SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ આજીવિકાની માત્ર છૂટ, બાકી નહિ. મેચ, સીનેમા જોવાનો અધિકાર ખરો? વધારાનો પરિગ્રહ રાખવાનો અધિકાર ખરો? કાંઈ જ નહિ, રત્નત્રયીની આરાધના સુખેથી થાય છે. પૂરતી આજીવિકાની છૂટ, બાકી નથી..... આ ચાર શરણ બધી આપત્તિમાંથી ઉગારશે. આપત્તિ બે પ્રકારની (૧) બાહ્ય આપત્તિ એટલે શરીર, ઘર, ચોરી, અપહરણ એમાંથી યોગ-ક્ષેમ, રક્ષા કરે ને (૨) અત્યંતર આપત્તિ, વિષયકષાયના ઉથલાઓ, સંકલેશ, ઉદ્વેગમાંથી પણ બચાવે. મરતી વખતે જ નહિ, પણ જીવતાય આ ચાર જ રક્ષણ કરશે. સ્મરણ ટુ શરણ, શરણ ટુ સમર્પણ આ ચારને બરાબર હૃદયમાં સ્થાપિત કરવાના. એ ત્રણ રીતે મરણ, શરણ અને સમર્પણ. ક્યારેક જ ભગવાનને યાદ કરીએ તે સ્મરણ. શરણમાં ગૌણ-મુખ્યભાવ આવે. અમારા જીવનમાં અરિહંતાદિ-૪ એ પ્રધાન વસ્તુ છે. નીકટના સગા છે. જ્યારે સંસાર એ દૂરનો સગો છે. જેનું શરણ હોય તે મુખ્ય તરીકે હૃદયમાં સ્થાપિત હોય. ઘરની તિજોરીમાં રત્નો હોય, સોના-ચાંદીના ઘરેણા હોય, કપડાઓ હોય, ખાવા-પીવાની ચીજો પણ હોય છતાં દરેક પરનો ભાવ સરખો કે જુદો જુદો ? તો જુદો જુદો જ હોય... રત્નો પરનો ભાવ વધારે જ હોય... રત્નોને સ્થાને અરિહંત છે... બીજું બધુ હોવા છતાં નીકટના સગા અરિહંતાદિ-૪, આનું નામ શરણ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy