________________
અને ઔષધ, ક્રિયા એટલે એકાગ્રતા અને સ્થિરતાપૂર્વક થતી ક્રિયા. આ માટે નિયમિત પ્રેકિટસ કરવી પડે અને લાંબો સમય સ્થિરતા રાખવી પડે. ઉત્તરોત્તર સામાયિકનો સમય વધારતાં વધારતાં રોજના ત્રણ કલાક સુધી જવાથી સમતાની સિદ્ધિ થઈ શકે છે. ત્રણ કલાક સુધી સ્વભાવમાં એકાગ્ર થઈ સામાયિક કરવામાં આવે તો તે સિદ્ધ થાય. આમ તો આ પ્રક્રિયા કઠિન લાગે છે. પણ સમતાની પ્રાપ્તિ જેવી તેવી વાત નથી. સમતા પ્રાપ્ત કરવી હોય તો આ પ્રક્રિયા કરવી જ રહે, આ જ રીતે મંત્ર દ્વારા પણ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. મંત્રની સિદ્ધિ માટે પુનરાવર્તન-રટણ અને લાંબા સમય સુધીની આરાધના આવશ્યક છે. એ જ રીતે ઔષધો વનસ્પતિના સેવનનાં પણ ચમત્કારિક પરિણામો આવે છે પણ મૂળ વાત છે યોગ્ય જાણકારીની અને પછી તેના સતત અભ્યાસની-પ્રેકિટસની. મોટી સિદ્ધિ માટે પણ શરૂઆત નાની કરવી પડે છે. પછી ક્રમે ક્રમે તેમાં આગળ વધતા જવાય. નિર્વિકલ્પ થવા માટે સમતા સાધવા માટે
શરૂઆત તો નાની કરવી રહી. શરૂમાં બે ત્રણ મિનિટ માટે પણ નિર્વિકલ્પ રહી શકીએ તો પણ ઘણું. પછી સમયની મર્યાદા વધારી શકાય. જેમ જેમ અભ્યાસ વધતો જશે તેમ તેમ મન ખાલી થવા માંડશે અને શાંતિનો અનુભવ થવા લાગશે. પછી કોઈ પણ પરિસ્થિતિની આપણા ઉપર એવી અસર નહિ પડે કે જે આપણને વિચલિત કરી નાંખે. પછી કોઈપણ ઘટનાની તાકાત નથી કે જે આપણને ક્ષુબ્ધ કરી શકે. પ્રાણાયામમાં કુંભક કરીને પણ આ સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. અભ્યાસ વધતાં આ ક્રિયા સહજ થઈ શકે છે અને પછી તો ઊઠતાં-બેસતાં જીવનની પ્રત્યેક ક્રિયા વખતે પણ સ્વસ્થતા રાખી શકાય છે અને સમતા બની રહે.
સામાયિક સમાધિ
-
સામાયિકની સાધના શાંતિની સાધના છે. એ કષાયમુક્તિની સાધના છે. સામાયિકની સિદ્ધિ માટે મનને ખાલી કરવાની વાત મુખ્ય છે. એ માટે શરીરને શિથિલ કરવું રહ્યું. શ્વાસ રોકીને કુંભક કરીને મનને ખાલી કરી શકાય છે. આ પ્રક્રિયા વારંવાર કરવી જોઈએ. અભ્યાસ વધતાં એવી અવસ્થાનું નિર્માણ થવા લાગશે કે ત્યાં પછી મન કોઈ પ્રકંપન નહિ ઝીલે. પ્રકંપનોનાં માર્ગ બંધ થઈ જતાં સામાયિક સહજ સિદ્ધ થઈ જાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
w
૧૩૯
www.jainelibrary.org