવાય. વાયા ગુરુ જવું પડશે. પ્રેમ, તે આનું નામ : શાસ્ત્રમાં પતિ-પત્નીના પ્રેમનો દાખલો આવ્યો. બંનેને એટલે સુધી મોહ કે એક-બીજા વગર જીવી જ ન શકે. રાજાએ પરીક્ષા કરી. સેવકોને મોકલ્યા, માત્ર સમાચાર આપે છે કે આપના પતિ મરી ગયા છે. પરલોક રવાના થઈ ગયા ને આ સાંભળતા જ પત્ની ઢળી પડી. હું એમના વગર નહિ જીવી શકું રામ-લક્ષ્મણનો પ્રેમ કેવો ! દેવતાએ પરીક્ષા કરી. દેવશક્તિથી આખું વાતાવરણ શોકમગ્ન બનાવ્યું. રાણીઓ છાતી ફૂટતી બતાવી. સમાચાર લક્ષ્મણને આપ્યા કે મહેલમાં રામ મૃત્યુ પામ્યા છે. વાત સાવ ખોટી છતાં સાંભળતાં જ લક્ષ્મણની છાતી ફાટી ગઈ. આવો પ્રેમ ભગવાન પર જોઈએ. તમારા વગર જીવી જ ના શકું? એક એક ક્ષણ અકારી બને, પણ આ કેવી રીતે સાધ્ય બને? ગુરુની ખૂબ ભક્તિ, વૈયાવચ્ચ અને સમર્પિતતાથી ગુરુની ભક્તિથી પરમાત્માનો ચોગ થાય છે. આંખો મીંચે ને ભગવાન આંખ સામે આવી જાય. મન ત્યાં લીન બની જાય. ૧૧) ૧૧ For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ સમવસરણનું ધ્યાન કરી શકાય. હું તો મુંબઈ ગોડીજી દેરાસરમાં ઘણીવાર ૧ કલાક કરતો. એમાં ભગવાન દેશનામાં નરકનું વર્ણન કરે. નાનપણમાં માંદા પડડ્યા હોય, ઓપરેશન કર્યું હોય ને તેવી મૂવી ઉતારી હોય અને મોટા થયા પછી તે જોઈએ ત્યારે કેવું થાય ! ભગવાન કહે જો તારા ગત ભવોને જો ! પેલો પરમાધામી તારા શરીરના ટુકડે ટુકડા કરે છે. જો પેલો પરમાધામી ભાલો ઘોંચવા આવ્યો ને તું રડતો રડતો દોડયો. એટલે તને પકડીને ઉકળતી વૈતરણ નદીમાં નાંખ્યો. નરકમાં આપણા શરીરના ટુકડે ટુકડા કરીને ચારે બાજુ નાંખે પણ મરી ન જવાય. આત્મપ્રદેશો જોડાયેલા હોય એટલે એ ટુકડાઓ પાછા ભેગા થઈ જાય પણ દુઃખ અપરંપાર હોય. આ તીર્થકરો કાંઈ એમનેમ અદ્ધિ છોડે છે? દુખથી ભરેલો દેખું સંસાર અટારો રેઃ શાંતિનાથ ભગવાન ચક્રવર્તી હતા. ૧૬ ક્રોડ ગામના અધિપતિ હતા.પણ જોયું કે ભૂતકાળમાં આ જ દુઃખો વેઠયા છે. બળદ થઈને ગાડાઓ જ ખેંચ્યા છે. સોટીઓના માર ખાધા છે, અડધું પડધું ખાવા મળે, તરસ લાગી હોય તોય કોને કહે? પાણી પણ પૂરૂ પીવા મળે કે કેમ? અને છેલ્લે ઘરડા થઈએ એટલે કતલખાને પહોંચી જવાનું. ખાટકીઓ જીવતા ચામડી ઉતારે કારણકે મુલાયમ ચામડી મળે. ગળે છરો ફેરવી દે. આજે નરક નથી દેખાતી પણ તિર્યંચ તો દેખાય છે ને? આ તો નરક, પણ અનંતા તો નિગોદમાં છે. નરક કરતાં ૧૦૨ For Persol rivate Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ અનંતગણું દુઃખ! કાચા પાણી તરીકે હોઈએ ત્યારે કોઈ ઉકાળે ને ઉકળી જવાનું, કુટ - કેરી શાકભાજી તરીકે હોઈએ ને કપાઈ જવાનું પ્રાયઃ જે ઘરમાં દીક્ષા થાય તે ઘર ધર્મી બની જાય. પાપ કરતાં યાદ આવે કે મારા દીકરાએ તો દીક્ષા લીધી છે. પછી મારાથી આવા પાપ કેમ કરાય ? એક નહિ બધા સાધુમાં પોતાના દીકરાનાં દર્શન થાય. બધા સાધુ ભગવંતની વૈયાવચ્ચ ઉલ્લાસથી કરે. આ સંસારથી છૂટવા ગુરુની સેવા-ભક્તિથી ભગવાનને મેળવવાના. ગુરુની ભક્તિ એવા ભાવથી કરે કે સમાપરિયોગથી ભગવાન મળે. આંખ બંધ કરે ને ભગવાન નજર સામે આવી જાય એ સમાપત્તિ યોગ. આ દુનિયાના ઘણા દોષો અને પાપો એમના સાનિધ્ય માત્રથી નાશ પામી જાય. ઘણા ઓછા થઈ જાય. આ ભગવાન જગતના સર્વ જીવોના કલ્યાણમાં કારણભૂત છે. હું મૂરખ છું કે દીક્ષા લેતો નથી. ભગવાન આવા અચિંત્ય શક્તિવાળા, પરમ કલ્યાણ સવરૂપ પણ હું કેવો ? હું મૂર્ખ છું. આંગણે ઉગેલા કલ્પવૃક્ષને ઉખેડી દે, ચિંતામણી રત્નને ફેંકી દે એ ડાહ્યો કે મૂરખ? અહિં મનુષ્યભવ એમાંય જિનશાસન ચિંતામણીરત્ન જેવું મળ્યું તે કયાં ફેંકવાનું? સ્કૂલમાં, કોલેજમાં, ધંધામાં, મેચમાં, સંસારમાં ફેંકી દીધું. ભગવાનની સેવા ન કરી, આજ્ઞાનું પાલન ન કર્યું અરિહંત મળ્યાને ચારિત્ર્ય ન લીધું. ખંભાત ભાણાભાઈ રોજ ૧૦૩ For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ એક નવકારવાળી ગણે છે, “હું મૂરખ છું કે દીક્ષા લેતો નથી.” કોઈને સામગ્રી ન મળે અને તેના અભાવે ન કરી શકે એ બરાબર પણ બધી સામગ્રી છતાં ઉપયોગ ન કર્યો માટે મૂરખ છું. પરમાત્મા-પ્રાર્થના ભગવાન કલ્યાણકારી, કેવલજ્ઞાની, મંગળસ્વરૂપ ને હું પાપી કેમ ? અનાદિકાળથી સંસારથી વાસિત છું. સંસાર ઓળખાયો છતાં સંસાર તરફ ખેંચાઈ જાઉં છું, પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં ખેંચાઈ જાઉં છું. હિત અહિતને જાણતો નથી. મારા કલ્યાણ અકલ્યાણની મને ખબર નથી. કલ્યાણમાં જતો નથી અને અકલ્યાણ તરફ દોડું છું. આપણને ખબર નથી કે આ પાપોથી અસંખ્ય ભવો દુગતિમાં ભટકવાનું છે. હિતાહિતને જાણનારો થાઉં અહિત - પાપને છોડી દઉં એટલું જ નહિ હિતની પ્રવૃત્તિ કરું, ધર્મમાં જોડાઉં. મારામાં પલટો લાવું આરાધક બનું આપણું હિત શેમાં? સર્વપ્રાણીઓ સાથેના ઉચિત વર્તનમાં. છ કાચને મારવા એ અનુચિત વર્તન. એનાં ત્યાગ એ જ સ્વહિત. સાધુપણામાં જ આ શક્ય બને. બધાને સુખ આપશો તો સુખ મળશે અને જેમણે આ કર્યું છે એમના સર્વ સુકૃતોને ઈચ્છું છું સુકૃતોને ઈચ્છું છું, સુકૃતોને ઈચ્છું છું ચાર શરણના આલાવા બતાવ્યા. દુષ્કૃત ગહ અને સુકૃત અનુમોદનાના આલાવા બતાવ્યા. ભાવનાઓ બતાવી. બધાના ગુણોની અનુમોદના કરીએ એટલે ગુણ આપણામાં આવે. સુકૃતની અનુમોદનાથી સુકૃતના અંતરાયો તૂટે. દુષ્કતની ૧૦૪ For Personal Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ગહથી દુષ્કત ઘટે, શૂળીનું પાપ સોંયથી પતે. સુકૃતની અનુમોદનાથી નાના સુકૃતોનું ફળ પણ મોટું થઈને મળે. ગઈ એટલે ભાગાકાર અને અનુમોદના એટલે ગુણાકાર, પછી તે સુકૃતના હોય કે દુષ્કૃતના. અરિહંતને અનુકૂળ થાઓ. આખા વિશ્વનું સંચાલન અરિહંતને આધારે છે. અરિહંતા તત્વ એ જ કુદરત છે. જેટલા અનુકુળ થઈએ તેટલો લાભ. પ્રતિકૂળતામાં નુકશાન. આપણે કેવા? મૂર્ખ, પપી. કેમ? અનાદિથી મોહવાસિત છીએ. જે મોહવાસિત હોય તેને હિતાહિતની ખબર ન પડે એટલે ભગવાનને પ્રાર્થના કરી કે મને હિત-અહિતનું જ્ઞાન થાઓ પણ જાણવા માત્રથી શું? ગુટખા ખાવાથી કેન્સર થાય એ ખબર છે પણ જે ગુટખા છોડે નહિ તો કેન્સર થાય માટે અહિતથી નિવૃત્ત થાઉં ને હિતમાં પ્રવૃત્ત થાઉં. પાપો એ અહિત છે, હિંસા, જૂઠ, ચોરી, મૈથુનથી નિવૃત્ત થઈ સામાયિક, પૂજ, પ્રતિક્રમણ વગેરે અનુષ્ઠાનો આચરું, આરાધક બનું. આપણું હિત શેમાં? આ જગતના બધા જીવો પ્રત્યેના ઉચિત વ્યવહારમાં. બધા પ્રત્યે સરખો ન કીધો, ઉચિત કહ્યો. મા-બાપ પ્રત્યે જુદો, ભાઈ પ્રત્યે, બેન પ્રત્યે જુદો. જેને માટે જે ઉચિત હોય તે કરવાનો. ઢોર, ભેંસને દુઃખ ન આપીએ, ખાવા ઘાસ આપીએ એ ઉચિત વ્યવહાર પણ એને પગે ના લગાય. સર્વ જીવો જડે ઉચિત વ્યવહાર એ જ સાચો ૧૯૫ For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ આત્મકલ્યાણનો માર્ગ છે. સૂત્રનું ફળ ઃ આ સૂત્રને સમ્યફ જાણે, સાંભળે મનમાં વિચારે તો અશુભ. કર્મ બધા શિથિલ થાય. ઢીલા પડી જાય. અશુભ કર્મના તીવ્ર રસ, અનુબંધો, સંસ્કારો ઢીલા પડે, હાનિ પામે, અંતે ક્ષય પામે. વળી, અશુભ કર્મો અલ્પ ફળવાળા થાય. કેન્સર થવાનો હોય ને ૨ દા'ડાનો તાવ આવે ને પતી જાય. કટકબદ્ધ વિષની જેમ ફળ મળે. સાપ કરડે ત્યાં પાટો બાંધે જેથી ઝેર ઉંચે ન ચડે એમ આ સૂત્રથી અશુભ કર્મ ઓછા થાય, સુખપૂર્વક દૂર કરી શકાય તેવા બને અને વળી ફરીથી તેવા ન બંધાય. વળી શુભકર્મના અનુબંધો, સંસ્કારો પુષ્ટ થાય. પુષ્યના અનુબંધો થાય. એ પરકાષ્ટાએ પહોંચે ઉત્કૃષ્ટભાવથી ઉત્પન્ન થયેલું તે નિયમા ફળ આપે. સારી રીતે યોજાયેલા ઔષધની માફક શુભ ફળને આપે. શુભ પ્રવૃત્તિ કરાવે, જ્ઞાન-ચાસ્ત્રિ, ભક્તિ વૈયાવચ્ચમાં આગળ વધારે અને મોક્ષનું સાધક બને. આ સૂત્ર અશુભ ભાવના નિરોધ અને શુભ ભાવનું બીજ છે. પણ પ્રણિધાનપૂર્વક, એકસાન થઈને કરવાનું. પૂ. ભુવનભાનુસૂરિ મ. કાંઈ લખવામાં બેઠા હતા. સંઘવાળા મળવા આવ્યા હતા. બે કલાક બેસી રહ્યા પણ સાહેબને કાંઈ ખબર જ નહિ. એવી એકતાનતા જોઈએ. રોજ એનો પાઠ કરવાનો જાતે ન આવડે તો બીજા પાસે ૧૦૬ For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ સાંભળે અને મનમાં પણ તેનું ચિંતન કરે એટલે અનુપ્રેક્ષા કરે. વળી, પાછું અહીં મંગળ કરે છે. પ્રથમ મંગળથી સૂત્રનું અધ્યયન નિર્વિને પૂર્ણ થાય. મધ્યમ મંગળથી સૂત્ર હૃદયમાં સ્થિર થર અને અંતિમ મંગળથી વળી આગળ પણ તેની પરંપરા ચાલે. નમો નિમિયા : આ દુનિયા જેને નમે છે તે પણ જેને નમે છે એવા પરમ ગુરુ અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ. માત્ર અરિહંત નહિ પણ જેઓમાં નમસ્કારની પાત્રતા છે તે બધાને મારા નમસ્કાર થાઓ. સર્વજ્ઞ ભગવાનનું શાસન જય પામો, જય પામો, જય પામો. આખી દુનિયા, સર્વ જીવો જિનશાસન પામીને સુખી થાઓ, સુખી થાઓ, સુખી થાઓ. ૧oo, For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ चिरन्तनाचार्यविरचितं पञ्चसूत्रकम् મૂળ તથા સંક્ષિપ્ત ભાવાનુવાદ नमो नमः श्री गुरुप्रेमसूरये मंगल णमो वीतरागाणं सव्वण्णूणं देविंदपूइयाणं जहट्ठियवत्थुवाईणं तेलोक्गुरुणं अरुहंताणं भगवंताणं વીતરાગ સર્વજ્ઞ, દેવેન્દ્રોથી પૂજાયેલા, યથાસ્થિતવસ્તુવાદી, ત્રણલોકના ગુરુ અરિહંત (અરુહંતો) ભગવંતોને નમસ્કાર થાવ.... અરિહંતોના ઉપદેશ जे एवमाईक्खंति - इह खलु अणाईजीवे, अणादिजीवस्सभवे, अणादिकम्मसंजोगणिव्वत्तिए, दुक्खरुवे, दुक्ख दुक्खाणुंबधे । જે (અરિહંત ભગવંતો) આ પ્રમાણે કહે છે કે આ વિશ્વમાં જીવ અનાદિ છે, જીવનો સંસાર અનાદિ છે, અનાદિ કર્મસંયોગથી થયેલ છે, દુઃખરૂપ છે, દુઃખના ફળવાળો છે, દુઃખની પરંપરાવાળો છે. एयस्स णं वोच्छित्ती सुद्धधम्माओ, सुद्धधम्मसंपत्ती पावकम्मविगमाओ, पावकम्मविगमो तहाभव्वत्तादिभावाओ । આ (સંસાર)નો નાશ શુદ્ધ ધર્મથી થાય છે. શુદ્ધ ધર્મની ૧) વસ્તુના યથાર્થ સ્વરૂપને કહેનારા ૨) કર્મબીજના અભાવથી જેમને સંસાર રૂપ અંકુરો ઉગવાનો નથી તેવા અરિહંતો ને અહંતો પણ કહેવાય છે. ૧૦૮ For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ પાપકર્મના વિગમથી થાય છે, પાપ કર્મનો વિગમ તથા - ભવ્યત્વાદિ ભાવથી થાય છે. ૪ તથા ભવ્યત્વ પરિપાકના ત્રણ સાધનો तस्स पुण विवागसाहणाणि चउसरणमणं, दुक्कडगरिहा, सुकडासेवणं । अओ कायव्वमिणं होउकामेणं सया सुप्पणिहाणं, भुज्जो भुज्जो संकिलेसे, तिकालमसंकिलेसे ॥ તેને (તથા ભવ્યત્વને) પરિપાક કરનારા સાધનો ૫ (૧) ચતુઃ શરણ ગમન ૩) દુષ્કૃત ગ”િ ૩) સુકૃતોનું સેવન (અનુમોદના) છે. તેતી મોક્ષાભિલાષી (ભવ્યાત્મા) એ પ્રણિધાનપૂર્વક સંકલેશમાં વારંવાર અને અસંકલેશમાં ત્રણ વાર કરવા જોઈએ. ૩) વિગમ : વિશેષરૂપે ન બંધાય તેવી રીતે પાપકર્મનું દૂર થવું તે. ૪) સંસારી જીવો બે પ્રકારના છે. (૧) ભવ્ય (૨) અભવ્ય, ભવ્ય જીવો એટલે મોક્ષમાં જવાની યોગ્યતાવાળો જીવો, અભવ્ય જીવો એટલે મોક્ષમાં જવાની યોગ્યતા વિનાના જીવો. મોક્ષમાં જવાની યોગ્યતાને ભવ્યત્વ કહેવાય છે,દરેક ભવ્ય જીવોમાં ભવ્યત્વ જુદા જુદા પ્રકારનું હોય છે, તેથી જીવના વ્યક્તિગત વિશિષ્ટ ભવ્યત્વને તથા ભવ્યત્વ કહેવાય છે. આદિથી કાળ, નિયતિ, કર્મ અને પુરૂષાર્થ જાણવા. ૫) ચતુઃ શરણગમન અરિહંત-સિદ્ધ, સાધુ તથા ધર્મના શરણનો સ્વીકાર મહાનયં પ્રત્યાષાયપરિક્ષળોપાય : આ ચુતઃશરણગમન આપત્તિઓથી રક્ષણ માટેનો મહાન ઉપાય છે. ૬) દુષ્કૃત ગાઁ - આ લોક પરલોકના દુષ્કૃતોની આ અકર્તવ્ય છે. એવી બુદ્ધિપૂર્વક પર સાક્ષિક (ગુરુ સાક્ષિક) નિંદા એ દુષ્કૃતગહા “મન્નતિ તેનં ર્માનુબાપનયને” (અશુભ) કર્મના અનુબંધનો નાશ કરવા માટે આ દુષ્કૃતગહાં અપૂર્વ શક્તિમાન છે. ૭) સુકૃતાનુમોદના-સ્વપરકૃત સુકૃતોની અનુમોદના “મહદ્વૈતશતા નિવર્ધનમ્' ચિત્તના શુભ પરિણામનું આ (સુકૃતાનુમોદના) મહાન કારણ છે. ૮) પ્રણિધાન - વિશુદ્ધ ભાવપૂર્વકની મન-વચન-કાયાની એકાગ્રતા. સૂત્રના અર્થમાં ઓતપ્રોતતા સુપ્રવિધાનસ્ય સિદ્ધૌ પ્રધાનાŞાવાત્' ફળ સિદ્ધિમાં સુપ્રણિધાન પ્રધાન કારણ છે. ૧૭૯ For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ અરિહંતોનું શરણ जावज्जीवं मे भगवंतो परमतिलो गणाहा, अणुत्तरपुण्णसंभारा, खीणरागदोसमोहा अचितचिंतामणी भवजलहिपोया, एगंतसरण्णा अरहंता सरणं । ત્રણ લોકના સર્વ શ્રેષ્ઠ નાથ, અનુત્તર પુણ્યના નિધાન જેમના રાગ, દ્વેષ, મોહ ક્ષીણ થઈ ગયા છે તેવા, અચિંત્ય ચિંતામણિ, ભવસમુદ્રમાં જહાજ સમાન, એકાંતે શરણ કરવા યોગ્ય અરિહંતોનું મને શરણ હો સિદ્ધોનું શરણ तहा पहीणजरामरणा, अवेयकम्मकलंका, पणट्ठवाबाहा, केवलनाणदंसणा, सिद्धिपुरवासी, णिरुवमसुहसंगया, सव्वहा कयकिच्चा सिद्धासरणं । જેઓના જરા મરણ સંપૂર્ણ નાશ પામ્યા છે, કર્મના કલંકને જેઓને વેદવાના નથી, જેમની સર્વ પીડાઓ નાશ પામી છે, કેવળજ્ઞાન કેવલ દર્શનને ધારણ કરનારા, સિદ્ધિપુર નિવાસી અનુપમ સુખથી યુક્ત, સર્વથા કૃતકૃત્ય એવા સિદ્ધભગવંતોનું મને શરણ હો... सावज्जजोगविरया, સાધુનું શરણ तहा पसंतगंभीरासया, पंचविहायारजाणगा, परोवयारनिरया, पउमाईणिदंसणा, झाणज्झयणसंगया, विसुज्झमाणभावा साहू सरणं । તથા પ્રશાંત ગંભીર આશયવાળા, (ચિત્તના પરિણામવાળા) ૧૮૦ For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ૯ સાવધ રોગથી અટકેલા, પાંચ પ્રકારના આચારને જાણનારા, પરોપકારમાં રક્ત, પડ્યાદિની ઉપમાવાળાÉ, ધ્યાન અધ્યયનથી યુક્ત, વિશુદ્ધ થતા ભાવવાળા સાધુનું મને શરણ હો. ધર્મનું શરણ तहा सुरासुरमणुयपूईओ, मोहतिमिरंसुमाली, रागद्दोसविसपरममंतो, हेऊ सयलकल्लाणाणं, कम्मवणविहावसू, साहगो सिद्धभावस्स केवलिपण्णत्तो धम्मो जावज्जीवं मे भगवं सरणं । સુર અસુર મનુષ્યોથી પૂજિત, મોહરૂપી અંધકારને (નાશ. કરવા) માટે સૂર્યસમાન, રાગદ્વેષરૂપી ઝેરનો નાશ કરવા માટે શ્રેષ્ઠ મંત્ર સમાન, સઘળા કલ્યાણોનું કારણ, કર્મવનને બાળવા અગ્નિસમાન, સિદ્ધપણા (મુક્તિ)ના સાધક કેવલજ્ઞાનીઓએ પ્રરૂપેલાં ધર્મનું ચાવજીવ મને શરણ હો. દુષ્કૃતગહાં सरणमुवगओ य एएसिं, गरिहामि दुक्कडं जण्णं अरिहंतेसु वा, सिद्धेसु वा, आयरिएसु वा, उवज्झाएसु वा, साहूसु वा, साहुणीसुवा, अनेसुवा, धम्मट्ठाणेसु माणणिज्जेसु, पूयणिज्जेसु तहा माईसु वा, पिईसु वा, बंधूसु वा, मित्तेसु वा, उवयारीसु वा, ओहेण वा जीवेसु, मग्गट्ठिएसु, अमग्गट्ठिएसु, मग्गसाहणेसु, अमग्गसाहणेसु, जं किंचि वितहमायरियं, अणायरियव्वं ૯) પદ્મ એટલે કમળ, કમલ જેમ કાદવમાં ઉત્પન્ન થાય છે, જલથી વધે છે છતાં બંનેથી અસ્પષ્ટ રહે છે એમ મુનિ ભગવંતો પણ કર્મચી જન્મેલા ભોગથી ઉચ્છરેલા છતાં કામ ભોગથી અલિપ્ત રહે છે. આદિથી શરદઢતુનું નિર્મળ પાણી વગેરે જાણવા. (૧૧) For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ अणिच्छियव्वं पावं पावाणुबंधि, सुहुमं वा, बायरं वा, मणेण वा, वायाए वा, काएण वा, कयं वा, कारियं वा, अणुमोईयं वा, रागेण वा, दोसेण वा, मोहेण वा, एत्थ वा जम्मे, जम्मंतरेंसुवा, गरहियमेयं, दुक्कडमेयं उज्झियव्वमेयं, वियाणिअंमए कल्लाणमित्तगुरुभयवंत वयणाओ, एवमेयं ति रोईयं सद्धाए, अरिहंतसिद्धसमक्खं गरहामि अहमिणं दुक्कडमेयं उज्झिअव्वमेयं एत्थ मिच्छामि दुक्कडं, मिच्छामि दुक्कंडं, मिच्छामि दुक्कडं ॥ (ચારેના) શરણને પામેલો હું દુષ્કતની ગહ કરૂ છું. જે કાંઈ મેં અરિહંતોને વિષે, સિદ્ધભગવંતોને વિષે, આચાર્યોને વિષે, ઉપાધ્યાયોને વિષે, સાધુ ભગવંતોને વિષે, સાધ્વીઓને વિષે, અન્ય ધર્મ સ્થાનકોને વિષે, માનનીયોને વિષે, પૂજનીયોને વિષે તથા માતાઓને વિષે, પિતાઓને વિષે બંધુઓને વિષે, મિત્રોને વિષે, ઉપકારીઓને વિષે, સામાન્યથી જીવોને વિષે, મોક્ષમાર્ગમાં રહેલાં જીવોને વિષે, તથા મોક્ષમાર્ગમાં નહીં રહેલા જીવોને વિષે, મોક્ષમાર્ગનાં સાધનો (જિનમૂર્તિ, જિનમંદિર, પુસ્તકો, ચારિત્રના ઉપકરણ વગેરે) ને વિષે, મોક્ષ માર્ગના સાધનો ન હોય તેવી વસ્તુ વિષે, જે કંઈ વિપરિત આચર્યું હોય, ન આચરવા યોગ્ય, ન ઈચ્છવા યોગ્ય, પાપ સ્વરૂપ, પાપાનુબંધિ, સૂક્ષ્મ કે સ્કૂલ, મનથી, વચનથી કે કાયાથી, કર્યું કરાવ્યું કે અનુમોધું હોય રાગથી દ્વેષથી કે મોહથી, આ જન્મને વિષે કે જન્માક્તરને વિષે, (કર્યું હોય) તે ગહ (દુર્ગછા) કરવા યોગ્ય છે. દુષ્કૃત છે. છોડવા યોગ્ય છે, એવું કલ્યાણમિત્રા ગુરુ ભગવંતના વચનથી મેં જાણ્યું છે. શ્રદ્ધાપૂર્વક તે મને રુચ્યું ( ૧૮૨) For Person Pivate Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ છે. અરિહંત સિદ્ધ સમક્ષ હું એની ગર્હા કરું છું. એ દુષ્કૃત છે, વિષે મારા મિચ્છામિ દુક્કડમ્, એ છોડવા યોગ્ય છે. આ દુષ્કૃત મિચ્છાને ટુકડમ્, નિચ્છાને ડુમ્ ૧૦ પ્રતા ૧૧ होउ मे एसा सम्मंगरहा। होउ मे सकरणनियमो बहुमयं ममेयं ति ईच्छामि अणुसट्ठि अरहंताणं भगवंताणं, गुरुणं कल्लाणमित्ताणं ति । મારી દુષ્કૃત ગર્હા સમ્યગ એટલે કે ભાવગ િથાવ તથા (દુષ્કૃતના) અકરણનો નિયમ થાવ, આ બંને (દુષ્કૃત ગર્ભા તથા અકરણ નિયમ) મને બહુમત સંમત છે અને તેથી “મિચ્છામિ દુક્કડમ્ નો અર્થ” ૧૦) ‘મિ' ત્તિ મિસમવર્તે ‘જી’ તિ ય ોસાળ છાયળે હોર્ફ । ‘મિ’ ત્તિ ય મેરાપ દુિઓ, ‘ટુ' ત્તિ લુ ંછા અપ્પાળું ।। 'क' त्ति कडं मे पावं 'ड़' त्ति य डेवेमि तं उवसमेणं । एसो मिच्छामिदुक्कडपयक्खरत्थो समासेणं ॥ મિ-મૃદુ માર્દવ ભાવ, ચ્છા-દોષોનું છાદન કરવું (દબાવવા) મિ-મર્યાદામાં રહેલો. દુ-(દુષ્કૃત આચરનાર) આત્માની દુર્ગંછા કરું છું ક- (મારાથી) કરાયેલા પાપને ડ - ઉપશમથી દબાવી દઉં છું - નાશ કરું છું. અર્થાત્ મૃદુ (માર્દવ) ભાવ પૂર્વક દોષોનું નિયંત્રણ કરતો મર્યાદામાં રહેલો (દુષ્કૃત આચરનાર) આત્માની દુર્ગંછા કરું છું. મારાથી કરાયેલા પાપને ઉપશમ ભાવથી લંધી જાઉં છું (શમાવું છું. દૂર કરું છું.) આ મિચ્છામિ દુક્કડમ્ પદમનો સંક્ષેપમાં અક્ષરાર્થે છે. ૧૧)' ભાવ ગર્ભા-ઉપયોગ વિનાની થતા અશુભ આશયવાળી ગાં દ્રવ્ય ગાં થાય, શુદ્ધ આશયવાળી ઉપયોગ પૂર્વકની ગઈ ભાવગાં થાય... ૧૮૩ For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ અરિહંતભગવંતોની તથા કલ્યાણ મિત્ર એવા ગુરુભગવંતોની હિતશિક્ષાને ઈચ્છું છું. होउ मे एएहिं संजोगो, होउ मे एसा सुपत्थणा, होउ मे एत्थ बहुमाणो, होउ मे इओ मोक्खबीयं । મને આમની (અરિહંત તથા ગુરુભગવંતોની) સાથે સંયોગ થાવ, મારી આ સુપ્રાર્થના થાવ. મને આ પ્રાર્થના વિષે પણ બહુમાન થાવ અને આ પ્રાર્થનાથી મોક્ષના બીજની પ્રાપ્તિ થાવ.. ___ पत्तेसु एएसु अहं सेवारिहे सिया, आणारिहे सिया, पडिवत्तिजुत्ते सिया, निरईयारपारगे सिया। (અરિહંત ભગવંતોની તથા ગુરુભગવંતોની) પ્રાપ્તિ થતા હું તેઓની સેવાને યોગ્ય થાઉં, તેમની આજ્ઞા પાલન માટે લાયક થાઉં. તેઓની આજ્ઞાને સવીકારનારો થાઉં અને નિરતિચાર પણે આજ્ઞાની પાર ઉતરું. સુકૃત અનુમોદના संविग्गो जहासत्तीए सेवेमि सुकडं । अणुमोएमि सव्वेसि अरहताणं अणुट्ठाणं, सव्वेसिं सिद्धाणं सिद्धभावं, सव्वेसिं आयरियाणं आयारं, सव्वेसिं उवज्झायाणं सुत्तप्पयाणं, सव्वेसि साहूणं साहुकिरियं, सव्वेसि सावगाणं मोक्खसाहणजोगे। एवं सव्वेसिं देवाणं, सव्वेसि जीवाणं होउ कामाणं कल्लाणासयाणं मग्गसाहण जोगे। સંવેગને (મોક્ષની અભિલાષાને) પામેલો હું શક્તિ મુજબ સુકૃતને એવું છું (અનુમોદુ છું) સર્વે અરિહંતોના અનુષ્ઠાનને (સંચમ-તપ-શાસન સ્થાપના-ધર્મદિશના વગેરે) સર્વે સિદ્ધ ભગવંતોના સિદ્ધપણાને, સર્વે આચાર્યોના આચારને, સર્વે ૧૮૪ For peaco For Perso ivate Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયોના સૂત્રદાનને, સર્વે સાધુઓની સાધુક્રિયાને, સર્વે શ્રાવકોના મોક્ષસાધક યોગોને, તથા સર્વ દેવોના તથા મોક્ષાભિલાષી અને શુભ ચિત્તવૃત્તિવાળા સર્વે જીવોના માર્ગસાધક યોગોને (શુભ પ્રવૃત્તિને) અનુમોદું છું. પ્રાર્થના. ____होउ मे एसा अणुमोयणा सम्मं विहिपुव्विगा. सम्मं सुद्धासया सम्म पडिवत्तिरुवा, सम्मं निरईयारा परमगुणजुत्तअरहंतादिसामत्थओ। સર્વ શ્રેષ્ઠ ગુણયુક્ત અરિહંતાદિના “ સામર્થ્યથી મારી આ અનુમોદના સભ્યમ્ વિવિધપૂર્વકની થાવ, સમ્યગ શુદ્ધ આશચવાળી થાવ, સમ્યગ પ્રતિપત્તિ એટલે કે સ્વીકારપૂર્વકની થાવ ને સખ્ય નિરતિચાર (અતિચાર વિનાની) થાવ. । अचिंतसत्तिजुत्ता हि ते भगवंतो वीयरागा, सव्वण्णू, परमकल्लाणा, परमकल्लाणहेउ सत्ताणं। ખરેખર તે અરિહંતાદિ ભગવંતો અચિંત્ય શક્તિથી ૧૨) મિથ્યાદ્રષ્ટિ આત્માના પણ ભવિષ્યમાં દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિમાં કારણભૂત માગનુસારીના ગુણો તથા તેને અનુસરતી શુભ પ્રવૃત્તિ વગેરે અનુમોદનીય છે. - અન્યમાં પણ દયાદિક ગુણો, જે જિનવચન અનુસાર રે, સર્વ તે ચિત્ત અનુમોદીએ, સમકિત બીજ નિરધાર રે, -પૂ. ઉપાધ્યાયજી યશોવિજયજી મ.સા. ૨૩) આતિશબ્દાત સિદ્ધાર: આદિ શબ્દથી સિદ્ધાદિ (પરમેષ્ઠિ) ગ્રહણ કરવા, એટલે અરિહંતાદિ પાંચ પરમેષ્ઠિ જાણવા. . ૨૪) પ્રથ: બીવીવિનાયતીતાવિત્વમસ્તીત્વેવમત્રામિધાનમ્ આચાર્ય-ઉપાધ્યાય સાધુભગવંતોમાં પણ જેઓને કેવલજ્ઞાન હોય છે તે વીતરાગ સર્વજ્ઞ હોય છે. બાકીનામાં વીતરાગપણું - સર્વજ્ઞપણું આંશિક હોય તે અપેક્ષા અત્રે લીધી હોય તેમ લાગે છે. (૧૮૫) For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ યુક્ત વીતરાગ સર્વજ્ઞ છે, શ્રેષ્ઠ કલ્યાણ સ્વરૂપ છે, અને જીવોને સર્વ શ્રેષ્ઠ કલ્યાણમાં કારણ રૂપ છે. मूढे अम्हि पावे अणाईमोहवासिए, अणभिण्णे भावओ हियाहियांणं अभिण्णे सिया, अहिअनिवित्ते सिया, हियपवित्ते सिया, आराहगे सिया, उचियपडिवत्तीए सव्व सत्ताणं सहियंति । इच्छामि सुक्कडं, इच्छामि सुक्कडं, इच्छामि सुक्कडं । હું તો મૂઢ છું, પાપી છું, અનાદિ મોહથી વાસિત છું, ભાવથી હિતાહિતને જાણતો નથી. હવે હું (હિતાહિતને) જાણનારો થાઉં, અહિતથી નિવૃત્ત થાઉં, હિતમાં પ્રવૃત્ત થાઉં. આરાધક થાઉં, સર્વ પ્રાણીઓ જોડે ઉચિત વ્યવહાર કરવા દ્વારા સ્વહિતનો સાધક થાઊં, સુકૃતને ઈચ્છું છું, સુકૃતને ઈચ્છું છું. સુકૃતને ઈચ્છું છું. एवमेयं सम्मं पढमाणस्स सुणमाणस्स अणुप्पेहमाणस्स सिढीलीभवंति परिहायंति खिज्जंति असुहकम्माणुबंधा, निरणुबंधे वाऽसुहकम्मे भग्गसामत्थे सुहपरिणामेणं कडगबद्धे विय विसे अप्पफले સિયા, સુહાવખિન્ને સિયા, અપુળમાવે સિયા । આ પ્રમાણે આ સૂત્રને સમ્યગ્ ભણનારને સાંભળનારને અનુપ્રેક્ષા (ચિંતન) કરનારને અશુભ કર્મના અનુબંધો... શિથિલ १५) अशुमकर्मानुबंधा भावरूपा कर्मविशेषरूपा वा અશુભ ભાવો (પાપસંસ્કારો) ઢીલા પડી જશે અથવા અશુભ કર્મોના રસ ઘટી જશે, કર્મોના પ્રદેશો પણ ઓછા થઇ જશે તથા કેટલાક કર્મો સંપૂર્ણ નાશ પામશે. ૧૮૬ For Personal & Pvate Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૬ થઈ જાય છે. હાનિ પામે છે, ક્ષય થાય છે. સૂત્રના પ્રભાવથી ઉત્પન્ન થયેલ શુભ પરિણામથી જેનું સામર્થ્ય ભાંગી ગયું છે. તેવા નિરબંધ થયેલા શેષ અશુભ કર્મો કટકબદ્ધ વિષની જેમ અલ્પ ફલવાળા થાય છે, સુખપૂર્વક દૂર કરી શકાય તેવા થાય છે. તથા ફરીથી બંધાય નહીં તેવા થાય છે. तहा आसगलिज्जंति परिपोसिज्जंति निम्मविज्जंति सुहुकम्माणुबंधा साणुबंधं च सुहकम्मं पगिट्ठे पगिट्ठभावज्जियं नियमफलयं, सुपउत्ते विय महागए सुफलेसिया, सुहपवत्तगे सिया परमसुहसाहगे सिया । તથા આ સૂત્રના પઠન આદિથી શુભ કર્મના અનુબંધો એકઠાં થાય છે, પુષ્ટ થાય છે તથા પરાકાષ્ટાએ પહોંચે છે. અને પ્રકૃષ્ટ ભાવથી ઉપાર્જિત થયેલું અનુબંધવાળું શુભ કર્મ નિયમા ફલને આપનાર થાય છે સારી રીતે યોજેલા ઔષધની જેમ શુભ ફળ ને આપનાર થાય છે. શુભ પ્રવૃત્તિ કરાવનાર થાય છે, અને મોક્ષનું સાધક થાય છે. अओ अप्पडिबंधमेयं असुहभावनिरोहेणं सुहभावबीयंति सुप्पणिहाणं सम्मं पढियव्वं सम्मं सोयव्वं सम्मं अणुपेहियव्वंति । ૧૬) સર્પ વગેરેના ડંખ ઉપર મંત્રશક્તિથી કપડા કે દોરી વડે સખત બંધ કરવામાં આવતા ઝેર નિર્બલ થઈ જાય છે આ બંધને કટક બંધ કહેવાય છે. આ સૂત્રના પાઠથી એ રીતે અશુભ કર્મો પણ અલ્પ ફળદાયી થઈ જાય છે. ૧૮૭ For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ આથી પ્રતિબંધ, (પીટલિક ગૃદ્ધિ કે આસક્તિ). વિના ભણવાથી અશુભ ભાવને રોધીને શુભ ભાવના બીજ રૂપ, હોવાથી અત્યંત પ્રણિધાન પૂર્વક પ્રશાંત ચિત્તથી આ સૂત્ર ભણવું જોઈએ, સમ્યફ સાંભળવું જોઈએ. અને અનુપ્રેક્ષા કરવી જોઈએ.. . नमो नमियनमियाणं परमगुरुवीयरागाणं । नमो सेस नमोक्कारारिहाणं । जयउ सव्वण्णुसासणं । परमसंबोहीए सुहिणो भवंतु जीवा, सुहिणो भवंतु जीवा, सुहिणो भवंतु जीवा। इति पावपडिग्धायगुणबीजाहाणसुत्तं समत्तं ॥१॥ જેઓ ઈંદ્રાદિથી નમાયેલા છે તેવા ગણધર ભગવંતો વગેરેથી , પણ નમસ્કૃત પરમગુર વીતરાગ અરિહંત ભગવંતોને નમસ્કાર થાવ. બીજા પણ નમસ્કારને યોગ્ય આત્માઓને નમસ્કાર થાવ, સર્વજ્ઞ શાસન જય પામો. નિર્મળ સમ્યકત્વથી જીવો સુખી થાવ, જીવો સુખી થાવ, જીવો સુખી થાવ. પાપપ્રતિઘાત ગુણબીજાધાન સૂત્ર સમાપ્ત. ૧૦) ગપ્રતિવર્ધનું પ્રતિવશ્વહિતમ્ નાનપત્યર્થ : પ્રતિબંધ રહિત, નિદાન વિના સૂત્રને નિદાન રહિત ભણાવું-સાંભળવું ચિંતવવું જોઈએ.. નિદાન કોને કહેવાય ? વિસ્તwધદેતો ઈવાનુબંધિન : સંવેજશ્ચર્ય મનોવૃદ્ધાપ્યવસાન નિદાનવીા કિલષ્ટ કર્મબન્ધાવનાર, ભવની પરંપરાને સર્જનાર, સંવેગ વિનાનો મોટી રિદ્ધિ થતા ભોગોમાં વૃદ્ધિનો અધ્યવસાય એ નિદાન છે. આવો જે અધ્યવસાય ન હોય તો તે નિદાન નથી તેથી દોડમે પણ અજીનોમ સE વિહિપુત્રિમ વગેરે પ્રાર્થના એ નિદાન નથી. ૧૮) સુનિધાનં શોખને પ્રાધાનેન સગપ્રશાંતાત્મના સુપ્રણિધાન એટલે શુંદર પ્રણિધાન પૂર્વક અર્થાત્ સમ્યફ પ્રશાંત આત્મા વડે. ૧૮૮ alvate Use Only For Person Page #196 -------------------------------------------------------------------------- ________________ Jain Education emalionai FonPersonal & Private Use Only મુદ્રકઃ એમ. બાબુલાલ પ્રિન્ટરી, રતનપોળ, અમદાવાદ-૧. ફોનઃ પ૩૫૭૫૭૭,