SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ જાય. નિંદાથી ઘાસ ઉખડયું પણ ગહ ન કરી તો બીજ રહ્યા. નિંદાથી બંધ તૂટે પણ અનુબંધ ન તૂટે. માટે જ ગહ જોઈએ. બંધ ને અનુબંધ સમજી લેજો. એક સારા ભાવથી બંધવાળા કર્મો ઊખડી જાય પણ અનુબંધ ઉખેડવા ગુરુ પાસે જવું પડે. પ્રગટ કરવા પડે. એનાથી શલ્યો નીકળી જાય- જુઓ અહીં કે ગોશાળો ૧૨મા દેવલોક પછી ઍવીને રાજા થશે. અહીં સાધુની નિંદા-દ્વેષના મૂળીયા ઊભા છે એટલે સાધુને જોઈને દ્વેષ થશે. ઉપસર્ગ કરશે. અનુબંધવાળા પાપ ક્યાં લઈ જાય ?.. એકવાર જંગલમાં જાય છે. ધ્યાનમગ્ન સાધુને જોઈને દ્વેષને કારણે રથથી પાડી નાખે છે. ૨-૩ વાર પાડે છે. આ સાધુ જ્ઞાનનો ઉપયોગ મૂકે છે ને જુએ કે આ ગોશાળો છે. આજે મને તો કાલે બીજા સાધુને હેરાન કરશે- એટલે તેજલેશ્યા મૂકીને બાળી નાખે છે. આ ગોશાળો સીધી કમી નરકમાં. હવે પછીનો એનો અનંત સંસાર એવો જ થવાનો કે જેની કલ્પના ન થઈ શકે. અરિહંતની આશાતનાં અનંતકાળ રખડાવે. સાતે નરકોમાં બે વાર જશે સ્થાવર ને નિગોદમાં જશે. ને અંતે છેલ્લે ૭-૮ ભવ ચારિત્ર ગ્રહણ કરીને મહાવિદેહમાં દટપ્રતિજ્ઞા નામે કેવળજ્ઞાની થશે ને દેશનામાં સૌથી પહેલી વાત એ જ કરશે કે “તમે મારી સામે જુઓ ! મેં દેવ-ગુરુની ઘોર આશાતના કરી તો કેટલાય દુઃખ સહ્યા. મારા દષ્ટાંતથી કહું છું કે કદી પણ દેવ-ગુરુની આશાતનામાં પડશો નહિ.' ૧૩૧) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy