Book Title: Mahavirni Sadhnano Marm
Author(s): Chandrahas Trivedi, 
Publisher: Anekant Bharati Prakashan
Catalog link: https://jainqq.org/explore/005328/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આચાયૅ મહાપ્રાના | "મહાવીર 6 સાધના વગ હૃચ'ને અાધારે - ICT વીર || माना। - ચંદ્રહાસ ત્રિવેદી Jain Educationa International છે . Page #2 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ * - આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી લિખિત ‘મહાવીર લી પાપના જ રહ્યું ના આધારે મહાવીરની સાધનાનો મર્મ * * * ર - " અનેકાના ભારતી પ્રકાશન અમદાવાદ-૧૫ Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધ સંપાદક : શુભકરણ સુરાણા . આવૃત્તિ : પ્રથમ, જુલાઈ ૧૯૯૪ કિંમત : ૪૦–૦ Us 7 $ : પ્રકાશક : સંતોષકુમાર સુરાણા નિદેશક, અનેકાન્ત ભારતી પ્રકાશન પ્રેક્ષા ધ્યાન એકેડેમી સંચાલિત ઈચારૂલ, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનું માર્ગ, અમદાવાદ-૩૮૦ ૦૧૫. ફોન : ૩૬૨પર૩, ૪૦૬૨૨૧ : મુદ્રણ : સુહાસ પ્રિન્ટેક પ્રા.લિ. ઈસનપુર, અમદાવાદ-૩૮૦ ૦૪૩ ફોન : : લેસર કંપોઝ : મારૂતિ પ્રિન્ટર્સ એન. આર. એસ્ટેટ, અભય એસ્ટેટ, સામે, તાવડીપુરા, શાહીબાગ, અમદાવાદ-૩૮૦ ૦૦૪. ફોન : ૩૧૨૩૧૨૩૪૫૫૫૯ Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ ... અર્પણ ... પૂ. આચાર્યશ્રી મહાપ્રજ્ઞને જેમના મનન-ચિંતનનો આધાર મળ્યો. - ચંદ્રહાસ ત્રિવેદી Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ વંદન-અભિનંદન સમગ્ર વિશ્વસાહિત્ય અને અધ્યાત્મજગતમાં જૈન ધર્મનું પ્રદાન માત્ર વ્યાપક જ નહિ, ગહન પણ છે. સુધર્માસ્વામી, ભદ્રબાહુસ્વામી, સિદ્ધસેન દિવાકર, હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય, કુંદકુંદાચાર્ય જેવા મનીષીઓ દ્વારા ઉપલબ્ધ જ્ઞાનગર્ભિત ગ્રંથોની પરંપરા યુગેયુગે વિશ્વને લાભાન્વિત કરતી રહી છે. એ અમર પરંપરામાં સામ્પ્રત સમયના સાધક અને ચિંતક આચાર્ય મહાપ્રજ્ઞનું નામ અધ્યાત્મ-નભોમંડળમાં તેજસ્વી તારલા સ્વરૂપ છે. મુનિ નથમલથી આચાર્ય મહાપ્રજ્ઞના પદને સુશોભિત કરનાર હે મહામનીષી, આપના ૭૫ મા જન્મદિવસે અનેકાન્ત ભારતી પ્રકાશન પરિવાર આપનાં શ્રી ચરણોમાં શત-શત વંદન કરી સહસ્રસહસ્ર અભિનંદન પાઠવે છે. આપશ્રી થકી અંકુરિત પ્રેક્ષાધ્યાનની કલ્પલતા આપશ્રીની જ અમૃતધારા દ્વારા વિકસતી રહે એવી વિનમ્ર મંગલ ભાવના. તેરાપંથના આદ્યસંસ્થાપક આચાર્ય ભિક્ષુને એરિસ્ટોટલ જેવા મહાન દાર્શનિકના પદે સ્થાપવામાં આપ જેવા મહાન દાર્શનિકની ભાષ્યશક્તિ જ સક્ષમ બની છે. આપનો વિનય અનન્ય છે. ગુરુ પ્રત્યેનો આપનો સમર્પણભાવ ઉદાહરણરૂપ છે. તેરાપંથ જૈન સંઘ એક જ આચાર્યની પરંપરા ધરાવે છે છતાં પૂજ્ય ગુરુદેવ અણુવ્રત અનુશાસ્તા સંત શ્રી તુલસી આપને આચાર્યપદે બિરાજમાન જોવાની લાગણીનું સંવરણ કરી ના શકયા તે વિશ્વઇતિહાસની વિરલ ઘટના છે. આપશ્રીએ આગમ સાહિત્યનું જે સંપાદન કર્યું છે તે વિશ્વસાહિત્યમાં અજોડ છે. સાહિત્યની એવી કોઈ વિધા નથી જેને આપશ્રીએ સુશોભિત ના કરી હોય. યોગ-ધ્યાનના સાહિત્યમાં આપે વિજ્ઞાનનો જે સમન્વય કર્યો છે તે અચરજપ્રેરક છે. આપના સાહિત્યના અણમોલ ગ્રંથરત્નોને ગુજરાતી ભાષામાં અનુવાદિત કરવાનો જે લહાવો અનેકાન્ત ભારતી પ્રકાશનને મળ્યો છે તે અમારા પરિવાર માટે હાથ ગ્રહીને મુક્તિ પંથે દોરનાર છે. સાહિત્યનાં લગભગ તમામ ક્ષેત્રોમાં આપશ્રીએ ખેડાણ કર્યું છે. ભાષા ઉપર આપનું પ્રભુત્વ અદ્ભુત છે. ગણાધિપતિ ગુરુદેવના શબ્દોમાં આપ નવી શૈલીના નિર્માતા છો. આપશ્રીએ ૧૨૫ કરતાં અધિક ગ્રંથો રચીને માનવવિશ્વ ઉપર શાશ્વત ઉપકાર કર્યો છે. Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષા અને સાહિત્ય આપશ્રીના ગ્રંથોના પ્રકાશનથી સમૃદ્ધ બન્યાં છે. આપ દ્વારા પ્રયોજાયેલ નૂતન શબ્દપ્રયોગોએ ગુજરાતી શબ્દકોષની સમૃદ્ધિમાં વૃદ્ધિ કરી છે. પ્રસ્તુત ગ્રંથ, આપની અમૂલ્ય નિધિ “મહાવીર કી સાધના કા રહસ્ય એ ગુજરાતના પ્રખ્યાત લેખક શ્રી ચંદ્રહાસ ત્રિવેદી અને શ્રીમતી સુમિત્રા ત્રિવેદીને જે રીતે ભાવતરબોળ કર્યા છે તેનું પરિણામ છે-તેની સાક્ષી છે. આપના અનેક ગ્રંથોનો ગુજરાતી અનુવાદ આ જિજ્ઞાસુ દંપતીએ કર્યો છે. અનેક ગુજરાતી સાહિત્યકારો માટે આપ પ્રેરણાસ્રોત બન્યા છો. અનેક વ્યાખ્યાતાઓ આપના ગ્રંથોનું પરિશીલન કરી ઉપદેશામૃત વરસાવે છે, અને અધ્યાત્મપ્રધાન ગુજરાતી ભાવકો તે દ્વારા મુગ્ધ અને ધન્ય થયા છે. આપના ૭૫ મા જન્મદિવસે ભારતની રાજધાની દિલ્હીમાં આપને “મહાવીરની સાધનાનો મર્મ સાદર અર્પણ કરીને લેખક તથા પ્રેક્ષા વિશ્વભારતી પરિવાર ધન્યતા અનુભવે છે. ૧ જુલાઈ, ૧૯૯૪ અમદાવાદ. ૦ શુભકરણ સુરાણા VI Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશક જગતના ધર્મપુરુષોમાં ભગવાન મહાવીર અદ્વિતીય છે અને તેમણે પ્રસ્થાપિત કરેલી સાધનાપદ્ધતિ પણ વિશિષ્ટ રહી છે. તેનું મુખ્ય કારણ છે તે તેમનું તત્ત્વચિંતન જે બધાથી નિરાળું છે. જૈન તત્ત્વજ્ઞાન પ્રમાણે આત્મા અને પરમાત્મા એમ બે ભિન્ન નથી. આત્મામાં જ પરમાત્મા બનવાની ક્ષમતા છે પણ આત્માની અનંત શક્તિઓ આવૃત થયેલી છે તેથી તે પરમાત્મા બની શકતો નથી. મહાવીરનો માર્ગ આત્મામાંથી પરમાત્મા બનવાનો છે. જેમ બીજમાંથી વૃક્ષ થાય છે કારણ કે એ નાનકડા બીજમાં વટવૃક્ષ થવાની ક્ષમતા છે તેમ આત્મા જ પરમાત્મા બની શકે છે. આત્માની બહાર કોઈ પરમાત્મા વસતો નથી. જીવ બહિર્ભાવોમાં રમતો હોય છે ત્યારે તે બહિરાત્મા છે. જ્યારે જીવ અંતર્મુખ બનીને અંતરના ભાવોને સ્પર્શે છે અને તેને પકડે છે ત્યારે ત્યારે તે અંતરાત્મા બને છે. અંતર્મુખ થયેલો જીવ આત્માને આવૃત કરતાં - ઢાંકી દેતાં બધાં પડળોને દૂર કરી નાખે છે ત્યારે તે પરમાત્મા બની જાય છે. જૈનદર્શને મોક્ષ કે મુક્તિ વિષે પણ આગવું ચિંતન કર્યુ છે. જૈન મતે મોક્ષ ભૌગોલિક છે તેના કરતાં ભાવાત્મક વધારે છે. જીવે પોતાનો મોક્ષ કરવાનો છે – કર્મનાં બંધનોમાંથી જીવે પોતે જ મુક્ત થવાનું છે. આ માટે જીવે પોતે પુરુષાર્થ કરવાનો છે. એમાં પરમાત્માના અનુગ્રહથી કામ ન સરે. જીવનો મોક્ષ ઈશ્વરેચ્છાને આધીન નથી. મુક્તિ માટે જીવે પોતે સંકલ્પ કરી પુરુષાર્થ કરવાનો છે. જૈનોને મતે ઈશ્વર પણ આપણા સમાન જીવ છે, જે પોતાનાં બધાં કર્મોને ખપાવીને પરમાત્મા બની ગયો છે. આપણે તેને ભગવાન ગણી સેવા-પૂજા-વંદન-અર્ચન કરીએ છીએ તે એક આલંબન લેવા માટે. ભગવાન જેવું કોઈ પુષ્ટ આલંબન નથી પણ તે કંઈ મદદ કરવા ન આવે. ભગવાન આપણને તારે નહિ પણ તેણે બતાવેલો માર્ગ આપણને તારે. તરવાનું તો આપણે જ છે. મોક્ષની વાત અન્ય દર્શનોએ કરી છે પણ તેમની મોક્ષ વિષેની કલ્પના અને જૈનદર્શનની કલ્પનામાં પાયાનો ભેદ છે અને તેથી તો જૈન સાધનામાર્ગ અન્ય દર્શનોથી જુદો પડે છે. વેદાંતનો મોક્ષ સાધનાની ચરમસીમા છે અને તેનું ફળ બ્રહ્મલીનતામાં છે. બૌદ્ધોને મતે ક્લેશરહિત ક્ષણ તે જ મોક્ષ છે જ્યારે જૈનોને મતે અનંત ચતુષ્ટયીનો આવિર્ભાવ મોક્ષ છે. અનંત ચતુષ્ટયી એટલે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય અને અવ્યાબાધ સુખ. આત્મામાં આ અનંત પડેલું જ છે પણ તે દબાયેલું છે. સાધના દ્વારા ઉપરનાં આવરણો VII Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ દૂર થતાં આ અનંત ચતુષ્ટયનો આવિર્ભાવ થાય. આ માટે જીવે સર્વ કર્મનો ક્ષય કરવો પડે જે અનાદિકાળથી તેની સાથે ઓતપ્રોત થઈને પડેલાં છે અને જેને કારણે જીવ કર્મના વિષચક્રમાં ફસાઈને ભવભ્રમણ કર્યા કરતો હોય છે. મહાવીરની સાધના સમજવા માટે જૈન તત્ત્વજ્ઞાનમાં રહેલી પાયાની આ વાત જાણવી ખૂબ જરૂરી છે - જે અન્ય ધર્મોથી નિરાળી છે. મહાવીરે જીવના સંપૂર્ણ સુખ માટે સર્વાગી રીતે વિચાર કરવા જે પદ્ધતિ અપનાવી તે અનેકાંત તરીકે ઓળખાઈ. અનેકાંતમાં વિષયનો અનેક દષ્ટિકોણથી અને અનેક અપેક્ષાએ વિચાર કરવામાં આવે છે. તેથી જૈનદર્શન કોઈ પણ વિચારધારાનો સદંતર નિષેધ નથી કરતું પણ કઈ અપેક્ષાએ એ વિચાર માન્ય રાખી શકાય અને કઈ અપેક્ષાએ તે અસ્વીકાર્ય બની રહે છે તેનું સ્પષ્ટ નિર્દેશન કરે છે. અનેકાંતને બરોબર ન સમજવાને કારણે ઉપર ઉપરથી એમ લાગે પણ ખરું કે જૈનદર્શન સંદેહાત્મક છે; અને વસ્તુનો સ્પષ્ટ નિર્ણય કરતું નથી. જ્યારે વાસ્તવિકતામાં તે અનેક અપેક્ષાએ વિચાર કરી વિષયનું વર્ણન કરે છે તેથી તેની દષ્ટિ સર્વગ્રાહી અને સચોટ રહે છે. ભગવાન મહાવીરની સાધનાપદ્ધતિ સમજવા માટેની પૂર્વ શરત છે કે મહાવીરનું તત્ત્વચિંતન થોડું પણ સમજાયેલું હોવું જોઈએ અને તો જ આપણે તેના મર્મને પકડી શકીએ. મહાવીરે દરેક વાત અમુક અપેક્ષાએ કરેલી છે તેથી જો તે અપેક્ષાને દૂર રાખીને મહાવીરની વાતનું અર્થઘટન કરવામાં આવે તો આપણે અર્થનો અનર્થ કરી બેસીએ કે તેના મર્મને ચૂકી જઈએ. મહાવીર સર્વજ્ઞ છે તો તેમના તત્ત્વજ્ઞાનને સમજવા માટે અને સમજાવવા માટે મહામનીષી જોઈએ. આ કાળમાં આપણા સદ્ભાગ્યે આચાર્ય મહાપ્રજ્ઞ વિદ્યમાન છે અને તેમણે આ વિકટ કાર્ય હાથ ધર્યું છે અને તેની ફલશ્રુતિ રૂપે અનેક પુસ્તકોની હારમાળા સર્જાઈ છે. મહાપ્રશે આ વિષય ઉપર ઘણું ચિંતન કરી ભગવાન મહાવીરની સાધનાના રહસ્યનું ઉદ્ઘાટન કર્યું છે. ભગવાન મહાવીરની સાધનાનો મર્મ આમ તો સંવર અને નિર્જરામાં સચવાયેલો છે. સંવર એટલે બહારથી આવતાં કર્મ, વાસના, સંસ્કાર ઇત્યાદિને રોકવાં. નિર્જરા એટલે અંદર પડેલાં ગાઢ કર્મ, સંસ્કારો અને વાસનાઓને નિર્જરવાં-ખેરવવાં. સંવર અને નિર્જરા સાથી જે જીવ કર્મરહિત દશા પ્રાપ્ત કરે તે કૃતકૃત્ય થઈ જાય અને પરમાત્મ દશાને સિદ્ધ કરે. આ મર્મનો વિસ્તાર અને વિશ્લેષણ એટલે સાધનાનાં રહસ્યોનું ઉદ્ધાટન. આમ વાત જેટલી સહેલી દેખાય છે એટલી સરળ નથી. મહાપ્રણે સૂત્રોમાં રજૂ થયેલાં સાધનારહસ્યોને ખોલ્યાં છે, સમજાવ્યાં છે અને વર્તમાન સંદર્ભમાં રજૂ કર્યા છે. VU Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ આચાર્યશ્રીએ સાધનાનાં ગહન રહસ્યો સમજાવતાં એ વાત પણ સ્પષ્ટ કરી છે કે સાધનામાં ફક્ત આત્મા અને પરમાત્માની જ વાત હોય એ માન્યતા ભ્રામક છે. સમગ્ર સંસાર સંક્રમણનો સંસાર છે. સાધનામાં શરીર અને સમાજ પણ મહત્ત્વનાં છે. પ્રકંપનોના આ સંસારમાં કોઈ વ્યક્તિ નિતાંત એકલી નથી રહી શકતી. અનેકનો પ્રભાવ તેના ઉપર પડે છે અને તેનો પ્રભાવ અન્ય ઉપર પડે છે. મહાપ્રજ્ઞશ્રીનું ચિંતન સમુદ્રના તળ સુધી પહોંચે છે તો ઉપરની સપાટી ઊછળતાં મોજાંઓને પણ આવરી લે છે. આમ તેમનું ચિંતન સર્વગ્રાહી બની રહ્યું છે. સાધનાના સિદ્ધાંતો પાછળ રહેલી વૈજ્ઞાનિક ભૂમિકા પણ તેમણે સ્પષ્ટ કરી છે. આ પુસ્તકની વિશિષ્ટતા એ છે કે સાધનાના મર્મને એના પારંપારિક મૂલ્યો જાળવી રાખીને વર્તમાન સંદર્ભમાં વૈજ્ઞાનિક રીતે રજૂ કરવામાં આવ્યો છે. ભગવાન મહાવીરની સાધનાનાં રહસ્યોને સ્કુટ કરતા આચાર્ય શ્રી મહાપ્રજ્ઞના પુસ્તક અને વ્યાખ્યાનોને આધારે મેં આ પુસ્તક સ્વતંત્ર રીતે લખ્યું છે પણ એ બાબત મેં ખાસ ચીવટ રાખી છે કે કયાંય મહાપ્રન્ને રજૂ કરેલા અર્થને ક્ષતિ ન પહોંચે. મહાપ્રજ્ઞશ્રીને પાર્શ્વભૂમિકામાં રાખીને જ મેં આ પુસ્તકમાં સાધનાનાં રહસ્યોનું વિવરણ કર્યું છે. આચાર્યશ્રીના ચિંતનને આધારે આમ સ્વતંત્ર રીતે પુસ્તક લખવાનો વિચાર મેં રજૂ કર્યો ત્યારે તે અનેકાંત ભારતી પ્રકાશનને સ્વીકાર્ય નહિ બને તેવી મને ભીતિ હતી પણ જ્યારે શ્રી શુભકરણ સુરાણાજીએ મારી વાત વધાવી લીધી ત્યારે મને સાનંદાશ્ચર્ય થયું અને મેં તત્કાળ પુસ્તક લખવાનું શરૂ કર્યું. મને શ્રદ્ધા છે કે વાચકને આ પુસ્તક ગમશે તેમજ સાધનાપથમાં ઘણું ઉપકારક નીવડશે. મૂળમાં જૈન તત્ત્વજ્ઞાન અને સિદ્ધાંતની વાત છે. વળી, વિષય ગહન છે એટલે જૈન પારિભાષિક શબ્દોથી દૂર રહેવું અશક્ય હતું છતાંય બને એટલી સરળતા રાખવા પ્રયાસ કર્યો છે અને પાછળ પારિભાષિક શબ્દોની સમજ આપતી સૂચિ પણ મૂકી છે, જૈનો તેમજ જૈનેતરો સૌને આ પુસ્તક દિશા આપનારું અને સાધનામાર્ગમાં જોડનારું નીવડશે તો મારો પ્રયાસ સાર્થક થશે. - ચંદ્રહાસ ત્રિવેદી માર્ચ ૩૧, ૧૯૯૪ સુહાસ' ૬૪, જૈનનગર અમદાવાદ-૩૮૦ ૦૦૭ X Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ આભાર-દર્શન મહાવીરની સાધનાના રહસ્ય જેવા ગંભીર વિષય ઉપરના પોતાના પુસ્તક અને વ્યાખ્યાનોને આધારે મને પુસ્તક લખવા માટે અનુમતિ આપવા બદલ આચાર્યશ્રી મહાપ્રજ્ઞ પ્રત્યે મારી હૃદયપૂર્વકની કૃતજ્ઞતાની લાગણી પ્રગટ કરું છું. આ પુસ્તક લખતી વખતે વિચાર-વિનિમય કરવા માટે શ્રીમતી સુમિત્રા ત્રિવેદી, આ પુસ્તકનું પ્રકાશન કરવાનું સ્વીકારી મને પ્રોત્સાહન આપવા માટે અનેકાંત ભારતી પ્રકાશન અને શ્રી શુભકરણ સુરાણાજી, આ પુસ્તક છાપવામાં ખંતથી સહયોગ આપવા બદલ મારુતિ પ્રિન્ટર્સ અને શ્રી શ્રેણિકભાઈ, એમ સૌનો હું આભાર માનું છું. Jain Educationa International X For Personal and Private Use Only ચંદ્રહાસ ત્રિવેદી Page #13 -------------------------------------------------------------------------- ________________ ક્રમ પ્રકરણ ૧. સાધનાનો મર્મ ૨. ચેતનાનું જાગરણ ૩. શરીરનો સહયોગ ૪. કાયસંવર ૫. પ્રાણશક્તિ ૬. શ્વાસસંવર . ઇન્દ્રિયસંવર ૮. વાણીનો સંવર ૯. મૌનની શક્તિ ૧૦. મૌનનું સ્વરૂપ ૧૧. મનનો વિલય ૧૨. વ્યક્તિત્ત્વનું નિર્માણ ૧૩. ભોજનનો વિવેક ૧૪. ૧૫. ૧૬. ૧૭. આત્માનો સાક્ષાત્કાર ધ્યાનસૂત્ર ધ્યાનમીમાંસા ધ્યાનની ભૂમિકા અને પ્રયોજન ૧૮. આંતરિક જાગરૂકતા ૧૯. સામાયિક સમાધિ વિનયસમાધિ ૨૦. ૨૧. જ્ઞાનસમાધિ ૨૨. તપસમાધિ .૨૩. દર્શનસમાધિ ૨૪. ચરિત્રસમાધિ ૨૫. શબ્દ-સમજ અનુક્રમ Jain Educationa International KI For Personal and Private Use Only પૃષ્ઠ) ૧ ૧૦ ૧૬ ૨૨ ૩૦ ૩૭ ૪૫ ૫૪ ૬૧ ૬૯ ૭૫ ૮૧ ૮૯ ૯૪ ૧૦૧ ૧૧૫ ૧૨૧ ૧૨૮ ૧૩૪ ૧૪૦ ૧૪૬ ૧૫૩ ૧૬૪ ૧૭૧ ૧૭૮ Page #14 -------------------------------------------------------------------------- ________________ Y: અર્થસૌજન્ય : - સ્વ. પૂજ્ય પિતાજી શ્રી ભંવરલાલજી સુરાણાની ચંદનમલ સુરાણી ૯ નિર્મલકુમાર સુરાણા અરૂણા પ્રોસેસર્સ પ્રા.લિ. 95, હીરાભાઈ માર્કેટ, અમદાવાદ-22 O : 50O15 FAX : 079-35914 Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય મહાપ્રશ્ન Jain Educationa International Page #16 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ સાધનાનો મર્મ દ રિ િ આપણો જન્મ અજાણ્યો છે અને આપણું મૃત્યુ પણ એવું અણજાણ્યું છે. બન્ને અજ્ઞાત વચ્ચેનો માર્ગ તે આપણું જીવન છે. જન્મ પહેલાં આપણે હતા કે નહિ અને જો હતા તો કયાં હતા, કેવા હતા તેનો આપણને કંઈ ખ્યાલ નથી. એ જ રીતે મૃત્યુ પછી આપણે હોઈશું કે નહિ હોઈએ અને હોઈશું તો કેવા સ્વરૂપે હોઈશું, કયાં હોઈશું, કેવા સંજોગોમાં હોઈશું તેનો આપણને ખ્યાલ નથી. જન્મ અને મૃત્યુ આપણા હાથની વાત નથી પણ બન્ને વચ્ચેનું જીવન આપણું છે – આપણા હાથમાં આવી ગયું છે. આમ, આપણું જીવન મહામૂલું છે તેથી સુજ્ઞ મનુષ્ય તેનો ઉત્તમ ઉપયોગ કરીને જે કંઈ ઈષ્ટ છે તેને પ્રાપ્ત કરી લેવું જોઈએ. જન્મ અને મૃત્યુ ઉપર આપણો કોઈ કાબૂ નથી અને મૃત્યુ ક્યારે આવીને ઊભું રહેશે તે કહી શકાય તેમ નથી. મનુષ્યજીવન આપણને આપણા ખ્યાલ બહાર મળી ગયું છે. મૃત્યુ પછી જીવન હશે કે નહિ તે કલ્પનાનો વિષય છે, તર્કનો વિષય છે, માન્યતાનો વિષય છે પણ અત્યારે તો આપણા હાથમાં જીવન છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. એકવાર આ જીવન ખોઈ નાખ્યા પછી શું હશે, શું થશે તે વિષે આપણે કંઈ કહી શકતા નથી તો પછી જે જીવન મળ્યું છે તેને સાધી લેવામાં શાણપણ છે. સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય એક જ એવું પ્રાણી છે કે જેને મન અને બુદ્ધિ પ્રાપ્ત થયેલાં છે. મનુષ્ય-જીવનમાં જ સાર અને અસારનો વિવેક કરી શકાય છે. જે કંઈ સાર છે તેને પ્રાપ્ત કરી લેવાનો અને જે કંઈ અસાર છે તેને ફેંકી દેવાનો પુરુષાર્થ પણ મનુષ્ય-જીવનમાં થઈ શકે છે. બાળપણ તો મોટે ભાગે અજ્ઞાનમાં વીતે છે પણ જીવ જ્યારથી સમજણના ઘરમાં આવે છે ત્યારથી તે વિચાર કરતો થઈ જાય છે કે આ જીવનનો કંઈ હેતુ ખરો? કે પછી જન્મવું-ખાવું-પીવું-વૃદ્ધ થવું અને છેવટે મૃત્યુ પામવું એટલી જ જીવનની ઘટમાળ છે? સામાન્ય રીતે મોટા ભાગના લોકો ઓઘ સંજ્ઞાથી એટલે કે પરંપરાથી ચાલી આવતી રીતરસમથી જીવન વ્યતીત કરે છે કે વેડફી નાખે છે. પણ જે થોડાક લોકો વિચારશીલ હોય છે તે જીવનના હેતુ વિષે વિચાર કરે છે - ચિંતન કરે છે.. જીવન વિષે વિચાર આવવો એ તત્ત્વજ્ઞાનનું પ્રથમ પગલું છે. બસ, આ પગલાથી અધ્યાત્મ-જીવનની ખરી શરૂઆત થાય છે. આ પહેલાંનું જીવન તાત્ત્વિક અર્થમાં જીવન નથી હોતું. કોઈ પણ કારણે જીવન વિષે વિચાર આવે એવો પ્રથમ પ્રશ્ન એ થાય કે જીવનનો કંઈ અર્થ ખરો ? અર્થ હોય તો તે શું છે? મૃત્યુ નિશ્ચિત છે અને ગમે ત્યારે, ગમે તે સ્થળે, ગમે તે રીતે તે આવી શકે છે તો પછી જીવનમાં શું મેળવી લેવા જેવું છે અને તે કેવી રીતે મેળવી શકાય એનો સુજ્ઞ પુરુષ વિચાર કરવા માંડે છે. વિચાર કરતાં જીવનનું જે પ્રાપ્તવ્ય લાગે તે સાધ્ય : છે અને તે મેળવવા જે માર્ગ ગ્રહણ કરવામાં આવે તે સાધનાપથ છે. આ માર્ગ ઉપર જે યાત્રા થાય - જે પ્રક્રિયા થાય તે સાધના છે. આપણા જીવનની એ મહાન કરુણતા છે કે મોટા ભાગના લોકો જીવનમાં શું મેળવવું છે એ બાબત પણ સ્પષ્ટ નથી હોતા; ત્યાં સાધનાની તો વાત જ શી કરવી ? જ્યાં સાધનાની વાત ન હોય ત્યાં સાધના કે સાધનાના મર્મ વિષે તો વિચાર જ ક્યાંથી હોય ? જીવ માત્ર સુખનો ઇચ્છુક છે અને સુખ માટે તો તે જીવનભર પ્રવૃત્તિ કરે છે. પણ આ સુખ શું છે ? જીવનની પ્રવૃત્તિ હંમેશાં ઇન્દ્રિયોના વિષયો તરફ રહે છે. ઇન્દ્રિયો કયારેય તૃપ્ત થતી નથી અને સરવાળે – ૨ – ––– મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ તેમાંથી દુઃખની જ પ્રાપ્તિ થાય છે. સુખનો સાગર આપણી અંદર લહેરાય છે પણ આપણે સુખની શોધ બહાર કરીએ છીએ. સામાન્ય રીતે ઈન્દ્રિયોના વિષયો તરફ આપણું પ્રવર્તન રહે છે અને ઇન્દ્રિયોના વિષયોમાંથી નિવર્તન થતાં સુખની આપણને ઝાંખી થાય છે. આપણી ચેતના હજાર હજાર માર્ગે બહાર દોડે છે અને સુખ માટે ભટકયા કરે છે પણ સાચું સુખ આપણને ક્યારેય મળતું નથી. જે આપણને સુખ લાગે છે તે પણ વાસ્તવિકતામાં સુખાભાસ હોય છે. આપણે સાચા સુખનો સ્વાદ કયારેય માણ્યો નથી. અરે, તેનો સ્વાદ પણ ચાખ્યો નથી. એક વાર એ સુખનો સ્વાદ ચાખવા મળે પછી આપણે કયારેય ઇન્દ્રિયોના વિષયો તરફ નહિ દોડીએ. એક વખત એ પ્રતીતિ થઈ જાય કે સુખનો સાગર આપણી અંદર લહેરાય છે પછી આપણી દિશા બદલાઈ જાય છે. ભગવાન મહાવીરે કહ્યું - "પુરુષ અનેક ચિત્તવાળો છે.” આપણી પાસે હજારો ચિત્ત છે એટલે કે આપણી ચેતના સહમ મુખે બહારની બાજુ વહે છે. આપણી ચેતના ક્ષણે ક્ષણે ખંડ-ખંડ થઈને અહીં તહીં વહી રહી છે. કદી આંખના વિષયો ઉપર, તો કદી જીભના વિષયો તરફ તો કદી શ્રવણના અને સ્પર્શના વિષયો પ્રતિ. આપણું મન તો કેટલીય કલ્પનાઓ કરીને ચારે બાજુ દોડ્યા કરે છે, આપણે ઇચ્છાઓ અને આકાંક્ષાઓની ખેંચતાણ વચ્ચે રહેંસાઈ જઈએ છીએ. આપણી વાસનાઓ આપણને ચારે બાજુ ભટકાવે છે પરિણામે આપણે થાકી જઈએ છીએ. એક વિષયથી બીજા તરફ, તો વળી બીજાથી ત્રીજા ઉપર; આમ, આપણી ચેતનાનો પ્રવાહ ખંડ ખંડ થઈને અનેક મુખે વહી રહ્યો છે. જે ક્ષણે એ પ્રતીતિ થઈ જાય કે સુખ અંદર છે અને બહાર નથી; તે જ ક્ષણે આપણી ચેતનાના પ્રવર્તનની દિશા બદલાઈ જાય છે અને તે અંદરની તરફ વહેવા લાગે છે – જ્યાં સુખનું કેન્દ્ર છે, જ્યાં શાંતિ છે, પરમ શાંતિ છે. સાધનાનો અર્થ છે સહસ્ર ખંડોમાં વિભક્ત થઈને બહાર વહેતી ચેતનાની દિશાનું પરિવર્તન. ચેતનાનો પ્રવાહ અંદર તરફ વળતાં તેની એક ધારા થઈ જાય છે જે ઘણી પ્રબળ બની જાય છે. જે ચેતના અત્યાર સુધી બહિર્મુખી હતી તે હવે અંતર્મુખ થાય છે, જે વિભક્ત હતી તે હવે સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ અવિભક્ત થાય છે. આ દિશા-પરિવર્તન થતાં સાધનાની શરૂઆત થાય છે. જીવનભર આપણે અનેક પ્રવૃત્તિઓ કરતા હતા તેમાંથી કોઈ પણ આપણને ગંતવ્ય સ્થાને લઈ જનાર ન હતી કારણ કે મૂળમાં જ દિશા ખોટી પકડી હતી. સાચી દિશામાં જ્યાં સુધી પ્રયાણ ન થાય ત્યાં સુધી લક્ષ્ય ઉપર પહોંચવાની વાત જ કેવી રીતે થાય ? આપણી અંદર સુખનો સાગર પડેલો છે જે આપણું અસ્તિત્વ છે. તેમાં કેટલાય તરંગો ઊઠે છે અને કેટલાય તરંગો વિરમે છે. સાગરમાં એક પછી એક મોજાં આવતાં રહે છે. ઊછળતાં-કૂદતાં મોજાં છેવટે કિનારે પહોંચતા પહોંચતામાં તૂટી-ફૂટીને સાગરમાં વિલીન થઈ જાય છે. આપણે તરંગો ઉપર સવાર થઈને જીવ્યા કર્યા કરીએ તો ક્યાંય ન પહોંચી શકીએ. તરંગોની નિયતિ છેવટે જીર્ણશીર્ણ થઈને તૂટી જવાની છે. આપણે આપણા અસ્તિત્વને પામવાનું છે જેમાંથી આ બધા તરંગો ઊઠે છે. આપણે અસ્તિત્વને ઓળખવાનું છે. અસ્તિત્વ એ આપણું મૂળ સ્વરૂપ છે. અસલી સ્વરૂપને પામવા માટે આપણે અસ્તિત્વના સાગરમાં ડૂબકી મારવાની છે. એક વાર સાગરનાં ઊંડાણ જોયા પછી તરંગો આપણને કયારેય પ્રભાવિત નહિ કરે. ક્ષણે ક્ષણે ઊછળતા, તૂટતા-ફૂટતા તરંગો એ આપણો સ્વભાવ નથી. આપણા જીવનની પ્રવૃત્તિઓ અને બધી મથામણ તરંગોના જેવી ક્ષણજીવી છે. વાસનાઓના તરંગો ઉપર સવાર થયેલું જીવન છેવટે તરંગોની જેમ જ જીર્ણ-શીર્ણ થઈને ફીણ ફીણ થઈને છેવટે નષ્ટ થઈ જાય છે. વાસ્તવિકતામાં અસ્તિત્વનો સાગર આપણું સ્વરૂપ છે, નહિ કે ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતા અને નષ્ટ થતા તરંગો. આપણી વિકાસયાત્રા અસ્તિત્વના સાગર પ્રતિ છે. એ આપણી સાધનાનો માર્ગ છે. સાધનાના ક્ષેત્રમાં એક વાર ચેતનાની દિશાનું પરિવર્તન થઈ જાય અને તે અંતર્મુખી થઈ જાય પછી પ્રશ્ન રહે છે ચેતનાની અખંડિતતાનો અને એકાગ્રતાનો. દિશા પરિવર્તન થઈ ગયા પછી એ પ્રશ્ન એટલો મુશ્કેલ નથી. ચેતના એકાગ્ર થતાં તે સહજ રીતે સાધ્ય સાથે તન્મય થઈ જાય છે. અધ્યાત્મના ક્ષેત્રમાં તો શું પણ ભૌતિક ક્ષેત્રમાં પણ ચેતનાની – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ સફળતા મેળવવા. ગણિત હોય કે છે. જે લોકો એ એકાગ્રતા ખૂબ મહત્ત્વની છે. કલા હોય કે શિલ્પ હોય, ગણિત હોય કે બીજી કોઈ અન્ય બાબત હોય પણ સફળતા મેળવવા માટે એકાગ્રતાની ખૂબ જરૂર રહે છે. જે લોકો એકાગ્રતા સાધી શક્યા, પોતાના ધ્યેય સાથે તન્મય થઈ શક્યા તેઓ જ પોતે પોતાના ક્ષેત્રમાં સફળ થઈ શક્યા છે. ચેતનાની ધારા એક વખત એકાગ્ર થઈને પોતાના લક્ષ્ય તરફ વહેવા લાગે છે પછી લક્ષ્યવેધ થતાં વાર નથી લાગતી. અધ્યાત્મના ક્ષેત્રમાં લક્ષ્ય છે આપણું અસ્તિત્વ જે આપણું મૂળ સ્વરૂપ છે. તેની સાથે તન્મય થતાં અભેદ સધાય છે પછી કંઈ સાધવાનું રહેતું નથી. અસ્તિત્વમાં અનંત સુખનો સાગર લહેરાય છે. ત્યાં અનંત આનંદ ઊમટી રહ્યો છે. પણ આપણી મુશ્કેલી એ છે કે આપણે હંમેશાં અસ્તિત્વને ભૂલીને તેના પરિણમન સાથે તાદાભ્ય સાધીએ છીએ તેથી આપણી સફર કયારેય પૂરી થતી નથી. જીવનભર રખડવા છતાંય આપણે આપણા લક્ષ્યથી કેટલાય દૂર રહી જઈએ છીએ અને સાચું સુખ, સાચી. શાંતિ આપણે કયારેય પ્રાપ્ત કરી શકતા નથી. ઘણીવાર તો એવી વિષમ પરિસ્થિતિ સર્જાય છે કે લક્ષ્ય તો કયાંય રહ્યું અને આપણે ઊલટાના તેનાથી વધારે દૂર નીકળી ગયા હોઈએ છીએ. અમૂલ્ય માનવ-ભવ પામીને જો આપણે વિકાસ ન સાધીએ, જીવનના લક્ષ્ય પ્રતિ ગતિ પણ ન કરી શકીએ તો તેના જેવી બીજી કરુણતા શું હોઈ શકે ? ' આપણું અસ્તિત્વ જે મૂળ વાત છે તે મહદંશે અવ્યક્ત રહે છે તેથી આપણે તેનાથી અજ્ઞાત રહીએ છીએ. આપણી પરિણતિ ઇચ્છાઓ, આશાઓ, વાસનાઓ, નિરાશા અને હતાશાઓ સાથે થયા કરે છે. આપણે તેને જ સત્ય માનીને જીવીએ છીએ. આ જીવન ફક્ત સપાટી ઉપરનું હોય છે. અસ્તિત્વમાં આપણે કયારેય ડૂબકી મારતા નથી તેથી આપણે અપૂર્ણના અપૂર્ણ જ રહીએ છીએ. જે ક્ષણજીવી છે તેની પાસે આપણે શાશ્વતતા ઝંખીએ છીએ. જે સ્વભાવથી નાશવંત છે તેની પાસે અમૃતની ઝંખના રાખીએ છીએ. જેની પાસે કંઈ જ નથી તેની પાસે સર્વ કંઈની અપેક્ષા રાખીને હાથ લંબાવીને ઊભા રહીએ છીએ. જીવનભર આપણે હોંશે હોંશે જે ભાર વેંઢારીને ફરીએ છીએ તેની કંઈ કિંમત નથી. સાધનાનો મર્મ ૫ - Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ આપણે કૂડા-કરકટનાં પોટલાં ઊંચકીને જીવનભર ફર્યા કરીએ છીએ જેને આપણે કયારેય ઉતારી શકતા નથી. આપણે આપણા જ ભાર નીચે દબાઈ જઈએ છીએ છતાંય એ ભાર ઉતારવાની આપણને સૂઝ પડતી નથી એ વિચિત્રતા શું ઓછી છે ? સાધના છેવટે શું છે ? જે તુચ્છ વસ્તુઓનાં પોટલાં ઉપાડીને આપણે જીવનભર ફરીએ છીએ તેને ઉતારી નાખવાની પ્રક્રિયા સાધના છે. આપણે કોડીઓ ભેગી કર્યા કરીએ છીએ અને હીરા છોડી દઈએ છીએ. આમ તો આપણે કેટલાય જન્મો ફર્યા કરીશું તો પણ આપણે આત્માની સમૃદ્ધિ કયારેય મેળવી શકીશું નહિ. આપણી અંદર કેટલાય વિકારો ખદબદે છે, કેટલીય વાસનાઓ સઘન થઈને અંદર પડી છે. કેટલીય તૃષ્ણાઓએ અંદર અડ્ડો જમાવ્યો છે. આ બધું આપણને આપણા અસ્તિત્વ સુધી પહોંચવા દેતું નથી. આ બધાએ આપણા અંતરનો માર્ગ એવી રીતે રોક્યો છે કે આપણે સત્યની ઝાંખી પણ કરી શકતા નથી. - આપણી પરિસ્થિતિ ખૂબ વિકટ છે. અંદર બેઠેલી વાસનાઓ અને તૃષ્ણાઓ આપણને બહારની બાજુ ઘકેલે છે અને તેના દોર્યા આપણે દોડ્યા કરીએ છીએ. બીજી બાજુ બહારની વસ્તુઓ - જડ અને ચેતનએ બધાનો પ્રભાવ આપણને અંદર ધકેલે છે અને તેની પ્રતિક્રિયા રૂપે પણ આપણે પ્રવૃત્ત થતા રહીએ છીએ. આમ, આપણું સમસ્ત જીવન અંદરના આવેગો અને બહારના પ્રભાવો વચ્ચે અથડાતું રહે છે. નથી આપણે બહારના પ્રભાવોને રોકી શકતા કે નથી આપણે અંદરના આવેગો સામે ટકી શકતા. આપણે અસહાય બનીને આ બન્ને પ્રવાહોની વચ્ચે અથડાતા-કૂટાતા આપણું મહામૂલું જીવન વેડફી નાખીએ છીએ. જીવનનો અંત નજીક આવે છે ત્યારે આપણને લાગે છે કે આપણે કયાંયના ના રહ્યા. કોડીના મૂલ્ય વેચાઈ ગયા. જે જીવનની ક્ષમતા સુખના સાગરના તળ સુધી પહોંચવાની હતી તે ક્ષમતા આપણે ખાબોચિયામાં છબછબિયાં કરીને ખર્ચી નાખી. અસ્તિત્વનો આનંદ આપણાથી જોજનો દૂર રહી ગયો. આપણે કેવળ હોવાના આનંદની કયારેય અનુભૂતિ કરી નથી. અસ્તિત્વનો આ આનંદ મેળવવા માટે આપણે ઘણું બધું ખોવું પડે છે. – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ જે શેષને - બાકી બધી બાબતોને હોઈ શકે છે તે જ આસ્તત્વને પામી શકે છે. સાધનાનો માર્ગ ખોવાનો માર્ગ છે. અસ્તિત્વ સિવાય જે બધું આપણી અંદર ભરાયું છે તે બધાને ફેંકી દેવાનું છે. આપણી અંદરનો જૂનો કચરો બહાર કાઢવાનો છે અને નવો કચરો અંદર ન જાય તેની કાળજી રાખવાની છે. પણ આપણે વ્યવહારિક ગણિત હંમેશાં મેળવવાની ભાષા જાણે છે. અધ્યાત્મનો માર્ગ આત્માના આવિર્ભાવનો માર્ગ છે જેમાં કે પોતાના અસ્તિત્વ સિવાયની બધી જ વાતો - વિભાવો ખોવાના છે. અધ્યાત્મનું ગણિત વ્યવહારના ગણિતથી ઊલટું છે. વ્યવહારનાં લેખાં-જોખાં અધ્યાત્મમાં કામ નથી લાગતાં. જ્યારે આપણને મેળવવાની વાત મહત્ત્વની નહિ લાગે અને ખોવાની વાત સમજાશે ત્યારે આપણી સાધનાની સાચી શરૂઆત થશે. સાધનામાં આત્માને ઓળખવાનો છે પણ શરીરને ય જાણવું જરૂરી છે. ભગવાન મહાવીરે કહ્યું, "જે બહારને જાણે છે તે જ અંદરને જાણે છે; જે અંદરને જાણે છે તે બહારને જાણે છે." ભગવાન મહાવીરની સાધનાપદ્ધતિ એ રીતે વિશિષ્ટ રહી છે. એમાં આત્મા અને શરીર બન્નેને જાણવાની-સમજવાની વાત છે. બન્નેના ગુણધર્મો જાણીએ તો જ બન્ને વચ્ચેના સંબંધો સમજાય. આત્મા અને શરીર બન્નેના સંબંધો યથાર્થ રીતે જે સમજે છે તેની સાધનાનો માર્ગ સરળ બને છે. સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ચેતનાનું જાગરણ જે પણ હિ ડિ હિ હ હિ /િ આગમ સાહિત્યમાં જયંતી ઉપાસિકાની એક વાત આવે છે. તે ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછે છે, "ભગવાન ! માણસો સૂઈ જાય તે સારું કે તેઓ જાગતા રહે તે સારું ?” ભગવાન કહે છે - "કેટલાક લોકો સૂઈ જાય તે સારું અને અમુક લોકો જાગતા રહે તો સારું." જયંતીના મનનું સમાધાન ન થતાં તે ફરીથી પૂછે છે, "પ્રભુ, આ વાત સમજાતી નથી. જરા સ્પષ્ટતા કરો.” ભગવાન કહે છે - "જે મનુષ્ય ધર્મપરાયણ છે તે જાગતો રહે તે સારું પણ જે લોકો અધર્મી હોય તેઓ તો સૂતા રહે તે જ વધારે સારું. ઘર્મી લોકો જાગતા રહેશે તો જગતમાં ધર્મ વધશે. સવૃત્તિઓનો વિકાસ થશે. સારા વિચારોનું પ્રવર્તન થશે. સદાચાર વધશે અને પરિણામે લોકો સુખી થશે. અધર્મી લોકો તો સૂતા રહે તેમાંજ કલ્યાણ છે. જે લોકો ધર્મથી વિમુખ છે, ધર્મના વિરોધી છે તેઓ જો જાગતા રહેશે તો તેઓ નિંદા કરશે, પરસ્પર વેરઝેર વધારશે, એકબીજાની સાથે લડશે-ઝગડશે, ચાડી-ચુગલી કરશે અને દુર્વ્યવહાર વધારશે તેથી તેઓ તો સૂતા રહે તેમાંજ સૌનું ભલું છે." – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય રીતે વિચાર કરતાં લાગે કે જયન્તી શ્રાવિકાએ આ પ્રશ્નમાં એવી તે શી પૃચ્છા કરી અને ભગવાને એના જવાબમાં કઈ મોટી વાત કરી નાખી ? ઉપર ઉપરથી આ વાત એકદમ સરળ લાગે છે પણ તે ખૂબ ઊંડાણવાળી છે. એમાં એક મહત્ત્વની બાબત છુપાયેલી છે. ભગવાન મહાવીરે અહીં જે વાત કરી છે તે ફક્ત વ્યવહારની ભૂમિકા ઉપરથી કરી છે પણ તેનો ઇશારો પારમાર્થિક જાગૃતિ તરફ છે. સામાન્ય માણસ માટે સૂવું એટલે નિદ્રા અને જાગવું એટલે ઊંઘમાંથી ઊઠવું. ભગવાને આ સામાન્ય દેખાતા પ્રશ્નનો ઘણો માર્મિક જવાબ આપીને પારમાર્થિક ચિંતનનાં દ્વાર ખોલી આપ્યાં. આપણી ચેતનાનાં ત્રણ સ્તર છે - સુષુપ્તિ (મૂચ્છ), જાગૃતિ અને વીતરાગતા. અહીં જે મૂચ્છની વાત છે તે બેભાન અવસ્થાની કે સ્મૃતિભ્રંશની નથી પણ મનુષ્ય સજગતા વિના ઈન્દ્રિયોનો દોર્યો દોરાઈને વિષયો તરફની દોડનું જે જીવન જીવે છે તેની વાત છે. જેમ મૂચ્છમાં માણસને ભાન નથી હોતું કે તે ક્યાં છે, શું કરે છે, શું યોગ્ય છે તેમ ચેતનાની આ સુષુપ્ત અવસ્થામાં પણ માણસનો સમગ્ર વ્યવહાર દિશાશૂન્ય હોય છે તેથી તેને મૂચ્છ કહેવામાં આવે છે. સામાન્ય રીતે મોટા ભાગના માણસો ચેતનાના આ સ્તર ઉપર જ જીવે છે. ભગવાન મહાવીર તેને મિથ્યાત્વ કહે છે. આ અવસ્થામાં માણસ ઈન્દ્રિયોના વિષયો મેળવવા માટે મંડ્યો રહે છે. વિષયો પ્રાપ્ત થતાં તે આનંદમાં આવી જાય છે અને અભિમાન કરે છે. જો આ વિષયોની પ્રાપ્તિ ઇચ્છા પ્રમાણે ન થાય તો તે વ્યગ્ર બની જાય છે અને ઘણીવાર કેટલાંય ન કરવાનાં કામો કરી બેસે છે. આ સ્તર ઉપરનું જીવન વિષય-કષાયનું જીવન હોય છે. કષાય એટલે રાગ અને દ્વેષ. આ રાગ અને દ્વેષમાંથી ફલિત થાય છે ક્રોધ, માન, માયા અને લોભ. મનુષ્યો પોતાનું સમગ્ર જીવન આ કષાયોને આધીન થઈને વિતાવે છે અને સરવાળે તેઓ અતૃપ્ત અને અસ્તવ્યસ્ત રહે છે. આ અવસ્થાને મિથ્યાષ્ટિ કહેવામાં આવે છે કારણ કે અહીં દૃષ્ટિ છે પણ તે ઈષ્ટને ઓળખી શકનારી નથી. જે દૃષ્ટિને વશ થઈ અહીં માણસ પ્રવૃત્તિ કરે છે તે તેને સુખ આપનારી નથી કારણ કે દૃષ્ટિ ચેતનાનું જાગરણ Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ મિથ્યા હોવાને કારણે માણસની બધી પ્રવૃત્તિઓ વાસ્તવિકતામાં ઈષ્ટથી વિપરીત હોય છે. જેમ ઊંઘ દરમ્યાન માણસને ઈષ્ટ અને અનિષ્ટનું ભાન નથી રહેતું કે મૂચ્છ દરમ્યાન તેને કોઈ દિશાનો ખ્યાલ નથી હોતો તેમ અહીં માણસ પ્રવૃત્તિરત રહે છે પણ બધી પ્રવૃત્તિઓ પારમાર્થિક દષ્ટિએ સુખ તરફ લઈ જનાર નથી હોતી. તેથી ચેતનાના આ સ્તરને સુષુપ્તિનું-મૂચ્છનું સ્તર કહે છે. ભગવાન મહાવીર આ મૂચ્છમાંથી જાગવાની વાત કરે છે. મૂચ્છની ચેતના બહિર્મુખ ચેતના છે. આ સ્તરે ચેતના ફક્ત ભૌતિક બાબતોમાં રચીપચી રહે છે અને પ્રેયને એટલે કે જે મનને ગમે તે કરવામાં, તે મેળવવામાં જ જીવનને સાર્થક માને છે. તેને જ આ ચેતના સફળતા માને છે. ચેતનાની બીજી સ્થિતિ છે જાગૃતિની. એ છે અન્તર્મુખતાની. જાગૃતિ થતાં જ ચેતના પોતાની દિશા બદલે છે. જે ચેતનાને બહાર ભૌતિક વાતોમાં જ જીવનનું પ્રાપ્તવ્ય લાગતું હતું તે ચેતના પોતાની દિશા બદલીને અંદરની બાજુ વળે છે. અહીં મૂર્છાની ચેતનાને પ્રથમ ધક્કો વાગે છે અને જાગરણ શરૂ થાય છે. ચેતનાનું જાગરણ થતાં જીવની ક્રિયાઓ બદલાઈ જાય છે; જીવન પ્રત્યેનો તેનો અભિગમ બદલાઈ જાય છે. જાગરણની પ્રથમ ક્ષણ સમ્યક્દર્શનની પ્રથમ ક્ષણ હોય છે. જ્યારે જાગરણ તેના ચરમબિંદુએ પહોંચે છે ત્યારે ચેતનાના ત્રીજા સ્તરને સ્પર્શ થાય છે. એ છે વિતરાગતાની ચેતના. વીતરાગતાની ચેતના સહજ સમાધિ છે. આ નિરુપાધિક ચેતનાની પરિસ્થિતિ છે. અહીં જીવનની બધી જ ઉપાધિઓ સમાપ્ત થઈ જાય છે. જ્યારે વીતરાગ ચેતના જાગે છે ત્યારે જીવન સંકલ્પ-વિકલ્પ રહિત બની જાય છે. ત્યાર પછી સંકલ્પથી કે વિકલ્પથી જન્મતી કોઈ ક્રિયા કે પ્રતિક્રિયા રહેતી નથી. અહીં બધાં જ કંઢો સમાપ્ત થઈ જાય છે. જાગરણની આદિ ક્ષણથી શરૂ થયેલી યાત્રા વીતરાગતાની ક્ષણ સુધી પહોંચીને સમાપ્ત થઈ જાય છે, પછી જીવનમાં કંઈ જ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. જીવન કૃતકૃત્ય થઈ જાય છે. ઝન સંપ્રદાયનો એક મોટો સાધક હતો. તે જાપાનમાં કયોટોની આસપાસ રહેતો હતો. તેની ખ્યાતિ સાંભળીને ક્યોટાના ગવર્નરને આ – ૧૦ – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ સાધકને મળવાનું મન થયું. ગવર્નર આ ઝેન સાધક કચુના આશ્રમમાં પહોંચી ગયો. કંચુ પોતાની ક્રિયામાં નિમગ્ન હતા. બહાર ઊભા રહેલા કંચના અનુયાયીએ ગવર્નરને અંદર જવા દીધા નહિ તેથી ગવર્નર ઘણા નારાજ થયા. છેવટે તેમણે પોતાનું વિઝિટિંગ કાર્ડ અનુયાયીને આપી કહ્યું, - "તમે અંદર જઈને આ કાર્ડ આપો. કૈચ તુરત જ મને અંદર લઈ આવવાની આજ્ઞા કરશે.” અનુયાયી કાર્ડ લઈને અંદર ગયો એવો જ પાછો ફર્યો અને તેણે કહ્યું, ગુરુજી કહે છે કે તે આવા કોઈ માણસને ઓળખતા નથી અને તમને મળવાની તેમને કોઈ ઇચ્છા નથી.” ગવર્નરના વિઝિટિંગ કાર્ડ ઉપર લખેલું હતું, "કિટેગામી ગવર્નર ક્યોટો.” પહેલાં તો ગવર્નર એકદમ ગુસ્સે થઈ ગયા. પછી કંઈ વિચાર આવતાં તેમણે પોતાનું કાર્ડ હાથમાં લઈને તેના ઉપરથી “ગવર્નર કયોટો” એ શબ્દો ઉપર ચેકો મૂક્યો અને કહ્યું, "ફરીથી અંદર જઈને આ કાર્ડ બતાવી આવો. હવે પણ તેઓ ના પાડશે તો હું ચાલ્યો જઈશ." થોડીક વારમાં ઝેન સાધક કચુનો અનુયાયી બહાર આવ્યો અને તેણે દ્વાર ખોલી કિટેગામીને અંદર જવા ઈશારો કર્યો. ગવર્નરે પૂછયું, - "હવે સંતે મને અંદર આવવાની આજ્ઞા આપી તેનું કારણ તમે મને કહી શકશો ?” ઝેન સંતનો અનુયાયી બોલ્યો, "ગુરુજીએ એમ કહ્યું કે કિટેગામીને મળવામાં મને વાંધો નથી. મારે તેમનો પરિચય થઈ શકશે. અમે પરસ્પરને ઓળખી શકીશું. તેમને શીઘ અંદર લઈ આવો.” સુષુપ્તિની-મૂચ્છની ચેતના પણ જાગૃતિની ચેતના બનીને વીતરાગ ચેતના સુધી પહોંચી શકે છે પણ ઉપાધિઓ વચ્ચે આવી જાય છે. જ્યાં સુધી આપણી ચેતના વિભાવોમાં રાચે છે ત્યાં સુધી આ યાત્રા શરૂ થઈ શકતી નથી. વાસ્તવિકતામાં એ આપણી જ ચેતના છે પણ તે ઉચ્ચ સ્તરે ચેતનાનું જાગરણ ૧૧ - Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ પહોંચી શકતી નથી કારણ કે તેના માર્ગની આડે ઉપાધિઓ આવે છે. જેવા આપણે જાણીએ છીએ કે તુરત જ આપણી ઉપાધિઓ ખસવા માંડે છે, આપણાં પરિણામો શુદ્ધ થવા લાગે છે અને આપણી યાત્રા સરળ થઈ જાય છે. મનુષ્યજીવનનું કોઈ પ્રાપ્તવ્ય હોય તો તે સુષુપ્તિની ચેતનાનું વીતરાગ ચેતનામાં પરિવર્તન કરવાનું. મનુષ્ય જીવનમાં જ આ શકય છે. ભલે આપણે ચેતનાને સમગ્રતયા ન બદલી શકીએ પણ ચેતનાનું જાગરણ કરીને આપણી યાત્રા તો શરૂ કરી શકીએ. ચેતનાની ભિન્ન અવસ્થાઓ જાણી લીધા પછી સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે આ જાગૃતિ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે ? તેની શરૂઆત કેવી રીતે થઈ શકે ? આ બાબત ઘણી ગંભીર છે અને ઊંડું ચિંતન માગી લે તેવી છે. સંસારમાં જેટલી શક્તિઓ છે તેની અભિવ્યક્તિ કોઈપણ દ્રવ્ય દ્વારા થાય છે - પદાર્થ દ્વારા થાય છે. જૈન પરિભાષામાં પદાર્થ માટે પુદ્ગલ શબ્દ પ્રયોજાય છે. પુદ્ગલ દ્રવ્યના સહયોગ વિના શક્તિની કોઈ અભિવ્યક્તિ થઈ શકતી નથી. આપણો દેહ એ પુદ્ગલ છે અને તેના દ્વારા આપણી ચૈતન્ય શક્તિની અભિવ્યક્તિ થાય છે. દેહની અવગણના કરીને ચૈતન્ય શક્તિની પ્રતીતિ લગભગ અશકય છે. તેથી શરીરને શરીરના તંત્રને જાણ્યા વિના ચૈતન્યની ખોજ કરવાનું અસંભવ છે. ભગવાન મહાવીરે તેથી વિધાન કર્યું છે : "જે દેહને પૂર્ણ રીતે જાણે છે તે ચૈતન્યને સમજી શકે છે. જે ચૈતન્યને જાણે છે તે દેહને જાણે છે.” ચૈતન્ય શક્તિ અને પુગલની તાકાત પરસ્પર સંલગ્ન છે. ગમે તે એકને સાધવાથી અન્ય સધાય છે. જાગૃતિના પ્રથમ ચરણમાં આ બન્નેની શક્તિનો ભેદ સ્પષ્ટ થઈ જાય છે. તેને ભેદજ્ઞાન કહે છે. ચેતના જ્યારે જાગે છે ત્યારે તેને સૌ પ્રથમ આ ભેદજ્ઞાન થાય છે. આ ભેદજ્ઞાન થવા માટે શરીરના તંત્રનું જ્ઞાન પણ આવશ્યક છે - ઉપકારક છે. આપણા શરીરમાં જે ચૈતન્યશક્તિ ધબકી રહી છે તેને પ્રાણશક્તિ કહે છે. આ પ્રાણશક્તિ દસ ધારાઓ દ્વારા આપણા શરીરમાં વહી રહી – ૧૨ – – – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ છે. શ્વાસ એ પ્રાણશક્તિની મહત્ત્વની ધારા છે તેથી તેને પ્રાણ કહે છે. સામાન્ય રીતે આપણી પ્રાણશક્તિ શરીરના નીચેના ભાગમાં વધારે વહે છે. શરીરની નીચેનો ભાગ અધોલોક કહેવાય છે, વચ્ચેનો ભાગ તીરછાલોક છે અને ઉપરનો ભાગ ઊર્ધ્વલોક છે. આપણી નાભિથી લગભગ બાર આંગળ ઉપર એક સૂક્ષ્મ મનઃચક્ર છે. ત્યાંનું સ્નાયુતંત્ર ચક્રાકારે ગૂંચવાયેલું છે તેથી પ્રાણશક્તિ સરળતાથી ઊર્ધ્વલોકમાં પહોંચતી નથી. આ પ્રાણશક્તિ જ્યારે ઊર્ધ્વગમન કરે છે અને મસ્તકમાં રહેલ બ્રહ્મરંધ્ર સુધી પહોંચે છે ત્યારે વીતરાગ ચેતના જાગે છે; પણ તેના ઊર્ધ્વરોહણને રોકનાર ગ્રંથિ મનઃચક્ર પાસે છે. આ મનઃચક્રને યોગની પરિભાષામાં કમળ સાથે સરખાવવામાં આવે છે - જેને આઠ પાંખડીઓ છે. કમળ શબ્દ ખૂબ સૂચક છે. કમળ જ્યારે બિડાયેલું હોય છે ત્યારે આપણી ચેતના સુષુપ્તિ-મૂચ્છના સ્તર ઉપર હોય છે. આ કમળની આઠ પાંખડીઓ જ્યારે ખૂલી જાય છે ત્યારે ચેતનાના ઊધ્વરોહણનો માર્ગ સરળ થઈ જાય છે તેથી આપણે આ કમળની પાંખડીઓ ખોલવા પ્રયાસ કરવો રહે. આગમોમાં એ વાતનું સ્પષ્ટ નિર્દેશન મળે છે કે નાભિની પાસે આઠ રચક પ્રદેશો છે જે કદીય આવૃત થતા નથી. આટલો પ્રદેશ પણ જો જડશક્તિથી આવૃત થઈ જાય તો પછી જડ અને ચેતન વચ્ચે કોઈ ભેદ ન રહે. આ ટુચક પ્રદેશમાં સદાય અનાવૃત રહેલી ચેતનાને જો આપણે બ્રહ્મરંધ્ર તરફ લઈ જઈ શકીએ તો પછી આપણી ચેતનાશક્તિ વૈરાગ્ય ચેતનાના સ્તરે પહોંચી શકે. તેથી તો યોગીઓ આ આઠ પાંખડીવાળા કમળની પાંખડીઓને ખોલવાનો પ્રયાસ કરે છે. આ માટે મનઃચક્ર ઉપર ધ્યાન કરવામાં આવે છે. જેમ જેમ ધ્યાનની ધારા મનઃચક્ર ઉપર સતત વહેતી રહે છે તેમ તેમ આ સૂક્ષ્મ કમળની પાંખડીઓ ખૂલવા લાગે છે. તેને રાગ-દ્વેષની ગ્રંથિનો ભેદ કહે છે. આ નિબિડ ગાંઠનો ભેદ થતાં જન્મોજન્મની સુષુપ્ત ચેતના મૂચ્છમાંથી બહાર આવે છે. જાગૃતિની આ પ્રથમ ક્ષણ છે જેને અપૂર્વકરણ કહેવામાં આવે છે, બસ ત્યાર પછી ચેતનાનું ઊર્ધ્વરોહણ શરૂ થાય છે. રાગ-દ્વેષની ગ્રંથિનો ભેદ થતાં જીવ અંતર્મુખ થઈ જાય છે. અત્યાર ચેતનાનું જાગરણ – ૧૩ – * * * Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ સુધી ચેતનાનો જે પ્રવાહ બહિર્મુખી હતો તે હવે અંતર્મુખી થઈને વહેવા લાગે છે. ચેતનાની સુષુપ્તિની અવસ્થામાં જીવને રાગ-દ્વેષની પરિણતિ હોય છે, અહં અને મમનું પ્રભુત્વ હોય છે, સંકલ્પ અને વિકલ્પો હોય છે, ઈર્ષ્યા અને ધૃણાના ભાવો હોય છે. અત્યાર સુધી જેને સુખ અને દુઃખ માનેલાં અને જેને પોતાનું અસ્તિત્વ માનેલું તે બધું હવે જીવને ખોટું લાગે છે. જેવી ચેતના અંતર્મુખી બને છે કે જીવની ભ્રાંતિ તૂટે છે. હવે તેને લાગે છે કે જેને હું મારું માનીને જીવતો હતો તે વાસ્તવમાં મારું નથી. મારું અસલી સ્વરૂપ તો જુદું જ છે. આજ સુધી પારકી વસ્તુને પોતાની ગણી તે ભૂલ હતી. જે મારું મૂળ સ્વરૂપ છે, મારો મૂળ સ્વભાવ છે, તે તો જુદો જ છે. આ જાગૃતિની ક્ષણ છે. અહીં અંતર્મુખતા પ્રગટ થાય છે. - જીવ જેવો મૂર્છાની ચેતનામાંથી બહાર આવે છે અને જાગૃતિની ચેતનાના સ્તર ઉપર આવે છે કે તુરત જ તેની પ્રાણશક્તિની ધારા પોતાનો માર્ગ બદલે છે. શ્વાસ એ મહત્ત્વની પ્રાણધારા છે. સામાન્ય રીતે આપણો શ્વાસ આપણી ડાબી-જમણી નાડીઓમાં વહન કરતો હોય છે. શ્વાસ-પ્રાણ જે ઇડા અને પિંગલામાં વહન કરતો હતો જેથી તેની પ્રાણશક્તિ મોટે ભાગે વિખરાઈ જતી હતી તે હવે એકત્રિત થઈને મધ્ય માર્ગથી એટલે સુષુણ્ણા નાડી દ્વારા ઉપરની તરફ વહેવા લાગે છે. સુષુણ્ણાનું મૂળ ખૂલી જતાં પ્રાણધારાનો ઉપર તરફનો માર્ગ સરળ થઈ જાય છે. આ પ્રવાહ બદલાતાં મન શાંત થઈ જાય છે. ઇન્દ્રિયોની ચંચળતા, મનની ચંચળતા સમાપ્ત થઈ જાય છે. બસ અહીંથી અધ્યાત્મની યાત્રા શરૂ થઈ જાય છે. જે વ્યક્તિ અત્યાર સુધી શરીરને જ સર્વસ્વ માનતી હોય છે તેને હવે લાગે છે કે શરીર તે હું નથી. હું તો ચૈતન્ય છું અને મારી ક્ષમતા વીતરાગ ચેતના પ્રાપ્ત કરવાની છે. ન કદીક કોઈ જીવની વૈરાગ્ય ચેતના કોઈ પ્રબળ નિમિત્ત મળતાં જાગી ઊઠે છે તો પણ તુરત જ તેનો શ્વાસ-પ્રાણ સુષુમ્માના માર્ગ ઉપર તરફ સંચાર કરવા લાગે છે અને તેના મનઃચક્ર ઉપર રહેલા કમળની આઠ પાંખડીઓ વિકસવા લાગે છે. પણ આ પ્રક્રિયા સર્વસામાન્ય નથી. – ૧૪ – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ બાકી સાધના તો મૂચ્છની ગ્રંથિ તોડીને જાગૃતિની ચેતનાના સ્તર ઉપર પહોંચવામાં જ છે. આમ, ચેતનાની ત્રણ પ્રકારની યાત્રા છે- મૂચ્છની યાત્રા, જાગૃતિની યાત્રા અને વીતરાગતાની યાત્રા. વીતરાગતા જાગરણનું ચરમબિંદુ છે. તે જ મનુષ્યજીવનનું લક્ષ્ય છે અને તે માટે જાગૃતિની ચેતના મહત્ત્વનું પદાર્પણ છે. ચેતનાની જાગૃતિને જ સમ્યકત્વ કહે છે. સમ્યકત્વ છેવટે શું છે ? એ આત્માની નિર્મળતાની અવસ્થા છે. આત્મામાંથી જેટલા કષાય સમાપ્ત થયાં, જેટલી તીવ્ર આસક્તિ સમાપ્ત થઈ એટલી આત્માની નિર્મળતા સધાઈ. વીતરાગ ચેતના આત્માની નિર્મળતાની પૂર્ણ અવસ્થા છે. જૈનાચાર્યોએ હજારો વર્ષ પહેલાં સમ્યકત્વની વ્યાખ્યા કરવા માટે બે પ્રકારની પરિભાષાનો ઉપયોગ કર્યો. એકને નિશ્ચય સમ્યકત્વ કહ્યું; બીજાને વ્યવહાર સભ્યત્વ કહ્યું. આત્માનો બોધ થવો એ નિશ્ચય સમ્યકત્વ અને આત્માનો બોધ થાય એ માટે જે તત્ત્વોનો બોધ થાય તે વ્યવહારથી સમ્યકત્વ. ભગવાન મહાવીરે જાગરિકાના ત્રણ પ્રકાર ગણાવ્યા છે : એક સુપ્ત જાગરિકા, બીજી બુદ્ધ જાગરિકા, ત્રીજી પ્રબુદ્ધ જાગરિકા. ઉપનિષદોમાં આ વાતને મળતી ત્રણ અવસ્થાઓનું વર્ણન છે. સ્વપ્નાવસ્થા અને સુષુપ્તિની અવસ્થા, જાગૃતિની અવસ્થા અને સુર્યાવસ્થા. આમ, જાગરિકાનું મહત્ત્વ યોગમાર્ગમાં ઘણું છે. જાગરિકા પ્રાપ્ત કરવાનો એક જ માર્ગ નથી, એક જ પ્રક્રિયા નથી. લક્ષ્ય છે પ્રબુદ્ધ જાગરિકાનું - વીતરાગ ચેતનાનું. એકવાર જાગરિકા શરૂ થાય તો પછી છેવટે લક્ષ્ય થઈને જ રહે. ચેતનાનું જાગરણ ૧૫ - Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ત્રણ શરીરનો સહયોગ / આપણી પાસે જેટલી શક્તિઓ છે એ બધી શક્તિઓની અભિવ્યક્તિ શરીરના માધ્યમ દ્વારા જ વ્યક્ત થાય છે. આપણા ચૈતન્યનું સંવાહક શરીર છે. આપણા કર્તૃત્વ તેમજ ભોક્તત્વનું ભાન આપણને શરીર જ કરાવે છે. શરીરની સહાય વિના આપણે કંઈ કરી શકતા નથી, કંઈ પામી શકતા નથી. આ રીતે શરીર ખૂબ મહત્ત્વનું સાધન છે. તેમ છતાંય કેટલાય ધર્મપુરુષોએ શરીરને ઘણું નિંદ્યું છે. જે શરીર આટલું ઉપયોગી છે તેની આટલી બધી નિંદા યોગ્ય છે કે નહિ તે વિચારવાલાયક બાબત છે. શરીર આમ તો જડ છે. તેને પોતાનો કોઈ ગમો કે અણગમો નથી. શરીર જે કંઈ પ્રવૃત્તિ કરે છે તે પોતાની ઇચ્છાથી નથી કરતું. શરીરની પાછળ જે ચૈતન્ય શક્તિ પ્રવર્તમાન છે એ તો પ્રકાશના પુંજ જેવી છે. ચેતનાનો સ્વભાવ છે પૂર્ણ જ્ઞાન, અસીમ શક્તિ અને અતિ આનંદ અને તે પણ વ્યાબાધ વિનાનો આનંદ. જ્ઞાન, દર્શન, વીર્યોલ્લાસ અને અવ્યાબાધ સુખ આત્માના ગુણો છે. તેને અનંત ચતુષ્ટયી તરીકે ઓળખવામાં આવે છે. આમ છતાંય અનંતનો સ્વામી દીન અને હીન બનીને સંસારમાં આથડે છે કારણ કે તેની આ અનંત શક્તિઓ આવૃત મહાવીરની સાધનાનો મર્મ ૧૨ Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ થયેલી છે. આત્માની અનંત સંપદાનો આપણે આવિર્ભાવ કરી શક્તા નથી કારણ કે તેની આડે એક અતિ સૂક્ષ્મ શરીર આવેલું છે. આ અતિ સૂક્ષ્મ શરીર અનંત શક્તિઓને અવરોધે છે અને તેને પ્રગટ થવા દેતું નથી. સને જબરી ચોટ લાશો બહાર પણ તેની સાથે શરીર કમે આ સૂક્ષ્મ શરીર અનેક ક્ષમતાઓનો સંગ્રહ કરીને બેઠેલું છે. એમાં સારી બાબતો છે તો નરસી બાબતો પણ છે. આ સૂક્ષ્મ શરીરને તત્ત્વજ્ઞો કર્મ શરીર તરીકે ઓળખે છે. જેમ જેમ આત્મા જાગૃત થતો જાય છે તેમ તેમ તે આ કર્મ શરીરના આવરણને છિન્ન ભિન્ન કરવા લાગે છે. જ્યારે આત્મશક્તિ પ્રબળ થાય છે ત્યારે તે પોતાને આચ્છાદિત કરનાર આવરણને સહન નથી કરતી. આત્મશક્તિનો આ કર્મ શરીર ઉપર પ્રહાર થતાં તેને એવી જબરી ચોટ લાગે છે કે તે જર્જરિત થવા લાગે છે અને અંદરથી વધારે ને વધારે તેજ કિરણો બહાર આવવા લાગે છે. કર્મ શરીર તો સૂક્ષ્મતર શરીર છે પણ તેની સાથે વળી એક સૂક્ષ્મ • શરીર પણ રહેલું છે. આ શરીરને તૈજસ શરીર કહે છે. આ શરીર કર્મ શરીર કરતાં થોડુંક સ્થળ છે પણ આમ તો ઘણું સૂક્ષ્મ છે. આપણા શરીરમાં જેટલી પ્રાણશક્તિ છે. જેટલી ઊર્જા છે તે બધીનું સંગ્રાહક આ તૈજસ શરીર છે. પ્રાણશક્તિનું આ કેન્દ્ર છે. ઊર્જા શક્તિનું જાણે કે આ જનરેટર છે. આ શરીરની સહાય વિના આપણું શરીર તેનું તાપમાન જાળવી શકે નહિ. તેના વિના આપણે ખાધેલો ખોરાક પચાવી શકીએ નહિ. તેની સહાય વિના શરીરમાં લોહીનું ભ્રમણ થઈ શકે નહિ અને શ્વસનતંત્ર પણ થંભી જાય. આ બને સૂક્ષ્મ શરીરો કેવળ શક્તિ સ્વરૂપે આપણી સાથે રહે છે તેથી તેને નજરે જોઈ શકાતાં નથી. આ બન્ને શરીરો હાડ-માંસમાંથી બનેલાં નથી. તેને કોઈ આકાર નથી કે અંગઉપાંગ નથી, તેથી આપણા સ્થૂળ શરીરને જે રીતે આપણે જોઈએ છીએ તે રીતે તેમને જોઈ શકાતાં નથી. આ બન્ને શરીરો, જીવ જ્યારે દેહ છોડે છે ત્યારે જીવની સાથે પરલોકમાં પણ જાય છે. આ બન્ને શરીરો આત્મા સાથે એટલાં તો ઓતપ્રોત થઈ ગયાં છે કે તેને છૂટાં પાડવાનું કામ ઘણું દુષ્કર છે. આ શરીરનો સહયોગ ૧૭ – Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ બન્ને સૂક્ષ્મ શરીરોની શક્તિ પણ અનંત છે અને તેથી તો તે અનંતા અનંત શક્તિના પુંજ જેવા આત્માને પણ ઢાંકી દે છે અને તેની શક્તિઓની આડે અવરોધ ઊભો કરે છે. જો આત્મા આ બન્ને શરીરોથી મુક્ત થઈ જાય તો જ આપણે તેની અનંત શક્તિઓનો આવિષ્કાર કરી શકીએ. આ બન્ને સૂક્ષ્મ શરીરોની આગળ આપણું સ્થૂળ શરીર રહેલું છે જે આપણે જોઈ શકીએ છીએ અને તે દ્વારા આપણે સુખ-દુ:ખની અનુભૂતિ કરી શકીએ છીએ. આ સ્થૂળ શરીરને ઔદારિક શરીર તરીકે ઓળખવામાં આવે છે. આ શરીર દ્વારા આપણે વિવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ અને આ શરીર જ જન્મ, જરા અને મૃત્યુથી ગ્રસ્ત થાય છે. આ શરીરમાં રોગ થાય છે અને તેના દ્વારા જ ભોગ ભોગવાય છે. તેથી આપણે જે કંઈ કરીએ છીએ તે આ શરીર કરે છે તેમ ગણીને તેને જવાબદાર ગણવામાં આવે છે. જીવનની સફળતા-નિષ્ફળતા, સારાશ-ભૂંડાશ, ગુણ-અવગુણ બધા માટે સામાન્ય રીતે આપણે આ શરીરને જશ-અપજશ આપીએ છીએ. પણ વાસ્તવમાં તો આ શરીર અંદરનાં બે સૂક્ષ્મ શરીરો કર્મ શરીર અને તૈજસ શરીર વિના કંઈ જ કરી શકતું નથી. તો પછી આ સ્થૂળ શરીરને માથે કર્તૃત્વ અને ભોક્તત્વનું આરોપણ કેવી રીતે થઈ શકે ? આ સ્થૂળ શરીર તો ખૂબ અલ્પજીવી છે અને તેની પાછળ રહેલાં બે સૂક્ષ્મ શરીરો અને તેનીય પાછળ રહેલ ચૈતન્યનો વિચ્છેદ થતાં તે જડ લાકડા જેવું થઈ જાય છે અને પછી તેને બાળી મૂકવામાં આવે છે કે દફનાવામાં આવે છે. એક વખત આપણે આ સૂક્ષ્મ શરીરો અને સ્થૂળ શરીરની સંલગ્નતા સમજી લઈએ તો પછી આપણે સ્થૂળ શરીરને માથે ખોટું દોષારોપણ નહિ કરીએ; છતાંય સ્થૂળ શરીર પણ ખૂબ મહત્ત્વનું છે. આ શરીરોની વ્યવસ્થા સમજીને આપણે સ્થૂળ શરીરની અવગણના કરવાની નથી પણ તેને તેનું યથાયોગ્ય સ્થાન આપી તેની પાસેથી અનુકૂળ કામ કઢાવી લેવાનું છે. સાધના માટે સ્થૂળ શરીર ખૂબ જરૂરી સાધન છે. આપણી ચેતના, કર્મ શરીર, તૈસ શરીર બધાં છેવટે આ ઔદારિક શરીરનો આશ્રય કરીને આ ભવમાં રહેલાં છે પછી તેની અવગણના કેમ કરી શકાય ? น Jain Educationa International મહાવીરની સાધનાનો મર્મ For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ આપણાં આ શરીરોની વ્યવસ્થા અને તેની સંલગ્નતા બરોબર ન સમજવાને કારણે ઘણીવાર સાધકો તેની અવગણના કરે છે અને પરિણામે સાધના પૂર્ણ થતાં સુધી આ શરીર સાથ આપતું નથી કે યોગ્ય સહકાર આપતું નથી. સાધનાકાળમાં આ સ્થૂળ શરીરનું ખૂબ મહત્ત્વ છે અને તેથી તેની સંરચના પણ થોડીક સમજી લેવા જેવી છે જેથી તેની પાસેથી યોગ્ય કામ લઈ શકાય. એક ભ્રામક માન્યતા પ્રવર્તે છે કે ભગવાન મહાવીરે આ શરીરનું મહત્ત્વ આંક્યું નથી અને સાધના માટે તેને પોષવા કરતાં શોષવાનું યોગ્ય માન્યું છે. ભગવાન પોતાના સાધનાકાળમાં ધ્યાનની સઘન સાધના કરતા હતા અને તેમની સઘળી પ્રવૃત્તિઓ અને દિનચર્યા સાધનાને લક્ષ્યમાં રાખીને ગોઠવાતી. તેમને જે વાત બાધક લાગી તે તેમણે છોડી દીધી અને જે તેમની સાધનાને અનુકૂળ રહી તે અપનાવી. પણ આપણે મોટે ભાગે તેમની બાહ્ય દિનચર્યા જોઈને સાધના વિષે અનુમાનો બાંધીએ છીએ તે બહુધા મૂળ વાતથી વેગળાં હોય છે. વળી તેમના દેહની જે રચના હતી, તેમનું જે સંઘયણ હતું, તેને અનુરૂપ તેમની સાધના હતી પણ તે જ સાધનાપદ્ધતિ આપણને અનુકૂળ ન પણ રહે. મૂળ વાત છે સાધનાની અનુકૂળતા અને પ્રતિકૂળતાની. સાધનાકાળમાં ભગવાને શરીર સાથે જે વ્યવહાર કર્યો છે તે કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી નથી કર્યો. એની પાછળ પણ રહસ્ય છે. તેમણે પણ દ્રવ્ય, ક્ષેત્ર અને કાળને અનુરૂપ પોતાનો વ્યવહાર રાખ્યો હતો. આત્મા અને સ્થૂળ શરીર બન્નેની વચ્ચે સૂક્ષ્મ શરીર એક માર્ગ છે. આ માર્ગ સાફ થઈ જતાં શક્તિ, જ્ઞાનનો પ્રકાશ અને આનંદ થૂળ શરીર સુધી પહોંચી શકે છે. વાસ્તવિકતામાં સ્થૂળ શરીરમાં તો કોઈ વિકાર છે જ નહિ. વાસના, સંસ્કાર એ બધું સૂક્ષ્મ શરીરમાં છે. આપણા જેટલા સદ્ભાવો અને દુર્ભાવો છે તેનું સ્થાન સૂક્ષ્મ શરીરમાં છે. સૂક્ષ્મ શરીર જ આપણા સ્થૂળ શરીરનું નિર્માણ કરે છે કે જેથી તેના બધા ભાવોની અભિવ્યક્તિ તે દ્વારા થઈ શકે. આ સંજોગોમાં સ્થૂળ શરીર ઉપર આપણી વાસનાઓનું દોષારોપણ કરવું યોગ્ય નથી. તે તો ફક્ત અભિવ્યક્તિનું શરીરનો સહયોગ ૧૯ – Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ સાધન માત્ર છે. પણ અભિવ્યક્તિના સાધનનું ઓછું મૂલ્ય નથી. જેમ ઘરના બારણા દ્વારા બહાર જઈ શકાય તેમ અંદર પણ આવી શકાય. જે નિસરણી દ્વારા ઉપર જઈ શકાય તે જ નિસરણી દ્વારા નીચે પણ આવી શકાય. જે સ્થૂળ શરીર દ્વારા વાસનાઓ વ્યક્ત થાય તે જ સ્થૂળ શરીર દ્વારા આપણી ચેતના બાહ્ય જગત સાથે સંપર્ક સાધી શકે છે. તેથી સ્થૂળ શરીરનું મહત્ત્વ સહેજ પણ ઓછું આંકવાનું નથી. સ્થૂળ શરીરમાં અભિવ્યક્તિનાં ખાસ કેન્દ્રો છે. આપણા ક્રોધની અભિવ્યક્તિનું કેન્દ્ર આપણું લલાટ છે. આપણા અભિમાનની અભિવ્યક્તિનું કેન્દ્ર આપણી ગરદન છે. આપણી કામવાસનાનું પણ ખાસ કેન્દ્ર છે. આપણા આનંદનું કેન્દ્ર હૃદયની પાસે આવેલું છે. આપણા જ્ઞાનનું કેન્દ્ર મસ્તકની પાછળના ભાગમાં આવેલું છે તો આપણી શક્તિનું કેન્દ્ર પૃષ્ઠરજ્જુ છે. અભિવ્યક્તિનાં કેન્દ્રો સક્ષમ ન હોય તો અભિવ્યક્તિ યથાયોગ્ય ન થાય. આ કેન્દ્રો અંદરની વાતને બહાર લાવે છે તેમ બહારની વાતને અંદર લઈ જાય છે. જીવનમાં બહારની બાબતોનો પણ આપણા ઉપર ઓછો પ્રભાવ નથી પડતો. બહારના પ્રભાવોને આ કેન્દ્રો ઝીલે છે અને તેને અંદર ફેંકે છે. ચેતનાનો પ્રવાહ પણ આ કેન્દ્રો દ્વારા બહાર આવે છે. આંખ ઠીક નહિ હોય તો આપણી દૃષ્ટિ કામ નહિ કરે. કાનનો પડદો ઠીક નહિ હોય તો આપણી શ્રવણશક્તિ અવરોધાશે. પૃષ્ઠરજ્જુ-કરોડનું હાડકું સ્થિતિસ્થાપક નહિ રહે તો આપણા ઊઠવાબેસવાની ક્રિયા બરોબર નહિ થઈ શકે. જો શરીરનાં અંગ-ઉપાંગો સક્ષમ નહિ હોય તો આપણે બહારથી અંદર નહિ પહોંચી શકીએ અને અંદરથી બહાર નહિ જઈ શકીએ. સાધનાનો માર્ગ બન્ને બાજુથી ખુલ્લો હોવો જોઈએ કારણ કે એવી કેટલીય ઇષ્ટ વાતો છે કે જેને આપણે અંદર મોકલવાની છે. આપણા સૂક્ષ્મ શરીરમાં કેટલીય અનિષ્ટ બાબતો છે કે તેને આપણે રોકવાની છે કે બદલવાની છે. આમ, શરીર દ્વારા સતત આદાન-પ્રદાન થતું રહે છે. જો આ શરીર જ બરોબર કામ કરતું નહિ રહે તો આપણે તેની પાસેથી ધાર્યુ કામ નહિ લઈ શકીએ. આપણા શરીરમાં અસ્થિ,માંસ, મજ્જા એ બધાનું ખૂબ મહત્ત્વ છે. નાડીતંત્રનો તો વળી આપણા ઉપર વિશિષ્ટ પ્રભાવ પડે છે. નાડીતંત્ર મહાવીરની સાધનાનો મર્મ ૨૦ Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ઠીક રીતે કામ નહિ કરતું હોય તો આપણી અંદરની ઊર્જાનો પ્રવાહ અસ્તવ્યસ્ત થઈ જાય છે. ગ્રંથિતંત્રનો તો આપણા ઉપર ખૂબ પ્રભાવ પડે છે. આ ગ્રંથિઓમાંથી નીકળતા સ્રાવો આપણા વિચારોને બદલે છે. જીવન તરફના આપણા અભિગમ ઉ૫૨ ગ્રંથિતંત્રની પ્રબળ અસર છે. સાધનાકાળમાં આપણે શરીર પાસેથી ઘણું કામ લેવાનું છે. આપણે આસનસિદ્ધિ કરવાની હોય છે, ગ્રંથિઓના સ્રાવને ઠીક કરવાના હોય છે, નાડીતંત્રને સક્ષમ રાખવાનું હોય છે. જોવાની શક્તિ અવરોધાય તો શાસ્ત્રોનું વાંચન ન થઈ શકે. સાંભળવાની શક્તિ અવરોધાય તો ઉપદેશનું શ્રવણ કેવી રીતે થઈ શકે ? આપણે જે આત્માની વાત કરીએ છીએ તેનો વાસ છેવટે છે તો શરીરમાં જ. આત્માનું ઘર ઠીક ન રાખીએ, આત્મા સુધી પહોંચવાના સાધનની અવગણના કરીએ તો આપણો સાધના માર્ગ વિકટ થઈ જાય અને સાધનાની આપણી યાત્રા વિલંબમાં પડે. શરીર એ સાધના માટેનું ઉત્તમ સાધન છે અને મનુષ્યદેહ આપણને વારંવાર મળતો નથી. કોઈ પુણ્યના પ્રતાપે આ દેહ મળ્યો છે ત્યારે તેની પાસેથી કામ કાઢી લેવામાં શાણપણ છે. પણ એનો એવો અર્થ નથી કે આપણે શરીરની આળ-પંપાળ કરીને બેસી રહીએ. સાધન સાધન તરીકે રહે અને સાધ્ય ન બની જાય એ વાત ખૂબ મહત્ત્વની છે. આમ, શરીર આપણા માટે ભગવાનનું મંદિર છે કારણ કે તેના દ્વારા ચૈતન્યનાં કિરણોની આપણને ઝાંખી થાય છે, જ્ઞાનનો આલોક ખૂલે છે અને અનંત આનંદના આંશિક ભાવની પ્રતીતિ થાય છે. ચૈતન્યને અવરોધનાર સૂક્ષ્મ શરીર-કર્મ શરીર પણ પોતાની અભિવ્યક્તિ આ સ્થૂળ શરીર દ્વારા જ કરે છે. આપણા દુર્વ્યવહારો પણ આ શરીર દ્વારા જ થાય છે. પણ એક વાર એ વાત સ્પષ્ટ થઈ જાય કે શરીર તો માત્ર સાધન છે, અભિવ્યક્તિનું વાહન છે તો પછી આપણે તેના ઉપર દોષારોપણ નહિ કરીએ, તેની નિંદા નહિ કરીએ. આમ તો સ્થૂળ શરીર મરણ પછી પડી જનારું છે, નાશ પામનારું છે. સ્વતંત્ર રીતે તેનું કંઈ આદાન-પ્રદાન નથી પણ ચૈતન્ય અને કર્મ શરીરની હાજરીમાં તે ખૂબ મહત્ત્વનું સ્થાન ભોગવે છે તેથી તેની અવગણના ન થઈ શકે. સાધનામાં તેના સહયોગની બહુ આવશ્યકતા રહે છે. શરીરનો સહયોગ ૧ Jain Educationa International For Personal and Private Use Only - Page #38 -------------------------------------------------------------------------- ________________ (ચ ) કાયસંવર િિહ પુરાણા જમાનાની વાત છે. એક રાજાને ચાર રાણીઓ હતી. રાજા પ્રવાસમાં ગયા અને સમય ધાર્યા કરતાં વધારે લાગ્યો તેથી ચારેય રાણીઓએ ખેપિયા મારફતે પોતપોતાના પત્રો મોકલાવ્યા. રાજા પ્રવાસેથી પાછા ફર્યા અને કુટુંબનો નાનકડો દરબાર ભરાયો ત્યાં તેમણે કીમતી ઘરેણાં અને આભૂષણોનો ઢગલો કર્યો. તેમાંથી એક અમૂલ્ય હાર મોટી રાણીને આપ્યો. મોટી રાણી રાજી રાજી થઈ ગઈ. પછી સુવર્ણનું એક સુંદર કડું કાઢીને બીજી રાણીને આપ્યું. તે પણ કહું જોઈ ખુશ થઈ ગઈ. કડું બેનમૂન હતું. ત્યાર પછી નૂપુરની એક જોડી કાઢીને ત્રીજી રાણીને આપી. નૂપુરની નાજુક ઘંટડીઓનો રણકાર સાંભળી રાણીનું દિલ પણ નાચી ઊઠ્યું. ત્યાર પછી ઘરેણાંનો જે ઢગલો બાકી રહ્યો હતો તે રાજાએ નાની રાણીને લઈ જવા કહ્યું. આ વાત સાંભળતાં જ ત્રણેય રાણીઓ ગુસ્સામાં આવી ગઈ અને તેમણે રૂસણાં લીધાં. રાજા ગમે એટલું મનાવે પણ માને નહિ. રાણીઓ કહે તમે અમને અન્યાય કર્યો છે. નાની રાણી તરફ પક્ષપાત રાખ્યો છે. છેવટે રાજાએ આ વાત મંત્રીપરિષદ સમક્ષ રજૂ કરવાનો નિર્ણય કર્યો અને બધી રાણીઓએ મને-કમને તે બાબત સ્વીકારી. મંત્રીપરિષદ સમક્ષ આખી વાત રજૂ થઈ. દરેક રાણીએ પોતપોતાની રીતે રાજાના પક્ષપાતભર્યા વલણની સામે ફરિયાદ કરી. છેલ્લે – ૨૨ – – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ રાજાએ મૃદુ સ્મિત કરતાં મંત્રીપરિષદ સમક્ષ ચારે રાણીઓએ તેમને લખેલા પત્રો રજૂ કર્યા. એ પત્રમાં પહેલી ત્રણ રાણીઓએ જે-જે વસ્તુઓ મંગાવી હતી તે દરેકને તે-તે વસ્તુઓ આપવામાં આવી, પણ છેલ્લી નાની રાણીએ રાજાને પત્રમાં એટલું જ લખ્યું હતું, - "તમારા વિના બધું સૂનું છે. તમે જલદીથી પાછા આવો. તમારી રાહ જોઉં છું. તમે મને મળો એ જ અભિલાષામાં દિવસો વ્યતીત કરું છું." રાજા કહે છે, "નાની રાણીએ મારો અભિલાષ કર્યો તેથી તેને મારું જે કંઈ છે તે તેને આપોઆપ મળી જાય છે. બોલો, એમાં પક્ષપાત ક્યાં રહ્યો ?” મંત્રીપરિષદને રાજાની વાત ન્યાયી લાગી. સાધનામાર્ગમાં આ વાત ખૂબ મહત્ત્વની છે. વસ્તુઓની ઈચ્છા એ ચિત્ત પર્યાયની-બદલાતા ચિત્તની અવસ્થા છે. જ્યાં વસ્તુઓની અપેક્ષા જ ન રહે એ ચિત્તાતીત અવસ્થા છે. ચિત્તાતીત અવસ્થામાં કંઈ અપેક્ષા નથી. ત્યાં ફક્ત અસ્તિત્વને પામવાની વાત છે. એમાં આત્માની જે કંઈ સંપદા છે એ બધી જ મળી રહે છે. ચિત્તપર્યાયની અવસ્થાચિત્તના નિર્માણની અવસ્થા છે; જ્યારે ચિત્તાતીત અવસ્થામાં વિકલ્પની શૂન્યતા છે. એમાં કંઈ પ્રાપ્ત કરવું નથી, કંઈ બનવું નથી. ત્યાં વાત છે ફક્ત પોતાના અસ્તિત્વ સુધી પહોંચવાની. જ્યાં અસ્તિત્વ સંપૂર્ણપણે પ્રગટ થાય છે ત્યાં પહોંચવાની વાત છે. આ છે ભગવાન મહાવીરની સાધનાપદ્ધતિ. - સાધનાના બે પ્રકારો છે. એક છે ચિત્તનિર્માણની અવસ્થા જે નિર્જરાની સાધના છે. બીજો પ્રકાર છે ચિત્તાતીત અવસ્થાના નિર્માણનો જે સંવરની સાધના છે. બન્ને પ્રકારોની સાધનાને પોતપોતાનું મૂલ્ય છે પણ ભગવાન મહાવીરે ચિત્તાતીત સાધનાને મુખ્યતા આપી, જે સધાતાં નિર્જરા આપોઆપ સધાય છે અને તેનો માર્ગ મોકળો થાય છે. ભગવાને સંવરને સાધનાનું મુખ્ય અંગ ગયું છે. ચિત્તપર્યાયની યાત્રા આપણે જ્યાં સુધી પહોંચવું છે ત્યાં સુધી લઈ જતી નથી. તે પોતાના અસ્તિત્વ સુધી કાયસંવર ૨૩ – Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ લઈ જતી નથી. ચિત્તપર્યાયની સાધના અમુક હદ સુધી લઈ જાય પણ તેનાથી સાધનાની આખરી મંજિલ તય ન થાય. ચિત્તાતીત અવસ્થાની સાધના આપણને અસ્તિત્વ સુધી લઈ જઈ શકે છે. આપણું અસ્તિત્વ છેવટે શું છે ? આપણું ચૈતન્ય, આપણું કર્મ શરીર અને આપણું સ્થૂળ શરીર. આપણે પહોંચવું છે ચૈતન્યના સાક્ષાત્કારની અવસ્થામાં પણ તેની આડે કર્મ શરીર અને સ્થૂળ શરીર આવે છે. આ બન્ને શરીરનું વિસર્જન થાય ત્યારે આત્માનો સાક્ષાત્કાર સુલભ બને. કર્મ શરીર ઘણું સૂક્ષ્મ છે. આપણું ચૈતન્ય પાંજરામાં પુરાયેલ પક્ષી જેવું છે. પક્ષી પાંજરાને તોડીને આકાશમાં મુક્ત વિહાર કરવા ઝંખે છે, પણ કર્મ શરીર અને સ્થૂળ શરીરનું પાંજરું તેનાથી તૂટતું નથી ત્યાં સુધી તે પરાધીન રહે છે. અસહાય બનીને જીવે છે. આત્મા મુક્ત થવા ઝંખે છે પણ કર્મ શરીર તેને જકડી રાખવા મથે છે અને પોતાનું પાંજરું મજબૂત કરતું જાય છે. આ કરવા માટે કર્મ શરીર પોતાની શક્તિ સ્થૂળ , શરીર દ્વારા મેળવે છે. સ્થૂળ શરીરને આ કર્મ શરીરે જ બનાવ્યું છે. ચૈતન્ય સ્થૂળને જન્મ આપી શકે નહિ અને ધૂળ ચૈતન્યને બનાવી શકે નહિ. કર્મ શરીર પુદ્ગલનું-સૂક્ષ્મ પરમાણુઓનું બનેલું છે અને તે નવા નવા પરમાણુઓ ગ્રહણ કરીને પુષ્ટ બનતું જાય છે. આ નવા કર્મ પરમાણુઓને તે સ્થૂળ શરીર દ્વારા ગ્રહણ કરે છે અને આમ એક વિષચક્ર ચાલ્યા કરે છે. કર્મ શરીર અતિસૂક્ષ્મ છે પણ તે પોતાનો ચક્રવ્યુહ એવી રીતે ગોઠવે છે કે સતત તે પુષ્ટ થતું રહે અને તેને નવાં નવાં કર્મ મળતાં રહે. તે માટે તેનું અમોઘ સાધન છે ચંચળતા. આ ચંચળતા તૂટે તો કર્મની આયાત બંધ થઈ જાય અને કર્મ શરીર નબળું પડતું જાય. કર્મ શરીર સ્થૂળ શરીરને ચંચળતા આપે છે અને નવાં નવાં કર્મ પરમાણુઓ ગ્રહણ કરે છે પણ તે કામ તે સ્થૂળ શરીરની સહાય વિના ન કરી શકે. આપણું શરીર ચંચળ છે, આપણી વાણી ચંચળ છે, આપણું મન ચંચળ છે. આમ, ચંચળતાનો ચક્રભૂહ ગોઠવાયેલો છે. એને તોડયા વિના કર્મ શરીર નબળું ન પડે. તેથી ભગવાને એમની સાધનાપદ્ધતિમાં સંવરને – ૨૪ – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રાધાન્ય આપ્યું. સંવર કરવા માટે ત્રણ ગુપ્તિ છે. મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ. મન જે પ્રકારના પરમાણુઓથી સંચાલિત થાય છે તેને મનોવર્ગણા કહે છે. ભાષા પણ એક પ્રકારના વિશિષ્ટ પરમાણુઓને ગ્રહણ કરે છે પણ આ બન્ને - મન અને વચન - પરમાણુઓ ગ્રહણ કરે છે સ્થૂળ શરીર દ્વારા મન અને વચન સ્વતંત્ર રીતે પોતપોતાની વર્ગણાના પરમાણુઓને ગ્રહણ કરી શકતાં નથી. ભગવાન મહાવીર આ વસ્તુના હાર્દ સુધી પહોંચ્યા અને તેમને લાગ્યું કે આ ચક્રવ્યુહ તોડવા સૌથી પહેલો ફટકો સ્થૂળ શરીરની સક્રિયતા ઉપર-ચંચળતા ઉપર મારવાની જરૂર છે. તેથી તેમણે કાયાના સંવરને તેમની સાધનાપદ્ધતિમાં પ્રાધાન્ય આપ્યું અને ત્યાંથી શરૂઆત કરી. ભગવાને મૂળ વાત પકડી કે જો પોતાના અસ્તિત્વ સુધી પહોંચવું હોય તો સૌ પહેલાં પ્રવૃત્તિ માત્રનો નિરોધ કરવો જોઈએ. તેના વિના કર્મ શરીર નબળું નહિ પડે અને તે અસ્તિત્વ સુધી પહોંચવાનો માર્ગ મોકળો નહિ થવા દે. જો અસ્તિત્વ સુધી નહિ પહોંચાય તો બાકીની બધી સાધના વ્યર્થ બની જશે. ચિત્તપર્યાયની અવસ્થામાં ગમે એટલી નિર્જરા થશે પણ સંવર વિના આપણે ઠેરના ઠેર રહી જશું તેથી તેમણે સંવરની વાત પ્રથમ પકડી. આમ તો મન, વચન અને કાયા એમ ત્રણને યોગ કહેવામાં આવે છે; પણ વાસ્તવમાં યોગ ત્રણ નથી. ત્રણ યોગની વાત સાપેક્ષ છે. મૂળ વાત છે પ્રવૃત્તિનો નિરોધ. પ્રવૃત્તિનું મૂળ છે કાયા, માટે ભગવાને સૌ પહેલાં કાયસંવર કરવાની વાતને પ્રધાનતા આપી. ગૌતમ સ્વામી એક જગ્યાએ ભગવાનને પ્રશ્ન કરે છે. "ભગવાન ! જીવ કાયમુર્તિ દ્વારા શું પ્રાપ્ત કરે છે ?" ભગવાન ઉત્તર આપે છે, - "ગૌતમ, કાયગુપ્તિ દ્વારા જીવ સંવર પ્રાપ્ત કરે છે.” સંવર કરીને જીવ, કર્મ શરીર જે પરમાણુઓ સતત આયાત કરતું હોય છે તેને રોકે છે. આવતા પરમાણુઓના પ્રવાહને રોકવા માટે જીવ પોતાનાં દ્વાર બંધ કરી દે છે. ભગવાનની સાધનાપદ્ધતિમાં પાપ અને પુણ્ય બને આશ્રવ છે. બંને દ્વારા અશુભ અને શુભ પરમાણુઓની કર્મ કાયસંવર – ૨૫ – Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ શરીરમાં આયાત થતી રહે છે. અશુભ પરમાણુઓને તો રોકવા રહ્યા પણ અસ્તિત્વ સુધી પહોંચવા માટે - શુદ્ધ અવસ્થા પ્રાપ્ત કરવા માટે શુભ પરમાણુઓને પણ રોકવા રહ્યા. શુભ પરમાણુઓ માટે પણ દરવાજો ખુલ્લો ન રાખી શકાય. એક વાર દરવાજો ખૂલ્યો પછી તે દ્વારા શુભ પરમાણુઓની સાથે અશુભ પરમાણુઓ પણ આવે તેથી કર્મની આયાત રોકવા માટે દરવાજો બંધ કરવો રહ્યો. આ દરવાજો બંધ કરવાની ક્રિયા તે સંવર અને સંવરમાં પણ કાયાનો સંવર-શરીરનો સંવર ખૂબ મહત્ત્વનો. કાયાનો સંવર એટલે કાયાને સ્થિર અને નિષ્ક્રિય કરી દેવાની. પ્રવૃત્તિનો સદંતર નિરોધ કરવાનો. મહાવીરે સ્થૂળ શરીરનો ઉપયોગ સાધના કાળમાં અલ્પતમ કરીને શરીરનો સંવર કર્યો છે. મહાવીર સોળ દિવસ સુઘી એકવાર તેમના સાધનાકાળમાં દિન-રાત કાયસંવર કરીને ઊભા રહ્યા છે. આવો પ્રખર કાય સંવર કરનારને ખાવા-પીવાનો પણ સમય કયાંથી મળે ? તે પોતાના શરીરને એટલું પણ ચંચળ થવા ન દે. તે સૂવા કે બેસવા જેટલી ચંચળતાને પણ અવકાશ આપતા નથી. બસ, અડોલ મેરુ જેવા સ્થિર ઊભા રહીને કાયસંવર કરે છે. શરીર ઉપર શું ગુજરે છે તેના ઉપર તેમણે સહેજ પણ ધ્યાન આપ્યું નથી અને પોતાની સાધનાને ચલિત થવા દીધી નથી. મૂળ વાત કાયાને શોષવાની કે તપાવવાની નથી; મૂળ વાત છે સંવરની અને તે સાધના કરતાં તેમણે કાયા ઉપર સહેજ પણ લક્ષ આપ્યું નથી. મહાવીરનું તપ કાયાને તપાવા માટે હતું નહિ; તેને પોષવા માટે પણ હતું નહિ. મૂળ વાત હતી કાયસંવરની. ન છૂટકે તેમણે શરીરને ખાવા-પીવા માટે ઓછામાં ઓછા સમય માટે સક્રિય થવા દીધું છે. તેથી તેમના ઉપવાસોની સંખ્યા આપોઆપ વધારે થાય છે. આ બાબત મહર્ષિ ઉદ્દાલકની એક કથા ખૂબ સૂચક છે. મહર્ષિ નિર્વિકલ્પ સમાધિ માટે સાધના કરતા હતા પણ તે તેમને પ્રાપ્ત થતી હતી નહિ. તેમણે મૂળ વાતને ખોટી રીતે પકડી હતી. નિર્વિકલ્પ સમાધિમાં પહોંચાય છે અપ્રયત્ન દ્વારા અને મહર્ષિ તે પ્રાપ્ત કરવા પ્રયાસ કરતા હતા. નિર્વિકલ્પ સમાધિ આયાસનો વિષય નથી; તે ફલિત થાય છે અનાયાસથી. સાધનાની ગતિ સાધ્યથી વિપરીત હતી. કરવો જોઈએ મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ સંવર અને થતી હતી નિર્જરા. આમ, તેઓ ધ્યેયથી દૂરના દૂર રહેતા હતા. પરિણામે હતાશ થઈને તેમણે દેહનો ત્યાગ કરવાનો વિચાર કર્યો અને તેમણે ઉપવાસ શરૂ કર્યા. મહર્ષિ ઉદ્દાલક જે જંગલમાં સાધના કરતા હતા ત્યાં એક વૃક્ષ ઉપર પોપટ રહેતો હતો. તે નિરંતર મહર્ષિની દિનચર્યા જોતો હતો. મહર્ષિને ઉપવાસ ઉપર ઊતરેલા જોઈ તેણે પૂછ્યું, "મહર્ષિ, ઉપવાસ કરીને શું પ્રાપ્ત કરવા માંગો છો ?” મહર્ષિએ કહ્યું, "બસ હવે દેહનો ત્યાગ કરીશ. મારો નિર્ધાર હતો. કાર્ય સાધયામિ વા દેતું પાતયામિ. કાર્ય સધાતું નથી, હવે દેહને જાળવીને શું કરું ?" પોપટ જ્ઞાની હતો તે હસવા લાગ્યો અને બોલ્યો, "ઋષિરાજ, શરીર તો આમેય એક દિવસ પડવાનું છે તેને પાડીને શું કરશો ? જે મરણધર્મો છે તેને મારવામાં આપને કોઈ ખાસ શ્રમ લેવો નહિ પડે. આપ અમૃત દ્વારા મૃત્યુ પર વિજય મેળવો તે સાધના છે. જે મરનાર છે, જેનો વિનાશ નિશ્ચિત છે તેને જલદીથી મારીને તમે કંઈ મેળવી શકશો નહિ. તમારો જન્મ વિફલ થઈ જશે." પોપટની વાણી સાંભળીને મહર્ષિની આંખ ખુલી ગઈ. અંદર એક ઝબકારો થયો, તેમણે ઉપવાસ કરવાનું છોડી દીધું અને અમૃતત્વ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે પોતાનું ધ્યાન આત્મા તરફ કેન્દ્રિત કર્યું અને તુરત જ નિર્વિકલ્પ સમાધિનો માર્ગ તેમને માટે મોકળો થઈ ગયો. ભગવાન મહાવીરની સાધનાપદ્ધતિને સમજવા માટે આ વાત બહુ ઉપકારક છે. ભગવાને ચિત્તાતીત અવસ્થાના નિર્માણ માટે પ્રવૃત્તિનો નિરોધ કર્યો અને કાયાનો સંવર કર્યો પણ આટલેથી વાત પૂર્ણ થાય તેમ ન હતી. તેમને પહોંચવું હતું અસ્તિત્વ સુધી અને તે માટે સૌથી મોટો અવરોધ હતો સૂક્ષ્મ શરીરનો-કર્મ શરીરનો. સ્થૂળ શરીરને તો તેમણે પ્રવૃત્તિનો વિરોધ કરીને-કાયાનો સંવર કરીને નિયંત્રણમાં લઈ લીધું. આમ, ચંચળતાના ચક્રવ્યુહ ઉપર તેમણે જોરદાર ફટકો માર્યો પણ કર્મ શરીર એમ કંઈ સહેલાઈથી નમતું આપે તેમ ન હતું. કર્મ શરીર અતિસૂક્ષ્મ છે અને તેના અસ્તિત્વને ટકાવવા માટે તેનો બીજો સહારો છે મોહ. મોહ કાયસંવર Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ શબ્દ તો નાનો લાગે છે પણ તેને હજાર રૂપ છે. રાગ અને દ્વેષ તેના મુખ્ય સૂત્રધારો છે અને તે મોહની જાળ એવી તો બિછાવે છે કે જીવને ખબર પણ પડતી નથી અને તે તેમાં ગૂંથાતો જાય છે. વાસ્તવમાં પ્રવૃત્તિ એ સ્થૂળ છે પણ તેની પાછળ ખરો દોરીસંચાર મોહનો હોય છે. આમ જોઈએ તો કર્મ શરીરનું હાર્દ મોહ છે. પ્રવૃત્તિના નિરોધથી – કાયસંવરથી કર્મ શરીરની કર્મ પરમાણુઓની આયાત તો બંધ થઈ ગઈ. ચંચળતાનો ચક્રવ્યૂહ તો તૂટયો પણ તેનો સૂત્રધાર મોહ તો હજુ અકબંધ બેઠેલો છે. તેને નિર્બળ કર્યા વિના અસ્તિત્વ સુધી પહોંચવાનો માર્ગ મળે નહિ. દુશ્મન સબળ હોય અને વળી જાગતો હોય ત્યાં તેને ઓળંગીને આગળ કેવી રીતે વધાય ? ભગવાન મહાવીરે વ્યવહારની ભૂમિકા ઉપર સંવરને અગ્રેસર કરી અને તે માટે સૌ પ્રથમ કાયસંવર ઉપર ભાર મૂક્યો; પણ તેઓ એટલેથી અટક્યા નથી. કર્મ શરીરના કિલ્લામાં આવતો પુરવઠો તો લગભગ બંધ થયો જેનાથી તે નિર્બળ પડતું ગયું પણ હજુ તેનો કિલ્લો સલામત હતો. મોહ, કર્મના ગઢનો અધિપતિ છે એટલે તેના ઉપર પ્રહાર કરવો રહ્યો. તેથી તેમણે આત્મદર્શનની વાત વિચારી. આ માટે તેમણે સાધનાકાળમાં ધ્યાનનો આશ્રય લીધો. તેઓ સતત ધ્યાનમાં રહેતા હતા અને અન્ય બાબતોથી સહેજ પણ લેપાતા નહિ. બહારથી તેઓ અડોલ થઈ ગયા અને અંદરથી પણ સ્થિર થઈ ગયા. આમ, તેમણે આત્માનું ધ્યાન આદર્યું. આમ, આત્મદર્શન થતાં મોહનાં મૂળ કમજોર થવા લાગ્યાં અને કર્મ શરીર ઉપરથી રાગ-દ્વેષની પકડ ઓછી થવા લાગી. આમ, ધ્યાનમાં આત્મદર્શન થતાં મોહનો વિલય થવા લાગ્યો અને મોહના કિલ્લાના કાંગરા એક પછી એક ખરવા માંડ્યા. રાગ-દ્વેષને તોડવા માટે આત્મદર્શન ખૂબ મહત્ત્વનું છે. જે વ્યક્તિ મોહને જીતવા માગતી હોય, અસ્તિત્વને પ્રગટ કરવા માગતી હોય, અસ્તિત્વને ઉદ્દીપ્ત કરવા માગતી હોય તેણે આત્માનું ધ્યાન કરવું જ રહ્યું. ભગવાન મહાવીરે વ્યવહારની ભૂમિકા ઉપર, કાયસંવર ઉપર ભાર મૂક્યો તો પારમાર્થિક ભૂમિકા ઉપર આત્મદર્શન ઉપર ભાર મૂક્યો. આમ, તેમની સાધનામાં કયાંય કોઈ નિર્બળ સ્થાન રહી જતું નહિ. મહાવીર નિરંતર પોતાના ૨૦ મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ આત્માનું ધ્યાન કરતા હતા. તેમને પૂછવામાં આવ્યું કે સંવર શું છે ? સંયમ શું છે ? ત્યારે ભગવાને કહ્યું છે "આત્મા એ જ સંવર છે, આત્મા જ સંયમ છે અને આત્મા જ પ્રત્યાખ્યાન છે.” આત્માનું દર્શન થતાં સંવર, સંયમ અને પ્રત્યાખ્યાન સધાઈ જાય. પણ આ વાત નિશ્ચિત નયની છે, પારમાર્થિક ભૂમિકાની છે. કાયસંવર Jain Educationa International For Personal and Private Use Only ૨૯ - Page #46 -------------------------------------------------------------------------- ________________ પાં 'પ્રાણશક્તિ (હરિ હિ 88 છે સાધનાના માર્ગમાં પ્રાણશક્તિ બહુ મહત્ત્વની છે. તેનો વિકાસ સાધનાની પરિપૂર્તિ કરે છે. એ પ્રાણશક્તિને સમજવાનું અને તેનું યોગ્ય વહન કરવાનું સાધનામાર્ગમાં ખૂબ મહત્વ છે. પ્રાણની શક્તિ પ્રચંડ છે જેનો પૂર્ણ આવિર્ભાવ આપણે કયારેય કરતા નથી કારણ કે આપણે તેને વેડફી નાખીએ છીએ. આપણા શરીરમાં પ્રાણની જે ધારાઓ વહે છે તેનાથી આપણે જીવંત લાગીએ છીએ; પણ આપણી પ્રાણશક્તિ અનેક ધારાઓમાં વહી જાય છે તેથી તેની પૂર્ણ શક્તિ આપણે પ્રગટાવી શક્તા નથી. અનેક ધારાઓમાં વહેવાને લીધે આપણી પ્રાણશક્તિ ક્ષીણ અને નિર્બળ થઈ જાય છે. સાધનામાં આ પ્રાણશક્તિને એકત્રિત કરી, સઘન કરી તેનો આવિષ્કાર કરવાનો હોય છે. તેથી તો યોગીઓ પ્રાણને સાધે છે. જેણે પ્રાણ સાધ્યો તેણે ઘણું સાધી લીધું. પ્રાણ સાધવા માટે આપણે સૌ પ્રથમ પ્રાણને સમજવો ખૂબ જરૂરી છે. પ્રાણ એ જીવનની શક્તિ છે. આપણું શરીર પ્રાણની શક્તિથી સતત ધબકી રહ્યું છે. તેથી તો પ્રાણ ધારણ કરનારને પ્રાણી કહેવામાં આવે છે. જેનામાં પ્રાણ વહન કરે છે તે પ્રાણી કહેવાય છે. આ પ્રાણશક્તિનું ઊગમસ્થાન ક્યાં છે તે હજુ વિજ્ઞાન શોધી શક્યું નથી. પણ – ૩૦ —— – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ આપણા આર્ષદષ્ટાઓએ આ ઉપર ખૂબ ચિંતન કરી વિવિધ પ્રયોગ કરી પ્રાણનો મૂળ સ્રોત જ્યાંથી નીકળે છે તે જાણી લીધું. પ્રાણના મૂળ સ્રોતને જાણ્યા વિના પ્રાણ સાધવા નીકળીએ તો આપણે ભટક્તા રહીએ પણ પ્રાણ સધાય નહિ. આ પ્રાણ ઉત્પન્ન થાય છે આપણા તૈજસ શરીરમાં. શરીરની સંરચના વિષે આપણે જ્યારે વિચાર કર્યો ત્યારે બે સૂક્ષ્મ શરીરોનો ઉલ્લેખ કર્યો હતો. એમાં જે સૂક્ષ્મતમ શરીર છે તેને કર્મ શરીર કહેવામાં આવે છે, જ્યારે સૂક્ષ્મતર શરીરને તૈજસ શરીર કહેવામાં આવે છે. આ બન્ને શરીરો જીવની સાથે ભવાંતરમાં જાય છે, પણ આપણે જે સ્થૂળ શરીર છે જેને ઔદારિક શરીર કહે છે તે અહીં જ છૂટી જાય છે પછી તેનો સત્વરે નાશ કરવામાં આવે છે. તૈજસ શરીર એ આપણા શરીરમાંનું પાવર જનરેટર છે. તેમાંથી આપણને ઊર્જા મળે છે. જીવનને જરૂરી ઊર્જાશક્તિનું ઉત્પાદન આ તૈજસ શરીરમાં થયા કરે છે. આ જનરેટર જો ખોટકાઈ જાય તો આપણા શરીરને ખોટકાતાં પછી વાર ન લાગે. આ ઉષ્મા દ્વારા જ પ્રાણશક્તિ ઉત્પન્ન થાય છે અને તેનો સંચાર આખા શરીરમાં થાય છે અને તેને લીધે જ આપણે જીવના અસ્તિત્વનો અનુભવ કરીએ છીએ. આમ જોઈએ તો પ્રાણશક્તિ તો એક જ છે પણ તે જે વિશેષ કાર્ય કરે છે અને શરીરનાં જે-જે અંગ-ઉપાંગોમાં કાર્ય કરે છે તેને આધારે તે વિવિધ નામે ઓળખાય છે. સમજવામાં સરળતા રહે તેથી તેને વિવિધ નામે ઓળખવામાં આવે છે. આમ, મૂળ તો પ્રાણના બે પ્રકાર ગણવામાં આવે છે. એક સામાન્ય પ્રાણ અને બીજો વિશેષ પ્રાણ. બાકી પ્રાણશક્તિનું મૂળ કેન્દ્ર તૈજસ કેન્દ્ર છે જ્યાંથી આ ઊર્જાનો સ્રોત નીકળે છે. આ કેન્દ્ર આપણા શરીરમાં નાભિની નીચે આવેલું છે અને તેથી યોગની પ્રક્રિયાઓમાં નાભિ મર્મ સ્થાને ગણાય છે. ત્યાંથી ઉત્પન્ન થયેલી પ્રાણધારા આખા શરીરમાં વિવિધ ધારાઓમાં વહેંચાઈને ફરે છે, શરીરને શક્તિ આપે છે અને તેના ઘબકારથી શરીર સજીવન રહે છે. આ પ્રાણશક્તિનો લોપ થતાં શરીર ધબકતું અટકી જાય છે અને છેવટે નિપ્રાણ થઈ જતાં તેને મૃત (મરેલું) જાહેર કરવામાં આવે છે. પ્રાણશક્તિ --- ૩૧ – Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ આમ તો પ્રાણની ઘારા શરીરમાં બધે જ વહે છે પણ તેનાં ખાસ કેન્દ્રો છે ત્યાં એનો વિશિષ્ટ રૂપે સંચય થયેલો હોય છે અને ત્યાં એનું કાર્ય પણ ખૂબ મહત્ત્વનું હોય છે. જીવ માતાના ઉદરમાં આવે છે કે તુરત જ સૌ પ્રથમ તે પોતાનું શરીર બનાવવા માંડે છે અને તે માટે સૌથી મહત્ત્વની અને આવશ્યક પ્રક્રિયા થાય છે તેને પર્યાપ્તિ કહેવામાં આવે છે. આવી છે પર્યાપ્તિઓનું જ્ઞાનીઓએ વર્ણન કર્યું છે જે પ્રાપ્ત થયા વિના - પૂર્ણ થયા વિના જીવ પોતાની આગળની યાત્રા શરૂ કરી શકતો નથી. આ છ પર્યાપ્તિઓ છે – આહારપર્યાપ્તિ, શરીરપર્યાપ્તિ, ઇન્દ્રિયપર્યાપ્તિ, શ્વાસોચ્છવાસપર્યાપ્તિ, ભાષાપર્યાપ્તિ અને મન:પર્યાપ્તિ. આ બધી પર્યાપ્તિઓ ઊર્જાનાં વિશિષ્ટ કેન્દ્રો છે અને ત્યાં પ્રાણશક્તિનો આવિર્ભાવ થાય છે. જો કે ઊર્જાનું મૂળ કેન્દ્ર તો આપણી સાથે આવેલું સૂક્ષ્મતર તૈજસ શરીર છે. તેના વિના તો આ પર્યાપ્તિઓ પણ પૂર્ણ ન થઈ શકે. પ્રાણશક્તિ શરીરમાં બધે જ વહે છે પણ જ્યાં જ્યાં એનું કાર્ય વિશેષ રહે છે એ ક્ષેત્રને આધારે પણ પ્રાણને નામ આપવામાં આવે છે. જે જોવામાં સહાય કરે તે ચક્ષુ-ઇન્દ્રિય પ્રાણ, જે સાંભળવામાં મદદ કરે તે શ્રોત્ર-ઇન્દ્રિય પ્રાણ વગેરે. આપણે જે પર્યાપ્તિઓની વાત કરી તેમાં અમુક પર્યાપ્તિઓનું કાર્ય થઈ જતાં આપણે તેનાથી સભાન નથી રહેતા પણ જે સતત કાર્યશીલ રહે છે અને જેની પ્રતીતિ આપણને હંમેશાં થતી રહે છે તે બે પર્યાપ્તિઓ ખૂબ મહત્ત્વની છે. તેને કાર્યરત રાખતી પ્રાણધારા છે શ્વાસપ્રાણ અને મનઃપ્રાણ. સાધનામાં આ બે પ્રાણનું ખૂબ મહત્ત્વ છે. સાધક આ પ્રાણધારાઓને નિયંત્રિત કરીને સાધનામાર્ગમાં આગળ વધે છે. તદુપરાંત શરીરમાં એવાં પણ વિશિષ્ટ સ્થાનો છે કે જ્યાં પ્રાણશક્તિનો વધારે પ્રાદુર્ભાવ થાય છે જેના ઉપર પણ સાધક પોતાનું લક્ષ કેન્દ્રિત કરે છે. આવાં ત્રણ સ્થાન છે - એક તો હૃદય જેને ઓજશક્તિનું પરમ સ્થાન ગણવામાં આવે છે. યોગીઓએ ત્યાં અનાહત ચક્રને અવસ્થિત માન્યું છે. બીજું મુખ્ય સ્થાન છે નાસાગ્ર-નાકનો અગ્રભાગ. ત્રીજું મુખ્ય સ્થાન છે નાભિ. આ ત્રણેય સ્થાનો ઉપર પ્રાણશક્તિ વિશેષ રીતે પ્રગટ થાય છે. – ૩૨ મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ આમ, આપણે પ્રાણના મહત્ત્વ ઉપર વિચાર કર્યો, તેનું સંચાલન કેવી રીતે થાય છે અને કયાં સ્થાનો ઉપર તે વિશેષ રીતે પ્રગટ થાય છે તે વાત જોઈ ગયા. પણ મહત્ત્વની બાબત છે પ્રાણ સાધવાની. યોગીઓ પ્રાણ સાધે છે અને તે માટે જીવનભર તપશ્ચર્યા કરે છે. તો સહજ પ્રશ્ન થાય જ કે પ્રાણ શા માટે સાધવો અને કેવી રીતે સધાય ? આપણા શરીરમાં ચૈતન્યની શક્તિની પ્રતીતિ થાય છે જેની બે નિષ્પત્તિ ગણી શકાય. એક છે આપણું અસ્તિત્વ અને બીજું છે આપણું વ્યક્તિત્વ. વ્યક્તિત્વ એક ઉપાધિ જેવું છે જેનાથી માણસ ઓળખાય છે પણ માણસની એ સાચી ઓળખ નથી. ઉપાધિ એક દીવાલ છે. એનાથી વ્યક્તિની સીમા બંધાઈ જાય છે, જ્યારે અસ્તિત્વને સીમા નથી. તે અસીમ છે. અસ્તિત્વને ભાષામાં બાંધી શકાતું નથી. અસ્તિત્વ અનંત શક્તિશાળી છે જ્યારે વ્યક્તિત્વ શક્તિની એક ધારા જેવું છે. અસ્તિત્વ સાગર છે, વ્યક્તિત્વ તો તેના એક બિંદુ જેવું છે. આપણે વ્યક્તિત્વના પાંજરામાં પુરાયેલા પંખી જેવા છીએ. એક વખત આ પાંજરું તૂટી જાય, આ દીવાલ તૂટી જાય તો પછી અસ્તિત્વના સાક્ષાત્કારનો માર્ગ મોકળો થઈ જાય. પણ વ્યક્તિત્વનો મોહ અસ્તિત્વની પ્રતીતિ થવા દેતો નથી. અસ્તિત્વનો આવિર્ભાવ કરવા માટે આ મોહની દીવાલ તોડવી રહી. જે વ્યક્તિત્વ ક્ષણભંગુર છે તેની પળોજણ આપણે જીવનભર કરતા રહીએ છીએ અને પરિણામે આપણે અસ્તિત્વથી વેગળા ને વેગળા રહી જઈએ છીએ. અસ્તિત્વને પામવા માટે, તેનો સાક્ષાત્કાર કરવા માટે વ્યક્તિત્વની દીવાલ તોડવી રહી. જ્યારે મન શાંત થઈ જાય છે ત્યારે અસ્તિત્વ પ્રગટ થવા માંડે છે. મન સક્રિય હોય છે ત્યારે અસ્તિત્વની ઝાંખી પણ થઈ શકતી નથી. અસ્તિત્વની ઊંચાઈએ પહોંચવા માટે મનને સુવાડી દેવું પડે છે. મન અને અસ્તિત્વ સાથે નથી રહી શકતાં. બન્નેનો નિર્વાહ સાથે થઈ શકતો નથી. સાધનાનો માર્ગ મનને શાન્ત કરી વિકલ્પરહિત કરીને અસ્તિત્વને જગાડવાનો માર્ગ છે. આ સાધનામાં પ્રાણ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. પ્રાણની ધારા બહિર્મુખી થઈ શત શત માર્ગે બહારની તરફ વહેતી પ્રાણશક્તિ - - ૩૩ - Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ રહે છે તેને સમેટી લઈને અંદર તરફ સુષુમ્હાને માર્ગે પ્રવાહિત કરવાથી મન શાંત થઈ જાય છે, પ્રાણ વધારે શક્તિશાળી બની જાય છે અને અસ્તિત્વને પ્રગટ થવા માટેનો માર્ગ સરળ થઈ જાય છે. પ્રાણની ધારાને શાંત કરતાં મન શાંત થઈ જાય છે. પણ અહીં એક પશ્ન સહજ ઉપસ્થિત થાય છે કે પ્રાણ તો જીવન છે. તેના ધબકારા સાથે જીવનની અનુભૂતિ થાય છે તો પછી સાધનામાં આ પ્રાણને શાંત કરવાની, શિથિલ કરવાની વાત કેવી રીતે સુસંગત છે ? આમ, દેખીતી રીતે વિરોધાભાસ લાગે છે પણ વાસ્તવમાં એ વિરોધ નથી. જેમ સંઘર્ષમાં ઊતરતાં પહેલાં કુસ્તીબાજ શરીરને વધારે પુષ્ટ કરે છે અને તેને આરામ આપે છે તેમ પ્રાણની આ ધારાને પુષ્ટ કરવા માટે તેને શિથિલ કરવી જરૂરી છે. પ્રાણની ધારા શિથિલ થાય પછી તેને અંદર તરફ વાળવાનું કાર્ય સરળ બને છે. વળી જે પ્રાણશક્તિ બહાર વહી જઈને વેડફાતી હતી તે હવે ભેગી થઈને વધુ બળવાન બને છે તેથી તે અસ્તિત્વ સુધી પહોંચવા વધારે સક્ષમ રહે છે. તેથી તો સામાન્ય વ્યવહારમાં સાધકની ગતિવિધિ ઊલટી લાગે છે. વ્યવહારમાં સક્રિયતાનું મૂલ્ય અંકાય છે. જ્યારે સાધક બહારથી નિષ્ક્રિય લાગે છે. વ્યવહારમાં વાણીનો વિલાસ વખણાય જ્યારે સાધક મૌનની પરિભાષા સ્વીકારે છે. બહારથી સાધક તદ્દન નિષ્ક્રિય લાગે છે પણ તેની પાછળનું એ રહસ્ય છે કે સાધક પ્રાણધારાને સમેટી લઈ અંદર તરફ વાળતો હોય – તેથી વાસ્તવમાં તે પ્રચંડ પુરુષાર્થ કરતો હોય છે. સાધક પ્રાણને સ્પંદનની અવસ્થામાંથી નિ:સ્પંદન તરફ લઈ જતો હોય છે જે ખરેખર તો પ્રાણની શક્તિને બળવત્તર કરવાની અદ્ભુત કલા છે. પ્રાણને નિષ્યંદન કરવાથી મન શાંત થઈ જાય છે. શ્વાસ શાંત થઈ જાય છે. તો પ્રશ્ન એ રહે છે કે આ કાર્ય કેવી રીતે સિદ્ધ થઈ શકે? તે માટે યોગમાં વિવિધ માર્ગો દર્શાવવામાં આવ્યા છે. એ માટે પહેલો રસ્તો છે કપાલભાતિ પ્રાણાયામનો. આ પ્રાણાયામ સધાતાં પ્રાણની ધારા જે આમ-તેમ વહેતી હોય છે તે ભેગી થઈને સુષુમ્નાને માર્ગે એટલે પૃષ્ઠરજ્જુના પોલાણમાંથી ઉપરની તરફ મધ્યવર્તી થઈને વહેવા લાગે છે. મહાવીરની સાધનાનો મર્મ ૩૪ Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ બીજો રસ્તો છે ત્રિબંધનો. એમાં ઊડ્ડીયાન, જાલંધર અને મૂલબંધ એમ ત્રણ બંધ સાધવામાં આવે છે. આ ત્રણ બંધ સધાતાં પણ પ્રાણધારા મધ્યમ માર્ગે પ્રવાહિત થવા લાગે છે. ત્રીજો રસ્તો આ બન્નેથી વધારે સરળ છે. આ માર્ગ છે દીર્ઘ શ્વાસનો. આ પ્રયોગમાં એક દીર્ઘ શ્વાસ લઈને તેનું રેચન કરી, તેને બહાર કાઢી તત્કાળ બીજો દીર્ઘ શ્વાસ લેવાનો હોય છે. પહેલો શ્વાસ પૂરો થતાંની સાથે જ તેની સાથે બીજો શ્વાસ સંલગ્ન થઈ જાય વચ્ચે વિરામ નહિ લેવાનો.એક દીર્ઘ શ્વાસના અંત સાથે બીજા દીર્ઘ શ્વાસનો પ્રારંભ થાય. આમ, શ્વાસનું એક વર્તુળ રચાય. આમ, દીર્ઘ શ્વાસની પરંપરાથી પણ પ્રાણની ધારા સુષુમ્નાને માર્ગે વહેવા માંડે છે. જેવી પ્રાણધારા મધ્યમાર્ગી થઈને ઉપરની તરફ વહેવા લાગે છે કે તુરત જ મન શાંત થવા માંડે છે અને ધીમે ધીમે અમનની અવસ્થા સધાતી જાય છે. જે નટખટ મન આપણને હંમેશાં હેરાન કરતું હતું, લાખ ઉપાય કરે પણ હાથમાં આવતું ન હતું તે હવે વિલીન થવા માંડે છે. અરે, પછી તો શોધવું પડે કે મન ક્યાં ખોવાઈ ગયું ? અમનની અવસ્થા પેદા થતાં જ અસ્તિત્વ, જેની ભાળ મળતી ન હતી તે, મુક્ત રીતે પ્રગટ થવા લાગે છે. - જો કે અહીં ઘણાને પ્રશ્ન થશે કે મનને શાંત કરવા માટે, અસ્તિત્વને પ્રગટ કરવા માટે ફક્ત આ જ માર્ગો છે કે પછી બીજે કોઈ રસ્તે આ વાત સિદ્ધ થઈ શકે ? પ્રશ્ન છે મનને અમનની અવસ્થામાં લઈ જવાનો. આ કાર્ય બીજી અનેક રીતે થઈ શકે છે પણ આ માર્ગ શરીરને સાધીને આગળ વધવાનો છે. યોગો તો ઘણાય છે. શ્રુત જ્ઞાનની ઉપાસના પણ આ કાર્ય કરી શકે. જ્ઞાનનો પ્રાદુર્ભાવ થતાં પણ પ્રાણધારા મધ્યમ માર્ગે ઊર્વારોહણ કરે. તત્ત્વચિંતન પણ આ અવસ્થાના નિર્માણમાં મહત્ત્વનો ભાગ ભજવી શકે. વૈરાગ્યની તીવ્ર ભાવના થતાં પણ પ્રાણશક્તિ પોતાનો માર્ગ બદલીને સબળ થઈ જઈ શકે છે. માર્ગ ભલે ગમે તે હોય પણ તે લક્ષ્ય સાધનારો હોવો જોઈએ. જેનાથી લક્ષ્ય સધાય એ માર્ગ જેતે સાધક માટે યોગ્ય ગણાય. તેથી તો જ્ઞાનને પણ યોગ કહ્યો છે, ભક્તિને પણ યોગ હ્યો છે અને કર્મયોગ પણ પ્રસ્થાપિત થયેલો છે. પણ આ યોગો પ્રાણશક્તિ પ Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ જે સરળતાથી બોલાય છે તેટલા સહેલા નથી. ભક્તિમાં એટલી તન્મયતા હોય કે જ્યારે દેહનું ભાન પણ ન રહે જેનું જ્વલંત ઉદાહરણ ચૈતન્ય મહાપ્રભુનું છે, ત્યારે તે યોગ બને. કર્મયોગ કંઈ રસ્તામાં પડ્યો નથી. બધું કરવા છતાંય કંઈ ન કરવું તે કર્મયોગ છે. કોઈ પણ કર્મથી લેપાયા વિના કર્મ કરવાં અને સંસારને નિર્મોહી બનીને જોયા કરવાનું કામ સહેલું નથી. જ્ઞાનયોગ તો વળી ઘણી વધારે શક્તિ માગી લે છે અને તે પણ જો વિવેક ન હોય તો યોગ ન બનતાં ખાલી મિથ્યાજ્ઞાન થઈને રહે જે લક્ષ્યથી યોજનો દૂર નીકળી જાય. આમ, લક્ષ્ય સુધી પહોંચવાના વિવિધ માર્ગો છે ખરા પણ તેમાં તન્મયતા સધાવી જોઈએ. વળી, યથાયોગ્ય માત્રામાં-પ્રમાણમાં તેનું સેવન થવું જોઈએ. આ સાધના પ્રાસંગિક નથી કે એક બે વખત થોડી સાધના કરી એટલે કામ ચાલ્યું. આ સાધનામાં ધ્યેયનિષ્ઠા અને અવિરત પ્રયાસ બન્ને ખૂબ જરૂરી છે. JE Jain Educationa International મહાવીરની સાધનાનો મર્મ For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્વાસસંવટ & 8 સૌ પ્રથમ આપણે એ બાબતે સ્પષ્ટ થઈ જવું જોઈએ કે સાધનાનો મૂળ હેતુ શો છે ? એનું પ્રયોજન શું છે ? આપણી પાસે અનર્ગળ શક્તિઓ છે પણ આપણે તેનાથી અપરિચિત છીએ. આ અનર્ગળ શક્તિઓથી પરિચિત થવું અને તેનો ઉઘાડ કરવો - આવિર્ભાવ કરવો એ સાધનાનું પ્રયોજન છે. ત્યાર પછી આ શક્તિઓનો યથાયોગ્ય ઉપયોગ કરવો એ બાબત પણ ખૂબ મહત્ત્વની છે. શક્તિઓનો ઉઘાડ થાય પણ જો આપણે એનો યોગ્ય ઉપયોગ ન કરીએ તો પણ સાધના વિફળ થઈ જ ગણાય. આત્માની અનંત શક્તિઓનો આવિર્ભાવ કરવા માટે સૌ પહેલાં આવશ્યકતા છે મનનો વિલય કરવાની. મન જ્યાં સુધી ચંચળ છે ત્યાં સુધી કંઈ સિદ્ધ થઈ શકતું નથી. મનને અમનની અવસ્થામાં લઈ જવા માટે શું કરવું એ બાબત ગંભીર વિચારણા માગી લે છે. મનનો વિલય એ આત્મસાધનાનો મહાપથ છે. એ રાજમાર્ગ છે. તેના ઉપર પહોંચવા માટે મહામનીષીઓએ અનેક પ્રયોગો કરી કેટલાય માર્ગો ચાતરી કાઢયા છે. એમાંથી આપણને કયો માર્ગ અનુકૂળ રહેશે એ વાત આપણે નક્કી કરી લેવાની છે. તત્ત્વની ગવેષણા કરનારાઓ કહે છે કે મહાપથ તો શ્વાસસંવર ૩૭ – Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ મનને શાંત કરવાનો છે, તેની ચંચળતા મિટાવવાનો છે અને છેવટે અમનની સ્થિતિ સર્જવાનો છે. હજારો હજારો નાની પગદંડીઓ તે તરફ જાય છે. કેટલાય નાના-મોટા માર્ગો તેને મળે છે. એક વાર મહાપથ ઉપર આવી ગયા પછી લક્ષ્ય સુધી પહોંચવાનું કામ એટલું વિકટ નથી. મૂળ માર્ગ તો એક જ છે જેને તંત્રની ભાષામાં એકાયન કહે છે. સાધકે ગમે તે નાનો-મોટો માર્ગ અપનાવી આ એકાયનમાં પ્રવેશ કરવાનો છે. મનના વિલયના મહામાર્ગ ઉપર પહોંચવાના અનેક માર્ગો છે. એ માટેના અનેક યોગો છે. એમાંનો એક માર્ગ છે આસન વિજયનો. આસનની સિદ્ધિ કરીને મત્યેન્દ્રનાથ મહાપથ ઉપર પહોંચ્યા. તેમણે જે આસનથી આ સિદ્ધિ મેળવી એ આસનનું નામ તેમના નામ સાથે જોડાયું. એને અર્ધમત્યેન્દ્રાસન કહે છે. જો કોઈ નિયમિત રીતે પૂર્ણ વિશ્વાસની સાથે આ આસન કરતો રહે તો તેને આ આસન સિદ્ધ થઈ જાય છે. આસન સિદ્ધ થતાં પ્રાણની ધારા ઈડા અને પિંગલામાં ન વહેતાં મધ્યમાર્ગે સુષુમ્મા દ્વારા ઉપરની બાજુ વહેવા લાગે છે. સુષમ્યાનો માર્ગ ખૂલી જતાં મન શાંત થવા લાગે છે અને સાધક મનોજય કરી શકે છે. તો વળી કેટલાક સાધકોએ શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ દિશામાં બૌદ્ધોનું મોટું પ્રદાન છે. તેમની સાધના આના પાનસતિની સાધના કહેવાય છે. તેમણે શ્વાસને પકડ્યો. શ્વાસ પકડવા માટે તેમણે નાસિકાના અગ્રભાગ ઉપર તેની નીચેના હોઠના પ્રદેશ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. શ્વાસની દરેક હલચલ પૂર્ણ જાગૃતિથી સાધક જોયા જ કરે છે. સાધના આગળ વધતાં શ્વાસ આપોઆપ ધીમો થઈ જાય છે અને મન શાંત થવા લાગે છે અને શક્તિઓના જાગરણનો માર્ગ ખૂલવા લાગે છે. શ્વાસ અને મન અદ્દભુત રીતે એકબીજા સાથે સંકળાયેલાં છે. એક શાંત થાય તો બીજું શાંત થાય. એક સધાય તો બીજું આપોઆપ સધાઈ જાય. શ્વાસની ઉત્તેજના આપણા આવેશો સાથે સંકળાયેલી છે. ચિંતા, ભય, ક્રોધ, વાસના એવો કોઈ પણ આવેગ જેવો શરીરમાં પેદા થાય કે શ્વાસ ઉત્તેજિત થવા લાગે છે કારણ કે પછી શરીરમાં કાર્બન ડાયૉક્સાઈડની માત્રા વધવા લાગે છે જે શ્વાસ દ્વારા શરીર બહાર ફેકે છે. શરીરને - ૩૮ – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ પોતાની પ્રક્રિયા જાળવવા વધારે પ્રાણવાયુની જરૂર પડે છે તેથી શ્વાસ જોરથી ચાલવા લાગે છે. આમ, લાગણીના આવેગો સાથે શ્વાસની ગતિમાં ફેરફાર થયા કરે છે. એ જ રીતે શરીર જ્યારે વધારે શ્રમ કરે છે ત્યારે પણ પ્રાણવાયુની તેની માગ વધી જાય છે. તે પૂરી કરવા શ્વાસોચ્છ્વાસની ગતિ તુરત જ વધી જાય છે. આમ, શ્વાસ અને મનને ગાઢ સંબંધ છે. શ્વાસ અને શરીરની સક્રિયતાને પણ ગાઢ સંબંધ છે. અને શરીરની સક્રિયતાને પણ ગાઢ સંબંધ છે. શ્વાસ શાંત કરો તો શરીરને શાંત થવું જ પડે; મનને શાંત થવું પડે જ. પ્રશ્ન છે કે તમે આ વિષવર્તુળને કયાંથી તોડો છો. આ વર્તુળને તોડવા માટેની વિવિધ સાધનાપદ્ધતિઓ છે પણ મૂળ વાત એક જ છે. પ્રશ્ન છે શ્વાસની પ્રક્રિયાને નિયંત્રણમાં લેવાનો અને તેની ગતિવિધિને ચોટ મારવાનો. ચોટ ક્યાંથી મારવાનું અનુકૂળ છે એ સાધકે વિચારી લેવું. એક જ ધ્યેયને હાંસલ કરવા વિવિધ માર્ગો વિચારાયા છે અને વિવિધ પદ્ધતિઓ શોધાઈ છે જેનાં વર્ણનો થયાં છે. એ બધામાં ભેદ છે શબ્દોનો; પણ વિચાર થયો છે એક જ વાતનો. સાધનામાં એવી ઘણી બાબતો છે જ્યાં ભાષાઓ ભિન્ન હોય છે, અભિગમ જુદા હોય છે, સ્વીકૃતિઓ-માન્યતાઓ જુદી જુદી હોય છે પરંતુ પરિણામમાં ભિન્નતા નથી હોતી. વિવિધ માર્ગો ગ્રહણ કર્યા છતાં યાત્રા તો મહાપથ તરફ લઈ જનારી જ હોય છે. સાધનાની જુદી જુદી પદ્ધતિઓની નિષ્પત્તિ એક જ હોય છે. પરિણામમાં કોઈ અંતર રહેતું નથી. પુરાણોમાં એક રાજાની કથા આવે છે. રાજાને રાત્રિએ નિદ્રા દરમ્યાન સ્વપ્ન આવ્યું કે તેના બધા દાંત પડી ગયા છે અને તે બોખો થઈ ગયો છે. નિદ્રા તૂટતાં રાજા વિમાસણમાં પડી ગયો. સ્વપ્નનો સંકેત જાણવા માટે તે આકળવિકળ થઈ ગયો. બીજે દિવસે મંત્રીપરિષદમાં તેમણે આ વાત રજૂ કરી. જુદા જુદા સ્વપ્ન-પાઠકોને બોલાવ્યા અને તેમની પાસે સ્વપ્નની વાત રજૂ કરી. એક નિષ્ણાત સ્વપ્ન-પાઠકે અભિપ્રાય આપ્યોઃ "રાજન્, તમારા સર્વ પુત્રો મૃત્યુ પામશે. આ સ્વપ્ન તમારા અનિષ્ટ ભાવિની આગાહી કરે છે.” રાજા વિમાસણમાં પડી ગયો. પછી ધીમે ધીમે તેને સ્વપ્ન-પાઠક ઉપર ગુસ્સો આવ્યો. કેવી ક્રૂર વાત આ સ્વાસસંવર ૩૯ Jain Educationa International For Personal and Private Use Only -- Page #56 -------------------------------------------------------------------------- ________________ સરકારી વકી અભિગમ * * પાઠક કરે છે ! રાજાએ તુરત જ હુકમ કર્યો કે આ સ્વપ્ન-પાઠકને જેલમાં મોકલી આપો. તેણે મને સવારના પહોરમાં દુઃખી દુઃખી કરી નાખ્યો. મંત્રીઓએ પણ રાજાની વાતમાં સૂર પુરાવ્યો અને તેમણે ફરમાવેલી સજાનું સમર્થન કર્યું. રાજાની ગ્લાનિ દૂર કરવા માટે મંત્રીઓએ બીજા સ્વપ્ન-પાઠકને બોલાવ્યો અને તેનો અભિપ્રાય માગ્યો. બીજો સ્વપ્ન પાઠક પહોંચેલો હતો. તેણે વિચાર કરી ઉત્તર આપ્યો : "રાજનું સ્વપ્ન ઘણું શુભ છે. સ્વપ્નનો સંકેત છે કે તમારું આયુષ્ય લાંબું છે. તમે ઘણાં વર્ષો રાજ કરશો અને પ્રજાના યોગક્ષેમનું વહન કરશો. તમારા શાસન દરમ્યાન, તમારા લાંબા જીવન દરમ્યાન તમે ઘણા અવનવા પ્રસંગોના સાક્ષી બનશો, પરિણામે તમારું ચિત્ત અંતે પ્રભુ તરફ વળશે. રાજનું સ્વપ્ન તમારા જીવનને બદલી નાખશે અને તમને પરમાત્માની અભિમુખ કરશે.' રાજા પ્રસન્ન થઈ ગયો. સ્વપ્ન-પાઠકને મોટું ઈનામ આપી પ્રશંસા કરી વિદાય કર્યો. જરા વિચાર કરીએ તો લાગશે કે બન્ને પાઠકોએ વાત તો એકની એક જ કહી હતી પણ શબ્દોમાં ફેર હતો, રજૂઆતમાં ભિન્નતા હતી. સાધનામાર્ગમાં ઘણીવાર આવું જોવા મળે છે કે એકની એક વાત વિવિધ રીતે રજૂ થઈ હોય. એમાંય જ્યારે એ વાત જુદા જુદા ધર્મપુરુષોએ રજૂ કરી હોય ત્યારે તો લોકો તેને તદ્દન ભિન્ન ગણે છે એટલું જ નહિ પણ પરસ્પર વિરોધી માને છે. જરૂર છે વસ્તુના હાર્દ સુધી પહોંચવાની અને વાત ઉપર વિચાર કરવાની. જ્યારે શ્વાસ નિરીક્ષણની વાત કરવામાં આવે છે ત્યારે ઘણાને લાગે છે કે આ સાધના બૌદ્ધોની છે. જૈન યોગમાં શ્વાસ ઉપર ધ્યાન આપવામાં આવ્યું નથી. મૂળ વાત છે મનને શાંત કરવાની અને તે માટેની સાધનાના વિવિધ માર્ગો છે. કોઈએ એક વાતને વધારે મહત્ત્વની ગણી તો બીજાએ વળી અન્ય બાબત ઉપર જોર દીધું. વેદાન્તમાં પણ શ્વાસની વાત તો કરવામાં આવી છે પણ તે જુદી રીતે રજૂ થઈ છે. અષ્ટાંગયોગમાં - ૪૦, – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ પ્રાણાયામની વાત છે. કેટલાક મહર્ષિઓએ તો પ્રાણાયામને જ સાધનાની મૂળ વાત ગણી છે. પ્રાણનો નિગ્રહ કરો, પ્રાણનું નિયંત્રણ કરો, પ્રાણધારાને અમુક સ્થળે રોકો, અમુક માર્ગે પ્રવાહીત કરો એમ કેટલાંય વિધિ-વિધાનો છે. વાત તો પાછી ઠેરની ઠેર જ આવીને અટકે છે. પ્રાણનો નિરોધ થતાં મનનો નિરોધ થાય છે. પ્રાણનું નિયંત્રણ થતાં મનનું નિયંત્રણ થાય છે. પ્રાણ સધાતાં મન સધાય છે. ભગવાન મહાવીરે કહ્યું કે સંવર કરો, તપસ્યા કરો, ઉપવાસ કરો. આમ જોઈએ તો ભગવાન મહાવીરે સીધેસીધા શ્વાસના નિયંત્રણની વાત કરી નથી પણ તેમણે જે ઉપાસના માર્ગ સૂચવ્યો છે તેમાં સહેજેય શ્વાસનું નિયમન થઈ જાય છે. જે વ્યક્તિ ઉપવાસ કરે છે તેની શ્વાસોચ્છ્વાસની ક્રિયા આપોઆપ મંદ થઈ જાય છે. તપસ્યા કરો અને શ્વાસનો સંયમ ન થાય તેમ બને નહિ. સંવરને તો શ્વાસ સાથે બહુ જ નિકટનો સંબંધ છે. ભગવાન મહાવીરે સાધનામાર્ગમાં કાયોત્સર્ગને બહુ મહત્ત્વનો ગણ્યો છે. તેમની સમગ્ર આરાધના પદ્ધતિમાં કાયોત્સર્ગ વણાઈ ગયો છે. કાયોત્સર્ગમાં કાયાનો સંવર થાય છે અને શ્વાસનું નિયમન થાય છે. કાયા સ્થિર થતાં શ્વાસ સ્થિર થઈ જાય છે-મંદ થઈ જાય છે. વળી કાયોત્સર્ગને શ્વાસ પ્રમાણ ગણવામાં આવે છે. આમ, શ્વાસનું નિયમન સ્વભાવિક રીતે કાયોત્સર્ગની સાથે સંકળાયેલું છે. જે કાયોત્સર્ગ સાધે તેનો શ્વાસ મંદ જ હોય. તેનું મન શાંત જ થઈ ગયું હોય. કાયોત્સર્ગ તો જૈનોની સાધના પદ્ધતિનું પ્રમુખ અંગ છે પછા આપણે કેવી રીતે કહી શકીએ કે ભગવાન મહાવીરે શ્વાસના નિયમનની વાત નથી સ્વીકારી ? હા, ફરક એટલો છે કે તેમણે શ્વાસની વાત સીધેસીધાં નથી કહી. ઉપર ઉપરથી જોઈએ તો વાત અલગ અલગ લાગે છે પણ વસ્તુતઃ પરિણામમાં કંઈ અંતર નથી. ભગવાન મહાવીરે તપના જે બાર પ્રકારો બતાવ્યા છે તે જો આરાધવામાં આવે તો શ્વાસ સહેજેય સધાઈ જાય છે. તપના આ બધા પ્રકારોમાં સ્વાભાવિક રીતે શ્વાસ શાંત થઈ જાય છે. શ્વાસ શાંત થતાં, ચિત્ત શાંત થઈ જાય છે અને ચિત્તમાં શાંતિ સ્થપાતાં પ્રસન્નતાની નિષ્પત્તિ થાય છે. આ જ પ્રક્રિયાને ઊલટાવી પણ શકાય. કોઈ પણ રીતે જો શ્વાસસંવર Jain Educationa International For Personal and Private Use Only ૧ ― Page #58 -------------------------------------------------------------------------- ________________ ચિત્ત પ્રસન્નતા સાધવામાં આવે તો મન શાંત થઈ જાય અને મન શાંત થતાં શ્વાસ શાંત થઈ જાય. સાધક ગમે ત્યાંથી શરૂ કરે, ગમે તે કડી પકડે પણ છેવટે તે આવીને મહાપથમાં મળી જાય છે. ભગવાન મહાવીરે આત્માને જોવાની વાત કરી - વૃત્તિ નિરીક્ષણની વાત કરી. તો બીજીબાજુ કેટલાક ધર્મપુરુષોએ શ્વાસને જોવાની વાત કરી. કોઈએ આસન સિદ્ધ કરવાની વાત કરી. કોઈએ ઈશ્વરના સાક્ષાત્કારની વાત કરી તેની સાથે તદ્રુપ થઈ જવાની વાત કરી. આ બધાય સાધનાના વિવિધ માર્ગો છે. મૂળ વાત અંતરમાં પડેલી શક્તિઓને ઓળખવાની, તેનું પૂર્ણ જાગરણ કરવાની અને તેનો ઉત્તમ રીતે ઉપયોગ કરવાની છે. આત્મદર્શન પણ છેવટે શું છે ? જો આપણે સાધનાની નિષ્પત્તિનો વિચાર કરીશું તો એ નિષ્કર્ષ ઉપર આવીને રહીશું કે મૂળ વાત તો છે આત્માની શક્તિઓથી પરિચિત થવાની, તેનો આવિષ્કાર કરવાની. જે વ્યક્તિ શ્વાસનું નિરીક્ષણ કરે છે તે છેવટે પોતાના અસ્તિત્વ તરફ જ વળે છે. જે આત્મદર્શન કરે છે તે પણ અસ્તિત્વના દર્શન પ્રતિ જાય છે. અસ્તિત્વની દિશા, આત્મા-મન અને શ્વાસ આ ત્રણેય સૂત્રો સાથે સંકળાયેલી છે. આ ત્રણમાંથી સાધક ગમે તેનો આશરો લે તો પણ તે જે ગંતવ્ય છે ત્યાં જ આવીને ઊભો રહેશે. કયો માર્ગ અપનાવવો તે સાધકની રૂચિનો અને ક્ષમતાનો પ્રશ્ન છે. સાધના માટે જે યોગો મહત્તમ રીતે પ્રસ્તુત થાય છે એમાં હઠયોગ છે, રાજયોગ છે, જ્ઞાનયોગ છે, ભક્તિયોગ છે અને કર્મયોગ છે. આ પાંચેય માર્ગો આમ તો વિભિન્ન દેખાય છે પણ એમનું લક્ષ્ય તો લગભગ એક જ છે. એની નિષ્પત્તિ પણ એકસરખી કહી શકાય. હઠયોગમાં પ્રાણ અને અપાનની મહત્તા છે. આ યોગની સાધના કરીને પ્રાણવાયુ અને અપાનવાયુનું મિલન સાધવામાં આવે છે. “હ”નો અર્થ છે પ્રાણ; અને ઠ”નો અર્થ છે અપાન. આ બેનું મિલન એટલે સૂર્ય અને ચંદ્રનું મિલન. આ મિલન થતાં મનનો આત્મામાં વિલય થાય છે. રાજયોગમાં પ્રાણ અને અપાનને મહત્ત્વ આપવામાં આવતું નથી પણ એમાં મુખ્યતા મન અને આત્માની છે. એમાં મનોજ કરીને આત્મદર્શનની વાત છે. મન – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ઉપર પ્રભુત્વ સ્થાપિત થતાં પ્રાણ અને અપાન આપોઆપ સધાય છે. પ્રશ્ન છે સાધક પ્રધાનતા કોને આપે છે અને ગૌણ કોને ગણે છે ? જ્ઞાનયોગમાં આત્મજ્ઞાનની જ મહત્તા આંકવામાં આવી છે. આત્માને જે જાણે છે તે પણ મનોજય કરી લે છે. પછી મનની ચંચળતા રહેતી નથી. જેવું ધ્યાન આત્મા તરફ કેન્દ્રિત થયું કે મન અને પ્રાણ આપોઆપ વિલીન થતાં જાય છે. ભક્તિયોગમાં પરમાત્માની સાથે તન્મયતાની વાત છે. ત્યાં જીવાત્માના ‘અહં' અને ‘મમ' બંને ઓગળી જાય છે અને પરમાત્મા સાથે તે અભેદ સાધી લે છે. પોતાની વિસ્મૃતિ થઈ ગયા પછી મનનું અસ્તિત્વ જ કયાં રહ્યું ? મન શાંત થઈ ગયું અને સાથે પોતાની સ્મૃતિ પણ શાંત થઈ ગઈ. બાકી રહ્યો કર્મયોગ જેમાં પ્રવૃત્તિ છે પણ તેનો કરનાર તો તેનાથી બિલકુલ અલિપ્ત છે. ત્યાં રહે છે જ્ઞાતા-દેખા ભાવ. આ ભાવ પ્રવર્તમાન થતાં મનનો લય થઈ જાય છે. આમ, સાધક ગમે તે યોગનો આશ્રય કરે તો પણ તે આવી જાય છે મહાપથ ઉપર જે મનને સમાપ્ત કરીને શક્તિઓને પ્રગટ કરે છે અને અસ્તિત્વના આવિષ્કાર તરફ લઈ જાય છે. પ્રશ્ન છે એક વાતને ઠીક રીતે પકડી લઈને તેને સહારે આગંળ વધવાનો. જો આપણે બધા માન્ય યોગોને બરોબર સમજી લઈએ તો પછી તેમની વચ્ચે તાત્ત્વિક વિરોધ નહિ લાગે. ઘણા લોકો પ્રશ્ન કરે છે કે જૈનોની સાધનાપદ્ધતિ શું છે ? જૈનયોગમાં શું છે ? ભગવાન મહાવીરે યોગની ભાષાનો ઉપયોગ ઝાઝો કર્યો નથી; પણ સંવર તેમજ નિર્જરા ઉપર ભાર મૂકયો છે. સંવરથી મોટો કયો યોગ છે ? સંવરમાં સર્વ યોગો અંતર્ગત રહેલા છે. મહાવીર પોતે તેમના સાધનાકાળમાં પ્રહરો સુધી એક જ આસનમાં સ્થિર રહીને ધ્યાન કરતા હતા. ઘણીવાર તો એક જ વસ્તુ, અરે તેના એક જ પગલ ઉપર દૃષ્ટિ સ્થિર કરીને ધ્યાન કરતા હતા. તેમાં આસનસિદ્ધિ થતી, નિદ્રાવિજય થતો, આહારવિજય થતો. તેથી તો આચાર્ય કુન્દુકુન્દે કહ્યું છે કે આસનવિજય, નિદ્રાવિજય અને આહારવિજય મહાવીરની સાધનાપદ્ધતિના મૂળમાં છે. ભગવાન મહાવીરે મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિનું તેમના સાધનામાર્ગમાં ખૂબ મહત્ત્વ આંકયું છે. આ ત્રણેય ગુપ્તિની સાધના શ્વાસસંવર Jain Educationa International For Personal and Private Use Only ૪૭ Page #60 -------------------------------------------------------------------------- ________________ થતાં શ્વાસ તો આપોઆપ સધાઈ જાય છે. શ્વાસ મંદ થતાં મન શાંત થવા લાગે છે અને કષાયો મંદ પડે છે. ભગવાને તેમની સાધના પદ્ધતિમાં રાગ અને દ્વેષ જે મૂળ કષાયો છે તેને નિર્મૂળ કરવાની વાતને ખૂબ મહત્ત્વની ગણી છે. તેમણે તો વિષમય વટવૃક્ષના મૂળ કષાયો ઉપર જ ઘા કરેલ છે. એક વાર મૂળમાંથી વૃક્ષ ઉખડી જાય કે મૂળને પોષણ ન મળે ત્યાર પછી મન ટકી શક્યું નથી, ઈન્દ્રિયો પલ્લવિત થઈ શક્તી નથી. આમ, ભગવાન મહાવીરની પદ્ધતિમાં સર્વ યોગો વિહત છે. ભગવાન મહાવીર શક્તિઓને ઓળખવાની વાત કરીને વિરમ્યા નથી; તેમણે શક્તિઓના જાગરણની પણ વાત કરી છે અને તેનો ઠીકયથાયોગ્ય ઉપયોગ કરીને સંસારના વિષચક્રમાંથી બહાર નીકળીને છેવટે પરમાત્મ પદ સુધી પહોંચવાની વાત કરી છે. સાધનામાર્ગમાં આગળ વધતાં ઘણી લબ્ધિઓ પ્રાપ્ત થાય છે તે જો સાધક પચાવી ન શકે તો તેનું પતન થાય છે અને સાધના એળે જાય છે. જે સાધક આ લબ્ધિઓને પચાવી શકે છે તે જ સાધનાના લક્ષ્ય સુધી પહોંચે છે. બાકી બધા રખડી પડે છે. શક્તિઓના જાગરણ સમયે તો સાધકે ખૂબ સાવધ રહેવાનું છે. શક્તિ એ છેવટે શક્તિ છે. જે શક્તિ ઊંચે - પ્રગતિના ચરમબિંદુ સુધી લઈ જાય તે છેક નીચે ગર્તમાં પણ ધકેલી દે. શક્તિને ઓળખવી, તેનું જાગરણ કરવું, તેને જીરવવી અને તેનો ઉત્તમ ઉપયોગ કરી લેવો એ સાધના છે. વચ્ચે કયાંક અટકી પડ્યા તો સાધના અધૂરી રહી જાય એટલું જ નહિ પણ હતા ત્યાંથી પણ કેટલાય નીચે પછડાઈ જવાય. ભગવાન મહાવીરે આ બધી વાતનો વિચાર કરીને સર્વાગ સંપૂર્ણ સાધનાપદ્ધતિનું આયોજન કર્યું છે. મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિય સંવર બ્રિ 88 ': પ્રકાર છે સાધનાનું લક્ષ્ય જીવમાંથી શિવ બનવાનું છે. આત્મામાંથી પરમાત્મા બનવાનું છે. આ માટે આપણે આપણી શક્તિઓથી પરિચિત થઈ તેનો ઉઘાડ કરવાનો છે અને તેનો આવિષ્કાર કરવાનો છે. આ લક્ષ્યને સિદ્ધ કરવા માટે મનનો વિલય કરવો ખૂબ જરૂરી છે અને તે અંગે આપણે આગળના પ્રકરણમાં ચર્ચા કરી. આપણી એ ચિંતનધોરાને જો આગળ લંબાવીએ તો તુરત જ આપણે ઇન્દ્રિયો ઉપર આવવું પડશે અને તેના ઉપર વિચાર કરવો પડશે. મનને ચંચળ કોણ બનાવે છે ? આપણો સામાન્ય અનુભવ છે કે ઈન્દ્રિયો તેના વિષયોને ગ્રહણ કરીને અંદર મોકલે છે અને તેનાથી મન ચંચળ બને છે. પાંચ જ્ઞાનેન્દ્રિયો છે અને પાંચ કર્મેન્દ્રિયો છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ તેના વિષયો છે. ઇન્દ્રિયો દ્વારા આપણને આ વિષયોની પ્રાપ્તિ થાય છે અને તેની મન ઉપર સીધી અસર પડે છે. જરા વિચાર કરીશું તો લાગશે કે આપણો સમગ્ર સંસાર ઇન્દ્રિયોનો તો સંસાર છે. તેમના દ્વારા આપણે સંસાર માંડીએ છીએ, ટકાવીએ છીએ, પોષીએ છીએ અને એ જ ઇન્દ્રિયોને ક્ષતિ પહોંચતાં આપણો સંસાર સંકોચાવા લાગે છે. આપણા સમગ્ર જીવનની પ્રવૃત્તિ આ ઈન્દ્રિયોને ગમતા ઇન્દ્રિય સંવર, – ૫ – Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ વિષયોની પ્રાપ્તિ માટે તો છે. જે વિષયો ઇન્દ્રિયોને પ્રતિકૂળ રહે છે તેને દૂર કરવા આપણે જીવનભર મથામણ કરતા રહીએ છીએ. આમ, ઇન્દ્રિયોની જાળમાં આપણું જીવન ફસાયેલું છે. કરોળિયાની જાળમાં આવેલ જંતુ જેમ તેમાંથી બહાર નીકળી શકતું નથી તેમ આપણે પણ ઇન્દ્રિયોની જાળમાં એવા તો ફસાયા છીએ કે તેમાંથી બહાર નીકળી શકતા નથી. જો કદાચ આપણે બહાર નીકળવા પ્રયાસ કરીએ તો પણ આપણે તેની જાળમાંથી સરળતાથી બહાર નીકળી શકતા નથી, પણ ઊલટાના વધારે ને વધારે ફસાતા જઈએ છીએ. ઇન્દ્રિયોના વિષયોની પકડ એટલી તો મજબૂત છે કે આપણે તેના દોર્યા દોરવાઈએ છીએ અને તે જેમ નચાવે તેમ નાચીએ છીએ. ઇન્દ્રિયોનો આ પ્રભાવ જોઈને ઘણા સંત મહાત્માઓએ ઇન્દ્રિયોને નાથવાની વાત કરી. કેટલાય સંતોએ ઇન્દ્રિયોને વગોવવામાં કંઈ બાકી રાખ્યું નથી. ઘણા વિચારકોએ ઇન્દ્રિયોને જ સંસારના મૂળમાં ગણી છે. આ વાત એટલેથી નથી અટકી. ભારતના એક મહાન સંતે તો પોતાની આંખમાં વિકાર આવતાં આંખો ફોડી નાખી; અને એ વાતની ના કહી શકાય તેમ નથી કે ઇન્દ્રિયો મનને ચંચળ બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. મન શાંત થયા વિના સાધનામાં આગળ વધાય નહિ અને જો ઇન્દ્રિયોની આટલી બધી અસર મન ઉપર પડતી હોય તો તેની અવગણના પણ કેમ કરાય ? આમ, સાધના અંગે વિચાર કરવો હોય તો ઇન્દ્રિયો વિષે પણ વિચાર કરવો જ પડે. જરા વિચારી જોઈએ, છેવટે ઇન્દ્રિયો શું છે ? તેના માથે જે દોષારોપણ થાય છે તે યોગ્ય છે ? ઘણીવાર ઇન્દ્રિયોને દંડ દેવાની વાત કરવામાં આવે છે તે શું સચોટ ઉપાય છે ? સ્કૂલ છે કે ઇન્દ્રિયો પોતાના વિષયોને ગ્રહણ કરીને અંદર પહોંચાડે છે અને તેનાથી મન વિચલિત થાય છે. એમાં દોષ કોનો ? મનનો કે ઇન્દ્રિયોનો ? ઇન્દ્રિયો આમ તો બિચારી જડ છે. જ્યારે તેને પ્રાણધારાનો સંગ થાય છે ત્યારે જ તે ચેતનવંતી બને છે અને સક્ષમ રહી શકે છે. પણ ઇન્દ્રિયો પોતે વિષયનો અનુભવ કરતી નથી. ઇન્દ્રિયોને તો સારા-નરસા વિષયોનું મહાવીરની સાધનાનો મર્મ ૪૯ Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ પણ ભાન નથી. જેને ભાન થાય છે, જે ખુશ થાય છે, જે નારાજ થાય છે તે તો અંદર બેઠેલો છે. ઇન્દ્રિયો તો ફક્ત બારીબારણાંની જેમ છે. બારીબારણાં ખુલ્લાં હોય તો તેમાંથી સારી વસ્તુ પણ અંદર આવે અને ખરાબ વસ્તુ પણ અંદર આવે. ઈન્દ્રિયોને સારી વસ્તુ કે ખોટી વસ્તુ સાથે કંઈ લેવા-દેવા નથી. ગામમાં કોઈ નાનું હોય તો તે દ્વારા સારું પાણી પણ આવી શકે અને ગંદું પાણી પણ તેમાં જઈ શકે. દોષ નાળાનો નથી. અંદર કયું પાણી છોડવામાં આવે તેના ઉપર બધો આધાર છે. કેટલાક વિચારકોએ એમ વિચાર્યું કે આ ઇન્દ્રિયો દ્વારા ખરાબ વિષયો અંદર આવે છે માટે ઇન્દ્રિયોનાં દ્વાર બંધ કરી દો જેથી ખરાબ વસ્તુઓ, ગંદકી અંદર ન આવે. જો આ વાતનો સ્વીકાર કરીએ તો આંખ બંધ કરી દેવી પડે, કાનના પડદા તોડી નાખવા પડે, જીભને કાપી નાખવી પડે. પણ આ કંઈ ઉપાય છે ? જે બારણામાંથી ખરાબ વસ્તુઓ આવે છે તે જ બારણામાંથી સારી વસ્તુઓ પણ અંદર આવી શકે છે. તે બાબ વસ્તુઓને રોકવા બારણાં બંધ કરીશું તો પછી સારી વસ્તુઓને આવવાનાં દ્વાર પણ બંધ થઈ જશે. મનને બહેકાવનારું રૂપ આંખ દ્વારા અંદર આવે છે તો મનને પ્રસન્ન કરનાર ઈશ્વરની મૂર્તિનું દર્શન પણ એ જ આંખ દ્વારા થઈ શકે છે. કાન. ગાળો અને ગંદી વાતો અંદર લાવી શકે છે તો એ જ કાન દ્વારા ઈશ્વરભક્તિનાં ગીતો અંદર આવી શકે છે, સાધુ-સંતોની વાણી પણ કાન જ સાંભળીને અંદર મોકલે છે. શાસ્ત્રોનું શ્રવણ-વાંચન-નિદિધ્યાન બધું કરવામાં ઇન્દ્રિયો જ સહાય કરે છે. જે પગ ગંદા બજારમાં લઈ જાય તે જ દેવમંદિરે પણ લઈ જઈ શકે. જે હાથ કોઈને મારી શકે તે જ હાથ કોઈને ઉગારી પણ શકે. આમ, બધી ઇન્દ્રિયોના વિષયોનો વિચાર થઈ શકે. તો આ પરિસ્થિતિમાં ઇન્દ્રિયોનાં દ્વાર બંધ કરવાનું યોગ્ય નથી. એટલે કે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાની વાત બરોબર નથી. તો પછી એવી વ્યવસ્થા વિચારવી રહી કે જે ખરાબ - ગંદા વિષયોને અંદર આવવા ન દેતાં તેમને બહાર રાખે અને સારા - જેમાં આત્માનું હિત રહેલું છે એવા વિષયોને અંદર આવવા દે. ભગવાન મહાવીરની સાધનાપદ્ધતિમાં આ ઈન્દ્રિય સંવર ૪૭ –– Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ માટે પ્રત્યાહારનો-પચખાણનો માર્ગ સૂચવવામાં આવ્યો છે. આ છે એક પ્રકારની ઇન્દ્રિયસંવર. એમાં ઇષ્ટ વિષયોને આવવા દેવાની છૂટ અને અનિષ્ટને રોકવાની વાત. ઇન્દ્રિયોનો સંવર પ્રત્યાહારથી થાય; પણ તે કંઈ તેનો નિગ્રહ કરીને કે નાશ કરીને ન થાય. આ ઉપરાંત બીજી પણ એક મહત્ત્વની બાબત છે કે વિષયોને જોઈને વિકાર કોણ અનુભવે છે? વિકાર તો અંદર બેઠેલા છે. ઇન્દ્રિયોને તો વિકારો કે નિર્વિકારો સાથે સંબંધ નથી. ઇન્દ્રિયોનાં દ્વાર બંધ કરવાથી શું અંદર પડેલા વિકારો નષ્ટ થઈ જશે ? અંદર તો વિકારો જાગતા બેઠા છે. તેમને તેમના વિષયો ન મળતાં તે વધારે વકરશે અને મન વધારે દુર્બાન કર્યા કરશે અને પરિણામે જીવ વધારે દંડાશે અને તેનો સંસાર વળી ઓર વધી જશે. જે મૂળ ચોટ મારવાની છે તે ઇન્દ્રિયો ઉપર નહિ પણ વિકારો ઉપર - તેના ઉગમસ્થાન ઉપર કે જ્યાંથી તેનો પ્રવાહ આવ્યાજ કરે છે. આ વિકારોનું ઉગમસ્થાન છે અંદરનું સૂક્ષ્મ શરીર - વાસના શરીર. સાધના એવી કરવાની છે કે જે આ વાસનાશરીરને ક્ષીણ કરી નાખે કે તેનું પરિવર્તન કરી નાખે. જો આપણે એમ જ માની લઈએ કે ઇન્દ્રિયો જ વિકારોને જન્મ આપે છે તો પછી તો એમ માનવું પડે કે જે બહેરા-મુંગા કે આંધળા હોય તેમનામાં વિકારો ન હોય. આ વાત આપણે માન્ય ન રાખી શકીએ. આપણામાં કહેવત છે કે પાડાને વાંકે પખાલીને ડામ - એના જેવી વાત થાય છે. મૂળ વાંક છે વિકારોનો પણ લોકોએ દોષનો ટોપલો ઓઢાડ્યો છે ઇન્દ્રિયોને માથે. મારવાડમાં એક કહેવત છે કે ડામ દેવો હતો ઊંટની ડોક ઉપર પણ ઊંટની ડોક સુધી હાથ ન પહોંચ્યો એટલે પાસે ઊભેલા બળદને ગળે ડામ દઈ દીધો. કમનસીબે આપણે ત્યાં મોટે ભાગે લોકોએ ઇન્દ્રિયોનો જ વાંક કાઢયો છે અને પરિણામે જે મૂળ રોગ છે તેનું નિદાન વેગળું રહી ગયું જેથી રોગ તો ઊભો જ રહ્યો. ઇન્દ્રિયો તો આપણા દેહની બારીઓ જેવી પણ છે. એમાંથી આત્માની ઝાંખી થાય છે. આત્માનો પ્રકાશ એ બારીઓમાંથી તો રેલાય છે. આ બારીઓ દ્વારા તો અંદર બેઠેલા આત્માની આપણને પ્રતીતિ થાય – ૪૮ – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ છે. આંખમાંથી કરુણા વહે છે તો વાણીમાંથી અમૃત પણ કરે છે. જગતમાં સંત-મહાત્માઓ જે ઉપકારો કરે છે તેનું વહન ઇન્દ્રિયો જ કરે છે ને ? દીન-દુઃખિયાની સેવા પણ ઇન્દ્રિયો દ્વારા જ થાય છે. કોઈ પણ શુભ સંકલ્પ કે શુભ વિચારને વહન કોણ કરશે ? ઇન્દ્રિયો વિનાનો સંસાર કલ્પી શકો છો ? આપણો સમગ્ર વ્યવહાર ઇન્દ્રિયો દ્વારા જ થાય છે. જગત સાથે તો શું પણ પરમાત્મા સાથેનો સંબંધ સ્થાપવામાં શરૂઆતમાં આપણે ઈન્દ્રિયોની જ સહાય લેવી પડે છે. ઇન્દ્રિયો વિના સમસ્ત દશ્ય જગત સાથેનો આપણો સંપર્ક તૂટી જાય, જેના વિના આપણે એકલાઅટૂલા પડી જઈએ. પછી તો આપણે એવા જગતની કલ્પના કરવી રહી કે જ્યાં આપણા સિવાય કોઈનું અસ્તિત્વ ન હોય. શું ઇન્દ્રિયો એટલી બધી ખરાબ છે કે તેના બધા વેપારોને આપણે રોકી લેવા પડે ? દેહની ઇન્દ્રિયો રૂપી જે બારીઓ છે તેમાંથી આત્માની ઝાંખી થઈ શકે છે તો તે જ બારીઓમાં કદીક સેતાન પણ ડોકાતો લાગે છે, પણ તેથી કંઈ બારીઓનો દોષ કઢાય ? વાસના એ મોટો સેતાન છે. કર્કશ અને ક્રૂર શબ્દો બહાર કાઢતી વાણી આ જ સંતાનની છે. લોલુપ અને વાસનાભરી દૃષ્ટિ આંખમાં જ જોવા મળે છે. જગતને ત્રાહિમામ્ પોકારાવનારા આ જ હાથ અને પગ હોય છે. એકવાર આપણે એ વાત સમજી લઈએ કે ઇન્દ્રિયો તો ફક્ત શરીર રૂપી ઘરની બારી-બારણાં જેવી છે પછી આપણે ઇન્દ્રિયોને માથે દોષારોપણ નહિ કરીએ પણ તે બારીઓમાંથી ડોકાનારને તમામ સારી-નરસી બાબતો માટે જવાબદાર ગણીશું. જો આપણે દેહરૂપી મંદિરની બારીઓ દ્વારા દિવ્યનું દર્શન કરવું હશે તો આપણે અંદર જઈને વાસનાને શોધી કાઢી તેનો ક્ષય કરવો પડશે. “ઇન્દ્રિયોને જીતો એવા સૂત્રનો કંઈ ઝાઝો અર્થ નથી. સાધનાનું સૂત્ર છે "વાસનાને જીતો - વાસના ઉપર વિજય મેળવો." આપણા આ સ્થૂળ શરીરની અંદર એક સૂક્ષ્મ શરીર છે જેને કર્મ શરીર તરીકે ઓળખવામાં આવે છે. આપણી બધી વાસનાઓનું જ એ શરીર છે. જન્મોજન્મના સારા-માઠા સંસ્કાર તેમાં જ સંગ્રહાયેલા હોય છે. વાસનાઓનો પ્રવાહ અહીંથી નીકળે છે. આ વાસનાઓ ખૂબ પ્રબળ હોય ઇન્દ્રિય સંવર ૪૯ – Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ માં સંસ્કાર છે. તેની આ મનને પ્રભાવિત છે અને તે આપણા પૂર્વ સંસ્કારોને આગળ કરે છે. આ વાસનાશરીરના કણ કણમાં સંસ્કાર પડેલા હોય છે અને એટલા પ્રમાણમાં આ સંસ્કાર અંકિત થયેલા હોય છે કે તેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. વાસના સંસ્કારોને પ્રવાહિત કરે છે અને તે મનને પ્રભાવિત કરીને ઇન્દ્રિયોને પોતાના કામમાં જોતરે છે. આમ, ઇન્દ્રિયો તો બેવડી દંડાય છે. એક તો બહારના વિષયોને અંદર લઈ જવા માટે અને બીજી રીતે મનને તેના સાનુકૂળ વિષયો મેળવી આપવામાં કે પ્રતિકૂળ વિષયો દૂર કરી આપવામાં સહાય કરવા માટે ખરેખર તો ઇન્દ્રિયો તો ચિઠ્ઠીના ચાકર જેવી છે. અંદરની વાત બહાર લઈ જાય અને બહારની વાત અંદર લઈ જાય. તે તો ફક્ત ચિઠ્ઠી પહોંચાડે પણ તેને તો ખબરેય ન હોય કે ચિઠ્ઠીમાં શું લખ્યું છે. તંત્રશાસ્ત્રમાં આ બાબત ઊંડી વિચારણા કરવામાં આવી છે. તંત્રશાસ્ત્ર કહે છે કે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ કે નિવૃત્તિમાં મન એ જ પ્રમુખ છે. મન જ ઇન્દ્રિયોને સંચાલિત કરે છે અને મન જ ઇન્દ્રિયોને રોકે છે-નિરુદ્ધ કરે છે. જો મન રોકાઈ જાય તો ઇન્દ્રિયો રોકાઈ જાય. મન ચંચળ છે માટે ઇન્દ્રિયો ચંચળ છે અને મનને ચંચળ બનાવનાર છે સંસ્કારો. આવતા સંસ્કારો અને પૂર્વના સંસ્કારો. મૂળ વાત છે સંસ્કારોને પકડવાની, તેમને સમજવાની, તેમનું શોધન કરવાની અને તેને શુદ્ધ કરવાની. ઇન્દ્રિયોને પકડીને બેસી રહેવાથી સાધનામાં કોઈ અર્થ નહિ સરે. આ માટે તેરાપંથના આચાર્ય ભિક્ષુએ “ઇન્દ્રિયવાદી કી ચૌપાઈ' નામનો એક ગ્રંથ લખ્યો છે એમાં તેમણે ઇન્દ્રિયો ઉપર દોષારોપણ કરનારાઓ ઉપર જોરદાર પ્રહારો કરી મૂળ તત્ત્વનું વિશ્લેષણ કર્યું છે. આમ, આપણા ચિંતનનો એ નિષ્કર્ષ નીકળે છે કે ઈન્દ્રિયો તો અસહાય છે. તેમનો કંઈ વાંક નથી. તેમને નિયંત્રણમાં લાવવાથી કે તેમને દંડ દેવાથી સાધનામાર્ગમાં કંઈ નહિ સરે. ઈન્દ્રિયો જે કંઈ પ્રવૃત્તિ કરે છે તેને રોકવા માટે કે બદલવા માટે આપણે મન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને તેને વશમાં રાખવું પડશે. વળી મનને પ્રભાવિત કરનાર સંસ્કારો અને વાસનાઓ જ્યાંથી આવે છે ત્યાં સુધી એટલે કે કર્મશરીર – મહાવીરની સાધનાનો મર્મ સરકારી મને સાધનામાં કપાઇ ના Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ સુધી પણ પહોંચવું પડશે. મૂળ પ્રવાહ જ્યાંથી નીકળે છે ત્યાં પહોંચીને આપણે કામ કરવાનું છે. કેશી ગણધર અને ગૌતમ સ્વામીના સંવાદમાં આ પ્રશ્ન ઉપર વિચાર-વિમર્શ થયેલો છે. ગૌતમ સ્વામી કહે છે કે સૌથી પહેલાં મનને જીતો. મનની ચંચળતાને સમાપ્ત કરો. મનની ચંચળતા સમાપ્ત થતાં કષાય સમાપ્ત થઈ જશે. મન ચંચળ હોય છે ત્યારે કષાયો - ક્રોધ, માન, લોભ અને માયા તેમાં ઊભરાય છે. મન શાંત તો કષાયો શાંત. આચારાંગ સૂત્રમાં પણ આ બાબત ગંભીર ચર્ચાવિચારણા થયેલી છે. સૂત્રકાર કહે છે કે એ કેવી રીતે સંભવે કે શરીર હોય અને છતાંય ઇન્દ્રિયો પોતાના વિષયો ગ્રહણ ન કરે ? બહારથી શબ્દ આવે તો કાન ઝીલી લેવાના. કોઈ દૃશ્ય દેખાયું કે આંખમાં એ પ્રતિબિંબિત થઈ જવાનું. વિષયોને રોકી શકાતા નથી. રોકી શકાય ઇન્દ્રિયોને, પણ તે કેટલા સમય માટે ? બહારના વિષયોને ગ્રહણ ન કરવાની વાત કેટલાક વિચારકોએ કરી છે પણ તે શક્ય નથી. હા, થોડાક સમય માટે ઇન્દ્રિયોને વિષયોને ગ્રહણ કરતાં રોકી શકાય પણ તે સર્વથા શકય નથી. જીવનભર તો તે ન જ થઈ શકે. તો પછી કરવું શું ? શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. જે-જે વિષયો ઇન્દ્રિયોને સહજ પ્રાપ્ત થાય છે તેની સાથે ચેતનાને ન જોડો. તેના ઉપર રાગ-દ્વેષ ન કરો. પછી વિષયોમાં મનને ચલિત કરવાનું, ભ્રમિત કરવાનું ઝાઝું જોર નહિ રહે. એક માર્ગ છે વિષયોના અગ્રહણનો જે પૂર્ણ રીતે શક્ય નથી પણ બીજો વિકલ્પ છે અનાસક્તિનો જે સુલભ છે, અસરકારક છે અને છતાંય સાધનામાં વધારે વ્યવહારુ રહે છે. વિષયો ઉપર રાગ-દ્વેષ ન કરવાની વાત તો ઠીક લાગે છે પણ તે શક્તિનું સંપાદન કરવાનું કામ વિકટ છે. વિચાર કર્યો કે ઇન્દ્રિયોના વિષયો પ્રતિ અનાસકત રહીશું એટલાથી કંઈ કાર્ય નહિ થાય. વાસનાના પ્રવાહને રોકીશું કેવી રીતે, તેનું નિર્મૂલન કેવી રીતે કરીશું, તેમાં ફેરફાર કેવી રીતે કરીશું એ વિષે સૂત્રમાં ખૂબ ઉપયોગી ચર્ચા કરવામાં આવી છે. એ માટે કહેવામાં આવ્યું છે કે એવી સત્તાની ઉપાસના કરો કે જ્યાં શબ્દ ઇન્દ્રિય સંવર Jain Educationa International For Personal and Private Use Only ૫૧ Page #68 -------------------------------------------------------------------------- ________________ નથી, રૂપ નથી, રસ નથી, ગંધ નથી અને સ્પર્શ નથી. એવી અવસ્થામાં પહોંચી જાઓ જ્યાં વિષયોનું અસ્તિત્વ જ નથી. જે અવસ્થા શબ્દાતીત, રૂપાતીત, ગંધાતીત, રસાતીત અને સ્પર્શાતીત છે. આ છે આત્માનું અસ્તિત્વ. ત્યાં પહોંચ્યા પછી બધા સંસ્કાર સમાપ્ત થઈ જાય છે, બધી વાસનાઓ નિર્મૂળ થઈ જાય છે. આ જ વાત ગીતામાં પણ બહુ સુંદર રીતે રજૂ થઈ છે : વિષયા વિનિવર્તને, નિરાહારસ્ય દેહિનઃ ' રસવર્જ રોપ્યસ્ય, પરં દ્રષ્ટવા નિવર્તતે " જે નિરાહાર હોય છે એટલે કે વિષયોને ગ્રહણ કરતો નથી તેના વિષયો સમાપ્ત થઈ જાય છે. તો પછી પ્રશ્ન ઉપસ્થિત થયો કે વિષયો તો રોકાયા પણ અંદર પડેલા વિકારોનું શું ? વિકારો નથી છૂટયા તો તે માટે શું કરવું ? વિષયો પ્રત્યેનો રસ તો અંદર રહેલો છે પછી વિષયોને રોકી લેવાથી અર્થ સરશે ? વિષયો પરત્વેનો રસ એટલે વિકાર. વિકારમાંથી મુક્તિ કેવી રીતે મળે ? તો શ્લોકના બીજા ચરણમાં કહેવામાં આવે છે કે ‘પર'નું દર્શન કરો, ‘પર'ની ઉપાસના કરો. ‘પર'નું દર્શન એટલે આત્મદર્શન. જેણે આત્મદર્શન કર્યું તેને વિકારોથી મુક્તિ મળી ગઈ. પછી આવી વ્યક્તિને વિષયો કંઈ કરી શકતા નથી. જે આત્મદર્શનની ક્ષણ છે એ જ મનની શાંતિની ક્ષણ છે. આ છે અસ્તિત્વની ઉપાસના, શબ્દાતીતની ઉપાસના. આમ ઊંડાણથી વિચાર કરીશું તો લાગશે કે ઇન્દ્રિય સંવર પૂર્ણ રીતે ત્યારે જ સધાય કે જ્યારે આત્મપ્રતીતિ થાય. જ્યાં સુધી આત્મપ્રતીતિ નહિ થાય ત્યાં સુધી વિષયો પ્રત્યેનો રસ, તેમના પ્રતિનું આકર્ષણ સમાપ્ત નહિ થાય. આમ, આપણે વિચારણા કરતા ગંભીર વળાંક ઉપર આવીને ઊભા રહીએ છીએ. આપણી સમક્ષ વિષયો છે. અંદર પડેલી વાસના એક બાજુથી આપણને વિષયો તરફ ધકેલે છે અને બીજી બાજુથી વિષયોને ગ્રહણ કરીને ઇન્દ્રિયો તેમને અંદર ધકેલે છે. આ બન્નેની વચ્ચે આપણે ફસાયા છીએ. બેય બાજુથી આપણને માર પડે છે. એમાંથી બચવા આપણે બન્ને દિશામાં કામ કરવું પડશે. શત્રુનો પ્રહાર આગળથી પણ મહાવીરની સાધનાનો મર્મ પર Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ થાય છે અને પાછળથી પણ થાય છે. આગળથી આવતા વિષયોને સંપૂર્ણતયા ન રોકી શકાય તેથી તેનો પ્રત્યાહાર કરવાનો. પ્રત્યાહાર એટલે વિવેક કરીને અમુક વિષયોને આવવા દેવા અને અમુકને ન આવવા દેવા. જે વિષયો આપણું પાસ બગાડી શકે તેમ ન હોય તે ભલે અંદર આવે. જે વિષયો આપણી સાધનાને વિફલ કરે તેવા હોય તે અંદર ન આવે. તે માટે પ્રતિજ્ઞા કરીને તેને રોકવા. શરીર માટે ઇન્દ્રિયો ખૂબ મહત્ત્વની છે. તેમની પાસેથી આપણે કામ કાઢી લેવાનું છે. બીજી બાજુ અંદરથી વાસનાઓનો-સંસ્કારોનો જે ધક્કો આવે છે તેને રોકવા તેના મૂળ સુઘી-કર્મશરીર સુધી પહોંચવું પડશે. આ છે સાધનાની વાત. અહીં આપણે એટલું વીર્ય ફોરવવાનું - એટલો ઉત્સાહ રાખવાનો કે જે વાસનાઓનું નિર્મુલન ન થાય તેમ હોય તો તેના રસમાં પરિવર્તન કરવાનું. આ કામ એટલું દુષ્કર નથી. વિષયો પ્રત્યેનો આપણો અભિગમ બદલી નાખવાનો છે જેથી અનિષ્ટ પણ આપણા માટે ઈષ્ટમાં પલટાઈ જાય. અનિષ્ટ વિષયોના સંયોગને પણ આપણે ઈષ્ટમાં બદલી નાખવો રહ્યો. આ પણ જો શક્ય ન હોય તો તે વિષયોની ઉપેક્ષા કરી તેમના પ્રતિ મધ્યસ્થ ભાવ તો કેળવી શકાય. આ સાધના છે. એમાં પુરુષાર્થને અવકાશ છે. પરિવર્તનની શક્તિ પણ આપણી અંદર જ રહેલી છે જેને જગાવીએ તો પ્રતિકૂળ ભાવોને પણ અનુકૂળ કરી શકાય. આપણે મનને એટલું કેળવી શકીએ કે બહારથી આવતા અનિષ્ટને મન ઇષ્ટમાં બદલી નાખે અને તે અશકય હોય તો તેની ઉપેક્ષા તો કરી શકે. આમ ઇન્દ્રિયો, તેના વિષયો, અંદર પડેલી વાસનાઓ અને મનની શક્તિ એ બધાં એકબીજા સાથે સંલગ્ન છે. કોઈ એક વાતને પકડી લેવાથી સાધનામાર્ગમાં આગળ ન વધી શકાય. વિવેક રાખીને ઇન્દ્રિય સંવર કરવાનો છે, મનને કેળવવાનું છે અને આત્માનું વીર્ય ફોરવવાનું છે એટલે કે આત્મશક્તિનું જાગરણ કરવા પુરુષાર્થ કરવાનો છે. K) ઇન્દ્રિય સંવર પ૩ – Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ વાણીનો સંવર કર છે આપણો સમગ્ર સંસાર શબ્દનો સંસાર છે. શબ્દ વિના સંસાર નભતો નથી કે તેનો વિસ્તાર પણ થઈ શકતો નથી. જગતમાં જે કંઈ પ્રવૃત્તિ ચાલે છે તે શબ્દને સહારે થાય છે. શબ્દ ન રહે તો સંસાર ન રહે. શબ્દ વિના વિચાર નથી, વિચાર વિના સંસાર નથી. તેથી તો શબ્દને બ્રહ્મની સમકક્ષ ગણ્યો છે. જેમ બ્રહ્માદ્વૈતવાદ એક દર્શન છે તેમ શબ્દાદ્વૈતવાદનું પણ દર્શન છે. શબ્દનું અદ્વૈત એ જ શબ્દ પરબ્રહ્મ છે. શબ્દ જ સર્વ કંઈ છે. જગતમાં જે કંઈ દેખાય છે તે બધો શબ્દનો વિસ્તાર છે. આ વિચારધારા, એટલી તો પ્રબળ રહી કે ઘણી જગાએ તો મન કરતાં શબ્દની વધારે મીમાંસા થઈ છે. ' શબ્દનું મહત્ત્વ સર્વધર્મોએ સ્વીકાર્યું છે. મોટા મોટા તત્ત્વચિંતકોએ શબ્દની કયારેય અવગણના કરી નથી. આરાધના માર્ગમાં શબ્દના સંયમ ઉપર ખૂબ ભાર મૂકવામાં આવે છે. તો આ શબ્દ શું છે ? એની શક્તિ ક્યાં છે ? એનો આવિર્ભાવ કેવી રીતે થઈ શકે, તેને સાધનામાર્ગમાં કેવી રીતે વાળી શકાય ઇત્યાદિ બાબતો જાણવી ખૂબ જરૂરી છે. શબ્દ એ અક્ષરોનું સંયોજન છે. શબ્દોચ્ચાર થતાં ધ્વનિ સંભળાય છે અને પ્રકંપન વિના ધ્વનિનું સર્જન થઈ શકતું નથી. આમ જોઈએ તો આખો સંસાર પ્રકંપનોનો સંસાર છે. સંસાર એટલે જ પ્રકંપનો. આપણી દરેક વિચાર, – ૫૪ - મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ભાવ, ઊર્મિ, તરંગો પેદા કરે છે. આપણી વાણી એ પણ તરંગોનો જ વિસ્તાર છે. આપણું હલનચલન, અરે, દરેક પ્રવૃત્તિ પ્રકંપન પેદા કરે છે. સંસારનું સ્વરૂપ પ્રકંપનોનું છે. આપણા આચાર્યોએ શબ્દ, ધ્વનિ, પ્રકંપનો અને તેમાં રહેલી શક્તિ ઉપર ખૂબ ચિંતન કર્યું હતું. ધ્વનિ વિના શબ્દ સમજાય નહિ, શબ્દનું સર્જન થાય નહિ તેથી સૌ પ્રથમ ધ્વનિનાં સ્વરૂપો ઉપર દાર્શનિકોએ વિચાર કર્યો અને તે નક્કી કર્યાં. ધ્વનિનું તેમણે ચાર સ્વરૂપમાં વિભાગીકરણ કર્યું : વૈખરી, મધ્યમા, પશ્યતિ અને પરા. આપણે સામાન્ય રીતે જે બોલીએ છીએ તેને વૈખરી કહે છે. વૈખરી એ ધ્વનિનું ખૂબ સ્થૂળ રૂપ છે. આપણો મોટાભાગનો સંસાર તો વૈખરીના અનુસંધાન જેવો છે. વૈખરીથી આગળ વધીએ તો ધ્વનિની ઉત્તર અવસ્થા મધ્યમા કહેવાય છે. ત્યાં ધ્વનિનું સ્વરૂપ ઓછું સ્થૂળ રહે છે, પણ વ્યંજક વધારે રહે છે. એનાથી આગળ પશ્યન્તિ છે. પશ્યન્તિમાં ધ્વનિ સૂક્ષ્મ થઈ જાય છે. તેનું શ્રવણ નથી થઈ શક્યું. આ છે મનોમય ધ્વનિ. તેનાથી આગળ ધ્વનિ વળી વધારે સૂક્ષ્મ થઈ જાય છે અને તે છે ધ્વનિનું ‘પરા' સ્વરૂપ. અહીં ધ્વનિ પ્રાણમય ભૂમિકા ઉપર રહે છે. ધ્વનિના તરંગોમાં ખૂબ શક્તિ છે એ વાત આપણા આચાર્યોએ વર્ષો પહેલાં કરી હતી, પણ આપણે તેના ઉપર એટલું ધ્યાન આપ્યું ન હતું. પણ છેલ્લાં થોડાંક વર્ષોથી વિજ્ઞાને ધ્વનિની શક્તિઓનું સમર્થન કર્યું એટલું જ નહિ પણ તેનો વિવિધ રીતે ઉપયોગ કર્યો ત્યારથી આપણે ધ્વનિની શક્તિઓનો વધારે સ્વીકાર કરવા લાગ્યા. અત્યારે વિજ્ઞાન કર્ણાતીત ધ્વનિની વાત કરે છે. કર્ણાતીત ધ્વનિ એટલે જે કાનથી ન સાંભળી શકાય. તેના તરંગો એટલા સૂક્ષ્મ હોય કે તે કાનના ઉપકરણથી ન ઝીલાય. વિજ્ઞાને આ ધ્વનિના સૂક્ષ્મ તરંગોમાં અનર્ગળ શક્તિ જોઈ એટલે તેમણે તેને નાથીને ઉપયોગમાં લીધી જેનાં પિરણામોએ જગતને આશ્ચર્યચકિત કરી દીધું. કર્ણાતીત ધ્વનિના સૂક્ષ્મ તરંગો દ્વારા હવે અમુક પરેશનો કરવામાં આવે છે. એમાં દર્દીના શરીર ઉપર વાઢકાપ કરવી વાણીનો સંવર ૫૫ Jain Educationa International For Personal and Private Use Only -- Page #72 -------------------------------------------------------------------------- ________________ પડતી નથી અને ધ્વનિના સૂક્ષ્મ તરંગો છેક અંદર પહોંચીને જરૂરી પરેશન કરી લે છે. આપણે ત્યાં મંત્રશાસ્ત્રનો ખૂબ વિકાસ થયો. મંત્રોની શક્તિ દ્વારા અશક્ય લાગતી બાબતો સિદ્ધ થતી. મંત્રો દ્વારા જે શક્તિની નિષ્પત્તિ થતી હતી તેના પરિણામો ભૌતિક જગતમાં તો જોવા મળતાં હતાં પણ આધિભૌતિક તેમજ આધ્યાત્મિક જગતમાં પણ વિદીત હતાં. આ પરિણામોની આપણને જે વાતો સાંભળવા મળે છે એ એટલી તો પ્રભાવશાળી છે કે ક્ષણવાર તો તે આપણા માન્યામાં ન આવે. પણ હવે જ્યારે વિજ્ઞાને ધ્વનિના સૂક્ષ્મ તરંગોની શક્તિનો સ્વીકાર કરી ઉપયોગ કરી બતાવ્યો છે ત્યારે આપણને હવે મંત્રની શક્તિઓની વાતો ભ્રામક નથી લાગતી. પ્રશ્ન હતો મંત્રની શક્તિનાં ગૂઢ રહસ્યો સમજવાનો. મંત્ર એટલે શબ્દ કે શબ્દોનું સંયોજન અને શબ્દ એટલે અક્ષરોનું સંયોજન. અક્ષરોના સંયોજન પાછળ વિજ્ઞાન છે. અમુક રીતે અક્ષરોનું સંયોજન થાય અને તેનું વિશિષ્ટ રીતે ઉચ્ચારણ થાય તો જે ધ્વનિના તરંગો પેદા થાય તેનાથી ચોક્કસ પ્રકારની શક્તિની નિષ્પત્તિ થાય. આમ, મંત્ર શક્તિનું શાસ્ત્ર છે અને તે ઘણું ગહન છે, પણ તેનાથી એક વાત ચોક્કસ પ્રસ્થાપિત થાય છે કે શબ્દમાં, ધ્વનિમાં અને પ્રકંપનોમાં અનર્ગળ શક્તિ રહેલી છે અને તેની નિષ્પત્તિ કેવી રીતે થઈ શકે તે જાણકારીનો વિષય છે. - સાધનાના માર્ગમાં ભાવના, સંકલ્પ અને જપનું ઘણું મહત્ત્વ છે. વ્યક્તિ ધ્વનિના તરંગો-પ્રકંપનોનો સિદ્ધાંત સમજી જાય છે અને તેની શક્તિઓનો ઉપયોગ કરી જાણે છે તેનો સાધનાપથ સરળ થઈ જાય છે. સાધનામાં પરિવર્તન - અંતરના પરિવર્તનનું ઘણું મૂલ્ય છે, એટલું જ નહિ તે આવશ્યક પણ છે. ભાવના, સંકલ્પ અને જ૫ – એ ત્રણેય અંતઃ પરિવર્તન માટેનાં ખૂબ સબળ સાધનો છે. આ ત્રણેયની ક્ષમતાનો આધાર ધ્વનિના તરંગોની શક્તિમાં રહેલો છે. ભાવના એ એક પ્રકારની કામના છે, પણ તે મનના ઉપરના સ્તર ઉપર રહે છે. મન જેટલું શાંત રહે એટલી ભાવના વધારે પ્રબળ રહે. મન શાંત થઈ જતાં ભાવના મનનાં – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ નીચલા સ્તરોને સ્પર્શવા લાગે અને જો તેને યોગ્ય વાતાવરણ સર્જાયું હોય તો તે અવચેતન મનને પણ સ્પર્શી શકે. પરિવર્તન, મનનાં નીચલાં સ્તરોને સ્પર્યા વિના, તેમાં ફેરફાર કર્યા વિના શક્ય નથી બનતું અને સાધના એટલે જ પરિવર્તન. જો આપણામાં પરિવર્તન ઘટિત ન થાય તો સાધના અધૂરી રહે કે પછી તેને સાધના ન ગણી શકાય. કોઈ પણ વિચારથી આપણે મનને ભાવિત કરીએ છીએ ત્યારે ધ્વનિના તરંગો સૂક્ષ્મ બને છે અને તેની શક્તિ વધી જાય છે. સંકલ્પ એ ભાવનાની આગળનું ડગલું છે. એમાં ધ્વનિનાં પ્રકંપનો વધારે સૂક્ષ્મ બને છે. આ બધી વાત શ્રવણ થતી વૈખરીની વાત નથી. શ્રવણથી આગળ વધતા શબ્દના સૂક્ષ્મ ધ્વનિની વાત છે. સંકલ્પ વળી મનનાં નીચેનાં સ્તરો સુધી પહોંચે છે, એટલે સ્વભાવનું પરિવર્તન કરવાની તેનામાં વધારે તાકાત છે. જો સંકલ્પ અચેતન મનનાં પડળો સુધી પહોંચી જાય તો સંકલ્પ સિદ્ધ થવાની શકયતાઓ ઘણી વધી જાય. સાધનામાર્ગમાં જપનું ખૂબ મહત્ત્વ છે. જપ એટલે મંત્રનું રટણ. કોઈ શબ્દનું કે શબ્દોનું રટણ - જેનું સંયોજન વૈજ્ઞાનિક રીતે મંત્રદષ્ટાઓએ કર્યું હોય છે. સંકલ્પથી આગળ મંત્ર જાય છે. તેની ધાર વધારે તેજ હોય છે. તેનું કાર્ય મનના તળને ભેદવાનું હોય છે. તેની શક્તિને ડાયનામાઇટની શક્તિ સાથે સરખાવી શકાય - જે પડોને ભેદી નાખે છે. પણ તેની નિષ્પત્તિ માટે વળી ઓર વધારે સૂક્ષ્મ તરંગોનું સર્જન થવું જોઈએ અને તે માટે મંત્રનું રટણ થવું જોઈએ અને તે પણ મનોમય ભૂમિકા ઉપર. વૈખરી કે મધ્યમાં ધ્વનિના સ્વરૂપમાં જે મંત્રજાપ થાય છે તેની શક્તિ એટલી પ્રબળ નથી હોતી. મંત્રની શક્તિ પેદા કરવા માટે તેનું સતત રટણ થવું જોઈએ અને તેના ધ્વનિના તરંગો બને એટલા સૂક્ષ્મ હોવા જોઈએ. સાધના માર્ગમાં જે ત્રણ મહત્ત્વનાં અંગો છે - ભાવના, સંકલ્પ અને જપ એ ત્રણેયમાં ધ્વનિતરંગો કે ધ્વનિના પ્રકંપનોનું વિજ્ઞાન રહેલું છે. આપણે રોજબરોજના વ્યવહારથી જાણીએ છીએ કે આપણા સંકલ્પો ઝાઝા ફળીભૂત થતા નથી. એનું કારણ એ છે કે તે મનની ખૂબ ઉપરની ભૂમિકા ઉપર કરવામાં આવ્યા હોય છે. કોઈ કુટેવ છોડવાનો સંકલ્પ કર્યો વાણીનો સંવર પ૭ – Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ * જઈ અવચન સમ કરવા મા શાંત હોવું જોઈ ને સૂક્ષ્મ અરબાઈને કરવો જેને સફળ ધ છે. આસન તે અને દર છ પાક હોય પણ તે સહેજમાં તૂટી જાય છે, કારણ કે સંકલ્પ સ્થૂળ ભૂમિકા ઉપર થયેલો છે અને તે અવચેતન મને સ્વીકાર્યો નથી. અવચેતન મન જેવું ધક્કો મારે કે સંકલ્પ તૂટી જવાનો કારણ કે સ્થળ મનનું ગજું નથી કે તે અવચેતન મનમાં પડેલા સંસ્કારો સામે ટકી શકે. જો સંકલ્પને સફળ બનાવવો જ હોય તો સંકલ્પના ધ્વનિને સૂક્ષ્મ કરવો પડે જેથી તે છેક અંદર જઈ અવચેતન મનમાં ધરબાઈને પડેલા સંસ્કારોને બદલી શકે. સંકલ્પના ધ્વનિ તરંગોને સૂક્ષ્મ કરવા માટે થોડોક બાહ્યાચાર પણ આવશ્યક રહે છે. આસન સ્થિર હોવું જોઈએ, મન શાંત હોવું જોઈએ અને પ્રાણની ધારા નિયંત્રણમાં હોવી જોઈએ. દીર્ધ શ્વાસ એ પણ પ્રાણાયામનો જ પ્રયોગ છે. ત્યારપછી જે સંકલ્પ હોય તે દોહરાવતાં દોહરાવતાં શબ્દોચ્ચારને ધીમે ધીમે અંદર લઈ જવો જોઈએ. શરૂઆતમાં શબ્દનો જે ધ્વનિ હોય તે આગળ જતાં ઓછો થતો જાય. છેવટે ધ્વનિ સરી પડે અને તેના તરંગો રહી જાય ત્યારે તે સંકલ્પ પ્રબળ બની જાય છે અને અવચેતન મનમાં પડેલા સંસ્કારોને બદલી શકે છે. એક વખત ધ્વનિતરંગોનું વિજ્ઞાન સમજણમાં આવી જાય તે પછી પૂળ મન અને સૂક્ષ્મ મન વચ્ચે કંઈ સંઘર્ષ નહિ રહે. સ્થૂળ મન પોતાની વાત સૂક્ષ્મ મન સુધી પહોંચાડશે. સૂક્ષ્મ મને એ વાત સ્વીકારી લીધી પછી બંને મન એક જ રીતે કામ કરશે. પછી મન-વાણી અને વર્તન વચ્ચે એક પ્રકારનો સંતુલિત સંબંધ જળવાઈ રહેશે. આ સંતુલન સ્થાપિત કરવામાં સૂક્ષ્મ ધ્વનિનું ઘણું યોગદાન છે. એક વખત આ અભ્યાસ થઈ જાય પછી ધૂળ મન અને સૂક્ષ્મ મન વચ્ચેનો વિરોધ-સંઘર્ષ ધીમે ધીમે ઓછો થઈ જશે અને છેવટે અદશ્ય પણ થઈ જશે. આ બધો છે શબ્દની શક્તિનો વ્યાપ. પણ સાધનાનાં ખરાં ચડાણ તો જ્યારે મનોજય કરવાની વાત આવે છે ત્યારથી શરૂ થાય છે. પ્રાણશક્તિનો પૂર્ણ આવિષ્કાર કરવા માટે મનની પાર જવું પડે છે. મનને અમન કરવું પડે અને ત્યાર પછી જ અસ્તિત્વની અનુભૂતિનો માર્ગ મોકળો થાય છે. મનનું અમન કેવી રીતે થઈ શકે એ જાણવા માટે સૌ પ્રથમ તો આપણે મનને જ સમજવું પડશે. મનનું સર્જન આપણે કરીએ – ૫૮ – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ છીએ અને તે શબ્દ દ્વારા. વિચાર તો કરી જુઓ; શબ્દ વિના તમે કોઈ વિચાર કરી શકો છો ખરા? શબ્દ વિના મન આકાર ધારણ કરી શકતું નથી. શબ્દને સહારે મન ચાલે છે. બીજી રીતે કહીએ તો શબ્દ ઉપર સ્વાર થઈને જ મન પોતાની યાત્રા કરે છે. વાણીમાં જે વાત ઊતરે છે તેનો ઉદ્દભવ મનમાં થાય છે. પહેલાં મન થાય છે પછી વાણીમાં તે ઊતરે. આમ, વાણી મનનું ઉત્તરવર્તી પગલું છે પણ શબ્દ વિના મન પણ થઈ શકતું નથી અને વાણી પણ આગળ વધી શક્તી નથી. આમ જોઈએ તો મન અને વાણીમાં અંતર શું છે ? મન એટલે અંતર્જલ્પ - જે આપણને જ સંભળાય. વાણી એટલે બહિર્શલ્પ જે બહાર સૌને સંભળાય. એકમાં શબ્દ અંદર રહે અને બીજામાં શબ્દ બહાર રહે. શબ્દબ્રહ્મનો સાક્ષાત્કાર કરવા આપણી યાત્રા પાછે પગલે ચાલે છે. ધૂળમાંથી આપણે સૂક્ષ્મ તરફ જઈએ છીએ. વૈખરી સ્થળ છે. મધ્યમાં એનાથી સૂક્ષ્મ પણ સ્થૂળ તો ખરી. ત્યાં શબ્દનું રટણ કંઠમાં હોય. આગળની યાત્રામાં ધ્વનિ વળી સૂક્ષ્મ થાય, પ્રકંપનો સૂક્ષ્મ થાય એટલે શબ્દ બહારથી અંદર ઊતરી પડે અને અને તેનું અસ્તિત્વ મનોમય રહે. અહીં શબ્દની તાકાત ઘણી વધી જાય. વાણીને સહારે મન થોડાક ક્ષેત્રમાં જ પોતાના વિચારોનું પ્રક્ષેપણ કરી શકે છે. પણ શબ્દ અંદર ઊતરી પડતાં ધ્વનિ સૂક્ષ્મ બની જાય તેથી વિચારનું પ્રક્ષેપણ કરવાની મનની શક્તિ ઘણી વધી જાય. આગમોમાં આવે છે કે ઉચ્ચ કોટિના દેવો બોલતા નથી. મન સીધેસીધું પોતાના વિચારનું પ્રક્ષેપણ કરે અને તે તીર્થકરો ઝીલી લે અને તીર્થકરો જે ઉત્તર આપે તે પણ વાણીમાં નહિ. તેમનો ઉત્તર પણ મનથી જ અપાય અને દેવો તે પાછો ઝીલી લે અને તેમની શંકાનું સમાધાન થાય. આની પાછળ શબ્દની શક્તિનું, ધ્વનિનું, પ્રકંપનોનું વિજ્ઞાન રહેલું છે. ' શબ્દની યાત્રા હવે અંદરને માર્ગે આગળ વધે છે. ત્યાં શબ્દને , મનોમય ભૂમિકા છોડીને પ્રાણમય થવાનું છે. કેવળ પ્રાણમય. આ માટે સંપૂર્ણ મૌન જોઈએ. જ્યાં સુધી શબ્દ છે ત્યાં સુધી મન છે. શબ્દ છૂટી જાય ત્યાર પછી કેવળ પ્રકંપન રહે અને તે ઘણાં સૂક્ષ્મ હોય જે વાણીનો સંવર Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ આગળનો માર્ગ તય કરી શકે છે. આ માટે છે મૌનની સાધના. સંપૂર્ણ મૌન. આપણે મૌનનો અર્થ વાણીના સંયમ જેટલો મર્યાદિત કરી નાખ્યો છે - તેનાથી ઝાઝો અર્થ ન સરે. થોડાક સ્થૂળ લાભ અવશ્ય થાય પણ સંપૂર્ણ મૌન સિવાય પ્રાણશક્તિનો આવિર્ભાવ ન થઈ શકે. સંપૂર્ણ મૌન સાધવા માટે કાયાને સ્થિર રાખવી પડે. વાણીનો સંવર કરવો પડે અને ત્યાર પછી મનની ગુપ્તિ થઈ શકે. ગૌતમ સ્વામી, ભગવાન મહાવીરને એક વાર પૂછે છે, "ભગવાન, મૌનથી શું લાભ થાય ? મૌનની નિષ્પત્તિ શું છે ?" ભગવાન ઉત્તરમાં કહે છે - “વચનગુપ્તિથી મનુષ્ય નિર્વિચારિતા પ્રાપ્ત કરે છે. તેના વિચારો સમાપ્ત થઈ જાય છે. વચનગુપ્તિ અને નિર્વિચારિતાને ગાઢ સંબંધ છે. બને ગાઢ રીતે સંકળાયેલાં છે. સ્થૂળ ભૂમિકા ઉપર તો મૌનના ઘણા લાભ છે પણ મૌનનો મોટો લાભ છે વિચારોનું વિસર્જન – વિચારોનું નિરસન. મૌનનો અર્થ છે વાણીનો સર્વથા અપ્રયોગ. કેવળ વાણીનો નહિ, શબ્દનો પણ સર્વથા અપ્રયોગ. માતૃકા તેમજ ધ્વનિનો પણ સંપૂર્ણ અપ્રયોગ. આ અવસ્થા વાક-સંવરની અવસ્થા છે જ્યાં વર્ણનો કોઈ પ્રયોગ હોતો નથી. બહાર પણ નહિ અને અંદર પણ નહિ. બહાર અને અંદર બને શબ્દ-સ્થાનો ઉપર શબ્દનો સર્વથા અપ્રયોગ થતાં વાફ-સંવર સંપૂર્ણ રીતે સધાય. આવો વાકુ-સંવર સધાતાં ધ્વનિ પ્રાણમય બની જાય છે જેને “પરા” અવસ્થા કહે છે. ધ્વનિ પ્રાણમય ભૂમિકા ઉપર સ્થિર થતાં શબ્દબ્રહ્મનો સાક્ષાત્કાર થાય. અસ્તિત્વની અનુભૂતિ થાય, આત્માની પ્રતીતિ થાય. મૂળમાં તો ધ્વનિ આપણા અંતરમાં પ્રાણમય ભૂમિકા ઉપર હોય છે જે સ્વભાવત: સૂક્ષ્મ હોય છે પણ આપણે સતત તેને બહાર તરફ ફેંકીએ છીએ અને બહાર આવતાં ઉત્તરોત્તર તે સ્થૂળ બનતો જાય છે. સાધનામાં બહાર વહેતી આ પ્રાણશક્તિને અંદર વાળીને તેની અનુભૂતિ કરવાની છે. શબ્દ દ્વારા વેડફાતી પ્રાણધારાને જ પકડીને પાછે પગલે તેના મૂળ સુધી લઈ જવાની છે. આત્મશક્તિનો આવિર્ભાવ કરવા માટેનો જે સાધનાપથ છે તેમાં આ રીતનો વાફ-સંવર આમ ખૂબ મહત્ત્વનો છે. – ૬૦ મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ | (નવ) મોનની શકિત હરિ છે આપણે ચિંતન કર્યું શબ્દાતીત અવસ્થામાં પહોંચવાનું. શબ્દાતીત અવસ્થા એ જ વિકલ્પાતીત અવસ્થા છે. એ નિર્વિકારની સ્થિતિ છે અને મૌન દ્વારા વાફ-સંવર દ્વારા એ અવસ્થામાં પહોંચી શકાય એ વાત આપણે વિચારી ગયા. પણ વાફ-સંવર કેવી રીતે સધાય તે પણ મહત્ત્વનો પ્રશ્ન છે. શબ્દાતીત અવસ્થામાં પહોંચવા માટે પણ શબ્દનો સહારો લેવો પડે છે. આ માટે જે સંકલ્પ કરવો પડે છે કે જે સ્વાધ્યાય કરવો પડે છે તે પણ શબ્દને સહારે જ થઈ શકે છે. વાત વિરોધાભાસી લાગે છે પણ વાસ્તવિકતામાં એ વિરોધી નથી. વ્યવહારમાં એક ઉક્તિ છે કે કાંટાથી કાંટો નીકળે. એવી જ વાત અહીં પણ છે કે શબ્દથી શબ્દાતીત અવસ્થામાં પહોંચી શકાય. વિચારથી નિર્વિચારમાં પહોંચવાનું છે. આ માટે અમુક શબ્દો કે મંત્રો ખૂબ અનુકૂળ રહે છે. આ ખાસ શબ્દોને મંત્રો કહે છે. સ્વર અને અક્ષરોના વિશિષ્ટ સંયોજનથી મંત્રોની નિષ્પત્તિ થાય છે અને તે કરનારા ઋષિ-મુનિઓ હતા. મંત્રની રચના પાછળ આખું ધ્વનિ વિજ્ઞાન રહેલું છે. સાધના માટે ઘણા “ૐ”ની પસંદગી કરે છે. “અહ” શબ્દ પણ સાધનામાં બહુ મહત્ત્વનો છે. મંત્રશાસ્ત્ર અને ધ્વનિશાસ્ત્રની દષ્ટિએ “અઈમ્ના પાંચ વિભાગો છે. અ, હ, મું. એના ઉપરનું બિંદુ અને નાદ મૌનની શક્તિ Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ એમ પાંચ વિભાગો થાય છે. મંત્રના જાપમાં “અ”નું ઉચ્ચારણ સ્વ કરવાનું છે. “હનું ઉચ્ચારણ દીર્ઘ હોવું જોઈએ. “'નું ઉચ્ચારણ દ્વત કરવાનું. દ્રુત એટલે ઝડપથી પણ ઝરતું-ગુંજતું. અહીં સુધીનો ધ્વનિ સ્થૂળ હોય પણ પછી પ્રત્યાવર્તન કરતાં કરતાં બિંદુ સુધી પહોંચતાં ધ્વનિ સૂક્ષ્મ થઈ જાય અને “નાદ’ સુધી પહોંચીએ ત્યારે તો ધ્વનિ સૂક્ષ્મતમ થઈ ગયો હોય. આમ આપણે હસ્વ માત્રાથી શરૂ કરીને અંતમાં સૂક્ષ્મતમ ધ્વનિ સુધી પહોંચીને વિરમવાનું હોય છે. સ્થૂળ ધ્વનિમાં એટલી શક્તિ નથી જેટલી સૂક્ષ્મ ધ્વનિમાં છે. પણ સૂક્ષ્મ ધ્વનિમાં પહોંચવાનો માર્ગ સ્થૂળથી શરૂ થાય છે. “અહમ્' મંત્રનો જાપ જો પૂર્ણ વિધિવત્ થાય તો તે ગ્રંથિભેદ કરી શકે છે. અહમનું ઉચ્ચારણ નાભિથી શરૂ થાય છે. નાભિ ઉપર “અ” હસ્વ; હૃદય ઉપર “ઈનું ઉચ્ચારણ દીર્ઘ, તાલ ઉપર “” નું ઉચ્ચારણ કુત; પછી બિંદુ અને અર્ધચંદ્ર (નાદ)નું ઉચ્ચારણ કરતાં પ્રત્યાવર્તન થાય છે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ બનીને આજ્ઞાચક્રમાં થઈને બ્રહ્મરંધ્ર સુધી પહોંચે. ધ્વનિનાં સૂક્ષ્મ પ્રકંપનો આજ્ઞાચક્રમાં પહોંચતાં ગ્રંથિઓનું ભેદન શરૂ થાય છે. આપણા શરીરમાં સ્થૂળ ગ્રંથિઓ તો છે જ જેમાંથી સ્રાવો થાય છે અને એની આપણા ઉપર અસર પડે છે. પણ આપણા જીવનને સંચાલિત કરનાર માનસિક ગ્રંથિઓનું પણ મહત્ત્વ ઓછું નથી. આ માનસિક ગ્રંથિઓ ઘણી સૂક્ષ્મ હોય છે અને જીવન પ્રત્યેનો આપણો અભિગમ તેના ઉપર આધાર રાખે છે. આ સૂક્ષ્મ માનસિક ગ્રંથિઓનું સૂક્ષ્મ ધ્વનિનાં પ્રકંપનો ભેદન કરે છે. આ ગાંઠો ઊકલી જતાં જીવન પ્રત્યેનું આપણું વલણ બદલાઈ જાય છે. જૈનાચાર્યોએ આ વિષય ઉપર ઊંડું ચિંતન કર્યું અને એવી નિષ્પત્તિ ઉપર આવ્યા કે સમ્યફ દૃષ્ટિ, વિરતી (સંયમ) અને અપ્રમાદ જેવી અવસ્થાઓનું નિર્માણ પણ વિભિન્ન પ્રકારના ઉચ્ચારણોથી થતા ગ્રંથિભેદથી થઈ શકે છે. આમ, યોગ્ય રીતે કરેલા મંત્ર-જાપથી ગ્રંથિભેદ થાય અને ગ્રંથિભેદ થતાં જીવન પ્રત્યેનું આપણું વલણ બદલાઈ જાય અને તે બદલાતાં આપણું વર્તન પણ બદલાવા લાગે. – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ આમ, સૂક્ષ્મ ઉચ્ચારણનું વિજ્ઞાન છે. ધ્વનિના તરંગોનું અને તેની શક્તિઓનું એ વિજ્ઞાન છે. જો સૂક્ષ્મ ઉચ્ચારણની પ્રક્રિયા વિધિસર કરવામાં આવે તો વા-સંવરની દિશામાં એટલે કે નિર્વિકલ્પની દિશામાં આપણું પ્રયાણ થવા લાગે. ‘અર્હમ્' મંત્રનો વિધિસર જાપ કરવામાં આવે તો ધીમે ધીમે તેનાથી ગ્રંથિભેદ થતો જાય. જૈન આગમોમાં ગ્રંથિ શબ્દનો ઉપયોગ વિશિષ્ટ રીતે થાય છે. આમ તો ગ્રંથિ એટલે ગાંઠ. મનુષ્યના મનમાં રાગ અને દ્વેષ સતત કાર્યશીલ રહે છે અને તેની ગાંઠ પડી જાય છે જે ક્યારેય છૂટતી નથી. સાધનામાં આ ગ્રંથિને-ગાંઠને ઉકેલવાની હોય છે. આ ગાંઠ તૂટે તેને ગ્રંથિભેદ કહેવામાં આવે છે. ગ્રંથિભેદ સાધનાની પૂર્વશરત છે. આપણે શબ્દની શક્તિનો અને ધ્વનિની શક્તિનો આગળ ઉપર વિચાર કર્યો હતો. ધ્વનિ પેદા થાય છે અક્ષરોના ઉચ્ચારણથી. આ ઉચ્ચારણોનું યૌગિક દૃષ્ટિએ ઘણું મૂલ્ય છે. વ્યવહારમાં પણ આ ઉચ્ચારણો ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. અક્ષરનાં ઉચ્ચારણોને શાસ્ત્રીય ભાષામાં ત્રણ રીતે ઓળખવામાં આવે છે. દ્રુત ઉચ્ચારણ, મધ્યમ ઉચ્ચારણ અને વિલંબિત ઉચ્ચારણ. દ્રુત ઉચ્ચારણ સ્થૂળ છે જ્યારે વિલંબિત ઉચ્ચારણ સૂક્ષ્મ છે. યોગશાસ્ત્ર અનુસાર આપણા પૃષ્ઠરજ્જુમાં વચ્ચેના ભાગે સુષુમ્હા નાડી રહેલી છે જે નીચે મૂલાધારથી શરૂ થઈને ઉપર મસ્તકમાં બ્રહ્મધ સુધી જાય છે. બ્રહ્મરંધ્રમાંથી એક રસ ટપકે છે જેને અમૃતનો સ્રાવ પણ કહે છે. આ સ્રાવ નીચે સુધી પહોંચે છે. આ સ્રાવ સંજીવની શક્તિ આપે છે. સ્રાવ જેટલો અધિક એટલો વધારે લાભ. જો અક્ષરનું ઉચ્ચારણ દ્રુત હોય - જોરથી થાય તો સુષુમ્સામાં આ સ્રાવનાં ફક્ત નવ બિંદુઓ ટપકે છે. શબ્દનું ઉચ્ચારણ મધ્યમ હોય તો સ્રાવનાં બાર બિંદુ ટપકે છે અને જો વિલંબિત રહે તો સોળ બિંદુ ટપકે છે. આપણે જ્યારે ‘અર્હમ્’ મંત્રનો જાપ કરીએ ત્યારે તેના દરેક અક્ષરનાં ઉચ્ચારણો વિધિવત્ કર્યા હોય તો તેનાથી બહ્મરંધ્રમાંથી વધુ સ્રાવ થાય જે રાગ-દ્વેષની ગ્રંથિનો ભેદ કરવામાં સહાયક થાય છે. એટલું જ નહિ પણ શરીરને પણ સંજીવની શક્તિનું બળ આપે છે. મૌનની શક્તિ Jain Educationa International For Personal and Private Use Only .. Page #80 -------------------------------------------------------------------------- ________________ આ તો વાત થઈ યોગમાં ધ્વનિની શક્તિના ઉપયોગની; પણ વ્યવહારમાં પણ હવે ધ્વનિની શક્તિ ઉપર વિચાર થવા લાગ્યો છે. આ બાબત ઉપર વિજ્ઞાને ઘણું લક્ષ આપ્યું છે અને મહત્ત્વનાં તારણો કાઢમાં છે. ડાઁ. ગ્રેહામ બેલ નામના વિજ્ઞાનીએ ધ્વનિને માપવાની પદ્ધતિ વિકસાવી. એ માપવાના એકમને (યુનિટને) ડેસીબલ કહે છે. આ માપવા માટેનું જે યંત્ર બનાવવામાં આવ્યું છે તેને સોનોમીટર કહે છે. આ વિજ્ઞાનીએ એના દ્વારા ઝાડનાં-છોડનાં પાંદડાઓના મરમરાટનો અવાજ માપ્યો જે દસ ડેસીબલ આવ્યો. કોઈ કાનમાં વાત કરતું હોય તો તે અવાજનું માપ આવ્યું વીસ ડેસીબલ, ઘડિયાળના ટિક-ટિક અવાજનું માપ આવ્યું ત્રીસ ડેસીબલ. ટાઇપનો ખડખડાટ પચીસ ડેસીબલ નીવડયો. જ્યારે જેટ વિમાનનો અવાજ દોઢસો ડેસીબલમાં આવ્યો. એમણે એ તારણ કાઢ્યું કે પચાસ ડેસીબલ સુધીનો અવાજ આપણે સહી શકીએ છીએ. તેનાથી અધિક માત્રામાં અવાજ આવે તો તે આપણાથી સહેવાતો નથી અને જેમ માત્રા વધતી જાય તેમ આપણને ત્રાસ વર્તાય. વધારે મોટા અવાજની આપણા શરીર અને મન ઉપર માઠી અસરો પડે છે અને તેનાથી મગજની શક્તિઓ ઘટે છે. હૃદય ઉ૫૨ બોજ લાગે છે. અસહ્ય કોલાહલને કારણે ઘણીવાર ગંભીર રોગો પણ ઉત્પન્ન થાય છે. છેલ્લાં પચાસ વર્ષમાં જ આપણે જગતને એટલું કોલાહલથી ભરી દીધું છે કે આપણા સ્વાસ્થ્ય માટે તે ઘણું ખતરનાક બની ગયું છે. આ વ્યાપક કોલાહલની સામે વિચારકો અને વિજ્ઞાનીઓએ અવાજ ઉઠાવ્યો છે. હવે જગતને એકાંતની મહત્તા સમજાવા લાગી છે અને લોકો એકાંત શોધવા લાગ્યા છે. પરિણામે શાંત અને નીરવ સ્થળો તરફ પ્રવાસીઓ છેલ્લાં થોડાંક વર્ષોથી વળવા લાગ્યા છે. કોલાહલને રોકવા માટે આપણે યંત્રોને શાંત કરવાં પડશે એટલું જ નહિ પણ આપણેય બોલતાં શીખવું પડશે. આપણા વિચારકોએ તો યાંત્રિક યુગની શરૂઆત પણ થઈ ન હતી ત્યારથી જ એકાંતનો મહિમા ગાયો છે - મૌનનું મહાત્મ્ય સમજાવ્યું છે. મૌનની સાથે એકાંત ગર્ભિત રીતે રહેલું છે. મૌનની ભાષા ઘણી સમર્થ છે. મૌન રહીને પણ વિચારોનું ૯૪ મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ સંપ્રેષણ થઈ શકે છે, પણ તે માટે મહાવરો જોઈએ. જેમ જેમ વૈખરી લુપ્ત થતી જાય છે તેમ તેમ મનની શક્તિ વધતી જાય છે અને પછી મન જે પ્રકંપનો ફેંકે છે તે ખૂબ શક્તિશાળી હોય છે. જેમ આપણે રેડિયો કે ટીવીના સંકેતો ઝીલીને અવાજ સાંભળીએ છીએ કે દૃશ્યો જોઈ શકીએ છીએ તેમ આપણે અંતઃસંપ્રેષણ દ્વારા મોકલાતા સંકેતો ઝીલી શકીએ અને સમજી શકીએ. જો કે તે ઝીલવા માટે આપણું મન પણ સક્ષમ થયેલું હોવું જોઈએ. આ વાત બિલકુલ વૈજ્ઞાનિક છે. તેથી તો તેને આધારે ટેલીપથીનો વિકાસ થયો છે. ટેલીપથી છેવટે શું છે ? ટેલીપથી મૌનની ભાષાનો જ વિસ્તાર છે. અહીં એકબાજુ કોઈ કંઈ વિચાર કરે છે અને દૂર બીજે સ્થળે બીજો માણસ તે વિચારને ઝીલી લે છે. મૌન વિચારથી ઉત્પન્ન થયેલાં તરંગો, દૂર બીજા માણસ સુધી પહોંચી જાય છે અને ત્યાં તે તેને ઝીલી લે છે. ઘણીવાર તો એવું બન્યું છે કે બોલાયેલી ભાષામાં ગેરસમજને અવકાશ રહ્યો છે પણ મૌનની ભાષામાં કંઈ ગેરસમજ થઈ નથી. શબ્દો જે કહી શકતા નથી તે વાત મૌન ઘણી અસરકારક રીતે કહી શકે છે. મૌનની ભાષાને રખેને ચેષ્ટાઓની ભાષા ગણી લઈએ. હાવ-ભાવથી કે ચેષ્ટાની વાત સમજાવવી એ તો મૌનના ભંગ બરોબર છે. આપણે જે મૌનની શક્તિની વાત કરીએ છીએ એ સર્વથા મૌનની, જેમાં ચેષ્ટાઓનો તો સદંતર નિષેધ થાય છે. મૌન સંપ્રેષણમાં બોલવાની જરૂર નથી રહેતી. દેવતાઓ મૌન દ્વારા પોતાના વિચારો મનુષ્યલોકમાં મોકલી શકે છે. તે માટે તેમને આલોકમાં આવવાની કે કંઈ બોલવાની જરૂર નથી રહેતી. પ્રશ્ન રહે છે આ ભાષાને ગ્રહણ કરવાનો. જે વ્યક્તિમાં એવી ગ્રહણશીલતા હોય છે તે વ્યક્તિ આ ભાષાને-વિચારને પકડી શકે છે. મૌન સંપ્રેષણ ઉપર આટલો વિચાર કર્યા પછી આપણે સ્થૂળ ભાષા ઉપર પણ વિચાર કરીએ. જેમાં શબ્દનો સહારો લેવો પડે છે. માણસ છેવટે બોલે છે શા માટે ? આપણે બે કારણોથી બોલીએ છીએ. એક કારણ છે માનસિક વિકલ્પ. માનસિક ચંચળતા એટલી તીવ્ર થઈ જાય છે કે આપણે બોલ્યા વિના રહી શકતા નથી. માનસિક આવેગ વધી જાય મૌનની શક્તિ ૫ Jain Educationa International For Personal and Private Use Only --- Page #82 -------------------------------------------------------------------------- ________________ પછી માણસ બોલ્યા વિના રહી શકતો નથી; પછી ભલેને કોઈ સાંભળનાર હોય કે ન હોય. તમે પોતે પણ અનુભવ કર્યો હશે કે જ્યારે આપણી અંદર કોઈ આવેગ આવે છે ત્યારે આપણે એકલા હોઈએ તો પણ બોલીએ છીએ. કદાચ તે સમયે આપણી ભાષા બડબડાટ જેવી હોય છે. આપણે બોલવાનું બીજું પ્રબળ કારણ છે - ‘જનેભ્યો વાક્' એટલે કે લોકો સાથે સંપર્ક સાધવા માટે. વાણીના વ્યવહારથી અન્ય લોકો સાથે આપણા સંબંધો સ્થાપિત થાય છે. સામે કોઈ વ્યક્તિ છે - તેને આપણે કંઈ કહેવું છે કે તે આપણને કંઈ કહે છે તેની પ્રતિક્રિયા રૂપે પણ આપણે બોલીએ છીએ. કોઈના વર્તનથી ઉત્તેજિત થઈને પણ આપણે બોલ્યા વિના રહી શકતા નથી. કોઈ પ્રશ્ન પૂછે અને આપણે બોલવું પડે. આમ, વ્યવહારમાં બોલ્યા વિના ચાલતું નથી પણ આપણે એક કામ તો અવશ્ય કરી શકીએ કે વાણીનો આપણે અનિવાર્ય પ્રયોગ કરીએ. વાણી ઉપર સંયમ તો રાખી શકીએ. છતાંય જો આપણે મૌનની સાધના કરવી હોય તો એકાંતમાં રહેતાં થોડુંક શીખવું જોઈએ. મૌન જાળવવા માટે એકાંતવાસ ખૂબ જરૂરી છે. જો સંપૂર્ણતયા એકાંતવાસ ન થઈ શકે તો બને એટલું એકાંતનું સેવન મૌનની સાધનામાં ખૂબ સહાયક છે. બૌધ સાધકોએ આ દિશામાં ઘણી પ્રગતિ કરી હતી. તેઓ અચિંતનમાં જવા માટે ચિંતનની સહાય લેતા હતા. તે માટે ગુરુ શિષ્યને એક કોયડો આપે જે તેણે ઉકેલવો રહે. આ સમસ્યાના ઉકેલ માટે શિષ્યે ચિંતન કરવું પડે અને આમ ચિંતનથી શરૂઆત થાય અને પહોંચે અચિંતનની ભૂમિકા સુધી. ઝેન સંપ્રદાયમાં પણ લગભગ એવી રીત પ્રચલિત છે. એમાં પણ ગુરુ શિષ્યને એક શબ્દ આપે કે સમસ્યા આપે અને તેનું સમાધાન શોધી કાઢવા તેને જણાવે. ઝેન સંપ્રદાયમાં એક વિખ્યાત સાધક થઈ ગયા. એમનું નામ હતું મોકુરાઇ. તેઓ કેનિન મંદિરના અધિષ્ઠાતા હતા. નામ હતું મોકુરાઇ પણ તેમણે ઉમનામ રાખ્યું હતું, "મૌન ગર્જન”. આ વાત પણ ખૂબ સૂચક હતી. બાર વર્ષની ઉંમરનો તેમને એક શિષ્ય હતો- ટોયો. શિષ્ય નાનો હતો પણ જિજ્ઞાસુ હતો. એક દિવસ તેણે ગુરુને કહ્યું, મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ "ગુરુજી, તમે બધાને ધ્યાન શીખવો છો, ભણાવો છો, ઉપદેશ આપો છો તો મને પણ એ બધું શીખવાડો.” મોકુરાઇએ થોડોક સમય તો તેની વાત ધ્યાન ઉપર લીધી નહિ, પણ પછી તેની તાલીવેલી જોતાં તેમણે શિષ્યને કહ્યું "જા, એક હાથની તાળીનો શબ્દ સાંભળી લાવ, પછી તને આ બધું સમજાવીશ.” શિષ્ય એક હાથની તાળીના અવાજની શોધમાં નીકળી પડ્યો પણ પછી વિચારવા લાગ્યો - એક હાથે તાળી કેવી રીતે પડે? અવાજ પેદા થવા માટે કંઈ શબ્દ જોઈએ - કંઈ સંઘર્ષ થવો જોઈએ. વિના સંઘર્ષ, વિના શબ્દ એક હાથથી તાલી પડે કેવી રીતે અને તેનો અવાજ સંભળાય કેવી રીતે ? વિચારમાં તે ગરકાવ થઈ ગયો પછી તેને લાગ્યું કે આમાં હાથ મહત્ત્વનો નથી કારણ કે એક હાથથી કંઈ થઈ શકે નહિ. પ્રશ્ન છે સંઘર્ષ વિના પેદા થતા અવાજને પકડવાનો - શબ્દ વિના પેદા થતા અવાજને ગ્રહણ કરવાનો. એમ ચિંતનમાં ગરકાવ થઈને જંગલમાં એક ઝાડ નીચે બેઠો હતો ત્યાં તેને ઝાડમાંથી કંઈ અવાજ નીકળતો હોય તેમ લાગ્યું. તે સીધો દોડ્યો ગુરુ પાસે. તેની અંદર આનંદ સમાતો ન હતો. ગુરુ પાસે આવીને બોલ્યો, "ગુરુજી, મેં એક હાથની તાળી સાંભળી, એક હાથનો શબ્દ સાંભળ્યો." ગુરુએ પૂછ્યું, "બતાવ, કેવી રીતે ? ક્યાં તને આવો શબ્દ સાંભળવા મળ્યો ?” શિષ્ય કહે - "ઝાડમાંથી અવાજ આવતો હતો. પૂબ ધીમો હતો, પણ કોઈની સહાય વિના અવાજ નીકળતો હતો.” ગુરુએ કહ્યું, "જા ભાગ. પાછો જા. ફરીથી શોધ. ઝાડમાંથી શબ્દ, નીકળવાની વાત ખોટી છે.” શિષ્ય ફરીથી જંગલમાં ફરવા લાગ્યો. ઠેર ઠેર કાન માંડીને ઊભો રહે અને વિચાર કરે. એક ઝરણા પાસે પાણી પીવા ઊભો રહ્યો હતો ત્યાં તેને વહેતા ઝરણાનો અવાજ સંભાયો. શિષ્ય વળી ખુશ થતો ગુરુ પાસે આવી બોલ્યો - મોનની શક્તિ Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ "ગુરુજી, મને એક હાથનો અવાજ સાંભળાયો. એક હાથનો શબ્દ સાંભળ્યો. ઝરણું નીકળતું હતું ત્યાં મેં આ શબ્દ સાંભળ્યો. અવાજ ઝરણાનો પોતાનો હતો. બીજા કોઈની ત્યાં હાજરી હતી નહિ. ઝરણું પોતે એકલું ફ્લકલ કરતું હતું.” ગુરુએ ફરીથી એને ધુત્કારી કાઢયો, "જા, પાછો જા. હજુ સમસ્યાનું સમાધાન તારાથી દૂર છે. ફરીથી શોધ કર. ચિંતન કર અને એક હાથનો અવાજ - શબ્દ સાંભળી લાવ.” શિષ્ય બિચારો વળી પાછો જંગલમાં ભટકવા લાગ્યો અને “એક હાથનો શબ્દ સાંભળવા મથે'. આવો શબ્દ કયાંય સંભળાય નહિ તેથી વિચાર કર્યા જ કરે. વિચારમાં ને વિચારમાં એક દિવસ તે એટલો ઊંડે ઊતરી ગયો કે જ્યાં તે પોતાના દેહનું અસ્તિત્વ પણ વીસરી ગયો. પછી તે અવાજની પાર - શબ્દની પાર નીકળી ગયો. એ શબ્દાતીત અવસ્થામાં તેને જે આનંદ મળ્યો તેનાથી તેને સમસ્યાનું સમાધાન મળી ગયું. ધ્યાનમાંથી બહાર આવ્યો કે તુરત જ ગુરુ પાસે ગયો અને કહ્યું - "આજે મેં એક હાથનો અવાજ સાંભળ્યો - તેનો શબ્દ સાંભળ્યો.” ગુરુએ પૂછ્યું " કેવી રીતે શબ્દ સાંભળ્યો ? શું સાંભળ્યું કહી બતાવ." શિષ્ય કહ્યું- "ચિંતન કરતાં કરતાં હું એટલા ઊંડાણમાં ઊતરી ગયો કે મને મારા દેહની પણ વિસ્મૃતિ થઈ ગઈ અને પછી મને જે અનુભવ થયો તે શબ્દાતીત હતો." ગુરુએ સંતોષથી કહ્યું - " ચાલો ત્યારે કામ થઈ ગયું.” આ પ્રસંગ ઘણો માર્મિક છે - એમાં વાત છે શબ્દ દ્વારા શબ્દાતીત અવસ્થામાં પહોંચવાની; વિચાર દ્વારા નિર્વિચાર અવસ્થામાં પહોંચવાની. આ સાધના છે વિકલ્પની પેલે પાર પહોંચી જવાની પણ તે માટે શરૂઆત સંકલ્પથી થાય છે. મૂળ સાધ્ય છે ચૈતન્યની પ્રતીતિનું - આત્માના જાગરણનું અને તે માટેનો આ એક માર્ગ છે. માર્ગ અટપટો લાગે છે. કારણ કે ઉપર ઉપરથી જોતાં તેમાં પરસ્પર વિરોધી વાત લાગે છે પણ જે ખરેખર વિરોધી નથી. સાધનાનો આ માર્ગ સીધાં ચઢાણવાળો છે કારણ કે તેમાં શબ્દને સહારે મૌનમાં જવાનું છે. આ સાધના છે સર્વથા વાફ-સંવરની. – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ (દસ) હરિ હરિ ઈફ હી મનનું સ્વરૂપ | હિ કે હરિ રૂપ સાધનામાં મનનો વિલય બહુ મહત્ત્વનો છે. મનનો વિલય કરતાં પહેલાં મનને સમજવું બહુ આવશ્યક છે. મન શું છે - તે કેવી રીતે કાર્ય કરે છે તે સમજ્યા વગર મનનો વિલય કરવાની વાત ઘણી મુશ્કેલ બની જાય છે. આપણે સજીવ છીએ તેની પ્રતીતિ કરાવનાર ત્રણ વસ્તુઓ મુખ્ય છે. એક છે આપણું શરીર, બીજી છે આપણી વાણી અને ત્રીજું છે આપણું મન. આમ જોઈએ તો આ ત્રણેય વસ્તુઓ અચેતન છે. આ ત્રણેય વસ્તુઓ પોતાની મેળે કાર્યાન્વિત થતી નથી. તેમને કાર્યમાં પ્રેરનાર છે આપણી ચેતના. ચેતનાનો જે પ્રવાહ આપણા સૂક્ષ્મ શરીર એટલે કે કર્મશરીર દ્વારા વહી આવે છે તે આ ત્રણેયને પ્રભાવિત કરે છે. આપણી ચેતના આમ તો સૂર્ય જેવી અખંડ છે પણ તે પ્રગટ થાય છે આ ત્રણ માધ્યમ દ્વારા. આપણી ચેતના કયારેય પૂર્ણ રીતે પ્રકાશતી નથી કારણ કે તે આપણા કર્મશરીરથી આવૃત છે - ઢંકાયેલી છે. આ આવૃત ચેતનાના પ્રગટીકરણનું ધૂળ માધ્યમ છે આપણું શરીર. આપણી ઇન્દ્રિયો. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા આપણી ચેતનાને પ્રગટ થવાનાં માધ્યમો છે. ચેતનાનાં જે કિરણો આપણને દેખાય છે કે જેની અસર આપણને વર્તાય છે તે ઇન્દ્રિયો દ્વારા. તેથી આપણે તેને ઇન્દ્રિય સ્તરની ચેતનાને મનનું સ્વરૂપ Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ વાસ્તવિકતામાં તેને ઓળખીન છે તેને નામે ઓળખીએ. વાસ્તવિકતામાં આ ચેતનાનું સ્તર નથી પણ આપણે ઉપચારથી - વ્યવહારથી એ પ્રમાણે તેને ઓળખીએ છીએ. આવૃત ચેતનાને પ્રગટ થવાનું પ્રબળ માધ્યમ છે મન - જેને આપણે મનના સ્તરની ચેતના તરીકે ઓળખીએ. આમ તો મન અચેતન છે, પણ ચેતનાનો જે અનુભવ આપણને મનના સ્તરે થાય છે તેની પ્રક્રિયા આપણા મસ્તકમાં થાય છે. આમ જોઈએ તો ઇન્દ્રિય ચેતનાના પ્રવર્તનમાં પણ મસ્તકનું માધ્યમ તો અગત્યનો ભાગ ભજવે છે. ઇન્દ્રિય ચેતનાના પ્રગટીકરણ માટે વિવિધ કેન્દ્રો છે. ઇન્દ્રિયોના માધ્યમથી પ્રગટ થતી ચેતના પ્રાથમિક સ્તરની ચેતના છે. તે ફક્ત વર્તમાન ક્ષણને પકડી શકે છે. બહારથી તેના ઉપર પ્રભાવ પડે કે અંદરથી, પણ તેનું કાર્ય ફક્ત વર્તમાન પૂરતું સીમિત છે. મનના સ્તર ઉપર જે ચેતના પ્રગટ થાય છે તે ત્રણેય કાળની ક્ષમતા ધરાવે છે. તે વર્તમાનને જાણે છે, અતીતની સ્મૃતિ રાખે છે અને ભવિષ્યની કલ્પના પણ કરી શકે છે. ઇન્દ્રિય-જ્ઞાનની જે ક્રિયા કે પ્રતિક્રિયા થાય છે તે મનની ચેતના ઝીલે છે. ઈન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થયેલ માહિતીનું વિશ્લેષણ મન કરે છે અને જરૂર પ્રમાણે પ્રતિક્રિયાના આદેશો પણ મન આપે છે. ઇન્દ્રિયો જે ગ્રહણ કરીને આગળ પહોંચાડે છે તેનો સંગ્રહ મસ્તકમાં થાય છે. યોગની ભાષામાં તેને સંસ્કાર કહે છે અને મનોવિજ્ઞાન તેને અક્ષય સંચયકોષ કહે છે. ત્યાં ભૂતકાળની બધી સ્મૃતિઓનો સંચય થાય છે અને કંઈપણ નિમિત્ત મળતાં-ઉત્તેજના થતાં પ્રતિક્રિયા રૂપે તે ઉપર આવી જાય છે. મનોચેતના પોતાના સંગ્રહમાં પડેલા પ્રસંગો અને માહિતીને આધારે ભાવિની કલ્પના કરે છે અને જરૂરી આયોજન પણ કરી લે છે. આમ, વર્તમાનને ઝીલવાની, તેને સંગ્રહી લેવાની અને ભાવિના આયોજનની બધી ક્ષમતા મનોચેતનાનો વિષય છે અને તેનું માધ્યમ છે મસ્તક. આમ જોઈએ તો આપણે એ નિષ્કર્ષ ઉપર આવીએ છીએ કે આપણી આવૃત ચેતનાનો જે કંઈ પ્રકાશ બહાર આવે છે તેનાં બે મુખ્ય માધ્યમો છે - એક ઇન્દ્રિયો અને બીજું મન; પણ આ બન્ને આપણા શરીર સાથે સંલગ્ન છે. તેથી એમ કહી શકાય કે શરીરનું - મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ માધ્યમ ખૂબ મહત્ત્વનું છે અને તેના વિના આપણી ચેતના પ્રગટ થઈ શક્તી નથી. આપણી શક્તિ, આપણું જ્ઞાન અને આપણો આનંદ જે કંઈ છે તે બધાને પ્રગટ થવાનું માધ્યમ છે શરીર. આમ જોઈએ તો મનનું કાર્ય યાંત્રિક છે. તેનું પોતાનું કંઈ નથી. બહારથી જે કંઈ પ્રભાવ પડે છે તેને તે ઇન્દ્રિયો દ્વારા ઝીલે છે અને પ્રતિક્રિયા પણ કરે છે. અંદરથી કર્મશરીરમાંથી જે પ્રવાહ આવે છે તેને પણ ઝીલે છે અને તેને આધીન થઈને શરીરને-ઈન્દ્રિયોને કાર્યાન્વિત કરે છે. એક રીતે જોઈએ તો તેનું કાર્ય એક ટેપરેકોર્ડર જેવું છે. તે માહિતી સંગ્રહી લે છે અને ફરીથી તેને બહાર પણ કાઢી શકે છે. બીજી રીતે કહીએ તો તે કયૂટર જેવું છે. એમાં જે વિગતો ભરવામાં આવી હોય તે પ્રમાણે તે કાર્ય કરે. ભાવિનું આયોજન કે કલ્પના પણ તે આ જ સીમામાં રહી કરી શકે છે. તેનો જે કંઈ પ્રકાશ છે તે તેનો પોતાનો નથી. તેને પાછળથી મળતા ચેતનાના પ્રવાહ વિના તે સ્વતંત્ર રીતે કંઈ કરી શકતું નથી. ચેતનાનો પ્રવાહ એક ક્ષણ માટે પણ અટકી જાય એટલે મનનું બધું કામ ઠપ થઈ જાય. આમ, મન પોતે અચેતન છે. પણ તેની ક્ષમતા વધારે છે. અને તે ત્રણેય કાળને સાંકળે છે તેથી તે ચેતન જેવું ભાસે છે. તેથી કંઈ તે ચેતનનો પર્યાય ન બની શકે. અધિકારી ગમે એટલો મોટો હોય, તેને વિશાળ સત્તાઓ મળી હોય તો પણ તે છેવટે અધિકારી છે - તે માલિક નથી. મનના કાર્ય વિષે આટલું ચિંતન કર્યા પછી સ્વાભાવિક રીતે પ્રશ્ન થયા વિના ન રહે કે આ મન રહે છે કયાં? તેનું સ્થાન ક્યાં છે? પ્રથમ દષ્ટિએ એમ લાગે કે મનનું સ્થાન મસ્તકમાં હોઈ શકે, કારણ કે મન જ્યાંથી પ્રગટ થાય છે તેનાં મુખ્ય કેન્દ્રો છે બૃહદ્ મસ્તક, લઘુ મસ્તક અને પૃષ્ઠરજુનો અમુક ભાગ. આપણને જે જ્ઞાન થાય છે, જે સંવેદન થાય છે તે જ્ઞાનતંતુઓ દ્વારા મસ્તકને પહોંચે છે. તેથી એમ માનવું પડે કે મનનું મુખ્ય કેન્દ્ર મસ્તક છે. બીજી રીતે વિચારીએ તો મનની પ્રક્રિયા જ્ઞાનતંતુઓ દ્વારા આખા શરીરમાં વિસ્તરે છે તેથી એમ પણ કહી શકાય કે મનનો વ્યાપ આખા શરીરમાં છે. બન્ને વાતો સાપેક્ષ છે. આપણે કઈ મનનું સ્વરૂપ Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ રીતે વાતને પકડીએ છીએ તેના ઉપર તેનો આધાર છે. પણ આપણે એ વાત વિચારવી રહી કે મનનું અસ્તિત્વ સ્વતંત્ર નથી. મનને કાર્યાન્વિત કરનાર પ્રવાહ સૂક્ષ્મ શરીર એટલે કે કર્મશરીરમાંથી આવે છે. કર્મશરીરમાં જે સંસ્કારો – જે વાસનાઓ પડેલી હોય છે તે મનના માધ્યમ દ્વારા પ્રગટ થાય છે. જેમ આપણા સ્થૂળ શરીરમાં વૃત્તિઓનાં કેન્દ્રો છે તેમ સૂક્ષ્મ શરીરમાં સંસ્કારના કેન્દ્રો છે જ્યાં સંસ્કારનો સંચય થયેલો હોય છે. આમ જોઈએ તો આપણા મનમાં પણ વિવિધ સ્તરો છે. ઉપરનું મન જેને આપણે ધૂળ મન કહી શકીએ પણ તેની શક્તિ તો ઘણી અલ્પ છે. મનનાં અંતઃસ્તરોથી આપણે ઘણા અજાણ છીએ જેને અવચેતન મન કહે છે. અવચેતન મન સૂક્ષ્મ છે અને ઘણું શક્તિશાળી છે છતાંય તેની ક્ષમતાને પણ સીમા છે. તેનો કાર્યપ્રદેશ અમુક હદ સુધી જ પ્રવર્તે છે. જ્યારે આ અવચેતન મનની ય પાર સંસ્કારનું-શક્તિનું મોટું કેન્દ્ર છે જે સૂક્ષ્મ શરીરમાં રહેલું છે. અવચેતન મન તો આ ભવના સંસ્કારોને ગ્રહણ કરી શકે છે અને સંચિત કરી લે છે જ્યારે કર્મશરીર તો કેટલાય જન્મોના સંસ્કારોને ધારણ કરે છે.મનને ચંચળ કરનાર પ્રવાહ કર્મશરીરમાંથી આવે છે. આમ તો જીવનના આપણા વ્યવહારોનો મુખ્ય આધાર સ્થળ મન છે, પણ જ્યારે સાધનાનો પ્રશ્ન આવે છે ત્યારે આપણે સ્થળ મન ઉપર અટકી ન શકીએ. સાધનાના માર્ગ ઉપર પ્રગતિ કરવા માટે આપણે શરૂઆત તો સ્થૂળથી જ કરવી પડશે પણ આપણી ગતિ ધૂળથી સૂક્ષ્મ પ્રતિ રહેશે. સ્થૂળના સ્તર ઉપર આપણે સૂક્ષ્મનો અસ્વીકાર ન કરી શકીએ. સૂક્ષ્મ ઉપર પહોંચતાં તો સ્થૂળ વિષેના આપણા પ્યાલો આપોઆપ સ્પષ્ટ થઈ જાય છે. મનની જ્યારે વાત કરીએ ત્યારે આપણા મનમાં બુદ્ધિનો પ્રશ્ન ઊઠવાનો કારણ કે બુદ્ધિ મનની ખૂબ નજીક છે અને તેની સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. જો આપણે મનની પ્રક્રિયાને ઠીક રીતે સમજ્યા હોઈશું તો બુદ્ધિનો પ્રશ્ન એટલો મૂંઝવનારો નહિ રહે. મનનું કાર્ય ઇન્દ્રિયો દ્વારા જે પ્રાપ્ત થાય છે તેને ગ્રહણ કરવાનું છે અને અંદરથી જે આવેગ આવે છે તેને ઇન્દ્રિયો સુધી પહોંચાડવાનું છે. મન વર્તમાન અનુભવોને કે માહિતીને – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ જ તે કરી શકે છે. - જ્યારે તમારનું છે. મન ગ્રહણ કરીને તેનો સંચય પણ કરી લે છે. વર્તમાનની સ્મૃતિ સાચવી શકે છે. યોગ્ય નિમિત્ત મળતાં તેની પ્રતિક્રિયા રૂપે ઇન્દ્રિયોને ઉત્તેજિત કરે છેકાર્યમાં જોડે છે. વર્તમાન જ્ઞાન કે અનુભવોને આધારે ભાવિની કલ્પના પણ કરે છે. છતાંય આ બધું અમુક મર્યાદામાં જ તે કરી શકે છે. બુદ્ધિનું કામ મનથી ઉપરના સ્તરનું છે. મન ઇન્દ્રિયોની સહાયથી પોતાનું કાર્ય કરે છે. જ્યારે બુદ્ધિ મનની સહાયથી પોતાનું કાર્ય કરે છે. બુદ્ધિ જન્મની સાથે ઉત્પન્ન થાય છે ત્યાર પછી તેનો વિકાસ થતો નથી. તેને ભણતર સાથે ઝાઝી લેવા દેવા નથી. વિદ્યાનો વિકાસ થઈ શકે પણ તેને બુદ્ધિનો વિકાસ ન ગણી શકાય. અભણ માણસ પણ બુદ્ધિશાળી હોય અને ભણેલો બુદ્ધિની ઊણપવાળોય હોય. જ્ઞાન-માહિતી બહારથી આવે છે. પણ બુદ્ધિ બહારથી નથી આવતી. ઊલટાનું એમ બને કે બુદ્ધિ નવા જ્ઞાનને ઉત્પન્ન કરી શકે - નવું સંશોધન કરી શકે. મન મોટાભાગે ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતી માહિતી-અનુભવો વગેરેનું સંકલન કરે કે વિશ્લેષણ કરે છે પણ નિર્ણય કરવાનું કે વિવેક કરવાનું કાર્ય બુદ્ધિ કરે છે. ઇન્દ્રિય સ્તરની ચેતનાથી અધિક સામર્થ્ય માનસ સ્તરની ચેતનાનું છે પણ બુદ્ધિના સ્તરની ચેતના માનસ સ્તરની ચેતના કરતાં વધારે સમર્થ છે. બુદ્ધિના સ્તરની ચેતનાનું સ્થાન ઇન્દ્રિય સ્તરની ચેતના કે મનના સ્તરની ચેતનાની ઉપર છે પણ અતીન્દ્રિય ચેતનાની નીચેનું છે. મન-બુદ્ધિ-ચિત્ત એ બધાંય ચેતનાનાં વિવિધ સ્તરો છે પણ વ્યવહારની ભાષામાં આ બધા શબ્દો ઘણીવાર એકબીજાને સ્થાને વપરાતા જોવા મળે છે. ઊંડાણપૂર્વક વિચારીએ તો ચિત્ત તો બુદ્ધિના પર્યાય જેવું જ લાગે છે. આપણે વ્યવહાર ને નિશ્ચયની ભાષાનો ભેદ ચિંતનમાં સમજી લેવો રહે છે. વ્યવહારમાં સામાન્ય રીતે એમ કહેવાય છે કે મન જ બંધન અને મોક્ષનું કારણ છે એટલે કે મન જ બાંધે છે અને મન મુક્ત કરાવે છે. વ્યવહારની ભૂમિકા ઉપર આ કથન સામે આપણે કંઈ કહેવાનું નથી પણ જ્યારે આપણે નિશ્ચયની દૃષ્ટિથી વિચાર કરીએ ત્યારે આ કથન યોગ્ય નથી લાગતું. મન એ કોઈ સ્થાયી તત્ત્વ નથી. એ તો ક્ષણે ક્ષણે ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે પણ પ્રવાહ સ્વરૂપે તે ચાલુ જ રહે છે. બંધન મનનું સ્વરૂપ Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ અને મોક્ષનો હેતુ મન થઈ શકે નહિ. જેની અતિ જ ક્ષણિક છે તે આ જવાબદારી વહન ન કરી શકે. બંઘન અને મોક્ષનો હેતુ કષાયો છે - રાગ-દ્વેષ છે જેનો પ્રવાહ છેક અંદરથી આવીને મનને ઉત્તેજિત કરે છે. જે સંસ્કારો-વાસનાઓ અંદર પડી છે તે ઊભરાયા કરે તે બંધન છે અને જો તે સંસ્કારો-રાગ-દ્વેષ ક્ષીણ થયા કરે તો તે મુક્તિ તરફ લઈ જાય છે. આમ, મૂળ કારણ કષાયો છે પણ તે પરોક્ષ રહે છે જ્યારે મન પ્રત્યક્ષ રહે છે તેથી ઉપચારથી મનને બંધન અને મોક્ષનું કારણ કહેવામાં આવે છે. મનનું સતત સર્જન અને વિસર્જન થાય છે તેથી તેનું અસ્તિત્વ કાયમ આપણને વર્તાય છે પણ વાસ્તવિકતામાં તે પ્રવાહથી વિશેષ નથી. જેમ ઝડપથી ફરતા પંખાનાં પાંખિયાં એક લાગે, ફિલ્મમાં લેવાતી તસ્વીરો ઉપરાઉપરી લેવાય છે તેથી ફિલ્મમાં આપણને ગતિ લાગે છે અને બધું એક જ હોવાનો ભાસ થાય છે તેમ મનનું પણ છે. તેના સર્જન અને વિસર્જનમાં એક પ્રકારનું સાતત્ય છે જેથી તેનું સ્વતંત્ર અસ્તિત્વ લાગે છે પણ વાસ્તવિક્તામાં તેમ નથી. જો તેના સર્જન-વિસર્જન કરતા પ્રવાહને આપણે કયાંક રોકી દઈએ તો મન શાંત થઈને પછી ધીમે ધીમે સમાપ્ત પણ થઈ શકે છે. સાધનાનો માર્ગ મનના આ સ્વરૂપને આધારે તો નક્કી થાય છે. જો મનની શાંતિ હાંસલ કરવી હોય તો મનના સર્જન-વિસર્જનના આ પ્રવાહને આપણે રોકવો પડશે. આ પ્રવાહ જેટલો વેગવંતો હશે એટલું મન વધારે ચંચળ થશે અને અશાંતિ લાગશે. આ પ્રવાહને બંધ ન કરી શકીએ તો પણ જો તેને આપણે ક્ષીણ કરી શકીશું, તેના વેગને ઓછો કરીશું તો પણ મનની ચંચળતા ઘટી જશે અને મન શાંત થતું જશે. શાંતિ માટે ઝંખતા લોકો એકવાર મનના સ્વરૂપને બરોબર સમજી લે તો શાંતિ મેળવવાનું કાર્ય તેમને માટે એટલું દુષ્કર નહિ રહે. શાંતિ બહારથી કદી મળતી નથી; શાંતિની નિષ્પત્તિ કરવી પડે છે. – – ૪ – – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ અગિયા) મનનો વિલય શિષ્ટ છે સાધનાના ક્ષેત્રમાં મનના વિલયની બહુ વાત થાય છે. ચેતનાની, કેવળ ચેતનાની અનુભૂતિ કરવા માટે મનના વિલય ઉપર બહુ જ ભાર મૂકવામાં આવ્યો છે. ઘણી જગાએ તો મનના વિલયને સાધ્ય માની લેવામાં આવ્યું છે કારણ કે મનનો વિલય થતાં ચેતનાની અનુભૂતિ થવા લાગે છે. પણ મનનો વિલય શકય છે ખરો ? અને શકય હોય તો તે કેવી રીતે - તે પ્રશ્ન ખૂબ મહત્ત્વનો બની જાય છે. ' આગળ ઉપર આપણે મનના સ્વરૂપ ઉપર વિચાર કર્યો અને જો તેને આધાર સ્વરૂપ ગણીએ તો મનના વિલયની વાત અટપટી લાગે છે. આમ જોઈએ તો મનનું સ્વતંત્ર અસ્તિત્વ જ નથી ત્યાં તેના વિલયની વાત કેવી રીતે ટકી શકે? જૈનો અને બૌદ્ધોની સાધના અંગે જે ધારણાઓ છે તેની સાથે તો આ વાતનો દેખીતી રીતે મેળ રહેતો નથી કારણ કે તેમના પ્રમાણે તો મનની કોઈ પ્રતિષ્ઠા નથી. આમ જોઈએ તો આ વાત આકાશકુસુમવત્ લાગે છે. છતાંય આ વાત ખૂબ મહત્ત્વની છે. ઘણાએ તો મનને જ બંધન અને મોક્ષનું કારણ માન્યું છે ત્યાં મનના અસ્તિત્વનો નિષેધ થાય તે વાત કેમ નભી શકે ? આપણા જીવનમાં એવી ઘણી સમસ્યાઓ છે જે ભાષાને કારણે મનનો વિલય. ૭૫ – Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ઊભી થાય છે. વ્યવહારમાં જે ભાષાનો ઉપયોગ થાય છે તે અમુક ધારણાઓને આધારે થાય છે. વ્યવહારમાં બધી વાતનો યશ કે અપયશ સૌથી વધારે નજીક રહેલા નિમિત્તને આપવામાં આવે છે, જ્યારે નિશ્ચયની ભાષા જુદી હોય છે. નિશ્ચય મૂળ વાતને પકડે છે તેથી તે તેની પાછળ રહેલાં બધાં પરિબળોનો ખ્યાલ રાખે છે અને એને આધારે તેનાં તારણો કાઢે છે. તેથી મૂળ વાત સમજવી હોય તો આપણે ભાષાના સ્તરથી નીચે રહેલા સ્તર ઉપર જવું પડે અને વિચાર કરવો પડે, ઉજ્જૈની નગરી પાસે પુરાણા કાળમાં નટોની મોટી વસતી હતી અને તેઓ જાતજાતના ખેલો કરીને રાજ્યાશ્રય મેળવીને રહ્યા હતા. એક વાર રાજાને કોઈએ એક વૃદ્ધ હાથી ભેટમાં આપ્યો. રાજાએ નટોના અગ્રણી રોહકને બોલાવીને આ હાથી સુપરદ કર્યો અને કહ્યું - આ હાથી માટે જે-જે સામગ્રી જોઈએ તે રાજ્ય તરફથી આપવામાં આવશે. આ હાથી ખૂબ શુકનવંતો છે, તેનું સરસ રીતે પાલનપોષણ કરજો. રોજ હું તેની ખબર પુછાવતો રહીશ. તમે લોકો એનું જીવથીય વધારે જતન કરજો પણ એક વાત યાદ રાખજો કે હાથીનું કોઈ અનિષ્ટ મારે સાંભળવાનો સમય ન આવે. જે દિવસે મને ખબર મળી કે હાથી મૃત્યુ પામ્યો છે તે દિવસે એ કહેનારનો પણ હું દેહાંતદંડ કરીશ. રોહક સમજી ગયો કે વાત વિપરીત છે પણ રાજાને ના પડાય તેમ નથી અને ગમે ત્યારે હાથીનું અનિષ્ટ તો થવાનું જ છે, પણ દલીલને કોઈ અવકાશ હતો નહિ. રાજાના ભંડારમાંથી હાથીના ભરણપોષણ માટે ઘણી બધી સામગ્રી નટોને મળતી રહી. વખતોવખત રાજા હાથીની ખબર અંતર પૂછે અને તેના યોગક્ષેમના સમાચાર જાણી આનંદે પણ લાંબો સમય આ નભી શકે તેમ ન હતું. હાથી આમેય વૃદ્ધ હતો, ગમે એટલી સારી માવજત થઈ તો પણ એક દિવસ તે મૃત્યુ પામ્યો. હવે આ વાત રાજાને કહેવા કોણ જાય ? જેના મુખે રાજા હાથીના મૃત્યુના સામાચાર સાંભળે તેને દેહાંતદંડ મળે તેમ હતું. નટો ભેગા મળ્યા અને સમસ્યાનું સમાધાન શોધવા લાગ્યા. છેવટે એક વયોવૃદ્ધ નટે આ જવાબદારી પોતાને માથે લીધી. મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ તે રાજદરબારમાં ગયો. રાજાને કુરની બજાવીને ઊભો રહ્યો. રાજાએ પૂછયું, "બોલો હાથીના શું સમાચાર છે ?" વૃદ્ધ નટ કહે - "રાજા સાહેબ, હાથી ખૂબ સ્વસ્થ છે. હવે તો એટલો બધો સ્વસ્થ થઈ ગયો છે કે તે કંઈ ખાતો-પીતો નથી. અવાજ કરતો નથી. અરે, હાલતો ચાલતો પણ નથી. હાથી પૂર્ણ રીતે સ્વસ્થ છે. હવે રાજભંડારમાંથી તેના માટે કંઈ આપ મોકલશો નહિ. હવે તેને તેની જરૂર નથી.” રાજા પળમાં વાત સમજી ગયો અને બોલ્યો, " તો એમ કહોને કે હાથી મૃત્યુ પામ્યો છે.” વૃદ્ધ નટ બોલ્યો, "રાજાસાહેબ, એ હું નથી કહેતો. આપ કહો છો કે હાથી મૃત્યુ પામ્યો છે. આપ કહો છો તો તેમ હશે. હું આપની વાતનો ઇન્કાર કેવી રીતે કરી શકું ?" આમ, હાથીના મૃત્યુની વાત નટોએ ન કરી પણ રાજાએ જ કરી. હવે શિક્ષા કોને થાય ? આ વાત ઘણી માર્મિક છે. હાથી મૃત્યુ પામ્યો હતો પણ નટોએ એ વાત કહેવા માટે જે ભાષા વાપરી તેમાં મૃત્યુનો ઉલ્લેખ ન થયો. તેથી પરિસ્થિતિમાં કંઈ ફેર ન પડ્યો. મૃત્યુ તો મૃત્યુ જ રહ્યું પણ નટો બચી ગયા. આમ, મનના વિલયની વાતમાં મોટે ભાગે ભાષાનો ભેદ છે. તેથી ઘણી ગેરસમજ પ્રવર્તે છે. જો આપણે તેની મૂળ વાત સમજીએ તો સમસ્યા એટલી વિકટ ન લાગે. કોઈ એમ કહે કે મને કંઈ વિચાર આવતો નથી. હું કોઈ કલ્પના કરતો નથી. હું કોઈ ચિંતન કરતો નથી. મને કોઈ વાત સ્પર્શતી નથી તો વાસ્તવિકતામાં તેના મનનું અસ્તિત્વ રહ્યું નહિ. પણ તેણે એમ ન કહ્યું કે મનનો વિલય થઈ ગયો. વાસ્તવિકતામાં સચ્ચાઈ એ જ છે કે એનામાં હવે મન પ્રવર્તમાન થતું નથી. જ્યારે મન ઉત્પન્ન ન થાય ત્યારે તેને મનનો વિલય કહેવામાં કંઈ વાંધો ન આવે. આમ જોઈએ તો કરોળિયાની જેમ માણસ પોતે જ મનને ઉત્પન્ન કરે છે - તેનું જાળું ગૂંથે છે અને પછી તેમાં ફસાય છે. મનના જાળામાં તેને મૂંઝવણ થાય છે - મનનો વિલય Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ પોતે જ રચેલી સૃષ્ટિથી તે વાજ આવી જાય છે ત્યારે તે વળી તેમાંથી મુક્ત થવા ઝંખે છે. આમ, મનને ઉત્પન્ન કરનાર આપણે જ છીએ અને એમાંથી મુક્તિ ઝંખનાર પણ આપણે જ છીએ. તેથી ઉપચારથી એમ કહેવામાં આવે કે મન જ બાંધે છે અને મન જ છોડાવે છે - તો એથી મૂળ પરિસ્થિતિમાં કંઈ ફેર પડતો નથી. મૂળ વાત તો તાત્પર્યની છે જે એનું એ જ રહે છે. આપણી ચેતનાના સ્તર ઉપર બે સ્થિતિનું નિર્માણ થાય છે. એક છે મનના હોવાની-થવાની સ્થિતિ અને બીજી છે મનના ન હોવાની. મને ઉત્પન્ન થાય છે આપણા પ્રાણની ધારાથી, પણ મન કેવળ મન જ રહી શકતું નથી. પ્રાણ ન હોય તો મનની ઉત્પત્તિ થઈ શકતી નથી. પણ મન નભે છે વૃત્તિઓ ઉપર-વૃત્તિઓ મનને કાર્યાન્વિત કરે છે. મનને ઉત્પન્ન કરનાર પ્રાણની ધારા શુદ્ધ નથી હોતી. તેની સાથે બીજા સંસ્કારો- વૃત્તિઓ રહેલી છે. એવું મન ઉત્પન્ન થયું કે વૃત્તિઓ તેના ઉપર સવાર થઈ જાય છે અને પછી તે મનને ચારેય બાજુ દોડાવે છે. મનને પોતાનો કોઈ આવેગ નથી પણ વૃત્તિઓમાં આવેગ હોય છે જે મનને નચાવે છે. વૃત્તિઓના આવેગથી મનની સજ્જનતા કે દુષ્ટતા પ્રગટ થાય છે. મનનું નિર્માણ થવું એટલું ખતરનાક નથી જેટલું વૃત્તિઓનું હોવું. બીજી રીતે જોઈએ તો મન અને વૃત્તિઓનો અભેદ છે. પ્રાણ વિના મન ઉત્પન્ન ન થઈ શકે અને વૃત્તિઓ વિના મન ટકી શકે નહિ. જો મનને ઉત્પન્ન કરનાર વ્યવસ્થા ક્યાંક ખોટકાઈ જાય તો પછી મનનું નિર્માણ થઈ શકે નહિ; પણ જીવતે જીવત આ પરિસ્થિતિ અશકય છે. તેથી મનનું અસ્તિત્વ જ સમગ્રતયા મટી જાય એમ માનવું ઠીક નથી. આપણે જ્યારે મનના વિલયની વાત કરીએ છીએ ત્યારે મહદંશે મનના અસ્તિત્વની એ વાત નથી હોતી; પણ મન ઉપર સવાર થતી વૃત્તિઓના અસ્તિત્વની વાત હોય છે. મનનું અસ્તિત્વ મિટાવી દેવું એ લગભગ અશકય છે. કેવળીને પણ દ્રવ્યમાન રહે છે. કેવળીને ભાવમન નથી હોતું. સાધનામાર્ગમાં આ વાત સૂક્ષ્મ છે અને તે સમજવા જેવી છે. જે મનથી આપણે પરેશાન થઈ જઈએ છીએ એ વાત છે તેની સાથે ભળી ગયેલી વૃત્તિઓની. આપણી મહાવીરની સાધનાનો મર્મ , વિગતવા મી આ પરિસિ તો પછી એ જ મનને Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ચેતનાનાં બે સ્તર છે. એક છે જ્ઞાનનું સ્તર જેને શાનચેતના કહી શકાય. બીજું સ્તર છે વેદનનું જેના ઉપર આપણને સુખ અને દુઃખની લાગણી થયા કરે છે. વેદન કરનારી ચેતનાને પ્રવાહપાતી ચેતના કહે છે - જેની સાથે આપણે નિરંતર વહ્યા કરીએ છીએ. આપણા કષાયો-ક્રોધ, માન, માયા, લોભ અને તે દ્વારા નિર્મિત થતી આપણી અપેક્ષાઓ-આશાઓ, નિરાશાઓ, ક્રિયા-પ્રતિક્રિયાઓ આ બધા આપણી પ્રવાહપાતી ચેતનાના હેતુઓ છે. મૂળ કષાયોને મનોવિજ્ઞાનની ભાષામાં મૌલિક વૃત્તિઓ કહે છે જ્યારે જૈન પરિભાષામાં એને સંજ્ઞાઓ કહે છે. આ બાબત જૈનાચાર્યોએ ખૂબ ઊંડાણપૂર્વક ચિતન કર્યું છે અને સરળતા ખાતર તેમણે સંજ્ઞાઓનું દસ ભાગમાં વિભાગીકરણ કર્યું જેથી તેના ઉપર વ્યક્તિગત વિચાર થઈ શકે. આ સંજ્ઞાઓને - ક્રોધ-સંજ્ઞા, માન-સંજ્ઞા, લોભ-સંજ્ઞા, આહાર-સંજ્ઞા, ભય-સંજ્ઞા, મૈથુન-સંજ્ઞા, પરિગ્રહ-સંજ્ઞા, ઓઘ-સંજ્ઞા અને લોક-સંજ્ઞા, પ્રાણીમાત્રમાં આ દસ મૌલિક મનોવૃત્તિઓ-સંજ્ઞાઓ રહેલી છે અને તેનું નિરસન કરવું કે તેનું શમન કરવું એ સાધનાનું કાર્ય છે. આપણે સારી રીતે જાણીએ છીએ કે ઘણા બધા લોકો આ વૃત્તિઓના સ્તર ઉપર જીવે છે અને તેને લીધે તેમના ઉપર બહારની ઘટનાઓનો ઘણો પ્રભાવ પડે છે. આ પ્રભાવને આધીન થઈને આપણે પ્રતિક્રિયા કરીએ છીએ. જરા શાંતિથી વિચાર કરીશું તો અવશ્ય લાગશે કે આપણું મોટા ભાગનું જીવન પ્રતિક્રિયા ઉપર જ નિર્ભર રહે છે. આપણે વિધાયક ક્રિયા ઘણી ઓછી કરીએ છીએ અને તેથી આપણે વેદનના સ્તરે જ જીવ્યા કરીએ છીએ. વૃત્તિઓના સ્તર ઉપરનું જીવન એટલે વેદનનું જીવન. પછી ભલેને તે અનુકૂળ વેદન હોય, કે પ્રતિકૂળ વેદન હોય આપણા જીવનમાં જે ચડાવ-ઉતરાવ આવે છે, જે સમસ્યાઓ પેદા થાય છે તે બધી આપણા મનમાં વૃત્તિઓના માધ્યમથી જ સંક્રાંત થાય છે. મનનો પોતાનો તો કોઈ દોષ નથી. જે દોષ છે તે વૃત્તિઓનો અને એમાંય મલિન વૃત્તિઓનો. મનના નિર્માણમાં દોષ નથી પણ વૃત્તિઓને આધીન થવામાં દોષ છે. આ વૃત્તિઓને લીધે મન વગોવાય છે. મનનો વિલય ૯ – Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ આપણે એક વાત બરોબર સમજી લઈએ કે પ્રાણ મનને ઉત્પન્ન કરે છે અને વૃત્તિઓ તેને ચંચળ કરે છે. આપણે મનોજય કરવાની વાત કરીએ છીએ, મનને શાંત કરવાની વાત કરીએ છીએ, મનનો વિલય કરવાની વાત કરીએ છીએ - કારણ કે આપણે મનથી છૂટવું છે - મન આપણને પરેશાન કરી નાંખે છે. પણ મનનો વિલય એટલે મનનું અસ્તિત્વ જ ન રહે એવો અર્થ જો આપણે કરીએ તો આપણે કયાંક મોટી ભૂલ કરી રહ્યા છીએ. મનને મિટાવી દેવાની વાત અશક્ય છે પણ આપણે મનની ચંચળતાને મિટાવી શકીએ, તેના દોષોને મિટાવી શકીએ. આ માટે આપણે મનને પકડવાની જરૂર નથી; જરૂર છે મન ઉપર સવાર થતી વૃત્તિઓને પકડવાની. મનની વૃત્તિઓનું શોધન જેમ જેમ થતું જાય છે તેમ તેમ મનની ચંચળતા ઘટવા માંડે છે. વાસ્તવિકતામાં આપણે મનનો વિલય કરવાનો નથી, પણ મનને સક્રિય કરનાર વૃત્તિઓનો વિલય કરવાનો છે. આ વૃત્તિઓનું શોધન, આ વૃત્તિઓનું નિરસન સાધનાનો માર્ગ છે તેથી જૈન મુનિઓએ કષાયોને સમાપ્ત કરવાની વાતનું બહુ મહત્ત્વ આંક્યું છે અને તે એટલે સુધી કે કષાયમુક્તિને જ મુક્તિ ગણી છે. વૃત્તિઓ ક્ષીણ થતાં મન ક્ષીણ થઈ જશે. વૃત્તિઓ શાંત થતાં મન શાંત થઈ જશે. મૂળ પ્રશ્ન મનની અનુત્પત્તિનો નથી, મૂળ વાત છે વૃત્તિઓના નિરસનની. આ કાર્ય જ્ઞાનના સ્તર ઉપર જીવવાથી સહજ સધાય છે. જ્ઞાની જાણે છે બધું, જુએ છે બધું, પણ તે તેનું વેદન કરતો નથી; જ્યારે અજ્ઞાની કે અલ્પજ્ઞાની જાણે છે ઓછું પણ વેદન ઘણું કરે છે. દુનિયામાં જ્ઞાની પુરુષ કંઈ આંખો બંધ કરીને ચાલી શકતો નથી. તે બધું જાણે છે અને જોઈને ચાલે છે પણ તે તેનાથી પ્રભાવિત થતો નથી કારણ કે તે વેદનના સ્તર ઉપર નથી આવતો. આમ, મૂળ વાત છે જ્ઞાનચેતના જગાવવાની અને વેદનની ચેતનાને સુવાડવાની. મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ બાર) વ્યક્તિત્વનું નિર્માણ હિર સાધના એટલે આત્મા-પરમાત્માની વાત અને એમાં શરીરને કે સમાજને કંઈ સ્થાન નહિ – એવો એક ભ્રમ ઘણાના મનમાં હોય છે. આ ભ્રમ ઊભો થવા માટે આપણા સમાજનું અમુક રીતનું ઘડતર અને સૂત્રોનું એકાંગી અર્થઘટન ઘણે અંશે જવાબદાર છે. સાધના માટે શરીર ખૂબ આવશ્યક છે એટલું જ નહિ પણ તેનું ખૂબ મહત્ત્વ છે એ વાત વિસરાવી ન જોઈએ. આત્માનો વાસ છેવટે શરીરમાં જ છે અને શરીરના પ્રત્યેક ધબકાર સાથે આપણને આત્માની અનુભૂતિ થાય છે. શરીર દ્વારા આપણે આત્મા સુધી પહોંચવાનું છે એ વાત જો બરોબર સમજાઈ જાય તો પછી આપણે શરીરની અવગણના નહિ કરીએ. એનો અર્થ એ નથી કે આપણે શરીરની આળ-પંપાળ કર્યા કરવી. આપણે શરીર પાસેથી કામ લેવાનું છે માટે તેને યથાયોગ્ય રીતે સાચવીને કામ કાઢી લેવાનું છે. જેવી શરીરની વાત છે એવી જ સમાજની વાત છે. આપણે સમાજની પેદાશ છીએ અને સમાજ વચ્ચે જીવીએ છીએ. મનોવિજ્ઞાનની દષ્ટિથી વિચાર કરીએ તો સમાજ વિના બિલકુલ એકલા આપણે સ્વસ્થ રીતે જીવી શકીએ નહિ. શરીરના ધર્મો-આવેગો વગેરે માટે આપણે સમાજ ઉપર નિર્ભર છીએ એટલા જ આપણે માનસિક આવેગોની તૃપ્તિ માટે પણ સમાજ ઉપર નિર્ભર છીએ. સમાજ વિના વ્યક્તિ જીવી શકતો વ્યક્તિત્વનું નિર્માણ Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ નથી, તેનો વિકાસ થઈ શકતો નથી. સમાજનું મૂલ્ય આપણે સહેજ પણ ઓછું આંકીએ તો આપણાં ઘણાં બધાં સમીકરણો ખોટાં ઠરે. સાધનામાર્ગમાં સમાજનું પણ વિશિષ્ટ પ્રદાન છે તેથી તેના ઉપર પણ વિચાર કરવો જોઈએ. સાધનામાર્ગમાં મનુષ્યની મૌલિક વૃત્તિઓનો આપણે અભ્યાસ કરી તેમાં પરિવર્તન કરવું રહે છે. પણ મનુષ્યનું જીવન એકલી મૌલિક વૃત્તિઓથી જ નથી દોરાતું. મૌલિક વૃત્તિઓનું જેટલું મહત્ત્વ છે એટલું જ કે બલ્ક એનાથી વધારે મહત્ત્વ આપણી અજિત ટેવો કે સ્વભાવનું છે. મૌલિક વૃત્તિઓ આપણો મૂળ સ્વભાવ છે તો અર્જિત ટેવો આપણો આગંતુક સ્વભાવ છે. આગંતુક છે માટે તેનું મહત્ત્વ સહેજ પણ ઓછું નથી. જો આપણે આ આગંતુક સ્વભાવની અવગણના કરીએ તો પણ સાધનામાર્ગમાં આપણી પ્રગતિ ન થઈ શકે; માટે આપણે તેના ઉપર પણ વિચાર કરવો રહ્યો. જો આપણે તેને બરોબર ઓળખી લઈશું તો તેની સાથે યથાયોગ્ય રીતે કામ પણ પાડી શકીશું. મનુષ્ય એટલે માંસ-માટીનું પૂતળું નહિ. માણસ હાલે છે, ચાલે છે, બોલે છે એટલો જ ફેર તેની અને પૂતળા વચ્ચે નથી. પૂતળું જડ છે અને મનુષ્ય ચેતન છે એ પાયાનો ભેદ છે પણ બન્નેને જુદા પાડનાર મહત્ત્વનું પરિબળ છે મનુષ્યનું વ્યક્તિત્વ. વ્યક્તિત્વ વિના માણસ કંઈ નથી. વ્યક્તિત્વનો વિકાસ જીવનના દરેક ક્ષેત્રમાં મહત્ત્વનો રહે છે. સાધનામાર્ગમાં પણ તેના ઉપર લક્ષ આપવામાં આવે છે. વ્યક્તિત્વના વિકાસમાં કયાં પરિબળો કામ કરે છે તે વાત આપણે સમજી લઈએ તો આપણી પ્રગતિનો માર્ગ મોકળો થઈ જશે. કેટલીક મનોવૃત્તિઓ પ્રાણીમાત્રમાં મૌલિક છે, જે બહારથી નથી આવતી. ભૂખ પ્રાણીની મૌલિક વૃત્તિ છે. એ જ રીતે સંઘર્ષ-લડાઈ એ પણ તેની મૌલિક વૃત્તિ છે. કામવાસના એ પણ સહજ મનોવૃત્તિ છે. તે અંદરથી જ સ્કૂરે છે. મનોવિજ્ઞાન અનુસાર જે અર્જિત આદતો છે તેને સરળતા ખાતર આપણે ત્રણ વિભાગમાં વહેંચી શકીએ. ભય અને પ્રલોભન બન્નેનો મનુષ્યના વ્યક્તિત્વના ઘડતરમાં ઘણો ફાળો રહે છે. નાનું બાળક ભયને આધીન થઈને ઘણાં કાર્યો કરે છે. તે રીતે લોભને – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ વશ થઈને પણ બાળક પોતાની પ્રવૃત્તિ કરે છે. બાળક તો શું, મોટી વ્યક્તિઓ પણ ભય અને લોભને આધીન હોય છે અને એમના જીવનનું તે એક સંચાલક પરિબળ હોય છે. જરા બણમાં જઈને વિચાર કરીશું તો લાગ્યા વિના નહિ રહે કે આપણા સમગ્ર જીવનનો દોરીસંચાર આ બન્ને પરિબળો કરી રહ્યાં હોય છે. જીવનના દરેક વ્યવહાર ઉપર તેની અસર વર્તાય છે અને નિરંતર થતો આ વ્યવહાર આપણા વ્યક્તિત્વને ઘડે છે. અરે, ઘર્મ જે પારમાર્થિક હોવો ઘટે તેનું સંચાલક બળ પણ મોટે ભાગે ભય કે લોભ રહે છે. સ્વર્ગ અને નરકની વાતો પાછળ લોભ અને ભય કામ કરી રહ્યા હોય છે. પાપ કરીશું તો પરલોક બગડશે અને વેદનાભર્યું જીવન મળશે એવા ભયથી પણ ઘણા લોકો ધર્મ કરે છે. ધર્મ કરીશું તો સ્વર્ગ મળશે, સુખ મળશે એ વાત પણ અમુક સ્તરે લોકોને ઘર્મ આચરવા પ્રેરે છે. આ લોકમાં પણ સુખ-સગવડ, ઈષ્ટની પ્રાપ્તિ કરવા માટે ધર્મ થાય છે. અનિષ્ટના નિવારણ માટે ધર્મ થાય છે. જરા કલ્પના તો કરી જુઓ કે જો ભય અને પ્રલોભન બને ન રહે તો કેટલા લોકો ધર્મ કરે ? આપણા સમગ્ર વ્યવહાર ઉપર આ બન્ને પરિબળો એટલાં તો વ્યાપક રીતે છવાઈ ગયાં છે કે તેના વિના આપણું જીવન જાણે શૂન્યવત્ થઈ જાય. ભય અને પ્રલોભનનું ગુરુત્વાકર્ષણ લોકોને ધર્મ પ્રતિ ખેંચે છે. આપણે માત્મા-પરમાત્માની ભલે ગમે એટલી વાતો કરીએ તો પણ વાસ્તવિકતામાં કેટલા લોકો તેને લક્ષમાં રાખીને ધર્મ કરે છે ? મનુષ્યના વ્યક્તિત્વ ઉપર ભય અને પ્રલોભનનો ઘણો મોટો પ્રભાવ છે. જો આ બંને પરિબળોનું અસ્તિત્વ ન રહે તો મનુષ્ય કાં તો પશુતા તરફ સરકી જાય કે બિલકુલ પરમાર્થ તરફ ચાલ્યો જાય. પરમાર્થની દષ્ટિનો વિકાસ સમાજમાં એટલો સરળ નથી. વળી એ માર્ગ સીધાં ચઢાણવાળો છે જ્યારે પશુતા તરફનો માર્ગ લપસણો છે જેના ઉપર વિના પ્રયાસે માણસ સરકી શકે છે. સૈદ્ધાંતિક રીતે આ વાતને તપાસીએ તો ભય અને પ્રલોભન વિનાના સમાજમાં બે જ વિકલ્પ રહે. એક છેડો માનવતાના બિલકુલ પતનનો છે અને બીજો છેડો મનુષ્ય જાતિના પૂર્ણ વિકાસનો છે. આ બંને વિકલ્પોની વચ્ચેનો વિકલ્પ છે ભય અને પ્રલોભનનો; જેને આધારે આપણા વ્યક્તિત્વનો વિકાસ થાય છે. આપણે વ્યક્તિત્વનું નિર્માણ Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ સામાન્યરીતે પૂર્ણ પશુતા કે પૂર્ણ માનવતાના વિકલ્પની સ્થિતિ ઉપર નથી પહોંચતા. આપણા વ્યક્તિત્વનું પ્રેરક બળ છે ભય અને પ્રલોભન. તેને આધારે આપણું વ્યક્તિત્વ ઘડાય છે અને તે ધ્યાનમાં રાખીને, તેને સાચવીને આપણે આપણા વ્યક્તિત્વનો વિકાસ કરવાનો છે. - વ્યક્તિત્વને પ્રભાવિત કરનાર આવું જ બીજું પરિબળ છે પ્રશંસા અને નિંદાનું. આપણા જીવનના ઘડતરમાં આ પરિબળ બહુ મહત્ત્વનું છે છતાંય આપણે તેની અવગણના કરીએ છીએ. જરા વિચારી જુઓ, જો કોઈ આપણી પ્રશંસા કરે છે, તો આપણને કેટલું બળ મળે છે ? એ પ્રવૃત્તિ કરવામાં આપણને કેટલો બધો રસ પડે છે ? જો આપણા કોઈ કાર્યની નિંદા થાય તો આપણા ઉપર તેની શું અસર પડે છે? જો ખરાબ કાર્ય કરતા હોઈશું તો અટકી જઈશું કે આપણને સંકોચ થશે. જો સારા કાર્યની નિંદા થશે તો આપણે હતોત્સાહ થઈ જઈશું અને તેની આપણા કાર્ય ઉપર વિપરીત અસર થડશે. આપણને ખબર પણ ન હોય એટલા આપણે પ્રશંસા અને નિંદાથી પ્રભાવિત થઈ જઈએ છીએ. એ જ રીતે આપણે કરેલી પ્રશંસા અને નિંદાનો અન્ય ઉપર પણ ઘણો પ્રભાવ પડે છે. પ્રશંસાના બે બોલ આપણા અને અન્યના વ્યક્તિત્વને મધુર બનાવે છે જ્યારે નિંદા વ્યક્તિત્વને કટુતા આપે છે. મનોવિજ્ઞાને આ બંને પરિબળોને ખૂબ મહત્વનાં ગયાં છે. જો આપણે આ પ્રેરક બળો પ્રત્યે સભાન રહીએ તો આપણે આપણા તેમજ અન્યના વ્યક્તિત્વના વિકાસમાં ઘણો ફાળો આપી શકીએ. આવું જ મહત્ત્વનું પરિબળ છે જવાબદારીનું ભાન. જે વ્યક્તિઓ સામાન્ય રીતે ઉદંડ વ્યવહાર કરતી હોય છે તેમાંની મોત ભાગની વ્યક્તિઓ તેમના માથે જવાબદારી આવી પડતાં બદલાઈ જાય છે. તેમના સમગ્ર વ્યવહારમાં એટલું તો પરિવર્તન આવી જાય છે કે જાણે તે મૂળ વ્યક્તિ જ નથી. સાસરે આવેલી વહુનું વ્યક્તિત્વ એક રાતમાં બદલાઈ જાય છે. ધંધાની ખુરશી ઉપર બેઠા પછી રમતિયાળ છોકરો ધીર-ગંભીર વેપારી બની જાય છે. બાળકો ઉપર પણ યથાયોગ્ય જવાબદારી મૂકવામાં આવે છે તો તે મહદંશે સહર્ષ ઉઠાવી લે છે. જવાબદારીના સ્વીકાર કે અસ્વીકાર બંનેની માણસના વ્યક્તિત્વ ઉપર ભિન્ન ભિન્ન અસર વર્તાય છે. – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ જવાબદારીનો સ્વીકાર વ્યક્તિત્વના ઘડતરમાં ખૂબ મહત્ત્વનું પરિબળ નીવડે છે. જ્યારે તેનો અસ્વીકાર કે પ્રતિકાર વ્યક્તિત્વની બીજી બાજુ છતી કરી આપે છે જે કદાચ લાંબા સમય સુધી ગોપનીય રહી હોત. આમાં ઘયિત્વનો બોધ પણ વ્યક્તિત્વના નિર્માણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ઉત્તમ કક્ષાના વ્યક્તિત્વના નિર્માણ માટે મહત્ત્વનું પ્રેરક બળ છે ધર્મ-બોધ, ધાર્મિક ચેતનાનું જાગરણ. “ધર્મ' શબ્દ ખૂબ મહત્ત્વનો છે, પણ વ્યવહારમાં આપણે તેને એટલો ખેંચી નાખ્યો છે કે તે ઘણી જગાએ તેનું વજન ગુમાવી બેઠો છે. ધર્મનું નામ પડતાં આજની યુવાન પેઢી મોં મચકોડે છે કારણ કે તેમના મનમાં ધર્મથી જે અભિપ્રેત થાય છે તેને વાસ્તવિકતામાં ધર્મ સાથે ઝાઝો સંબંધ નથી. બીજી બાજુ ધર્મ એટલો બધો સાંપ્રદાયિકતામાં સરી પડ્યો છે અને તેમાંથી ઘણાં અનિષ્ટો સર્જાયાં છે. આ વાત એટલેથી નથી અટકી પણ ધર્મ ઘણી જગાએ તો તર્કથી બિલકુલ વિમુખ થઈ ગયો છે. ધર્મમાં શ્રદ્ધા મહત્ત્વની ખરી, પણ તે અંધશ્રદ્ધા નહિ. શ્રદ્ધામાં તર્કને સ્થાન જ ન હોય એ વાત બરોબર નથી. શ્રદ્ધા જેટલી તર્કમૂલક હોય એટલી વધારે બળવાન રહે. આપણે અહીં જે ધર્મની વાત કરીએ છીએ તેને આ બંને છેડા સાથે સંબંધ નથી. વ્યક્તિત્વના નિર્માણમાં આપણે જે ધર્મ-બોધની વાત કરીએ છીએ તે વિવેકના ઘરનો છે. વાસ્તવિક્તામાં ધર્મ એટલે વિવેકનું જાગરણ. આ બાબત એક સુંદર ઉદાહરણ છે. યમન દેશના શાસક તરીકે મુઆજની નિમણૂક થઈ તે સમયે મહંમદ સાહેબે તેમને કહ્યું, | "હવે તમે યમનના શાસક છો. તમારી સમક્ષ ઘણા પ્રકારની સમસ્યાઓ આવશે, જેનું તમારે નિરાકરણ કરવું પડશે; તો મને કહો કે તમે શાને આધારે આવા પ્રશ્નોનું નિરાકરણ કરશો ?' તેમણે ઉત્તરમાં જણાવ્યું, " અલ્લાહના પવિત્ર પુસ્તક કુરાનને આધારે હું નિર્ણય લઈશ.” મહંમદ સાહેબે ફરી પૂછ્યું, "એવો કોઈ પ્રશ્ન આવે કે જે વિષે કુરાનમાં કંઈ ઉલ્લેખ ન થયો હોય તો શું કરશો ?” સુઆજે કહ્યું " જો કુરાનમાં તે વાત નહિ મળે તો પૈગંબરના આધારે વાતનો ફેંસલો કરીશ." વ્યક્તિત્વનું નિર્માણ – ૫ – Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ મહંમદ સાહેબે વળી પૂછ્યું, "પૈગંબરનાં નિર્દેશનોમાંથી પણ તમને કંઈ માર્ગદર્શન ન મળ્યું તો પછી તમે કોને આધારે ચુકાદો આપશો ?” તેમણે ઉત્તરમાં કહ્યું, "જો પૈગંબરોના નિર્દેશનમાંથી પણ મને આધાર ન મળ્યો તો હું મારા વિવેકને આધારે ફેંસલો કરીશ.” આમ, જે વ્યક્તિ વિવેકથી કાર્ય કરે છે - વિવેકનો આધાર લે છે તેના વ્યક્તિત્વનું નિર્માણ બહુ ઊંચા પ્રકારનું થાય છે. આ બહુ ઊંચી ભૂમિકાની વાત છે. જો કે ધર્મબોધની બાબતોમાં ખૂબ સાવચેતી રાખવાની જરૂર રહે છે કારણ કે ધર્મ કોને કહેવો અને કોને અધર્મ કહેવો એ બાબત ઘણા મતભેદો પ્રવર્તે છે અને સામાન્ય માણસ તો મૂંઝાઈ જાય એવી પરિસ્થિતિ છે. કેટલાક જેને ધર્મ કહે તેને બીજા અધર્મ કહે તે પરિસ્થિતિમાં શું કરવું એ મહત્ત્વનો પ્રશ્ન છે. ગુરુઓ મહદંશે સાંપ્રદાયિક બાબતોને જ આગળ ધરે છે જે સ્થળ અને કાળ સાથે સુસંગત પણ નથી હોતી. વળી આ ધર્મગુરુઓ પણ રાગ-દ્વેષથી પીડાતા હોય છે. એટલુંજ નહિ પણ તેમનું જ્ઞાન સીમિત હોય છે ત્યાં તેમની અનુભૂતિની તો વાત જ ક્યાં કરવી? આ પરિસ્થિતિમાં ગુરુની પસંદગી મહત્ત્વની બની રહે છે કે પછી પોતાના જ્ઞાનના આધારે વિવેક કરવો રહ્યો. જો એટલી સાવધાની ન રખાય તો ધર્મને સ્થાને આપણે અધર્મના ખોળામાં આપણું માથું મૂકવાનો સમય આવે. આમ, વિવેકચેતનાનું જાગરણ ખૂબ મહત્ત્વનું બની રહે છે. આપણા વ્યક્તિત્વનું નિર્માણ કરનાર જે મહત્ત્વની બાબતો આપણી સમક્ષ પ્રસ્તુત છે, એમાં ધર્મચેતના જ પરમાર્થની ચેતના છે. જે ચેતના ધર્મશૂન્ય છે તે પરમાર્થ ચેતના ન હોઈ શકે. ઉદાત્ત વ્યક્તિત્વનો આધાર ધર્મચેતના ઉપર નિર્ભર રહે છે. આ ત્રણ મહત્ત્વનાં પરિબળો સિવાય બીજાં પણ કેટલાંક પરિબળો છે જેની પણ આપણે અવગણના ન કરી શકીએ. વ્યક્તિત્વના નિર્માણમાં આનુવંશિકતાનું પણ બહુ મોટું યોગદાન છે. માતા-પિતા તરફથી વ્યક્તિને જે સ્વભાવ અને સંસ્કાર મળે છે તેમાં સ્થૂળ શરીરનો ઘટક જેને • ૬ મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ જિન” કહેવામાં આવે છે તેનો ઘણો ફાળો રહે છે. જેનેટિક સસ્કારોનો પણ વ્યક્તિત્વના નિર્માણ ઉપર ઘણો પ્રભાવ છે. “જિન”ની અસર સ્વભાવ ઉપર પડે છે એટલું જ નહિ, શરીરના બંધારણ ઉપર તેમજ રોગો ઉપર પણ પડે છે. કેટલીક બીમારીઓ આનુવંશિક હોય છે. જે “જિન” બાળકને આનુવંશિકતા દ્વારા મળ્યું હોય છે તેની અસર બાળકના શરીર તેમજ માનસ ઉપર ઘણી હોય છે. એ અસરમાંથી મુક્ત થવું સહેલું નથી હોતું પણ જો વ્યક્તિ સાવધાન હોય તો કાળે કરીને તેમાં પણ ઘણું પરિવર્તન થઈ શકે છે. આને પૈતૃક પરંપરા કહેવામાં આવે છે જે વારસામાં ચાલી આવે છે. અમુક માતા-પિતાનું બાળક અમુક કાર્ય નહિ જ કરી શકે. એ જ રીતે પર્યાવરણની આસપાસના વાતાવરણની પણ આપણા ઉપર ઘણી અસર પડે છે. આપણા વ્યક્તિત્વના નિર્માણ ઉપર તેનો ઘણો પ્રભાવ પડે છે માટે બાળકને પહેલેથી જ અનુકૂળ વાતાવરણ મળી રહે તે અંગે મા-બાપે સાવધ રહેવું પડે. બાળકને પડોશમાં-શાળામાં ઇત્યાદિ સ્થળોએ કયું વાતાવરણ મળે છે તેનું ધ્યાન રાખવાની અને જરૂર લાગે તો તે બદલાવી નાખવાની ફરજ મા-બાપને શિરે હોય છે. બાળક તો શું પણ મોટી વ્યક્તિઓ પણ વાતાવરણની અસરથી મુક્ત નથી હોતી. જેવું વાતાવરણ હોય તેને અનુરૂપ માણસ પોતાને બનાવી લે છે. જો પુખ્ત ઉમરની વ્યક્તિ પણ સજાગ ન હોય તો ધીમે ધીમે વાતાવરણને અનુરૂપ જ બની જાય છે. તેથી માણસે બને એટલા સ્વચ્છ અને સદાચારી વાતાવરણમાં રહેવું જોઈએ. એવા માણસોનો જ સંગ કરવો જોઈએ કે જે સુંદર વ્યક્તિત્વના નિર્માણમાં સહાય કરી શકે. જે સ્થળોનું વાતાવરણ કલુષિત હોય, જે લોકોનું આચરણ યોગ્ય ન હોય તેનાથી વ્યક્તિએ દૂર રહેવું જોઈએ. આમ, આપણે જોઈ ગયા કે માણસના વ્યક્તિત્વ ઉપર મૌલિક મનોવૃત્તિઓ તેમજ અર્જિત-પાછળથી પ્રાપ્ત કરેલી આદતો અને વાતાવરણનો ઘણો આધાર રહે છે. મૌલિક મનોવૃત્તિઓને બદલી તો શકાય છે, પણ તે વધારે પ્રયાસ માંગી લે છે. તે માટે વધારે સજાગ રહીને પુરુષાર્થ કરવો પડે. પણ અર્જિત આદતો જે આગંતુક છે તેને તો વ્યક્તિત્વનું નિર્માણ Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ આપણે થોડાક સાવધ હોઈએ તો રોકી શકીએ અને મોટા વિનાશમાંથી ચી જઈએ. આપણા વ્યક્તિત્વ ઉપર પ્રભાવ પાડનાર જે આગંતુક રેબળો છે તેને નિમિત્તો કહે છે. તેથી તો આપણાં ધર્મશાસ્ત્રો સારાં નમિત્તો સેવવાની ભલામણ કરે છે અને ખરાબ નિમિત્તોથી દૂર રહેવાનો બાગ્રહ રાખે છે. આમ, વ્યક્તિત્વનું નિર્માણ ઘણી બાબતો ઉપર આધાર એ છે. એ રીતે જોઈએ તો કોઈ પણ વ્યક્તિ નિતાન્ત એકલી નથી કે ૪ના ઉપર આ બધાં પરિબળોની અસર જ ન થાય. સાધનામાર્ગ ઉપર આગળ વધવા માટે વિશિષ્ટ વ્યક્તિત્વ પણ ખૂબ આવશ્યક છે. દેખીતી રીતે વ્યક્તિત્વને સાધના સાથે સીધો સંબંધ નથી દેખાતો પણ પરોક્ષ રીતે એની આપણા ઉપર એટલી તો ગાઢ અસરો રહે છે કે તેની અવગણના કરીને આપણે આગળ ન વધી શકીએ. સમાજમાં મનુષ્યની ઉત્પત્તિ માતા-પિતા દ્વારા થાય છે, પણ તે ઉછરે છે. સમાજમાં. મનુષ્યના વ્યક્તિત્વનું નિર્માણ કરવામાં ઘણાં બધાં પરિબળોનો ફાળો છે. આ બધાં પરિબળોનો ખ્યાલ રાખીને મનુષ્ય પોતાના વ્યક્તિત્વનો વિકાસ સાધવાનો છે. મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ તેર ભોજનનો વિવેક સાધના એ એવો વિષય છે કે જીવનની કોઈ પણ વાત તેના વ્યાપ હેઠળ આવ્યા વિના રહે નહિ. સાધના બાબત આપણે જો એક જ વાત ઉ૫૨ ધ્યાન આપીને બેસી રહીએ તો સાધનાની વાત અધૂરી રહી જાય. આપણે ત્યાં એવી પણ એક માન્યતા છે કે સાધનાને તો ફક્ત યોગ-પ્રાણાયામ, આસન, ધ્યાન એવી બાબતો સાથે જ સંબંધ છે. આવી માન્યતાને લીધે સાધનામાં ઘણીવાર મહત્ત્વની બાબતોની ઉપેક્ષા થઈ છે. ભારે ભડખમ વાત હોય તો જ સાધના કહેવાય અને નાની બાબતનો સાધનામાં સમાવેશ ન થઈ શકે એ માન્યતાને લીધે આપણી સાધનાનો પાયો ઘણીવાર બોદો રહી જાય છે. - આપણે જીવન ધારણ કરીએ છીએ એ વાત તો નિશ્ચિત છે. જો આપણે જીવનના ઉદ્દેશ વિષે કંઈ વિચાર ન કરીએ તો આપણામાં અને પ્રાણીઓમાં ઝાઝો તફાવત ન રહે. પ્રાણી માત્ર જીવે તો છે જ પણ મનુષ્ય જ ફક્ત એવું પ્રાણી છે કે જે જીવન વિષે વિચાર કરી શકે છે. વિચારશીલ વ્યક્તિ સારી પેઠે સમજે છે કે આ જીવનનો કશો ભરોસો નથી. ગમે ત્યારે પ્રાણથી ધબકતું આ શરીર નિશ્ચેતન થઈને ઢળી પડી શકે છે માટે જ્યાં સુધી શરીરમાં પ્રાણ ધબકી રહ્યો છે ત્યાં સુધી કંઈ ભોજનનો વિવેક ૮૯ Jain Educationa International For Personal and Private Use Only - Page #106 -------------------------------------------------------------------------- ________________ સાધી લેવું - કંઈ મેળવી લેવું જે શાશ્ર્વત રહે. શાશ્ર્વતને મેળવવાની ઝંખના આપણને સાધનામાર્ગે પ્રેરે છે. કોઈ મહાન હેતુની પૂર્તિ આપણે આ મહામૂલા જીવનમાં કરી લેવી જોઈએ કારણ કે મૃત્યુ પછીની ગતિનો કંઈ ભરોસો નથી. આવા મહાન ઉદ્દેશ્યની સિદ્ધિ માટે આયોજન કરવું અને તે માટે પુરુષાર્થ કરવો એ સાધના છે. સાધના છેવટે આપણે શરીરથી જ શરૂ કરવી પડશે અને તે માટે સાધનામાર્ગમાં શરીરને સક્ષમ રાખવાની ખૂબ જરૂર રહે છે. જો સાધન નિર્બળ હશે તો આપણી સાધના અપૂર્ણ રહી જવાની. નબળાં શસ્ત્રો કે અલ્પ અસ્ત્રોથી લડાઈ લડવી અને જીતવી ખૂબ મુશ્કેલ છે. કદાચ કોઈ તેમ કરી શક્યું હોય તો પણ તે કંઈ રાજમાર્ગ નથી; તેને અપવાદ ગણી શકાય. સાધના આપણે શરીરથી કરવાની છે. સિદ્ધિ મળ્યા પછી જેમ સાધનની મહત્તા રહેતી નથી તેમ સાધના સફળ થયા પછી કદાચ શરીર એટલું મહત્ત્વનું ન રહે, પણ એ તો આગળની વાત થઈ. આપણી શરૂઆત શરીરથી થાય છે અને સિદ્ધિ મળતા સુધી આપણે શરીર પાસેથી કામ લેવાનું હોય છે તેથી તેને સાચવવું પણ રહ્યું. શરીર સાચવવાનો વિચાર કરીએ તેવો પ્રથમ ખ્યાલ ભોજનનો જ આવે. આપણાં શાસ્ત્રોમાં અન્નને પ્રાણ કહ્યો છે તે કંઈ અમથો નથી ક્યો. ચેતનાનો વિકાસ ચેતનાનું ઉન્નયન અને ચેતનાનું ઊર્ધ્વરોહણ એ સાધકનો ઉદ્દેશ છે. આ ધ્યેયની પૂર્તિ માટે પણ આપણે શરીરને ધારણ કરવાનું છે અને તેની પાસેથી કામ કાઢી લેવાનું છે. શરીરને ધારણ કરવા માટે, સારી રીતે ટકાવવા માટે આપણે ભોજન ગ્રહણ કરવું પડે છે, તો પછી આપણે એવી રીતે ભોજન લેવું જોઈએ, એવું ભોજન લેવું જોઈએ કે જે ચેતનાના વિકાસમાં બાધક ન બને પણ સહાયક બને. સાધના સાથે આપણા શરીરને સંબંધ છે, મનને સંબંધ છે. અરે, ચેતનાને પણ સંબંધ છે. આપણી ચેતના વ્યક્ત થાય છે શરીર દ્વારા, મન તો શરીરનું જ સૂક્ષ્મ અંગ છે તો પછી શરીરની અવગણના કરીને આપણે સાધના કેવી રીતે કરી શકીશું ? અને શરીરનો સંબંધ ભોજન સાથે છે, આ રીતે ભોજનનો વિવેક એ પણ સાધનાનું અંગ છે. મહાવીરની સાધનાનો મર્મ ૯૦ Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ભોજન બે પ્રકારનાં ગણી શકાય. જો પેટ જ ભરવાની વાત હોય તો તે બહુ ધૂળ વાત છે. ગમે તેવા કચરા જેવા ભોજનથી પેટનો ખાડો પૂરીએ અને થોડે અંશે પણ એમ થયું તો શરીર તુરત જ બંડ પોકારશે. ભોજન વિષે વિચાર કરતાં આપણે બે વાતનો ખ્યાલ રાખવો રહ્યો, એક વાત છે શરીરના પોષણની અને બીજી વાત છે શરીરના રક્ષણની. પોષણની વાત એટલે શરીર જેનાથી પુષ્ટ રહે, શક્તિશાળી રહે - શ્રમ ઉઠાવવાની તેની ક્ષમતા રહે કે તેમાં વધારો થાય. રક્ષણની વાતને સંબંધ છે આપણા સ્વાથ્ય સાથે. આપણું પર્યાવરણ ચારે બાજુથી આપણા શરીર ઉપર આક્રમણ કરી રહ્યું છે. હરપળે કેટલાય રોગોના વિષાણુઓ આપણા શરીરને વળગતા આવે છે. આ બધાથી આપણું રક્ષણ કરી શકે, રોગનાં પરિબળોનો પ્રતિકાર કરી શકે અને એની સામે ટકી રહે તેવું ભોજન આપણે કરવું જોઈએ. જે પ્રકારનું ભોજન શરીરનું પોષણ કરે છે તે આપણા શરીરની ઊર્જાશક્તિ ટકાવી રાખે છે. ઊર્જાની શરીરના સંચાલન માટે ખૂબ જરૂર છે. આમ, પોષણ અને રક્ષણ એ બાબતો ધ્યાનમાં રાખીને આપણે ભોજનની ગોઠવણી કરવી જોઈએ જેથી શરીર સારી રીતે ટકી રહે અને આપણી સાધના આગળ વધતી રહે. બીજી એક મહત્ત્વની બાબત એ છે કે ભોજનનો પ્રભાવ આપણા સ્વભાવ ઉપર પડે છે. જો તામસી પ્રકૃતિના ખોરાક ઉપર પસંદગી હશે તો સ્વભાવ સાધનાને અનુકૂળ નહિ રહે. જો ભારે અને સ્નિગ્ધ ખોરાકનું પ્રમાણ વધારે લેવામાં આવશે, તો માણસમાં જડતા વધશે અને પરિણામે આળસ અને ઊંઘમાં વધારો થશે. જો લૂખો-સૂકો ખોરાક વધારે લેવાશે તો વાયુનો પ્રકોપ થશે તેની શરીર ઉપર તેમજ મનની સ્થિરતા ઉપર પણ માઠી અસરો વર્તાશે. તદ્ઉપરાંત ભોજનની માત્રા પણ ખૂબ મહત્ત્વની વાત છે. શરીરને જરૂર કરતાં ઓછો આહાર આપવામાં આવશે તો યોગ્ય પ્રમાણમાં માંસ-મજ્જા ઈત્યાદિનું પ્રમાણસર સર્જન નહિ થાય અને શરીર ઘસાવા લાગશે. જો વધારે પ્રમાણમાં ભોજન લેવાશે તો પાચનતંત્ર ઉપર વધારે બોજો પડશે જેને પરિણામે લોહીને પાચનતંત્ર તરફ વળવું પડશે અને મસ્તક તરફ તેનો પ્રવાહ ઓછો જશે. આપણે સૌ જાણીએ ભોજનનો વિવેક – ૯૧ – Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ રહી છેતેનો વધારો કર્યા બાબતમાં સાવ અલીઓ પાસે છે. ઉપવાસને છએ કે ભારે કે વધારે ખોરાક ખાધા પછી આપણું મગજ બરોબર કામ કરી શક્યું નથી. જે લોકોને બુદ્ધિનું વધારે કાર્ય કરવાનું હોય કે ચિંતન કરવું હોય તેણે ખોરાક અલ્પ માત્રામાં લેવો જોઈએ. તેથી તો આપણે ઉણોદરીને મિતાહારને તપ ગયું છે. ઘણા લોકો સાધનામાં ઉપવાસનો ખૂબ આગ્રહ રાખે છે તે પણ બરોબર નથી. કદાચ કોઈ મહાત્માને અધિક ઉપવાસથી વાંધો ન આવ્યો હોય તેથી કંઈ આપણને પણ વાંધો નહિ આવે એમ ન માની લેવાય. ઉપવાસ કરવાની શક્તિનો આધાર પણ વ્યક્તિગત ક્ષમતા ઉપર છે. કોઈના શરીરનું ચયાપચયનું તંત્ર એવું હોય કે જે ઘણા લાંબા સમય સુધી આહાર વિના ચલાવી શકે અને છતાંય તેના શરીરનું સંચાલન યથાયોગ્ય રહી શકે. આ બધી વાતોમાં અપવાદ વધારે હોય છે; અને વ્યક્તિગત ક્ષમતા ઉપર તેનો વધારે આધાર રહે છે. ઉપવાસને સર્વસામાન્ય બનાવી દેવાથી સાધનામાં મુશ્કેલીઓ ઉપસ્થિત થવાનો સંભવ વધારે છે. આ બાબતમાં સાધકે મધ્યમ માર્ગનો આશરો લેવાનું વધારે હિતાવહ છે. અનશન જેટલું મહત્ત્વનું છે એટલું બલ્ક એનાથીય વધારે મહત્ત્વનું અશનએટલે ખાવાનું છે. ઉપવાસમાં તો એક જ વાત ધ્યાન રાખવાની છે કે ખાવું કે નહિ ? જ્યારે અશનમાં એટલે ભોજનમાં - આહાર ગ્રહણ કરવાની બાબતમાં તો ઘણો વિવેક રાખવાનો છે. - ભોજનમાં ક્યા પદાર્થો લઈએ છીએ, કઈ માત્રામાં આહાર લઈએ છીએ એ વાતો તો મહત્ત્વની છે જ પણ તે ઉપરાંત ભોજન કયા સમયે લઈએ છીએ, કઈ ભાવના સાથે લઈએ છીએ તે વાતો પણ ખૂબ મહત્ત્વની છે. પાચનતંત્ર ઉપર સૂર્યની શક્તિનો પ્રભાવ પડે છે. તેથી ભોજન કરવાના સમયનું ખૂબ મહત્ત્વ છે. ભોજન સમયે આપણી જે માનસિક પરિસ્થિતિ હોય તેનો પ્રભાવ આપણા પાચનતંત્ર ઉપર ઘણો પડે છે. આમ, ભોજનની બાબત આપણે ઘણો ખ્યાલ રાખવો પડે છે. ભોજન પહેલાં ધ્યાન રાખવાનું હોય છે. એટલું જ ભોજન પછી પણ ધ્યાન રાખવાનું રહે છે. ભોજન લીધા પછી પણ આપણી માનસિક પરિસ્થિતિ કેવી રહે છે તે પણ મહત્ત્વની વાત છે. શ્રમનું જીવનમાં મહત્ત્વ તો છે – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ જ પણ ભોજન સાથે ય શ્રમનું મહત્ત્વ રહેલું છે. કેટલો શ્રમ લેવો, તેમજ ભોજનની પહેલાં અને પછીથી કેટલો શારીરિક શ્રમ લઈ શકાય એનાં પણ વિધિ-વિધાનો છે. અરે આચાર્યોએ તો ત્યાં સુધી વિચાર કર્યો છે કે ભોજન પ્રાપ્ત કરવા માટેની કમાણી પણ કેવી રીતે કરવી ? આજીવિકાના ઉપાર્જન માટે પણ શુદ્ધ સાધનોનો આગ્રહ રાખવામાં આવે છે. આમ સાધનામાં ભોજનનું - ભોજનના વિવેકનું ખૂબ મહત્ત્વ છે. ભોજનના વિવેક અંગે આપણે આપણા ચિંતનને પૂર્ણ કરીએ તે પહેલાં આયુર્વેદના મહાન આચાર્ય મહર્ષિ ચરક અને વાગ્ભટ્ટ વચ્ચેનો એક રસિક સંવાદ છે. તેની વાત કરી લઈએ. કહેવાય છે કે એક વખત મહર્ષિ ચરક પક્ષીનું રૂપ લઈને વાગ્ભટ્ટના ઘર ઉપર આવીને બેઠા અને તેમણે પૂછ્યું - કોરુમ્ ? કોરુમ્ ? કોરુમ્ ? એટલે કે સ્વસ્થ કોણ ? સ્વસ્થ કોણ ? વાગ્ભટ્ટે પ્રત્યુત્તર આપ્યો ક્તિભૂક, હિતભૂક. પણ મહર્ષિ ચરકને સંતોષ ન થતાં તેમણે ફરીથી પ્રશ્ન કર્યો કોરુમ્ ? વાગ્ભટ્ટ સ્વાસ્થ્યના મર્મના જાણનાર હતા. તેમણે વળી ઉત્તર આપ્યો મિતભ્રક - મિતભૃકુ. એટલે સ્વસ્થ એ છે કે જે હિતભોજી છે. સ્વસ્થ એ છે કે જે મિતભોજી છે - અલ્પ ખાનારો છે. છતાંય મહર્ષિ ચરકને પૂર્ણ સંતોષ ન થયો તેથી તેમણે વળી પક્ષીના રૂપે ઘરના ટોડલા ઉપર બેસીને પ્રશ્ન દોહરાવ્યો, કોરુમ્ ? કોરુમ્ ? સ્વસ્થ કોણ છે, સ્વસ્થ કોણ છે ? વળી વાગ્ભટ્ટે ઉત્તર આપ્યો ૠતભૂ-ૠતભૂકૂ એટલે કે જે તભોજી છે તે સ્વસ્થ છે. તભોજી એટલે કે ભાવનાને વિકૃત બનાવ્યા વિનાનું ભોજન કરે છે. તાત્પર્ય કે જે શ્રમ અને શુદ્ધ સાધનોથી અર્જિત વસ્તુઓનું ભોજન કરે છે. વાગ્ભટ્ટના ઉત્તરથી સંતોષ થતાં મહર્ષિ ચરક જે પક્ષીનું રૂપ ધારણ કરીને આવ્યા હતા તે ઊડી ગયા. આ ત્રણ શબ્દોમાં ભોજનના મહત્ત્વ ઉપર અને તેના વિવેક ઉપર સૂત્રની ભાષામાં ઘણું કહેવાઈ જાય છે. આમ, સાધનામાં ભોજનનું પણ ખૂબ મહત્ત્વ છે અને તે માટે વિવેક રાખવો રહ્યો. ભોજનનો વિવેક Jain Educationa International - For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ચંદ ધ્યાનસૂત્ર સાધનામાર્ગમાં ધ્યાનનું ખૂબ મહત્ત્વ છે કારણ કે તેના જેવી કોઈ અસરકારક સાધના નથી. આજકાલ ધ્યાનમાર્ગ ખૂબ પ્રચલિત બન્યો છે ખરો પણ તેના વિષે સમજણ કરતાં અણસમજ વધારે પ્રવર્તે છે. આજે ઘણી જગ્યાએ ધ્યાનની જે પ્રક્રિયાઓ કરાવવામાં આવે છે તેને સાચા અર્થમાં ભાગ્યે જ ધ્યાન કહી શકાય. ધ્યાન સાગર જેવું ઊંડું અને ગહન છે અને સામાન્ય રીતે આજે જે પ્રકારનાં ધ્યાનોનો પ્રચાર થાય છે તે ઉપરછલ્લો હોય છે જે ભાગ્યે જ ધ્યાનના હાર્દ સુધી આપણને લઈ જઈ શકે તેમ છે. વિષયનું મહત્ત્વ અને તેના વિષે પ્રવર્તમાન ગેરસમજ જોતાં આ વિષય ઉપર ચિંતન કરવાની આવશ્યક્તા ઘણી વધી જાય છે. ધ્યાન ઉપર વિચાર કરતાં પહેલાં આપણે થોડોક વિચાર તેને લગતી અન્ય બાબતો ઉપર પણ કરવો રહ્યો જેથી આગળ ઉપર આપણે વધારે સ્પષ્ટ થઈ શકીએ. મોટે ભાગે આપણું જીવન ઇન્દ્રિયોના સંવેદનનું જીવન છે અને તેનું સંચાલન અને અનુભૂતિ કરવામાં મનની પ્રધાનતા રહેલી છે. મન એ આપણા જીવનની પ્રત્યક્ષ સત્તા છે જેને આધીન રહીને આપણે મોટેભાગે જીવીએ છીએ. આપણે જીવીએ છીએ તેની પ્રતીતિ કરાવનાર ચાર વસ્તુઓ છે. શરીર, વાણી, શ્વાસ અને મન. આ ચારના મહાવીરની સાધનાનો મર્મ હા ❀❀❀❀❀❀❀ Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ધબકાર વિના આપણું જીવન એ જીવન ન રહે. એના પ્રત્યેક ધબકાર સાથે આપણને જીવનની પ્રતીતિ થાય છે. જ્યારે એ ઘબકાર વિરમી જાય છે ત્યારે આપણા જીવનનો અંત આવે છે. આ ચારેયને ગતિશીલ કરનાર પ્રાણની ધારા છે. આ પ્રાણની ઘારા આ ચાર સાથે સતત જોડાયેલી રહે છે અને તેથી તો આપણે જીવંત છીએ. પણ આ પ્રાણની ધારાનો મૂળ સ્રોત કયાં છે ? આ પ્રાણધારાનું મૂળ આપણી ચૈતન્ય શક્તિમાં છે. આપણી ચેતનામાંથી પ્રાણની ધારાઓ નીકળે છે જે આપણા સમગ્ર જીવનને ધબકતું રાખે છે પણ ચૈતન્યમાંથી જે પ્રાણધારા નીકળે છે તે સંપૂર્ણ શુદ્ધ ધારા નથી હોતી. તે સૌથી પહેલાં આપણા કર્મ શરીરને સ્પર્શે છે અને ત્યાં તેની સાથે કર્મના પરમાણુઓ ભળી જાય છે. આમ, જે પ્રાણધારા આપણી અંદર વહે છે તે કર્મથી પ્રભાવિત થયેલી- અશુદ્ધ હોય છે. આ પ્રાણધારા શરીરના જે અંગ કે ઉપાંગ સાથે જોડાય છે તેને તે સક્રિય કરે છે. આ પ્રાણધારાના સ્પર્શથી જ આપણે સચેતન રહીએ છીએ. આ પ્રાણધારા આપણા શરીર, વાણી, શ્વાસ અને મન દ્વારા પ્રગટ થાય છે. આ ચારેયમાં પ્રધાનતા મનની છે. કારણ કે સૌને ચંચળ બનાવવામાં મનનો મોટો ફાળો છે. આમ, મન એ આપણા જીવનની પ્રત્યક્ષ સત્તા છે. તેના સંચાલન પ્રમાણે મોટેભાગે આપણા જીવનનો વ્યવહાર ચાલે છે. છતાંય મન સર્વસત્તાધીશ નથી કારણ કે તેને સક્રિય કરનાર પ્રાણધારા છે. તેના વિના મન પણ પાંગળું બની જાય અને તેનું અસ્તિત્વ જ ન રહે. આમ જોઈએ તો આપણા જીવનનું મૂળભૂત રીતે સંચાલન કરનાર ચૈતન્ય સત્તા છે જેમાંથી પ્રાણધારા નીકળે છે પણ તે પ્રત્યક્ષ થાય છે મન દ્વારા. આમ, આપણું જીવન ચૈતન્યની પરોક્ષ સત્તા અને મનની પ્રત્યક્ષ સત્તા બંનેની વચ્ચે રહેલું છે, પણ મનની પ્રત્યક્ષ સત્તા એટલી પ્રબળ છે કે જે આપણને ચૈતન્યની પરોક્ષ સત્તા સુધી પહોંચવા જ દેતી નથી. પરોક્ષ સત્તા ખૂબ શક્તિશાળી છે પણ મન આપણને તેના સુધી પહોંચવા દેતું નથી. મનની પ્રત્યક્ષ સત્તાને અવગણીને કે તેને નિયંત્રણમાં લઈને ચૈતન્યની પરોક્ષ સત્તા સુધી પહોંચવાનો જે માર્ગ તે સાધનાનો માર્ગ છે. આમ, સાધનાપથ ઉપર આગળ વધવા માટે મનને સમજવું પડે, તેને હઠાવવું પડે. તે શક્ય ન હોય તો તેને નિયંત્રણમાં ધ્યાનર - હ્ય – Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ લાવવું પડે. આમ કર્યા વિના સાધનાપથ ઉપર આગળ વધવાનું ખૂબ મુશ્કેલ છે. - ભલે આપણને લાગે કે આપણે શરીર, વાણી, શ્વાસ અને મનની ક્રિયાઓ એક સાથે જ કરીએ છીએ પણ આ બાબત જૈનાચાર્યો ખૂબ સૂક્ષ્મ ચિંતન કરી એ તારણ ઉપર આવ્યા કે જીવ-ચૈતન્ય એક સમયમાં (ક્ષણનો પણ ખૂબ સૂક્ષ્મ ભાગ) એક જ ઉપયોગ રાખી શકે છે એટલે કે એક વિષયમાં સક્રિય થઈ શકે છે. આપણને એક સાથે જે વિવિધ ઉપયોગ પ્રવર્તમાન થતા લાગે છે તેની વચ્ચે એક સૂક્ષ્મ આંતરો રહેલો હોય છે. પણ તે એટલો બધો સૂક્ષ્મ છે કે આપણું મન તેના વિભાજનને પકડી શકતું નથી. જોકે સક્રિય થવું અને અસ્તિત્વ હોવું એ બન્ને જુદી જુદી વાતો છે. મન સક્રિય હોય ત્યારે અન્યનું અસ્તિત્વ તો હોય પણ તેનો ઉપયોગ ન હોય. આ ભેદ સમજવા જેવો છે. મન એ આપણા જીવનની પ્રત્યક્ષ સત્તા છે અને આપણે તેને ઓળંગીને પહોંચવું છે પરોક્ષ સત્તા સુધી ચૈતન્ય સત્તા સુધી. તેથી આપણે મનને પૂરેપૂરું ઓળખી લેવું પડશે. શત્રુને ઓળખ્યા વિના તેની સાથે સંઘર્ષમાં ઊતરી પડીએ તો આપણો પરાજય થવાની શકયતા વધારે. આપણે મનના સ્વરૂપને જાણવાનું પૂબ આવશ્યક છે કારણ કે આપણી સાધનાનો મુખ્ય આધાર મન છે. આપણે મન ઉપર વિજય મેળવવાનો છે અને જો તેમ ન બની શકે તેમ હોય તો છેવટે તેને મિત્ર પણ બનાવવાનું છે. તેને સમજાવી-પટાવીને કે હટાવીને તેના હાથમાંથી સત્તા ઝૂંટવી લેવાની છે અને તે ન બને તો છેવટે તેની સત્તા ઓછી કરી નાખવાની છે. મનની ચુંગાલમાંથી છૂટયા વિના ચૈતન્યની પરોક્ષ સત્તા જે સર્વશક્તિમાન છે ત્યાં સુધી આપણે પહોંચી નહિ શકીએ. સાધકના મનમાં સ્વાભાવિક રીતે એ પ્રશ્ન ઊઠે છે કે મનનું સ્થાન ક્યાં છે. કારણ કે તે જાણ્યા વિના તેના ઉપર વિજય કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? આ બાબત ભિન્ન ભિન્ન મંતવ્યો પ્રવર્તે છે. કેટલાક મનને શરીરવ્યાપી ગણે છે. તો કેટલાક મનનું સ્થાન હૃદયમાં માને છે. તો વળી કેટલાકના મતે તેનું સ્થાન હૃદયની નીચે છે. શરીરવિજ્ઞાનની રીતે – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ જોઈએ તો મનનું સ્થાન મસ્તકમાં છે. આમ જોઈએ તો આ બધી વાતો સાપેક્ષ છે. તેથી કોઈ વાતને ખોટી કહેવાનું પ્રયોજન નથી. આપણી અનુભૂતિનો જે-જે રીતે વિચાર કરીએ તે-તે રીતે આપણને મનનું સ્થાન જુદી જુદી જગાએ લાગશે. પણ મૂળ વાત એ છે કે મનનું નિર્માણ આપણે કરીએ છીએ. એટલે કે ચેતન્યમાંથી આવતી પ્રાણધારાના સહયોગ વિના મનનું નિર્માણ ન થઈ શકે. મન એ એવો ભસ્માસુર છે કે જેને આપણે જ બળ આપીએ છીએ અને પછી તે આપણા ઉપર આધિપત્ય જમાવી બેસે છે. જ્યારે જીવ જાગ્રત થાય છે ત્યારે તેને મનનું આ આધિપત્ય ખટકે છે કારણ કે તે તેની પ્રગતિની આડે આવે છે અને પછી સાધક તેની સામે જ પોતાનો મોરચો ગોઠવે છે. જો મનની સાથે ચેતનાની ઘારાનો યોગ જ ન થાય તો મનનું નિર્માણ ન થાય. યંત્ર હોય પણ તેની સાથે વીજળીનું જોડાણ જ ન હોય તો તે યંત્ર સક્રિય થઈ શકતું નથી તેમ ચેતનાની ધારા વિના મન સક્રિય ન થઈ શકે. પછી ભલેને ઊર્જા વિનાના યંત્રની જેમ મન શરીરમાં ક્યાંક મૃતપાય અવસ્થામાં પડ્યું હોય. આ અવસ્થામાં કોઈ સંકલ્પ નથી હોતો, કોઈ વિકલ્પ હોતો નથી. ધ્યાનની આ ખૂબ ઊંચી ભૂમિકા છે જેમાં ફક્ત અસ્તિત્વનો બોધ રહે છે. આ અવસ્થામાં ધ્યાનની કોઈ આવશ્યકતા જ રહેતી નથી. અહીં તો આપણે સ્વયં સિદ્ધ અવસ્થામાં જ હોઈએ છીએ. આપણે જોઈ ગયા કે મનનું નિર્માણ ચેતનાની ધારાનો સ્પર્શ થતાં થાય છે. અને ચેતના અતીતના વિભિન્ન સંસ્કારોથી પ્રભાવિત હોય છે. જો આ સંસ્કારો નિર્મળ હોય છે તો ચેતનાની ધારા નિર્મળ હોય છે જે નિર્મળ મનનું સર્જન કરે છે, પણ ચેતનાની ધારા ભાગ્યે જ એવી શુદ્ધ અને નિર્મળ હોય છે. ચેતનાની ધારા સાથે આસક્તિ, અજ્ઞાન, રાગ-દ્વેષ એમ ઘણી વસ્તુઓ ભળેલી હોય છે જે મનના સ્વરૂપને કલુષિત કરી નાખે છે. બાકી મન પોતે નથી નિર્મળ કે નથી કલુષિત. તેનું નિર્માણ કરનાર પ્રાણધારા જેવી શુદ્ધ હોય કે અશુદ્ધ હોય તેના ઉપર મનની નિર્મળતા કે કલુષિતતાનો આધાર રહેલો છે. જો રાગ-દ્વેષ રહિત ચેતનાની ધારાના યોગથી મનનું નિર્માણ થયું હોય તો મનનું અસ્તિત્વ તો બની ધ્યાનસૂત્ર Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ રહે છે પણ તેમાં કલુષિતતા નથી હોતી. રાગ-દ્વેષ યુક્ત, કપાયોથી ભરપૂર ચેતનાનો પ્રવાહ આવતો હોય છે તો તેનો યોગ થતાં જે મનનું સર્જન થાય છે તે કલુષિત હોય છે. મન જેટલું કલુષિત તેટલી ચંચળતા વધારે અને તેની માત્રા જેટલી વધારે કે તેની પરંપરા વધારે તેટલી અશાંતિ વધારે. આમ, મન સક્રિય તો બન્ને રીતે થાય છે પણ કષાયયુક્ત પ્રાણધારા અને કષાયરહિત પ્રાણધારા બન્નેના સંયોગથી પેદા થયેલા મનની સ્થિતિમાં ઘણો ફેર છે. આમ, મનની ત્રણ અવસ્થાઓ ઉપર વિચાર કરી શકાય. એક છે રાગ-દ્વેષયુક્ત મન, બીજી અવસ્થા છે રાગ-દ્વેષ શૂન્ય મનની અને ત્રીજી છે અમનની એટલે કે માનસિક વિકલ્પના નિરોધની. મનનું નિર્માણ જ ન થાય તે ઉત્તમ વાત છે. પણ તે ધ્યાનનું આદિ-બિંદુ નથી, તે તો તેની અગ્રિમ ભૂમિકા છે. ધ્યાનમાં શરૂઆત કરવાની છે. મનની સાથે ચેતનાની જે ધારા જોડાય છે તેમાં વિવેક કરવાની. મનની સાથે જે પ્રાણધારા જોડાય છે તેને રોકવાનું કામ ઘણું કપરું છે પણ આપણે એ કરી શકીએ કે મન સાથે ચેતનાની ધારા ભલે જોડાય પણ તે રાગદ્વેષથી ભરેલી ન હોય. ભલે પ્રાણની ધારા મનને સક્રિય કરે પણ તેની સાથે કષાય ન આવે, વાસનાઓ ન આવે, તેમાં પ્રમાદ ન ભળે. રાગ-દ્વેષ, આકાંક્ષા, પ્રમાદ અને કષાયના દરવાજા બંધ કર્યા હશે તો ચૈતન્યની ધારા મનનું નિર્માણ કરશે તે સક્રિય તો હશે પણ તેમાં શોક નહિ હોય, ગ્લાનિ નહિ હોય, અશાંતિ નહિ હોય, પછી એ સક્રિયતા ચંચળતા આપણું અનિષ્ટ નહિ કરી શકે. આ પણ ધ્યાનની મહત્ત્વની ભૂમિકા છે. જ્યારે આપણે એ ભૂમિકા ઉપર પહોંચી જઈએ કે મનની સાથે પ્રાણની ધારાનો સંયોગ જ ન થાય ત્યારે તો ધ્યાનની ખૂબ ઉચ્ચ ભૂમિકા ઉપર આવી જઈએ છીએ. પણ આ અવસ્થા સાધવી ખૂબ મુશ્કેલ છે તેથી આપણે તો ધ્યાનમાં એ જ પ્રયાસ કરવો રહ્યો કે મનનું નિર્માણ કરનાર પ્રાણધારા કષાયો ક્રોધ, માન, માયા, લોભ ઈત્યાદિ ભાવોથી રહિત રહે જેથી મન આપણું કંઈ અનિષ્ટ ન કરી શકે અને સાધનાપથ ઉપર આગળનાં દ્વાર આપોઆપ ખૂલતાં રહે. મનને સાધવું એ પરમ ધ્યાન છે. – ૯૮ ––– મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ જૈનાચાર્યે ધ્યાન ઉપર ચિંતન કરીને જે નિષ્કર્ષ ઉપર આવ્યા છે તેનો પણ અહીં ઉલ્લેખ કરી લેવો ઈષ્ટ છે જેથી સાધક આ બાબત વધુ સ્પષ્ટ થઈ શકે અને સાધનાપથ ઉપર આગળ વધવામાં તેને યોગ્ય બળ અને માર્ગદર્શન મળી રહે. ઉમાસ્વાતિ એક આલંબન ઉપર અંતઃકરણની વૃત્તિઓના નિરોધને ધ્યાન કહે છે. તેમના મતે અનાસક્ત ચેતના, અપ્રમત્ત ચેતના અને વીતરાગ ચેતના સહજ ધ્યાન છે. એનાથી વિપરીત અવસ્થા મનને જે ચંચળતા આપે છે તેનાથી અશાંતિ ઉત્પન્ન થાય છે જે ધ્યાન માટે અનુકૂળ નથી. જિનભદ્રના મતે સ્થિત ચેતના ધ્યાન છે જ્યારે ચલચેતના ચિત્ત છે. આચાર્ય અકલંક કહે છે કે જેમ પવન વિનાના પ્રદેશમાં પ્રજ્વલિત પ્રદીપની શિખા પ્રકંપિત નથી થતી તેમ નિરાકલ પ્રદેશમાં પોતાના વિશિષ્ટ વિર્ય (ઉત્સાહ) થી નિરુદ્ધ અંત:કરણની વૃત્તિ એક આલંબન ઉપર અવસ્થિત થઈ જાય તે ધ્યાન છે. તેમના મતે જ્ઞાન પણ વ્યગ્ર ચેતના છે જે આગળ જતાં સ્થિર થઈને ધ્યાન થઈ જાય છે. આચાર્ય કુન્દ કુન્દ આત્માનું ધ્યાન કરવાનું કહે છે કારણ કે આત્મા જ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી યુક્ત છે. સાધનાની દષ્ટિએ આત્માના ત્રણ પ્રકાર ગણવામાં આવે છે : બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. ઈન્દ્રિય-સમૂહ બહિરાત્મા છે. આત્માનો અનુભવાત્મક સંકલ્પ - શરીર અને ઇન્દ્રિયથી ભિન્ન "હું" છું - એવા પ્રકારનો સંવેદનાત્મક સંકલ્પ અંતરાત્મા છે. કર્મ-મુક્ત પરમાત્મા છે. આ ત્રણેયમાં પરમાત્મા ધ્યેય છે. અંતરાત્મા દ્વારા બહિરાત્માને છોડવાનો છે. પરમાત્માનું ધ્યાન કરતાં સ્વયં પરમાત્મરૂપ બની જવાય છે. તેથી શુદ્ધ આત્માનું ધ્યાન કરવું જોઈએ. જે દ્રવ્ય ગુણ અને પર્યાયની દષ્ટિએ અને જાણે છે તે પોતાના આત્માને જાણે છે. અહીંનું ધ્યાન કરવાથી મોહ નાશ પામે છે. નિશ્ચય નયની દષ્ટિએ અહતું અને પોતાના આત્માના સ્વરૂપમાં કોઈ ભેદ નથી. દશવૈકાલિક સૂત્રમાં જણાવવામાં આવ્યું છે કે આત્માને આત્માથી જુઓ. ધ્યાનકાળમાં ચિંતન અને દર્શન અને થઈ શકે છે પરંતુ ચિંતનાત્મક ધ્યાનની અપેક્ષાએ દર્શનાત્મક ધ્યાન વધારે મહત્ત્વનું છે. ધ્યાનસૂત્ર Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ આચારાંગમાં જણાવાયું કે, રાગ-દ્વેષ રહિત ક્ષણનો અનુભવ કરો. આવો અનુભવ ધ્યાન છે અને એ જ લંબાઈને સમાધિ બની જાય છે. આચાર્ય હેમચંદ્રના મતે જ્યાં સુધી થોડો પણ પ્રયત્ન છે, સંકલ્પની કલ્પના પણ છે ત્યાં સુધી તપની પ્રાપ્તિ થઈ શકતી નથી. રાગ-દ્વેષ રહિત ક્ષણની અનુભવ કરનાર ઉન્મની ભાવને પ્રાપ્ત કરી શકે છે. આચાર્ય રામસેનના મતે એક જ આલંબન ઉપર અંતઃકરણની વૃત્તિઓનો નિરોધ એ ધ્યાન છે. એ રીતે ચિંતનરહિત, કેવળ સ્વસંવેદન પણ ધ્યાન છે. અહીં એ વાત ધ્યાન રાખવા જેવી છે કે જૈનાચાર્યો ધ્યાનને અભાવાત્મક નથી માનતા. તેમના મતે કોઈને કોઈ પર્યાયનું આલંબન આવશ્યક છે. સ્વસંવેદન ધ્યાનને ઘણીવાર નિરાલંબન ધ્યાન કહેવામાં આવે છે પણ તે સાપેક્ષ રીતે છે. કારણ કે એમાં શ્રુતના કોઈ પર્યાયનું આલંબન નથી લેવાતું એ દષ્ટિએ તે નિરાલંબન છે. નિરાલંબન ધ્યાનમાં ધ્યાતા અને ધ્યેયમાં ભિન્નતા નથી હોતી. એમાં શુદ્ધ ચેતનાનો ઉપયોગ હોય છે. તેના સિવાય બીજું ધ્યેય નથી હોતું. સાલંબન ધ્યાનમાં ધ્યેય અને ધ્યાનમાં ભેદ રહે છે. જૈનાચાર્યોના મત પ્રમાણે તો સાધકે પ્રારંભમાં સાલંબન ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ. જેથી એકાગ્રતા વધે અને રાગ-દ્વેષનો ભાવ મંદ થઈ જાય ત્યાર પછી નિરાલંબન ધ્યાન એટલે આત્માના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ. સાલંબન ધ્યાન, નિરાલંબન ધ્યાન સુધી પહોંચવા માટે છે એ વાતની વિસ્મૃતિ ન થવી જોઈએ. આમ, ધ્યાનસૂત્ર આવેશશૂન્ય ક્ષણનો અનુભવ કરવાનું સૂત્ર છે. એના અનુભવથી પૂર્વાર્જિત કર્મ ક્ષીણ થઈ જાય છે અને નવા કર્મનો બંધ થતો નથી. સ્વાભાવિક રીતે તેનાથી માનસિક શાંતિ તો મળે છે પણ સાથોસાથ શારીરિક વેદનાની પણ ઉપશાંતિ થાય છે. તદુપરાંત બન્નેમાં સ્થાયિત્વ આવી જાય છે. એવું કોઈ પણ ઐહિક કે પારલૌકિક ફળ નથી કે જે ધ્યાન દ્વારા પ્રાપ્ત ન થાય, પરંતુ ધ્યાનનો પ્રયોગ કેવળ વિતરાગતાની સિદ્ધિ માટે થવો જોઈએ; પરમાત્મભાવ પ્રાપ્ત કરવા થવો જોઈએ. – ૧૦૦ – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ (પંદર) ધ્યાનમીમાંસા બ્રિટિશ ધ્યાન શબ્દથી શું અભિપ્રેત થાય છે અને તે વિષે જૈનાચાર્યો શું માને છે તે વાત આપણે જોઈ ગયા પણ ધ્યાન કેવી રીતે થાય, તેનો હેતુ શો, તેના વિવિધ પ્રકારો વચ્ચે શું સંબંધ છે ઇત્યાદિ બાબતો ઉપર આપણે વિચાર કરવો રહ્યો. પ્રકંપનોનો સાજડ ગયા કે મનુષ્ય પ્રકંપિત આપણે જોઈ ગયા કે મનુષ્ય જીવનનાં ચાર ગતિશીલ તત્ત્વો છે – શરીર, વાણી, શ્વાસ અને મન; જે સદાય પ્રકંપિત રહે છે, પ્રતિક્ષણે તેમાં નવા નવા તરંગોનો આવિર્ભાવ છે અને પુરાણા તરંગો વિલીન થાય છે. આમ જોઈએ તો આપણો આખો સંસાર પ્રકંપનોનો છે. આપણે છોડેલા તરંગોથી અન્ય લોકો પ્રભાવિત થાય છે અને અન્યના તરંગોથી આપણે પ્રભાવિત થઈએ છીએ. મનુષ્ય તો શું પ્રાણી માત્ર સતત પ્રકંપનો બહાર ફેંકે છે અને તે અન્યના પ્રકંપનની અસર હેઠળ આવે છે. આમ જોઈએ તો આપણે સંક્રમણનું જીવન જીવીએ છીએ. આપણો પ્રભાવ અન્ય ઉપર પડે છે અને અન્યનો પ્રભાવ આપણા ઉપર પડે છે. કોઈ પ્રકંપનોથી પર નથી - કોઈ વાસ્તવિકતામાં સ્વતંત્ર નથી. પ્રકંપનોથી જે પ્રભાવિત ન થાય તે જ ખરેખર સ્વતંત્ર છે. અધ્યાત્મનો ધ્યાનમીમાસાં ૧૦૧ – Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ માર્ગ એટલે પ્રકંપનોના પ્રભાવમાંથી બહાર નીકળીને અપ્રકંપનની સ્થિતિમાં ચાલ્યા જવું. જે આ સ્થિતિમાં પહોંચી જાય છે તે વ્યક્તિ મેરુ પર્વત જેવી અડોલ રહે છે. તેને સંસારની કોઈ પરિસ્થિતિ ચલાયમાન કરી શક્તી નથી. તે સાગર જેવી ધીર અને ગંભીર તેમજ સ્વયં તૃપ્ત હોય છે. પ્રકંપનોના સંસારમાંથી અપ્રકંપનની અવસ્થામાં જવું એ જ સાધના અને તે લક્ષ્યને સિદ્ધ કરવા માટે ધ્યાન જેવું કોઈ સબળ સાધન નથી. આ ધ્યાન સિદ્ધ થાય ત્યારે કાયા સ્થિર, વાણીનું મૌન અને મન ચંચળતા વિહીન અવસ્થામાં શાંત અને અડોલ. આ ચારેય ગતિશીલ તત્ત્વોને સ્થિર કરનાર ધ્યાનને જે-તે પ્રકારે ઓળખવામાં આવે છે. શરીરને સ્થિર કરે તે કાયિક ધ્યાન, શ્વાસને લયબદ્ધ અને મંદ કરે તે આનાપાન ધ્યાન, વાણીનો સંયમ કરે તે વાચિક ધ્યાન અને જે મનને નિયંત્રણમાં રાખે તે માનસિક ધ્યાન. સમગ્ર જગતમાં બે બાબત પ્રવર્તે છે - સ્થિતિ અને ગતિ. કાં તો વસ્તુ સ્થિર હોય છે કે કાં તો ગતિશીલ. જો કે સૂક્ષ્મ રીતે જોઈએ તો જે આપણને સ્થિર લાગે છે તે પણ તરંગિત છે. વાસ્તવિક્તામાં સ્થિતિ અવ્યક્ત અને દ્રવ્યગત છે. જ્યારે ગતિ વ્યક્ત છે. કોઈ પણ ગતિ દ્રવ્ય વગર નથી થતી અને કોઈ પણ દ્રવ્ય ગતિ વગરનું - તરંગો વગરનું નથી હોતું. વળી ગતિ સહજ અને સ્વાભાવિક પણ હોય છે અને બીજા દ્રવ્યના યોગથી - પ્રભાવથી પણ થાય છે. આમ, સારો સંસાર પ્રકંપનોનો સંસાર છે અને સાધનાનો મૂળ હેતુ પ્રકંપનોમાંથી અપ્રકંપન તરફ જવા માટેનો છે. આ હેતુ સિદ્ધ કરવામાં ધ્યાન જેવું કોઈ પ્રબળ સાધન નથી. તેના અનુસંધાનમાં આપણે ઉ૫૨ મુજબ ચાર પ્રકારના ધ્યાનનો ઉલ્લેખ કર્યો. કાયિક ધ્યાન ક્યારેય પ્રકંપનો વિનાનું ન થઈ શકે પણ ઉપચારથી સાપેક્ષ રીતે એમ કહેવામાં આવે છે કારણ કે શરીરનાં પ્રકંપનો પૂર્ણતયા ક્યારેય રોકી શકાતાં નથી. છતાંય જ્યારે શરીર કોઈ પણ રીતના હલનચલન વગર સ્થિર થઈ જાય ત્યારે તેને કાયિક ધ્યાન કહેવામાં આવે છે. શરૂઆતમાં શરીર સામાન્ય સ્થિરતામાં રહે છે પણ પછીથી અભ્યાસ વધતાં સારી એવી સ્થિરતા પ્રાપ્ત કરી શકે છે. ૧૦૨ મહાવીરની સાધનાનો મર્મ ―― Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ આનાપાન ધ્યાનમાં શ્વાસને સ્થિર કરવામાં આવે છે. પણ શ્વાસનું પ્રકંપન પણ પૂર્ણ રીતે રોકી શકાય નહિ. અંતરમાં તો પ્રાણનો સૂક્ષ્મ પ્રવાહ ચાલુ જ રહે છે. આના પાન ધ્યાનમાં શરૂઆત ધ્વાસ મંદ કરવાથી થાય છે અને પછી તેનાં પ્રકંપનો ઘટવા માંડે છે. એમાં બે વાત મુખ્ય રહે છે. શ્વાસની સંખ્યા ઓછી થતી જાય અને પ્રાણવાયુ લેવાનું પ્રમાણ ઘટતું જાય. જ્યારે અભ્યાસ આગળ વધે છે ત્યારે સ્વાભાવિક રીતે ગ્વાસ દીર્ઘ થતો જાય છે અને સાધના ચરમસીમાએ પહોંચે ત્યારે આપોઆપ કુંભક સધાય છે. વાચિક ધ્યાન આ રીતે ઉપરનાં બને ધ્યાન કરતાં જુદું પડે છે. વાણીની બાબત આપણે સ્વતંત્ર છીએ. વાણીને આપણે ધાર્યા પ્રમાણે રોકી શકીએ છીએ પણ બોલવાની આકાંક્ષા ન થાય ત્યારે તે ધ્યાન બને. મનને રોકવાનું કામ ઘણું કપરું છે. તોફાને ચડેલા ઘોડાને કાબૂમાં રાખવાનું કામ હજુ સહેલું લાગે પણ મન એટલું તો ચંચળ છે કે જે પારાની જેમ હંમેશાં વિખરાતું જ રહે છે. મનને ગતિશીલ કરનાર ત્રણ બાબતો છે. સ્મૃતિ, મનન અને કલ્પના. આપણે જેના વિષે ચિંતન કરીએ છીએ તે પ્રકારની આકૃતિઓ મન બનાવી લે છે. આ માટે તે વાતાવરણમાંથી સૂક્ષ્મ પરમાણુઓ ગ્રહણ કરે છે જેને મનોવર્ગણા કહે છે. મનન-ચિંતન-વિચાર-કલ્પના આ બધું પરમાણુઓની સહાયથી થાય છે અને દરેક વખત યથા-તથા આકૃતિઓ રચાય છે. અને પછી તે નભોમંડળમાં છૂટી જાય છે. આ આકૃતિઓને નષ્ટ થતાં વર્ષોનાં વર્ષો લાગે છે. તેથી મનને સ્થિર કરવાનું ધ્યાન દુષ્કર છે. સ્મૃતિ-મનન-કલ્પના થતાં એક પ્રકારનાં પ્રકંપન પેદા થાય છે અને તેની આકૃતિઓ રચાઈ જાય છે. આ પ્રકંપનો રોકવાનું લગભગ અશકય છે. તેથી તેને એક વિષયમાં પ્રવાહિત કરવાની પ્રક્રિયાને મનનું ધ્યાન કહે છે. માનસિક પ્રકંપનો સમાપ્ત ન કરી શકાય પણ તેને ઓછો કરી એક વિષય તરફ કેન્દ્રિત કરી શકાય. આ સ્થિતિ સધાતાં મનની ચંચળતા ઘટે છે અને તે ચલાયમાન થતાં મનનો પ્રવાહ બીજી બધી દિશાઓ તરફ વહેવા લાગે છે જેને ધ્યાનભંગ કહી શકાય. ધ્યાનમીમાંસા - ૧૦૩ – Jain Educationa International For Personal and Private Use Only WWW.jainelibrary.org Page #120 -------------------------------------------------------------------------- ________________ આપણે જોઈ ગયા કે સાધના પ્રકંપનમાંથી અપ્રકંપન અવસ્થામાં જવા માટે છે પણ આપણે ખરેખર પ્રકંપનોને પૂર્ણ રીતે રોકી શકીએ ખરા ? આપણે ધ્યાનની મુદ્રામાં શરીરને સ્થિર કરી, મૌન ધારણ કરી અને મનને એક વિષય ઉપર કેન્દ્રિત કરીને બેસી જઈએ તો આપણે અપ્રકંપન અવસ્થા પ્રાપ્ત કરી શકીએ ? પ્રકંપનોને સદંતર રોકવા માટે આપણે અસમર્થ છીએ, કારણ કે આપણા શરીરમાં એવી કેટલીય ક્રિયાઓ સતત થયા કરે છે જે આપણી ઇચ્છાને આધીન નથી હોતી. શરીરમાં કેટલાક સ્નાયુઓ આપણી ઇચ્છાને આધીન નથી હોતા. શરીરમાં કેટલાક સ્નાયુઓ આપણી ઇચ્છાથી હલનચલન કરે છે પણ કેટલીક ક્રિયાઓ - જેવી કે, હૃદયનો ધબકાર, લોહીનું ભ્રમણ, પાચનતંત્ર ઇત્યાદિ અનૈચ્છિક સ્નાયુઓના સંચાલનથી થયા કરે છે. આપણે ધ્યાનની મુદ્રામાં બેસીએ તો પણ આ ક્રિયાઓ તો ચાલ્યા જ કરવાની; એટલું જ નહિ પણ આપણને સુખદુઃખ, ઠંડી-ગરમી, ઇન્દ્રિયોના અનુભવો વગેરેનાં સંવેદન થયા જ કરવાનાં છતાંય ધ્યાનની આ પ્રાથમિક ભૂમિકા છે. શરીરની સ્થિરતા, શ્વાસની મંદતા અને મનની એકાગ્રતાનાં અનેક સ્તરો છે. દરેક સ્તર વચ્ચે તરતમતા રહેલી છે. કાયિક, વાચિક, આનાપાન અને માનસિક પ્લાનની આ તરતમતા સમજવા આપણે સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ કે પછી સઘન, સઘનતર અને સઘનતમ કે એવા શબ્દોનો ઉપયોગ કરવો રહ્યો. પણ મૂળ વાત છે આ ચારેય ગતિશીલ તત્ત્વોના ધ્યાનની તરતમતાની. પ્રથમની ત્રણ ભૂમિકાઓમાં ધ્યાનમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય છે અને ચોથી ભૂમિકામાં છે તેની ક્ષમતાની ચરમસીમાને સ્પર્શે છે. કાયિક ધ્યાનમાં ચતુર્થ અવસ્થામાં શરીરની સર્વ પ્રવૃત્તિઓ લગભગ અટકી જાય છે. શ્વાસ માટેના ધ્યાનના અંતિમ ચરણમાં શ્વાસ લગભગ રોકાઈ જાય છે અને કુંભક પ્રાણાયામ આપોઆપ ઘટિત થાય છે. માનસિક પ્લાનમાં પણ અંતિમ અવસ્થામાં મન એકાગ્ર અને સ્થિર થઈ જાય છે અને ચંચળતા લગભગ નામશેષ થઈ જાય છે. વાચિક ધ્યાનમાં વાણી તો સિદ્ધ થઈ જ જાય છે પણ બોલવાની વૃત્તિનો પણ નિરોધ થઈ જાય છે. – ૧૦૪ મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ કાયિક ધ્યાનને કાયોત્સર્ગ પણ કહેવામાં આવે છે. જૈન પરંપરામાં ત્રણ ગુપ્તિઓનો ઉલ્લેખ વખતોવખત કરવામાં આવે છે. આ ત્રણ ગુપ્તિઓ છે મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ. આ કાયગુપ્તિ પણ કાયિક ધ્યાનની ખૂબ નજીકની તો છે જ. કાયોત્સર્ગનું સાધનામાં વિશિષ્ટ સ્થાન રહેલું છે. કાયોત્સર્ગને ધ્યાન પણ ગણવામાં આવે છે. સફળ કાયોત્સર્ગ થાય તો સાધનાની ચરમસીમા સુધી પહોંચાડવાની તેની ક્ષમતા છે. આપણે જોઈ ગયા કે કાયિક ધ્યાનની પ્રાથમિક ભૂમિકામાં શરીર સ્થિર થઈ જાય છે પણ સંવેદન તેમજ અનૈચ્છિક ક્રિયાઓ ચાલુ રહે છે; જ્યારે તેની બીજી અવસ્થામાં શરીરમાં વિશિષ્ટ પરિવર્તનો ઘટિત થવા લાગે છે. એમાં અનૈચ્છિક ક્રિયાઓ ઉપર પણ નિયંત્રણ સ્થપાતું જાય છે એટલું જ નહિ પણ જાગરૂકતા વધે છે, દોષો ક્ષીણ થાય છે, ઠંડી-ગરમી ઈત્યાદિ દ્વન્દ્રો સહન કરવાની ક્ષમતા વધી જાય છે અને પરિણામે ચિત્તની એકાગ્રતા વધારે ને વધારે સધાતી જાય છે. કાયિક ધ્યાનની ત્રીજી અવસ્થામાં શરીરનો બોધ ક્ષીણ થવા લાગે છે અને સૂક્ષ્મ શરીરની સક્રિયતા વધવા લાગે છે; જ્યારે ચતુર્થ અવસ્થામાં દેહનો અનુભવ સરી જવા લાગે છે એટલે કે દેહાત્મ ભાવ નષ્ટ થતો જાય છે અને ચૈતન્યનો અનુભવ થવા લાગે છે. સાધના ઉત્કૃષ્ટ રીતે થાય તો ચેતના સ્થૂળ શરીર છોડીને બહાર પણ જઈ શકે છે. એ પરિસ્થિતિમાં સૂક્ષ્મ પદાર્થો દેખાય છે અને ઇન્દ્રિયોના અનુભવો ક્ષીણ થઈ જાય છે. કાયિક ધ્યાન સાથે શ્વાસની મંદતા અને માનસિક એકાગ્રતા પણ સધાયેલી જ હોય છે. આમ, આ બધી બાબતો પરસપર સંકળાયેલી છે. એટલું જ નહિ પણ તેનો એકબીજા ઉપર પૂર્ણ પ્રભાવ પડે છે. આ જ રીતે આપણે માનસિક થાનની વિવિધ ભૂમિકાઓનો વિચાર કરી શકીએ. એની પ્રથમ અવસ્થામાં ઈર્ષ્યા, વિષાદ, શોક, ચિંતા, ઇત્યાદિ ભાવો ક્ષીણ થઈ જાય છે અને મૈત્રી, સમભાવ વગેરે ગુણોનો વિકાસ થાય છે. ત્રીજી ભૂમિકા ઉપર સંસ્કોનાં મૂળ ઢીલાં પડી જાય છે અને ચોલી અવસ્થામાં તો સૂક્ષ્મ તત્ત્વોનું સ્પષ્ટ જ્ઞાન થવા લાગે છે, વિચલિતતા નષ્ટ થઈ જાય છે અને સર્વથા અભય પ્રવર્તે છે. આ અવસ્થાની ચરમ ધ્યાનમીમાંસા Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકાને સ્પર્શતાં ભેદજ્ઞાન થઈ જાય છે એટલે કે શરીર અને આત્મા બન્ને અલગ છે એ વાત સ્પષ્ટ થઈ જાય છે જેથી આસક્તિનો ભાવ વિલીન થઈ જાય છે. પ્રકંપનોનો હેતુ આપણે જોઈ ગયા કે સમસ્ત સંસાર પ્રકંપનોનો છે અને આપણી પ્રત્યેક પળ પ્રકંપનોથી ભરપૂર હોય છે. સ્વાભાવિક છે આપણને વિચાર આવે કે આપણામાં પ્રકંપન કોણ પેદા કરે છે ? અને મનુષ્યમાં પ્રકંપનના મૂળભૂત બે હેતુ છે : ચગ અને દ્વેષ. આ બન્ને પ્રાણીમાત્રની મૌલિક મનોવૃત્તિઓ છે. રાગથી પ્રેરાઈને આપણને વસ્તુજગત કે ચેતનજગત પ્રતિ આકર્ષણ થાય છે. દ્વેષથી પ્રેરાઈને વસ્તુજગત કે ચેતનજગત પ્રતિ વિકર્ષણ થાય છે. આમ, આપણામાં સતત આકર્ષણ અને વિકર્ષણનું ચક્કર ચાલતું રહે છે જે સતત તરંગો ફેંકતું રહે છે. આપણી રાંગચેતના બે રૂપોમાં પ્રગટે છે ઃ એક છે લોભ અને બીજી માયા. જ્યારે દ્વેષની ચેતના ક્રોધ અને અભિમાનના રૂપે પ્રગટ થાય છે. આ ચારેય સ્વરૂપોની ચેતના પણ વિવિધ રીતે પ્રગટ થાય છે. વળી દરેક પ્રકારની ચેતનામાં પણ તરતમતા હોય છે. ક્રોધ, માન, માયા, લોભ એ દરેકમાં પણ તરતમતા પ્રમાણે વળી ભેદ પડે છે - જેવાં કે ગાઢતમ, ગાઢતર, ગાઢ અને પ્રતનુ. રાગ-દ્વેષની ચેતના જે ચાર સ્વરૂપે - ક્રોધ, માન, માયા અને લોભના સ્વરૂપે પ્રગટે છે તેને એક જ શબ્દથી ઓળખવી હોય તો કષાય ચેતનાના નામે ઓળખી શકાય. કષાય ચેતનાની ગાઢ અવસ્થા હોય છે ત્યારે ધ્યાન કરવાની ક્ષમતા રહેતી નથી. ધ્યાનમાં જવા માટે પ્રકંપનોને શાંત અને ક્ષીણ કરવાં પડે છે. કષાય ચેતનાના પ્રથમ સ્તરે કે ધ્યાનમાં જતાં તે શાંત અને ક્ષીણ થવા લાગે છે. પ્રકંપનો શાંત અને ક્ષીણ થાય ત્યારે ધ્યાનની પ્રથમ અવસ્થાનું નિર્માણ થાય છે જેને સમ્યકત્વ ચેતના તરીકે સાધનામાર્ગમાં ઓળખવામાં આવે છે. કષાય ચેતનાનાં પ્રકંપનો એથી આગળની કક્ષાએ વધારે શાંત અને ક્ષીણ થાય ત્યારે તેને વ્રત ચેતના કહે છે. એનાથી આગળના સ્તરે પ્રકંપનો વળી વધારે પ્રમાણમાં ઓછાં થઈ જાય છે અને ૧૦૬ મહાવીરની સાધનાનો મર્મ ――――――――――― Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ખૂબ શાંત થઈ જાય છે ત્યારે તેને અપ્રમત ચેતના કહેવામાં આવે છે. કષાય ચેતનાના ચોથા સ્તર ઉપર પ્રકંપનો સર્વથા શાંત અને ક્ષીણ થઈ જાય છે. ત્યાં તેને વીતરાગ ચેતના કહે છે. પ્રકંપનોનો નિરોધ પ્રકંપનો ઉત્પન્ન થવાનાં બે કારણો છે : એક છે કષાય ચેતના અને બીજું કારણ છે વસ્તુનો યોગ. કોઈ પણ વસ્તુ જોતાં જ આપણા મસ્તકમાં પ્રકંપન શરૂ થઈ જાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, ગંધ, રસ - આ બધાનો બોધ આપણને પ્રકંપનો દ્વારા જ થાય છે. કલ્પના અને આંતરિક સંસ્કારો, સ્મૃતિ પણ પ્રકંપનો ઉત્પન્ન કરી શકે છે. આ પ્રકંપનો જ સુખ અને દુઃખનો અનુભવ કરાવે છે. આ પ્રકંપનોને લીધે આપણે ચૈતન્યની વાસ્તવિક સત્તાનો અનુભવ કરી શકતા નથી. ધ્યાનનું મુખ્ય કાર્ય છે પ્રકંપનોની તીવ્રતા ઓછી કરવાનું. આપણા જીવનમાં જે તે અવસ્થાઓ ઘટિત થાય છે, જે કંઈ પરિવર્તન આવે છે તે બધાં પ્રકંપનો દ્વારા જ આવે છે. પ્રકંપન એટલે જ જીવન. જીવન રહે અને પ્રકંપન ન રહે તે વાત શક્ય નથી. તેથી ધ્યાન કરનાર સૌથી પહેલાં પ્રકંપનોનું યોગ્ય રૂપાંતર કરવાનું આરંભે છે. રૂપાંતરની પ્રક્રિયાના ચાર પ્રકાર છે - જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય. જે વ્યક્તિને ભેદ જ્ઞાન થાય છે એટલે કે આત્મા અને દેહ અલગ છે તે વાત સમજાઈ થાય છે તે વિષયો પ્રત્યે અનાસક્ત થઈ જાય છે. આકાશમાં સારા અને ખરાબ બન્ને પ્રકારનાં પરમાણુઓ પડેલાં છે. સારી ભાવના કરનાર સારા પરમાણુઓ ગ્રહણ કરે છે અને ખરાબ ભાવના કરનાર ખરાબ-અનિષ્ટ પરમાણુઓ ગ્રહણ કરે છે. પરિણામે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય કે વિકૃતિઓ પેદા થાય છે. આમ, મનુષ્ય પોતાની ભાવનાઓને આધારે જ પોતાનું સારું-ખોટું કરે છે. ખોટી ભાવના, ખોટા વિચારો એકદમ છોડી શકાતા નથી, તેથી તેની પ્રતિપક્ષ ભાવનાનું ભાવન કરવું પડે છે. આ પ્રયોગ વારંવાર થતાં અનિષ્ટ વિચારો-ભાવો ઘીમે ધીમે ક્ષીણ થતા જાય છે. આમ, સંસ્કારોનું સારા સ્વરૂપમાં રૂપાંતર કરવું એ ધ્યાનની પહેલી અપેક્ષા છે. સમ્યકત્વ ચેતના અને વ્રત ચેતના આપણે જેટલા ઉત્તેજિત અને ચંચળ એટલી આપણી જીવનશક્તિ ધ્યાનમીમાંસા ૦૭ = Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ઓછી થવાની. શ્વાસની તીવ્રતા, ચંચળતા, ઉત્તેજના જીવનશક્તિને ક્ષીણ કરી નાખે છે. તેના પ્રતિપક્ષે એકાગ્રતા, શાંતિ ઇત્યાદિ જીવનશક્તિને વધારે છે. પરિણામે આપણી કાર્યશક્તિ વધે છે અને માનસિક સંતુલન યથાયોગ્ય રહે છે. આમ તો આપણે પ્રકંપનોને મહત્ત્વપૂર્ણ ગણીએ છીએ પણ તેને મહત્તા આપનાર આપણું મન છે. આપણા શરીરમાં પ્રકંપનો તો સતત થતાં રહે છે, પણ તેની સાથે મન જોડાય છે ત્યારે જ આપણને તેના રસનો અનુભવ થાય છે. જો આપણે આ પ્રકંપનોને ફક્ત જોવાની અને મનને તેની સાથે ન જોડવાની ટેવ પાડીએ તો આપણને જે શાંતિ, અનાસક્તિ, મૈત્રી અને અસ્તિત્વનો અનુભવ થશે તે આપણા દષ્ટિકોણને બદલી નાખશે. આપણને ઘણીવાર સુખનો અનુભવ થાય છે તો ઘણીવાર દુઃખનો અનુભવ થાય છે. મૂળમાં તો તે સંવેદન જ છે. એક છે અનુકૂળ સંવેદન જેમાં આપણને હર્ષ થાય છે; બીજું છે પ્રતિકૂળ સંવેદન જેમાં આપણને વિષાદ-ગ્લાનિ થાય છે. આપણે આ સંવેદનો સાથે પ્રિયતા અને અપ્રિયતાને ન જોડીએ પણ તેને ફક્ત જોવાનું જ શીખી જઈએ તો સાધનાનું મોટું કામ થઈ જાય. આ કામ એકાએક થાય તેવું નથી. તે માટે અભ્યાસ પાડવો પડે. એક વખત આ ક્ષમતા આવી જાય પછી આપણે સુખ અને દુઃખનાં દ્વન્દ્રોની પાર નીકળી જઈશું અને આપણે તીવ્ર ગતિથી આપણા લક્ષ્ય તરફ જઈ શકીશું. જગતમાં આપણને સૌથી વ્હાલું આપણું શરીર છે. આપણા બધા મોહ અને માયાની જંજાળ આ શરીરની આસપાસ રચાયેલી છે. જન્મ-જરા-મૃત્યુ-રોગ ઈત્યાદિ શરીરને જ થાય છે. આપણે જેને સગાંસંબંધી, વહાલાં-દવલાં ગણીએ છીએ તે બધાં આ શરીર સાથે જ જોડાયેલાં છે. ખરેખર જોઈએ તો આપણા અનુરાગનો-મોહનો મૂળ સ્રોત આ શરીર છે - વસ્તુઓ નથી. વસ્તુઓ પ્રત્યેનો આપણો મોહ - લગાવ શરીરને લીધે છે, શરીરને માટે છે. જો આપણે આ શરીરને, તેમાં થતાં સતત પરિવર્તનોને જો નીડરતાથી જોતાં શીખી જઈએ અને શરીરની નશ્વરતાનું ચિંતન કર્યા કરીએ તો શરીર પ્રત્યેનો આપણો અનુરાગ તૂટવા લાગશે અને આપણામાં આપોઆપ વૈરાગ્ય વધવા લાગશે. આ ક્ષમતા કેળવવા – ૧૪ –– મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ માટે નિરંતર અભ્યાસ કરવાનું જરૂરી છે. થોડીકવાર શરીરમાં થતાં પરિવર્તનો જોઈ લેવાથી કે તે વિષે ચિંતન કરી લેવાથી કંઈ કામ નહિ સરે. વળી આ અભ્યાસ શ્રદ્ધાપૂર્વક કરવો જોઈએ. અપ્રમત્ત ચેતનાનો અભ્યાસક્રમ અપ્રમત્ત ચેતનાની અવસ્થાથી વાસ્તવિકતામાં સાધનાપથ શરૂ થાય છે. તે પહેલાં જે અભ્યાસ કરવામાં આવે છે તે પ્રાથમિક ભૂમિકાનો છે. આ અવસ્થાના નિર્માણ માટે સ્થિરતા અને એકાગ્રતા ખૂબ જરૂરી છે. આ માટે અગાઉ પૂર્વભૂમિકા પણ રચાવી જોઈએ. વસ્તુનો યથાર્થ બોધ, સમ્યમ્ દષ્ટિકોણ, અનાસક્તિ, અભય, સહિષ્ણુતા આ બધાં ધ્યાનમાં મૂળ તત્ત્વો છે. આ ભૂમિકા હાંસલ કર્યા વિના અપ્રમત્ત ચેતનાની અવસ્થાનું નિર્માણ કરવું મુશ્કેલ છે. આ માટે કાયિક ધ્યાન ખૂબ મહત્ત્વનું છે. તેને કાયોત્સર્ગ પણ કહેવામાં આવે છે. કાયિક ધ્યાનની સફળતાનાં મૂળ તત્ત્વો છે શ્વાસની મંદતા અને શરીરની શિથિલતા. શ્વાસ જેટલો મંદ અને શરીર જેટલું શિથિલ એટલું કાયિક ધ્યાન વધારે સફળ. કાયિક ધ્યાન - કાયોત્સર્ગ સાથે જૈનાચાર્યોએ શ્વાસની સાધનાને જોડી છે. જેથી કાયોત્સર્ગને શ્વાસ પ્રમાણ ગણવામાં આવે છે. કાયોત્સર્ગના સમયની મર્યાદા શ્વાસની સંખ્યાથી નક્કી કરવામાં આવે છે. જુદી જુદી પ્રવૃત્તિઓ અને વિશુદ્ધિ માટેની તરતમાતાને અનુલક્ષીને કાયોત્સર્ગના શ્વાસોચ્છવાસની સંખ્યા નક્કી કરવામાં આવેલી છે. કેવળ તનાવમુક્તિ માટે કાયોત્સર્ગ કરવાનો હોય તો પંદર મિનિટનો સમય પૂરતો છે, પણ જો ધ્યાન માટે કાયોત્સર્ગ કરવાનો હોય તો તેમાં સમયની કોઈ મર્યાદા રાખવામાં નથી આવતી. પૂર્વના સંસ્કારોને ક્ષીણ કરવા માટે સ્વભાવનું પરિવર્તન કરવા માટે લાંબા સમય સુધી કાયોત્સર્ગ કરવાનું આવશ્યક છે. કાયોત્સર્ગ ત્રણ મુદ્રામાં કરવામાં આવે છે. ઊભાં ઊભાં કાયોત્સર્ગ કરાય છે. બેઠાં બેઠાં કાયોત્સર્ગ થાય છે અને સૂતાં સૂતાં પણ કાયોત્સર્ગ થાય છે. કેવી રીતે ઊભા રહેવું, કયા આસને કેવી રીતે બેસવું અને સૂતાં સૂતાં કાયોત્સર્ગ કરતી વખતે શરીર કેવી સ્થિતિમાં રાખવું એનાં વિધિવિધાન છે જે ખૂબ સરળ છે. જો કે મુખ્ય વાત એ છે કે પૃષ્ઠરજ્જુ-કરોડને ધ્યાનમીમાંસા ૧૦૯ – Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ કાયિક બાન, આનાથાનો આરંભ સ્થળ શરીરની વેદનશીલ બનતું સીધી રાખવાની અને શરીરને શિથિલ રાખવાનું. કાયોત્સર્ગ થતાં શ્વાસની ક્રિયા આપોઆપ સૂક્ષ્મ થવા લાગે છે. સામાન્ય રીતે આપણે મિનિટના પંદર શ્વાસ લેતા હોઈએ છીએ તે ઘટીને તેની સંખ્યા પાંચથી સાત થઈ જાય છે અને શ્વાસની ગતિ મંદ થઈ જાય છે. કાયોત્સર્ગ કે કાયિક ધ્યાન સ્વતંત્ર પ્રક્રિયા તરીકે થઈ શકે છે અને એની સાથે માનસિક પ્લાન પણ કરી શકાય છે. માનસિક એકાગ્રતા માટે કાયિક ધ્યાન ખૂબ જરૂરી છે. માનસિક પ્લાનમાં કોઈ એક આલંબન લેવામાં આવે છે. આલંબનના વિષય ઉપર ચિંતનનો એક પ્રવાહ વહે ત્યારે તે માનસિક પ્લાન થઈ જાય છે. એને “વિષયધ્યાન” કહેવામાં આવે છે. જો એ વિષયને માનસિક ચક્ષુ દ્વારા ફક્ત જોવામાં આવે તો તે વિપશ્યના” ધ્યાન બની રહે છે. એ થતાં વસ્તુનો સ્વભાવ પ્રત્યક્ષ થઈ જાય છે. આમ, માનસિક પ્લાન ચિંતન સ્વરૂપે થઈ શકે છે તેમજ અંતરદર્શન તરીકે પણ થાય છે. વિષયધ્યાન ચિંતનાત્મક છે. તેના માટે કાયિક ધ્યાન, આનાપાન ધ્યાન અને વાચિક ધ્યાન ઘણું આવશ્યક છે. બીજી બાજુ વિપશ્યના ધ્યાનનો આરંભ સ્થૂળ શરીરના આલંબનથી કરવામાં આવે છે. વિપશ્યના ધ્યાન સધાતાં મન સૂક્ષ્મ અને સંવેદનશીલ બનતું જાય છે અને ધીમે ધીમે સૂક્ષ્મતર તૈજસ શરીર અને સૂક્ષ્મતમ કર્મ શરીરની પણ વિપશ્યના થઈ શકે છે. પણ આ ભૂમિકા આગળની ભૂમિકા છે. છેવટે તો પુરુષાકાર ચૈતન્યની પણ વિપશ્યના થઈ શકે છે. આ એક સાધના છે અને લાંબાકાળના અભ્યાસ પછી તે સિદ્ધ થાય છે. આમ તો આપણે સતત ક્રિયાશીલ રહીએ છીએ. સ્થૂળ શરીર ઘણીવાર ક્રિયા કરે છે અને ઘણીવાર નિષ્ક્રિય પણ રહે છે. જ્યારે સૂક્ષ્મ શરીરની ક્રિયાનું ચક્ર તો નિરંતર ચાલુ જ રહે છે. તેના લીધે પ્રતિક્ષણે કર્મનો ઉદય અને બંધ ચાલુ જ રહે છે. કર્મના ઉદય અને બંધનાં સ્પંદનો જ્યાં સુધી સ્થૂળ શરીરમાં ન ઊતરે ત્યાં સુધી આપણે તેને પકડી શકતા નથી. સ્થૂળ શરીર જેવું પ્રકંપન ઝીલે કે તુરત જ આપણને સુખ કે દુઃખનું સંવેદન થાય છે. વિપશ્યના કરનાર ધ્યાની અનુકૂળ સંવેદનો પ્રત્યે રાગ કરતો નથી અને પ્રતિકૂળ સંવેદનો તરફ ધ્યેય રાખતો નથી. તે તટસ્થ ભાવથી આ સંવેદનો ઝીલે છે. પરિણામે તે આગળ જતાં શરીરના – ૧૧૦ --- – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ કણકણમાં ચૈતન્યનો અનુભવ કરે છે. જેમ જેમ આપણું મન ધૂળથી સૂક્ષ્મ તરફ જતું જાય છે તેમ તેમ તેનું આલંબન પણ સ્થળથી સૂક્ષ્મ તરફ ખસવા માંડે છે. મનની સૂક્ષ્મતા સધાતાં ધ્યાનની સ્થૂળ પ્રવૃત્તિઓ, વૃત્તિઓ, સંવેદનો અને સંસ્કારોના મૂળ સ્રોત-કર્મ શરીર સુધી પહોંચી જાય છે અને તેની પાર ઝબકતા ચૈતન્યની ઝાંખી કરે છે. પરષાકાર આત્માની વિપશ્યના આમ તો આત્મા અમૂર્ત છે. તેને માનસચક્ષુથી જોઈ શકાય નહિ છતાંય કેટલાક સાધકો તેને જોવાની વાત કરે છે. વાસ્તવિક્તામાં તે કલ્પનાનું આરોપણ છે, ધ્યાન નથી. ધ્યાનમાં યથાર્થ બોધ હોય. કલ્પના ભ્રમ ઉત્પન્ન કરે છે જે યથાર્થ સુધી ન લઈ જાય. આત્માનું પુરુષાકારે ધ્યાન કરવાવાળો યોગી પોતાના શરીરમાં આત્માની કલ્પના કરતો નથી પણ તે ચૈતન્યનો અનુભવ કરે છે. આ અનુભવ એ કંઈ આત્માનો સાક્ષાત્કાર નથી પણ એનાથી સાધક ઈન્દ્રિયોના અનુભવની ઉપર ચાલ્યો જાય છે જેનાથી રાગ-દ્વેષના સંસ્કારો ક્ષીણ થઈ જાય છે અને સાધક અદ્વિતીય શાંતિ અને પ્રસન્નતા અનુભવે છે. ચૈતન્યનો અનુભવ જ્યારે ચિતન અને અંતરદર્શન બન્નેની ક્રિયાઓ સમાપ્ત થઈ જાય છે ત્યારે મન પણ સ્વયં સમાપ્ત થઈ જાય છે. પછી શુદ્ધ ચૈતન્યનો અનુભવ પ્રગટ થાય છે. આ છે વીતરાગ ચેતનાની અનુભૂતિ; જેને સમાધિ પણ કહી શકાય. બસ ત્યાં અતીત અને ભવિષ્ય બને સમાપ્ત થઈ જાય છે અને સાધક કેવળ વર્તમાન ક્ષણનો જ અનુભવ કરે છે. આ અનુભવ દીર્ઘકાળ રહે એટલે તે ધ્યાન બની જાય અને સતત રહે એટલે તે સમાધિની કક્ષામાં પહોંચી જાય. આ અવસ્થામાં ઇન્દ્રિયો તો આપોઆપ શાંત થઈ જાય એટલું જ નહિ પણ મન પણ વિલીન થઈ જાય. ઇન્દ્રિય અને મન બંનેનો પ્રવાહ રોકાઈ જતાં પછી બાકી રહે છે શુદ્ધ ચૈતન્યનો અનુભવ. આને નિરાલંબન ધ્યાન કહી શકાય. એકાગ્રતા કે માનસિક ધ્યાનમાં કોઈ ને કોઈ આલંબન રહે છે પછી ભલેને તે સ્થૂળ હોય કે ધ્યાનમીમાંસા – ૧૧૧ - Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ સૂક્ષ્મ હોય. જૈનાચાર્યો ચૈતન્યના અનુભવને નિરાલંબન ધ્યાન કહે છે અને તેને જ તેઓ વાસ્તવિક (નિશ્ચય) ધ્યાન કહે છે. એકાગ્રતાવાળું ધ્યાન સાલંબન ધ્યાન છે જેને વ્યવહારિક ધ્યાન તરીકે ઓળખવામાં આવે છે. નિરાલંબન ધ્યાનની સ્થિતિ પ્રાપ્ત થયા પછી કોઈ આયાસ-પ્રયત્ન કરવાનો રહેતો નથી. મૂળમાં તો વ્યાવહારિક ધ્યાન પણ નિશ્ચય ધ્યાન ઉપર જવા માટે જ કરવાનું હોય છે. જેમ જેમ કષાય ચેતનાનાં પ્રકંપનો શાંત થતાં જાય - ક્ષીણ થતાં જાય તેમ તેમ નિરાલંબન ધ્યાન - નિશ્ચય ધ્યાનમાં પ્રગતિ થતી જાય. નિર્વિકલ્પ ધ્યાન આ શબ્દ બહુ વિચાર માગી લે તેવો છે કારણ કે જો આપણે તે બાબત સ્પષ્ટ ન હોઈએ તો ધ્યાનમાર્ગમાં ભટકી જવાનો સંભવ છે. નિર્વિકલ્પની સ્થિતિ હોવી બહુ સારી વાત છે પણ પૂર્ણ જાગરૂકતા સાથે એ સ્થિતિ સધાવી એક વાત છે અને તે વિનાની ઉપસ્થિતિ બીજી વાત છે. ઊંઘતી વ્યક્તિમાં વિકલ્પ નથી હોતા, તેથી તે કંઈ ધ્યાન ન બને. જડ વ્યક્તિને જાગ્રત અવસ્થામાં પણ વિકલ્પ નથી હોતા કે ઓછા હોય છે તેથી કંઈ તેને ધ્યાન ન કહેવાય. નવજાત શિશુ, મૂચ્છિત વ્યક્તિ, અવ્યક્ત ચેતનાવાળાં પ્રાણી, દારૂ જેવા પદાર્થના સેવનથી મત્ત બનેલા માનવીઓ અને સુષુપ્ત માણસ - આ બધામાં વિકલ્પો નથી હોતા કે અલ્પ હોય છે તેથી તે બધાની અવસ્થાને નિર્વિકલ્પ ધ્યાન તરીકે ન લેવાય; ઊલટાનું કોઈ આલંબન ઉપર પ્રગાઢરૂપે સંલગ્ન થઈને પ્રકંપનવિહીન બનેલા મનની અવસ્થાને ધ્યાનમાં ઘટાવી શકાય. જ્યાં ચેતના અવ્યકત છે, મત્ત છે, સુષુપ્ત છે ત્યાં તો ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. નિમિત્ત મળતાં તે ભભૂકી ઊઠવાનો. નિરાલંબન ધ્યાનમાં મન અવ્યક્ત કે સ્થગિત નથી હોતું પણ તે નિરુદ્ધ હોય છે. તેનો નિરોધ થયેલો હોય છે માટે તે ધ્યાન છે. આવું ધ્યાન જ ચૈતન્યનો દીપ પ્રગટાવી શકે છે. જૈનાચાર્યોએ બહુ વિચાર કરીને ધ્યાનમાર્ગની શરૂઆત સાલંબન ધ્યાનથી કરવાની ભલામણ કરી છે. એમાં આત્માથી ભિન્ન કોઈ પણ ઈષ્ટ વસ્તુને આલંબન બનાવીને ધ્યાન કરવાનું રહે છે અને અભ્યાસ – ૧૧ર – -- મહાવીરની સાધનાનો મર્મ યાર કરી તેમાં આત્મા છે અને જામ For Personal and Private Use Only Jain Educationa International Page #129 -------------------------------------------------------------------------- ________________ સધાયા પછી નિરાલંબન ધ્યાન તરફ ગતિ કરવાની હોય છે. સાલંબન ધ્યાનમાં ધ્યાતા અને ધ્યેય ભિન્ન છે; જ્યારે નિરાલંબન ધ્યાનમાં બન્નેનો અભેદ છે. જે સાધક પોતાના ચૈતન્યથી ભિન્ન વસ્તુ ઉપર ધ્યાનને પરિપકવ કરી લે છે અને તેની સાથે લાંબો સમય એકાગ્રતા સાધી શકે છે તે વિના પ્રયાસ પછીથી નિરાલંબન ધ્યાનમાં પ્રવેશે છે જ્યાં તેને શુદ્ધ ચૈતન્યની કેવળ અનુભૂતિ જ રહે છે. એ બાબત બહુ સ્પષ્ટ રહેવું જરૂરી છે કે નિર્વિકલ્પ ધ્યાન એ કંઈ નિર્વિચાર ધ્યાન નથી. નિર્વિચાર અવસ્થા એ શૂન્યની અવસ્થા છે. જે જૈનાચાર્યોને માન્ય નથી. નિર્વિકલ્પમાં સંકલ્પ હોય પણ વિકલ્પ ન હોય અને જ્યાં સંકલ્પ હોય ત્યાં વિષયની હાજરી રહેવાની જ એટલે તે સાલંબન ધ્યાનની અંતર્ગત આવી જાય. વિચય ધ્યાનના વિષયમાં જૈનાચાર્યોએ “વિચર્યની વાત કરી છે જેનો વિચાર ન કરીએ તો ધ્યાન ઉપરનું આપણું ચિંતન અપૂર્ણ જ રહે છે. વિચય એ પારિભાષિક શબ્દ છે. “વિચય” એટલે વિચાર-ચિંતન. ધ્યાન કરવાનો મુખ્ય ઉદ્દેશ ચેતનાના વિકાસની ઉચ્ચ ભૂમિકા ઉપર પહોંચવાનો છે તો પછી જે લોકો એ ભૂમિકા ઉપર પહોંચી ગયા છે તેમની આજ્ઞા-આદેશ ઉપર ચિંતન કરી તેનું પાલન કરવું એ પણ ધ્યાન છે. તેને આજ્ઞા વિચય' કહે છે. એમાં આત્માની અનુભૂતિ કરનારની આજ્ઞાને સહારે સાધનાના અજ્ઞાત પથને જાણવાનો પ્રયાસ છે. “વિચય ધ્યાન”નો બીજો પ્રકાર અપાય વિચય' કહેવાય છે. એમાં રાગ-દ્વેષની ચેતનાની પ્રધાનતાને કારણે આપણને સુખ-દુઃખની અનુભૂતિ થાય છે એ મનોદશા ઉપર ચિંતન કરી, તેનું વિશ્લેષણ કરી, એવા દોષોના નવસર્જનને રોકવાના ઉપાયો શોધવાના હોય છે. સંસાર આખો કર્મને આધીન છે અને તેના મૂળમાં ઘા કર્યા વિના સંસાર કપાય નહિ તેથી કર્મની પ્રકૃતિ, બંધ, સ્થિતિ, ફળ આપવાની તેની શક્તિ, કર્મમાં ફેરફારો કરવાના ઉપાયો વગેરે ઉપર વિચાર કરી કર્મોને જીર્ણ અને શીર્ણ કરવા કટિબદ્ધ થવા જે ચિંતન કરવામાં આવે છે તેને વિપાક વિચચ' કહેવામાં આવે છે. આલોક-પરલોક-અલોક વગેરેની રચના અને વ્યવસ્થા અંગે જે ચિંતન કરવામાં આવે છે તેને “સંસ્થાનવિચય” કહેવામાં આવે છે. આપણે અગાઉ ધ્યાનમીમાંસા ૧૧૩ – Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ જોઈ ગયા હતા કે ધ્યાનકાળમાં મનની બે ક્રિયાઓ થાય છે ચિંતન અને અંતર્દર્શન. બધાં ‘વિચય ધ્યાન’ ચિંતનની ભૂમિકા ઉપર આવે છે. ધ્યાનનું ફળ સ્વાભાવિક રીતે આપણને વિચાર આવે જ કે ધ્યાનનું ફળ શું ? ધ્યાનની નિષ્પત્તિ શી ? જો પારમાર્થિક દૃષ્ટિએ વિચાર કરીએ તો આત્માનો સાક્ષાત્કાર શુદ્ધ ચૈતન્યનો અનુભવ એ ધ્યાનની નિષ્પત્તિ છે. આ અનુભવ થતાં સાધક કૃતકૃત્ય થઈ જાય છે પછી તેને કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. આ ભૂમિકા ઉપર પહોંચવા માટે એક ધ્યેય નક્કી થાય છે અને તેને સાકાર કરવા માટે એક માર્ગ નક્કી કરી કોઈ વસ્તુનું આલંબન લઈ મનને એકાગ્ર કરવું પડે છે. જેનું આલંબન લેવાય તેને દ્રવ્ય ધ્યેય કહી શકાય પણ જે અંતિમ લક્ષ્ય છે તેને ભાવ ધ્યેય કહી શકાય. દ્રવ્ય ધ્યેયનું ધ્યાન કરતાં કરતાં વ્યક્તિ તેની સાથે એકાકાર થઈ જાય છે, તેની સાદૃશ બની જાય છે, પછી ધ્યાન, ધ્યેય અને ધ્યાતા વચ્ચે કંઈ ભેદ રહેતો નથી. આ તો ધ્યાનની પારમાર્થિક નિષ્પત્તિની વાત થઈ પણ તેનું તાત્કાલિક ફળ કર્મોનો સંવર અને નિર્જરા. સંવર એટલે આપણી અંદર પ્રતિપળ થઈ રહેલાં અસંખ્ય પ્રકંપનોનો નિરોધ, જ્યારે નિર્જરાનો અર્થ છે પૂર્વે અર્જિત કરેલા સંસ્કારોની ક્ષીણતા જેથી પ્રકંપનોના મૂળ સ્રોતને પણ સૂકવી શકાય. આ પ્રકારે સંવર અને નિર્જરા જેમ જેમ સધાતાં જાય તેમ તેમ આપણી જ્ઞાનશક્તિ પ્રગટ થવા લાગે છે, સુખ અને દુઃખના સંવેદનો ઓછાં થાય છે કે તેમનો નાશ થાય છે. અરે, અસાધ્ય લાગતી બીમારીઓ પણ શમી જાય છે. ધ્યાનથી આપણા જીવનના બધા અવરોધો-અંતરાયો દૂર થવા લાગે છે અને અંતે સમાપ્ત થઈ જાય છે. બીજી રીતે જોઈએ તો ધ્યાન મૂળ તો કષાય ચેતના-મોહનીય કર્મને શાંત કરવા કે ક્ષીણ કરવા માટે કરવામાં આવે છે. જેમ જેમ કષાયો-આવેગો શાંત થતા જાય છે - ક્ષીણ થતા જાય છે તેમ તેમ ધ્યાન પણ વધતું જાય છે. આમ બંને એક્બીજાને પ્રભાવિત કરે છે. ૧૧૪ Jain Educationa International મહાવીરની સાધનાનો મર્મ For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ સોળ) ધ્યાનની ભૂમિકા અને પ્રયોજન - - - - ભાવના સાધનાપથ ઉપર ભાવનાનું ઘણું મહત્ત્વ છે. ભાવના સરળ લાગે છે તેથી ઘણીવાર સાધક તેની ઉપેક્ષા કરે છે. એક રીતે જોઈએ તો ભાવના ધ્યાન માટેની પૂર્વ શરત છે. જેણે ભાવનાનો સારી રીતે અભ્યાસ કર્યો હોય છે તે ધ્યાનમાર્ગમાં વધારે સફળ થાય છે. જે લોકોએ ધ્યાનનો સહેજ પણ પ્રયાસ કર્યો હશે તેમને ખબર હશે કે ધ્યાનમાં બેસવાની સાથે જ મનમાં અનેક વિચારો અને વૃત્તિઓ ઊભરાવા લાગે છે - જે ધ્યાનને સુબ્ધ કરી નાંખે છે. અંતરમાં પડેલી આ વૃત્તિઓ કે વાસનાઓનું શોધન કરવાનું અને તેને ક્ષણ કરવાનું કામ ભાવના કરે છે. ભાવનાથી ચિત્ત વાસિત થઈ જાય પછી ધ્યાનમાં એકાગ્રતા વધે છે; કારણ કે પછી અંદરના સંસ્કારો અને વાસનાઓના ઉછાળા શમી ગયા હોય છે. - દરેક મનુષ્યના ચિત્તમાં વાસનાના સંસ્કાર પડેલા હોય છે. કેટલાકમાં તે વ્યક્ત હોય છે તો કેટલાકમાં તે અવ્યક્ત હોય છે. ધ્યાનમાં ઊતરતાં પહેલાં આ સંસ્કારોને આપણે ઢંઢોળવા પડે અને તેનું શુદ્ધીકરણ કરવું પડે કે પછી તેને ક્ષીણ કરી નાખવા પડે અને તો જ ધ્યાન સારી રીતે ધ્યાનની ભૂમિકા ૧૫ Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ સધાય. આ કાર્ય કરવા માટે જૈન સાધનાપદ્ધતિમાં જે ત્રણ ઉપાયો સૂચવ્યા છે તે ખૂબ અસરકારક છે એટલું જ નહિ, મનોવિજ્ઞાન પણ તેનો સ્વીકાર કરે છે. આ ત્રણ ઉપાયો છે દમન, વિલયન અને શોધન. ચેતના ઉપર જ્યારે કોઈ પણ રીતે દબાણ થાય છે-દમન થાય છે ત્યારે મન તેનો પ્રતિકાર કરે છે. ભાવના પણ દમનનો માર્ગ અપનાવે છે પણ તે વિવેક દ્વારા મનને જરા સમજાવી, પટાવીને, જેથી મન એટલું પ્રતિકાર કરતું નથી અને વિકાર પણ પેદા કરતું નથી. બીજો ઉપાય વિલયનનો છે જેના બે પ્રકાર છે - નિરોધ અને વિરોધ. નિરોધમાં કષાય ચેતનાને ઉત્તેજિત કરે એવા વિષયોમાં મનને ન જવા દેવું, ઇન્દ્રિયોને રોકી લેવી આવા વિષયોમાં શરીરને પ્રવૃત્તિશીલ ન થવા દેવું અને વાણીને પણ સંયમમાં રાખવી. આવો નિરોધ લાંબો સમય થતાં એ વૃત્તિઓ આપોઆપ શાંત થવા લાગે છે. મનોવિજ્ઞાન એ વાત સ્વીકારે છે કે જે વૃત્તિઓને પોષણ મળતું નથી તે કાળે કરીને સુકાઈ જાય છે. વિલીનીકરણનો બીજો પ્રકાર છે વિરોધનો. અહીં વિરોધ એટલે પ્રતિપક્ષ ભાવના કરી કુસંસ્કારો સામે સુસંસ્કારોને જાગ્રત કરવાના હોય છે. ક્રોધની સામે ક્ષમા, કઠોરતા સામે મૃદુતા, લોભ સામે સંતોષ, કપટ સામે સરળતા, અભિમાન સામે નમ્રતા. આમ, હલકી વૃત્તિઓ સામે સવૃત્તિઓને પેદા કરવી. વ્યવહારમાં પણ આપણે જાણીએ છીએ કે પ્રતિપક્ષ જ્યાં ઊભો થાય છે ત્યાં પક્ષ નબળો પડે છે. ભાવના અહીં પ્રતિપક્ષ ઊભો કરવાનું કામ કરે છે. આ રીતે ભાવના દ્વારા નિરોધ અને વિરોધ થઈને વાસનાઓનું નિરસન થાય છે. વાસનાઓ ઉપર વિજય મેળવવા માટેનો ત્રીજો ઉપાય છે શોઘનનોશુદ્ધીકરણનો. એમાં બે વૃત્તિઓને ટકરાવાની નથી. નિરોધમાં વૃત્તિઓને પોષણ નથી આપવામાં આવતું. વિરોધમાં અસદ્ સામે સવૃત્તિઓનો પ્રતિપક્ષ સ્થાપવામાં આવે છે; જ્યારે શોધનમાં એ જ સંસ્કારોને શુદ્ધ કરી લેવામાં આવે છે. જે ખરાબ છે તેને સારામાં પલટી નાખવામાં આવે છે. આ માર્ગોન્ચ કરણની પ્રક્રિયા છે. સ્ત્રી પ્રત્યેના કે પુરુષ પ્રત્યેના વાસનાથી – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ભરેલા રાગનું પૂજ્યભાવમાં રૂપાંતરણ કરી શકાય. જાતીય આકર્ષણોથી પ્રભાવિત પ્રેમપ્રવાહને પ્રભુપ્રત્યેની ભક્તિમાં વાળી નિર્મળ કરી શકાય. આવી જ રીતે ષાત્મક વૃત્તિઓને પણ પલટાવી શકાય છે. કેપનું મૂળ તો રાગમાં જ રહેલું છે. દ્વેષ એ પણ રાગનો વિફલ ભાવ છે. જ્યાં રાગ ન થઈ શકે, રાગવાળી વસ્તુ પ્રાપ્ત ન થઈ શકે ત્યાં દ્વેષની વૃત્તિ જન્મે છે અને તે વિવિધ આકારો ધારણ કરી દેખા દે છે. જો આપણે ફક્ત રાગને જ સમજી લઈએ તો પણ આપણું કામ થઈ જાય. રાગની ત્રણ ભૂમિકાઓ છે - અપ્રશસ્ત, પ્રશસ્ત અને વિરાગ. અપ્રશસ્ત રાગ “વાસનાત્મક વૃત્તિઓ પ્રતિ સમર્પિત હોય છે. પ્રશસ્ત રાગ પવિત્ર વસ્તુઓ - આત્મા-પરમાત્મા અને તેની સાધનામાં સહાય કરનાર પ્રતિ સમર્પિત હોય છે; જ્યારે વિરાગમાં રાગની આ બંને વૃત્તિઓ ક્ષીણ થઈ ગયેલી હોય છે. આ છે ભાવનાનું રહસ્ય. ભાવનાની તાકાત ઘણી છે પણ આપણે તેને અલ્પ ગણી તેનાથી વિમુખ રહીએ છીએ. ભાવનાનું ભાવન નિરંતર થતાં તે સહસ્ત્રપુટ લાગેલ રસાયણ જેવું ચમત્કારિક ફળ આપે છે. આમ જોઈએ તો ભાવનાઓની સંખ્યા ઘણી થઈ શકે પણ સાધનાની સરળતા માટે અનિત્યાદિ બાર ભાવનાઓનો મોટે ભાગે ઉલ્લેખ થાય છે; પણ એ બાબતે સ્પષ્ટ રહેવાનું છે કે ભાવનાનો ઉપયોગ નૌકાની જેમ કરવાનો છે. રાગ-દ્વેષની વૃત્તિઓને જીતવા માટે ભાવનાઓનું ભાવન કરવાનું છે. જેમ તટ ઉપર પહોંચ્યા પછી હોડીને આપણે છોડી દઈએ છીએ તેમ વીતરાગ અવસ્થા પ્રાપ્ત થતાં ભાવના આપોઆપ છૂટી જાય છે, પછી તેને પકડી રાખવાની જરૂર રહેતી નથી. સંવર અને નિર્જરા ભગવાન મહાવીરની સાધનાપદ્ધતિમાં બે મહત્ત્વનાં તત્ત્વ છે - સંવર અને નિર્જરા. મનુષ્ય ચૈતન્યનો આવિર્ભાવ નથી કરી શકતો કારણ કે તેની ચેતના આવૃત છે - કર્મથી ઢંકાયેલી છે. સાધનામાં કર્મક્ષીણ કરવાં રહ્યાં અને નવાં કર્મો - નવા સંસ્કારોનું પુનઃનિર્માણ રોકવું રહ્યું. નિર્જરાનો અર્થ છે કર્મના આવરણોનું ક્ષીણ હોવું અને સંવરનો અર્થ છે એ આવરણોના પુનઃનિર્માણનો વિરોધ. કર્મનાં આવરણો ક્ષીણ થતાં જાય ધ્યાનની ભૂમિકા ૧૧૭ – Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ તેમ મન શાંત થતું જાય અને તેને ક્ષણ કરવા માટે બાર પ્રકારનાં તપ બતાવવામાં આવ્યાં છે. એમાં સ્વાધ્યાય અને ધ્યાન મુખ્ય છે અને બાકીનાં તપ તે સાધવામાં સહાયરૂપ છે. ધ્યાન એ મોટામાં મોટું તપ છે – એમાં સંવર અને નિર્જરા બંને એક સાથે સધાય છે પણ ધ્યાનમાં લાંબો સમય રહેવું મુશ્કેલ છે તેથી સાધક ધ્યાનની ધારા તૂટતાં સ્વાધ્યાયમાં ચાલ્યો જાય અને તે પૂર્ણ થતાં વળી પાછો ધ્યાનની ધારાએ ચડે. આમ તેનું પુનરાવર્તન થતાં તે ધ્યેયની નજીક પહોંચતો જાય છે. ધ્યાન એ પરિપૂર્ણ સાધના છે જેનાથી પૂર્વકર્મ ક્ષીણ થાય છે અને નવાં કર્મ બંધાતાં નથી. ધ્યાનના ઉચ્ચતમ ભૂમિકા શુક્લ ધ્યાનની છે. આચાર્ય ઉમાસ્વાતિ તો એટલે સુધી કહે છે કે શુક્લ ધ્યાનની ભૂમિકામાં ધ્યાનાગ્નિ એટલો પ્રજ્વલિત હોય છે કે જગતના સર્વ જીવોનાં કર્મને બાળીને ભસ્મીભૂત કરી નાખવાની તેની શક્તિ હોય છે. વિષયની ગહનતા ધ્યાનનો વિષય ખૂબ ગહન છે અને વિવિધ ધર્માચાર્યોએ તેનું વિવિધ રીતે ચિંતન કરી તેનાં વિધિ-વિધાનોની નિષ્પત્તિ કરી છે. ધ્યાન જેવી પરમકોટિની સાધના સફળ થાય તે માટે અનેક બાબતો ઉપર વિચાર કરવામાં આવ્યો છે. સીધા જ ધ્યાનમાં કૂદકો માર્યો અને ધ્યાન • સીધા જ કરે સિદ્ધ થઈ જાય એમ માનવાની કોઈ ભૂલ ન કરે. કદાચ કોઈ વિરલાને . કોઈ વીરલાને માટે એ શક્ય હોય તો પણ તે કંઈ રાજમાર્ગ નથી. અપવાદને નજર સમક્ષ રાખીને આગળ વધનાર મોટેભાગે ભટકી જાય છે. ધ્યાનની સિદ્ધિ માટે યથાયોગ્ય પૂર્વભૂમિકા બાંધવાનું ખૂબ આવશ્યક છે. તેને સહાયભૂત થાય એવી આનુષંગિક બાબતો જેવી કે આહાર, સ્થાન, સમય, ભાવના, જાગરૂકતા, આસનવિજય વગેરે ઉપર વિચાર કરી તેની સહાય લેવી જોઈએ. ધ્યાનની ભૂમિકા તૈયાર કરવા માટે શ્વાસપેક્ષા, વિપશ્યના, મૌન, કાયોત્સર્ગ ઇત્યાદિ બાબતો પણ મહત્વની છે જેના તરફ દુર્લક્ષ સેવવું ઠીક નથી. ધ્યાન ચિંતનાત્મક અને દર્શનાત્મક બંને પ્રકારે થાય છે. બંનેને પોતપોતાનું મહત્ત્વ છે અને બંને પરસ્પર ઉપકારક છે. ધ્યાનમાં પ્રવેશ કરનાર બેય વિષે પણ સ્પષ્ટ હોવો જોઈએ. સાલંબન અને નિરાલંબન – ૧૧૮ – – – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ બંને ધ્યાનનું મહત્ત્વ છે; પણ મૂળ વાત છે ચૈતન્યની અનુભૂતિની. વિધિ-વિધાન વગેરે અવશ્ય મહત્ત્વનાં છે પણ તેના ઉપર અટકી ન જવાય તે માટે ધ્યાનીએ પૂર્ણ જાગરૂક્તા રાખવાની છે. બેયની સિદ્ધિ માટે જ્યાં જેની જરૂર પડે ત્યાં તેનો ઉપયોગ કરી બાનીએ આગળ વધતા જઈને પોતાના પરમ લક્ષ્યને સિદ્ધ કરવાનું છે. ધ્યાનનું પ્રયોજન સાધનાપથની પૂર્વભૂમિકામાં જ્ઞાન રહેલું છે. કોઈ પણ વસ્તુની જાણકારી પ્રાપ્ત કર્યા વિના આગળ વધવામાં આવે તો પાછળથી મુશ્કેલીઓ ઊભી થવાનો પૂરો સંભવ છે. આ જાણકારી આપનાર પછી ભલેને શ્રુત હોય એટલે કે પુસ્તકો હોય કે કોઈ અનુભવીની નિશ્રા હોય. આ પથ ઉપર લોકોને લાવવા માટે સંત-મહાત્માઓ ઉપદેશ આપે છે. પણ છેવટે ચાલવાનું છે તો સાધકે. ધ્યાન એ સાધનાપથ ઉપરનું મહત્ત્વનું પગલું છે. ધ્યાનનો ઉદ્દેશ મૂળ તો પોતાની શક્તિઓથી પરિચિત થવાનો અને તેનો યથાયોગ્ય ઉપયોગ કરવાનો છે. આપણી અંદર અસીમ શક્તિઓ પડેલી છે જેનાથી આપણે અજ્ઞાન છીએ; પછી તેનો ઉપયોગ કરવાની વાત જ કયાં રહી ? આ શક્તિઓને જો આપણે બહાર નથી લાવતા અને તેનો ઉપયોગ નથી કરતા તો છેવટે શક્તિનો આ સ્રોત સુકાઈ જાય છે. પોતાની શક્તિઓથી પરિચિત થવું અને તેનો ઉપયોગ કરવો તે સાધનાનો હેતુ છે. આપણે શાંતિ અને સ્વસ્થતા ઝંખીએ છીએ પણ આપણા જીવનની પ્રતિપળ આપણે અસ્વસ્થ અને અસંતુલિત રહીએ છીએ. જીવનમાં આઘાતપ્રત્યાઘાત તો આવવાના જ; પણ જેણે સાધના કરી છે તે શાંતિથી તેને ખમી લે છે અને ક્ષુબ્ધ નથી થતો. જો આટલી પણ ઉપલબ્ધિ આપણે ધ્યાન દ્વારા પ્રાપ્ત કરી શકીએ તો પણ ઘણું. સાધનાની નિષ્પત્તિ - સાધનાનું આદિ બિંદુ છે વિદેહ અને તેનું અંતિમ બિંદુ છે અકર્મ. વાત પહેલી દષ્ટિએ બહુ વિષમ લાગે છે પણ સાધના કરતાં કરતાં સાધક એ અવસ્થાનું નિર્માણ કરી લે છે. ધ્યાનની ભૂમિકા ૧૧૯ – Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ આપણા જીવનનાં પાંચ મહત્ત્વનાં તત્ત્વ છે : મન, વાણી, શરીર, શ્વાસ અને કર્મ. પાંચેયની પાર પહોંચી જવાનું છે સાધના દ્વારા. દેહ રહે પણ જાણે તે ધારણ કરેલો નથી - વિદેહ. જનક રાજા એ અવસ્થામાં પહોંચ્યા હતા તેથી તો વિદેહી કહેવાતા હતા. વાણી રહે પણ આપણે જાણે અવાક્ અવસ્થામાં, વાણીનો મર્મ સમજી લીધા પછી આ અવસ્થાની પ્રાપ્તિ દુર્લભ નથી. શ્વાસના મર્મને આપણે જાણી લઈએ જેથી શ્વાસોચ્છ્વાસની ક્રિયા ચાલુ હોય છતાંય આપણે જાણે અનુશ્વાસ. ભલે કર્મ આપણાથી થતાં રહે પણ આપણી અવસ્થા અકર્મની હોય. અમન રહીને આપણે મનના મર્મને સમજીએ. સાધનાનો મર્મ છે. " વિદેહાનાં દેહઃ અવાચાં વાકઃ અમનસાં મનઃ અનુચ્છવ સતાં સ્વાસ અકર્મણા કર્મ આ છે સાધનાની નિષ્પત્તિ. જીવન અને કર્મની સૌથી મોટી સફળતા અકર્મ અવસ્થાની પ્રાપ્તિમાં છે. આપણે કેવળ કર્મમાં વિશ્વાસ રાખીએ છીએ અને કર્મરત રહીએ છીએ; પણ અકર્મના વિજ્ઞાનને આપણે ભાગ્યે જ સમજીએ છીએ. વાસ્તવિકતામાં જે અકર્મનું - નહિ કરવાનું વિજ્ઞાન સમજી જાય છે તેની શક્તિ ઘણી વધી જાય છે. આપણે આ પાંચેય તત્ત્વોને સતત ગતિશીલ રાખીએ છીએ અને પરિણામે આપણી જીવનશક્તિનો કેટલો મોટો વ્યય કરીએ છીએ ! જે સાધક આ પાંચેય તત્ત્વની અકર્મણ્ય અવસ્થાને પ્રાપ્ત કરી લે છે તે આ પાંચેય તત્ત્વની પાર ઊતરી જાય છે. પછી તે જે કંઈ કરે છે - તેનાથી જે કંઈ થાય છે તે કેવળ સાધના જ છે જે તેને પરમ લક્ષ્યને સિદ્ધ કરવામાં સહાયભૂત જ નીવડવાની. - ૧૨૦ Jain Educationa International મહાવીરની સાધનાનો મર્મ For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ સતર આત્માનો સાક્ષાત્કાર / સાધનાનું પરમ લક્ષ્ય છે આત્મસાક્ષાત્કાર; પરંતુ આત્મસાક્ષાત્કાર એટલે શું અને તે કેવી રીતે થઈ શકે વગેરે પ્રશ્નો વિચાર માંગી લે છે. વળી, એની સાથે એ પણ પ્રશ્ન સ્વાભાવિક ઉપસ્થિત થાય છે કે આત્માના સાક્ષાત્કાર અને પરમાત્માના સાક્ષાત્કારમાં શું ફરક પડે છે ? પરમાત્માનો સાક્ષાત્કાર શું આત્મ સાક્ષાત્કાર પછીનું આગળનું ચરણ છે ? વિવિધ ધર્મપુરુષોએ આ ચરમલક્ષ્ય અંગે ભાષાનો જે ઉપયોગ કર્યો છે તેનાથી ઘણીવાર મનુષ્યની મતિ મૂંઝાઈ જાય છે. સાક્ષાત્કાર અંગે પણ વિધ વિધ મંતવ્યો પ્રવર્તે છે અને તે માટે પ્રત્યેક ધર્મપુરુષે પોતાના તત્ત્વચિંતનને અનુરૂપ શબ્દપ્રયોગ કર્યો છે. આ બધામાં એક વાત તો સામાન્ય છે કે શરીર એ જ કંઈ સર્વસ્વ નથી અને શરીરથી પર એવું કોઈ તત્ત્વ વિલસે છે જેને કેટલાક આત્મા તરીકે ઓળખાવે છે તો કેટલાક પરમાત્મા તરીકે ઓળખાવે છે. વળી, આત્મા અને પરમાત્મા બંને જુદા છે કે એક જ છે અને જો જુદા હોય તો તેમની વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે એ પ્રશ્ન પણ ખૂબ અટપટો છે. તત્ત્વજ્ઞાનનું આ ક્ષેત્ર એવું છે કે એમાં જેટલું ખોદાણ કરતા જઈએ તેમ તેનું તળ નીચે ને નીચે જતું જાય અને તેનો ક્યાંય છેડો મળે નહિ જેથી ઋષિ-મુનિઓએ છેવટે નૈતિ-નેતિ એમ આત્માનો સાક્ષાત્કાર Jain Educationa International For Personal and Private Use Only સ Page #138 -------------------------------------------------------------------------- ________________ કહીને વિરમવાનું ઇષ્ટ માન્યું. છતાંય આપણે આ વાતને સ્પર્શવી તો રહી જ કારણ કે તે સાધનાનું પરમ લક્ષ્ય છે. જો કંઈ લક્ષ્ય જ ન હોય તો પછી ધર્મમાર્ગમાં ધ્યાન, ધારણા, સમાધિ બધાંની ખાસ જરૂર રહેતી નથી. આપણે અહીં આ ગંભીર વિષયની જે છણાવટ કરીએ છીએ તે મોટે ભાગે જૈન તત્ત્વજ્ઞાનની વિચારધારા પ્રમાણે છે; પણ જૈન તત્ત્વધારા અનેકાંતનો આશ્રય કરે છે જેથી તેમાં અન્ય દર્શનો પણ સમાવિષ્ટ થઈ જાય છે કારણ કે તે જુદા જુદા નયથી પ્રશ્નનો વિચાર કરે છે. જેથી જૈન તત્ત્વનિરૂપણમાં દૈત પણ લાગશે અને અદ્વૈત પણ લાગશે. તેનાથી રખે કોઈ માની લે કે જૈન મુનિઓ આ બાબત સ્પષ્ટ નથી. ખરેખર કહીએ તો તેઓ એટલા બધા સ્પષ્ટ છે કે તેઓ બન્નેનું નિરૂપણ સચોટ રીતે કરે છે અને કોનું કયાં સ્થાન છે તે વિશદ રીતે સમજાવે છે. વાસ્તવિકતામાં આત્મા અને પરમાત્મા એક જ છે પણ આપણે કઈ રીતે જોઈએ છીએ તેના ઉપર તેનો આધાર છે. જો આત્મા, પરમાત્મા હોય જ નહિ તો તે કયારેય પરમાત્મા બની શકે નહિ. આપણે મોટા વટવૃક્ષને જોઈએ છીએ. તેની નીચે અસંખ્ય ટેટાઓ પડ્યા હોય છે જેમાં વડનાં નાનાં નાનાં બીજ હોય છે. આટલા નાના બીજમાં વડ છુપાયેલો છે. જો બીજમાં વડ ન હોય તો તેમાંથી કયારેય વડ બની શકે નહિ. બીજમાં વડની શક્તિ રહેલી છે, જે આગળ જતાં મોટું વટવૃક્ષ બને છે. એ રીતે જે ઉપાદાનમાં પરમાત્મા ન હોય તો તે પરમાત્મા ન બની શકે. મૂળ વાત તો એટલી જ છે - બીજનો વિકાસ થાય એટલે વૃક્ષ બને. કળીનો વિકાસ થાય પછી ફૂલ બને. વાસ્તવિકતામાં બીજ અને વૃક્ષ, કળી અને પુષ્પ એક જ છે તેમ આત્મા અને પરમાત્મા એક જ છે - અભિન્ન છે પણ પ્રશ્ન છે ખીલવાનો, વિકાસ કરવાનો. બીજની શક્તિ પૂર્ણરૂપે ખીલે છે, ત્યારે તે વૃક્ષ બની જાય છે પણ આ વિકાસ સાધવા માટે તેણે ઘણી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આત્મા જ્યારે પૂર્ણરૂપે પ્રગટે ત્યારે તે પરમાત્મા બની જાય છે. પ્રશ્ન છે. પૂર્ણતા પ્રગટ કરવાનો અને સમસ્ત સાધના આ લક્ષ્યને સિદ્ધ કરવા માટે ગોઠવાયેલી હોય છે. – ૧રર – – – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ આ ચરમલક્ષ્યને સિદ્ધ કરવા માટે જે પ્રક્રિયા કરવામાં આવે, જે માર્ગ પ્રહણ કરવામાં આવે તે છે સાધનાપથ. જેના ઉપર ધ્યાન ખૂબ મહત્ત્વનું પદાર્પણ છે. યોગની ભાષામાં વાત કરીએ તો જે વટવૃક્ષ બની ચૂકયું છે તેને નજરમાં રાખીને બીજા વિકાસ સાધે. આપણે જે બનવું હોય તેને નજરમાં રાખીને આપણે આપણી પ્રક્રિયા ગોઠવીએ અને તે દિશામાં પ્રયાસ કરીએ તો તેના જેવા બની શકાય. આપણે પરમાત્મા બનવું છે તો પરમાત્માને નજરમાં રાખીને તેના મય થઈ જઈએ, ચિત્તની બધી પ્રવૃત્તિઓ પરમાત્મામાં લીન કરીને તેની સાથે તન્મય થઈ જવાથી પરમાત્મા થઈ શકાય. આ તન્મયતા સાધવાની ચતુરંગ પ્રક્રિયા છે. તેનાં ચાર અંગ છે: સ્થાપના, અનુભવ, ધ્યાન અને વિહાર એટલે કે પરિણમન. આત્મસાક્ષાત્કાર એટલે આત્મામાં પરમાત્માનો આવિર્ભાવ. આપણે આત્માનું પરિણમન કરવું છે. તે માટે પહેલાં પરમાત્માની મનમાં સ્થાપના કરીએ. મનને બધી બાબતોમાંથી હટાવીને જે પરમાત્મસ્વરૂપ બની ગયા છે તેનામાં સ્થાપિત કરીએ. સ્થાપના કર્યા પછી ચિત્તને પરમાત્મામાં એટલું લીન કરીએ કે જેથી આપણને પરમાત્માના અનુભવનો અણસાર મળી જાય. અનુભવ તો કર્યો પણ જો તે સ્થાયી ન બને તો આપણી સાધના અધૂરી જ રહી જાય. અનુભવને સ્થિર કરવા માટે ત્રીજી પ્રક્રિયા છે ધ્યાનની. ધ્યાનમાં આપણે લક્ષ્ય સિવાયના અન્ય વિકલ્પોને દૂર કરી ફક્ત આપણા સંકલ્પમાં જ સ્થિત રહેવાનું. અહીં આપણો સંકલ્પ છે - પરમાત્મા. તેનું જ પુર આલંબન લઈને ધ્યાનને સ્થિર કરતા જવાનું. અહીં ધ્યાનને નિર્વિકલ્પ સમાધિ સાથે જ સંબંધ રહે છે. આ સમાધિ છે શુદ્ધ ચૈતન્યની અનુભૂતિની. આ પરમાત્માની અનુભૂતિ છે. આ અવસ્થામાં નવા સંસ્કારોનું નિર્માણ અટકી જાય છે અને સાથે સાથે પૂર્વ સંસ્કારો પણ નષ્ટ થવા લાગે છે. આમ, ધ્યાનમાં સંવર અને નિર્જરા એક સાથે આપોઆપ સધાય છે. બસ, અહીંથી આપણું પરમાત્મા બનવાનું શરૂ થઈ જાય છે. આમ તો સ્થાપનાની પ્રક્રિયાથી જ શરૂઆત થઈ હોય છે પણ તેની સ્પષ્ટ પ્રતીતિ આપણને ધ્યાનની કક્ષામાં થાય છે. પરમાત્માનું આત્માનો સાક્ષાત્કાર ૧૨૩ – Jain Educationa International For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન આત્માને પરમાત્માના રૂપમાં બદલી નાખે છે. સાધનાની આ ચતુરંગી પ્રક્રિયા આત્માનું પરમાત્મામાં પરિણમન કરે છે - જેને વિહાર તરીકે ઓળખવામાં આવે છે. બસ, અહીં બીજમાંથી વટવૃક્ષ બની ગયું. ભગવાન મહાવીરનો ક્રિયમાણકૃતનો સિદ્ધાંત આ જ વાત સમજાવે છે. આપણે જેવા પરમાત્માની સ્થાપના કરી ધ્યાનની શરૂઆત કરી તેવી જ આપણી પરમાત્મા બનવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ તેથી એમ કહી શકાય કે જે પરમાત્માના રૂપમાં દત્તચિત્ત હોય છે તે પરમાત્મા છે. જેનું બધું જ્ઞાન પરમાત્મામય છે; જેની બધી ચેતના પરમાત્મા તરફ વહેવા * લાગી છે તે પરમાત્મા જ છે. આપણે ચેતનાના કુશળ નિયોજન દ્વારા આત્મા અને પરમાત્મા વચ્ચેનું અંતર સમાપ્ત કરી નાખીએ છીએ. આત્મા પરમાત્મા બને છે - કે કેટલાય જન્મોનાં જપ-તપ-ધ્યાન પછી આત્મા પરમાત્મા બનશે એ બધી વાત વ્યવહારનયની છે. આ વ્યવહારનો દૃષ્ટિકોણ છે. પારમાર્થિક રીતે નિશ્ચય નયની દૃષ્ટિએ તો જે ક્ષણે આપણે પરમાત્મામાં ઉપયુક્ત થઈ ગયા તે જ ક્ષણે પરમાત્મા બની ગયા. જૈન પારિભાષિક શબ્દોનો ઉપયોગ કરીએ તો સ્થાપના નિક્ષેપાથી શરૂ કરીને આપણી સાધના ભાવ નિપામાં વિરમી. આમ સ્થાપના, અનુભવ, ધ્યાન અને પરિણમનની ખૂબ મહત્ત્વની પ્રક્રિયા છે - જે દ્વારા આત્મા પરમાત્મારૂપે પ્રગટ થાય છે. ભેદભેદ જ્યારે આપણે આત્મામાંથી પરમાત્મા બનવાનો વિચાર કરીએ કે વાત કરીએ ત્યારે લાગે છે કે જાણે બંને અલગ વસ્તુઓ છે - આત્મા એક છે અને પરમાત્મા બીજો છે. આ ભેદની દૃષ્ટિ છે. જ્યારે આપણે પરિણતિના દૃષ્ટિકોણથી વિચાર કરીએ છીએ ત્યારે આત્મા અને પરમાત્મા વચ્ચે કોઈ અંતર જ નથી. આત્મા એ જ પરમાત્મા છે. આ છે અભેદની દષ્ટિ. વાસ્તવિકતામાં જે કંઈ ભેદ છે તે આત્મા કે પરમાત્માના અસ્તિત્વમાં નથી, પણ ભેદ છે આપણા દૃષ્ટિકોણમાં. ભેદની દૃષ્ટિ ખંડને દેખે છે અને તેનું વર્ણન કરે છે - આ જ્ઞાન છે, આ દર્શન છે, આ ચરિત્ર છે. તેને આત્માની અનેક અવસ્થાઓ દેખાય છે. અભેદની દૃષ્ટિ એ જ –– ૧૨૪ – મહાવીરની સાધનાનો માર્ગ Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વનું અખંડ દર્શન કરે છે. તેને માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર અલગ નથી. તેની દૃષ્ટિએ તો અસ્તિત્વ છે માત્ર કેવળ ચૈતન્યનું. તેને ચૈતન્ય સિવાય બીજું કંઈ દેખાતું નથી. ચૈતન્યને જોવાની જે સ્થિતિ છે તે જ વાસ્તવમાં આત્મદર્શન છે - એ જ આત્મ-સાક્ષાત્કારની ભૂમિકા છે. આ ભૂમિકા ઉપર આત્માની એકતાની-અમરતાની અનુભૂતિ થાય છે. વાસ્તવિકતામાં ચેતના તો એક જ છે પણ તે જ્યારે ભેદ દષ્ટિ અપનાવે છે ત્યારે ભેદ ચેતના કહેવાય છે અને અભેદ દષ્ટિ ગ્રહણ કરે છે ત્યારે અભેદ ચેતના કહેવાય છે. વસ્તુનું દર્શન અભેદાત્મક ચેતનાથી ગ્રહણ થાય છે પણ જ્ઞાન ભેદત્મક ચેતનાથી થાય છે. જ્ઞાનમાં વિશિષ્ટ દર્શન છે. જે વિષયનું વિવરણ કરે છે. વસ્તુનો વિવિધ સ્વરૂપે ભેદ પાડીને વિચાર કરે છે. જ્યાં શુદ્ધ ચેતના હોય છે ત્યાં શેયની વાત રહેતી નથી. આપણે ચૈતન્ય દ્વારા બીજી વસ્તુઓને જાણીએ છીએ પણ ચૈતન્યને ભૂલી જઈએ છીએ; પણ જેવી દષ્ટિ ચૈતન્ય તરફ વળી કે જાણવાની વસ્તુઓશેય ગૌણ બની જાય છે. એક છે શેયાનુભૂતિ અને બીજી છે ચૈતન્યાનુભૂતિઆત્માનુભૂતિ. આપણે જ્યારે જોયાનુભૂતિ કરીએ છીએ ત્યારે વસ્તુઓનો સાક્ષાત્કાર કરીએ છીએ. પણ જે જોનાર છે – જ્ઞાતા છે તેના ઉપર ધ્યાન જતાં જે અનુભૂતિ થાય છે તે ચૈતન્યાનુભૂતિ છે. સાધનાની ભૂમિકા ઉપર શેય રહે છે. પણ તે શુદ્ધ છે-મલિનતા વિનાનું હોય છે-કપાયરહિત. આ પણ ચૈતન્યાનુભૂતિ અને આત્મ-સાક્ષાત્કારની અવસ્થા છે. આમ, જે આત્માને દેખે છે તે પરમાત્માને દેખે છે. પછી તેને વિષયો સતાવતા નથી, વિકૃતિઓ સતાવતી નથી. ચેતન્યાનુભૂતિનો મતલબ છે આત્મદર્શન. વ્યવહારની ભાષામાં એને આત્મદર્શન કહેવામાં આવે છે પણ વાસ્તવિક્તામાં તે ચૈતન્યની અનુભૂતિ જ હોય છે. તેને આત્મસાક્ષાત્કાર તરીકે પણ ઓળખી શકાય. તેને પરમાત્મપ્રાપ્તિ પણ કહી શકાય. બાકી ભૌતિક રીતે આત્માને જોવાની ક્ષમતા તો ફક્ત કેવળીને જ હોય. આમ, ભેદમાં અભેદ છે અને અભેદમાં ભેદ છે. પ્રશ્ન છે ભેદ ચેતનાના ઉપયોગનો કે અભેદ ચેતનાના ઉપયોગનો. આત્માનો સાક્ષાત્કાર ૧૨૫ – Jain Educationa International For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ અનંત ચતુષ્ટયી - આત્મ-સાક્ષાત્કારની વિપરીત અવસ્થા છે અનાત્મ સાક્ષાત્કાર. આપણા મનમાં પ્રતિ ક્ષણે હજારો હજારો ઘટનાઓ ઘટે છે જે વિવિધ આકારો ધારણ કરે છે. માનસપટ ઉપર સતત દેખાતાં આ દશ્યો આપણને વિક્ષુબ્ધ કર્યા કરે છે. આપણને રાગ થાય છે તો વળી બીજી ક્ષણે દ્વેષ થાય છે. ક્યારેક કોઈનું ભલું કરવાની ઇચ્છા થાય છે તો થોડીકવાર પછી કોઈનું ખરાબ કરવાની વૃત્તિ થાય છે. કોઈકવાર મનમાં કરુણાનાં પરિણામ થાય છે તો ઘણીવાર ક્રૂરતાના ભાવો થાય છે. આમ, મનમાં વણઝાર ચાલ્યા જ કરે છે. આમ તર્ક-વિતર્કનાં જાળાં વચ્ચે અટવાઈને માણસ થાકી જાય છે - પરેશાન થઈ જાય છે. મનમાં જેટલા વિકલ્પ એટલાં જાળાં, એટલી પરેશાની વધારે અને એટલી અશાંતિ. છેવટે માણસ એમાંથી છૂટવાનો માર્ગ શોધે છે જ્યાં અનાવશ્યક વિકલ્પો છૂટી જાય અને મન કંઈ શાંત થઈ શકે. આ છે આત્મ-સાક્ષાત્કારની પહેલી ભૂમિકા. અહીં થોડાક વિકલ્પો રહે છે જેને તે પુષ્ટ કરે છે - તેની ભાવના ભાવે છે. આ વિકલ્પો છે - સમ્યક્ દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યફ ચારિત્ર. આ છે આત્મ-સાક્ષાત્કારની બીજી ભૂમિકા. જ્યાં હજારો હજારો વિકલ્પો હતા તે છૂટી ગયા અને પછી માત્ર રહ્યા થોડાક વિકલ્પો જેના ઉપર મન રોકાઈ ગયું. આ પણ અંતિમ મંજિલ નથી. આનાથી આગળ આત્મ-સાક્ષાત્કારની ત્રીજી ભૂમિકા છે. જ્યાં શુદ્ધ આત્મદર્શન હોય છે, જ્યાં કોઈ વિકલ્પ નથી રહેતો. શેષ રહે છે માત્ર ચૈતન્ય-કેવળ ચૈતન્યનું અસ્તિત્વ. આ સ્થિતિમાં આપણે જેટલા રોકાઈએ એટલો સમય આત્મ-સાક્ષાત્કાર. જેવી આ સ્થિતિ ચલિત થાય કે આત્મ-સાક્ષાત્કારની અવસ્થા તૂટી જાય છે, ચેતનાની ઘારા ખંડિત થાય છે, શક્તિ ખંડિત થઈ જાય છે, આનંદ પણ ખંડિત થાય છે. જ્યાં ચેતના અખંડ, ત્યાં શક્તિ અખંડ અને આનંદ પણ અખંડ. જ્યારે આપણે શુદ્ધ ચૈતન્યનો અનુભવ કરીએ છીએ ત્યારે કેવળ ચૈતન્યનો અનુભવ નથી હોતો; પણ તેની સાથે સાથે આનંદ અને શક્તિની પણ અનુભૂતિ થાય છે. એ અવસ્થામાં મનની બધી દુર્બળતાઓ - ભય, ચિંતા, કલ્પનાઓ બધું એક સાથે – ૧૨૬ – – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ સમાપ્ત થઈ જાય છે. ત્યાં શક્તિનો-આનંદનો એવો અનુભવ થાય છે કે પછી કંઈ મેળવવવાનું બાકી નથી રહેતું. મનમાં કેવળ આનંદ જ રહે છે. વિષાદનું કોઈ નામનિશાન રહેતું નથી. ચૈતન્યના ચાર ગુણધર્મો છે જાણવું, જોવું, શક્તિનો અનુભવ અને આનંદનો અનુભવ. ચેતન અને અચેતન વચ્ચે એક મહત્ત્વનો ભેદ છે. અચેતનમાં અને ચેતનમાં બન્નેમાં શક્તિ છે પણ અચેતનમાં શક્તિ વિના બીજું કંઈ નથી. જ્યારે ચેતનમાં શક્તિ સિવાય જ્ઞાન, દર્શન અને આનંદ પણ છે, તેથી તો ચૈતન્યનો સાક્ષાત્કાર જ સત્યનો સાક્ષાત્કાર છે. આત્માનો સાક્ષાત્કાર Jain Educationa International For Personal and Private Use Only ૨૭ Page #144 -------------------------------------------------------------------------- ________________ અઢાર આંતરિક જાગરૂકતા ❀❀❀❀❀ જેમ રણપ્રદેશમાં મૃગજળ દેખાય છે જે સદંતર ભ્રામક હોય છે. મૃગ હોય કે માણસ તેને પાણી માની લે તો ભટકી જાય; તેમ સાધનાપથ ઉપર પણ એવાં કેટલાંક મૃગજળ આવે છે જેનાથી સાધકે સાવધ રહેવાનું છે. ધ્યાન એ સાધનાનું મહત્ત્વનું અંગ છે. પણ ધ્યાન એ નિદ્રા નથી કે તંદ્રા પણ નથી. ઘણીવાર સાધક ધ્યાનમાં બેસે અને બહારથી આપણને લાગે કે તે ધ્યાનની ધારાએ ચડ્યો છે જ્યારે વાસ્તવિક્તામાં તે ઝોકે ચડયો હોય કે મીઠી તંદ્રામાં સરક્યો હોય. બહારથી આ બન્ને અવસ્થા સમાન લાગે છે. પણ તેની આંતરિક પરિસ્થિતિમાં જમીનઆસમાનનો ભેદ છે. આ બે વચ્ચેનો ભેદ જે વિવેકપૂર્વક કરી જાણતો નથી તે ધ્યાનને નામે તેને ભળતું બીજું કંઈ લઈ આપે છે જે તેને સરવાળે ઉલમાંથી ચૂલમાં લઈ જાય છે. આજે ધ્યાનનું માર્કેટિંગ જોરશોરથી ચાલી રહ્યું છે ત્યારે આ વાત સમજવા જેવી છે. મૂળ વાત છે સ્થૂળ જગતની અને સૂક્ષ્મ જગતની. સ્થૂળ જગત આપણી આસપાસનું જગત છે. જેનાથી આપણે પરિચિત છીએ; જ્યારે સૂક્ષ્મ જગત આપણી અંદરનું જગત છે જેનાથી આપણે પૂરા પરિચિત નથી. મોટા ભાગના લોકો તો તેમના અંતર જગતથી અજ્ઞાત જ હોય રઢ મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ છે. સ્થૂળ જગત સાથે આપણો સંબંધ મુખ્યતયા ચક્ષુથી અને અન્ય ઇન્દ્રિયો દ્વારા બંધાયેલો છે. આંખ મીંચાણી અને નગરી લૂંટાણી એ કહેવત એનું અસરકારક વર્ણન કરે છે. જેવાં ચક્ષુ બંધ થયાં કે સ્થૂળ જગત સાથેના આપણા સંબંધો વિચ્છિન્ન થઈ ગયા. સૂક્ષ્મ જગત સાથેનો સંબંધ ઇન્દ્રિયો દ્વારા જોડાયેલો નથી. એમાં મુખ્યતયા મન અને પ્રાણ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઘણીવાર સાધકને ધ્યાનમાં અભૂતપૂર્વ રંગો દેખાય છે, દિવ્ય ધ્વનિ સંભળાય છે, જ્યોતિ દેખાય છે, પ્રકાશનો પૂંજ દેખાય છે, મનને તરબતર કરી નાખતી અદ્ભુત સુગંધનો અનુભવ થાય છે. આ બધી વાતો કાલ્પનિક નથી. જો સાધકે પોતે આરોપણ ન કર્યું હોય તો આ તેના સૂક્ષ્મ જગત સાથેના સંપર્કો છે. આ સૂક્ષ્મ જગત આપણી આસપાસ તેમજ દૂર દૂર સુધી ફેલાયેલું છે પણ તે આપણી ઇન્દ્રિયોની પહોંચની બહાર છે. ધ્યાનમાં વિશેષ શક્તિ જાગ્રત થતાં સાધકનો આ સૂક્ષ્મ જગત સાથે સંબંધ થઈ જાય છે. પણ આ તો બહુ પ્રાથમિક ભૂમિકા છે. રખેને અહીં અટકી જવાય તે વાતથી સાધકે સાવધાન રહેવાનું છે. આ બધો પ્રાણનો પ્રયોગ છે કે મનના વિલયનો પ્રયોગ છે. મન વિલીન થતાં કે પ્રાણધારા સુષુમ્હામાં ઊંચે ચડતાં સાધકનો સૂક્ષ્મ જગત સાથે સંબંધ સધાય છે. જે જગત તેણે ક્યારેય જોયું હોતું નથી. બસ, અહીં જ એક મોટું ભયસ્થાન રહેલું છે. આજકાલ માદક દ્રવ્યોના પ્રયોગોથી પણ એવું માનસિક જગત ઊભું થાય છે કે જ્યાં વ્યસનીને આવાં દેવતાઈ દશ્યો લાગે, સુગંધનો અનુભવ થાય, પ્રકાશ દેખાય. આ ધ્યાનની અવસ્થા નથી આ વિકાસનો માર્ગ નથી, માદક દ્રવ્યોના પ્રયોગથી જે નિષ્પત્તિ થાય છે તે ખૂબ અલ્પસમય માટે હોય છે અને નશો ઊતરતાં આ કાલ્પનિક જગત વિખરાઈ જાય છે. વળી પાછો વ્યસની નશાનું સેવન કરે છે અને ધીમે ધીમે નશાની વિષમય ચુંગાલમાં ફસાઈને માણસ તેનું જીવન બરબાદ કરી નાંખે છે. ધ્યાનથી સધાતી ઉત્કૃષ્ટ અવસ્થા અને નશાથી ઊભી થતી જધન્ય અવસ્થા બન્ને અહીં નજીક આવી જાય છે, તેથી યુવકો થાપ ખાઈ જાય છે અને લોકો છેતરાઈ જાય છે. આંતરિક ૯ જાગરૂકતા - Jain Educationa International For Personal and Private Use Only - ૧૨૯ Page #146 -------------------------------------------------------------------------- ________________ આ બધાનો ભેદ સમજવા માટે આપણે મનની જુદી જુદી અવસ્થાઓ સમજવી રહી. મનનાં પણ કેટલાંય સ્તરો છે પણ આપણે તેને બે ભાગમાં વહેંચીને વિચાર કરીએ. એક છે બાહ્યમન - જેનો ક્ષણે ક્ષણે આપણે અનુભવ કરીએ છીએ અને જેને આપણે જાગ્રત મન કહીએ છીએ. બીજું છે અંતરમન જે પડદા પાછળ રહે છે અને મોટે ભાગે સુષુપ્ત હોય છે. અંતરમનની સુપુતિને સાધનાની પરિભાષામાં મૂચ્છ કહેવામાં આવે છે. આપણી પાસે ત્રણ વિકલ્પો છે. પહેલા વિકલ્પમાં બહારથી આપણે સજાગ હોઈએ છીએ પણ અંદર-અંતરમન મૂર્છાિત હોય છે. આ છે આપણા વ્યાવહારિક જગતની પરિસ્થિતિ જેમાં આત્માના વિકાસની કોઈ વાત નથી. બીજો વિકલ્પ છે બહારનું મન મૂચ્છિત અને અંતરમન પણ મૂચ્છિત. આ પણ કોઈ ઈષ્ટ પરિસ્થિતિ નથી. એમાં ચેતના બંને સ્તરે મૂચ્છમાં છે જ્યાં આત્માના વિકાસને માટે કોઈ અવકાશ નથી. કોઈપણ માદક દ્રવ્યની અસર નીચે આ અવસ્થાનું નિર્માણ થાય છે. હાલના માનસિક તનાવના જમાનામાં દર્દશામક દવાઓ કે તનાવ શાંત કરનારાં ઔષધો કે માદક દ્રવ્યો દ્વારા આ પરિસ્થિતિ સર્જાય છે જેને ઘણા લોકો અપનાવે છે. એમાં બાહ્ય સમસ્યાઓની તાત્કાલિક વિસ્મૃતિ થવાને કારણે મન શાંત થઈ જાય છે પણ તે ઇલાજ નથી. લાંબે ગાળે અહીં ઉપચાર રોગ કરતાં પણ વધારે ખતરનાક નીવડે છે. સાધનાને અને આ બીજા વિકલ્પને તો જોજનોનું અંતર છે. - ત્રીજો વિકલ્પ છે બહારની મૂચ્છ અને અંદરની જાગૃતિ. આ સાધનાનો માર્ગ છે. આ છે આત્મવિકાસનો માર્ગ. આ માર્ગ કદાચ કપરો હશે પણ એમાં પતનનો અવકાશ નથી. દિવસમાં જો થોડોક સમય પણ આપણે આ અવસ્થાનું નિર્માણ કરી શકીએ તો આપણી શક્તિઓ વધવા લાગશે, શાંતિ આપણા ઉપર છવાવા લાગશે અને આપણી કાર્યક્ષમતા પણ ઘણી વધી જશે. ધીમે ધીમે આપણામાં પરિવર્તન ઘટિત થવા લાગે છે અને જીવન તરફનો આપણો અભિગમ બદલાઈ જાય છે. ત્યાર પછી વસ્તુ વસ્તુ તરીકે લાગે છે અને આપણું તેની સાથેનું તાદાભ્ય તૂટતાં આપણાં જીવનની ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓમાં ઘણું પરિવર્તન આવી જાય છે. આ છે આંતરિક જાગરૂક્તાનો માર્ગ. – ૧૩૦ – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ નિર્વિચાર ધ્યાન કે મૂચ્છ ? અહીં એ વાતનો ઉલ્લેખ પણ કરવો રહ્યો કે આચાર્ય પૂજ્યપાદ રાજસેન, હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય તેમજ અન્ય જૈનાચાર્યો નિર્વિચારને ધ્યાન તરીકે સ્વીકારતા નથી. જૈન સાધનાપદ્ધતિમાં અભાવાત્મક શૂન્યતાને કોઈ સ્થાન નથી. આવી અભાવાત્મક શૂન્યતા પણ મૂચ્છનું એક સ્વરૂપ જ છે અને મૂચ્છ એ તો મોહનું જ સ્વરૂપ છે. જ્યારે સાધનામાં-ધ્યાનમાં આપણે તો મોહના વિષચક્રને તોડવાનું છે. ધ્યાનની શૂન્યતાની જ્યારે વાત થાય છે ત્યારે તેને કદાચ ભાવાત્મક શૂન્યતા તરીકે ઘટાવી શકાય. એમાં બહારની શૂન્યતા, વિકલ્પની શૂન્યતા પણ ચૈતન્યની જાગરૂકતા અને તેય વળી અધિક જાગરૂક્તા. સાધનામાં સ્થળ મનને નિષ્ક્રિય કરીને અવચેતન મનને સક્રિય કરી આંતરિક જાગરૂકતા વધારવાની છે. વિકલ્પની શાંતિ થતાં અંતરમન તીવ્ર ગતિથી પોતાના ગંતવ્ય ઉપર જઈ શકે છે અને એ રીતે બહારની શૂન્યતા ગણવાની વાત હોય તો તેમાં વાંધો નથી. સાધનામાં આપણો સઘળો પ્રયત્ન અંતરમનને કામ કરવાનો અવકાશ આપવાનો છે અને તે માટે આપણે સ્થળ મનને બંધ કરવું પડે છે. આમ ત્રીજો વિકલ્પ વ્યવહારમાં સુષુપ્તિ અને અંતરચેતનાની જાગૃતિ એ અધ્યાત્મનો માર્ગ છે - એ આત્મવિકાસનો માર્ગ છે. જૈનદર્શનનો એક મહત્ત્વનો સિદ્ધાંત છે કે જીવ પરિણામી છે. પ્રત્યેક ક્ષણે ચેતનાનું વિવિધ રૂપે પરિણમન થતું રહે છે. ચેતના જ્યારે શુદ્ધરૂપે હોય ત્યારે તે કેવળ આત્મા છે. દ્રવ્ય આત્મા છે. જેવું જીવમાં પરિણમન થયું કે પર્યાય બદલાયા; પછી ભલેને તે સારા હોય કે નરસા હોય, તેથી જૈન યોગમાં ધ્યાનની ખૂબ મહત્તા છે. જેનું ધ્યાન એવું પરિણમન. મનમાં જેવી ધારણા કે ભાવના તેવું પરિણમન; તેથી સંકલ્પ ખૂબ મહત્ત્વનો છે. સંકલ્પ થતાં પરિણમનની પ્રક્રિયા શરૂ થાય છે અને શક્તિનો સંચાર થાય છે. જીવ જેવો ભાવ કરે એવું તેનું પરિણમન થાય. જો આપણો ભાવ રુષ્ણ હશે તો આપણે ઉત્તરોત્તર માંદા થતા જઈશું. જેવો ભાવ થયો કે ચેતના સક્રિય થાય છે અને શરીરની ઊર્જા એ બાજુ વહેવા લાગે છે. આંતરિક જાગરૂકતા ૧૩૧ – Jain Educationa International For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ પરિણામે એ ભાવ ઉત્તરોત્તર પુષ્ટ થઈને સાકાર થતો જાય છે. એ જ રીતે આપણે કોઈ પ્રબળ સંકલ્પ કરીશું તો ચેતનાનું પરિણમન એની પૂર્તિ માટે થવા લાગશે. સંકલ્પસિદ્ધિ એ કંઈ હવે માન્યતાનો વિષય નથી. એ સંપૂર્ણ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. મનોવિજ્ઞાન તો તેનું સવિશેષ સમર્થન કરે છે. સંકલ્પ દઢ થતાં તુરત જ આપણામાં શક્તિનો સંચાર થવા લાગે છે જે પ્રબળ પ્રકંપનો પેદા કરે છે. આ પ્રકંપનોની અસર આપણા ઉપર તો થાય છે પણ અન્ય ઉપર પણ તેની અસર પડે છે. આપણા માન્યામાં પણ ન આવે એવાં પરિણામો સંકલ્પના બળથી હાંસલ થઈ શકે છે. સંકલ્પમાં અનર્ગળ શક્તિ છે પણ તે માટેની શરત એટલી કે તે પ્રબળ હોવો જોઈએ અને પુનરાવર્તનથી પ્રબળ થયેલો હોવો જોઈએ. જ્યારે આપણે ભાવવિહીન અવસ્થામાં કેવળ શુદ્ધ ચેતનાના રૂપમાં હોઈએ છીએ ત્યારે આપણે અસ્તિત્વમાં હોઈએ છીએ - જે સત્ છે. પરંતુ ચેતનામાં જેવો ભાવનો સંચાર થયો કે આપણું પરિણમન શરૂ થઈ ગયું. આ ભાવ પછી ભલે સારો હોય કે નરસો હોય. આપણે ચેતનાના ઊંડાણમાં ઊતરીએ કે ત્યાંથી પાછા ફરીએ, ગમે તે કરીએ, ચેતનામાં તત્કાળ પરિણમન તો થતું જ રહેવાનું. જ્ઞાન, દર્શન, ચારિત્ર એવા ભાવો પણ ચેતનાના પરિણમનથી જ અસ્તિત્વમાં આવે છે. એ જ રીતે કષાયોક્રોધ, માન, માયા, લોભ ઇત્યાદિ પણ જીવનમાં પોતાનાં જ પરિણમન છે. આ પરિણમનને દર્શાવવા માટે પારિભાષિક શબ્દ છે - પર્યાય. મૂળ સ્વરૂપે તો આત્મા જ છે જેનું અસ્તિત્વ અવિરત રહે છે પણ ક્ષણે ક્ષણે બદલાતા ભાવો સાથે તેનું પરિણમન થતું રહે છે. તેના સ્વરૂપમાં પરિવર્તન થતું રહે છે. જ્યારે ચેતના કેવળ શુદ્ધ સ્વરૂપે રહે ત્યારે તે ફક્ત દ્રવ્યાત્મા છે. તે જ અસ્તિત્વ છે. આત્મા જ્યારે પોતાના સ્વભાવમાં રહે છે ત્યારે તે સચિદાનંદ સ્વરૂપે વિલસે છે. પણ જેવું પરભાવમાં પરિણમન થાય છે કે તેનું આનંદસ્વરૂપ ખંડિત થાય છે. પરભાવમાં રમણતા એ આત્માની વિભાવ અવસ્થા છે. ધર્મ એ કે જે સ્વભાવમાં આવવાનો બોધ આપે. વિભાવમાંથી સ્વભાવ આવવા માટેનો માર્ગ તે સાધનાપથ. ધારણા, ધ્યાન, સમાધિ એ બધાં સાધનાપથ ઉપરનાં અંતિમ ચરણો છે. – ૧૩ર. – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ કેટલાક તત્ત્વજ્ઞોએ આત્માને અપરિણામી માન્યો છે; તો વળી કેટલાકે તેને પરિણામી ગણ્યો છે. આપણે કઈ રીતે વિષયને ગ્રહણ કરીએ છીએ તેના ઉપર નિરૂપણનો આધાર છે. આ દેખીતો ભેદ વધારે તો દૈષ્ટિકોણનો ભેદ છે. આપણી ચેતનાની વિધ વિધ ભાવે થતી પરિણતિથી તો આપણે શાત છીએ અને તેનો એક કે બીજા સ્વરૂપે સ્વીકાર પણ કરીએ છીએ. પછી પ્રશ્ન તો એટલો જ રહે છે કે આપણે આ પરિણમનને કેવી રીતે ઘટાવીએ છીએ અને શેમાં ઘટાવીએ છીએ. જૈનાચાર્યોએ મુક્તિનું નિષેધાત્મક સ્વરૂપ નથી સ્વીકાર્યું. તેમને મતે મોક્ષ એ બિલકુલ વિધાયક અવસ્થા છે. ઘણા લોકો મોક્ષને મોટે ભાગે ભૌગોલિક રીતે ઘટાવે છે. તેથી મોક્ષે જવું એવો શબ્દપ્રયોગ થાય છે. પણ તત્ત્વજ્ઞો તો મોક્ષને એક અવસ્થા ગણે છે તેથી મોક્ષ થવો એ શબ્દપ્રયોગ વધારે યથાર્થ ઠરે છે. ત્યાર પછી ભૌગોલિક સ્થાનની બાબત હોય તો પણ તે ગૌણ બની જાય છે. જીવ કર્મનાં બંધનોથી જકડાયેલો છે અને પરિણામે તે ભવભ્રમણ કર્યા કરે છે. કર્મનાં બંધનોમાંથી મુક્તિ એટલે ભવભ્રમણનો અંત અને એ જ મોક્ષ. આચાર્ય હરિભદ્ર સૂરિ તો કષાય મુક્તિને જ મોક્ષ ગણે છે. કારણ કે કર્મ બંધનું બીજ કષાયોમાં રહેલું છે. જૈન મતે મોક્ષની અવસ્થા એ કંઈ દીપના નિર્વાણ જેવી નથી. તેમના મત પ્રમાણે તો આત્માની અનંત શક્તિઓનો આવિર્ભાવ મોક્ષ સાથે જ ઘટે છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય (ઉત્સાહ) અને અનંત આનંદ (અવ્યાબાધ સુખ) મોક્ષની અંતર્ગત છે. એને અનંત ચતુષ્ટયીનો આવિર્ભાવ કહેવામાં આવે છે. જૈન તત્ત્વજ્ઞોએ આત્માનું અલગ અસ્તિત્વ માન્યું છે અને તે સ્થાપિત કરી બતાવ્યું છે. તેથી તો મોક્ષનું સ્વરૂપ પૂર્ણતયા વિધાયક બની રહે છે. આમ, જૈનદર્શન અન્ય દર્શનો .કરતાં વિશિષ્ટ રહ્યું છે અને તેની તત્ત્વવિચારસરણી તર્કબદ્ધ લાગે છે અને વિજ્ઞાનની નવી નવી શોધોનું તેને સમર્થન પણ મળ્યું છે. આંતરિક જાગરૂકતા Jain Educationa International For Personal and Private Use Only ૧૩૩– Page #150 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસ સામાયિક સમાધિ છે / જૈન તત્ત્વધારામાં સામાયિક બહુ મહત્ત્વના સ્થાને રહેલું છે. સામાયિક સાધના પણ છે, અને સાધ્ય પણ છે - તેથી તેને સામાયિક સમાધિ તરીકે ઓળખવામાં આવે છે. જૈન સાધનામાં જો કોઈનું સૌથી વધારે મૂલ્ય આંકવાનું હોય તો તે સામાયિકનું જ આંકવું પડે. સાધનાપથ ઉપરનું તે પ્રથમ ચરણ છે; તો તે પથ ઉ૫૨નું અંતિમ ચરણ પણ છે. સામાયિકને જે સિદ્ધ કરી શકે તેને કૃતકૃત્ય ગણી શકાય. સામાયિક એટલે સમતાની અવસ્થા. સુખમાં-દુઃખમાં, જીવનમાં-મૃત્યુમાં, માનમાં-અપમાનમાં એમ જીવનની હરકોઈ અવસ્થામાં સમતા બની રહે તો તે સામાયિકની જ અવસ્થા ગણાય. જીવનમાં પ્રત્યેક પળે આપણામાં જુદા જુદા આવેગોના ઉછાળા આવતા હોય છે અને ઘણે ભાગે આપણે તેને એક કે બીજી રીતે આધીન થતા હોઈએ છીએ. સમતાને જ્ઞાનીઓએ યોગ કહ્યો છે. સામાયિક એવો યોગ છે કે જેની પરિણતિ સમાધિમાં થઈ શકે છે. સામાયિકની સમાધિની જેને ઉપલબ્ધિ થઈ ગઈ તેને પછી ઝાઝું કરવાનું રહેતું નથી. તેની આગળનો માર્ગ તો આપોઆપ થતો જ રહે છે. જો આપણે અંતરમાં ડૂબકી મારીને જોઈશું તો લાગ્યા વિના નહીં રહે કે આપણી પ્રત્યેક પળ વિષમતાની છે. જગતની પ્રત્યેક વસ્તુ આપણને ૧૩૪ મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ચલાયમાન કરી શકે છે. આપણી નજીકની કે દૂરની વ્યક્તિઓના વિચાર-વાણી અને વર્તનથી પણ આપણે હરપળે ક્ષુબ્ધ થઈ જઈએ છીએ. આપણી પ્રત્યેક ક્રિયા આ સુબ્ધતામાંથી જ જન્મે છે. ને આપણું સમગ્ર જીવન મોટે ભાગે સંતુલન વગરના રમકડાની જેમ ગબડતું રહે છે જે કયારેય સ્થિર રહી શકતું નથી. આપણે કદીય સ્થિરતાનો સ્વાદ માણ્યો નથી, કયારેય સાચી શાંતિની ક્ષણ પણ અનુભવી નથી. વાસ્તવિક્તામાં તો અસ્થિરતા એટલી તો આપણે કોઠે પડી ગઈ છે, કે મન-વચન કે કાયાથી આપણે ક્ષણવાર માટે સ્થિર રહી શકતા નથી. અનાયાસે જો આવી ક્ષણ મળી જાય તો આપણે તેને જાણે જીરવી શકતા નથી અને જ્યારે તે અસ્થિર બની જાય ત્યારે જ આપણને જંપ વળે છે. આટલી અશાંતિ અને આટલી અસ્થિરતા રાખવા છતાંય આપણને હરપળે લાગ્યા જ કરે છે કે કયાંક કંઈ ખૂટે છે અને તેની પૂર્તિ માટે વળી પાછા વધારે અશાંત અને અસ્થિર થઈ જઈએ છીએ. બીજી રીતે કહીએ તો આપણને જાણે આપણી સાથે જ નથી ફાવતું. એક વખત પણ જો આપણે સાચી સમ્યફ અવસ્થા - સામાયિકને પ્રાપ્ત કરી લઈએ તો પછી આપણા જીવનની દિશા બદલાઈ જાય. સામાયિકની પ્રાપ્તિ વિના જીવન અપૂર્ણ લાગે. જીવનમાં જે વિષમતા છે તેના સર્જક આપણે જ છીએ અને તેથી તેના પ્રતિપક્ષે સમતા સાધવી હોય તો પણ આપણે જ કદમ ઉઠાવવો પડશે. આપણે દેવપૂજા, અર્ચન, તપ-તપશ્ચર્યા બધું કરતા હોઈએ પણ જો આપણામાં ક્રોધ, અભિમાન, કપટ, માયા, મોહ બધા એવા ને એવાં જાગતાં રહ્યાં હોય તો અવશ્ય માની લેવું કે આપણે સાધનાપથ ઉપર સહેજ પણ આગળ વધી શકયા નથી અને લંગર નાખેલી હોડીની જેમ આખી રાત હલેસાં મારવા છતાંય આપણે ઠેરના ઠેર જ રહ્યા છીએ. જો એક જ શબ્દમાં કહેવું હોય તો કહેવું પડે કે કષાયો પાતળા પડ્યા ન હોય, તે ઓછા ન થયા હોય, તેનું ઉપશમન પણ ન થયું હોય તો આપણી સાધના વિફલ ગઈ છે. કષાયો ઓછા થવામાં, પાતળા પડવામાં, શાંત થવામાં જ સામાયિકની નિષ્પત્તિ છે. સામાયિક માટે સાધક સાવદ્ય યોગ એટલે પાપકારી પ્રવૃત્તિત્યાગની પ્રતિજ્ઞા લે છે. આચાર્ય મલયગિરિના સામાયિક સમાધિ ૧૩૫– Jain Educationa International For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ M મતે તો જે-જે પ્રવૃત્તિના મૂળમાં ક્રોધ, અભિમાન, માયા, મોહ વગેરે કષાયો હોય તે બધી પ્રવૃતિઓ સાવદ્ય છે - પાપકારી છે. જેમ ત્રાજવાનાં બન્ને પલ્લાં સરખાં હોય – દાંડી ક્યાંય નીચે-ઉપર ન હોય તેમ આપણી પ્રવૃત્તિમાં કાંય વિકૃતિ ન હોય, ક્યાંય રાગ-દ્વેષની પરિણતિ ન હોય ત્યારે સમતા સધાય છે અને ત્યારે જ સામાયિક થયું ગણાય. સામાયિકમાં દરેક પ્રાણી પ્રતિ સમભાવ તો હોય જ પણ પ્રત્યેક પરિસ્થિતિમાં પણ સમતા બની રહેવી જોઈએ. લાભ-અલાભ, સુખ-દુ:ખ, જીવન-મૃત્યુ, નિંદા-પ્રશંસા, માન-અપમાન આ બધાં દ્વન્દ્વોથી સામાયિકનો સાધક પર હોય કે એ બધી અવસ્થામાં તે સમ હોય - તેનું મન વિષમતા પ્રાપ્ત કરે નહિ. પ્રશ્ન થાય કે શું આવી વિષમ પરિસ્થિતિમાં સમતા રહી શકે ખરી ? કે પછી આવા સમભાવની વાતો માત્ર આદર્શની જ વાતો છે ? સ્વાભાવિક છે કે સુખ મળતાં અંતર આનંદથી ઊભરાઈ જાય અને તેનું પ્રતિબિંબ મુખ ઉપર અછતું ન રહે. એ જ રીતે દુ:ખના સંજોગોમાં મુખની આભા ઝંખવાઈ જાય, આંખોના ભાવ ફરી જાય. ભિન્ન-ભિન્ન સંજોગોના મનુષ્યના મન ઉપર પ્રભાવ અવશ્ય પડે છે અને તેની અસર શરીર ઉ૫ર વર્તાયા વિના રહેતી નથી. ભગવાન મહાવીર અનેક અનુકૂળ અને ભયંકર પ્રતિકૂળ સંજોગોમાં સ્થિર રહ્યા હતા અને તેમની ક્ષમતામાં કયાંય વિક્ષેપ પડ્યો ન હતો તેનું કારણ તેમની વિકલ્પ ચેતના નષ્ટ થઈ ગઈ હતી. સુખ-દુ:ખ, અનુકૂળ-પ્રતિકૂળ ઇત્યાદિ દ્વન્દ્વોની ઉપસ્થિતિની આપણા તન-મન ઉપર અસર પાડનાર વિકલ્પ ચેતના છે. જેણે વિલ્પ ચેતના સમાપ્ત કરી નાખી હોય, તેના ઉપર વિજય પ્રાપ્ત કર્યો હોય, તે ગમે તેવા બાહ્ય સંજોગો વચ્ચે સ્થિર રહી શકે છે. બહારની પરિસ્થિતિને પકડનાર વિકલ્પ ચેતના છે. ભગવાન મહાવીર ઉપર ઉપસર્ગો આવ્યા ત્યારે તે નિર્વિકલ્પ અવસ્થામાં જ હતા તેથી બહાર જે ઘટનાઓ ઘટિત થતી તેની તેમની અંદર કોઈ અસર પડતી ન હતી. સમતા અને નિર્વિલ્પ અવસ્થા એ બંને પરસ્પર જોડાયેલી છે. જ્યાં સુધી મન વિક્લ્પ રહિત ન થાય, મન ખાલી ન થઈ જાય ત્યાં સુધી સમતાની સ્થિતિ ઘટિત થશે નહિ. જ્યાં સુધી વિકલ્પ ચેતના હશે ત્યાં સુધી તે રાગ-દ્વેષ આદિ દ્વન્દ્વોને ૧૩૬ મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ પકડી લેશે. મન જ્યારે નિર્વિકલ્પ હશે ત્યારે તે સામાયિક સમાધિ પ્રાપ્ત કરી શકશે. જો આપણે મનનું નિરીક્ષણ કરીશું તો લાગશે કે વિકલ્પ અને અશાંતિ સાથે સાથે ઉત્પન્ન થાય છે. વિકલ્પો વધતાં અશાંતિ વધશે. વિકલ્પો ઘટતાં અશાંતિ ઓછી થશે. શાંતિ પ્રાપ્ત કરવી હોય તો વિકલ્પોને મિટાવવા પડશે. મનને વિકલ્પ રહિત કરવા માટે, મનને ખાલી કરવા માટે આપણે મનને પણ સમજવું પડશે. સુખ અને દુઃખ, રાગ-દ્વેષ ઇત્યાદિ વાસ્તવમાં શું છે? સુખ અને દુઃખ મૂળમાં તો એક પ્રકારનાં પ્રકંપનો છે – જે મન પકડે છે. કોઈ વસ્તુની ક્ષમતા નથી કે તે પોતાની મેળે આપણને સુખ કે દુઃખ આપી શકે. પણ વસ્તુનો સ્પર્શ થતાં, વિચાર આવતાં આપણામાં પ્રકંપન થાય છે જે સુખ-દુઃખ ઈત્યાદિની અનુભૂતિ કરાવે છે. વસ્તુમાત્ર પ્રકંપન પેદા કરે છે અને તેની સાથે આપણું ધ્યાન જોડાય છે. આ બંનેનો યોગ થાય છે ત્યારે જ સુખ-દુઃખનો અનુભવ થાય છે. જો કોઈ રીતે આ બન્નેનો યોગ ન થવા દઈએ તો સુખ કે દુઃખની આપણને લાગણી ન થાય. પ્રકંપન થવા માટે વસ્તુનું અસ્તિત્વ જરૂરી જ હોય તેમ નથી. કલ્પનાથી-વિચારથી પણ પ્રકંપન પેદા થઈ શકે છે. હાલ તો વિજ્ઞાન યાંત્રિક પદ્ધતિથી પ્રકંપનો પેદા કરે છે અને પ્રાણીઓ ઉપર તેના પ્રયોગો કરી સુખ-દુઃખની માત્રા માપે છે. ઘણીવાર તો પ્રસંગ કરતાં પ્રસંગની-ઘટનાની કલ્પના પણ વધારે પ્રકંપનો પેદા કરે છે જે સુખ-દુઃખની અનુભૂતિ કરાવે છે. તેથી તો માણસ અતીતનાં સ્મરણો કે ભાવિની કલ્પનામાં રાચે છે. જો વર્તમાનમાં એવાં પ્રકંપનો પેદા કરવાની તાકાત ન હોય તો માણસ સ્મૃતિ અને કલ્પનાને સહારે પણ સુખનાં પ્રકંપનો અજાણતાં પેદા કરી લે છે અને માણે છે. આમ જોઈએ તો આપણું સમસ્ત જીવન પ્રકંપનોનું જીવન છે. મુખ્ય વાત છે પ્રકંપન પેદા થવાની અને એની સાથે આપણું ધ્યાન જોડાવાની. સામાયિકનો અર્થ છે પ્રકંપનો સમાપ્ત કરવાનો. પ્રકંપનોને બંધ કરી દેવાં, ઉત્પન્ન ન થવા દેવાં એ જ સમભાવ છે - એ જ સંવર છે. સાધનામાં સંવર અને નિર્જરા બે મહત્ત્વનાં અંગ છે. સંવરમાં પ્રકંપનોને રોકવાનાં છે, જ્યારે નિર્જરા પ્રકંપનની પ્રક્રિયા છે. નિર્જરામાં શક્તિશાળી પ્રકંપનો દ્વારા અનિચ્છનીય પ્રકંપનોના સામાયિક સમાધિ ૧૩૭ – Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ પુરાણા સંગ્રહને ખાલી કરવાનો હોય છે. તેથી તો નિર્જરા માટે ઘણીવાર ‘વિધુનનમ્” શબ્દ વપરાય છે. જેમ પંખી પાંખો ફફડાવીને તેના ઉપર લાગેલી ધૂળ ખંખેરી કાઢે છે તેમ જીવ અનુકૂળ પ્રકંપનો પેદા કરી કર્મની રજને ખંખેરી કાઢે છે, જ્યારે સામાયિક સંવરની પ્રક્રિયા છે. એમાં પ્રકંપનોને રોકવાનાં હોય છે. શાંત કરવાનાં હોય છે. મન જેવું સમભાવમાં આવી જાય કે પ્રકંપન બંધ થઈ જાય છે. પ્રકંપન પેદા થતાં અટકી જાય છે. સામાયિક સમાધિ પ્રકંપનો રોકવાની પ્રક્રિયા છે. સામાયિક સધાતાં બહારની કોઈ પણ પરિસ્થિતિ મનને વિષુબ્ધ કરી શકતી નથી. સામાયિક માટે ત્રણ વાતો જરૂરી છે : એક છે મનની શિથિલતામનને વિકલ્પોથી ખાલી કરવાનું. બીજી વાત છે શરીરની શિથિલતાનીશરીરને તનાવોથી મુક્ત કરવાની. ત્રીજી વાત છે પ્રકંપનોના અગ્રહણની. શરીરની ચંચળતા પ્રકંપનોનું મૂળ કારણ છે. આમ જોઈએ તો મન-વચન અને કાયાના ત્રણ યોગ ગણાય છે, પણ તે તો સમજવાની કે સાધનાની સરળતા માટે. વાસ્તવિકતામાં કાયયોગ જ મહત્ત્વનો છે. બીજા બે મનોયોગ અને વચનયોગ એ બંને કાયયોગની અંતર્ગત આવી જાય છે. કાયાના યોગ વિના બીજા બે યોગોનું અસ્તિત્વ ન રહી શકે. પ્રવૃત્તિ માત્રમાં ત્રણ વાત અંતર્ગત રહેલી છે. કંઈ લેવાનું, તેનું પરિણમન કરવાનું અને પછી વિસર્જન કરવાનું. આ ત્રણે કાર્ય આપણે શરીર દ્વારા જ કરીએ છીએ. કાયા દ્વારા આપણે મનને યોગ્ય પરમાણુઓ ગ્રહણ કરીએ છીએ. તેનું મન સ્વરૂપે પરિણમન કરીએ છીએ અને પછી તેને છોડી દઈએ છીએ. આ જ પ્રક્રિયા વચનયોગમાં પણ થાય છે. શરીર મૂળભૂત વસ્તુ છે. શરીરની ચંચળતા ન રહે તો બધું ઠીક થઈ જાય. તેથી સામાયિક સમાધિમાં શરીરની સ્થિરતા ખૂબ મહત્ત્વની છે. શરીર જેટલું સ્થિર અને શાંત હશે એટલી સામાયિક સમાધિ વધારે સધાશે. શરીર ચંચળ હશે તો કાંઈ જ નહીં સધાય. સામાયિકમાં શરીર સ્થિર અને મન ખાલી હોવું જોઈએ. આ બંને પછીનું પગલું છે પ્રકંપનોના અગ્રહણનું. આ ત્રણેય સધાય એટલે સામાયિક સમાધિની નિષ્પત્તિ થાય. - સમતાની પ્રાપ્તિ જાણકારીથી થતી નથી. તે માટે ક્રિયા કરવી પડે, જેમ જેમ મહાવરો વધતો જાય તેમ તેમ સમતા સધાતી જાય. કોઈ પણ વસ્તુની સિદ્ધિ માટે આચાર્યોએ ત્રણ ઉપાયો બતાવ્યા છે - ક્રિયા, મંત્ર – ૧૩૮ – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ અને ઔષધ, ક્રિયા એટલે એકાગ્રતા અને સ્થિરતાપૂર્વક થતી ક્રિયા. આ માટે નિયમિત પ્રેકિટસ કરવી પડે અને લાંબો સમય સ્થિરતા રાખવી પડે. ઉત્તરોત્તર સામાયિકનો સમય વધારતાં વધારતાં રોજના ત્રણ કલાક સુધી જવાથી સમતાની સિદ્ધિ થઈ શકે છે. ત્રણ કલાક સુધી સ્વભાવમાં એકાગ્ર થઈ સામાયિક કરવામાં આવે તો તે સિદ્ધ થાય. આમ તો આ પ્રક્રિયા કઠિન લાગે છે. પણ સમતાની પ્રાપ્તિ જેવી તેવી વાત નથી. સમતા પ્રાપ્ત કરવી હોય તો આ પ્રક્રિયા કરવી જ રહે, આ જ રીતે મંત્ર દ્વારા પણ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. મંત્રની સિદ્ધિ માટે પુનરાવર્તન-રટણ અને લાંબા સમય સુધીની આરાધના આવશ્યક છે. એ જ રીતે ઔષધો વનસ્પતિના સેવનનાં પણ ચમત્કારિક પરિણામો આવે છે પણ મૂળ વાત છે યોગ્ય જાણકારીની અને પછી તેના સતત અભ્યાસની-પ્રેકિટસની. મોટી સિદ્ધિ માટે પણ શરૂઆત નાની કરવી પડે છે. પછી ક્રમે ક્રમે તેમાં આગળ વધતા જવાય. નિર્વિકલ્પ થવા માટે સમતા સાધવા માટે શરૂઆત તો નાની કરવી રહી. શરૂમાં બે ત્રણ મિનિટ માટે પણ નિર્વિકલ્પ રહી શકીએ તો પણ ઘણું. પછી સમયની મર્યાદા વધારી શકાય. જેમ જેમ અભ્યાસ વધતો જશે તેમ તેમ મન ખાલી થવા માંડશે અને શાંતિનો અનુભવ થવા લાગશે. પછી કોઈ પણ પરિસ્થિતિની આપણા ઉપર એવી અસર નહિ પડે કે જે આપણને વિચલિત કરી નાંખે. પછી કોઈપણ ઘટનાની તાકાત નથી કે જે આપણને ક્ષુબ્ધ કરી શકે. પ્રાણાયામમાં કુંભક કરીને પણ આ સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. અભ્યાસ વધતાં આ ક્રિયા સહજ થઈ શકે છે અને પછી તો ઊઠતાં-બેસતાં જીવનની પ્રત્યેક ક્રિયા વખતે પણ સ્વસ્થતા રાખી શકાય છે અને સમતા બની રહે. સામાયિક સમાધિ - સામાયિકની સાધના શાંતિની સાધના છે. એ કષાયમુક્તિની સાધના છે. સામાયિકની સિદ્ધિ માટે મનને ખાલી કરવાની વાત મુખ્ય છે. એ માટે શરીરને શિથિલ કરવું રહ્યું. શ્વાસ રોકીને કુંભક કરીને મનને ખાલી કરી શકાય છે. આ પ્રક્રિયા વારંવાર કરવી જોઈએ. અભ્યાસ વધતાં એવી અવસ્થાનું નિર્માણ થવા લાગશે કે ત્યાં પછી મન કોઈ પ્રકંપન નહિ ઝીલે. પ્રકંપનોનાં માર્ગ બંધ થઈ જતાં સામાયિક સહજ સિદ્ધ થઈ જાય છે. Jain Educationa International For Personal and Private Use Only w ૧૩૯ Page #156 -------------------------------------------------------------------------- ________________ (વીસ) વિનયસમાધિ વિહ છે ? ધર્મનાં રહસ્યો સૂત્રોમાં ગુંથાયેલાં હોય છે. ધર્મના સામાન્ય આચારવ્યવહારને સમજવો હોય તો ક્યાંય, કંઈ કઠણાઈ નથી પણ જ્યારે ધર્મના હાર્દને પામવું હોય ત્યારે તેનાં સૂત્રોને સમજવાં પડે અને તેનાં ઊંડાણમાં જવું પડે. આવી સમજણને અભાવે ઘણીવાર ધર્મ વિષે ભ્રામક માન્યતાઓ પ્રવર્તે છે. ભગવાન મહાવીરે પોતે ધર્મ વિષે બહુ જ ઓછાં કથનો કહેલાં છે. તેમણે જે કંઈ કહ્યું છે તે ઉપરથી સરળ લાગતું હોય છે પણ તે ખૂબ ઊંડાણવાળું હોય છે. જો ઉપર ઉપરથી જોઈએ તો ધર્મના મર્મને ચૂકી જવાય. ભગવાન મહાવીરે એક જગ્યાએ કહ્યું છે કે “ઇંગિયાગાર સપને' એટલે ઈંગિત અને આકારમાં સંપન્ન બનો. આ સૂત્ર ઘણું માર્મિક છે. એનો અર્થ છે કે જે કહેવામાં આવે છે એટલી જ વાતને ન પકડો પણ તેના આકારને, તેના સૂચનને પકડો. વસ્તુને કહેવાની રીત, તેનો ઈશારો ઘણો મહત્ત્વનો છે. શબ્દ કરતાં ધ્વનિનું ઘણું મહત્ત્વ છે. આટલા બે શબ્દોમાં ભગવાને વિનયનો મહિમા દર્શાવ્યો. વિનય એ કંઈ વ્યવહાર નથી. આપણે તો વિનયને વાણીના વ્યાપાર કે બહુ થાય તો થોડાક વંદનથી આગળ સમજ્યા જ નથી. વિનય અંદરથી ખાલી થયા વિના આવે નહિ. ભરેલા પાત્રમાં વધારે જળ સમાઈ શકે નહિ. આપણું – ૧૦. – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ છીએ કે આપણ થાય. અયોથી ખાલી અંતર તો અહંથી ભરેલું છે. તેમાં તસુએ જગા નથી - પછી વિનય ક્યાંથી આવે ? વિનય એ આંતરિક બાબત છે. વિનય કોઈના પ્રત્યે ન હોય; વિનયપૂર્વકનો વ્યવહાર કોઈના પ્રતિ હોય. આવા વ્યવહારમાં વિનય અંદર હોય પણ ખરો અને ન પણ હોય. વિનયની નિષ્પત્તિ એ આંતરિક નિષ્પત્તિ છે. આમ જોઈએ તો મોટેભાગે આપણે વિનયને પૂરેપૂરો સમજ્યા જ નથી. વિનયની પ્રક્રિયા રેચનની પ્રક્રિયા છે. વિવેક તો વિનયની અંતર્ગત આવી જ જાય છે. જ્યારે અંતર કષાયોથી ખાલી થઈ જાય ત્યારે વિનયની અવસ્થાનું નિર્માણ થાય. આપણે “અહં થી એટલા તો ભરાઈ ગયા છીએ કે આપણી અંદર “અહ” સિવાય બીજું કંઈ જ નથી. આપણી પ્રત્યેક ક્રિયા, વાસ્તવિક્તામાં અહંમાંથી જ જન્મે છે. આપણો વ્યવહાર અહંની પ્રક્રિયા કે પ્રતિક્રિયા સિવાય બીજું કંઈ જ નથી. આ અહંની આડે આપણે સત્યને કયારેય જોઈ શકતા નથી અને ઓળખી શકતા નથી. અહંનો પડદો ઉઠાવ્યા વિના સત્યનું દર્શન થઈ શકે નહિ. ઝેન સંપ્રદાય અને એવા બીજા કેટલાય સંપ્રદાયોમાં સાધકને સ્વીકારતાં પહેલાં તેના “અહીની ખાસ કસોટી કરી જોવામાં આવે છે. અહં જો પુષ્ટ હોય તો તેને સંપ્રદાયમાં લેવામાં આવતો નથી. અને ચકાસવા માટે ગુરુ કેટલાક અવનવા નુસખાઓ અજમાવે છે જે આપણા સમજવામાં આવે નહિ. ઉપર ઉપરથી તો આપણને આ નુસખા અર્થવિહીન લાગે. સાધકનું અપમાન કરવામાં આવે, તેને ઉતારી પાડવામાં આવે, કંઈ અશકય કરી લાવવાનું કહેવામાં આવે. ઘણીવાર તો ગુરુ સાધકને પટકી નાખે. આપણે ત્યાં નાગાબાવાઓમાં પણ આવી કેટલી રીતરસમો પ્રચલિત છે. અહંની દીવાલ પાડ્યા વિના નવસર્જન થઈ શકે નહિએવી પ્રબળ માન્યતા આ સંપ્રદાયોમાં હોય છે. બહારથી આપણને લાગે કે આવા તો ગુરુ હોય ? આવી તે શિક્ષા હોય ? પણ સાધનાનો પથ કપરો હોય છે. એના પહેલા ચરણમાં અહં પડ્યો નહિ અને અંદર તેનાં બીજ રહી ગયાં તો પછી આગળ ઉપર સાધક પડવાનો. ઘણીવાર મહાપુરુષોના પતનમાં અંદર રહી ગયેલો અહંનો કણિયો જ મોટો ભાગ વિનયસમાધિ ૧૪૧ - Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ભજવે છે. પણ હવે એવા ગુરુઓ અને એવા શિષ્યો બન્ને મળવા મુશ્કેલ છે અને એટલે એવું જ્ઞાન પણ આજે દોહ્યલું થઈ ગયું છે. વિનયનો વાસ્તવિક અર્થ છે પોતાને પોતાનાથી ખાલી કરી નાખવાનો. અહંથી મુક્ત થઈ જવાનું. જે અહંથી મુક્ત થઈ જાય છે તેને પછી પોતાના સ્વરૂપનું અનુસંધાન થઈ જાય છે. તેથી તો વિનયને સમાધિની સમકક્ષ ગણવામાં આવે છે. વિનયસમાધિ પ્રાપ્ત કરવા માટેની ચાર પૂર્વ શરતો છે. ગુરુના અનુશાસનને સાંભળવું. ગુરુ જે કહેતા હોય તેનો સ્વીકાર કરવો. ગુરુના વચનની આરાધના કરવી - તેનું પાલન કરવું. પોતાના મનને આગ્રહથી મુક્ત રાખવું. આ પ્રત્યેક શરત એકબીજા સાથે સંકળાયેલી છે. જે ગુરુની વાત ધ્યાનથી સાંભળતો નથી તે તેનો સ્વીકાર કેવી રીતે કરી શકવાનો? સાંભળવાની પણ એક ક્ષમતા હોય છે. જરા વિચારી જોઈએ તો લાગશે કે આપણે ભાગ્યે જ પૂર્ણ રીતે કંઈ સાંભળીએ છીએ. શબ્દ કાને પડ્યો ન પડ્યો ત્યાં તો તેની પ્રતિક્રિયા શરૂ થઈ જાય છે. સંપૂર્ણ શાંતિથી ચિત્ત દઈને આપણે કોઈની વાત સાંભળતા નથી. સાંભળવું એ પણ એક કળા છે; પણ એમાંય સાધનાપથ ઉપર તો સાંભળવું-શ્રવણ કરવું ખૂબ મહત્ત્વનું છે. શબ્દ-ઉચ્ચારણ, અર્થસૂચન એ બધા સાથે શ્રવણ કરવું જોઈએ. આવી રીતે જે શ્રવણ થાય તેને સમ્યગ્ શ્રવણ કહેવામાં આવે છે. જેને સમ્યગ્ રીતે શ્રવણ કરતાં આવડે તે જાણે પહેલો ઢાળ સફળતાપૂર્વક ચડી ગયો. ત્યાર પછીનો તેનો માર્ગ ઘણો સફળ થઈ જાય છે. આપણે તો ખરેખર કોઈને સાંભળવા જ માગતા નથી. આ આપણી પહેલી અસમાધિ છે. પછીની વાત છે સાંભળેલી વાતનો સ્વીકાર કરવાની. ગુરુની વાતના મર્મ ઉ૫૨ વિચાર કરીને તેનો સ્વીકાર તો કરવો જ રહ્યો. જેણે ગુરુની વાત સાંભળી, પણ સ્વીકારી નહિ તે તો ઔષધ જાણવા છતાંય તેનું સેવન ન કર્યા જેવી વાત થઈ. ગુરુનું વચન સાંભળ્યું, તેનો સ્વીકાર પણ કર્યો; પણ તેનું પાલન કરવા તત્પર ન રહ્યા તો ઇષ્ટ પરિણામ તો ન જ આવે. જાણે છેક સુધી પહોંચીને ચૂકી ગયા. કદાચ આ ત્રણેય પૂર્વ શરતોનું પાલન થઈ શકે પણ જે ચોથી શરત છે તે દેખાય છે સરળ પણ મહાવીરની સાધનાનો મર્મ ૧૪૨ ―――― Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ શકતી નથી. આ જ આ કાર્ય કરી શકે આની આસપાસ વાસ્તવિકતામાં ખૂબ કઠિન છે. મન એવું છે કે ક્યારેય પોતાની વાત છોડતું નથી. મનને પોતાના આગ્રહથી મુક્ત કરવાની વાત સૌથી વિષમ છે. આગ્રહ એ તો મનનો આખરી ગઢ છે. ત્યાં તો અહં છુપાઈને બેઠો છે. ત્યાંથી અહંને કાઢવાનું કામ ઘણું કપરું છે. જો આ ચોથી શરતનું પાલન ન થાય તો પછી આગળની ત્રણેય શરતો વિફલ થઈ જાય છે. જ્યાં આગ્રહ અંદર અકબંધ પડેલો છે ત્યાં ગુરુની વાતની આરાધના માટે કોઈ સ્થાન જ રહેતું નથી. જે આ ચારેય ગઢને પાર કરી જાય છે - તે વિનયસમાધિને પહોંચી શકે છે. વિનયસમાધિમાં ખાલી થઈ જવાની વાત છે. ખાલી થઈ જવું એટલે સમર્પિત થઈ જવું. જે સંપૂર્ણતયા ખાલી થઈ જાય તેને માટે ગુરુનો એક ઇશારો પણ પૂરતો છે. દરેક વ્યક્તિ આ કરી શકતી નથી. આ તો એક સાધના છે. જે સાધકે કષાયોનું વિસર્જન કરવાનું શરૂ કર્યું હોય તે જ આ કાર્ય કરી શકે છે. અહં એ કષાયનો મોટામાં મોટો ભાગ છે. અહં તો કષાયોનો ગર્ભ છે. અહંની આસપાસ તો કષાયો બંધાય છે. જરા વિચારી જોઈશું તો લાગશે ક્રોધ-માન-માયા અને લોભ એ બધા કોને આધારે ઊભા છે ? એમાંથી અહં ખસી જાય તો પછી કષાયોનો મહેલ કડડભૂસ કરતો તૂટી પડશે. જ્યાં અહં જ નથી ત્યાં રાગ કયાં રહેશે ? દ્વેષ કયાં રહેશે ? અહંના નિવાસમાં જ રાગ-દ્વેષ ઉછરે છે અને પુષ્ટ થાય છે. જ્યાં અહં નથી ત્યાં પ્રિયતા કે અપ્રિયતાની વાત ટકી શકતી નથી. વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ પ્રિય કે અપ્રિય લાગે છે, તે કોને લાગે છે ? અહંને. અહં વિના પ્રિયતા કે અપ્રિયતા રહેતી નથી. જ્યાં અહંકાર ન રહ્યો ત્યાં તેને ચોટ વાગવાની કયાંથી ? પછી ત્યાં ગુસ્સો કયાં રહ્યો ? પ્રતિકારનો તો કોઈ અવકાશ જ ન રહ્યો. અહં ઘણીવાર સ્વાભિમાન નામના સુંદર સ્વરૂપે આવે છે - જે ઘણો છેતરામણો છે. નગ્ન અહંને તો આપણે ઝટ ઓળખી લઈએ છીએ પણ જ્યારે તે સ્વાભિમાનનો અંચળો ઓઢીને આવે છે ત્યારે આપણને થાપ આપી જાય છે. સ્વાભિમાન વાસ્તવિકતામાં “અહં'નું જ હલકું રૂપ છે. વ્યવહારમાં ભલે તેનું કંઈ મૂલ્ય હોય પણ સાધક છે તેને માટે તો તે ત્યાજ્ય છે. સ્વાભિમાનથી જો સાધક સાવધ ન રહે તો ઘણીવાર વિનયસમાધિ ૧૪૩– Jain Educationa International For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ સાધનામાંથી તે ભટકી જાય. સાધકને નથી કામ અહંનું કે નથી કામ સ્વાભિમાનનું. સાધક પોતાના સ્વરૂપ સિવાય બીજું કંઈ પામવા માગતો નથી. પૂર્ણ રીતે ખાલી થયા વિના સ્વરૂપનું અનુસંધાન ન થઈ શકે. આજે આપણે વાણી સ્વાતંત્ર્ય કે વિચાર સ્વાતંત્ર્યને બહાને અહંનો માર્ગ એટલો તો મોકળો કરી આપ્યો છે કે પછી ત્યાં ગુરુના વચનના સ્વીકારની વાત તો વેગળી રહી પણ કોઈનીય વાતનો માંડ સ્વીકાર થઈ શકે છે. આ પરિસ્થિતિમાં જાણે ગુરુ શબ્દનું અસ્તિત્વ જ લુપ્ત થઈ રહ્યું છે. ભાષામાં ભલે તે શબ્દ ચાલુ રહ્યો પણ તેનો સંદર્ભ હવે ખોવાઈ રહ્યો છે. આજે પિતા પુત્રને, ભાઈ બહેનને, શિક્ષક વિદ્યાર્થીને, ઉપરી અધિકારી નીચેના સ્ટાફને, કોઈ કોઈને કંઈ કહી શકતું નથી. કોઈ કોઈની વાત સાંભળવા તત્પર નથી ત્યાં માનવાની વાત જ કયાં રહી ? પરિણામે સાધનાપથ સૂનકાર ભાસે છે. જે સમાજમાં અને છૂટો દોર મળી જાય છે ત્યાં સંઘર્ષ વધતા જાય છે. તેથી તો આજે ઠેર ઠેર સંસ્થાઓમાં ઘર્ષણ વધતાં જાય છે અને કામ થતાં નથી. અહં ટકરાતા રહે છે. તણખા ખરે છે અને ઘણીવાર એમાંથી આગ પણ ભભૂકતી રહે છે. જો સાધના કરવી હોય, કંઈ પ્રાપ્ત કરવું હોય તો અહંનું વિસર્જન કરવું રહ્યું અને જો તે ન બને તો તેને સીમિત તો કરવો જ રહ્યો. જો એટલું પણ ન થઈ શકે તો સાધનાની વાત કરવાનો કંઈ અર્થ નથી. અહંનો વિસ્તાર જેટલો મોટો એટલો સાધનામાં ખતરો મોટો. સાધકે તો સૌથી પહેલાં અહંને ઓળખીને તેનાથી દૂર જ રહેવું જોઈએ. અહંનો ખતરો તો સાધુ-સંતોને પણ નથી મૂક્યો. જેણે ઘર છોડ્યું, સંસાર છોડ્યો તેને પણ અહં છોડતો નથી. સાધુ-સંતની ખ્યાતિ ફેલાતાં તેમનું બહુમાન થાય, પૂજા થાય, તેમની પાસે ભેટ-સોગાદોના ઢગલા થાય. પ્રલોભનો સામેથી આવી મળે. પછી તો સાધુ-સંતમાં પણ પોતાની મહત્તાનો ભાવ આવી જાય. અહીં મોટું ભયસ્થાન છે. છેક ઉપર ચડીને, સીડીને છેલ્લે પગથિયેથી પડવા જેવી સ્થિતિ સર્જાય. તેથી ભગવાન મહાવીરે સાધકને સાવધ કરવા એક શબ્દ પ્રયોજ્યો. લાઘવ'. સાધક-સાધુ હલકો હોવો જોઈએ. એણે હલકા થવાનું છે, એની અંદર મોટાપણાનો ભાવ પેસી – ૧૪ – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ગયો તો બધી સાધના વિફળ જવાની શક્યતા વધી પડે. આ ખતરાથી બચવા માટે શારીરિક અને માનસિક બન્ને સ્તર ઉપર સાવધાની રાખી કેટલાક પ્રયોગો કરવા જોઈએ. ચેતનાના સ્તરે સાધકે નિરંતર લઘુતાનો અનુભવ કરતા રહેવું. સાધકે હંમેશાં વિચાર્યા કરવું મારી અંદર હવે મેં કંઈ રાખ્યું નથી. હું ખાલી થઈ ગયો છું. આમ કરતાં કરતાં અહં વિલીન થઈ જશે. શારીરિક સ્તરે અહંને નષ્ટ કરવા માટે, કષાયોને નરમ કરવા પડશે. તે માટે શ્વાસની મંદતાનો પ્રયોગ ખૂબ સહાયક નીવડે છે. આપણો કોઈ પણ આવેશ પહેલો શ્વાસ ઉપર ઊતરે છે. આવેશ આવતાં શ્વાસની માત્રા વધીને મિનિટના ૨૦-૨૫ની થઈ જાય છે. પણ જો આપણે શ્વાસને મંદ અને ઊંડો કરતા રહીશું તો શ્વાસની સંખ્યા સાત-આઠ ઉપર સરળતાથી લાવી શકીશું. સાધના વધતાં ચાર ઉપર પણ આવી શકાશે. અભ્યાસથી આ કાર્ય સાધવાનું છે. એમાં બળનો પ્રયોગ કરવાનો નથી. આવેગો ઘટતાં અહંકાર નરમ પડી જાય છે. ક્રોધ, માન, માયા, લોભ એ બધી વૃત્તિઓ નરમ પડી જાય પછી અહંને પોષણ મળતું નથી. તે સ્વયં ઢીલો પડવા માંડે છે. આમ, વિનયનું અંતઃસ્વરૂપ સમાધિ સમકક્ષ છે. વિનયનું બાહ્ય સ્વરૂપ વ્યવહારમાં દેખાય છે. જો અંતરથી વિનય સધાયો ન હોય તો બાહ્યાચાર દંભથી વિશેષ કંઈ નથી અને તેમાં સાધનાનો કોઈ પ્રશ્ન નથી. જ્યારે અંદરથી વ્યક્તિ ખાલી થઈ જાય, અહં ઓગળી જાય ત્યાર પછી વિનયની જે નિષ્પત્તિ થાય છે તે સાધનાના ઘરની છે અને તે તો સમાધિ સુધી દોરી જાય છે. વિનયસમાધિ ૧૫ ૧૦ Jain Educationa International For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ (એકવીસ) હ હ / જ્ઞાનસમાધિ હિ ? વિ ા હહિ હ હ જ્ઞાનસમાધિ સૌથી વધારે સરળ છે અને સૌથી વધારે દુષ્કર પણ છે. સરળ એટલા માટે કે એમાં કંઈ કરવાનું રહેતું નથી. પણ તેથી જ એ વધારે ભ્રામક અને ભયભરેલી છે. જ્ઞાનસમાધિના ભ્રમમાં રહીને માણસ ભટકી જાય છે અને બહારથી તો એને સંભાળનાર કોઈ હોતું નથી. ક્રિયા કરનારને તો કોઈ ટોકી શકે કે સુધારી શકે તેથી તે ખોટે માર્ગે ઝાઝો આગળ વધતાં બચી જાય. જ્ઞાનસમાધિવાળો પોતે આત્મવંચના કરે અને બહારથી તો તેના વિષે કંઈ નક્કી થઈ શકે નહિ તેથી જો તેનું પતન થયું તો તેને રોકનાર કોઈ નહિ. જ્ઞાનસમાધિમાં કર્મયોગ અને ભક્તિયોગ બને છૂટી જાય છે. જેમાં કંઈ કરવાનું જ ન હોય તે વાત તો બહુ સરળ જ ગણાય. પણ જ્ઞાનસમાધિની પૂર્વ શરત એ છે કે ત્યાં ફક્ત કોરું જ્ઞાન હોવું જોઈએ. સામાન્ય રીતે આપણે ઘટનાને ઘટના તરીકે જોઈ શકતા નથી. ઘટના જેવી ઘટી કે તુરત જ તેની સાથે આપણો ગમો કે અણગમો જોડાઈ જાય છે તેથી તે કોરું જ્ઞાન નથી રહેતું. જો આપણે સૂક્ષ્મ રીતે આપણને તપાસી જોઈશું તો લાગ્યા વિના નહિ રહે કે પ્રત્યેક ઘટનાની સાથે આપણી પ્રિયતા કે અપ્રિયતા જોડાયેલી જ હોય છે. આપણે રાગ-દ્વેષના રંગથી ઘટનાને – પ્રસંગને રંગી નાખીએ છીએ જેથી – ૧૪૬ – – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ આપણે ઘટના સાથે વહી જઈએ છીએ. પછી તે જ્ઞાન નથી રહેતું પણ મિથ્યાજ્ઞાન થઈ જાય છે જેને અજ્ઞાન પણ કહી શકાય. જ્ઞાનમાં જ્ઞાન સિવાય બીજું કંઈ ન ભળે ત્યારે તે જ્ઞાન જ રહે. એમાં શક્તિ હોય છે. આવા જ્ઞાનીને જ સમાધિ હોય છે. જ્યાં જાણકારી છે પણ વેદન નથી. જ્યાં જ્ઞાન અને સંવેદન હોય તે વાસ્તવિક્તામાં મિથ્યાજ્ઞાન છે. આજે આપણે જેને જ્ઞાન કહીએ છીએ તે મોટે ભાગે સંવેદનશીલ હોય છે. જ્યાં સંવેદન છે ત્યાં સંજ્ઞાઓનું પ્રાધાન્ય છે. સંજ્ઞાઓ એટલે કે મૌલિક મનોવૃત્તિઓ. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ વગેરે સંજ્ઞાઓ છે જેમાં જ્ઞાન સાથે સંવેદન ભળેલું જ હોય છે. સંવેદન વિના જે બોધ રહે તે જ્ઞાન. વેદાંતમાં તેને દષ્ટાભાવ કહે છે. એ જ્ઞાન સમાધિ છે. વેદન એટલે અસમાધિ. આપણે વ્યવહારમાં માહિતીને જ જ્ઞાન તરીકે ગણીએ છીએ. વાંચનથી, સાંભળવાથી જે જાણકારી મળે છે તે એક પ્રકારની માહિતી છે. તેને જ્ઞાન પણ ન કહી શકાય ત્યાં જ્ઞાનસમાધિની તો વાત જ કયાં કરવી ? જ્ઞાનસમાધિ માટે ચાર વસ્તુઓ અનિવાર્ય ગણાય છે. એક છે વિશુદ્ધ જ્ઞાન, બીજી વાત છે એકાગ્રતા, ત્રીજી વાત છે સ્વયં પોતે સત્યમાં પ્રતિતિ થવું; અને ચોથી વાત છે બીજાઓને સત્યમાં પ્રતિક્તિ કરવાની. દશવૈકાલિક સૂત્રમાં જ્ઞાનસમાધિ માટે આ ક્રમ સ્થાપિત થયેલો દર્શાવવામાં આવે છે. જ્ઞાનમાંથી જ ચિત્તની એકાગ્રતા ફલિત થાય છે. જ્યાં વેદન હોય ત્યાં ચંચળતા રહે પછી ત્યાં કોરું જ્ઞાન ન સંભવી શકે. કોરું જ્ઞાન હોય અને એકાગ્રચિત્ત હોય ત્યાં ચંચળતા નભી શકે નહિ. આ પરિસ્થિતિમાં સાધક સત્યમાં સ્થિત થઈ જાય છે. તેને સ્થિતાત્મા કહે છે. આ ત્રણેય વાતો સધાય પછી અન્યને પણ સત્યમાં પ્રતિતિ કરવાની વાત આવે. આપણા શરીરમાં કામકેન્દ્ર છે જે કટિપ્રદેશમાં છે અને જ્ઞાન કેન્દ્ર છે જે મસ્તકમાં છે. જ્યારે આપણી ઊર્જા જ્ઞાન કેન્દ્ર તરફ વહેવા ઉપર લાગે ત્યારે સાધના થાય છે અને ઊર્જા ત્યાં સ્થિર થઈ જાય તો તેને સ્થિતાત્મા કહે છે. આ અવસ્થામાં રાગ-દ્વેષ સંતાપતા નથી. ક્ષોભ કે મોહ રહેતો નથી. અહીં વૃત્તિઓનું પરિવર્તન થઈ જાય છે અને તે તાનસમાધિ ૧૪ Jain Educationa International For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ આંતર્મુખી બની જાય છે. જે મન બહાર ભટકતું હતું તે હવે અંદરની તરફ વળે છે તેથી તેને પ્રતિસંલીનતા પણ કહે છે. ઇન્દ્રિયોના વિષયોમાં ભટકનાર મન પોતાનામાં જ લીન થવા લાગે છે. જ્ઞાનની ધારા જ્ઞાન કેન્દ્રમાં સ્થિર થઈ જાય છે. પણ એ વાત ન ભુલાવી જોઈએ કે જ્ઞાનસમાધિના ક્રમમાં સૌથી પહેલાં જ્ઞાન છે પછી ભલે તે શ્રવણથી મળે કે વાંચનથી મળે. જ્ઞાનસમાધિમાં નિષેધ જ્ઞાનનો નથી; પણ નિષેધ છે સંવેદનનો. જ્ઞાન ભટકાવતું નથી; સંવેદન માણસને ભટકાવે છે. જ્ઞાન આત્મામાંથી પ્રગટે કે બહારથી ગ્રહણ થાય પણ જ્યાં સુધી તે કોરું જ્ઞાન બની રહે છે ત્યાં સુધી કોઈ ખતરો નથી. જ્ઞાન તો ગંગા જેવું છે. ગંદકી છે સંવેદનની. ગંગામાં ગંદકીનો પ્રવાહ ભળે એમાં દોષ ગંગાનો નહિ પણ ગંદી નાળીનો. આમ જોઈએ તો જ્ઞાનસમાધિ વાસ્તવમાં ઉચ્ચ કોટિની સમાધિ છે. સૌથી વધારે નિરપવાદ અને નિર્વિબ સમાધિ હોય તો તે જ્ઞાનસમાધિ છે. પણ જ્ઞાનસમાધિ જેટલી નિર્વિઘ્ન છે એટલી જ મુશ્કેલ છે. એમાં ભયસ્થાન બહાર નથી પણ અંદર છે જ્યાં સાધકને પોતાની જાગરૂકતા જ બચાવી શકે છે. રાગ-દ્વેષની ધારા જ્ઞાન સાથે ન જોડવાની વાત ખૂબ કઠિન છે. એ માટે સાધકે દષ્ટાભાવ કેળવવો પડે છે. વેદાન્તની ભાષામાં તેને દેશભાવ કહે છે. સાક્ષીભાવ, તટસ્થભાવ, જ્ઞાનસમાધિ, આ બધા શબ્દો એક જ વસ્તુના સૂચક છે. જૈન પરિભાષા વાપરીએ તો તે છે શુદ્ધ ઉપયોગની અવસ્થા જ્યાં ચેતનાનો ઉપયોગ બિલકુલ શુદ્ધ રહે છે. એમાં કોઈ અશુદ્ધતા ભળતી નથી. અરે, પાપ-પુણ્યનો ભાવ પણ એમાં ભળી શકતો નથી. આ સંવરની સ્થિતિ છે. આ અભ્યાસ સતત ચાલુ રહે તો સમાધિ પ્રાપ્ત થઈ જાય છે. સાહિત્યમાં સંવેદનશીલતા ગુણ મનાય છે. સાધનામાં સંવેદનથી બચવાનું છે. સંવેદનમાં સત્યની ઝાંખી કરવાનું મુશ્કેલ બની જાય છે. સત્યનો શોધક તટસ્થ રહે. સંયમ તેનું બળ છે. - વિજ્ઞાનીઓ સત્યની શોધ કરે છે. તથ્યોનો ઉધાડ કરે છે તે માટે તેમણે પણ તટસ્થતા કેળવવી રહી. જે વિજ્ઞાની તટસ્થતા કેળવી શકે છે તે જ સત્યની વધારે નજીક પહોંચે છે. તેણે પૂર્વગ્રહથી મુક્ત રહેવું –- ૧૪૮ – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ જોઈએ અને કલ્પનાથી પણ મુક્ત રહેવું જોઈએ. તેની દૃષ્ટિ સત્ય ઉપર સ્થિર રહેવી જોઈએ. આ પણ એક પ્રકારની જ્ઞાનસમાધિ છે. આ ક્ષેત્રમાં આલ્બર્ટ આઈન્સ્ટીનનું જીવન, તેમની નિષ્ઠા ઉદાહરણીય છે. સંશોધન દરમ્યાન તેમની સમક્ષ એક મહત્ત્વનો પ્રશ્ન ઉપસ્થિત થયો કે ઈલેકટ્રોનનું વાસ્તવિક સ્વરૂપ શું છે ? તે સ્થિર છે કે ગતિશીલ છે ? તેઓ એવા નિષ્કર્ષ ઉપર પહોંચ્યા કે ઈલેકટ્રોન સ્થિર છે (કટ્રો છે) અને તરંગ પણ છે. તેમાં સ્થિતિ અને ગતિ બને છે. પહેલાંના વિજ્ઞાનીઓને આ વાત માન્ય ન હતી. આઇન્સ્ટીને હિંમતથી એ વાતનું સમર્થન કર્યું કે ઈલેકટ્રોનમાં ગતિ અને સ્થિતિ બને છે. આમ, આ બન્ને ગુણધર્મો પરસ્પર વિરોધી છે છતાંય તેને સ્થાપિત કરતાં આઇન્સ્ટીન ગભરાયા નહિ કારણ કે તે સત્યના શોધક હતા. તેમણે કહ્યું અગાઉના વિજ્ઞાનીઓને જે લાગ્યું તે તેમણે કહ્યું. મને લાગે છે તેનું હું પ્રતિપાદન કરું છું. પરસ્પર વિરોધી ગુણધર્મો ઇલેકટ્રોનમાં કેવી રીતે ઘટિત થાય તે મને ખબર નથી પણ બને ગુણો ઇલેકટ્રોનમાં અભિવ્યક્ત થાય છે એ વાત તો મારે કબૂલ કરવી પડશે. આ બન્ને ગુણધર્મોને સમાવી લેવા માટે તેમણે “કુવારા' શબ્દ પસંદ કર્યો; એટલે કે જ્યાં ગતિ અને સ્થિતિ બને બની રહે છે. આઈન્સ્ટીન સમક્ષ સત્ય જે સ્વરૂપે પ્રગટ થયું તે તેમણે સ્વીકાર્યું. આમ, સત્યને માટે જે સમર્પિત હોય તે જ્ઞાનયોગી છે. તેમના મનમાં પૂર્વગ્રહને કોઈ સ્થાન નથી. ભૂતકાળમાં શું માન્યતા હતી અને ભવિષ્યમાં શું માન્યતા થશે તેની ઝંઝટમાં પડ્યા વિના તેમને જે સત્ય લાગે છે તેનો તે સ્વીકાર કરે છે. અરે ભવિષ્યમાં તેમને પોતાના કથન વિષે કંઈ જુદું જાણવા મળે તો તે સ્વીકારતાં તે અચકાતા નથી. સત્યને ઉદ્ઘાટિત કરવા માટે નિષ્ઠા જોઈએ અને હિંમત જોઈએ. લોકો હવે શું કહેશે એવા વિકલ્પોથી તે નબળા પડતા નથી. તે મોટો બચાવ કરતા નથી. જે સમયે તેમને જે સત્ય લાગ્યું તેનો તે સ્વીકાર કરી લે છે અને જગત સમક્ષ રજૂ કરે છે. એનો અર્થ એ નથી કે તેઓ અસ્થિર છે. તેઓ સત્ય પ્રતિ સમર્પિત છે. જે સત્ય પ્રતિ સમર્પિત છે તે કયારેય એમ ન કહી શકે આ જ સત્ય છે. સત્ય અનેક સ્વરૂપે રજૂ થાય છે. સત્યના કોટિ વનસમાધિ ૧૪૯ –– Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ કોટિ પર્યાયો છે. સ્થળ અને કાળ બદલાતાં નવાં નવાં તથ્યોનો આવિષ્કાર થતો જાય છે તેથી અગાઉનાં મોટાં હતાં તેમ ન કહી શકાય. ભવિષ્યમાં આ જ તથ્થો રહેશે એમ પણ ન કહી શકાય. જે સ્થળ અને કાળની સાપેક્ષતાનો સ્વીકાર કર્યા વિના આજે ઉદ્દઘાટિત થનાર તથ્યને શાશ્વત ગણી લે તો તેમાં કયાંય દોષ રહી જાય. રખે એનો એવો અર્થ કાઢીએ સત્ય બદલાય છે. સત્ય એટલું વિશાળ છે કે એનાં સર્વ તથ્યો આપણી સમક્ષ રજૂ થતાં નથી અને તેને આપણે જાણી શકતા નથી. તેથી સત્યનો શોધક ખુલ્લી દષ્ટિ રાખી સત્યપ્રાપ્તિ માટેની પોતાની યાત્રા ચાલુ જ રાખે છે અને તેથી તે સત્યની વધારે ને વધારે નજીક પહોંચતો જાય છે. ભગવાન મહાવીરે કહ્યું કે જ્ઞાનયોગી “અણિસિચોવસિય’ હોય છે. એટલે તે કોઈ તરફ નમેલો નથી હોતો. તેનો ઝોક ફક્ત સત્ય પ્રતિ જ હોય છે. તે નથી સિદ્ધાંતને નમતો, કે નથી કોઈ શાસ્ત્ર પ્રતિ ઝૂકતો. કોઈના વચનથી પણ તે બંધાઈ જતો નથી - રોકાઈ જતો નથી. જેનામાં આટલી સાધનાશીલતા હોય તે જ જ્ઞાનયોગી બની શકે છે. આ મોટી સાધના છે. રાગ-દ્વેષથી મુક્ત થવાની આ સાધના છે, તટસ્થતાની સાધના છે, સંયમની સાધના છે. સત્યની શોધ અને સત્યની જિજ્ઞાસા એ જ એનું ધ્યેય હોય છે. આ સાધના એની ચરમસીમા ઉપર પહોંચે છે ત્યારે કેવળજ્ઞાન થાય છે અને ત્યારે જ સત્યના સઘળા પર્યાયો તેની સમક્ષ ઉદ્ઘાટિત થઈ જાય છે. મોટા પંડિતો પણ શાસ્ત્રો માટે પક્ષપાત રાખતાં સત્યથી વિમુખ થઈ ગયા છે. ધર્મપુરુષો પણ પોતપોતાના ધર્મનાં પુસ્તકોને સમર્પિત થઈ જાય છે અને એમનો તે પક્ષપાત સત્યપ્રાપ્તિની આડે આવે છે. સમર્પિત થવાનું છે સત્યને. સત્યની શોધ માટે ગમે ત્યાંથી જ્ઞાન મેળવી શકાય. ગમે ત્યાંથી અનુભવ લેવાય. સત્ય પ્રતિ સમર્પિત ન હોવાને કારણે જ ધર્મો સાંપ્રદાયિકતામાં સરી પડે છે અને પરિણામે તે સંઘર્ષનાં કેન્દ્રો બની જાય છે. સત્યશોધક માટે એ બહુ મહત્ત્વનું નથી રહેતું કે તે કયા ગ્રંથમાં લખ્યું છે પણ તેને મન એ વાત મહત્ત્વની છે કે તેણે માનેલું તથ્ય, સત્યની કસોટી પર ચડીને પાર ઊતરી શકે છે ! જ્ઞાનસમાધિ એટલે જ સત્વગ્રાહી દષ્ટિ. – ૧૫૦. – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસમાધિ એટલે શુદ્ઘ ઉપયોગ; સાક્ષીભાવ, દૈષ્ટાભાવ; પણ આ બાબતમાં ઘણી ગેરસમજ પ્રવર્તે છે. સાક્ષીભાવમાં ઇન્દ્રિયોના વિષયો રહે પણ ખરા. તેને રોકવાનું અશક્ય હોય અથવા આવશ્યક ન પણ લાગે. અનુકૂળ-પ્રતિકૂળ, સુગંધ-દુર્ગંધ, પ્રશંસા-નિંદા આ બધી વસ્તુઓને રોકી શકાતી નથી. ઇન્દ્રિયો ઇચ્છે કે ન ઇચ્છે પણ તેને ઇન્દ્રિયો ગ્રહણ કરી લે છે. ગ્રહણ કરવાથી જ્ઞાનસમાધિ તૂટતી નથી; પણ તે તૂટે છે વિષયો તરફ રાગ અને દ્વેષ થવાથી. ઘટના તો ઘટતી જ રહે છે પણ દૃષ્ટા તેનાથી અલિપ્ત રહે છે; પછી ભલેને તે ઘટના પોતાના શરીર ઉપર ઘટતી હોય. પ્રિયતા અને અપ્રિયતાની સામગ્રીનો સંપર્ક બની રહે છતાંય આપણું તેના પ્રતિ આકર્ષણ કે અનાકર્ષણ ન રહે એ સાધના કઠોર છે બહુ જ કઠોર છે. આ અવસ્થા ઘણી છેતરામણી પણ છે કારણ કે અંદર શું ભાવ છે તે તો માણસ પોતે જ જાણી શકે અને તેથી ઘણીવાર બહારના લોકો તો છેતરાઈ જાય, પણ સાધક પોતેય પોતાનાથી છેતરાઈ જાય છે. જાણીને તે કરે તો તો તે અન્યને છેતરે છે; પણ પોતાનેય ખબર ન રહે ત્યારે તો તે પોતે જ છેતરાય છે. તેથી તો જ્ઞાનસમાધિ બહુ જ સરળ છતાંય બહુ જ કઠિન સાધના છે. જ્ઞાનસમાધિ વિષેની વિચારણા પૂર્ણ કરતાં પહેલાં તેને આનુષંગિક એક બે વાતોનો ઉલ્લેખ કરી લેવાનું ઇષ્ટ છે. જ્ઞાનસમાધિ એટલે કોરું જ્ઞાન - સંવેદન વિનાનું જ્ઞાન. કેવળજ્ઞાન તો જ્ઞાનસમાધિનું પરિણામ છેપછીનું પગલું છે. સમાધિમાં સંકલ્પ-વિકલ્પની શૂન્યતા હોય છે પણ ધ્યેયની શૂન્યતા નથી હોતી. સમાધિના પ્રકર્ષથી ધ્યેયનું રૂપાંતર થઈ જાય છે. શાતા, જ્ઞાન અને શેયનું ત્રિક એક બની જાય ત્યારે સમાધિ ઘટિત થાય છે. જો સંકલ્પ વિકલ્પનો નિરોધ થાય અને ધ્યેયનો બોધ ન રહે તો તે સમાધિ ન કહેવાય. જ્ઞાનસમાધિમાં એકાગ્રતા બહુ મહત્ત્વની છે. એકાગ્રતા સાધન છે. તે ધ્યાનમાં પણ હોય અને સમાધિમાં પણ હોય. ધારણાનું પ્રકર્ષ ધ્યાન અને ધ્યાનનું પ્રકર્ષ સમાધિ. ધ્યાનની એકાગ્રતા અને સમાધિની એકાગ્રતાની તરતમતામાં ઘણો ફેર છે. જ્ઞાનસમાધિ Jain Educationa International For Personal and Private Use Only ૫૧ www Page #168 -------------------------------------------------------------------------- ________________ ચેતના જ્યારે શુદ્ધ હોય, તેમાં કોઈ વિકલ્પ ન હોય તે ભૂમિકા દિષ્ટાભાવની ભૂમિકા છે. એ ભૂમિકામાં કેવળ ચૈતન્યનો પ્રવાહ વહે છે. ન સંવેદન, ન પ્રતિક્રિયા, ન પ્રિયતા, ન અપ્રિયતા. કેવળ ચૈતન્ય. પછી એને શુદ્ધ ઉપયોગ કહો કે દાભાવ કહો. બધું એકનું એક જ છે. સાધનામાર્ગમાં અને ખાસ કરીને જ્ઞાનસમાધિમાં ત્રણ શબ્દો વખતોવખત વપરાય છે તેથી તે વચ્ચેની ભેદરેખા જાણવી જરૂરી છે. એક છે ચૈતન્ય. ચૈતન્ય વ્યાપક છે, જ્યારે ચિત્ત તેનાથી ઘણું નાનું છે અને મન તો વળી તેનાથી નાનું છે. ચિત્તને બુદ્ધિની સમકક્ષ પણ ગણી શકાય - જે સ્થાયી તત્ત્વ છે. મન તો ક્ષણજીવી છે. ક્ષણે ક્ષણે ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે. મનને કેન્દ્રિત કરવું એટલે સંકલ્પ-વિકલ્પને રોકવા. ચિત્તને કેન્દ્રિત કરવું એટલે નિર્ણયાત્મક શક્તિને વિલીન કરવી. જ્યારે ચૈતન્યને કેન્દ્રિત કરવું એટલે ચેતનાની ધારાને પ્રવાહિત કરવી કે તેની અનુભૂતિ કરવી. આ ત્રણેય શબ્દો ખૂબ નજીકના છે તેથી તેમાં ભેળસેળ થઈ જાય છે - પણ સાધના માટે તેમની ભેદરેખા સમજવી આવશ્યક છે. – ૧૫ર મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ (બાવીસ) 'તપસમાધિ બ્રિષ્ટિ હરિ હક જ કોઈપણ ધર્મ હશે પણ તેમાં તપનું સ્થાન તો ક્યાંકને ક્યાંક સામેલ થયું હશે. પછી ભલે કોઈ ધર્મ તપનું વધારે મહત્ત્વ આંકયું હોય કે બીજા ધર્મે તપની તીવ્રતાનો આગ્રહ ઓછો રાખ્યો હોય. સાધનાપથ ઉપર તપ બહુ મહત્ત્વ ધરાવે છે. ઘણીવાર તો સાધના એટલે જ તપ એવો પર્યાય પણ પ્રસ્થાપિત થઈ ગયો હોય છે અને તેને લીધે તપનું હાર્દ સમજવાનું આપણે ચૂકી જઈએ છીએ. તપનું મહત્ત્વ ગમે એટલું હોય પણ છેવટે તો એ સાધન છે એ વાત વીસરાવી ન જોઈએ. તપ, તપ માટે નથી કરવાનું હોતું. આત્માનો આવિર્ભાવ કરવા માટે, આત્માની અસીમ શક્તિઓને ઉદ્દઘાટિત કરવા માટે તપનું આયોજન કરવામાં આવે છે. આત્માનો મૂળ સ્વભાવ અનંત શક્તિ, અનંત અને અવ્યાબાધ સુખ તેમજ અનંત જ્ઞાન છે પણ એના આ બધા ગુણો આવૃત થયેલા છે - ઢંકાયેલા છે. આત્માની આગળ જે બધાં પડળો પડેલાં છે તેને તોડી નાખવા, તેને ખસેડી નાખવા માટે તપ કરવાનું હોય છે. એક વાર સાધ્ય વિષે આપણે સ્પષ્ટ થઈ જઈએ પછી સાધનને સમજવામાં કે તેનું યથાયોગ્ય મૂલ્યાંકન કરવામાં આપણને કયાંય મુશ્કેલી નહિ પડે. તપ એક પ્રકારનું આંદોલન છે - કે પછી પ્રતિ આંદોલન છે. તપસમાધિ ૧૫ – Jain Educationa International For Personal and Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય રીતે આપણે સક્રિય તો હોઈએ છીએ પણ આપણી સક્રિયતા દોષાત્મક ભાવોમાં વધારે હોય છે. આપણા જીવનમાં હિંસા, ધૃષ્ણા, લોભ, અસહિષ્ણુતા જેવા નિષેધાત્મક ભાવોનું પ્રભુત્વ હોય છે ત્યારે આપણે વધારે સક્રિય બનતા હોઈએ છીએ. વાસ્તવમાં એ આપણી ચંચળતા છે - જે આપણને આપણા મૂળ સ્વરૂપમાં સ્થિર થવા દેતી નથી. જો જીવનના ભાવોને આપણે આંદોલન ગણીએ તો તપને પ્રતિઆંદોલન કહેવું પડે. મહર્ષિ પતંજલિએ આ વાતના સંદર્ભમાં કહ્યું છે કે વિતર્કો પ્રતિપક્ષ ભાવનમ્. જ્યાં દોષો છે ત્યાં પ્રતિપક્ષની ભાવના કરો અને પ્રતિપક્ષને સબળ કરો. આ રીતે તપ એ જીવનમાં અશુભ અને અશુદ્ધ આંદોલનો સામે શુદ્ધ અને શુભ પ્રકંપનો જગાવનારી પ્રક્રિયા છે. તાપમય તપ સાધનાનું ખૂબ મહત્ત્વનું અંગ છે અને તે સમજવા માટે આપણે શરીરની સંરચના સમજવી પડશે. આપણે જેને બહારથી જોઈએ છીએ તે શરી૨ સઘન પરમાણુઓનું બનેલું છે અને તેનું સંઘટન એવી રીતે થયેલું છે કે તે અમુક આકાર ધારણ કરી શકે છે. પણ આપણને જે દેખાય છે તે શરીરથી આપણી વાત સમાપ્ત થઈ જતી નથી. તેની સાથે તરલ પરમાણુઓનું બનેલું શરીર છે. આ પરમાણુઓ સૂક્ષ્મ છે તેથી આપણે તેને જોઈ શકતા નથી. સ્થૂળ શરીરની જે શક્તિ છે, ગતિશીલતા છે, હલનચલન છે એ બધું આ સૂક્ષ્મ શરીરને આભારી છે. આ સૂક્ષ્મ શરીરને તૈજસ શરીર કહે છે. આ શરીર વિદ્યુતનું બનેલું છે છે. આ શરીરમાં પ્રાણશક્તિ પેદા થાય છે તેથી તેને પ્રાણ શરીર પણ કહે છે. થિયđસાઁફીમાં પણ આ વિષે ખૂબ ચિંતન થયું અને તેમને પણ આ વાતની પ્રતીતિ થઈ. તેઓએ તેને ‘એથેરિક બાઁડી' તરીકે ઓળખાવ્યું તેથી પશ્ચિમમાં એ નામ વધારે પ્રચલિત થયું. જ્યારે સ્થૂળ શરીરનો સંબંધ આ પ્રાણશરીર સાથેથી તૂટી જાય છે ત્યારે સ્થૂળ શરીર ખોટકાઈ જાય છે અને જ્યાં જ્યાં એ સંબંધ જળવાયો હોય છે એટલા ભાગનું સ્થૂળ શરીર જ સક્રિય રહે છે. સક્રિયતાનું મૂળ કારણ તૈજસ શરીર છે. જોકે તૈજસ શરીર પણ એક સબળ માધ્યમ છે. તેની ય આગળ જે સૂક્ષ્મતર શરીર રહેલું છે તે છે કાર્પણ શરીર. આ શરીર બધાનું મૂળ છે. - ૫૪ મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ સારી કે નરસી શક્તિનો પ્રવાહ આ કાર્પણ શરીરમાંથી આવે છે. જેને તૈજસ શરીર ઝીલે છે અને પછી તે સ્થૂળ શરીરમાં પ્રતિબિંબિત થાય છે. આ કર્મશરીર આપણા સમસ્ત જીવનનું સંચાલક બળ છે. એને વાસના શરીર પણ કહી શકાય. થિયોસૉફિસ્ટો એને “એન્ટ્રલ બોડી' તરીકે ઓળખે છે. આમ, આપણાં ત્રણ શરીર છે : એક છે સ્થૂળ શરીર જે સાત ધાતુઓનું બનેલું છે, બીજું છે તૈજસ શરીર કે પ્રાણ શરીર. ત્રીજું છે કર્મ શરીર કે વાસના શરીર ને જન્મ અને મૃત્યુ સમેતની બધી ઘટનાઓના મૂળમાં રહેલું છે – અને તેની આગળ આપણે છીએ. એને આત્મા તરીકે ઓળખો, ચૈતન્ય ગણો કે પરમાત્મા ગણો - જે યથા તથા આવૃત છે જેને લીધે આપણો સંસાર છે. એ પડળોને છિન્ન ભિન્ન કરી નાખીએ તો એનો આવિર્ભાવ થાય અને પડળોને છિન્ન ભિન્ન કરવા માટે તપસાધનાનું આયોજન કરવામાં આવે છે. યોગશાસ્ત્રમાં પણ આ વિષય ઉપર ઘણી ચર્ચા વિચારણા કરવામાં આવી છે. તેમણે શરીરની સંરચનાનું વર્ણન “કોષો દ્વારા કર્યું છે. અન્નમય કોષ અને પ્રાણમય કોષ જેને સ્થૂળ શરીરમાં માનવામાં આવે છે; જ્યારે મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ સૂક્ષ્મ શરીરમાં છે. આપણે જે કર્મ શરીરનું વર્ણન કર્યું છે તેમાં વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ રહેલો માનવામાં આવે છે. કોષોની સંખ્યા અંગે પણ જુદાં જુદાં મંતવ્યો છે પણ મહત્ત્વની વાત એ છે કે જેણે જેણે આ બાબત ઊંડાણમાં જઈને ચિંતન કર્યું છે તેમણે સૂક્ષ્મ શરીરોની વાતનું સમર્થન કર્યું છે. હજુ સુધી વિજ્ઞાને આ વાત સ્વીકારી નથી; પણ જેમણે અંતર્દષ્ટિથી જોયું, કાર્ય-કારણના સંબંધથી વિચાર્યુ તેઓએ કહ્યું કે આપણા શરીરની અંદર સૂક્ષ્મ શરીર કે શરીરો છે. આટલી વાત સમજાય અને તેનો સ્વીકાર થાય તો જ તપનું રહસ્ય સમજી શકાય. ભગવાન મહાવીરે આચારાંગમાં કહ્યું : “ધુણે કમ્પસરીરગ. કર્મ શરીરને ધુણાવો - ખંખેરો. કર્મ શરીરને એવું તો પ્રકંપિત કરો કે બધાં કર્મો ખરી પડે - તેની નિર્જરા થાય. જેમ વાદળોથી ઢંકાયેલો સૂર્ય વાદળો ખસી જતાં પોતાના સ્વરૂપે ઝગમગી ઊઠે છે તેમ આત્મા પણ તપસમાધિ ૧૫૫– Jain Educationa International For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ કર્મશરીર કંપાયમાન થતાં, છિન્ન-ભિન્ન થતાં પોતાના પૂર્ણ સ્વરૂપે પ્રકાશી રહે છે. એટલે મૂળ વાત એ આવી કે એવું કંઈક કરો જેથી સત્વરે કર્મો વિખરાઈ જાય કે ઢીલાં પડે. આ માટે જે પ્રક્રિયા યોજવામાં આવી તે તપ. આ વાત કેટલી વૈજ્ઞાનિક છે ! ભલે ઘણી જગાએ આ વાતને આટલી વિશદતાથી ન સમજાવવામાં આવી હોય. ભગવાન મહાવીરે સર્વગ્રાહી દૃષ્ટિકોણથી આ વાત ઉપર ચિંતન કર્યું અને તપનું મહત્ત્વ સમજાવી સૌને અનુકૂળ રહે તેમજ ઉત્તરોત્તર આગળ વધી શકાય એ રીતે તેમણે તેમની સાધનાપદ્ધતિમાં તપને સ્થાન આપ્યું. જૈનોની સાધનાપદ્ધતિમાં તપ બહુ મહત્ત્વને સ્થાને છે પણ તે પંડિત તપ કે જ્ઞાન તપ. આચાર્યોએ તપને યથાયોગ્ય સમજવા માટે બીજા પણ બે શબ્દો પ્રયોજ્યા છે - બાલ તપ કે અજ્ઞાન તપ. જે તપમાં આશયનું અજ્ઞાન છે, જે તપ ધ્યેય સુધી પહોંચાડવામાં ઉપયોગી ન થાય એ તપને જૈનાચાર્યોએ અજ્ઞાન તપ કહ્યું છે જેનું કાર્ય કલેશથી વધારે કંઈ મૂલ્ય નથી. કષ્ટ એ તપ નથી. દુઃખ સહન કરવાથી કે કાયાને કષ્ટ આપવાથી તપ થઈ જતું નથી. કદાચ તેનાથી થોડોક શારીરિક ફાયદો થાય અને માનસિક સ્તરે તે થોડું ઉપયોગી નીવડે પણ તપનું જે ધ્યેય છે તેનાથી તો તે કયાંય દૂર છે. આ સંદર્ભમાં જૈન સાધનાપદ્ધતિમાં તપનું આયોજન થયેલું છે. મૂળભૂત રીતે તેના બે વિભાગો પાડવામાં આવ્યા છે. બાહ્ય તપ અને અભ્યતર તપ. બન્નેનો ઉદ્દેશ એક છે પણ તેનો અભિગમ જુદો છે. બાહ્ય તપ વધારે બહારની વાતો સાથે સંબંધ રાખે છે. તેને બહારના દારિક શરીર સાથે ઝાઝો સંબંધ છે. તેની સૌ પ્રથમ અસર બહારના શરીર ઉપર પડે છે તેથી પણ તેને બાહ્ય તપ કહે છે. બાહ્ય તપ શબ્દ જ બતાવે છે કે હજુ ભીતર-અંદર જવાનું છે. બાહ્ય તપ અભ્યતર તપમાં જવા માટે સહાયક તપ છે અથવા તો તે દ્વારા અત્યંતર તપમાં જવાનું ઠીક રહે. કદીક કોઈ સીધા જ અત્યંતર તપનો સહારો લઈને કર્મ શરીર ઉપર આક્રમણ કરી તેને નિર્બળ બનાવે તો તેની ના નથી; પણ એ રાજમાર્ગ નથી. આગળના ગઢ જીતતાં જીતતાં જો અંદરના ગઢ સુધી – ૧૫૬ – – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ પહોંચીએ તો પાછા પડવાનો સંભવ ઓછો રહે. તેમ બાહ્યતપથી શરૂ કરી અત્યંતર તપ સુધી સાધક પહોંચે તો તેને ખતરો ઓછો રહે અને સફળતાની શકયતાઓ વધી જાય. જોકે વાસ્તવિકતામાં બન્ને અલગ નથી. બન્ને પ્રકારનાં તપો - બાહ્ય તેમજ અત્યંતર, એકબીજા સાથે એટલા સંલગ્ન છે કે તેમને અલગ કરીને સાધી ન શકાય. એકમાંથી બીજામાં પ્રવેશ થાય છે. બન્ને પરસ્પર અસર કરે છે - પ્રભાવ પાડે છે. બાહ્યતાની અસર જો અંદર ન પડે તો તે તપ ન રહે. અત્યંતર તપની અસર બહારના વાણી-વર્તન ઉપર વર્તાયા વગર રહેતી નથી. સમજવા માટે અને સાધનાની સરળતા માટે બન્નેનો અલગ અલગ રીતે વિચાર કરવામાં આવ્યો છે. બાહ્યતામાં મુખ્ય તો ત્રણ છે. એક છે ઉપવાસ કે મિતાહાર. બીજું છે આસન ઈત્યાદિ- જેને કાયક્લેશ કહે છે કારણ કે એમાં કાયાને કષ્ટ આપવું પડે છે. ત્રીજું છે પ્રતિસલીનતા. આહારના અભાવમાં શરીરને ઉત્તેજના નથી મળતી. ઇન્દ્રિયોના વ્યાપારો શિથિલ થઈ જાય છે. આહારની માત્રા ઓછી કરવી એ પણ તપ છે. ભોજન ન કરવામાં આવે કે ખોરાક ઓછો લેવામાં આવે તો તેની તાત્કાલિક અસર શરીર ઉપર તો વર્તાય છે જ પણ ધીમે ધીમે તેની અસર અંદરના સૂક્ષ્મ શરીર ઉપર પણ પડે છે. સૂક્ષ્મ શરીરને સબળ કરવાનું કાર્ય સ્થૂળ શરીર જ કરે છે. સૂક્ષ્મ શરીર નભે છે સ્થૂળ શરીરના ભોગે. સ્થૂળ શરીર નિર્બળ પડવા લાગે છે કે તુરત જ અંદરની વૃત્તિઓ નિર્મળ થવા લાગે છે. વાસનાઓની ઉત્તેજના ઓછી થઈ જાય છે અને ચિત્ત એકાગ્રતા સાધી સાધનાપથ ઉપર આગળ વધી શકે છે. બીજું તપ છે કાયક્રકેશ એટલે કે કાયાને કષ્ટ આપસનું. એ કાર્ય આસન, વંદન, વ્યાયામ ઈત્યાદિ ક્રિયાઓ દ્વારા થાય છે. મનુષ્યના શરીરમાં અનેક મર્મસ્થાનો છે. આ મર્મસ્થાનો જ્ઞાનનું વહન કરે છે. આ મર્મસ્થાનો ગતિ આપવાનું પણ કાર્ય કરે છે. યોગની ભાષામાં એને ચક્ર કહે છે. શરીરશાસ્ત્રની ભાષામાં તેમને ગ્રંથિઓ કહે છે. કેટલાક તેને ચૈતન્ય કેન્દ્રો પણ કહે છે. આસન-વંદન એ બધાનું કાર્ય આ મર્મસ્થાનોને સક્રિય તપસમાધિ Jain Educationa International For Personal and Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ કરવાનું તેમને કાર્યક્ષમ રાખવાનું છે. કાયાને સાધ્યા વિના કોઈપણ સાધના કરવી મુશ્કેલ થઈ પડે છે. સાધનામાં કાયાને અવગણવાની નથી. તેમાં દેહને સાધીને તેની પાસેથી કામ કાઢી લેવાનું છે. ત્રીજું મહત્ત્વનું તપ છે - પ્રતિસંલીનતા. પ્રતિસંલીનતા સંબંધવિચ્છેદની પ્રક્રિયા છે. પ્રાપ્ત વિષયો ઉપર રાગ કે દ્વેષ ન કરવો એ પણ પ્રતિસંલીનતાનો એક પ્રકાર છે; પરંતુ તે એટલો બાહ્ય નથી. બાહ્ય તપમાં મુખ્યત્વે ત્રણ બાબતો પ્રાપ્ત થાય છે. ભોજન સર્વથા બંધ કે અલ્પ કરવાનું. શરીરમાં આવેલાં મર્મસ્થાનોને સક્રિય કરવાનાં જેથી તે સંકોચાયેલાં ન રહે પણ વિકસિત થઈ જાય. ત્રીજી વાત છે વિષયોના આગમનને રોકવાનું. વિષયો જ્યાંથી પ્રવેશ કરે છે એ દ્વારોને બંધ કરી દેવાનાં અને છતાંય વિષયોને સદંતર રોકી ન શકાય તો તેના પ્રતિ રાગ-દ્વેષ નહિ રાખવાનો. ભોજનનો સંયમ કરો, આસન આદિ ક્રિયાઓ દ્વારા શરીરનાં મર્મસ્થાનોને સક્રિય કરો, ઇન્દ્રિયો અને મનને રોકો; એ બધાનો પ્રભાવ સ્થૂળ શરીર ઉપર પડવાનો. સ્થૂળ શરીર ઉપર પડેલો પ્રભાવ તેના પૂરતો મર્યાદિત રહેતો નથી. તેની અસર તૈજસ શરીર ઉપર પડે છે અને તે વળી કર્મશરીરને પ્રભાવિત કરે છે. જો આ બધાનો પ્રભાવ કર્મશરીર સુધી ન પહોંચે તો તેમને તપ કહી શકાય નહિ. તપ એટલે તપાવવું. કોને તપાવવાનું છે ? કર્મશરીરને. જો કર્મશ૨ી૨ને આ કહેવાતાં તપોની આંચ ન લાગે તો તેમને તપ ન કહી શકાય. પછી તો તે કેવળ કાય કલેશની કોટિનાં ઠરે. કર્મશરીર પુષ્ટ થતું રહે એવી ક્રિયાઓને મહાવીર તપ નથી ગણતા. જો કર્મશરીર પ્રકંપિત ન થયું તો તેને તપ ન ગણાય. આવું તપ જૈન સાધનામાર્ગમાં સ્વીકાર્ય નથી. શરીરને કષ્ટ આપવું એ કંઈ તપ નથી. તપ તો એ કે જે સ્થૂળશરીરને તપાવવાની સાથે સાથે કર્મશરીરને પણ તપાવે. બાહ્ય તપ વિષે આપણે સ્પષ્ટ થવાની જરૂર છે કે સ્થૂળશરીરને તપાવવું એ આપણા તપનો ઉદ્દેશ નથી. જે ક્રિયાથી કર્મશરી૨ તપવા લાગે, જેનાથી કર્મશરીર પ્રકંપિત થઈ જાય-કર્મો ખરી પડવા લાગે તો જ તે ક્રિયા તપ ગણાય. જો આ હેતુ સિદ્ધ ન થાય તો વાસ્તવિકતામાં તે ક્રિયા તપ નથી જેથી તેને અજ્ઞાનતપ કહેવું પડે. મહાવીરની સાધનાનો મર્મ ૫. Jain Educationa International For Personal and Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ બાહ્યતપની પ્રક્રિયામાં સ્થૂળશરીર, પ્રાણશરીર, કર્મશરી૨ અને આ શરીરોને મળતાં કે તેના સંપર્કમાં રહેતાં બહારનાં બધાં જ સાધનો જેવાં કે ભોજન, મકાન, હવા, સુગંધ, દુર્ગંધ, ખાટા-મીઠા રસ, સુંદર અને કદ્રુપ દૃશ્યો, કોમળ અને કઠોર સ્પર્શ આ બધાં સાથે મળીને બાહ્ય તપનું નિર્માણ કરે છે. એની સાથે ઇન્દ્રિયો અને મનનો પણ સહયોગ થાય છે અને ત્યાર પછી તે તપ બને છે. એમાં બાહ્ય સામગ્રીની પ્રધાનતા હોવાથી તેને બાહ્ય તપ કહે છે. અત્યંતર તપ આમ તો કોઈ પણ તપ પૂર્ણતયા બાહ્ય કે અત્યંતર નથી; પણ તેની વિશેષતાને દૃષ્ટિમાં રાખી આ વિભાજન કરવામાં આવ્યું છે. બાહ્ય તપમાં આંતરિક તપને સ્પર્શ થવાનો અને આંતરિક તપનું પરિણામ બહાર પણ આવવાનું. છતાંય સામાન્ય રીતે જે સાધના માનસિક સ્તર ઉપર થાય છે તેને આંતરિક તપ કહેવામાં આવે છે અને જે સાધના શરીરના સ્તર ઉપર વધારે થાય છે તેને બાહ્ય તપ ગણવામાં આવે છે. માનસિક સ્તરની સાધના કઠણ હોય છે. આ સાધના વિકાસની આગળની ભૂમિકામાં શરૂ થાય છે. વિકાસની પહેલી ભૂમિકામાં સાધના કેવળ શરીર પર થાય છે પછી યોગ્યતા વધતાં સાધના ઉત્તરોત્તર આગળના સ્તરોને સ્પર્શે છે. સાધના સ્થૂળશરીરથી આગળ વધીને પ્રાણશ૨ી૨ને - તૈજસશરીરને સ્પર્શે છે. જેમ જેમ પ્રાણશરીર સધાતું જાય છે તેમ તેમ માનસ શરીરનો વિકાસ શરૂ થઈ જાય છે પરિવર્તન આવવા લાગે છે. આ છે સ્વભાવ પરિવર્તનની પ્રક્રિયા. જ્યારે સાધક બાહ્ય તપ કરતો હોય છે ત્યારે તે આવશ્યક નથી કે તેનામાં આંતરિક ગુણો ઘટિત થતા હોય. ઉપવાસ કે ઉણોદરી તપ ચાલતું હોય પણ મનમાં માયાનું શલ્ય હોય પણ ખરું, દિલમાં ઋજુતાનો ગુણ ન પણ વિકસ્યો હોય. જ્યારે અંતર તપમાં તો ગુણોનો વિકાસ આવશ્યક બની રહે છે. પ્રાયશ્ચિત અંતરતપ છે. પ્રાયશ્ચિતનો અર્થ પશ્ચાતાપ નથી. પશ્ચાતાપ તો બહુ ઉપર ઉપરની વાત છે. પ્રાયશ્ચિત કરે અને અંદર માયા હોય કપટ હોય તે શક્ય નથી; અને જો તેમ હોય તો તે તપસમાધિ ૧૫૯ ―― Jain Educationa International For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ પ્રાયશ્ચિત ન ગણાય. મનની ગાંઠો ખૂલી જાય અને સ્વભાવમાં ઋજુતા આવી જાય ત્યારે જ પ્રાયશ્ચિતનો ભાવ ઉદયમાં આવે. પ્રાયશ્ચિત એ પરિવર્તનની પ્રક્રિયા છે અને પરિવર્તનનું પરિણામ પણ છે. દિલગીરી વ્યક્ત કરવી - સૌરી કહેવું એ તો શિષ્ટાચાર છે. એમાં પ્રાયશ્ચિત નથી. કદાચ ત્યાં પશ્ચાતાપ હોઈ શકે. પ્રાયશ્ચિત તો મનને નિર્મળ બનાવવાની પ્રક્રિયા છે. રૂપાંતરની પ્રક્રિયા છે. આજે મનોવૈજ્ઞાનિક ચિકિત્સામાં પણ પ્રાયશ્ચિતની સમકક્ષ કહી શકાય એવા પ્રયોગો થાય છે. મનોવૈજ્ઞાનિક દરદીને દિલ ખોલી બધું જ કહેવા માટે જણાવે છે. દરદી જેમ જેમ કહેતો જાય છે તેમ તેમ તેના અંતરની ગાંઠો ખૂલતી જાય છે. દોષ થવો એક વાત છે પણ જ્યારે તે છુપાવવામાં આવે છે ત્યારે ગાંઠ પડી જાય છે. ખુલ્લા મને એકરાર કરવાથી ગાંઠો ખૂલતી જાય છે. આમ, પ્રાયશ્ચિત ચિત્તશોધનની પ્રક્રિયા છે. જેને ગ્રંથિવિમોચનની પ્રક્રિયા પણ કહી શકાય. આ પ્રક્રિયા માનસિક સ્તર ઉપર ઘટિત થાય છે. એનાથી માનસિક પરિવર્તન કે સ્વભાવ પરિવર્તન થાય છે. તેથી તે અત્યંતર તપ છે. બાહ્ય તપ નથી. વિનય પણ અત્યંતર તપ છે. સામાન્ય રીતે આપણે વિનયમાં નમ્રતાનો જ અર્થ જોઈએ છીએ પણ મહાવીરની વાણીમાં વિનયનું વ્યાપ્ત સ્વરૂપ જોવા મળે છે. તેનું પ્રતિપાદન ઔપપાતિક સૂત્રમાં મળે છે, જ્યાં વિનયને સાત પ્રકારે ઘટાવવામાં આવ્યો છે. જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય, મનવિનય, વચનવિનય, કાયવિનય અને લોકોપચાર વિનય. આ વર્ગીકરણ જોઈને તો એમ લાગે કે ભગવાન મહાવીરની સમગ્ર સાધનાપદ્ધતિ આ એક વિનય શબ્દમાં સંગ્રહીત થયેલી છે. વિનય એક આંતરિક પ્રક્રિયા છે. અહંની ગ્રંથિ જ્યાં સુધી સાબૂત હોય ત્યાં સુધી વિનયનું નિર્માણ ન થઈ શકે. અભિમાન એક એવો મોટો દોષ છે કે જે વ્યક્તિને કદીય સત્યને યથાર્થ સ્વરૂપે જોવા દેતો નથી; પછી સ્વીકારની તો વાત જ વેગળી રહી. અહ, જ્ઞાનપ્રાપ્તિની આડે આવે છે. તેનાથી દષ્ટિ પણ ભ્રાંત રહે છે. ચારિત્રમાં - આચરણમાં પણ અહંકાર બાધા બની રહે છે. અહંના વિસર્જન વિના કોઈ વ્યક્તિ વિનય નથી કરી – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ શકતી. અંતર સાધનામાં વિનયનું સ્થાન બીજા નંબરે આવે છે. પહેલા ક્રમમાં પ્રાયશ્ચિત છે – જેમાં સંસ્કારોની ગ્રંથિઓ ખોલવામાં આવે છે અને નિર્મળ કરવામાં આવે છે. બીજા ક્રમમાં વિનય છે જે અહંના વિસર્જનની સાધના છે. અત્યંતર તપમાં ત્રીજા ક્રમે આવે છે, વૈયાવૃત્ય. વૈયાવૃત્ય - વૈયાવચ્ચ. એનો અર્થ છે સત્ પુરુષોની સેવા. અહી સેવાનો અર્થ ખાલી કામ કરી દેવું એટલો જ નથી. સેવા શબ્દ સાથે રહસ્ય જોડાયેલું છે. એ રહસ્ય છે તાદાભ્ય. વ્યક્તિ સાથે એવું તાદાભ્ય સધાય કે તેનું દુઃખ, તેની મુશ્કેલી આપણી મુશ્કેલી બની જાય. આમ, એની પાછળ સમગ્રતાની એક અનુભૂતિ રહેલી છે. એમાં જેની સેવા કરવામાં આવે છે તેની સાથે એત્વ સ્થપાયેલું હોય છે તેથી વૈયાવૃત્યમાં સમત્વની અનુભૂતિ થાય છે. કોરી સેવા એ તો એક પ્રકારનો વ્યવહાર છે જ્યારે વૈયાવૃત્યની સેવા એ એક પ્રકારનું અત્યંતર તપ બની જાય છે. જો તેની પાછળ તાદાસ્યનો ભાવ ન રહે તો તે તપની કક્ષામાં પ્રવેશી પણ ન શકે. સામાન્ય રીતે જૈનોમાં આ શબ્દનો વિશેષતઃ પ્રયોગ સાધુઓની સેવા માટે થાય છે. વાસ્તવિકતામાં તે સાધુત્વની પૂજા છે, સાધુત્વનું બહુમાન છે. ત્યાં કોઈ વ્યક્તિની સેવાનો પ્રશ્ન નથી. સાધુત્વ સાથેના તાદાસ્ય ભાવમાંથી જન્મતી સેવામાં એકત્વની અને સમત્વની ભાવના રહેલી છે. તેથી તો તે અત્યંતર તપ બની જાય છે. સેવા સહેલી છે પણ જેની સેવા કરવામાં આવે તેની સાથે તાદામ્ય સાધીને સેવા કરવી એ તપ છે. આવી સેવામાં આંતરિક્તા આવશ્યક છે. જેમ અહંની ગ્રંથિ તુટયા વિના વિનય થઈ શકતો નથી તેમ મમત્વની - મારાપણાની ગ્રંથિ તૂટયા વિના વૈયાવચ્ચ-સેવા થઈ શકતી નથી. બીજી રીતે કહીએ તો મમત્વનું વિસર્જન એ જ વાસ્તવિક સેવા છે. અત્યંતર તપમાં ચોથા ક્રમે સ્વાધ્યાય આવે છે. સામાન્ય રીતે અભ્યાસ માનસિક સ્તરે થતો હોય છે. મનનાં બે કાર્યો છે કલ્પના અને તત્ત્વવિચાર. માનસિક વિકાસ થયા વિના તત્ત્વવિચાર થઈ શકતો નથી. સ્વાધ્યાયનો અર્થ પુસ્તકો વાંચવા પૂરતો મર્યાદિત નથી. એમાં મનન, તપસમાધિ Jain Educationa International For Personal and Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ચિંતન, પરાવર્તન ઇત્યાદિ ઘણી વાતો સમાયેલી છે. તેની સાથે ભાવના પણ સંલગ્ન છે. સત્ય માટે ઊંડાણમાં જઈને નિરીક્ષણ કરવું તે સ્વાધ્યાય છે. સ્વાધ્યાયમાં સત્યનો બોધ રહેલો છે તેથી તે તપ બને છે અને તે માટેની પ્રક્રિયા મહદંશે અંદરના સ્તરે રહે છે તેથી તેને અત્યંતર તપ કહે છે. પાંચમા ક્રમે ધ્યાન આવે છે અને એ વિષય ઘણો મોટો અને સ્વતંત્ર છે જે વિષે આપણે અન્ય સ્થળે વિસ્તારપૂર્વક વિચારણા કરેલી છે. અત્યંતર તપમાં વ્યુત્સર્ગ મહત્ત્વનું તપ છે. વ્યુત્સર્ગ એટલે વિસર્જન કરવું. વિસર્જનની આખી પ્રક્રિયા આંતરિક પ્રક્રિયા છે. જગતમાં કંઈપણ છોડવાની વાત અને તે પણ મનથી છોડવાની વાત સૌથી વધારે મુશ્કેલ છે. શરીરને વિસર્જિત કરવું તે કાયોત્સર્ગ છે. આ સાધનાની વિશિષ્ટ પદ્ધતિ છે. વ્યુત્સર્ગ ઘણો વ્યાપક છે. સંસારનો વ્યુત્સર્ગ કરવો - કષાયોનો વ્યુત્સર્ગ કરવો એ મહત્ત્વની વાત છે. કષાય એ જ આપણો સંસાર છે. કાયોત્સર્ગ તો હજુ સહેલી વાત છે કારણ કે વાસ્તવિકતામાં આપણે કાયાને છોડતા નથી. એમાં ખરેખર તો શરીર પ્રત્યેના મમત્વનું વિસર્જન કરવાનું હોય છે. એની સાથે જે બે મહત્ત્વની બાબતો જોડાયેલી છે તે શરીરનું શિથિલીકરણ એટલે વાસ્તવિકતામાં મમત્વનું વિસર્જન. ખાસ તો આ શરીર મારું છે એ ભાવનું વિસર્જન, શરીર સાથેનું તાદાત્મ્ય ઘટે ત્યારે જ સાચા અર્થમાં કાયોત્સર્ગ થઈ શકે. આપણું સમસ્ત જીવન એક દેહાધ્યાસ • છે. તે જેમ જેમ છૂટતો જાય તેમ તેમ કાયોત્સર્ગ સધાતો જાય. આ વાત ધણી કપરી છે અને તેથી અત્યંતર તપમાં પણ તે ચરમસીમા ઉપર રહેલી છે. સાધનાની દૃષ્ટિએ તો ખૂબ આગળની વાત છે કર્મના વિસર્જનની, કર્મ માત્રનો વ્યુત્સર્ગ. કર્મ માત્રનો વ્યુત્સર્ગ થાય, કર્મનું વિસર્જન થઈ જાય પછી સંસાર કયાં રહ્યો ? વ્યુત્સર્ગની પરાકાષ્ઠા કર્મના વિસર્જનમાં છે સંસારના વિસર્જનમાં છે - જે ખૂબ આગળની ભૂમિકા છે. કર્મ વ્યુત્સર્ગ બાહ્યતપ અને અત્યંતર તપની નિષ્પત્તિ છે. તેથી કર્મ વિષય ઉપર સ્વતંત્ર રીતે ગ્રંથો લખાય છે અને તેનાં એકેએક પાસાંનો વૈજ્ઞાનિક રીતે વિચાર કરવામાં આવે છે. આમ, બાહ્ય અને અત્યંતર તપ, સાધનાનાં મહત્ત્વપૂર્ણ અંગ છે. બાહ્ય તપ બહારથી અંદર જવાનું દ્વાર ખોલી આપે છે. બહિરાત્મા મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ અંતરમુખ થતાં અંતરાત્મા બને છે. આંતરિક તપ, સંસારના - સમસ્યાના મૂળમાં પડેલ કર્મ સુધી પહોંચીને તેનું વિસર્જન કરવા માટે છે; જે થતાં અંતરાત્મા પછી પરમાત્મા બની જાય છે. સાધનાના માર્ગમાં આ બન્ને પ્રકારના તપોનું ઘણું પ્રદાન છે તેથી તેનો સ્પષ્ટ બોધ આવશ્યક બની રહે છે. તપના આ બન્ને પ્રકારો બાહ્ય અને અત્યંતર, લાંબી યાત્રા કરીને છેવટે સમાધિ સુધી પહોંચાડે છે અને જીવનના પ્રાપ્તવ્યની નજીક લાવી મૂકે છે. આગમોમાં લખ્યું છે કે તપસ્વી મુનિ “ભાસછન હુતાસન જેવો હોય છે. એટલે કે તપસ્વી મુનિ ભસ્મથી આચ્છાદિત અગ્નિ જેવો દેદીપ્યમાન હોય છે; કારણ કે તપસ્યાથી તેનું મોત શરીર ક્ષીણ થઈ ગયું હોય છે અને તૈજસ શરીરનો વિકાસ થયો હોય છે. તેથી આવો તપસ્વી તેજસ્વી લાગતો હોય છે. એની પ્રાણધારા એટલી વિકસિત થયેલી હોય છે કે તેના સાંનિધ્યમાં શાંતિ અને સમાધાન મળે છે. વચનસિદ્ધિ આવા મુનિની સહજ લબ્ધિ હોય છે. જો કે તપસ્વીનું ધ્યેય કર્મ શરીરના વિસર્જનનું હોય છે તેથી તે તૈજસ કે પ્રાણશરીરના વિકાસથી નિર્મિત થતી સિદ્ધિઓથી પ્રભાવિત થતો નથી; બલે તે તેનાથી બચીને ચાલે છે. તપસમાધિ Jain Educationa International For Personal and Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ નેવીસ) દર્શનસમાધિ હ ઇક હ હ હ હરિ, (હિ હ વાવ ધર્મનું મૂળ શું કહેવાય આ વિષય ઉપર પ્રાચીન કાળથી ચર્ચા થતી આવી છે. વિવિધ ધર્મપુરુષો આ બાબત ખૂબ ઊંડાણથી વિચાર કરીને જે નિષ્કર્ષ ઉપર આવ્યા તેમાં સૌથી વધારે મહત્ત્વની વાત છે - દર્શનની. કુન્દ કુન્દ્રાચાર્યે આ વિષે બહુ મહત્ત્વનું વિધાન કર્યું છે - “દંસણમૂલો ધો' ધર્મનું મૂળ દર્શન છે. આ વિધાન બહુ મહત્ત્વનું છે. કેટલાકને મન દયા એ ધર્મનું મૂળ છે જ્યારે કેટલાકે કહ્યું કે વિનય ઘર્મનું મૂળ છે; પણ જો દર્શન જ અશુદ્ધ હોય તો મૂળથી વાત ખોટી પકડાવાની. જે ખોટે માર્ગે ચઢી જાય તે કાં તો પોતાનું ધ્યેય ચૂકી જાય કે પછી ભમી ભટકીને લાંબી મજલ કરીને ત્યાં પહોંચી શકે. દર્શન એ ધર્મનું મૂળ ગણીએ એટલે સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે શું જોવાનું ? કેવી રીતે જોવાનું? ખરેખર આપણને જોતાં પણ નથી આવડતું. જો જોતાં આવડે તો દર્શન સમાધિ બની જાય અને દર્શન તો સાધનાનું પ્રથમ ચરણ છે. આપણે ભાગ્યે જ યથાર્થ રીતે જોઈએ છીએ. જોવું એટલે કેવળ જોવું; પણ આપણી જોવાની ક્રિયા સાથે અતીત અને ભાવિ બને ભળી જાય છે. આપણી સાધનામાં આ ત્રિકાલનું દર્શન વિન બનીને આવે છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણેય કાળને તોડી નાખવા – ૧૬૪ – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ અને જોતી વખતે કેવળ વર્તમાન ઉપર નજર રાખવી એ સાધના છે. વર્તમાન તો એને જ કહેવાય કે જે અતીતથી તૂટી ગયો છે. અતીતનું અસ્તિત્વ હવે છે જ ક્યાં ? એ વીતી ગયો છે. અનાગત-ભવિષ્યનું પણ અસ્તિત્વ નથી. જે આવ્યો જ નથી તેનું અસ્તિત્વ કેવી રીતે મનાય ? અસ્તિત્વ છે કેવળ વર્તમાનનું અને તેથી વર્તમાનનું મહત્ત્વ છે. આપણો પગ વર્તમાનમાં છે, આપણી દૃષ્ટિ સમક્ષ વર્તમાન છે, છતાંય આપણે ભટકીએ છીએ ભૂતકાળમાં કે ભવિષ્યમાં, ભૂતકાળની ગુફાઓના ઊંડાણમાં આપણે ઊતરીને મૂંઝાઈએ છીએ કે પછી ભાવિની ઊંચાઈઓમાં રાચીંને ટળવળીએ છીએ. પરિણામે આપણો વર્તમાન અતીતના ઊંડાણમાં કે . અનાગતની ઊંચાઈઓમાં ખોવાઈ જાય છે. આમ જે સત્ય છે, અસ્તિત્વ છે તેને આપણે ગુમાવી દઈએ છીએ. વર્તમાનને જોવો, કેવળ વર્તમાનને પકડવો એ મોટી સાધના છે. સાધનાની દૃષ્ટિએ વર્તમાનનું મહત્ત્વ છે. સાધનામાં અતીત અને અનાગત બન્ને વિક્ષેપરૂપ છે. વર્તમાનને પકડવાથી સાધનામાં ઘણા આગળ વધાય છે. બૌદ્ધોએ આ બાબત ઉપર ખૂબ જોર દીધું છે. પણ આપણે જે વાત કરીએ છીએ તે દર્શનસમાધિની અને તે માટે આપણે વિવિધ દૃષ્ટિકોણથી પ્રશ્નનો વિચાર કરવો રહ્યો. જૈન સાધનામાર્ગમાં દર્શનની ખૂબ મહત્તા છે. દર્શન એટલે નિઃશંક પ્રતીતિ; પ્રત્યક્ષ પુરાવો. જેથી દર્શન શબ્દ શ્રદ્ધાના અર્થમાં પણ વપરાય છે. એક વખત જે વાત પ્રત્યક્ષ થઈ ગઈ તેમાં પછી અશ્રદ્ધા રહેતી નથી. જૈનાચાર્યોએ ત્રણ શલ્યની વાત કરી છે. શલ્ય એટલે અંદર રહેલી શૂળ જે સતત વેદના આપ્યા કરે અને જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી તે મનને શાંતિ મળે નહિ, જ્યાં મન અસ્વસ્થ હોય, શાતા ન હોય ત્યાં સમાધિ કેવી ? આ ત્રણ શલ્યો છે માયા શલ્ય, નિદાન શલ્ય અને મિથ્યાદર્શન શલ્ય, માયાની વાત તો સરળતાથી સમજાય એવી છે. દિલમાં કપટ રાખીને વાત કરીએ, વર્તન રાખીએ એ માયા શલ્ય છે. કરેલા કાર્યના તપના બદલામાં હલકી - ઓછા મૂલ્યની વસ્તુ પ્રાપ્ત કરવા જે સંકલ્પ કરીએ તેને નિદાન શક્ય કહ્યું છે. મનમાં ધારેલી વસ્તુને પ્રાપ્ત કરવા આપણે કેટલાં બધાં ઓતપ્રોત થઈ જઈએ ત્યારે સોનાની લગડીને દર્શનસમાયિ Jain Educationa International - For Personal and Private Use Only ૧૫ ― Page #182 -------------------------------------------------------------------------- ________________ માટીના મૂલ્યમાં ખપાવી નાખીએ. આને શલ્ય જ કહેવું પડે કારણ કે તે દિલમાં સતત ખટકયા કરે છે. જેને પરિણામે નિદાન-નિયાણું કરવામાં આવે. જૈન તત્ત્વજ્ઞોએ મિથ્યાદર્શનને પણ શલ્ય કહ્યું છે અને તેને તો ખૂબ મહત્ત્વનું - મોટું શલ્ય ગયું છે. જ્યાં સુધી આપણું દર્શન જ વિપરીત હોય, મૂળથી જ પાયો ખોટો હોય ત્યાં આગળ કેવી રીતે વધાય? સમાધિની પહેલી પૂર્વ શરત છે કે શલ્ય ન રહે. જ્યારે દિલમાં શલ્ય ન હોય અને એમાંય મિથ્યાદર્શનનું શલ્ય ન હોય ત્યારે જ સમાધિની નિષ્પત્તિ થઈ શકે. સાધનાપથ ઉપર વિચરતા પહેલાં આપણને સૌ પહેલું દર્શન થાય છે. દર્શન જ્યાં સુધી શુદ્ધ ન હોય, સમ્યક ન હોય ત્યાં સુધી જ્ઞાન પણ વિપરીત થાય અને ચારિત્ર - આચરણ પણ કયાં રહે ? જ્ઞાનસમાધિ હોય કે પાશ્ચારિત્ર હોય કે પછી વિનયસમાધિ હોય પણ દર્શનસમાધિ વિના તેની નિષ્પત્તિ થવી મુશ્કેલ છે. દર્શનસમાધિ ન હોય ત્યાં સુધી મનમાં ઈતરભાવો જીવતા જાગતા બેઠેલા છે અને એકવાર પહેલું પગલું બરોબર ગોઠવાય પછી બીજાં પગલાં ગોઠવવાનું સરળ રહે અને સાર્થક પણ થાય. દર્શનસમાધિની પ્રાપ્તિની આડે જે બાબતો આવે છે - જે પ્રશ્નો ઉપસ્થિત થાય છે તેનું નિરાકરણ ખાસ કરીને ત્રણ દિષ્ટિકોણથી કરવું રહ્યું. આ ત્રણ દેષ્ટિઓ ખૂબ મહત્ત્વની છે કારણ કે તેને કેન્દ્રમાં રાખી ત્રણ મહાન તત્ત્વ વિચારસરણીઓ ગોઠવાયેલી છે ? એક છે અભેદની દષ્ટિ - જે અદ્વૈતની, વેદાન્તની દષ્ટિ છે. બીજી છે ભેદની દૃષ્ટિ જે નૈયાયિકો અને વૈશેષિકોની દષ્ટિ છે, જ્યારે ત્રીજી દષ્ટિ છે વર્તમાનને લક્ષમાં રાખવાની જે બૌદ્ધદર્શનની દષ્ટિ છે. આ ત્રણેય દષ્ટિઓનો જો સાપેક્ષ પ્રયોગ આપણે કરીએ તો દર્શન ક્ષેત્રની આપણી સમસ્યાઓનું નિરાકરણ આપણને મળી આવે છે અને દર્શન સમાધિ પ્રાપ્ત થઈ શકે છે. આમ, દર્શનસમાધિની આડે આવતું એક મોટું વિઘ્ન દૂર થઈ જાય છે. આપણે આગળ જોઈ ગયા કે કેવળ વર્તમાનને ગ્રહણ કરવાનું ખૂબ મહત્ત્વનું છે - એ જોવાની કળા છે. સાધનાપથ ઉપર કેવળ શુદ્ધ દર્શનઅતીત અને અનાગતથી અશુદ્ધ થયા વિનાનું દર્શન - ખૂબ મહત્ત્વનું છે. – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ સાધનાની દષ્ટિએ વર્તમાનમાં રહેવું એ ખૂબ મૂલ્યવાન સૂત્ર છે. ત્રજુ સૂત્ર નયનો દષ્ટિકોણ યથાર્થતા પ્રસ્તુત કરે છે. તે કેવળ વર્તમાનને પકડીને વસ્તુની વિચારણા કરે છે. બૌદ્ધોની વિચારસરણી જુસૂત્ર નયના આધારે રહેલી છે. તત્ત્વ દષ્ટિએ આ વાત ખોટી નથી પણ તે પૂર્ણ સત્ય નથી. પૂર્ણ સત્ય પામવા માટે આપણે સાપેક્ષ રીતે ભેદની તેમજ અભેદની દષ્ટિથી પણ તત્ત્વોનું દર્શન કરવું રહ્યું. અભેદનો દષ્ટિકોણ વેદાન્ત પ્રસ્તુત કર્યો છે. તે તત્ત્વનો વિચાર સંગ્રહ નયની દષ્ટિથી કરે છે. અભેદનો દષ્ટિકોણ સત્ય તો છે પણ તેને પૂર્ણ સત્ય ગણી શકાય નહિ. સાધનાની દષ્ટિએ અભેદનો સિદ્ધાંત પણ ખૂબ મૂલ્યવાન છે. જ્યાં અભેદની પ્રતીતિ થઈ ગઈ, વસ્તુમાત્ર સાથે અભેદ સધાયો ત્યાં મૈત્રી, સમતા, અહિંસા, ઈત્યાદિ વાતોની તો સહજ નિષ્પત્તિ થઈ જાય છે. અભેદાનુભૂતિ એકાત્મતાનો અનુભવ છે. જ્યારે અભેદની અનુભૂતિનો સાક્ષાત્ થઈ જાય ત્યાર પછી શું સાધવાનું બાકી રહે ? જ્યાં સુધી ભેદ છે ત્યાં સુધી સાધના બાકી છે. જ્યાં અભિન્નતા સધાઈ ત્યાં કોણ કોને સાધે ? જ્ઞાનની આ ઉત્કૃષ્ટ ભૂમિકા છે. સ્થૂળતાનો ભેદ સમાપ્ત થઈ ગયા પછી જે અભેદની સ્થિતિ આવે છે ત્યાં સાધના પરિપક્વ થઈ જાય છે. તે સાધનાનું અંતિમ ચરણ બની રહે છે. જૈનાચાર્યોએ સાધનાપથના અંતિમ ચરણમાં શુક્લ ધ્યાનની વાત કરી છે. શુક્લ ધ્યાનના પ્રથમ બે પાયામાં ભેદ અને અભેદ બન્નેની રીતે વિચાર કરવામાં આવે છે. પ્રથમ પાયો છે પૃથકત્વ વિતર્ક સવિચાર. આ ભેદની ભૂમિકા છે. વસ્તુમાત્રનું ભેદની દષ્ટિએ પૃથક્કરણ કરી ત્યાં સત્યનો સાક્ષાત્ કરવાની દષ્ટિ છે. ભેદમાં વિચાર હોય, વિતર્ક હોય, ત્યાર પછી શુકલ ધ્યાનના બીજા પાયા ઉપર સાધક પહોંચે ત્યારે તે એકત્વ – વિતર્ક - અવિચારની ભૂમિકાને સ્પર્શે છે. તે સમયે તે વિશ્વની સંકલનાનો અભેદથી વિચાર કરે છે. અભેદ સધાતાં વિચારો સમાપ્ત થવા લાગે છે અને ધ્યાન કેવળ સત્ય ઉપર કેન્દ્રિત થઈ જાય છે. ત્યાં ધ્યાન બદલાતું નથી, તેમાં સંક્રમણ થતું નથી. સર્વથા અવિચાર, ફક્ત અસ્તિત્વનો બોધ, સત્નો બોધ, અસીમ એકતાની અનુભૂતિ. આમ, જૈન સાધનાપદ્ધતિમાં નસમાધિ ૧૭– Jain Educationa International For Personal and Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ભેદનો દષ્ટિકોણ પણ છે અને અભેદની દૃષ્ટિ પણ છે. બૌદ્ધના દર્શનની દૃષ્ટિથી વર્તમાનનો પણ વિચાર કરવામાં આવે છે. આમ ત્રણેય દૃષ્ટિકોણનો સાપેક્ષ પ્રયોગ કરી જો સત્યનું દર્શન કરવા પ્રયાસ કરવામાં આવે તો આપણે પૂર્ણ સત્યની વધારે નજીક પહોંચી શકીએ અને દર્શનસમાધિમાં બાધક થતી સમસ્યાઓનું સમાધાન મળી જાય. - સમાધિની પ્રાપ્તિમાં સૌથી મોટી બાધા છે-અસંતોષ. આ નાનકડો શબ્દ સમાધિને વિષુબ્ધ કરે છે. એટલું તો કોઈ કરતું નથી. આજે કોઈ એવું ક્ષેત્ર નથી કે જ્યાં અસંતોષની આગ ભભૂકતી ન હોય. સાધનાની ઉપલબ્ધિથી આપણી વર્તમાન સમસ્યાઓનું પણ સમાધાન થવું જોઈએ. જે વર્તમાન સમસ્યાઓનું નિરાકરણ ન કરી શકે તેને સાધનાનો ઝાઝો ખપ ન રહે. ધ્યાન-સાધનાનું એવું પરિણામ આવવું જોઈએ કે જે સાધના દરમ્યાન તેમજ સાધનાના કાળ પછી પણ દિવસ રાત સ્વસ્થતામાં પરિણમે, સમાધિમાં રાખે. ધ્યાનમાંથી નીચે ઊતર્યા અને મન ક્ષુબ્ધ થઈ ગયું તો એ ધ્યાન કે સાધના ઘણી કાચી કહેવાય. સાધના એવા મનનું નિર્માણ કરે કે જેને વર્તમાનની સમસ્યાઓ, અતીત કે ભાવિ કોઈ અસ્વસ્થ કરી શકે નહિ; તો જ સાધનાનો અર્થ સરે. સમાધિની સ્થિતિની પ્રાપ્તિમાં પ્રથમ વિજ્ઞ છે અસંતોષ. અસંતોષનું જો વિશ્લેષણ કરીએ તો એમાંથી મહત્ત્વની વાત મળે છે તે એટલી જ છે કે વ્યક્તિ હંમેશાં “અભાવને દેખે છે - “અભાવને પકડે છે. માણસ પોતાની પાસે જે નથી તેનો જ ઝાઝો વિચાર કરે છે. અસંતોષનું મૂળ કારણ છે અભાવમાં રમતી કે રાચતી વૃત્તિ. સામાન્ય માણસ અને સાધક વચ્ચે એ મોટો ફેર છે કે માણસ અભાવને જુએ છે જ્યારે સાધક ભાવ જે છે તેને દેખે છે. સાધક અને અસાધક વચ્ચેનું આ નાનું શું અંતર ઘણું મહત્ત્વનું છે. સાધક જે છે તેનો સ્વીકાર કરી લે છે. શું ઈષ્ટ છે અને પ્રાપ્ત કરવા જેવું છે તેવો વિચાર કરે છે અને પછી એકાગ્ર ચિત્તે પોતાની સાધના શરૂ કરે છે. સાધકને વસ્તુનો અભાવ સતાવતો નથી કે ક્ષુબ્ધ કરતો નથી. તેની દષ્ટિ પારમાર્થિક છે -- સત્ય શોધનની છે. જે અભાવને જોયા કરે છે તે નથી સાધના કરી શકતો, નથી ધ્યાન કરી શકતો, નથી ધર્મ પામી શકતો; - જ – મહાવીરની સ્વધનાનો મર્મ મૂછે - “અભાછે. અસંતો સાધક વચ્ચે Jain Educationa International For Personal and Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ પછી સમાધિની પ્રાપ્તિની તો વાત જ ક્યાં રહી ? આવો મનુષ્ય હંમેશાં બહાર તરફ નજર રાખે છે. તે અંદર જોતો જ નથી. જેને સાધનાની દૃષ્ટિ મળી ગઈ તે ભાવને જુએ છે. જીવનમાં ભાવાત્મક દૃષ્ટિ પ્રગટ કરવી અને અભાવાત્મક દૃષ્ટિને સમાપ્ત કરવી એ છે આપણું દર્શન. એ છે દર્શનસમાધિ. આ દૃષ્ટિ પ્રાપ્ત કર્યા પછી જીવનમાં ક્યાંય અસંતોષ રહેતો નથી. પછી તેને કોઈ મુશ્કેલી લાગતી નથી; કારણ કે તેની દૃષ્ટિ અસ્તિત્વ ઉપર સ્થિર થયેલી રહે છે. જ્યાં ‘આ નથી; તે નથી'ની દૃષ્ટિ છે ત્યાં મુશ્કેલીઓનો પાર નથી અને હંમેશાં અસમાધિ જ ચાલુ છે. દર્શનસમાધિની પ્રાપ્તિ માટે કે સમગ્ર સાધનાની દૃષ્ટિએ એ બહુ આવશ્યક છે કે આપણે આપણા અસ્તિત્વને જોઈએ. જે છે તેને દેખીએ. આ દુષ્ટિ પ્રાપ્ત થઈ જાય તો સાધનાનું એક મોટું રહસ્ય આપણા હાથમાં આવી જાય. આગમનું સૂત્ર છે વિતિગિચ્છા સમાવણેણં અપાણેણં નો લહઈ સમાહી - જે સંદેહશીલ છે તેને સમાધિ પ્રાપ્ત થતી નથી. ભગવાન મહાવીરે કહ્યું છે કે જેના મનમાં વિચિકિત્સા છે તેને ક્યારેય કોઈ સમાધિ પ્રાપ્ત નથી થતી. સમાધિની પૂર્વ શરત છે કે લક્ષ્ય પ્રતિ, પોતાની પદ્ધતિ પ્રતિ બિલકુલ અસંદિગ્ધતા. મનમાં કોઈ શંકા નહિ, વિચિકિત્સા નહિ. વાત્સવિકતામાં સૌથી પહેલાં વિચિકિત્સા છૂટી જવી જોઈએ. તેથી આગમોમાં કહેવામાં આવ્યું - નાદંણિસ્ નાણું - જેનામાં દર્શન નથી, વિશ્વાસ નથી, સાક્ષાત્કાર નથી, તેને જ્ઞાન નથી. જેનામાં જ્ઞાન નથી તેનામાં ચારિત્ર નથી આવી શકતું. દર્શનસમાધિની પછી જ જ્ઞાનસમાધિ અને ચારિત્રસમાધિ આવે છે. જ્યાં સુધી મનમાં ઇતરભાવ છે - વિચિકિત્સા છે ત્યાં સુધી સમાધિની આશા કેવી ? જ્યાં અંદર શંકાનો કીડો ખદબદે છે, જ્યાં અસંતોષની આગના ભડકા નીકળે છે ત્યાં દર્શનસમાધિ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે ? તેથી તો ધર્મના મૂળને દર્શન કહ્યું છે. દંસણમૂલોધમ્મો. પ્રખર વેદાંતી શંકરાચાર્યે એક વાક્યમાં આ વાતનો નિર્દેશ ખૂબ સરસ રીતે કર્યો છે ચિત્તસ્ય એકાગ્રતા સમાધાનમ્ - ચિત્તની જ્યારે એકાગ્રતા સધાય છે ત્યારે સમાધાન કે સમાધિની પ્રાપ્તિ થાય છે. દર્શનસમાધિ ૧૯= Jain Educationa International - - For Personal and Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ખૂબ વિરોધી લાગે એવી વાત તો એ છે કે જ્યારે સાધના કરવા બેસીએ ત્યારે વિચારવાનું છે કે મારે શું મેળવવું છે - મારે શું થવું છે; પણ જેવી સાધના આગળ વધે છે કે થવાની વાત અને પ્રાપ્ત કરવાની વાત સરી પડવા લાગે છે અને પછી આપણે શું છીએ તે વાત મહત્ત્વની બની જાય છે. પછી રહે છે અસ્તિત્વનો બોધ. H –– ૧૭૦ – મહાવીરની સાધનાનો પર્ય Jain Educationa International For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ચોવીસ) ચારિત્રસમાધિ છે ? હરિ હરિ ધ ફિ |િ ભાવિ l ભગવાન મહાવીરના સાધનામાર્ગમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણેયનું મહત્ત્વ છે. તેમણે ત્રણેયને આવશ્યક ગણ્યાં છે. જ્ઞાન હોય, દર્શન હોય અને ચારિત્ર ન હોય તો સાધનાપથ ઉપર ઠેરના ઠેર રહી જવાય. ચારિત્ર એટલે આચરણ, જ્ઞાન એટલે જાણકારી, દર્શન એટલે ખાતરી - શ્રદ્ધા. આ ત્રણ સાથે હોય અને ત્રણેય સમ્યફ હોય ત્યારે જ મોક્ષમાર્ગ ઉપર આગળ વધાય. બીજી બાબતોની જેમ મહાવીરનો ચારિત્રમાર્ગ પણ વિશિષ્ટ છે અને ગહન છે. મહાવીર કહે છે - • એિર્ય ચરિતકર ચારિત હોઇ અહિયા’ - જે અંદર ભરેલું છે. તેને ખાલી કરવું તે ચારિત્ર છે. માણસ કદીય ખાલી નથી થતો. કેટલાય વિચારો, કેટલીય વાસનાઓ, કેટલાંય કર્મોથી માણસ ભરેલો છે. તેને ખાલી થવાનું મહત્ત્વ સમજાતું નથી. અને સમજાય છે તો ખાલી થતાં આવડતું નથી. અંદરથી ખાલી થઈ જવું એ સાધના છે. એ કામ સહેલું નથી. એવું જ બીજું મહત્ત્વનું કાર્ય છે નિગ્રહ કરવાનું - “ચરિણ નિગિણહાડ', અંદરથી સફાઈ થવી જોઈએ અને બહારથી કંઈ કચરો અંદર ન આવવો જોઈએ. આ બન્ને માટેના પારિભાષિક શબ્દો છે – નિર્જરા અને સંવર. નિર્જરા એ ખાલી થવાની પ્રક્રિયા છે. સંવર એ ચારિત્રસમાધિ ૧૭૧– Jain Educationa International For Personal and Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ અગિયા કોઈ બાધ જ કંઈ ના માર્ગ છે એ વાત છે. ત્યારે તે રોકવાની પ્રક્રિયા છે. સંવરમાં નિગ્રહ છે. મહાવીરની સાધના ખૂબ વૈજ્ઞાનિક રહી છે. માનસિક રેવન- કેથાર્સીસનું આજે પૂબ મહત્વ અંકાય છે. હજારો વર્ષ પહેલાં મહાવીરનું ધ્યાન તેના ઉપર હતું. તેમણે કોચ સંયમની વાત કરી નથી. તેમનો સંયમ બહાર તો છે જ પણ અંદર વધારે છે. મહાવીરના માર્ગમાં બહાર અને અંદર બન્નેનું મહત્ત્વ છે. એજ્યની અવગણના નથી કરવામાં આવી કારણ કે સાધના અને વિના અપૂર્ણ રહી જાય છે અને એટલી અસરકારક નથી નીવડતી. આ બન્ને પ્રક્રિયાની પાછળ આત્મ કર્તૃત્વનો મહત્વનો સિદ્ધાંત રહેલો છે. મહાવીર કોઈનું આપેલું નથી લેતા, તે પોતે જ ઉપાર્જન કરે છે. તેમણે પ્રસ્થાપિત કરેલા માર્ગમાં કોઈ બહારથી આવીને મદદ કરે અને આપણું કાર્ય થઈ જાય તેવી વાત જ નથી. જે કંઈ કરવાનું છે તે આપણે જ કરવાનું છે અને આપણે જ પામવાનું છે. ચારિત્રનો માર્ગ બે બાબતો ઉપર નિર્ભર છે. પહેલી વાત છે આત્માની સ્વતંત્રતાની અને બીજી વાત છે આત્માના પુરુષાર્થની. આત્માનું કર્તૃત્વ ત્યારે જ સાબિત થઈ શકે કે જ્યારે તે નિમિત્તોની ઉપર ઊઠી શકે. આત્મા નિમિત્તોથી પ્રભાવિત થાય છે પણ તેની ઉપર ઊઠવાની તાકાત પણ આત્મામાં જ છે. નિમિત્તોને વશ થઈ જઈએ અને તેનો પરાભવ ન કરી શકીએ તો પછી સાધનાનો અર્થ જ ક્યાં રહ્યો ? સંયમ કે નિગ્રહ એ પુરુષાર્થનો સિદ્ધાંત છે. આત્માના સ્વતંત્ર કર્તૃત્વને આધારે એનો વિકાસ થાય છે. આમ, મહાવીરના ચારિત્ર માર્ગમાં સંયમ અને રેચન બન્ને પ્રક્રિયા રહેલી છે. તેને આધ્યાત્મિક પ્રાણાયામ કહી શકાય જેમાં કુંભક અને રેચન કરવાનું છે. ચારિત્રમાં પૂરકની જરૂર નથી, કારણ કે આપણે કદીય ખાલી રહેતા જ નથી. મૂળ સમસ્યા તો એ છે કે આપણે ક્યારેય ખાલી થતા નથી અને ખાલી થયા વિના ચારિત્ર ન લાધે. આમ, બહારથી જોઈએ તો ચારિત્રનો માર્ગ અક્રિય લાગે કારણ કે બહારથી તેમાં ઓછી ગતિશીલતા લાગે છે. પણ આ માર્ગમાં અંતરની સક્રિયતાનું વધારે મહત્ત્વ છે. આપણા શરીરમાં જેટલાં કર્મસ્થાનો છે, જેટલી ગ્રંથિઓ છે તે બધી આપણા ચૈતન્યની શક્તિઓને છિન્નભિન્ન – ૧૭૦ – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ કરી નાખે છે; તે જ માપણા સ્વાભાવિક માનંદને પ્રગટ થવા દેતી નથી. આ કર્મસ્થાનોને, ગ્રંથિઓને તોડવાનું કાર્ય, તેમને નિર્ણય કરવાનું પર્વ બહાર છે તેના કરતાં અંદર વધારે છે. જે વ્યક્તિ ચારિત્રનો સ્વીકાર કરે છે તે વાસ્તવમાં બહુ જ મોટા યુદ્ધમાં ઊતરે છે પણ આ માર્ગ આંતરિક સંઘર્ષનો છે જેથી બહાર ઓછો દેખાય છે. ધ્યાનની શરૂઆત કરી અને ચંચળતા ન વધી તો માની લેવું કે હજુ આંતરિક સંઘર્ષ શરૂ થયો જ નથી. જેવો સંયમ શરૂ કરો કે તુરત જ વાસનાઓ ઉછાળો મારવા લાગે. ત્યારે જ ખબર પડે છે કે અંદર આટલા બધા આવેગો દબાઈને પડયા હતા. સાધનાની પ્રથમ ક્ષણે સંઘર્ષની શરૂઆત થાય છે અને પહેલી ક્ષણમાં જ જોરદાર પ્રતિરોધ પણ આવવાનો. જેમ જેમ સાધના આગળ વધતી જાય તેમ તેમ ચઢાવ-ઉતરાવ આવતા જવાના. કોઈ ક્ષણે લાગે કે આપણે વિજયમાં છીએ તો વળી બીજી ક્ષણે લાગે કે વાસનાઓનો વિજય થઈ રહ્યો છે. સાધનામાં આક્રમણ-પ્રતિઆક્રમણ થયા જ કરે છે. ઘણીવાર તો સાધકને લાગે કે સાધના વિફળ થઈ રહી છે અને તે હતાશ થવા લાગે. આ પ્રક્રિયામાં જે ટકી રહે તે જ સાધક આગળ વધી શકે. વિવેકાનંદે પોતાના સાધના જીવનના એક પ્રસંગમાં લખ્યું છે કે વાસનાઓ જોરદાર આક્રમણ કરી રહી છે અને તેની સામે ટકી રહેવું મુશ્કેલ બનતું જાય છે. મહાવીરના સાધનાકાળમાં દેવોએ ઉપસર્ગો કર્યાની વાત આવે છે અને ખાસ કરીને સંગમ દેવે મહાવીરને ચલાયમાન કરવા ખૂબ કષ્ટ આપ્યાની વાત છે. આ કાળે આપણે સંગમ દેવે સાધનામાં વિઘ્નો ઊભાં કર્યાની વાત કદાચ ન પણ માનીએ; છતાંય તે વાત તો નિશ્ચિત લાગે છે કે મહાવીરને સાધનાકાળમાં તેમની વાસનાઓ, અંદર દબાઈને પડેલા સંસ્કારો સામે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો. કદાચ દેવો ન આવ્યા હોય પણ તેમને સાધનાકાળમાં પ્રચંડ આંતરિક સંઘર્ષ કરવો પડયો હતો અને તેમાંથી પાર ઊતર્યા પછી જ તેમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું અને તેઓ કૃતકૃત્ય થઈ ગયા. જો પૌરાણિક ભાષામાં કહીએ તો સંગમ દેવે અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો કર્યા અને યોગની ભાષામાં વાત કરીએ તો કેટલાય જન્મોના સંસ્કારો સામે તેમણે પ્રચંડ યુદ્ધ કર્યું. આજ જોઈએ તો બને ચારિત્રસમાધિ ૧૭૩– Jain Educationa International For Personal and Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ વાતો વચ્ચે ઝાઝો ભેદ રહેતો નથી. એક વાતમાં શબ્દાર્થ છે તો બીજી વાતમાં સૂચિતાર્થ છે. મૂળ વાત અંદર પડેલા સંસ્કારોને – વાસનાઓને ખાલી કરવાની છે જે સરળ નથી. બહારના સંઘર્ષ કરતાં આ સંઘર્ષ ખૂબ પ્રબળ હોય છે અને એમાં હાર-જીતની હારમાળા સર્જાય છે. આ બધા સમયે સાધકે ખૂબ જાગરૂક રહીને પરમ વૈર્યથી પોતાનો માર્ગ ચાતરવો પડે છે. નિગ્રહની શક્તિ - સંયમની આરાધના આ સંઘર્ષમાં સાધકની સુરક્ષા હરોળ છે. તે બહારના આક્રમણથી સાધકને બચાવે છે. સંયમ અને સંસ્કારોને ખાલી કરવાનું સાથે સાથે જ ચાલે છે. એને સંવર અને નિર્જરા કહી શકાય. તેને આધ્યાત્મિક પ્રાણાયામ પણ કહી શકાય જેમાં કુંભક અને રેચનની પ્રક્રિયા રહેલી છે. આ બન્ને પાયા ઉપર ચારિત્રની સમાધિનું નિર્માણ થાય છે. ચારિત્રના સાત અંગ છે જેનાથી માહિતગાર રહીને, જેને સાધીને સાધક ચારિત્રસમાધિ મેળવી શકે છે. ચારિત્રસમાધિ મેળવવા સૌથી પહેલાં જીતવાની છે આશંસાને. આશંસા એટલે અપેક્ષા - ઈચ્છા. આમ તો જીવનમાં ઘણી બધી આશંસાઓ હોય છે પણ એમાં સૌથી મોટી આશંસા છે જીવવાની. તેને આધારે સૌ ઇચ્છાઓ ઊભી થાય છે. જીવનની આશંસા એટલે મોતનો ભય. આશંસા અને ભય એ બે અલગ નથી. મહાવરે યથાર્થ કહ્યું કે – સમાષ્ય માહુ તક્સ જ જે અખાણ ભએણ દેસએ - જેના મનમાં ભય નથી તેને સામાયિક પ્રાપ્ત થઈ શકે છે. અનાશંસા વિના અભય પ્રાપ્ત થઈ શકતો નથી. અને અભય વિના સામાયિક સધાતું નથી - સમતા આવતી નથી. ચારિત્રનું પહેલું અંગ છે અનાશંસા, બીજું છે અભય અને ત્રીજું છે સમતા. આ ત્રણેય અંગ પરસ્પર સંલગ્ન છે તેમજ ખૂબ મહત્ત્વનાં છે. કોઈ પણ વ્યક્તિ જો આશંસા અને ભયથી મુક્ત નહિ હોય તો તે હંમેશાં વિષમસ્થિતિમાં જ રહેવાની અને તેના માટે ચારિત્ર સંભવ નથી. ચારિત્રનું આદિ બિંદુ સમતા છે. એની પૃષ્ઠભૂમિમાં અનાશંસા છે અને તેની સાથે અભય હોવાનું ખૂબ જરૂરી છે. ભય અનેક પ્રકારના હોય છે પણ તે બધાનો સમાવેશ બેમાં કરી શકાય. એક છે પૂજા-પ્રતિષ્ઠા ખોવાનો ભય અને બીજો છે મૃત્યુનો ભય. – ૧૭૪ – – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુના ભયની અંતર્ગત વૃદ્ધાવસ્થાનો ભય, રોગનો ભય, આજીવિકાનો ભય ઈત્યાદિ રહેલા છે. લોકેષણા પણ એવી જ પ્રબળ છે. પ્રતિષ્ઠા જવાના ભયે કેટલાક જીવનની દોરી પણ ટુંકાવી નાખે છે. અભય પ્રાપ્ત કર્યા વિના સમતાનો વિકાસ સધાતો નથી. સમતા સધાતાં જીવનમાં ચારિત્રનું પહેલું કિરણ ફૂટે છે. ચારિત્રની આભા દેખાય છે. સમતાની પછી આવે છે સંયમ-નિગ્રહની શક્તિનો પ્રાદુર્ભાવ. સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ બધી વાતો સમતા પછી પ્રગટ થાય છે. સંયમનું આગલું પગલું છે સમ્યફચર્યા; સમ્ય-વ્યવહાર. પાંચ મહાવ્રત અને પાંચ સમિતિ કહો કે સમ્યક ચર્યા કહો બન્ને એક જ વાત છે. આમ સંયમ અને સમ્યફ ચર્યા, ચારિત્રનું ચોથું અને પાંચમું અંગ છે. ધ્યાન ચારિત્રનું છઠ્ઠું અંગ છે. ચારિત્રનું તે અનિવાર્ય અંગ છે. એમાં ત્રણ ગુપ્તિઓ - મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયમુર્તિ આવી જાય છે. સાતમું અંગ છે - અપ્રમાદ; એટલે કે જાગરૂકતા. આમ, ચારિત્રનાં સાત અંગ છે - અનાશંસા, અભય, સમતા, સંયમ, સમ્યક ચર્યા, ધ્યાન અને અપ્રમાદ. આ સાત અંગોને સાધીને જે ઉપાસના કરે છે તે સમ્યક ઉપાસના છે. તે જ છે ચારિત્રની ઉપાસના. ભગવાન મહાવીરે એક પ્રસંગે આત્મવિશ્લેષણ કરતાં કહ્યું છે - જહેથ મને સધિ એસિએ, એવા સત્તથ દુજાસિએ - મેં જે પરાક્રમથી આ સંધિને ખપાવી છે તે અન્યત્ર દુર્લભ છે. એટલે કે મેં જે પુરુષાર્થથી ચારિત્ર પાળ્યું છે તે અન્યત્ર દુર્લભ છે. સાંભળવામાં કદાચ કોઈને ગર્વોક્તિ લાગે પણ વાસ્તવિકતામાં એ છે પ્રચંડ સંઘર્ષ કરી પાર ઊતરનારના આત્માની સચ્ચાઈનો રણકાર. મહાવીરના સાધનામાર્ગમાં પુરુષાર્થ અને પરાક્રમ ખૂબ મહત્ત્વનાં છે. તે કોઈના અનુગ્રહમાં માનતા નથી. તેમણે કોઈનો અનુગ્રહ સ્વીકાર્યો નથી. બધા માર્ગોમાં મહાવીરનો માર્ગ સૌથી વધારે કઠોર છે પણ તે આત્મનિર્ભરતાનો માર્ગ છે. એમાં કોઈ સમાધાનને સ્થાન નથી; કંઈ વચલો માર્ગ કાઢવાની વાત નથી. તેથી તો તેને “દુરનુચરે મગે - કહેવામાં આવે છે. એ માર્ગ ઉપર ચાલવું ખૂબ કઠણ છે પણ તે સિવાય કોઈ મહાવીરે પ્રાપ્ત કરેલી ચારિત્રસમાધિના બિન્દુને પહોંચી ન શકે. ચારિત્રસમાધિ ૧૭૫– Jain Educationa International For Personal and Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ સાધનાના જે માર્ગો ઉપલબ્ધ છે એમાં મહાવીરનો માર્ગ સૌથી વધારે કઠણ છે અને સચોટ પણ છે. હઠયોગનો સાધક ચક્રોની સાધના કરે છે. શરીરની અંદર જે સૂક્ષ્મ ચક્રો છે તેની એ સાધના છે. સાધક મૂલાધાર ચક્રથી શરૂ કરીને સહસ્ત્રાર ચક્ર સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. આ માર્ગ પણ સહેલો માર્ગ તો નથી. રાજયોગની સાધના કરનાર બે ભૂકુટિ વચ્ચે આવેલા બિંદુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી આગળ વધે છે. આ પણ કઠોર માર્ગ તો છે જ. અધ્યાત્મ યોગની સાધના કરનાર બહારની બીજી કોઈ ચીજની સહાય વિના કેવળ ચૈતન્યને સહારે આગળ વધવાની કોશિશ કરે છે. એમાં નથી આસનનું મહત્ત્વ, તો નથી પ્રાણાયામનું મહત્વ. એમાં કુંડલિની શક્તિ જગાવવાની વાત નથી કે નથી ચક્રભેદનની પ્રક્રિયા. એમાં આત્મપ્રાપ્તિ માટે આત્માને જ સાધન બનાવવામાં આવે છે. મહાવીરે આ સાધનાપદ્ધતિનું આલંબન લીધું. આ સાધનાપદ્ધતિ સૌથી વધારે કઠણ છે – “દુરનુચર' - છે કારણ કે તે આંતરિક સંઘર્ષનો માર્ગ છે. એમાં જન્મોજન્મની વાસનાઓને ઉલેચવાની છે; પણી-ખોતરીને, તપાવીને તેને બહાર કાઢવાની છે. નવા સંસ્કારોને-વાસનાઓને સંયમ પાળી, નિગ્રહ કેળવી રોકવાની છે. આ માર્ગમાં પરાક્રમને વધારે પ્રજ્વલિત કરવું પડે છે. આ પ્રચંડ પુરુષાર્થનો-પરાક્રમનો માર્ગ છે જેના ઉપર કોઈનો સહારો મળતો નથી અને લેવાનો પણ નથી. આ સંદર્ભમાં વિચારીએ તો ભગવાન મહાવીરે જે કહ્યું - “જહેત્વ અએ સંધિ એસિએ એવમલનાથ દુઝોસિએ' ખૂબ યથાર્થ લાગે. આવી ચારિત્રસમાધિની ઉપાસના કરનાર જીવનની બધી જ અસમાધિઓને મૂળમાંથી ઉખાડી નાખીને પોતે એટલી ઊંડી સમાધિમાં પ્રતિષ્ઠિત થઈ જાય છે કે તેને માટે દુનિયામાં પછી અસમાધિ જેવું કંઈ શેષ રહેતું નથી. - ભારતના સાધનાજગતમાં જે માર્ગો અને મહામાર્ગો જોવા મળે છે એમાં મહાવીરનો માર્ગ વિશિષ્ટ છે. ભગવાન મહાવીરે અભય અને આત્મનિર્ભરતાનો જેવો આગ્રહ રાખ્યો એવો બીજા કોઈએ નથી રાખ્યો. આ વિકટ માર્ગે તેમણે પ્રયાણ કર્યું તેથી તો તે “મહાવીર' ગણાયા. – ૧ – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ તેમની સાધનામાં બળ હતું. તેઓ સાધનાપથ ઉપર એકલા જ ચાલ્યા છે. એમનો કોઈ સહયોગી ન તો - કોઈ સાક્ષ ન હતો. તેમને કોઈનો આશ્રય ન હતો. તેમણે કોઈનું રક્ષણ સ્વીકાર્યું નથી. કોઈની સહાય વિના, કોઈના શરણ વિના પોતાના પરાક્રમથી, તેઓ સાધનામાર્ગ ઉપર સ્થિર ડગલાં ભરતા આગળ વધતા રહ્યા. તે સમયે તેમના મનમાં ન હતી જીવનની આશંસા કે ન હતો મૃત્યુનો ભય. પોતાના જ પુરુષાર્થ ઉપર નિર્ભર હોવાને કારણે તે આત્મોપલબ્ધિનો માર્ગ પણ કહેવાય છે. આ હતી તેમની તેજસ્વિતા જે આજ સુધી સાધનાપથ ઉપર અજવાળાં પાથરી રહી છે. | n રાત્રિમાધિ Jain Educationa International For Personal and Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ શબ્દ સમજ સંવર =રોવું. ખાસ કરીને આવતાં કર્મોને રોકવા માટે આ શબ્દ વપરાય છે. નિર્જરા =ખાલી કરવું, ખંખેરવું. ભવોભવમાં જીવને વળગેલાં કર્મોને ખાલી કરવા આ શબ્દનો પ્રયોગ વધારે છે. =અમુક દૃષ્ટિકોણ, દષ્ટિરેખા. =દ્વાર. વિષયમાં પ્રવેશ કરવા ઉપયોગ થાય છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર નિક્ષેપા ગણાય છે. નય નિક્ષેપા ' નિશ્ચય વ્યવહાર પર્યાય શલ્ય વીર્ય ફોરવવું=ઉત્સાહ, બળ, જીવનો પુરુષાર્થ. ઉપયોગ =ચિત્તનું પ્રવર્તન. =ઢંકાયેલું =મસ્તકની ટોચ ઉપરનો ભાગ જ્યાં એક છિદ્ર છે અને તેમાંથી અમૃતનો સ્રાવ થઈ શકે છે એવી ધારણા છે. આવૃત બ્રહ્મચ્છ સામાયિક પ્રતિક્રમણ =વસ્તુનું તાત્ત્વિક સ્વરૂપ, પારમાર્થિક સત્ય, આદર્શ ઇત્યાદિ. =સંસાર માટે અનુરૂપ, વસ્તુનું બાહ્ય સ્વરૂપ. =દ્રવ્યનાં બદલાતાં સ્વરૂપો-અવસ્થાઓ. =કાંટો, ખટકો; મનમાં દબાયેલી વાત. ઉપર્યુક્ત ભાવના =એક ધાર્મિક ક્રિયા જેમાં અડતાળીસ મિનિટ સુધી સ્થિરતા રાખીને, સમતા રાખીને સ્વાધ્યાય આદિ ધર્મક્રિયાઓ કરવાની હોય છે. =એક ધાર્મિક પ્રક્રિયા જેમાં કરેલાં દુષ્કૃત્યો માટે પશ્ચાત્તાપ કરી ક્ષમા યાચવાની હોય છે. ગુપ્તિઓ સમિતિઓ =પાંચ ગણાય છે. રોજિંદા વ્યવહારમાં કોઈ પણ નાના-મોટા જીવની હિંસા ન થઈ જાય એ રીતે ખ્યાલ રાખીને સમ્યક્ ક્રિયાઓ કરવાની. =જોડવું. = કામના, નિર્મળ વિચાર. જેનું રટણ-ભાવન ખૂબ અસરકારક નીવડે છે. માર્ગાન્તીકરણ વિચાર, વ્યવહાર, સ્વભાવ ઇત્યાદિ બદલી નાખવાં. વ્યુત્સર્ગ =છોડવું. અપેક્ષા =અમુક સંદર્ભમાં, એ રીતે (ઇચ્છાનો અર્થ નથી.) =મન, વચન અને કાયા એમ ત્રણ ગુપ્તિઓ ગણાય છે. આ ત્રણેય યોગોને ગોપવવા કે સંક્લવા. Jain Educationa International ૧૭૮ For Personal and Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ અનેકાંત વિચય અપાય વિપાક સ્તિત્વ સમાધિ =સાધનાનું અંતિમ ચરણ, ધ્યાનનું સ્વરૂપ, ધ્યાનનું ફળ, સમતાની ઉત્કૃષ્ટ અવસ્થા એમ જુદા જુદા સંદર્ભમાં આ શબ્દ વપરાય છે. ચિત્તપર્યાય = ચિત્તની બદલાતી અવસ્થાઓ જે કર્મની નિર્જરામાં સહાયક બને છે. =ઇન્દ્રિયોને જે તે વિષયો મળતા રોકવાની વ્યવસ્થા. =અંતરમાં રહેલા ખરાબ ભાવોને નિર્મૂળ કરવા કે નિર્બળ કરવા; સામે પક્ષે સારા ભાવોને સ્થાપિત કરવા માટે આ શબ્દ વિશેષ વપરાય છે. પ્રતિપક્ષની સ્થાપનાનો સિદ્ધાંત એની પાછળ રહેલો છે. નિરોધ વિરોધ વસ્તુ અનેકધર્મ છે માટે વસ્તુના અનેક ગુણધર્મોને નજરમાં રાખી વિચાર કરવાની પદ્ધતિ-વિજ્ઞાન. =વિચાર, વિચારણા. દુઃખ, પીડા. =અમુક સમય પછી ફળની જેમ પાકે. ખાસ તો કર્મના સંદર્ભમાં આ શબ્દ વપરાય છે. =હોવું, જે છે તે પરિસ્થિતિ. અમુક રીતે આત્મા જે શુદ્ધ અસ્તિત્વ છે તે માટે પણ આ શબ્દ વપરાય છે. વિલયન =નષ્ટ કરવું, સ્થગિત કરવું, ખાસ કરીને મનના સંદર્ભમાં આ શબ્દનો ઉપયોગ થાય છે. પ્રકર્ષ – ખેંચાયેલી – લંબાયેલી અવસ્થા. મૌલિક =જે મૂળભૂત રીતે અંદર પડેલું છે, પોતાનું છે, સ્વભાવિક છે. અર્જિત =જે આપણે પેદા કર્યુ છે - ઉત્પન્ન કર્યુ છે. પરિણમન = કંઈ પણ પ્રક્રિયા થતાં દ્રવ્યની સ્થિતિમાં કે દ્રવ્યનાં સ્વરૂપમાં આવેલું પરિવર્તન. વર્ગણા =અમુક પ્રકારના સમ સ્વભાવવળા અતિસૂક્ષ્મ પરમાણુઓનો જથ્થો, વિવિધ કાર્ય માટે જીવ જે તે જથ્થાના પરમાણુઓ ગ્રહણ કરે છે. મનોવર્ગા, ભાષાવર્ગણા, કાર્મણ વર્ગણા ઇત્યાદિ વર્ગણાઓ વિશ્વમાં પ્રવર્તમાન છે. ઔદારિક શરીર = બહાર દેખાય છે તે શરીર જે સઘન પરમાણુઓનું બનેલું છે. વૈક્રિય શરીર ઃ = તરલ પરમાણુઓનું બનેલું શરીર. તૈસ. શરીર = સૂક્ષ્મતર શરીર જેમાંથી ઊર્જા મળે છે. કાર્મણ શરીર= સૂક્ષ્મતમ શરીર જે કર્મનું બનેલું છે અને જેની અસર નીચે સતત રહે છે. Jain Educationa International ૧૭૮ For Personal and Private Use Only જીવ Page #196 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય મહાપ્રજ્ઞાજી લિખિત મૂલ્યવાન અધ્યાત્મ ગ્રંથો ૧. પ્રેક્ષાધ્યાન : આધાર અને સ્વરૂપ ૨. પ્રેક્ષાધ્યાન : કાયોત્સર્ગ ૩. પ્રેક્ષાધ્યાન : શ્વાસપ્રેક્ષા * ૪. પ્રેક્ષાધ્યાન : શરીરપ્રેક્ષા ૫. પ્રેક્ષાધ્યાન : ચૈતન્યકેન્દ્રપ્રેક્ષા ૬, પ્રેક્ષાધ્યાન : વેશ્યાધ્યાન ૭. પ્રેક્ષા ધ્યાન : યૌગિક ક્રિયાઓ ૮. પ્રેક્ષાધ્યાન : પ્રાણવિજ્ઞાન ૯. પ્રેક્ષાધ્યાન : શક્તિની સાધના ૧૦. પ્રેક્ષાધ્યાન : અનુપ્રેક્ષા ૧૧. પ્રેક્ષાધ્યાન : આહાર અને વિજ્ઞાન ૧૨, અણુવ્રત ૧૩. વિચારવું કેમ ? ૧૪, એસો પંચ ણમોક્કારો ૧૫, મન જીતે જીત ૧૬. આભામંડળ ૧૭. અનેકાન્ત : ત્રીજું નેત્ર ૧૮, સંબોધિ (સંવર્ધિત) ૧૯. કર્મવાદ, ૨૦. અમૂર્ત ચિંતન - ૨૧, ચેતનાનું ઊર્ધ્વરોહણ ૨૨, કોણે કહ્યું મન ચંચળ છે ૨૩. જૈનયોગ ૨૪. સમસ્યા અને સમાધાન ૨૫. મનનો કાયાકલ્પ ૨૬. સમયસાર ૨૭. શ્રમણ મહાવીર ૨૮. ચિત્ત અને મન ૨૯, ઋષભ અને મહાવીર ૩૦. સૂર્યકિરણ ચિકિત્સા ૩૧, અર્હમ્ ૩૨. એવચેતન મનનો સંપર્ક ૩૩. મંજિલના મુકામ ૩૪, નવતત્ત્વ : આધુનિક સંદર્ભમાં ૩૫. એકલા ચાલો રે. ૩૬. જૈન જીવનશૈલી ૩૭. હું જ મારો ભાગ્યવિધાતા ૩૮, જીવનવિજ્ઞાન ૩૯, મહાવીરનો પુનર્જન્મ ૪), ધર્મનાં સૂત્રો ૪૧. અધ્યાત્મની બારાખડી ૪૨. જીવનની પોથી અનેકાન્ત ભારતી પ્રકાશન Jain Educationa Intemational For Personal and Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only