________________
પડતી નથી અને ધ્વનિના સૂક્ષ્મ તરંગો છેક અંદર પહોંચીને જરૂરી પરેશન કરી લે છે.
આપણે ત્યાં મંત્રશાસ્ત્રનો ખૂબ વિકાસ થયો. મંત્રોની શક્તિ દ્વારા અશક્ય લાગતી બાબતો સિદ્ધ થતી. મંત્રો દ્વારા જે શક્તિની નિષ્પત્તિ થતી હતી તેના પરિણામો ભૌતિક જગતમાં તો જોવા મળતાં હતાં પણ આધિભૌતિક તેમજ આધ્યાત્મિક જગતમાં પણ વિદીત હતાં. આ પરિણામોની આપણને જે વાતો સાંભળવા મળે છે એ એટલી તો પ્રભાવશાળી છે કે ક્ષણવાર તો તે આપણા માન્યામાં ન આવે. પણ હવે
જ્યારે વિજ્ઞાને ધ્વનિના સૂક્ષ્મ તરંગોની શક્તિનો સ્વીકાર કરી ઉપયોગ કરી બતાવ્યો છે ત્યારે આપણને હવે મંત્રની શક્તિઓની વાતો ભ્રામક નથી લાગતી. પ્રશ્ન હતો મંત્રની શક્તિનાં ગૂઢ રહસ્યો સમજવાનો. મંત્ર એટલે શબ્દ કે શબ્દોનું સંયોજન અને શબ્દ એટલે અક્ષરોનું સંયોજન. અક્ષરોના સંયોજન પાછળ વિજ્ઞાન છે. અમુક રીતે અક્ષરોનું સંયોજન થાય અને તેનું વિશિષ્ટ રીતે ઉચ્ચારણ થાય તો જે ધ્વનિના તરંગો પેદા થાય તેનાથી ચોક્કસ પ્રકારની શક્તિની નિષ્પત્તિ થાય. આમ, મંત્ર શક્તિનું શાસ્ત્ર છે અને તે ઘણું ગહન છે, પણ તેનાથી એક વાત ચોક્કસ પ્રસ્થાપિત થાય છે કે શબ્દમાં, ધ્વનિમાં અને પ્રકંપનોમાં અનર્ગળ શક્તિ રહેલી છે અને તેની નિષ્પત્તિ કેવી રીતે થઈ શકે તે જાણકારીનો વિષય છે.
- સાધનાના માર્ગમાં ભાવના, સંકલ્પ અને જપનું ઘણું મહત્ત્વ છે. વ્યક્તિ ધ્વનિના તરંગો-પ્રકંપનોનો સિદ્ધાંત સમજી જાય છે અને તેની શક્તિઓનો ઉપયોગ કરી જાણે છે તેનો સાધનાપથ સરળ થઈ જાય છે. સાધનામાં પરિવર્તન - અંતરના પરિવર્તનનું ઘણું મૂલ્ય છે, એટલું જ નહિ તે આવશ્યક પણ છે. ભાવના, સંકલ્પ અને જ૫ – એ ત્રણેય અંતઃ પરિવર્તન માટેનાં ખૂબ સબળ સાધનો છે. આ ત્રણેયની ક્ષમતાનો આધાર ધ્વનિના તરંગોની શક્તિમાં રહેલો છે. ભાવના એ એક પ્રકારની કામના છે, પણ તે મનના ઉપરના સ્તર ઉપર રહે છે. મન જેટલું શાંત રહે એટલી ભાવના વધારે પ્રબળ રહે. મન શાંત થઈ જતાં ભાવના મનનાં
– મહાવીરની સાધનાનો મર્મ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org