SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પણ એવું નથી. એક ભૂંડ ખાઈ-પીને ઉકરડામાં પડ્યું હોય તો તેનું મન ક્યાં દોડે? શું વિચારો આવે ? ઉકરડાના કે બીજા...કારણ, તેણે ઉકરડા સિવાય કાંઈ જોયું જ નથી. આપણા જીવે પણ અનાદિકાળથી વિષયોરૂપી ઉકરડા સિવાય કાંઈ જોયું નથી. આહારસંજ્ઞાઓમાં જ રખડયા છીએ. આ એક નહિ અનાદિભવોથી આપણે પાંચ ઈન્દ્રિયોમાંજ ભટક્યા એટલે હવે તેના જ વિચાર આવે.. બગીચા તો જોયા જ નથી. ' ધર્મવૈયાવચ્ચ/આરાધના/સ્વાધ્યાયી પરમાત્મભક્તિ, ક્ષપકશ્રેણીના ઉધાન તો જોયા જ નથી. હવે આ લાવવું હોય તો બગીચામાં ફરવું પડે. ભમરાને હંમેશા ફૂલોનો જ વિચાર આવે... હવે રખડવાનું બદલો. ધર્મના બગીચામાં ફરો... તમારા પરિણામ સુધરી જશે. નહિતર મન બહુ ભયંકર છે. વાંકુ ચાલ્યું ને નરકના કર્મ બાંધી દેશે. આત્મા એ શેઠ છે, મન એ મેનેજર છે. મન માલિકને નીચે ધકેલી દે એવું છે એને કોણ વશ રાખે ? શરીરથી સમાજની મર્યાદા નડે પણ મનથી તો બધા ભચંકર પાપો થઈ શકે. એમાંથી કોણ રક્ષા કરશે ? મિથ્યાત્વ અને કષાય મોહનીચના કર્મો અંદર પડયા છે. આજે જે થોડા શાંત થયા છે તે દેવ-ગુરુનો પ્રભાવ છે. પરમાત્મા જ રક્ષણહાર છે. આત્મામાં ઘણા કર્મચોટ્ટાઓ પડયા છે. એ ક્યા ટાઈમે ક્યું ખરાબ કામ ન કરાવે એ કંઈ કહેવાય નહિ ને પાછા ઉદયમાં આવે ત્યારે નવા કર્મોનો બંધ તો ખરો જ. હવે અરિહંત () ૬૮ Jain Education International For Personal & Private Use Only • www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy