SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ કાળના, પલ્યોપમના દેવલોકના સુખ આ ધર્મથી મળે. આરોગ્ય, ચશ, સંપત્તિ, સૌભાગ્ય, આ દુનિયામાં જેટલા સુખો છે તે બધા ધર્મથી જ મળે. (૫) મૂવવિવિપુ: કર્મરૂપી વનને બાળવા અગ્નિ સમાન ધર્મ છે. સરકાર જંગલોનો કેવી રીતે નાશ કરે? આગ લગાડી દે. આ ધર્મ કર્મરૂપી જંગલોને બાળી નાખનાર છે. (૬) સાદો સિદ્ધાવસ્મ: સિદ્ધપણાને સાધી આપનાર છે. ધર્મથી જ મોક્ષ મળે. ધર્મ કદાપિ સંસારમાં રખડાવે નહિ સંસારથી અટકાવી મોક્ષમાં લઈ જનાર કેવલી ભગવંતે બતાવેલા ધર્મનું મને શરણ હો. મોક્ષમાં ન જઈએ ત્યાં સુધી બધા સુખના ભવો આ ધર્મ આપે પણ એની વફાદારી જોઈએ. ધર્મ આધ્યાત્મિક અને ભૌતિક બેય રીતે આગળ વધારે. આ ધર્મ આચરવાનો સાથે આપણા કુટુંબીઓને પણ આ માર્ગે વાળવાના. એમના આત્માની પણ ચિંતા કરવાની. કુટુંબી સાથે સંસારના સંબંધથી નહિ પણ ધર્મના સંબંધથી, સાધર્મિક્તાથી જોડાઓ તો પછી એનું ભરણ પોષણ પણ સાધમિકની ભક્તિ તરીકે થાય. આ ધર્મનું સાચું શરણ સ્વીકારવા એમાં દટ શ્રદ્ધાવાળા થવું પડે. ભગવાને કીધું તે અક્ષરે અક્ષર સાચું છે. એમાં લેશ પણ શંકા ન જોઈએ. ભગવાને કીધું કે ૬૦,૦૦૦ વર્ષ ઉત્કૃષ્ટ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy