________________
ગુજરાતી ભાષા અને સાહિત્ય આપશ્રીના ગ્રંથોના પ્રકાશનથી સમૃદ્ધ બન્યાં છે. આપ દ્વારા પ્રયોજાયેલ નૂતન શબ્દપ્રયોગોએ ગુજરાતી શબ્દકોષની સમૃદ્ધિમાં વૃદ્ધિ કરી છે. પ્રસ્તુત ગ્રંથ, આપની અમૂલ્ય નિધિ “મહાવીર કી સાધના કા રહસ્ય એ ગુજરાતના પ્રખ્યાત લેખક શ્રી ચંદ્રહાસ ત્રિવેદી અને શ્રીમતી સુમિત્રા ત્રિવેદીને જે રીતે ભાવતરબોળ કર્યા છે તેનું પરિણામ છે-તેની સાક્ષી છે. આપના અનેક ગ્રંથોનો ગુજરાતી અનુવાદ આ જિજ્ઞાસુ દંપતીએ કર્યો છે. અનેક ગુજરાતી સાહિત્યકારો માટે આપ પ્રેરણાસ્રોત બન્યા છો. અનેક વ્યાખ્યાતાઓ આપના ગ્રંથોનું પરિશીલન કરી ઉપદેશામૃત વરસાવે છે, અને અધ્યાત્મપ્રધાન ગુજરાતી ભાવકો તે દ્વારા મુગ્ધ અને ધન્ય થયા છે.
આપના ૭૫ મા જન્મદિવસે ભારતની રાજધાની દિલ્હીમાં આપને “મહાવીરની સાધનાનો મર્મ સાદર અર્પણ કરીને લેખક તથા પ્રેક્ષા વિશ્વભારતી પરિવાર ધન્યતા અનુભવે છે.
૧ જુલાઈ, ૧૯૯૪ અમદાવાદ.
૦ શુભકરણ સુરાણા
VI
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org