SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ કરે પણ એમની માતાને પણ વંદન કરે. કહે, “હે જગત દીપીકા ! જગતમાં પ્રકાશ કરનાર પુત્રને જન્મ આપનાર રત્નકુક્ષી માતા, આપને વંદન હો.” માતા પાસે પ્રભુનું બીજુ રૂપ મૂકે. માતાને અવસ્વાપિનિ વિધા આપે અને ભગવાનને અભિષેક માટે લઈ જવા પાંચ-પાંચ રૂપો ધારણ કરે. ૧ રૂપથી ભગવાનને પોતાના હાથમાં લે. બીજા રૂપથી ભગવાનને માથે છત્ર ધરે. ૧ રૂપથી હાથમાં વજ્ર ઘરે. અને બાકીના ૨ રૂપથી ચામર લઈને પરમાત્માને વીંઝે. જન્મતાની સાથે જ કેવું પુણ્ય ? ૧ કરોડ અને ૬૦ લાખ કળશોથી દેવતાઓ અભિષેક કરે. કળશના નાળચા ૧ યોજનના હોય. દેવતાઓ સેવામાં હાજર હોય એવા ઉત્કૃષ્ટ પુણ્યના સ્વામી તિર્થંકર દેવો હોય. તિર્થંકર ભગવાન માતાના ગર્ભમાં આવે ત્યારથી તેનો પ્રભાવ શરૂ થઈ જાય. ઘણીવાર ભગવાનનું નામ પણ એ રીતે પડે. અજીતનાથ ભગવાનના માતા-પિતા સોગટાબાજી રમે. માતા દરેક વખતે હારે પણ અજિતનાથ ભગવાન ગર્ભમાં આવ્યા એટલે માતા જીત્યા. અજિતનાથ નામ પડયું. સુમતિનાથ નામ કેમ ? એ કાળમાં રાજયમાં એક જટિલ પ્રશ્ન આવ્યો. પતિ મરી ગયો. બે પત્નીને એક પુત્ર. જેનો પુત્ર હોય તેને સંપત્તિ મળે. બંને કહે પુત્ર મારો જ છે. હવે પુત્ર કોનો છે એ કેમ ખબર પડે ? મહારાણી કહે, “હું ન્યાય કરૂં. પુત્રનાં બે ટુકડા કરો અને બંનેને એક એક ટુકડા અને અડધી મિલ્કત આપી દો. Jain Education International ૦૨ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy