SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ હતા ? સુધન : વેપારાર્થે, પૃથ્વીચંદ્ર કાંઈ વિશેષતા ? સુધના હા, એમ કરીને ગુણસાગર શ્રેષ્ઠીનું આખું વૃત્તાંત સંભળાવે છે. કહે - અહીં તેનાથી અધિક કૌતુક જોવાનું છે. " રાજગાદીએ કેવળજ્ઞાન : ગુણસાગર શ્રેષ્ઠીની વાત સાંભળી પૃથ્વીચંદ્ર રાજા રાજગાદીએ બેઠો બેઠો વિચારે-ધન ધન એ ગુણસાગર શ્રેષ્ઠીને! ધન્ય એની પત્નીને અને એમના માતા પિતાને કેવો વૈરાગ્ય ! લગ્નની ચોરીમાં વિરાગ ભાવના ભાવતા ભાવતા કેવળજ્ઞાન લઈ લીધું. હવે આ રાજા મનોરથે ચડે છે. અમારો વારો ક્યારે લાગશે? ક્યારે પિતાજી રજા આપશે? એ મંગળ દિવસ, એ શુભ ઘડી, એ મીઠી ક્ષણ ક્યારે આવશે ને ગુરુમહારાજ પાસે ચારિત્ર લઈને આ જીવન સમર્પિત કરી દઈશ.. એ ગુણસાગરે સાધી લીધુ ને ભાવના દ્વારા હું રહી ગયો. હવે ક્ષણે ક્ષણે એ ભાવનામાં આગળ વધે ને કેવળજ્ઞાન સિંહાસન પર બેઠો બેઠા જ મેળવે છે. જાણ થતા પત્નીઓ દોડી આવે છે. કહેઃ આપણે સાથે લેવાનું હતું ને તમે કેમ એકલા કેવળજ્ઞાન લઈ લીધું? તમે પામી ગયા ને અમે રહી ગયા. એ નિંદા કરતા કરતા એમને પણ કેવળજ્ઞાન ! અહીં એમના મા-બાપ પણ નિંદા કરતા કરતા કેવળજ્ઞાન પામે છે. આ છે મનોરથની તાકાત ! આ અદ્ભૂત જિનશાસન છે. નાગકેતુને પૂજા કરતા કરતાં કેવળજ્ઞાન! હવે આ હૃદયમાંથી દુનિયાને કાઢો ને ૧૫ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy