SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનકવાસી ને ત્યાં રહ્યા હતા. દીક્ષા લીધી. એમણે મૂર્તિપૂજાના વિરોધમાં બુટેરાયજીને હરાવી દીધા હતા. મૂર્તિપૂજા સત્ય નથી એ મત સ્થાપિત કર્યો. બાદમાં સત્ય જ જીતે એમ નહિ, હોંશિયાર હોચ એ જીતે. સત્ય તો બહુ દૂરની વાત છે. છતાં આગમો વાંચતા વાંચતા પછીથી આત્મારામજીને સત્ય સમજાયું. મૂર્તિનો વિરોધ તો વ્યવહારમાં ચ નથી. જીવને આલંબન તો જોઈએ જ. ને આંખ ઉધડી ગઈ. પણ સ્વાગ્રહ ન હતો. ઉપદેશપદમાં કહ્યું કે, “મોહના અતિરેક વિના સ્વાગ્રહ થતો નથી.” મન મધ્યસ્થ છે. જે સાચુ હોય એ જ ગ્રહણ કરવું એ નિર્ણય છે ને સાચું સમજાતાં દેરાવાસી થઈ ગયા. ધર્મની વિશેષતાઓ, મહાનતા સ્મરણ કરવા દ્વારા પૂજ્યભાવે ધર્મનું શરણ ગ્રહણ કરવાનું. (૧) સુરાસુરમપુમપૂઃ ' સુર - અસુર અને મનુષ્યોથી પૂજિતઃ આ ધર્મનું શરણ સમજવા જેવું છે. કેવળજ્ઞાનીઓએ પ્રરૂપેલા ધર્મ સિવાય ક્યાંય દોડવાનું નથી. ચાવજજીવ આ જ ધર્મ મારે છે એમ દેટ રહેવાનું. તિર્થંકર ભગવંતે જગતના હિત માટે જે ધર્મ બતાવ્યો તેનું જ મારે શરણ. આ શરણ સ્વીકારતા ઉલ્લાસ વધે તે માટે વિશેષણ બતાવે છે. આ ધર્મ સામાન્ય કોટિનો નથી. સુર-અસુર અને દેવેન્દ્રોથી પૂજાયેલો છે. બધા સમ્યગ્ર દૃષ્ટિ દેવતાઓએ પૂજ્યો છે. CO Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy