SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાપ્તિ પાપકર્મના વિગમથી થાય છે, પાપ કર્મનો વિગમ તથા - ભવ્યત્વાદિ ભાવથી થાય છે. ૪ તથા ભવ્યત્વ પરિપાકના ત્રણ સાધનો तस्स पुण विवागसाहणाणि चउसरणमणं, दुक्कडगरिहा, सुकडासेवणं । अओ कायव्वमिणं होउकामेणं सया सुप्पणिहाणं, भुज्जो भुज्जो संकिलेसे, तिकालमसंकिलेसे ॥ તેને (તથા ભવ્યત્વને) પરિપાક કરનારા સાધનો ૫ (૧) ચતુઃ શરણ ગમન ૩) દુષ્કૃત ગ”િ ૩) સુકૃતોનું સેવન (અનુમોદના) છે. તેતી મોક્ષાભિલાષી (ભવ્યાત્મા) એ પ્રણિધાનપૂર્વક સંકલેશમાં વારંવાર અને અસંકલેશમાં ત્રણ વાર કરવા જોઈએ. ૩) વિગમ : વિશેષરૂપે ન બંધાય તેવી રીતે પાપકર્મનું દૂર થવું તે. ૪) સંસારી જીવો બે પ્રકારના છે. (૧) ભવ્ય (૨) અભવ્ય, ભવ્ય જીવો એટલે મોક્ષમાં જવાની યોગ્યતાવાળો જીવો, અભવ્ય જીવો એટલે મોક્ષમાં જવાની યોગ્યતા વિનાના જીવો. મોક્ષમાં જવાની યોગ્યતાને ભવ્યત્વ કહેવાય છે,દરેક ભવ્ય જીવોમાં ભવ્યત્વ જુદા જુદા પ્રકારનું હોય છે, તેથી જીવના વ્યક્તિગત વિશિષ્ટ ભવ્યત્વને તથા ભવ્યત્વ કહેવાય છે. આદિથી કાળ, નિયતિ, કર્મ અને પુરૂષાર્થ જાણવા. ૫) ચતુઃ શરણગમન અરિહંત-સિદ્ધ, સાધુ તથા ધર્મના શરણનો સ્વીકાર મહાનયં પ્રત્યાષાયપરિક્ષળોપાય : આ ચુતઃશરણગમન આપત્તિઓથી રક્ષણ માટેનો મહાન ઉપાય છે. ૬) દુષ્કૃત ગાઁ - આ લોક પરલોકના દુષ્કૃતોની આ અકર્તવ્ય છે. એવી બુદ્ધિપૂર્વક પર સાક્ષિક (ગુરુ સાક્ષિક) નિંદા એ દુષ્કૃતગહા “મન્નતિ તેનં ર્માનુબાપનયને” (અશુભ) કર્મના અનુબંધનો નાશ કરવા માટે આ દુષ્કૃતગહાં અપૂર્વ શક્તિમાન છે. ૭) સુકૃતાનુમોદના-સ્વપરકૃત સુકૃતોની અનુમોદના “મહદ્વૈતશતા નિવર્ધનમ્' ચિત્તના શુભ પરિણામનું આ (સુકૃતાનુમોદના) મહાન કારણ છે. ૮) પ્રણિધાન - વિશુદ્ધ ભાવપૂર્વકની મન-વચન-કાયાની એકાગ્રતા. સૂત્રના અર્થમાં ઓતપ્રોતતા સુપ્રવિધાનસ્ય સિદ્ધૌ પ્રધાનાŞાવાત્' ફળ સિદ્ધિમાં સુપ્રણિધાન પ્રધાન કારણ છે. Jain Education International ૧૭૯ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy