SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ એ ચાર અને વળી ક્રોધ, લોભ, માન-માયા અને લોકસંજ્ઞા તથા ઓઘસંજ્ઞાને ઘટાડવાની છે. આ ૧૦ સંજ્ઞાના લશ્કર આપણી પર તૂટી પડે છે, તેની સામે લડત આપવાની છે. દરેક ધર્મ આચરતા સંજ્ઞા તૂટે છે કે નહિ? એને ઘસારો લાગે છે કે નહિ? એ લક્ષ જોઈએ બ્રહ્મચર્ય પાળતા મૈથુન સંજ્ઞા તૂટવી જોઈએ. દાન દેતા પરિગ્રહસંજ્ઞા, તપમાં આહાર સંજ્ઞા ઘસાવી જોઈએ. ઈન્દ્રિયોનું જોર ઘટવું જોઈએ. (૩) ધર્મ ફળની આશંસા (ઈચ્છા) રહિતનો જોઈએ. દાન આપું ને દેવલોક મળે. તપસ્યા કરું ને તેજસ્વીપણું મળે. બ્રહ્મચર્ય પાળું ને ભોગ સારી રીતે ભોગવી શકું. આવી બધી ફળની ઈચ્છા ન જોઈએ. ઈચ્છા કરવી હોય તો એક જ કે જલદીથી આત્માનો મોક્ષ થાય. હવે આ સંસારમાં ડૂબવું નથી. માંગવું જ હોય તો તારનારી સામગ્રી/સંયોગ માંગવાના, સમાધિમરણ, સુગુરૂનો યોગ, ગુરૂના વચનનું પાલન માંગવાનું, જે પરંપરાએ મોક્ષને આપે. અત્યારના ગરબડીયા ધર્મમાંથી શુદ્ધ તરફ જવાનું છે. ધર્મની શરૂઆત હોય ત્યારે શુદ્ધ ધર્મ તરત ન મળે પણ આપણું લક્ષ્ય શુદ્ધ ધર્મ તરફ જ જોઈએ. તેની અવગણના કરીએ તે ન ચાલે. છતાં કો'ક સંસારની ઈચ્છાથી ધર્મ કરે તો તેને તોડી ન પડાય. સંઘમાં ગીતાર્થ આચાર્યોની જવાબદારી ઘણી મોટી છે. અશુદ્ધ ધર્મમાંથી જીવને ધીરે ધીરે શુદ્ધ ધર્મ તરફ વાળવો પડે. (૩૦) 3છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy