SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ દેજો. કેમ માંગ્યું? મા બાપની કેટલી સેવા કરી ? આ તો પ્રાથમિક કર્તવ્ય છે. ભૂમિકા છે. કૃતજ્ઞતા ખાતર પણ ભક્તિ કરવાની છે. કૃતઘ્ન બન્યા. મા-બાપને ધર્મ પમાડયો ખરો ? માંદગીમાં સેવા કરી ? આપણે ક્યા સુકૃત ઉપર સદ્ગતિની અપેક્ષા રાખી શકીએ ? દેવલોક રસ્તામાં પડયો છે ? સુકૃત કર્યા તો કેટલા ? બે પૈસા જેટલા. ને સાથે પાપ કેટલા કર્યા ? પરલોકનો વિચાર કરો-મેં આ લોકમાં એવું શું કર્યું જે પરલોકમાં મને સાથે આવે. ઢંઢણૠષિ સાધુપણામાં ગોચરી જાય ને ગોચરી ન મળે. છ મહિના ફર્યા. ગયા ભવમાં ઢોરને નહોતું આપ્યું. માટે જ ! જીવનનું સરવૈયું કાઢો. જમા અને ઉધાર બનાવો. ભોગવ્યું તે ઉધાર ખાતે. ખાવુ-પીવું-ભોગવવું મોજ-મજા કરવી એ બધું debit. એની સામે જમાખાતું, કેટલી સાધર્મિકની ભક્તિ કરી, કેટલી તપશ્ચર્યા કરી ? એ કરી તો પણ ભાવપૂર્વકની કેટલી ? કંઈક વિચાર કરો, કે પછી પરલોકમાં જવાનું જ નથી? જવું જ પડશે. આ આયુષ્યકર્મ પૂરૂ થયું એટલી વાર. એક અંગૂઠાથી મેરૂને હલાવે એવી અચિંત્યશક્તિવાળા તિર્થંકરે પણ ઈન્દ્રને જવાબમાં કહી દીધું. એક ક્ષણ પણ આયુષ્ય હું વધારી ન શકું. જે સેકન્ડ ગઈ હશે તે બદલી શકાશે નહિ. આજના ભોગવવા પડતા દુઃખ એ ભૂતકાળના દુષ્કૃત્યનું પરિણામ છે. હવે એનાથી છૂટવા વારંવાર દુષ્કૃતગાં કરો, હું પાપી, દુરાચારી. હું ક્રોધ અભિમાન, લોભ, માયા, રતિ-અરતિ Jain Education International ૧૧૬ For Personal Private Use Only www.jainelibrary.org
SR No.005671
Book TitlePanchsutranu Parishilan
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2000
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy