SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ આ સાંભળીને સાચી મા રોઈ પડી. તે કહે “મારા પુત્રને મારશો નહિ. મરે એના કરતા બહેતર છે કે તેની પાસે રહે.” બીજી પત્ની કાંઈ બોલી નહિ. તેને શું ? પુત્ર મરે તોય અડધી મિલ્કત મળે ને ! અહીં ન્યાય થઈ ગયો. રાણી કહે “પુત્ર અને મિલ્કત બંને પહેલી પત્નીને આપી દો આ બીજી પત્નીનો દાવો ખોટો છે.” એમ સુમતિનાથ, ભગવાન ગર્ભમાં હતા ને તેથી મહારાણીશ્રીને આવી બુદ્ધિ સૂઝી માટે સુમતિનાથ નામ પાડયું. (3) खीणरागदोषमोहा જેના રાગ દ્વેષ અને મોહ એ ત્રણ મહાદુશ્મનો ક્ષીણ થઈ ગયા છે તે. (૪) અચિંતવિતામળી ભગવાન અચિંત્વચિંતામણી છે. ચિંતામણી એ રત્ન છે. તેની અઠ્ઠમથી સાધના કરવી પડે. તે સિદ્ધ થઈ જાય પછી આંખો મીંચીને એની પાસે જે માંગીએ તે ક્ષણમાં હાજર થઈ જાય. સાત માળનો મહેલ માંગીએ તો એ હાજર થઈ જાય. કરોડો સોનામહોરો માંગીએ તો તે હાજર થઈ જાય પણ, આ ભગવાન તો આપણે જેટલું ચિંતવી પણ ન શકીએ એટલું ફળ આપે. ન માંગીએ તો ય આપે. હેમચંદ્રસૂરિ મ. લખ્યું કે તમારામાં બુદ્ધિ, સમજણ હોય તો એકમાત્ર આ અરિહંતને ભજો. બાકી બધું છોડી દો. તમારે Jain Education International 63 For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy