SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ એ જ શરણ. કહી દેવાનું હે દેવાધિદેવ ! મિથ્યાત્વનું તોફાન આવે તો તું બચાવજે તું જ માતા છે. હું ખરાબ રસ્તે રખડી જાઉં તો પાછો બોલાવજે. ભગવાન તું જ રક્ષણહાર છે. આજે આટલી વિકટ પરિસ્થિતિમાં દુનિયા જીવે છે તો આવતી કાલનું શું? એમાં જિનશાસનનું શું થશે ? સંઘો તીર્થો, દેરાસરોનું શું ? ધર્મ, સંસ્કૃતિ ઉપર મોટી આફતો આવી છે. આ બધા ઉપસર્ગોમાંથી હે ભગવાન ! હવે તું જ બચાવજે. હે પરમાત્મા ! આ દુનિયામાં મને મારા પાપોથી, મારા દુઃખોથી છોડાવનાર કોઈ જ નથી. અમરકુમારને માતાએ છોડી દીધો. અહીં સવારે કિલ્લો ચણે ને રાત્રે પડે. આપણું પણ એવું જ છે. કરોડો અસંખ્ય ભવોમાં કિલ્લા રચ્યા ને મૃત્યુ આવે એટલે બધું ઘ્વસ્ત એક મરણનો સપાટો બધુ સાફ કરી જાય.. પણ હવે જિનશાસન મળ્યા પછી એવું કરવાનું કે મૃત્યુ કાંઈ કરી ન જાય. અલમસ્ત શરીર પણ મૃત્યુ આવતા બળી જવાનું પણ એ શરીરથી કરેલી આરાધના સાથે આવશે. ભેગા કરેલા કરોડો રૂ।. એકસાથે મૂકીને જતા રહેવાનું પણ સુકૃતની કમાણી સાથે આવશે. એવું કરો કે આપણા કરેલા પ્રયત્નોને મૃત્યુ ફેલ ન કરી શકે. અહીં કિલ્લો રાતે તૂટી જાય છે. સલાહ મળી કે ૩૨ લક્ષણા પુરુષનો વધ આપો. રાજાએ જાહેરાત કરાવી પણ દીકરો કોણ આપે ? પણ એકને ૫-૭ હતા ને કીધું આ એકને લઈ જાવ.... પેલો બધા પાસે ગયો. બાપા કાકા બધાની આગળ Jain Education International ૬૯ For Personer & Private Use Only www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy