SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ મનોરથની હેલીએ, પૃથ્વીચંદ્ર ગુણસાગર ( પૂર્વના ૨૧ ભવોથી ચારિત્ર પાળતા આવે છે. એટલે આ છેલ્લા ભવમાં પણ ગુણસાગર સાધુને જુએ છે ને રાગ થાય છે. આનંદ થયો ને થાય છે કે આવા સાધુને મેં જોયા છે ઉહાપોહ કે થયો આવા સાધુ- સાધુવેશ મેં ક્યાંક જોયો છે. ને ઉહાપોહ વધતાં જાતિસ્મરણ જ્ઞાન થયું.) ગયા ભવમાં જેનો બહુ અભ્યાસ હોય તેનું આ ભવમાં સહેજ નિમિત્ત મળતા એ જ્ઞાન થઈ શકે. ચાણસ્મામાં નરેશભાઈ છે. એમને નાની ઉંમરમાં જાતિસ્મરણ થયું. અહીં મા-બાપ એને નાના કટોરામાં દૂધ આપતા એ જોઈને કહે અમે તો મોટા મોટા કટોરાઓ ભરીને દૂધ પીતા, ઘરમાં કેટલીય તો ગાયો હતી. ધી-દૂધની નદીઓ વહેતી હતી. ઘરવાળા આશ્ચર્ય પામ્યા, પૂછે ક્યું ઘર? કહે વીરમગામ. ત્યાં ગયા. ત્યાં જઈને બધી સાક્ષી બતાવી વચ્ચે એક બીજો ભવ ૨૫ વર્ષનો કર્યો. સંસાર એટલે સંસરણ કેવો આ સંસાર છે! અહીંથી તહીં સંસરણ ચાલુ જ છે. આ જોઈને વૈરાગ્ય થવો જોઈએ. અરે રે ! વિષયો પાછળ, ભૂંડની જેમ પાગલ બનીને નરકમાં જઈ આવ્યો. આ વિષયોએ જ રખડાવ્યો. હવે તેના પર રાગ કરાય ? જરાક તો વિવેક રાખો. સોનું એ શું છે? એકેન્દ્રિયના કલેવર. ઉપલકી રીતે નહિ વાસ્તવિક સ્વરૂપ જોતા શીખો. જરા ઊંડા ઊતરો. હીરામાણેક ને મોતી પણ એકેન્દ્રિયના કલેવરો જ છે. ઘેબર શેમાંથી (૧૫) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy