________________
થતાં શ્વાસ તો આપોઆપ સધાઈ જાય છે. શ્વાસ મંદ થતાં મન શાંત થવા લાગે છે અને કષાયો મંદ પડે છે. ભગવાને તેમની સાધના પદ્ધતિમાં રાગ અને દ્વેષ જે મૂળ કષાયો છે તેને નિર્મૂળ કરવાની વાતને ખૂબ મહત્ત્વની ગણી છે. તેમણે તો વિષમય વટવૃક્ષના મૂળ કષાયો ઉપર જ ઘા કરેલ છે. એક વાર મૂળમાંથી વૃક્ષ ઉખડી જાય કે મૂળને પોષણ ન મળે ત્યાર પછી મન ટકી શક્યું નથી, ઈન્દ્રિયો પલ્લવિત થઈ શક્તી નથી. આમ, ભગવાન મહાવીરની પદ્ધતિમાં સર્વ યોગો વિહત છે.
ભગવાન મહાવીર શક્તિઓને ઓળખવાની વાત કરીને વિરમ્યા નથી; તેમણે શક્તિઓના જાગરણની પણ વાત કરી છે અને તેનો ઠીકયથાયોગ્ય ઉપયોગ કરીને સંસારના વિષચક્રમાંથી બહાર નીકળીને છેવટે પરમાત્મ પદ સુધી પહોંચવાની વાત કરી છે. સાધનામાર્ગમાં આગળ વધતાં ઘણી લબ્ધિઓ પ્રાપ્ત થાય છે તે જો સાધક પચાવી ન શકે તો તેનું પતન થાય છે અને સાધના એળે જાય છે. જે સાધક આ લબ્ધિઓને પચાવી શકે છે તે જ સાધનાના લક્ષ્ય સુધી પહોંચે છે. બાકી બધા રખડી પડે છે. શક્તિઓના જાગરણ સમયે તો સાધકે ખૂબ સાવધ રહેવાનું છે. શક્તિ એ છેવટે શક્તિ છે. જે શક્તિ ઊંચે - પ્રગતિના ચરમબિંદુ સુધી લઈ જાય તે છેક નીચે ગર્તમાં પણ ધકેલી દે. શક્તિને ઓળખવી, તેનું જાગરણ કરવું, તેને જીરવવી અને તેનો ઉત્તમ ઉપયોગ કરી લેવો એ સાધના છે. વચ્ચે કયાંક અટકી પડ્યા તો સાધના અધૂરી રહી જાય એટલું જ નહિ પણ હતા ત્યાંથી પણ કેટલાય નીચે પછડાઈ જવાય. ભગવાન મહાવીરે આ બધી વાતનો વિચાર કરીને સર્વાગ સંપૂર્ણ સાધનાપદ્ધતિનું આયોજન કર્યું છે.
મહાવીરની સાધનાનો મર્મ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org