________________
ઉપર પ્રભુત્વ સ્થાપિત થતાં પ્રાણ અને અપાન આપોઆપ સધાય છે. પ્રશ્ન છે સાધક પ્રધાનતા કોને આપે છે અને ગૌણ કોને ગણે છે ? જ્ઞાનયોગમાં આત્મજ્ઞાનની જ મહત્તા આંકવામાં આવી છે. આત્માને જે જાણે છે તે પણ મનોજય કરી લે છે. પછી મનની ચંચળતા રહેતી નથી. જેવું ધ્યાન આત્મા તરફ કેન્દ્રિત થયું કે મન અને પ્રાણ આપોઆપ વિલીન થતાં જાય છે. ભક્તિયોગમાં પરમાત્માની સાથે તન્મયતાની વાત છે. ત્યાં જીવાત્માના ‘અહં' અને ‘મમ' બંને ઓગળી જાય છે અને પરમાત્મા સાથે તે અભેદ સાધી લે છે. પોતાની વિસ્મૃતિ થઈ ગયા પછી મનનું અસ્તિત્વ જ કયાં રહ્યું ? મન શાંત થઈ ગયું અને સાથે પોતાની સ્મૃતિ પણ શાંત થઈ ગઈ. બાકી રહ્યો કર્મયોગ જેમાં પ્રવૃત્તિ છે પણ તેનો કરનાર તો તેનાથી બિલકુલ અલિપ્ત છે. ત્યાં રહે છે જ્ઞાતા-દેખા ભાવ. આ ભાવ પ્રવર્તમાન થતાં મનનો લય થઈ જાય છે. આમ, સાધક ગમે તે યોગનો આશ્રય કરે તો પણ તે આવી જાય છે મહાપથ ઉપર જે મનને સમાપ્ત કરીને શક્તિઓને પ્રગટ કરે છે અને અસ્તિત્વના આવિષ્કાર તરફ લઈ જાય છે. પ્રશ્ન છે એક વાતને ઠીક રીતે પકડી લઈને તેને સહારે આગંળ વધવાનો. જો આપણે બધા માન્ય યોગોને બરોબર સમજી લઈએ તો પછી તેમની વચ્ચે તાત્ત્વિક વિરોધ નહિ લાગે.
ઘણા લોકો પ્રશ્ન કરે છે કે જૈનોની સાધનાપદ્ધતિ શું છે ? જૈનયોગમાં શું છે ? ભગવાન મહાવીરે યોગની ભાષાનો ઉપયોગ ઝાઝો કર્યો નથી; પણ સંવર તેમજ નિર્જરા ઉપર ભાર મૂકયો છે. સંવરથી મોટો કયો યોગ છે ? સંવરમાં સર્વ યોગો અંતર્ગત રહેલા છે. મહાવીર પોતે તેમના સાધનાકાળમાં પ્રહરો સુધી એક જ આસનમાં સ્થિર રહીને ધ્યાન કરતા હતા. ઘણીવાર તો એક જ વસ્તુ, અરે તેના એક જ પગલ ઉપર દૃષ્ટિ સ્થિર કરીને ધ્યાન કરતા હતા. તેમાં આસનસિદ્ધિ થતી, નિદ્રાવિજય થતો, આહારવિજય થતો. તેથી તો આચાર્ય કુન્દુકુન્દે કહ્યું છે કે આસનવિજય, નિદ્રાવિજય અને આહારવિજય મહાવીરની સાધનાપદ્ધતિના મૂળમાં છે. ભગવાન મહાવીરે મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિનું તેમના સાધનામાર્ગમાં ખૂબ મહત્ત્વ આંકયું છે. આ ત્રણેય ગુપ્તિની સાધના
શ્વાસસંવર
Jain Educationa International
For Personal and Private Use Only
૪૭
www.jainelibrary.org