SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ મૂર્છિત થઈ ગયો. આ સગરના ૬૦,૦૦૦ પુત્રૌને હવે કોણ પાછા લાવી શકે તેમ છે ? આ અશરણ સ્થિતિ તો વિચારો, કોણ બચાવી શેકે? સમર્પણનું જીવનું સત્વ ન પણ હોય. સંસાર છૂટતો ન હોય તો વચલું Step શરણનું પકડવાનું. સગરના ૬૦,૦૦૦માંથી એકેય ન બચ્યા... સમ ખાવા પૂરતો ૧ પણ નહિ. સુલસાના ૩૨ પુત્રો એક જ બાણે વિંધાઈ મર્યા. આ સંસાર અસાર છે. અહીં લાખ પણ એક દિ' રાખ થઈ જશે. આ સંસારમાં કોનો આશરો ? વિચાર તો કરો ! કરોડોની સંપત્તિ હોય તો પણ આયુષ્ય પૂરૂ થતા એકેન્દ્રિય ને બેઈન્દ્રિયમાં જતા રહેવાનું, આ સંસારમાં રક્ષક આના સિવાય કોઈ છે જ નહિ. ઉઠતા, બેસતા, ચાલતા, જમતાં એક જ વિચારો કે આ ૪ સિવાય હું અશરણ છું. આ ચાર સિવાય બીજા સાથે કોઈ લેવા દેવા નથી. ભગવાનનું વચન એ જ મારું સર્વસ્વ. આ ચારનું શરણ વારંવાર કરો આપત્તિ દૂરથી ભાગી જશે. ગ્રહો પણ હેરાન કરતા અટકી જાય. અપશુકન બધા શુકન થઈ જાય. બીજા ભવમાં દુર્ગતિથી આ ચાર જ અટકાવશે. આ ભવમાં પણ ભાવ સંસારથી પણ આ જ આપણું રક્ષણ કરશે. હરિભદ્રસૂરિ મ. કેવા કષાયમાં ફસાયા હતા. પોતાના બે શિષ્યોને બૌદ્ધોએ ખલાશ કરી નાખ્યા. આ બે જ શિષ્યો હતા. બૌદ્ધોનો આ જુલમ એ સહન ન કરી શક્યા... અહીં, Jain Education International ૬૨ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy