SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ખૂબ શાંત થઈ જાય છે ત્યારે તેને અપ્રમત ચેતના કહેવામાં આવે છે. કષાય ચેતનાના ચોથા સ્તર ઉપર પ્રકંપનો સર્વથા શાંત અને ક્ષીણ થઈ જાય છે. ત્યાં તેને વીતરાગ ચેતના કહે છે. પ્રકંપનોનો નિરોધ પ્રકંપનો ઉત્પન્ન થવાનાં બે કારણો છે : એક છે કષાય ચેતના અને બીજું કારણ છે વસ્તુનો યોગ. કોઈ પણ વસ્તુ જોતાં જ આપણા મસ્તકમાં પ્રકંપન શરૂ થઈ જાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, ગંધ, રસ - આ બધાનો બોધ આપણને પ્રકંપનો દ્વારા જ થાય છે. કલ્પના અને આંતરિક સંસ્કારો, સ્મૃતિ પણ પ્રકંપનો ઉત્પન્ન કરી શકે છે. આ પ્રકંપનો જ સુખ અને દુઃખનો અનુભવ કરાવે છે. આ પ્રકંપનોને લીધે આપણે ચૈતન્યની વાસ્તવિક સત્તાનો અનુભવ કરી શકતા નથી. ધ્યાનનું મુખ્ય કાર્ય છે પ્રકંપનોની તીવ્રતા ઓછી કરવાનું. આપણા જીવનમાં જે તે અવસ્થાઓ ઘટિત થાય છે, જે કંઈ પરિવર્તન આવે છે તે બધાં પ્રકંપનો દ્વારા જ આવે છે. પ્રકંપન એટલે જ જીવન. જીવન રહે અને પ્રકંપન ન રહે તે વાત શક્ય નથી. તેથી ધ્યાન કરનાર સૌથી પહેલાં પ્રકંપનોનું યોગ્ય રૂપાંતર કરવાનું આરંભે છે. રૂપાંતરની પ્રક્રિયાના ચાર પ્રકાર છે - જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય. જે વ્યક્તિને ભેદ જ્ઞાન થાય છે એટલે કે આત્મા અને દેહ અલગ છે તે વાત સમજાઈ થાય છે તે વિષયો પ્રત્યે અનાસક્ત થઈ જાય છે. આકાશમાં સારા અને ખરાબ બન્ને પ્રકારનાં પરમાણુઓ પડેલાં છે. સારી ભાવના કરનાર સારા પરમાણુઓ ગ્રહણ કરે છે અને ખરાબ ભાવના કરનાર ખરાબ-અનિષ્ટ પરમાણુઓ ગ્રહણ કરે છે. પરિણામે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય કે વિકૃતિઓ પેદા થાય છે. આમ, મનુષ્ય પોતાની ભાવનાઓને આધારે જ પોતાનું સારું-ખોટું કરે છે. ખોટી ભાવના, ખોટા વિચારો એકદમ છોડી શકાતા નથી, તેથી તેની પ્રતિપક્ષ ભાવનાનું ભાવન કરવું પડે છે. આ પ્રયોગ વારંવાર થતાં અનિષ્ટ વિચારો-ભાવો ઘીમે ધીમે ક્ષીણ થતા જાય છે. આમ, સંસ્કારોનું સારા સ્વરૂપમાં રૂપાંતર કરવું એ ધ્યાનની પહેલી અપેક્ષા છે. સમ્યકત્વ ચેતના અને વ્રત ચેતના આપણે જેટલા ઉત્તેજિત અને ચંચળ એટલી આપણી જીવનશક્તિ ધ્યાનમીમાંસા ૦૭ = Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy