SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન પણ આ જ જમે ભગવાન બને. પહેલા મોહનો નાશ કરવા દ્વારા વિતરાગ બને. પછી જ્ઞાનાવરણાદિ ૩ ઘાતિકર્મનો નાશ કરીને સર્વજ્ઞ થાય. કેવળજ્ઞાન પામે એટલે તિર્થંકર નામકર્મનો વિપાકોદય શરૂ થાય. દેવતાઓ આવીને સેવા ભક્તિ કરે એટલે દેવેન્દ્રોથી પૂજાયેલા. દેવતાઓ સમવસરણની રચના કરે ને તેમાં બિરાજમાન પરમાત્મા દેશના આપે. તેમાં જે વસ્તુ જે પ્રમાણે છે તે પ્રમાણે જ કહે એટલે યથાવસ્થિત વસ્તુ વરૂપને કહેનારા અને તે ઉપદેશ ત્રણેય લોકના જીવોને આપવા દ્વારા ત્રણે લોકના ગુરૂ બને છે. અતિશયગર્ભિત વિશેષણો : વળી, પહેલા ચાર વિશેષણો પરમાત્માના ચાર અતિશયો સૂચવે છે. ભગવાન વીતરાગ છે. દુનિયામાં સૌથી મોટા અપાયરાગ-દ્વેષ અને મોહ જેના નાશ પામ્યા છે (અપગમ થયો છે) તેવા ભગવાન એટલે અપાયાપગમાતિશય. વળી, સર્વજ્ઞ છે. ૩ કાળના ૩ લોકના બધા પદાર્થો, ભાવોને જાણે છે તે જ્ઞાનાતિશય. દેવેન્દ્રોથી પૂજાયેલા છે એટલે પૂજાતિશય અને યથાવસ્થિત વસ્તરવરૂપને કહેનારા છે જે વચનાતિશય. 0 રત્નકણિકા તપનું અજીર્ણ - ક્રોધ જ્ઞાનનું અજીર્ણ - અભિમાન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy