SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ કારણ સમજણ નથી. આ એક એક યોગ કેવળજ્ઞાન આપનારો. છે. એક એક શબ્દ મંત્રાક્ષર સ્વરૂપ છે, કેટલાય છૂપા ભાવો એમાં પડયા છે. આપણે વિચારી ન શકીએ એવા અગણિત લાભો ભર્યા છે. આ માંગણી અવિરત કરવાની- ભગવાન તમારા પ્રભાવથી જ સુગુરુનો યોગ અને એમના વચનનું પાલન મળે. એ પણ આ ભવ માટે નહિ ભવોભવ માંગવાનું આ ૫ મા આરામાં મહાગીતાર્થ ગુરુ મળ્યા એટલે કેવળજ્ઞાની મળ્યા, લોકપ્રકાશના રચયિતા લખે છે કે કિતવિજય' (એમના ગુરુનું નામ) એ મહાન મંત્ર મને મળ્યો છે. એનાથી બધુ સિદ્ધ થાય છે. ગુરુનું પ્રત્યેક વચન તીર્થ લાગે. પ્રત્યેક વચનમાં દ્વાદશાંગી દેખાય. ગુરુનું વચન એ જ શાસ્ત્ર. આ મન ગુરુને વશ થવું જરૂરી છે. (૧) પયંત મીરાયા : પ્રશાંત અને ગંભીર આશચવાળા. આશય એટલે ચિત્તના પરિણામ. પ્રશાંત એટલે ઉકળાટ, ઉદ્વેગ વગરના. ગમે તેવા પ્રસંગોમાં, નિમિત્તોમાં ચિત્તની સ્વસ્થતા, સમાધિ જાળવી રાખે તેવા અને ગંભીર એટલે હર્ષ-શોક વગરના. | ગમે તેવા સુખના પ્રસંગમાં કે દુઃખના પ્રસંગમાં મોઢા ઉપરની એક રેખામાં પણ ફેરફાર ન થાય એવા. પદવી આદિ મળી જાય તો હર્ષ ન આવે કદાચ અપયશ વિ. થઈ જાય તો ખેદ ન થાય. ૮૨ For Persona Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy