SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ન હોય તેવી વસ્તુ વિશે કોઈ પણ વિપરીત આચરણ કર્યું હોય, ન આચરવા જેવું આચર્યું પાપ સ્વરૂપ તે (એકવાર આચરી લઈએ પણ તીવ્ર રસ ન હોય તો પાપ) પાપાનુબંધી (બૂબા રસથી આચરીયે તો પાપના અનુબંધ થાય, પરંપરા ચાલે) સુક્ષ્મ કે સ્કૂલ, મનથી, વચનથી કે કાયાથી, કર્યું કરાવ્યું કે અનુમોઘું હોય, રાગથી, દ્વેષથી કે મોહથી (રાગ-દ્વેષમાં જ્ઞાન હોય છતાં કરે, અથવા મોહ એટલે અજ્ઞાનથી કર્યું આ ભવમાં કર્યું કે ભૂતકાળના ભાવોમાં કર્યું તે ગહ કરવા જેવું છે. દુષ્કૃત છે, છોડવા જેવું છે. આ બધું કલ્યાણમિત્ર ગુરૂભગવંતના વચનથી જામ્યું છે. (ગુરુ એ કલ્યાણમિત્ર છે, જે સંસારથી પાર ઉતારે છે.) એ શ્રદ્ધાપૂર્વક મને રૂચ્યું છે. (જાણવું જુદુ અને રૂચવું જુદુ, મનમાં ગમે, વર્તનમાં ઉતરે એ રૂછ્યું કહેવાય) અરિહંત, સિદ્ધ સમક્ષ હું એની ગહ કરું છું એ દુષ્કત છે, એ છોડવા યોગ્ય છે. આ જે દુષ્કત મે કર્યું તે બદલ મિચ્છામિ દુકકડમ્, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ્. મારૂ તે દુષ્કૃત મિથ્યા થાઓ. આધ્યાત્મિક ક્ષેત્રનો નિયમ છે કે તમને જેના મનોરથ થાય તે મળ્યા વગર ન રહે. અહીં નિંદા, ગહ કરી પણ તેમાં મનોરથો પણ કરે છે. મારી આ ગહ સમ્યફ થાઓ. સમ્યક્ એટલે શુદ્ધ આશરવાળી અને ઉપયોગપૂર્વકની થાઓ. વળી આ દુષ્કૃતના અકરણનો નિયમ થાઓ, આ દુષ્કત બીજીવાર ન થાઓ. આ દુષ્કત નહીં અને અકરણ નિયમ મને બહુમત છે. સંમત છે. હું અરિહંત ભગવંતોની અને કલ્યાણમિત્ર એવા ગુરૂ ભગવંતોની હિતશિક્ષાને ૧૪૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy