SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ એ કર્મ ઉદયમાં આવતા દુઃખ આવે. એ દુઃખ દૂર કરવા જતાં જીવ બાંધે, ને એ નવા કર્મથી નવા દુઃખ... આમ આ નવા કર્મ સંસાર દુઃખની પરંપરાવાળો છે. ચાર નિક્ષેપે સંસાર દરેક વસ્તુના ૪ નિક્ષેપા થાય. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. સંસાર શબ્દના ૪ નિક્ષેપા જોઈએ. નામ સંસાર એટલે કાગળમાં સંસાર શબ્દ લખ્યો હોય તે. સંસારની વિવિધ ગતિઓના ચિત્રો તે સ્થાપના સંસાર. એક ગતિમાંથી બીજી ગતિમાં જીવ ભટકે, રખડયા કરે એ દ્રવ્ય સંસાર અને આત્માના વિષય અને કષાયના પરિણામ તે ભાવ સંસાર. દરેક જગ્યાએ દ્રવ્ય એ ભાવમાં કારણ હોય છે. પણ અહીં ઊંધું છે. ભાવ સંસાર એ દ્રવ્ય સંસારના કારણ છે. ચારે ગતિમાં જીવ રખડે છે વિષય કષાયના પરિણામને કારણે ! યોગશાસ્ત્રમાં કહ્યું કે કષાય અને વિષયને પરાધીન આત્મા એ જ સંસાર છે. રાગદ્વેષયુક્ત આત્મા તે જ઼ સંસાર. દ્રવ્ય સંસારનું મૂળ ભાવ સંસાર છે. જેટલા પરિણામ બગડે એટલો દ્રવ્ય સંસાર બગડે. વાસુપૂજ્યસ્વામીજીના સ્તવનમાં ઉપાધ્યાયજી મ. કહ્યું, ‘કલેશવાસિત મન તે સંસાર' આ એક જ પંક્તિમાં કેટલું તત્વ આપી દીધું. મનને સમજાવી દો. કલેશ, રતિ-અરતિ, નિંદાદ્વેષ આ બધામાં દોડતું મન તે જ સંસાર. એ જ રખડાવે છે. એનાથી બચવા જ ભક્તિ, સંયમ બધું છે. દ્રવ્ય - ચાર ગતિરૂપ સંસાર તો કડવો લાગે પણ ભાવ સસાર કડવો લાગે છે ખરો ? અહીં રાગ કરવો ગમે છે પણ તેના પરિણામે આવતું દુઃખ Jain Education International ૨૩ For Personal & Private se Only www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy