SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ દુનિયાના ઠગારા ઉભા કરીએ તો પહેલો નંબર આપણો લાગે. ન ચિંતવવા જેવું ન બોલવા જેવું ને ન કરવા જેવું ઘણું કર્યું. કેઈકના વિશ્વાસઘાત કર્યા છે. એક નાનકડું પણ પાપ ભોગવવું પડે છે. તો લાખો પાપોથી ભરેલા આપણું શું થશે ? માછલા બનીને લાખો જીવોને ખાધા- મી નરકમાં ભયંકર ભૂખ, તરસ, ઠંડી, ગરમી ૩૩ સાગરોપમ ભોગવ્યા ને થોડો હલકો થઈને બહાર નીકળ્યા.તિર્યંચમાં આવ્યા. બંધ તૂટ્યા પણ અનુબંધ ન તૂટ્યા ને પાછા એ જ હિંસા - જૂઠ ચોરીના પાપો ચાલુ છે. હવે આ અનુબંધ તોડવા દુષ્કતગહીં સ્વીકારી લ્યો. અહીં એમ ના કીધું કે અનુબંધ તોડવા માસક્ષમણ ને પારણે માસક્ષમણ કરો, માત્ર સરળ ઉપાય બતાવ્યો. દુકૃતગહ કરો. ગુરૂમહારાજ પાસે પાપ પ્રગટ કરીને શુદ્ધિ કરી લ્યો. શલ્યોની શુદ્ધિ થતા આત્માનું ઓજસ વધે. શુદ્ધિ વધે ને આરાધનાના નવા નવા શિખરો સર થશે. બંધક મુનિની ચામડી ઉતારનાર રાજા દુષ્કૃતગહથી ત્યાંજ કેવળજ્ઞાન પામી ગયો. ગોશાળાને સદ્ગદ્ધિ જાગી ? અહીં મા દિવસે ગોશાળાની ભવિતવ્યતા જાગી. ગોશાળો એટલે જિનશાસનનો પ્રત્યેનીક છતાં કોક ક્ષણે સારો ભાવ આવી ગયો. મેં આ શું કર્યું મહાવીર ભગવાન તો ધર્મ ગુરુ કહેવાય. દીક્ષા લીધા બાદ કેટલીયવાર મરણમાંથી બચાવ્યો. હું જાણું છું કે આજ સર્વજ્ઞ છે. તેમણે શીખવેલી તેજલેશ્યા મેં તેમના પર છોડી છે. મારા જેવો અનાડી આ દુનિયામાં બીજો Jain Education International For Personal a Private Use Only www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy