________________
ભરેલા રાગનું પૂજ્યભાવમાં રૂપાંતરણ કરી શકાય. જાતીય આકર્ષણોથી પ્રભાવિત પ્રેમપ્રવાહને પ્રભુપ્રત્યેની ભક્તિમાં વાળી નિર્મળ કરી શકાય. આવી જ રીતે ષાત્મક વૃત્તિઓને પણ પલટાવી શકાય છે. કેપનું મૂળ તો રાગમાં જ રહેલું છે. દ્વેષ એ પણ રાગનો વિફલ ભાવ છે. જ્યાં રાગ ન થઈ શકે, રાગવાળી વસ્તુ પ્રાપ્ત ન થઈ શકે ત્યાં દ્વેષની વૃત્તિ જન્મે છે અને તે વિવિધ આકારો ધારણ કરી દેખા દે છે. જો આપણે ફક્ત રાગને જ સમજી લઈએ તો પણ આપણું કામ થઈ જાય. રાગની ત્રણ
ભૂમિકાઓ છે - અપ્રશસ્ત, પ્રશસ્ત અને વિરાગ. અપ્રશસ્ત રાગ “વાસનાત્મક વૃત્તિઓ પ્રતિ સમર્પિત હોય છે. પ્રશસ્ત રાગ પવિત્ર વસ્તુઓ - આત્મા-પરમાત્મા અને તેની સાધનામાં સહાય કરનાર પ્રતિ સમર્પિત હોય છે; જ્યારે વિરાગમાં રાગની આ બંને વૃત્તિઓ ક્ષીણ થઈ ગયેલી હોય છે. આ છે ભાવનાનું રહસ્ય. ભાવનાની તાકાત ઘણી છે પણ આપણે તેને અલ્પ ગણી તેનાથી વિમુખ રહીએ છીએ. ભાવનાનું ભાવન નિરંતર થતાં તે સહસ્ત્રપુટ લાગેલ રસાયણ જેવું ચમત્કારિક ફળ આપે છે. આમ જોઈએ તો ભાવનાઓની સંખ્યા ઘણી થઈ શકે પણ સાધનાની સરળતા માટે અનિત્યાદિ બાર ભાવનાઓનો મોટે ભાગે ઉલ્લેખ થાય છે; પણ એ બાબતે સ્પષ્ટ રહેવાનું છે કે ભાવનાનો ઉપયોગ નૌકાની જેમ કરવાનો છે. રાગ-દ્વેષની વૃત્તિઓને જીતવા માટે ભાવનાઓનું ભાવન કરવાનું છે. જેમ તટ ઉપર પહોંચ્યા પછી હોડીને આપણે છોડી દઈએ છીએ તેમ વીતરાગ અવસ્થા પ્રાપ્ત થતાં ભાવના આપોઆપ છૂટી જાય છે, પછી તેને પકડી રાખવાની જરૂર રહેતી નથી. સંવર અને નિર્જરા
ભગવાન મહાવીરની સાધનાપદ્ધતિમાં બે મહત્ત્વનાં તત્ત્વ છે - સંવર અને નિર્જરા. મનુષ્ય ચૈતન્યનો આવિર્ભાવ નથી કરી શકતો કારણ કે તેની ચેતના આવૃત છે - કર્મથી ઢંકાયેલી છે. સાધનામાં કર્મક્ષીણ કરવાં રહ્યાં અને નવાં કર્મો - નવા સંસ્કારોનું પુનઃનિર્માણ રોકવું રહ્યું. નિર્જરાનો અર્થ છે કર્મના આવરણોનું ક્ષીણ હોવું અને સંવરનો અર્થ છે એ આવરણોના પુનઃનિર્માણનો વિરોધ. કર્મનાં આવરણો ક્ષીણ થતાં જાય ધ્યાનની ભૂમિકા
૧૧૭ –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org