SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ જવાબદારીનો સ્વીકાર વ્યક્તિત્વના ઘડતરમાં ખૂબ મહત્ત્વનું પરિબળ નીવડે છે. જ્યારે તેનો અસ્વીકાર કે પ્રતિકાર વ્યક્તિત્વની બીજી બાજુ છતી કરી આપે છે જે કદાચ લાંબા સમય સુધી ગોપનીય રહી હોત. આમાં ઘયિત્વનો બોધ પણ વ્યક્તિત્વના નિર્માણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ઉત્તમ કક્ષાના વ્યક્તિત્વના નિર્માણ માટે મહત્ત્વનું પ્રેરક બળ છે ધર્મ-બોધ, ધાર્મિક ચેતનાનું જાગરણ. “ધર્મ' શબ્દ ખૂબ મહત્ત્વનો છે, પણ વ્યવહારમાં આપણે તેને એટલો ખેંચી નાખ્યો છે કે તે ઘણી જગાએ તેનું વજન ગુમાવી બેઠો છે. ધર્મનું નામ પડતાં આજની યુવાન પેઢી મોં મચકોડે છે કારણ કે તેમના મનમાં ધર્મથી જે અભિપ્રેત થાય છે તેને વાસ્તવિકતામાં ધર્મ સાથે ઝાઝો સંબંધ નથી. બીજી બાજુ ધર્મ એટલો બધો સાંપ્રદાયિકતામાં સરી પડ્યો છે અને તેમાંથી ઘણાં અનિષ્ટો સર્જાયાં છે. આ વાત એટલેથી નથી અટકી પણ ધર્મ ઘણી જગાએ તો તર્કથી બિલકુલ વિમુખ થઈ ગયો છે. ધર્મમાં શ્રદ્ધા મહત્ત્વની ખરી, પણ તે અંધશ્રદ્ધા નહિ. શ્રદ્ધામાં તર્કને સ્થાન જ ન હોય એ વાત બરોબર નથી. શ્રદ્ધા જેટલી તર્કમૂલક હોય એટલી વધારે બળવાન રહે. આપણે અહીં જે ધર્મની વાત કરીએ છીએ તેને આ બંને છેડા સાથે સંબંધ નથી. વ્યક્તિત્વના નિર્માણમાં આપણે જે ધર્મ-બોધની વાત કરીએ છીએ તે વિવેકના ઘરનો છે. વાસ્તવિક્તામાં ધર્મ એટલે વિવેકનું જાગરણ. આ બાબત એક સુંદર ઉદાહરણ છે. યમન દેશના શાસક તરીકે મુઆજની નિમણૂક થઈ તે સમયે મહંમદ સાહેબે તેમને કહ્યું, | "હવે તમે યમનના શાસક છો. તમારી સમક્ષ ઘણા પ્રકારની સમસ્યાઓ આવશે, જેનું તમારે નિરાકરણ કરવું પડશે; તો મને કહો કે તમે શાને આધારે આવા પ્રશ્નોનું નિરાકરણ કરશો ?' તેમણે ઉત્તરમાં જણાવ્યું, " અલ્લાહના પવિત્ર પુસ્તક કુરાનને આધારે હું નિર્ણય લઈશ.” મહંમદ સાહેબે ફરી પૂછ્યું, "એવો કોઈ પ્રશ્ન આવે કે જે વિષે કુરાનમાં કંઈ ઉલ્લેખ ન થયો હોય તો શું કરશો ?” સુઆજે કહ્યું " જો કુરાનમાં તે વાત નહિ મળે તો પૈગંબરના આધારે વાતનો ફેંસલો કરીશ." વ્યક્તિત્વનું નિર્માણ – ૫ – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy