SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ગોશાળાના દષ્ટાંતમાં જોવાનું એ હતું કે આવા ભગવાનને ઉપસર્ગ કેમ કર્યા, એવા ભાવ કેમ થયા? એનું શલ્ય ગયા ભવમાં પડયું હતું. ગયા ભવમાં પણ સાધુની ખૂબ નિંદા કરે. ખોટા. ખોટા તર્ક-વિતર્ક કર્યા કરે. મહાત્મા સાથે રોજ લડે, તકરાર કરે. આ બીજ પડયા તેના વડલા થયા ને ભગવાન પર ઉપસર્ગ કર્યા. - સાધુ પ્રત્યેના દુભવના બીજ તમારા આત્મામાં પડી જાય તો ભવિષ્યના ગોશાળા થવું પડશે. ' મહાત્મા પ્રત્યે તો ઉચ્ચ કોટિના આદર-સન્માનનો ભાવ ટકાવી રાખવાનો, ઉચ્ચ ભક્તિ ભાવ જાળવી રાખવાનો, મધ્યસ્થભાવ રાખો એ પણ દોષ છે. મહાત્મા છદ્મસ્થ છે, તેમની પણ ભૂલ થાય. તેઓ ૪ થા આરાના નહિ પમા આરાના છે. ગુરુ કદાચ પાંચ મહાવ્રતથી ભ્રષ્ટ થયા હોય તોય તેમને સમજાવીને માર્ગે લાવવાના છે. એમના સેવા-બહુમાન કરવાના પછી ન જ સ્થિતિ સુધરે એમ હોય તો છોડે. પણ તે વખતે પણ અરૂચિભાવ ન જોઈએ. આ મનુષ્યભવમાં જેવા ભાવ ભાવશો તે જ ભવાંતરમાં અનંતગુણા થઈને આવશે. આ અસદ્ભાવ કાલે અનંતગુણો થઈને ઉદયમાં આવશે માટે અહીંજ ચેતવાનું છે. અહીં દુષ્કતગહમાં દુષ્કતની નિંદા એ આત્મસાક્ષિક ને ૧૩૨ For Personar & Private Use Only ૧૩૨) Jain Education International www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy