SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજ સામે ચાલીને એ ભૂલ યાદ કરાવે છે પણ રૂક્મી છુપાવે છે. કહે - મેં તો માત્ર પરીક્ષા કરી હતી. આચાર્યે બધું પ્રગટ કર્યું અંતે રૂક્મી કહે આપને દોષ લાગતો હોય તો પ્રાયશ્ચિત આપી દો, મને નથી લાગતો. બસ આ એક જ ભૂલ પણ એ ભૂલ ક્યાં લઈ ગઈ. ? ૧ લાખ ભવ સુધી એ ભૂલના કારણે ભટકવાનું. જો એ પાપ સ્વીકારી લીધું હોત તો એ જ ભવે કદાચ મોક્ષમાં જાત.. પણ શુદ્ધિ ન કરી તો અનંતકાળ સંસાર વધ્યો. પ્રાયશ્ચિત શુદ્ધિ : : હવે કરેલા પાપોની શુદ્ધિ કરી લેવાની છે. હૃદયના શલ્યોનું નિરાકરણ કરી લેવાનું છે. એ કરશું તો ગમે તેવા તોફાની દરિયામાં પણ જિનશાસનનું નાવડું ચોક્કસ પાર ઉતારી દેશે. ૫ મો આરો એ તોફાની દરિયો છે. તેમાં આ જિનશાસનનું જહાજ છે હવે અત્યંત વિશ્વાસ ઊભો કરી દેવાનો છે. માત્ર આ ભગવાન જ બચાવશે. આ જિનશાસન સિવાય કોઈ બચાવનાર નથી. અત્યંત રાગ ઉભો કરી દેવાનો. મળેલા તન મન ને ધન એને સમર્પિત કરી દેવાના, હવે પ્રમાદ નથી કરવો. આ જીવનની ગાડી અરિહંતની આજ્ઞાના પાટે ચલાવવાની છે. અંદરના શલ્યોનું નિરાકરણ કરીને આગળ વધવાનું છે. આ ભવ અને પરભવના દુષ્કૃતોની ગાં કરવાની છે. આજ સુધી શું કર્યું, માત્ર પાપ કર્યા ને દુઃખ ભોગવ્યા ? પાપ કર્યે જ ગયા. અર્થ અને કામ પાછળ દોડયે ગયા, Jain Education International ૧૦૪ For Personar & Private Use Only www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy