SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ સામાન્યરીતે પૂર્ણ પશુતા કે પૂર્ણ માનવતાના વિકલ્પની સ્થિતિ ઉપર નથી પહોંચતા. આપણા વ્યક્તિત્વનું પ્રેરક બળ છે ભય અને પ્રલોભન. તેને આધારે આપણું વ્યક્તિત્વ ઘડાય છે અને તે ધ્યાનમાં રાખીને, તેને સાચવીને આપણે આપણા વ્યક્તિત્વનો વિકાસ કરવાનો છે. - વ્યક્તિત્વને પ્રભાવિત કરનાર આવું જ બીજું પરિબળ છે પ્રશંસા અને નિંદાનું. આપણા જીવનના ઘડતરમાં આ પરિબળ બહુ મહત્ત્વનું છે છતાંય આપણે તેની અવગણના કરીએ છીએ. જરા વિચારી જુઓ, જો કોઈ આપણી પ્રશંસા કરે છે, તો આપણને કેટલું બળ મળે છે ? એ પ્રવૃત્તિ કરવામાં આપણને કેટલો બધો રસ પડે છે ? જો આપણા કોઈ કાર્યની નિંદા થાય તો આપણા ઉપર તેની શું અસર પડે છે? જો ખરાબ કાર્ય કરતા હોઈશું તો અટકી જઈશું કે આપણને સંકોચ થશે. જો સારા કાર્યની નિંદા થશે તો આપણે હતોત્સાહ થઈ જઈશું અને તેની આપણા કાર્ય ઉપર વિપરીત અસર થડશે. આપણને ખબર પણ ન હોય એટલા આપણે પ્રશંસા અને નિંદાથી પ્રભાવિત થઈ જઈએ છીએ. એ જ રીતે આપણે કરેલી પ્રશંસા અને નિંદાનો અન્ય ઉપર પણ ઘણો પ્રભાવ પડે છે. પ્રશંસાના બે બોલ આપણા અને અન્યના વ્યક્તિત્વને મધુર બનાવે છે જ્યારે નિંદા વ્યક્તિત્વને કટુતા આપે છે. મનોવિજ્ઞાને આ બંને પરિબળોને ખૂબ મહત્વનાં ગયાં છે. જો આપણે આ પ્રેરક બળો પ્રત્યે સભાન રહીએ તો આપણે આપણા તેમજ અન્યના વ્યક્તિત્વના વિકાસમાં ઘણો ફાળો આપી શકીએ. આવું જ મહત્ત્વનું પરિબળ છે જવાબદારીનું ભાન. જે વ્યક્તિઓ સામાન્ય રીતે ઉદંડ વ્યવહાર કરતી હોય છે તેમાંની મોત ભાગની વ્યક્તિઓ તેમના માથે જવાબદારી આવી પડતાં બદલાઈ જાય છે. તેમના સમગ્ર વ્યવહારમાં એટલું તો પરિવર્તન આવી જાય છે કે જાણે તે મૂળ વ્યક્તિ જ નથી. સાસરે આવેલી વહુનું વ્યક્તિત્વ એક રાતમાં બદલાઈ જાય છે. ધંધાની ખુરશી ઉપર બેઠા પછી રમતિયાળ છોકરો ધીર-ગંભીર વેપારી બની જાય છે. બાળકો ઉપર પણ યથાયોગ્ય જવાબદારી મૂકવામાં આવે છે તો તે મહદંશે સહર્ષ ઉઠાવી લે છે. જવાબદારીના સ્વીકાર કે અસ્વીકાર બંનેની માણસના વ્યક્તિત્વ ઉપર ભિન્ન ભિન્ન અસર વર્તાય છે. – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy