SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આંખમાંથી કરુણા વહે છે તો વાણીમાંથી અમૃત પણ કરે છે. જગતમાં સંત-મહાત્માઓ જે ઉપકારો કરે છે તેનું વહન ઇન્દ્રિયો જ કરે છે ને ? દીન-દુઃખિયાની સેવા પણ ઇન્દ્રિયો દ્વારા જ થાય છે. કોઈ પણ શુભ સંકલ્પ કે શુભ વિચારને વહન કોણ કરશે ? ઇન્દ્રિયો વિનાનો સંસાર કલ્પી શકો છો ? આપણો સમગ્ર વ્યવહાર ઇન્દ્રિયો દ્વારા જ થાય છે. જગત સાથે તો શું પણ પરમાત્મા સાથેનો સંબંધ સ્થાપવામાં શરૂઆતમાં આપણે ઈન્દ્રિયોની જ સહાય લેવી પડે છે. ઇન્દ્રિયો વિના સમસ્ત દશ્ય જગત સાથેનો આપણો સંપર્ક તૂટી જાય, જેના વિના આપણે એકલાઅટૂલા પડી જઈએ. પછી તો આપણે એવા જગતની કલ્પના કરવી રહી કે જ્યાં આપણા સિવાય કોઈનું અસ્તિત્વ ન હોય. શું ઇન્દ્રિયો એટલી બધી ખરાબ છે કે તેના બધા વેપારોને આપણે રોકી લેવા પડે ? દેહની ઇન્દ્રિયો રૂપી જે બારીઓ છે તેમાંથી આત્માની ઝાંખી થઈ શકે છે તો તે જ બારીઓમાં કદીક સેતાન પણ ડોકાતો લાગે છે, પણ તેથી કંઈ બારીઓનો દોષ કઢાય ? વાસના એ મોટો સેતાન છે. કર્કશ અને ક્રૂર શબ્દો બહાર કાઢતી વાણી આ જ સંતાનની છે. લોલુપ અને વાસનાભરી દૃષ્ટિ આંખમાં જ જોવા મળે છે. જગતને ત્રાહિમામ્ પોકારાવનારા આ જ હાથ અને પગ હોય છે. એકવાર આપણે એ વાત સમજી લઈએ કે ઇન્દ્રિયો તો ફક્ત શરીર રૂપી ઘરની બારી-બારણાં જેવી છે પછી આપણે ઇન્દ્રિયોને માથે દોષારોપણ નહિ કરીએ પણ તે બારીઓમાંથી ડોકાનારને તમામ સારી-નરસી બાબતો માટે જવાબદાર ગણીશું. જો આપણે દેહરૂપી મંદિરની બારીઓ દ્વારા દિવ્યનું દર્શન કરવું હશે તો આપણે અંદર જઈને વાસનાને શોધી કાઢી તેનો ક્ષય કરવો પડશે. “ઇન્દ્રિયોને જીતો એવા સૂત્રનો કંઈ ઝાઝો અર્થ નથી. સાધનાનું સૂત્ર છે "વાસનાને જીતો - વાસના ઉપર વિજય મેળવો." આપણા આ સ્થૂળ શરીરની અંદર એક સૂક્ષ્મ શરીર છે જેને કર્મ શરીર તરીકે ઓળખવામાં આવે છે. આપણી બધી વાસનાઓનું જ એ શરીર છે. જન્મોજન્મના સારા-માઠા સંસ્કાર તેમાં જ સંગ્રહાયેલા હોય છે. વાસનાઓનો પ્રવાહ અહીંથી નીકળે છે. આ વાસનાઓ ખૂબ પ્રબળ હોય ઇન્દ્રિય સંવર ૪૯ – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy