SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ બાપના મર્યા પછી એ રાજ પર આવે છે. માત્ર એક જ જીવનમાં ભૂલ કરી અને તે પણ સામંત મંત્રી પર એક જ વાર રાગપૂર્વક દષ્ટિ નાંખી. આ કામને જીતવો બહુ મુશ્કેલ છે. જેને અતિશય કામ હોય એ જ આ કામ (દેવ) ને જીતી શકે. કુમારપાળ વી. શાહ, ૧૬ વર્ષની ઉંમરે જીવનભરનું બ્રહ્મચર્ય લઈ લીધું. ગુરૂ મહારાજે કીધું હવે આ પાળવું હોય તો જબરજસ્ત કામનો બોજો માથે જોઈશે. જેટલો સમય છે તેના કરતાં અધિક કામ જોઈશે. કામનો ઉપાય કામ. નવરા માણસો તો ક્યાંયના ક્યાંય ફસાઈ જાય. સારા ખાનદાન કુળના હોય તો કદાચ કાયા,. વચનથી ન ખરડાય પણ મનથી તો ન જ બચાય... મોટી પોસ્ટના માણસની નાની પણ ભૂલ એ ભયંકર સાબિત થાય. આ આત્મા અનંત શક્તિશાળી છે. એની પ્રચંડ તાકાત છે. જેનું વર્ણન ન થઈ શકે. ક્ષણવારમાં કમી નરક તો બીજી ક્ષણે કેવળજ્ઞાન, બે ય તાકાત આપણી પાસે છે હવે શું કરવું તેનો આધાર આપણી પર છે. તેની ઉપેક્ષા ન થાય. એક નાનકડી ભૂલ ભવોભવ રખડાવી દે. આ કરીયાણાની નહિ, ઝવેરીની દુકાન છે. નાના શુભાશુભ કર્મના વિપાક પણ અત્યંત મોટા આવે. સંચમીની સેવામાં શાસન દેવ રૂક્નીએ એક જ વાર માત્ર રાગપૂર્વક જોયું, પેલો સમજી ગયોએ રાજ્ય છોડીને જતો રહ્યો, પોતાની પાસે મંત્રી પદનો ૧૦ર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy