SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) નિરુવમસુસંચયા : જેને કોઈની ઉપમા ન આપી શકાય, કોઈની સાથે સરખાવી ન શકાય એવા સુખથી યુક્ત છે. સિદ્ધ ભગવંતનું સુખ કેટલું? આખા જગતના બધા જીવોના, ઈન્દ્રોના, દેવતાઓના, ચક્રવર્તીઓના, રાજાઓના-બધા જીવોના સુખ ભેગા કરીએ, એક કાળના નહિ-ત્રણે કાળના સુખ ભેગા કરીએ એના કરતાં અનંતગણુ સુખ એક સિદ્ધના જીવનું છે. તેને કોઈની સાથે ન સરખાવી શકાય. () બ્રહી વિડ્યિા : સર્વથા કૃતકૃત્ય. જેના બધા પ્રયોજન પૂરા થઈ ગયા છે, જેને હવે કશું જ કરવાનું બાકી નથી. સંસારનું ભવોભવનું ભ્રમણ અંત પામી ગયું છે એવા સિદ્ધ ભગવંતોનું મને શરણે હો, મને આશરો હો. તે મુનિ વંદો, તે મુનિ વંદો: ત્રીજું - સાધુનું શરણ, વિશેષણોપૂર્વક સાધુ ભગવંતોને યાદ કરીને તેમનું શરણ સ્વીકારવાનું આજના કાળે સાચું ગુરુ તત્વ મળવું ચ મુશ્કેલ. જ્ઞાની ગુરુ મળવા દુર્લભ છતાં એના માટે કાંઈ બધા સાધુની પરીક્ષા કરવા ન બેસાય. એના માટે તો ભગવાનને જ પ્રાર્થના કરવાની કે “હોઉ મમ તુહ પભાવઓ, સુહગુરુજોગો,” મને તમારા પ્રભાવથી સદ્ગુરુનો યોગ પ્રાપ્ત થાઓ. મારી બુદ્ધિથી શોધવા જઈશ તો ઊંધુ જ પકડાશે. મારી બુદ્ધિ અહંત્વથી ખરડાયેલી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy